________________
८०
સિદ્ધાંતિક વાત છે.
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ ઃ– આળસે એટલે શું ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. આળસી જાય એટલે માણસને જરાય ઉત્સાહ ન આવે. માણસ આળસુ નથી થઈ જતો ? એટલે આળસી જાય. એટલે એને કયાંય ઉત્સાહ ન આવે. માનો કે એવો સંગ પૂર્વે રહ્યો હોય કે એકબીજાને ઓળખાણ હોય, પરિચય હોય. એના સંગમાં જવાનું એને ન રુચે. એને એની પોતાની રુચિને પોષણ થાય એવો જ સંગ એને ગમે, સત્સંગ જ ગમે, એવા જ મુમુક્ષુ, એવા જ્ઞાની, એનો જ સંગ એને ગમે. પૂર્વકર્મના યોગે બીજો સંગ થાય તો એ આળસી જાય, નિરસ થઈ જાય. જરાય ઉત્સાહ ન આવે અને ઊલટાના પરિણામ એના પાછા પડે. એ એને ખ્યાલ આવે કે આ બહુ મને મનમો આપતા નથી. પહેલા મળતા હતા ત્યારે કેવા હસીબોલીને વાત કરતા હતા, હવે સાવ ઠીક છે. લટકતી સલામ જેને કહે. દ્વેષ ન કરે પણ એને રસ અને રુચિ ઉત્પન્ન થાય નહિ. આળસી (જવું) એટલે દ્વેષ ન કરે, પણ રસ ન લ્યે. એમ.
‘સત્યાસત્ય વિવેક થાય,...' અને બધા પડખેથી, સર્વ પડખેથી એને જ્ઞાનીનો સત્સંગ છે એટલે એને સાચા-ખોટાનો વિવેક થાય. સાચું શું છે ? ખોટું શું છે ? ન્યાય શું છે ? આત્માને હિતકર શું છે ? અહિતકર શું છે ? પોતાના પ્રયોજનના વિષયમાં એને બરાબર વિવેક થાય.
મુમુક્ષુ ઃ– કુસંગપ્રત્યે પ્રશસ્ત દ્વેષ તો આવે છે.
પૂજ્ય ભાઈશ્રી :– પ્રશસ્ત દ્વેષ એટલે એમાં શું છે ? કે એનો નિષેધ કરે, એમ. કુસંગનો નિષેધ કરે એને પ્રશસ્ત દ્વેષ કહ્યો છે. પણ એ પ્રશસ્ત દ્વેષ એટલે એની સાથે કષાય કરે એમ નહિ. પ્રશસ્ત દ્વેષમાં કષાયની મંદતા લીધી છે, કષાયની તીવ્રતા નથી લીધી. આ એક સમજવા જેવો વિષય છે. પ્રશસ્ત દ્વેષમાં કષાયની મંદતા છે. પ્રશસ્ત દ્વેષ તો પુણ્યબંધ છે, પાપબંધ નથી. પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ. એ તો પ્રશસ્ત શબ્દ જ પોતે પુણ્યબંધના સૂચક છે. એ પ્રકાર સમજી લેવો.
મુમુક્ષુ :– હે ભગવાન ! હું બહુ પાપી છું, આમ છું, એ પ્રશસ્ત દ્વેષ ?
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ પ્રશસ્ત દ્વેષ છે. એનાથી પુણ્યબંધ થાય. હું મદોન્મત છું, હું પાપી છું, હું અધમાઅધમ છું, મારામાં અનંત દોષ છે. એ પોતાની નિંદા-ગર્હ (થાય છે) એ બધા પ્રશસ્ત દ્વેષના પરિણામ છે. એવી જ રીતે દેવ-ગુરુ-શાસ્ત્ર-સત્પુરુષ પ્રત્યે કોઈ વેર-વિરોધ કરતા હોય તો એનો વિરોધ કરે એ પણ પ્રશસ્ત દ્વેષમાં જાય છે. એ પણ પ્રશસ્ત દ્વેષ છે. એટલી વાત છે. એમાં તીવ્ર કષાય દેખાય તો એ પુણ્યબંધ છે,