________________
૮૯
પત્રાંક-૫૪૮
મુમુક્ષુ - સ્તુતિમાં આવે છે. ‘રુચતાં જગતની રુચિ આળસે સૌ’. પૂજ્ય ભાઈશ્રી – આખા જગતની રુચિ આળસે. એક ભગવાન આત્મા રુચે.... ત્યાં તો સમયસારની વાત છે, તો આખા જગતની રુચિ આળસ્યા વિના રહે નહિ.
મુમુક્ષુ - જ્ઞાનીના વચન સાંભળે તો એ ચિટળવી જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી:- ટળવી જ જોઈએ. અને તો જ એણે સાંભળ્યા છે, નહિતર એણે સાંભળ્યા નથી. સંગફેર ન થાય,સંગનો વિવેકન થાય અને જીવ ફેરફાર ન કરી શકે તો સમજવું કે એણે આ વાત સાંભળી નથી. વાત કાને જ નથી પડી, એમ વાત છે. એમણે, પહેલી વાત એ લીધી, કે “જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે....” આળસને આળસે જ. “સત્યાસત્યવિવેક થાય...”
મુમુક્ષુ – ખાસ કરીને તો મુમુક્ષુ માટે બહુ.
પૂજ્ય ભાઈશ્રી – હા. બહુ મહત્ત્વનો વિષય છે. કોઈ કોઈ જગ્યાએ તો એવા ટુકડા આવ્યા છે, કે મુમુક્ષુને પ્રતીતિ થઈ જાય એવું છે, કે ખરેખર આ પુરુષ મારી મુંઝવણ ટાળે છે. પરોક્ષ રહ્યા રહ્યા એના વચનો મારી મુંઝવણને ટાળે છે. વિશ્વાસ આવે એવું છે. એમની દશાનો વિશ્વાસ આવે. અને વિશ્વાસ આવ્યો હોય તો પુષ્ટ થાય, એને પુષ્ટિ મળે.
મુમુક્ષુ -મુમુક્ષુ શાસ્ત્ર જ કહીએ તો કાંઈ ખોટું નથી. પૂજ્ય ભાઈશ્રી -કાંઈ ખોટું નથી, કાંઈ ખોટું નથી. મુમુક્ષુ –પેલું મોક્ષ શાસ્ત્ર, આ મુમુક્ષુ શાસ્ત્ર.
પૂજ્ય ભાઈશ્રી – મોક્ષનું બીજ આમાં છે. મોક્ષનું બીજ મુમુક્ષતામાં રહ્યું છે. જો સાચી મુમુક્ષુતા એકવાર આવે તો એને મોક્ષ થયા વિના રહે નહિ. મૂળ તો ઉપદેશ જ મુમુક્ષુને છે. તમામ શાસ્ત્રોમાં અને સર્વ જ્ઞાનીઓનો ૯૦ ટકાથી ૯૫ ટકાથી વધારે ઉપદેશ જ મુમુક્ષને માટે છે. જ્ઞાનીને તો જ્ઞાન થયું છે, રસ્તો જોયો છે, આત્મા જોયો છે. આત્મામાં જવાનું, ઘર અને ઘરનો રસ્તો બેય જોયું છે. એને ઉપદેશની જરૂર પણ ક્યાં છે ? ન ઉપદેશ હોય તો પણ પૂર્ણતા સુધી પહોંચી જશે. એક વખત અંતર્મુખ થતાં આવડ્યું તો એમાં સ્થિરતા વધારતા પૂર્ણતા થવાની છે. અને એ પણ અંતર્મુહૂર્તમાં.
મુમુક્ષુ આ ન્યાય બરાબર છે. પૂજ્ય ભાઈશ્રી :- એને કાંઈ શિખવાની જરૂર નથી. ઉપદેશ અજ્ઞાનીને છે. અને જીવને અનંતકાળ એમાં જગયો છે. એકવાર પણ સાચી મુમુક્ષતા આવી નથી. એકવાર જો સાચી મુમુક્ષતા આવે તો બેડો પાર થયા વિના રહે નહિ. નિયમબદ્ધ વાત છે,