________________
૮૮
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ :– જ્ઞાનમાં ભ્રમણા હોય તો પ્રતીતિ કચાંથી થાય ? પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન જ નથી. પ્રતીતિ વિપરીત હોય. પ્રતીતિ થાય કચાંથી ? પ્રતીતિ તો પરિણમન છે. વિપરીત હોય. સીધી વાત છે. એ તો સ્થૂળ વિષય છે. જે રાગાદિનો ભાવ છે એ તો સ્થૂળ વિષય છે અને સ્વભાવ તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. સ્થૂળમાં હજી નિર્ણયનું ઠેકાણું નથી, સ્વભાવનો નિર્ણય હોય કયાંથી ? એ તો સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ છે. કયાંથી નિર્ણય આવે ?
એટલે (કહે છે કે) આવા મોક્ષમાર્ગીઓને, કેવળજ્ઞાનીઓને પણ ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે, ભોગવવું પડે એ સિદ્ધાંત છે. તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય...' આપણે તો સાધારણ કહેવાઈએ, એમ કહે છે. એમ નથી કહેતા કે હું મહાન છું અને તમે મુમુક્ષુ છો. અમે, તમે બધા સામાન્ય છીએ. ઓલા મહાપુરુષોની વાત છે. એને પણ ભોગવવું પડે. મહામુનિઓને આકરા રોગ આવે છે. ‘સનતકુમા૨’ ચક્રવર્તીને ગળત કોઢ થયો. અરે..! મુનિઓને પણ લોકોએ ઉપસર્ગ આપેલા છે કે નહિ ?પ્રાણ છૂટી જાય એવા ઉપસર્ગ હોય છે. એ પૂર્વકર્મ છે.
અમને તમને અલ્પલાભ હોય ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવાં જોઈએ.....' સંસારમાં કોઈ પ્રતિકૂળતા જન આવવી જોઈએ. “એમ માનીએ...’ અથવા એવી આશા રાખીએ, કે હવે આપણે બહુ ધર્મ કરવા મંડ્યા છીએ, માટે હવે આપણને કાંઈ પ્રતિકૂળતા ન આવવી જોઈએ. તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે;...' બધું નિરર્થક. બંધ-મોક્ષની કોઈ વ્યવસ્થા રહેતી નથી.
મુમુક્ષુ :– ધર્મ કરવા માંડ્યા છીએ એ જ એને ભ્રાંતિ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– માની લીધું.
‘તો પછી કેવળજ્ઞાનાદિનિરર્થક થાય છે; કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અનેછેં...’ એટલે ભોગવ્યા વિના ‘નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ ઠરે.' આખો માર્ગ ખોટો ઠરી જશે. જિનમાર્ગ જ ખોટો ઠરશે. એ માર્ગની વ્યવસ્થા રહેશે નહિ. જ્ઞાનીના સત્સંગે...’ પ્રથમાં પ્રથમ અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે...' આળસી જાય. જુઓ ! કેવો શબ્દ વાપર્યો છે ? આળસી જાય. કુદરતી ભાવમાંથી ભાવ અનુસાર શબ્દ આવે છે. એને અજ્ઞાની મળે ખરો. પૂર્વનો સંબંધ એને હોય તો મળી જાય ખરા. એ આળસી જાય. આળસમાં શું ભાવ છે ? ઉત્સાહ જેનો ઓસરી ગયો છે. એને ઉત્સાહ ન આવે. એવું થાય કે ઠીક, જૂનો સંબંધ છે. મળ્યા પણ આપણને કાંઈ રસ આવે એવું નથી. ન ૨સ આવે, ન રુચિ આવે, ન ઉમંગ આવે.