________________
પત્રાંક-૫૪૮ હોય અને પોતાના ચાલતા પરિણામમાં તીવ્ર દુઃખ લાગે તો હટવાનો પ્રયત્ન કરે.
પૂજ્ય ભાઈશ્રી - બરાબર છે. લાગે છે. શરૂઆત તો એમ જ થાય છે. ત્યાં સુધી કે છેલ્લે સૂક્ષ્મ અંતરજલા રહે છે એમાં પણ દુઃખ લાગે છે. અને ત્યારે જ ત્યાંથી ખસીને અંદરમાં આવે છે. છેલ્લે અંદરમાં આવે છે એનું કારણ પણ એ જ છે, બીજું નથી. જે શરૂઆત થઈ છે એ સ્થૂળ વિકલ્પોથી થઈ છે. પછી સૂક્ષ્મ વિકલ્પોમાં અને મંદ કષાયમાં પણ દુઃખ લાગે છે. પછી આત્માના સ્વભાવના વિકલ્પોમાં પણ દુઃખ લાગે છે. પછી ત્યાંથી ખસે છે. નહિતરતો ખસે જ કેવી રીતે જીવ ? સિદ્ધાંત તો એમ જ છે.
મુમુક્ષુ -. જેને બુદ્ધિપૂર્વક આ વાત, બુદ્ધિ વિચારમાં પણ બેસતી નથી એને તો છૂટવાનો પ્રયાસ ક્યાંથી થશે?
પૂજ્ય ભાઈશ્રી - પ્રશ્ન જ નથી. એ તો કહી દીધું ને? કે શાંતિ જોઈ જ નથી. નહિતર આ વાત ક્યાં હોય? બીજી ચર્ચા જ ક્યાં કરવાની રહે છે? એને આ માર્ગની ખબર નથી. બુદ્ધિપૂર્વક નથી બેસતી એના માટે તો પરમાગમસારમાં એક બોલ આવ્યો છે. ૮૮નંબરનું વચનામૃત છે.
સમ્યગ્દષ્ટિને રાગ કે દુખ નથી એમ કહ્યું છે એ તો દૃષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે. અપેક્ષાએ કહ્યું છે. પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે અને જેટલો રાગ છે એટલું દુખ પણ સાધકને છે તેમ જાણે છે. પર્યાયમાં રગછેદુઃખ છે તેને જો જાણે નહિ...? બુદ્ધિપૂર્વક ‘તો ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. એની તો ધારણ પણ ખોટી છે. ધારણા સાચી નથી એમ કહે છે. એના માટે અનુભવનો તો વિચાર જ કરવાની જરૂર નથી. એની તો ધારણામાં પણ ભૂલછે. ૮૮માં બોલમાં ‘ગુરુદેવે એ વાત કરી છે.
મુમુક્ષુ - બધા માટે આ એક જનિયમ છે.
પૂજ્ય ભાઈશ્રી :- સિદ્ધાંત, વસ્તુનું સ્વરૂપ તો કોઈના માટે કાંઈ (જુદું જુદું નથી), આ વસ્તુનું સ્વરૂપ છે. સિદ્ધાંત એટલે વસ્તુનું સ્વરૂપ છે.
મુમુક્ષુ - કોઈકને દુઃખ લાગે, કોઈકને ન લાગે એમ નહિ).
પૂજ્ય ભાઈશ્રી :- બિલકુલ નહિ ને બિલકુલ નહિ. ખોટી વાત છે. બની શકે જ નહિ. દુઃખ હોય એ દુઃખ જ લાગે. દુઃખ ન લાગે તો એ જ્ઞાનમાં ભ્રાંતિ છે. જે વાસ્તવિકતાએ દુઃખ છે એ દુઃખ ન લાગે તો એના જ્ઞાનમાં ભ્રાંતિ છે. ભૂલ છે એમ ન કહ્યું પણ ભ્રાંતિ છે, ભ્રમણા થઈ ગઈ છે. દોરડીમાં સાપ માન્યો છે, સાપમાં દોરડી માની છે, એના જેવું છે. એ તો જ્ઞાનમાં જ ભ્રમણા જ ઊભી થઈ. જ્ઞાન તો જે જેમ હોય છે તેમ જાણે. એનું નામ જ્ઞાન.