________________
પત્રાંક-૫૪૮
૮૧
આરાધ્યે...' જ્ઞાનીપુરુષ જે માર્ગે ચાલે છે અને જે માર્ગ કહે છે, નિરુપણ કરે છે, એ માર્ગ ઉપર પોતે પણ આરાધન શરૂ કરે ત્યારે પહેલામાં પહેલો જીવને દર્શનમોહનીય કર્મનો અભાવ થાય. અને જો દર્શનમોહનીય કર્મનો અભાવ થાય તો અનુક્રમે સર્વ જ્ઞાનની પ્રાપ્તિ એટલે પૂર્ણ જ્ઞાન પર્યંતની પ્રાપ્તિ થાય, સર્વ કર્મનો નાશ થાય, સર્વ વિભાવનો
નાશ થાય.
મુમુક્ષુ :– આમાં સત્સંગ થયા પછી પણ જો નિશ્ચય ન થાય...
પૂજ્ય ભાઈશ્રી :– સત્સંગ થયા પછી જો નિશ્ચય ન થાય તો સત્સંગ થયો, ન થયો બધું બરાબર છે, સરખું જ છે. અને અનંત વાર સંગ થયો છે. પોતે સત્સંગમાં ગયો છે. જ્ઞાનીપુરુષના સત્સંગમાં નથી ગયો એ વાત તો આ જીવન ઉપરથી પણ (નક્કી થાય છે), બીજા ભવનું કયાં યાદ કરવું પડે એવું છે ? આ ભવમાં પણ જ્ઞાનીપુરુષ મળ્યા છે પણ નિશ્ચય નથી થયો, ઓળખાણ નથી થઈ. ઓળખાણ થયા પછી આરાધન થવું પણ જરૂરી છે. ઓળખાણ જ્ઞાનનું મુખ્યપણે કાર્ય છે અને આરાધન પુરુષાર્થનું મુખ્યપણે કામ છે. પછી પુરુષાર્થનું કામ શરૂ થાય છે. જ્ઞાન થાય, એ પુરુષાર્થને ઉત્પાદક એવું જ્ઞાન થાય ત્યારે એને જ્ઞાન થયું કહીએ. જો પુરુષાર્થનું ઉત્પાદક એવું જ્ઞાન ન થયું હોય તો એને જ્ઞાન નથી થયું, કાંઈ જ્ઞાનમાં સમજણમાં ગેરસમજણ જરૂ૨ થઈ ગઈ છે. એમ માનવું ઘટે છે, કે જ્ઞાન નથી થયું પણ જ્ઞાન થયાની ગે૨સમજણ થઈ છે.
મુમુક્ષુ :– જ્ઞાન થવામાં જ ભૂલ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, ભ્રાંતિ પણ જ્ઞાનમાં થાય છે અને નિતિ પણ જ્ઞાનમાં જ થાય છે. એક જ જગ્યાએથી બે પ્રકારના પર્યાયો ઉત્પન્ન થાય છે. એટલે તો આ ઓળખાણનો વિષય ચાલે છે.
જીવે અનંતકાળમાં નિશ્ચય નથી કર્યો અને નિશ્ચય કરવા એણે ધ્યાન દીધું નથી. લોલમાં લોલ કરી ગયો છે. ‘ગુરુદેવ'ની જય હો. તો જય હો બોલાવે જોરથી. બધાની સાથે સાથે જય હો કરી દે. ઓળખાણ કરવા ઉપર ધ્યાન દીધું નથી.
મુમુક્ષુ :– ઓઘે સમજીને પણ મહિમા કર્યો પણ પૂરી ઓળખાણ કરી નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– સમજણ એને શું કહેવી ? ઓળખાણ ન થાય એને સમજણ શું કહેવી ? આજે એમ કહે છે ‘ગુરુદેવ’ બરાબર કહે છે. એ જ સમજણવાળો કાલે એમ કહેવા માંડશે કે નહિ, ગુરુદેવે’ આ વાત તો બરાબર નહોતી કરી. કહેવાનો જ છે. એનો ભરોસો શું એ સમજણનો ? એ સમજણનો કોઈ ભરોસો નથી. જેમ દારૂ પીધેલાનો કોઈ ભરોસો નથી. ટોડરમલ્લજી’એ ઇ દૃષ્ટાંત આપ્યું છે. એનો કોઈ