________________
પત્રાંક-૫૪૮
૭૯
એમ કહેવું છે. રોગ ઘર કરી ગયો. એના જેવી વાત છે. એટલે ના પાડે છે. અત્યારે તમારા પરિણામમાં એટલો બધો દોષ નથી દેખાતો પણ અત્યારે જો તમને ચેતવવામાં ન આવે અને અત્યારે એ દોષથી પાછા વાળવામાં ન આવે તો આગળ આ રોગની સ્થિતિ ભયંકર થાશે. Next stageમાં જે આવશે એ કાઢવો મુશ્કેલ પડશે. એમ કહેવું છે.
મુમુક્ષુ :– પરિણામની દવા કરવાને ઠેકાણે સંયોગોની ઇચ્છા કે સંયોગો વધારવાની વૃત્તિ થઈ ગઈ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો દોષ ટાળવાને બદલે દોષ વધા૨વાનો ધંધો થઈ ગયો. એવી વાત છે. એટલે તો પ્રત્યક્ષ સમાગમનો આ એક લાભ છે કે જીવ પોતાના વ્યક્તિગત દોષોનું નિવેદન કરી શકે, ચર્ચા કરી શકે, માર્ગદર્શન પામી શકે અને કાઢવા માટે એને એટલી સુગમતા મળે. દોષોનું પૃથક્કરણ થાય. નહિતર તો શું છે કે શાસ્ત્રની અંદર સિદ્ધાંતો તો General હોય છે. એમાં કયાં કઈ વાત, કઈ વાત અને કયા સિદ્ધાંતના પેટામાં વાત મને લાગુ પડે છે, એ તો એને શોધવું પડે અને ગોતવું પડે. તો એ પોતે અંગીકાર કરે. નહિતર જાય ઉપરથી. વાત બહુ સારી છે. સત્ય-અસત્યનો વિવેક થાય. વાત બહુ સારી છે. સત્ય-અસત્યનો વિવેક થાય એ તો સારી જ વાત છે. પણ મને કઈ કઈ જગ્યાએ એ કેવી રીતે લાગુ પડે છે ? એ વાત તો વ્યક્તિગત સમાગમ વગર કોઈ રીતે એનું સ્પષ્ટીકરણ મળે નહિ અને અને કોઈ રીતે એને માર્ગદર્શન ન મળે તો એમાંથી એ નીકળે નહિ. ઉપરથી ચાલ્યો જાય. એ પરિસ્થિતિ બને.
કંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરી આવતી કાલે પૂરો થશે.’ પણ આવતીકાલ નહિ ને બે દિવસ પછી લખ્યો છે. એટલે એ પછી લખે છે કે આવતી કાલે લખવું હતું પણ વિચાર આવ્યો કે નહિ, હવે એક દિવસ પછી લખીશ. એમ કરીને ૫૫૦ પત્રમાં એ વિષય ફરીને ચાલ્યો છે. વચ્ચે એક પત્ર આવી જાય છે એ મિતિ વગરનો છે એ આવી ગયો છે. એ પણ એમના પ્રત્યેના ઠપકાનો જ પત્ર છે એટલે સાથે સાથે અનુસંધાનમાં લઈ લીધો હોય એવું લાગે છે. (સમય થયો છે).
Sa