________________
પત્રાંક-૫૪૮ આ ભાવના ક્યાં ઉદયમાં આવી? આત્માનું કલ્યાણ કરવાની વાત કરવી હતી એમાં વચ્ચે એને આ વાત કેમ ઉગી મારી પાસે? તમે જ્યારે જ્યારે વ્યવસાયવિષે લખ્યું હશે, ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે;” ચિંતા થઈ છે, ગભરાટ થયો છે, તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે...” એટલે તમારી યોગ્યતા કાંઈક વધારે સારી હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે.” ગભરાટ તો થયેલો પણ કાંઈક ઓછો થયેલો કે ના, ના જીવ તો લાયક છે. એની ગર્ભિત પાત્રતા ઘણી સારી છે. અત્યારે વર્તમાનમાં એને દરિદ્રતા છે એટલે પોતાને આજીવિકાના અને વેપારના વિચારો આવી જાય છે પણ એની પાત્રતા ઘણી સારી છે. એટલે કાંઈક પાત્રતાના લક્ષે ગભરાટ ઓછો થયો હશે. પણ હાલ તરત તરતના પ્રસંગ પરથી.” અને હમણાં હમણાં તમે જે પત્રો લખો છો અને વાત કરો છો એ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે....... એક એક પરિણામને કેટલી સૂક્ષ્મતાથી વ્યક્ત કરે છે ! એવો ગભરાટ નથી થયો, પણ એવો ગભરાટ થઈ જાય એવો ગભરાટ થયો છે.
મુમુક્ષુ -પાત્રતાથી પડી જશો એવો ગભરાટ?
પૂજ્ય ભાઈશ્રી:– કાંઈક પાત્રતા તો નહિ ખોય બેસે ને? એમ લાગ્યું છે. તમને આટલા બધા સંયોગ ઉપરના પરિણામ કેમ થાય છે? એનાથવા જોઈએ.
રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે. જુઓ ! એના પિતાશ્રીનું નામ લઈને બોલાવે છે. કેમકે ખરેખર તો બાપ-દીકરા જેવું કાંઈ પારમાર્થે તો નથી. પણ વ્યવહાર લૌકિક દૃષ્ટિએ છે એટલે “રવજીભાઈના કુટુંબ માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં એટલે ભેદભાવ ન આવે. આ મારું કુટુંબ છે, આ મુમુક્ષનું કુટુંબ છે એમ મને ન લાગે. મારા કુટુંબ કરતા પણ વિશેષ સદ્ભાવથી હું એ વ્યવસાયની પ્રવૃત્તિ કરું ખરો. એમાં મને કાંઈ વાંધો નથી. અથવા ભિનભાવ ન આવે. ભેદ ન જોવે કે આ પારકું છે અને મારું છે. એમ અન્ય ભાવે એટલે ભેદભાવન જોવે.
પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો...... તમે પ્રતિકૂળતાનું દુઃખ સહન નથી કરી શકતા એટલી સંયોગ બાજુ તમારી વૃત્તિ જાય છે અને વ્યવસાય મને જણાવો કે આમ વ્યાપાર કરું, તેમ વેપાર કરીએ, આમ કરીએ તેમ કરીએ એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી....... એ મને તમારા માટે દુઃખ રહે છે. રવજીભાઈ માટે દુઃખ ન થાય. એ મને કાગળ લખે. તું વેપાર સરખી રીતે કરજે. તો