________________
૭૧
પત્રાંક-૫૪૮
પૂજ્ય ભાઈશ્રી – હા, પણ છેતરાવાની વધારે જગ્યા ક્યાં છે? લોકસંજ્ઞામાં તો કોઈકે ટીકા કરશે, કે આ ભાઈને આબરૂ બાંધવી છે ને એટલે દાન દે છે. અમથો દાન નથી દેતો. એને કાંઈક નામ કાઢવું છે. ઓઘસંજ્ઞામાં તો બધા પ્રશંસા કરે, ભાઈ ! બહુ ભક્તિ કરે છે, હોં! ઘણી ભક્તિ કરે છે, ઘણી અર્પણતા છે. ત્યાં તો ફસાઈ જશે. એટલે વિચાર તો બધા પડખાનો કરવાનો છે. એક એક પડખાનો વિચાર કરવો પડે. ક્યાં શું છે? કયાં શું છે? કેમકે બધાના ગુણ-દોષના પ્રકારો ભિન્નભિન્ન જુદી-જુદી જાતના છે. એટલે ટૂંકામાં એમણે અહીં નાખ્યું. જો સત્સંગમાં આવે તો સત્યાસત્યનો વિવેક થાય. આ સત્સંગનો ઉપકાર બહુ મોટો છે. સાચું શું, ખોટું શું એને સમજાય, પોતાનું હિતઅહિત સમજાય અને જ્યાં જ્યાં જે જે પ્રકારે અહિત થતું હોય, ત્યાંથી ખસે. જ્યાં જ્યાં હિત થવાનો પ્રસંગ હોય ત્યાં એ આગળ વધે. બસ. સીધી વાત છે. પછી ભેદ-પ્રભેદતો કેટલાય છે. એટલે એમણે ટૂંકામાં વાત નાખી.
મુમુક્ષુ –એવું બને કે એકને મહત્ત્વ આપી દેતા બીજો ગૌણ થઈ જાય અને દોષ રહી જાય?
પૂજ્ય ભાઈશ્રી -એટલે? મુમુક્ષુ -એકને મહત્ત્વ આપી દે. પૂજ્ય ભાઈશ્રી - એકને એટલે?
મુમુક્ષુ - ધારો કે લોકસંજ્ઞા અને ઘસંજ્ઞા બને છે. એમાં લોકસંજ્ઞાને વધારે મહત્ત્વ આપી દઈએ કે પહેલા તો એ જ જવું જોઈએ. એ જ જવું જોઈએ. તો બીજું ગૌણ થઈ જાય અને એનો દોષ રહી જાય. એવું બને?
પૂજ્ય ભાઈશ્રી:- અભિપ્રાય તો સર્વદોષથી મુક્ત થવાનો છે કે એકદોષ ફલાણો દોષ જ ટાળવો છે? પછી વ્યક્તિગત રીતે મુમુક્ષુને વિચારવું છે, એણે એમ વિચારવું જોઈએ કે મારા આત્મામાં લોકસંજ્ઞા વધારે છે કે મારા આત્માને ઓઘસંજ્ઞા વધારે છે? જે વસ્તુ પોતાનામાં તીવ્ર દોષવાળી હોય ત્યાં વધારે જાગૃતિ રાખે. એટલે એ વિષય પછી વ્યક્તિગત થઈ ગયો. પછી એ સૈદ્ધાંતિક ન રહ્યો. પછી વ્યક્તિગત વિષય થઈ ગયો.
મને કયા પ્રકારનો દોષ તીવ્ર થાય છે? મારામાં લોકસંજ્ઞા તીવ્ર છે કે મારામાં ઓઘસંજ્ઞા વધારે છે? કોઈ જીવની લોકસંજ્ઞા એવી ન દેખાતી હોય. સાવ પાછળ જઈને બેસી જતો હોય. ખુરશી-ખુરશીનો વિચાર જન કરતો હોય. ભાઈ ! આપણે કાંઈ છીએ જ નહિ. આપણું ક્યાંય સ્થાન નથી. આપણે પાછળ બેસો. એટલે એને કાંઈ લોકસંજ્ઞા