________________
૬૯
પત્રાંક-૫૪૮ ભવદુઃખ વહાલું ન હોય તો આ માર્ગ સાંભળજે. હજી ભવદુઃખ વહાલું હોય તો ભલે ભવ થયા કરે, પણ મારે તો આ બધું સાચવવું છે. તો આ માર્ગ તને સંભળાવતા નથી. “મૂળ માર્ગ સાંભળો જિનનો રે...” ચોખ્ખી વાત કરી છે કે તને પૂજા આદિની કામના એટલે અપેક્ષાવૃત્તિ ન હોય. પૂજાદિની કામના એટલે શું ? કે તારા પૂજાવું હોય, સારા કહેવડાવવું હોય, તારે આબરૂ બાંધવાની હોય, તારે છાપ ટકાવી રાખવી હોય, જે કાંઈ (હોયએ બધી પૂજા આદિની કામનામાં જ જાય છે. એમાં તને અંતર ભવદુઃખ વહાલું હોય. એનું ફળ છે એ ભવદુઃખ છે. એ પૂજાદિની કામનાનું ફળ ભવદુઃખ છે. આ બે વાત વહાલી ન હોય. આ એક વર્તમાનમાં છે અને ઓલી ભવિષ્યમાં છે. એવી વૃત્તિ છે કે અંદર સમાવાની વૃત્તિ છે, બધાના પડખા જુદા જુદા છે. લડવાની વૃત્તિ છે, ભાગેડુ વૃત્તિ નથી તો લડી લેવું પડે. લડવું તો ક્યા સંજોગોમાં? ન લડવું તો ક્યા સંજોગોમાં ઘરે બેસવું તો ક્યા સંજોગોમાં નહિ બેસવું તો કયા સંજોગોમાં ? એના પણ ઘણા પાસા છે, ઘણા પડખા છે અને એની અંદર પણ ઘણો વિવેક માગે એવી ચીજ છે. એ તો પ્રસંગે એની ચર્ચા થાય. - મુમુક્ષુઃ-લગભગ કેટલાક જીવો તો...ઘરે બેસે
પૂજ્ય ભાઈશ્રી:- ઘરે બેસવાની એની યોગ્યતા પણ હોવી જોઈએ ને ? એકલા હાથે સાધવાની પણ યોગ્યતા હોવી જોઈએ. એને સત્સંગ શોધવો જોઈએ. એટલા માટે સામાન્ય મુમુક્ષુ માટે શ્રીમદ્જીએ એકવાત કરી, બહુમોટી વાત કરી, કેતું સપુરુષના ચરણમાં જા.વિદ્યમાન સન્દુરુષ ન હોય તો એની આશ્રયભાવનામાં ઊભો રહેજે કે છે કોઈ મળે છે કોઈ? હું એને શોધું. ઘરે બેસી રહેતો નહિતું. એને તું શોધવા નીકળજે. અને એ રીતે તારી આશ્રયભાવના લંબાવીશ તોપણ તને દર્શનમોહમંદ થશે. વર્તમાન હશે અને ચરણમાં જઈશ તોપણ તને દર્શનમોહ મંદ થશે અને આશ્રયભાવનામાં આવીશ તોપણ દર્શનમોહમંદથશે. બે વાત છે. વિષય તો ઘણો સ્પષ્ટ કર્યો છે. | મુમુક્ષુ -લોકસંજ્ઞા નિર્મૂળ થાય ત્યારે ઓઘસંજ્ઞા મટે?લોકસંજ્ઞા ઊભી રહે અને ઓઘસંજ્ઞા કેવી રીતે મટે?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. લોકસંજ્ઞા તો એથી વધારે દોષવાળા પરિણામ છે. લોકસંજ્ઞા તો ઓઘસંજ્ઞા કરતાં વધારે દોષિત પરિણામ છે. લોકસંજ્ઞા તો છૂટવી જ જોઈએ અને ઓઘસંજ્ઞા પણ છૂટવી જ જોઈએ. પ્રથમ ભૂમિકામાં શરૂઆતમાં ઓઘસંજ્ઞા હોય, ક્ષમ્ય છે પણ ઓઘસંજ્ઞામાં રહેવાનો અભિપ્રાય તે અક્ષમ્ય છે. ઓઘસંજ્ઞાએ જ્ઞાની પુરુષની ભક્તિ થાય, બહુ વાંધો નથી પણ એમાં એ અભિપ્રાયથી