________________
૬૮
રાજહૃદય ભાગ-૧૧
હવે એમ ને એમ ઓઘેઓથે દેવ-ગુરુ પોતાના (સાચા છે એમ માની લે છે). દેવ-ગુરુશાસ્ત્ર સાચા છે. માની લે છે. એને એનું કાંઈ ફળ મળતું નથી. ઓઘસંજ્ઞા છૂટતી નથી. તો અન્યમતવાળાને સાચું શું એ નક્કી કરવા માટે એને બહાર નીકળવું પડે છે. અહીં તો ઘણી ગડબડ ચાલે છે. આપણા સંપ્રદાયમાં તો ઘણી ગડબડવાળા આ તો છે. અન્ય મતમાં તો, દરેક સંપ્રદાયમાં ગડબડ ઘણી છે. સત્ય શોધવું જોઈએ. સત્ય ક્યાં હશે ? કેવું હશે ? તો એને થોડો પરિશ્રમ કરવો પડે છે. એને ઓઘસંજ્ઞા નથી રહેતી. કેમ કે એને પહેલેથી જ દૃષ્ટિ પરીક્ષાદષ્ટિ ઊભી થાય છે. ઓલાને પહેલેથી પરીક્ષાદૃષ્ટિ ઊભી નથી થતી. પણ એને પરિશ્રમ કરવો પડે છે. હવે જો એ જ પરીક્ષાદૃષ્ટિ અહીંયાં પરંપરામાં તીર્થંકરના કુટુંબમાં આવ્યા. કુટુંબ તો તીર્થંકરનું છે ને. જૈન કુટુંબ એટલે તીર્થંકરનું કુટુંબ છે. એના વડવા અને બાપ-દાદા તીર્થંકર છે. જો થોડો પરિશ્રમ કરે તો એના ઘરમાં ચીજ છે. એને બહાર જાવું પડે એવું નથી. એના સિદ્ધાંતો એમના ઘરમાં જ પડ્યા છે, શાસ્ત્રો એના ઘરમાં છે. એને એ તકલીફ થાય છે કે મફતમાં મળ્યું એટલે કિંમત નથી. હમણાં કહ્યું ને, ‘ગુરુદેવ’ તો મફતમાં મળી ગયા. એમને તો એમના પિતાશ્રીના વખતથી હતું. કાંઈ વાંધો નહિ. ચાલો આપણે બાપા જાય છે એની પાછળ પાછળ જવાનું છે. કાંઈ વિચાર કરવાનો રહેતો નથી. નવા હોય તો પરીક્ષા કરે. આપણે પરીક્ષા કરો. ‘કાનજીસ્વામી' સાચું કહે છે કે ખોટું કહે છે ? અને કહે છે તો ઉપર ઉપરથી કહે છે કે કાંઈક એમનું Heart પણ એમ જ છે ? કારણ કે વાચાજ્ઞાન પણ ઘણા જીવોને હોય છે. તો આ વાચાજ્ઞાની છે કે ખરેખર જ્ઞાની છે. નક્કી કરવું પડે, ઊંડા ઉતરવું પડે, એટલો પરિશ્રમ લેવો પડે. એ વાત છે. એ તો અન્ય સંપ્રદાયમાં હોય કે પોતાના સંપ્રદાયમાં હોય, એને પોતાને પરીક્ષા પ્રધાની થવું, થયું ને થવું જ જોઈએ. બંને માટે એક વાત તો સામાન્ય જ છે.
મુમુક્ષુ :– તમે કહો છો એટલું ઝીણું કાંતવા જઈએ તો અત્યારે ઘરમાં જ બેસી
=
જાવું પડે.
પૂજ્ય ભાઈશ્રી :– તો બેસી જાવું. એમાં શું વાંધો છે ? બેસી જાવું. એમાં શું વાંધો છે ? અપેક્ષા શું પણ ? જો ઘર જાણીને બેસી જાવું પડે તો પછી બીજાની અપેક્ષા છે માટે નથી બેસી જતા એમ થયું ને ? આપણને બીજાની શું અપેક્ષા ? અપેક્ષા કોઈની રાખવાની નથી. પહેલી અપેક્ષા આપણા આત્મહિતની. કોઈ સાથે આવવાનું નથી અને અહિત થાય તો અહિતમાંથી કોઈ છોડાવવાનું નથી. હિત વહાલું હોય, ‘નોય વહાલુ અંતર ભવ દુઃખ’. મૂળમાર્ગ (કાવ્યમાં) પહેલા જ એ વાત નાખી કે તને અંદરમાં