________________
પત્રાંક-૫૪૮ છે એ ઓઘસંજ્ઞાને કારણે ? - પૂજ્ય ભાઈશ્રી – એ બધું ઓઘસંજ્ઞાને કારણે છે. જ્ઞાની પુરુષનો નિશ્ચય થયે, જ્ઞાનીના નિશ્ચયે તો ઘણો ફેરફાર થઈ જાય છે. કેમકે એટલો વિવેક જેને પ્રગટ્યો નિશ્ચય કરવા સુધીનો... હમણા બે દિવસથી પ્રકરણ ચાલે છે એટલે ખ્યાલ આવે છે ને ? એની અંદર કેટલી કેટલી વાતો છે. તો એ તો કેટલા ગરણે ગળાઈને જ્ઞાનીનો નિશ્ચય કરવા પહોંચ્યો છે. એને તો બીજો વિવેક આવ્યા વગર રહેવાનો જ નથી. એ તો પોતાના હિતઅહિતને બહુ સારી રીતે સમજતો થઈ ગયો છે. જે મુમુક્ષુજીવ જ્ઞાનીપુરુષની ઓળખાણ સુધી પહોંચ્યો અને પોતાના આત્માના હિત-અહિતની અંદર ઘણો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે, એને વાત સમજાવવાની જરૂર નથી. બે દિવસની ચર્ચાથી એ વાત તો ચોખ્ખી થાય છે કે નહિ?
મુમુક્ષુ - જે કામ અનંતકાળમાં નથી કર્યું, સત્પરુષને ઓળખ્યા નહિ તીર્થકરને ઓળખ્યા નહિ, એ કામ આ જીવનમાં કરી ચૂક્યો એને અવિવેકનો તો સવાલ નથી રહેતો.
પૂજ્ય ભાઈશ્રી:- આ જે અનંતકાળમાં નથી કર્યું એ કર્યું છે. પછી ક્યાં સવાલ જ છે. એના માટે શંકા કરવાની જરૂર રહેતી નથી,કે આને વિવેક છે કે અવિવેક છે? આનો નિર્ણય સાચો છે કે આનો નિર્ણય ખોટો છે? એ આશંકા કરવાની જરૂર નથી. લોકો તો જ્ઞાનીમાં શંકા કરે છે હજી તો, કે જ્ઞાની વ્યવહારમાં ભૂલે. અહીં તો કહે છે મુમુક્ષુન ભૂલે. જ્ઞાનીને ઓળખનારન ભૂલે. જ્ઞાની તો ભૂલે જશેના?એ વાત જતું ભૂલી જા.
મુમુક્ષુ ભૂલે તો એ મુમુક્ષુ જ નથી.
પૂજ્ય ભાઈશ્રી:- ના. પણ એ ઓળખાણ સુધી પહોંચ્યો હોય તો એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન જ નથી. અહીં સુધી ઉપયોગ તો લંબાવો ઓળખાણ સુધી કે કેવી રીતે ઓળખાણ થાય છે? કેટલી કેટલી વાતો ઊભી થાય ત્યારે ઓળખાણ થાય છે. એ તો ચાલે છે. કેટલી વાતો આવે છે!પછી ભૂલે? કેવી રીતે ભૂલે ભૂલવાનો પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ - આપણને સપુરુષ સહજમાં મળી ગયા છે એટલે આવો પ્રસંગ કોઈવાર બન્યો નથી. એટલે એ વિચારવાનો બહુ તક ઓછી મળી.
પૂજ્ય ભાઈશ્રી:-નહિ. એમાં શું છે કે મળ્યા પછી મૂલ્યાંકન ન કર્યું. મફતમાં મળે ત્યારે એવું થાય. એવું છે કે દરેક બાબતને બે પાસા છે. એક વખત વાત લીધી હતી. કોઈ માણસ દિગંબર સંપ્રદાયમાં જભ્યો અને કોઈ અન્ય મતમાં જન્મ્યો. દિગંબર સંપ્રદાયવાળાને તો એમ જ છે કે આપણું તો બધું સાચું જ છે. તો એ શોધ કરતો નથી.