________________
૭૨
રાજહૃદય ભાગ-૧૧
નથી એમ થોડું છે ? લોકસંજ્ઞામાં તો એ પણ ઊભો છે. અને ઓઘસંજ્ઞામાં તીવ્ર હોય. એ તો જેને જે તીવ્ર હોય એ. અહીં તો સર્વ દોષ ટાળવાનો માર્ગ છે આ. આ માર્ગ છે એ શેનો છે પ્રારંભથી ? કે પરિપૂર્ણ નિર્દોષ થવાનો માર્ગ છે.
આત્મા સ્વરૂપે કરીને પરિપૂર્ણ નિર્દોષ છે, સ્વભાવે કરીને પરિપૂર્ણ નિર્દોષ છે અને એની પ્રાપ્તિનો માર્ગ કહો, એ સંપૂર્ણ નિર્દોષ થવાનો આ માર્ગ છે. એક દોષ રાખવો એ અભિપ્રાય આ માર્ગથી વિરુદ્ધ છે. ફલાણો દોષ હોય તો વાંધો નહિ, કે હોવો જોઈએ કે ભલે રહ્યો, એ આ માર્ગમાં નથી. બહુ સાફ સાફ વાત છે. એટલે જેને પરિપૂર્ણ નિર્દોષ થવાની ભાવના હોય, અભિપ્રાય હોય એણે જ અહીંયાં આવવું. બીજાને આવવાની કાંઈ જરૂર નથી. કેમ કે આવે, ન આવે એને કાંઈ લેવા-દેવા આ માર્ગ સાથે રહેવાનો નથી. જેને સંપૂર્ણ નિર્દોષ થવું હોય એના માટે જ Admission છે, બીજાને એડમિશન આપ્યું જનથી. એવી વાત છે.
એટલે ચોખ્ખી વાત છે કે જેને એ સિવાયનો, આત્માર્થ સિવાયનો કોઈ અભિપ્રાય હોય એને ઘણા ક્ષેત્રો છે. આ જગતની અંદર ધર્મના ક્ષેત્રો અને બીજા અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવાના ક્ષેત્રો (ઘણા છે). પછી તો અન્ય પ્રકારની પ્રવૃત્તિના ઘણા ક્ષેત્રો છે. આ ક્ષેત્ર દૂષિત ક૨વા જેવું નથી. આ તો પરમ પવિત્રતાનો માર્ગ છે અને પરમ પવિત્રતા પ્રાપ્ત કરવી હોય એના માટેનો જ આ માર્ગ છે. એને માટે જ અહીંયાં જગ્યા છે, બીજાને માટે જગ્યા છે જ નહિ. સીધી વાત છે.
મુમુક્ષુ :– લોકસંજ્ઞાના પરિણામમાં આકુળતા તીવ્ર થાય છે. ખ્યાલ આવી જાય ? પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલે છેતરાય નહિ. ઓલામાં છેતરાય જાય છે ઓઘસંજ્ઞામાં છેતરાય જાય છે. ઓલામાં એટલી તીવ્ર આકુળતા નથી થતી. એક પડખું એ જરા વિચારવા જેવું છે. તમારો પ્રશ્ન શું છે ?
મુમુક્ષુ :– લોકસંશામાં તો શું હોય કે લોકસંજ્ઞાની જ્યારે વૃદ્ધિ થાય ત્યારે પરિણામમાં આકુળતા... આકુળતા... આકુળતા... થાય ત્યારે ઓલી વાત ઝટ ખ્યાલમાં આવી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :– સ્થૂળ થાય એટલે.
મુમુક્ષુ :– ઝટ ખ્યાલમાં આવે છે કે આપણો આ દોષ ન જોયો હોત તો આપણે ઓલાની આશા કેમ રાખીએ ? એમ કરીને પરિણામમાં...
પૂજ્ય ભાઈશ્રી :– એ પ્રતિકૂળતામાં. અનુકૂળતામાં બધે પહેલી ખુરશી મળતી હોય તો ? એવો જ પ્રકારનો પુણ્યોદય (હોય કે) જ્યાં જાય ત્યાં ભાઈને તો પ્રમુખ જ