________________
૭૦
રાજહૃદય ભાગ-૧૧
રહી જાય તો મુશ્કેલી છે. ભક્તિ તો એટલા માટે સંમત કરી છે કે નહિતર વિરોધમાં આવ્યા વગર રહેશે નહિ. વિમુખ થઈ જશે. માટેવિમુખતા ટાળવા માટે એને એમ કહ્યું તું ભક્તિ તો ક૨. ભક્તિ કરે ત્યારે એમ કહે, જોજે હવે ઓઘસંજ્ઞામાં રહેતો નહિ એમ કહે છે. સીધું એને ચેતવે છે.
મુમુક્ષુ :– લોકસંજ્ઞા છૂટ્યા પછી ઓઘસંજ્ઞા છૂટે એવો ક્રમ તો એ રીતનો છે ? પૂજ્ય ભાઈશ્રી ::– આમ તો બેય સાથે છૂટે તો કાંઈ વાંધો નથી. પણ લોકસંજ્ઞાનો દોષ છે એ તીવ્ર છે. પણ લોકસંજ્ઞા પૂરેપૂરી જાય પછી જ ઓઘસંશાની જવાની શરૂઆત થાય એવું નથી. સાથે સાથે બે જુદા જુદા પ્રસંગ છે. એક દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યેનો પ્રસંગ છે, એક જગતના જીવો અને જગતના સંયોગો પ્રત્યેનો પ્રસંગ છે એટલે બેયના વિષય જુદા જુદા છે. તો સાથે કામ કરે તો વાંધો નથી, બેય બાજુથી હટવાનો. પહેલા આ મટાડું પછી આ મટાડવા જાઉં, એવું કાંઈ બાંધવાની જરૂર નથી, ક્રમ બાંધવાની જરૂર નથી. પણ એટલી વાત જરૂ૨ છે કે લોકસંજ્ઞાનો દોષ તીવ્ર છે, આ એના ક૨તા મંદ દોષ છે. તીવ્ર દોષ તો સહેજે જવો જોઈએ અથવા એના ઉપર વધારે ધ્યાન હોવું જોઈએ. અને બેય હોય તો બેયને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન તો બે બાજુનો ચાલુ રાખે. જેને ટાળવું છે એને.
મુમુક્ષુ :– જરાક કોઈ સામાજિક પ્રસંગ પડે આમાં લોકલજ્જા તરત (થઈ જાય છે). વચલી ખુરશી ન મળે કે બાજુવાળી ખુરશી ન મળે... સામાજિક પ્રસંગો, પારિવારિક પ્રસંગ પડે તો એમાં પેલી વાત તરત ઉગી જાય છે. આટલો મોટો દોષ દૂર ન થતો હોય ત્યારે આ ઓઘસંજ્ઞાવાળો દોષ કેવી રીતે દૂર થાય ?
=
પૂજ્ય ભાઈશ્રી :– જવાનો તો પ્રશ્ન જ નથી કે વયો જાય. લોકસંજ્ઞા રહી જાય અને ઓઘસંજ્ઞા ચાલી જાય એ તો કહેવાનો કોઈ અભિપ્રાય નથી. પણ જ્યાં ઓઘસંજ્ઞા ટાળવાનું ક્ષેત્ર છે ત્યાં તો એ પ્રયત્ન કર્તવ્ય છે. જ્યાં લોકસંજ્ઞાનો પ્રસંગ છે ત્યાં એ દોષ ટાળવાનો પ્રયત્ન કર્તવ્ય છે. બેય જગ્યાએ પ્રયત્ન ચાલુ જ રાખવો. એમ ન વિચારવું કે ઓલું ગયા પછી મારે આ કાઢવાનું છે. એમ ન વિચારવું. બંને પ્રસંગે બંનેને ટાળવાનો પ્રયત્ન પોતાનો હોવો જોઈએ. એટલી વાત છે.
મુમુક્ષુ :– લોકસંજ્ઞા તો અશુદ્ધ પરિણામ છે. ધર્મના ક્ષેત્રમાં લોકસંજ્ઞા રહે તો
અશુભ પરિણામ છે, લૌકિકમાં તો અશુભ જ છે.
પૂજ્ય ભાઈશ્રી :– ચોખ્ખા અશુભ પરિણામ છે.
=
મુમુક્ષુ :– ઓઘસંશામાં શુભ પરિણામની મુખ્યતા છે. એ તો બંનેમાં...