________________
પત્રાંક-૫૪૭.
૩૭. હોય. એમને કોઈ મુમુક્ષુઓ મળ્યા છે એ કહેવાનો યોગ મળ્યો છે અને પોતાને વ્યક્ત કરવાની ભાષામાં સમર્થતા છે. એટલે એ વાત એમણે બહાર મૂકી છે. એવી બહાર મૂકી છે કે મુમુક્ષુને પરમ ઉપકારભૂત થઈ પડે એવી વાત બહાર મૂકી છે.
મુમુક્ષુ બહુમુદ્દાની વાત છે. પૂજ્ય ભાઈશ્રી:-પોતાના પરિણામની વાત કરી છે.
‘દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય અને આ જ પરિણામ ઉદાસીનતા વધીને સર્વસંગથી નિવૃત્તિ થઈ જાય, મુનિદશા આવી જાય એવી અનન્ય કારણ યોગે ઇચ્છા રહે છે. એ કારણના યોગની રાહ જોઈએ છીએ. એવા અનન્ય કારણના યોગે આ પરિસ્થિતિમાં આવી જઈએ. રાહ જોઈએ છીએ, કે ક્યારે આ ઉદય પૂરો થાય. એના જાપ જપીએ છીએ. ક્યારે આ પૂરું થાય.ક્યારે આ પૂરું થાય...ક્યારે છૂટીએ...ક્યારે છૂટીએ... એવી ઇચ્છા રહે છે.
આ પત્ર પ્રથમથી વ્યાવહારિક આકૃતિમાં લખાયો હોય એમ વખતે લાગે....” કે આ કાંઈક એમણે પોતાના વ્યવહારની વાતો કરી છે. કેમ કે પહેલા એમણે એમ લખ્યું કે મારે “વવાણિયા જાવું પડશે. ઘરે લગ્નપ્રસંગ છે. પછી વળી આ ઉપાર્જિત પ્રારબ્ધની ધંધાની વાત લખી. એટલે તમને એમ લાગે કે આ પત્ર કાંઈક વ્યાવહારિક આકૃતિમાં લખાયો. પણ તેમાં તે સહજમાત્ર નથી.” આ પત્રમાં માત્ર “અસંગપણાનો, આત્મભાવનો માત્ર અલ્પ વિચાર લખેલો છે. મારા આત્મભાવે કરીને મારે અસંગ થવું છે એનો મેં કાંઈક અલ્પ વિચાર લખેલો છે. એટલે એનો એ રીતે તમે અભ્યાસ કરજો, એ રીતે વિષયમાં જરા ઊંડા ઊતરજો કે મારી જો આ વૃત્તિ છે... “લલ્લુજીને પત્ર લખ્યો છે, તમે તો કોઈ પ્રતિબંધમાં છો નહિ. કુટુંબ છોડીને અને વ્યવસાય છોડીને એ તો નિવૃત્ત થઈને બેઠા છે, સ્થાનકવાસીના સાધુ છે, તમારા પરિણામનો વિચાર કરજો. એ ૫૪૭મો પત્ર પૂરો) થયો.