________________
પત્રાંક-૫૪૮
૪૭
છે એવા પણ સંયોગો ઊભા થાય. જેને લોકો અનુકૂળતા કહે છે એવા સંયોગો પણ થઈ શકે છે, હોઈ શકે છે. એની સાથે જ્ઞાનીને ખરેખર સંબંધ નથી. એ તો સંયોગદૃષ્ટિએ એના સંયોગો કહેવાય છે. જ્ઞાની તો ભિન્ન પડીને સમ્યક્ પ્રકારે વેદે છે. એટલે જ્ઞાનીને ખરેખર એ મારા સંયોગો છે એમ અંતરથી એ વાત રહી નથી. જગતની દૃષ્ટિએ એ વાત સમજાવવામાં આવે છે.
“કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ...’ એટલે જિનેન્દ્ર પ૨માત્માને હજી ઉદય છે. ચાર અઘાતિનો ઉદય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે;..' આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. આ ચાર અઘાતિ કર્મનો ઉદય એમને પણ હોય છે. અને વેદવાં પડે છે એટલે સુખે-દુઃખે ભોગવે છે એમ નથી પણ સિદ્ધાલયમાં જતાં પહેલાં એ સંયોગોમાંથી પસાર થાય છે. જેમ કે ભગવાનનું સમવસરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો એ પ્રકારનો એમનો ઉદય છે. જવાનો વિકલ્પ નથી, પોતાને જવાનો વિકલ્પ નથી. બધા જીવો ધર્મ પામે એવી ભાવનાથી તીર્થંકરગોત્ર બાંધ્યું છે. તીર્થંકર પ્રકૃતિનો પણ ઉદય આવ્યો છે. વાણી છૂટે છે. એમની ઇચ્છા નથી. ઉપદેશ દેવાની એમની ઇચ્છા નથી છતાં વાણી છૂટે છે. પોતાને કોઈ વૈભવનો વિકલ્પ નથી પણ સમવસરણ એવું વૈભવશાળી રચાય છે કે રચનારને આશ્ચર્ય થાય છે ! પોતાને શરીરનો વિકલ્પ નથી પણ દિવ્ય તેજોમય શ૨ી૨ થઈ જાય છે. એકદમ પરમ ઔદારિક પરમાણુ થઈ જાય છે. ઔદારિકમાંથી પરમ ઔદારિક પરમાણુ થઈ જાય છે. જેની પાસે હજારો સૂર્ય-ચંદ્ર ઝાંખા પડે એવું તેજસ્વી શરીર થઈ જાય છે. એમને શરીર સારું થાય તો ઠીક એવો વિકલ્પ નથી. એ ઉદયમાંથી એમને પસાર થવાનું બને.
અષ્ટ પ્રાતિહાર્ય ને ચોત્રીસ અતિશય, જે સર્વજ્ઞ તીર્થંકરદેવને હોય છે એ બધા સંયોગમાં પ્રગટ થાય છે. એ એમને ચા૨ કર્મ વેદવા પડે છે એમ કહેવામાં આવે છે. આયુષ્ય પણ ભોગવવું પડે છે. તેરમા ગુણસ્થાને બિરાજે છે. હજી એક ગુણસ્થાન બાકી છે અને પછી સિદ્ધાલયમાં જશે. પણ આયુષ્ય અબજો વર્ષનું હોય તો અબજો વર્ષ ભોગવવા પડે. છે જ ને સીમંધર ભગવાન. કેટલું બધું મોટું આયુષ્ય છે ! અબજ પછીના જ બધા આંકડા છે.
મુમુક્ષુ :– ભોગવવા પડે એટલે સંસારમાં રહેવું પડે છે.
=
પૂજ્ય ભાઈશ્રી :- આ મનુષ્યલોકમાં રહેવું પડે. પણ એ તો અહીંયાં રહે કે ત્યાં રહે. સમ્યગ્દર્શન (થયું) ત્યારથી એ દૃષ્ટિ છૂટી છે. એ તો ‘સોગાનીજીએ કહ્યું, કે તેરવાં