________________
પત્રક-પ૪૮
૪૯ છે. એ પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે એ સિદ્ધાંતની વિરુદ્ધ તું જા છો. આ તો તને ગ્રહિત મિથ્યાત્વ થયું. પહેલા હું મારી પ્રતિકૂળતાઓ જાણી લઉં અને એ પ્રતિકૂળતા ટાળવા માટે કાંઈક એનો ઉપાય પણ હું કરી લઉં. એનો અર્થ કે તારે તારું બાંધેલું કર્મ ભોગવવું નથી. ભાઈ! તું તો ફેરફાર ન કરી શકે પણ ઉપરથી જિનેન્દ્ર આવે તો પણ ફેરફાર કરી શકે એવું નથી.
મુમુક્ષુ - કેટલાક જાણે પણ એનો ઉપાય નથી કરતા પણ એને અંદરમાં તો આ જ હોય. કેટલાક ભવિષ્ય જાણે છે, ઉપાય માટે કાંઈ નથી કરતાં.
પૂજ્ય ભાઈશ્રી – ઉપાય કરવાનો અંદર અભિપ્રાય રહી ગયો છે અને થઈ શકે એવી શક્યતા હોય તો કર્યા વિના રહે પણ નહિ. પછી આબરૂને બીકે ન કરે અથવા ખાનગીમાં કરે અથવા પરિણામ કરે એ બધું એક જ છે. એ ગયો શું કરવા ત્યાં? જો એને ઉપાય નહોતો કરવો તો ત્યાં ગયો શું કરવા? એને એ વાતની જરૂર શું ઊભી થઈ? એ જ બતાવે છે કે એને કાંઈક એમાં કરવું છે. એ એમ બતાવે છે કે એને કાંઈક કરવું છે. ફેરફાર થાય તો સારું એની એ વાત ઊભી છે. એ ફેરફાર કરવાની બુદ્ધિએ જ ગયો છે. પ્રતિકૂળતા નહિ સહન કરવાની, નહિ વેદવાની બુદ્ધિ છે. એની અંદર બાંધેલા કર્મ નહિ ભોગવવાની બુદ્ધિ છે. એટલે કે સિદ્ધાંત બહાર જવાની એની બુદ્ધિ છે. સીધી વાત છે. એથી તો ગૃહીતમાં નાખે છે. એને અગૃહીતમાં પણ નથી રહેવા દેતા. તીવ્ર દર્શનમોહ થાય ત્યારે જ એ પ્રકાર ઉત્પન્ન થાય, એ વગર થાય નહિ.
મુમુક્ષુ –ભગવાનના કાયદા બહુ કડક છે.
પૂજ્ય ભાઈશ્રી :– ભગવાનના કાયદા તો વસ્તુનું સ્વરૂપ જ છે, ભાઈ ! ભગવાનના કાયદા એમણે થોડા બનાવ્યા છે ? આ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુના સ્વરૂપનું ઉલ્લંઘન કરવા કોઈ માગે તો વસ્તુને તોડવાની વાત છે, વસ્તુનો નાશ કરવાની વાત છે. વસ્તુ કોઈ દિવસ નાશ નહિ પામે. અભિપ્રાયમાં અને શ્રદ્ધામાં તારો દાવો નાશ થશે. બીજું કાંઈ નહિ થાય. તારા અસ્તિત્વનો અસ્વીકાર થશે એમાં, બીજું કાંઈ થાશે નહિ.
મુમુક્ષુ –એના કાયદા તો સરળ અને સીધા છે.
પૂજ્ય ભાઈશ્રી:-હા. બહુ સરળ. (જેવું વસ્તુનું સ્વરૂપ છેએવું એમણે જાહેર કર્યું છે. એટલે કાયદા તો સરળ-સીધા છે. પણ જીવને પોતાની કલ્પનાએ ચાલવું છે. વસ્તુના સ્વરૂપ અનુસાર નથી ચાલવું પણ પોતાની કલ્પનાએ એને ચાલવું છે.
કોઈ બાળક કજીયો કરે, કે મારી સુખડીનું બટકું આ મોટો ભાઈ કે નાનો ભાઈ