________________
પત્રાંક-૫૪૮
૫૩
શાસ્ત્ર જ્યવંત વર્તો એનો અર્થ કે આવો વીતરાગમાર્ગ છે એ ત્રણે કાળે જયવંત વર્તો. એની અંદર એમ વાત છે. વિચારને લંબાવે તો બધું સમજાય એવી વાત છે. અહીંયાં શું કહે છે ?
તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી.. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે; અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું...' તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વાનુસાર કોઈ જીવને વિપર્યયઉદય હોય, તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી, ક્ષય થઈ, જીવ શાનીના માર્ગને ફરી પામે છે; અને અર્ધપુદ્ગલપરાવર્તનમાં અવશ્ય સંસારમુક્ત થાય છે.’ શું કહે છે ? ફરીથી જોઈએ.
પોતે દૃષ્ટાંત ચાલુ રાખે છે કે જેમ.. જેમ કહીને દૃષ્ટાંત કહેવો છે. જેમ તે સર્વશ એવા વીતરાગને...' જિનેન્દ્રદેવને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી...’ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અંતરાય. ચાર કર્મ નાશ પામ્યા છે. એ ચાર કર્મ નાશ પામ્યા પછી તેમનો ઉદય એને ભોગવવાનો પ્રશ્ન રહેતો નથી. ઉદય આવવાનો નથી અને ભોગવવાનો પણ પ્રશ્ન રહેતો નથી. વળી અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની...' એટલે એમનામાં કોઈ એવા પરિણામ થતા નથી. કારણ એટલે જિનેન્દ્રદેવના પોતાના પરિણામ. કે જેના નિમિત્તે તે ચાર કર્મ ફરીને ઉત્પન્ન થાય. એવી કોઈ પરિસ્થિતિ ત્યાં રહી નથી. એટલા માટે દેહસહિત મુક્તિને જીવનમુક્તિ કહેવામાં આવી છે. કેમકે હજી આ આયુષ્યનું જીવન ચાલે છે અને મુક્તદશા થઈ ગઈ. માટે એને સદેહે મુક્તિ અથવા જીવનમુક્ત દશા કહેવામાં આવે છે. એવી સ્થિતિ નથી કે ફરીને એ ચાર ઘાતિમાંથી કોઈ કર્મને બાંધે. એવા પરિણામ એમને થતા નથી.
તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે;...' હવે એ અનુસાર એ સિદ્ધાંત લે છે કે જ્ઞાનીપુરુષનો નિશ્ચય થાય. હવે મૂળ વાત શરૂ કરી હતી જે Paragraph થી ત્યાં પાછા આવ્યા. કે જો મુમુક્ષુજીવને જ્ઞાનીનો નિશ્ચય થાય અને અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા ઉત્પન્ન થાય એટલે અજ્ઞાનભાવથી પાછો વળી જાય. એનો અજ્ઞાનભાવ છૂટી જાય અને એ પણ જ્ઞાનદશાને પામી જાય. અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને