________________
પત્રાંક-૫૪૮
તા. ૧૧-૧૧-૧૯૯૮ પત્રાંક – ૧૪૮
પ્રવચન નં. ૨૪૮
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૫૪૮મો પત્ર ચાલે છે, પાનું-૪૪૧.
સંક્ષેપમાં થોડું ચાલી ગયું છે એ લઈએ. જ્ઞાની પુરુષનો સત્સંગ થાય, જ્ઞાની પુરુષ છે એમ નિશ્ચય થાય (તો) મુમુક્ષુજીવને દર્શનમોહનીય કર્મનો નાશ થાય. એકવાર દર્શનમોહનીયનો નાશ થાય તો અનુક્રમે કેવળજ્ઞાન પર્વતની દશા ઉત્પન્ન થાય અને જીવ મુક્ત થાય છે. એ દરમ્યાનમાં પૂર્વકર્મનું જે નિબંધન કર્યું છે એવું પ્રારબ્ધ ભોગવવાનો પ્રસંગ મુમુક્ષુને, જ્ઞાનીને બંનેને હોય છે. કેવળજ્ઞાનીને પણ હોય છે, ત્યાં સુધી લીધું છે. કેવળી હોય એને પણ ચાર અઘાતિકર્મનો ઉદય રહ્યો છે. નીચેનાવાળાને તો હોય જ એમાં કાંઈ પ્રશ્ન નથી. કેમકે એને આઠેય કર્મનો ઉદય છે. એ વાત કરતા ત્યાં સુધી લીધું કે કોઈ જીવને સમ્યગ્દર્શનમાંથી મિથ્યાદર્શન થાય તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી જશે અથવા ક્ષય થઈ જશે અને ફરીને તે જીવ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરશે, જ્ઞાનીના માર્ગને પ્રાપ્ત થશે અને અર્ધપુદ્ગલપરાવર્તનમાં અવશ્ય સંસારથી તે મુક્ત થઈ જશે.
આ એક સિદ્ધાંત છે, કે એકવાર પણ જો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય તો એની મુક્તિ નિશ્ચિત છે. વમે નહિ તો તો બે, ચાર, પાંચ છ ભવમાં છૂટકો થાય છે. તમે તો તો વધુમાં વધુ અર્ધપુદ્ગલપરાવર્તન છે. નહિતર પાછો ફરીને અંતર્મુહૂર્તમાં પણ એ સમ્યગ્દર્શનમાં ફરીને માર્ગમાં આવે અને અલ્પકાળમાં મુક્તદશાને પામે.
મુમુક્ષુ – સમ્યગ્દર્શનથી વમવાનું કારણ શું છે?
પૂજ્ય ભાઈશ્રી - શુભની રુચિ. કાલે વાત થઈ હતી. જો જીવને શુભની રુચિ થાય છે એટલે કે શુદ્ધાત્માની રુચિ છૂટી જાય છે તો એ સમ્યગ્દર્શનથી છૂટી જાય છે. એમ થવામાં પુરુષાર્થહિનતા પણ સાથે જ છે. પુરુષાર્થનો ખ્યાલ નથી આવતો. રુચિનો ખ્યાલ આવે છે એટલે એ રુચિથી કહેવામાં આવે છે, પણ રુચિ અનુયાયી વીર્ય છે. પુરુષાર્થ તો રુચિને જ અનુસરે છે. એટલે જે પુરુષાર્થ અંતર્મુખ થઈને પ્રવર્તતો હતો એ બાહ્ય રુચિ થવાથી, બાહ્ય તત્ત્વની રુચિ થવાથી પુરુષાર્થપણ બહારની દિશામાં ચાલતો