________________
૩૬
રાજહૃદય ભાગ-૧૧
પ્રશ્ન:-...
=
પૂજ્ય ભાઈશ્રી :– ચાલ્યા જ કરે છે. જગતમાં એમ ચાલે છે. હવે પડખું ફેરવવાનું છે. એટલા માટે આ સ્વાધ્યાય એના માટે છે. જે ચાલતી રીત છે એ રીત છોડી દેવાની છે. એ રીતથી તો રખડે છે. હવે રખડતું ન હોય, જન્મ-મરણથી બચવું હોય તો રીત તો બદલવી પડશે. બદલવાની ભાવના હોય તો બદલાય છે. અંતઃકરણથી ખરી ભાવના આવવી જોઈએ. એમાં કોઈ મોટી વાત નથી.
મુમુક્ષુ :– સહજ પર જ દેખાય છે. સ્વ દેખાતું નથી એકલું ૫૨ સહજ જ દેખાય છે. પૂજ્ય ભાઈશ્રી :– પણ કોને દેખાય છે ? પર દેખાયા કરે છે પણ દેખાય છે કોને ? એમ વાત છે. દેખાય છે તો એ બહા૨ છે. દેખનાર છે એ બહા૨ છે અને દેખનારને કાંઈ લેવા દેવા નથી. રસ પડે છે એ નુકસાનનું (કારણ છે).
જુઓ ! કેટલા નિરસ છે ! રાત્રિ-દિવસ અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે; અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે;..' અમારું ઉદાસપણું દિવસે દિવસે વધતું જાય છે. જુઓ ! જ્ઞાનીને ગૃહસ્થદશામાંથી મુનિદશા કેમ આવે છે. કે એમની ઉદાસીનતા વધતી જાય છે. પછી એ પરિસ્થિતિમાં રહી ન શકે એટલે સહેજે છૂટી જાય છે. નહિતર ધ્યાનમાં બેસે અને સાતમું (ગુણસ્થાન) આવે ક્યાંથી ? કે અંદરથી કક્યાંય રસ રહ્યો નથી. એટલે સહજમાત્રમાં એ છૂટી શકે છે. છૂટવું તો એ સહજ થઈ ગયું છે. નાકમાં કફ ભરાય જાય તો એને શ્વાસોશ્વાસમાં તકલીફ થાય અને નાક થઈ જાય ભારે. નાક શું માથું ભારે થઈ જાય. પછી એને છીંકવામાં, ન છીંકવું હોય તો તે ચાલુ થઈ જાય. કફ વધી જાય તો નાકમાંથી ચાલુ થઈ જાય. ન કાઢવો હોય તો પણ નીકળવા માંડે. તો એ નાકમાંથી કફને છોડવા શેડા કાઢવા એ જેટલું સહેલું છે એટલું જ્ઞાનીઓને સંસાર છોડવો સહેલો પડે છે. ભલે ચક્રવર્તી હોય તોપણ. આટલો સહેલો થાય છે. એટલું ઉદાસીનપણું, એટલું ... આ તો નીકળી જવું જોઈએ, આ છૂટવું જ જોઈએ. આ રહી શકે એવી પરિસ્થિતિ નથી. મુમુક્ષુ :– સમય સમયે વધતી હતી અને ઉદાસીનતા વધતી હતી.
પૂજ્ય ભાઈશ્રી :– હા. હા. સમય સમયે ઉદાસીનતા વધતી હતી. એમ જ છે. બહુ સરસ છે. જીવંત ચારિત્ર છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર’નું આ જીવંત ચારિત્ર છે. મજાની વાત તો આપણા માટે એ છે કે આપણા નસીબ છે કે એમણે પોતાના ઉદયના અને અનઉદયના બધા પરિણામનો ચિતાર બહુ સારી રીતે સ્પષ્ટ વ્યક્ત કર્યો છે-વિષદપણે વ્યક્ત કર્યો છે. નહિતર પરિણામ ચાલે પણ કહેવાનો યોગ ન હોય અને કહેવાની ભાષાનો યોગ ન