________________
પત્રાંક-૫૪૮
૪૧
તા. ૧૦૧૧-૧૯૯૦, પત્રાંક – ૧૪૮
પ્રવચન ન. ૨૪૭
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર પ૪૮, પાનું-૪૪૧. જ્ઞાની પુરુષોનો સત્સંગનો શું લાભ છે? મુમુક્ષુ જીવને એ કેટલો ઉપકારી છે એ આ પેરેગ્રાફમાં વિશેષ કરીને કહ્યું
પહેલા પેરેગ્રાફથી “જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે” આ જ સપુરુષ છે અને આ સપુરુષનો મારે મારા આત્મકલ્યાણ માટે સંગ કરવા યોગ્ય છે. નિશ્ચયમાં આટલી વાત સમાય છે. “
નિશ્ચય થયે” એટલે આવો નિશ્ચય થયે. આ જ સપુરુષ છે અને આ સપુરુષનો મારે સંગ કરવો છે. એ મારા આત્મકલ્યાણનું ઉત્કૃષ્ટ કારણ છે એવો જેને નિશ્ચય થયો અને એ રીતે તે સત્સંગમાં આવે છે ત્યારે તેના માર્ગને આરાધે, જે સપુરુષ કહે છે એ જ રીતે પોતે અનુસરે છે. એવું નથી કે માત્ર સાંભળીને સંતોષ પકડે છે.
સોગાનીજી એક વાત કરતા હતા, કે અહીંયાં લોકોને સાંભળવાનો ઉત્સાહ સારો છે. સાંભળવાનું મળે તો ચૂકે નહિ. ત્યાં સુધી કે ગમે તેને સાંભળવા બેસી જાય. પણ સંભળાવનાર જોઈએ. કેમકે ત્યાં જોતા કે સવારના પાંચથી રાતના નવ વાગ્યા સુધી પ્રવૃત્તિ ચાલે પણ સાંભળીને સાંભળ્યું એટલે કૃતાર્થ થયો, સાંભળવા મળ્યું એટલે લાભ મળી ગયો, લાભ થઈ ગયો, એમ ખરેખર મુમુક્ષુજીને વિચારવા જેવું નથી. એ અહીંથી નીકળે છે.
સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને, આરાધ્ય.” પછી આરાધન શરૂ થાય છે, કે જે કાંઈ એને સત્સંગમાં પોતાના આત્મકલ્યાણ માટે કરવા યોગ્ય લાગ્યું તે કાર્ય કરવાનો આરંભ કરી દે, શરૂઆત કરી દે ત્યારે એણે એનો માર્ગ આરાધ્યો કહેવાય. નહિતર સાંભળીને અટકવા સિવાય બીજું કાંઈ થાશે નહિ. અને સાંભળવાથી જે ધારણા થઈ એને જ્ઞાનપ્રાપ્તિ માન્યા વિના રહેશે નહિ. આ એક નવી ભ્રમણા થઈ. અને સૌથી મોટી ભ્રમણા થઈ કે જે છૂટવી મુશ્કેલ પડશે. બીજી ભ્રમણા છૂટશે, લાડવો ખાતા ખાતા સુખ અનુભવાયું હશે એ ભ્રમણા છૂટશે. કેમ કે બીજો અને ત્રીજો લાડવો