________________
૪૨
રાજહૃદય ભાગ-૧૧
આવશે એટલે એને એમ થાશે કે નહિ, હવે આમાં જે પહેલા બટકામાં સુખનો અનુભવ થયો હતો એ હવે ત્રાસ થાય એવું છે. એ ભ્રમણા છૂટવી એટલી અઘરી નથી, જેટલી સમજણની ભ્રમણા થાય છે. એ છૂટવી અઘરી છે.
મુમુક્ષુ :– બીજી વિધિની ખબર નથી એટલે સમજણમાં જ વિધિ માની લીધી.
=
પૂજ્ય ભાઈશ્રી :– સમજણમાં વિધિ માની. પણ સમજણમાં વિધિની વાત આવે છે એના ઉ૫૨ એનું લક્ષ નથી એનો અર્થ એમ થયો. એ સત્પુરુષની વાણીમાં વિધિની વાત તો આવે છે. અને એ વિધિ પોતે આરંભે, એ વિધિનો આરંભ કરે, પ્રારંભ કરે તો એણે માર્ગને આરાધ્યો છે. નહિતર તો એને સત્સંગ થયો, પણ એ સત્સંગ થયો એનો અર્થ શું ? સાંભળવા મળ્યું એનો અર્થ શું ? ભોજન મળી ગયું, ખાધું નહિ. ભોજન મળ્યા છતાં શું કરવા ન ખાધું ? કે એને ભૂખ નહોતી એ વાત નક્કી છે. ભૂખ લાગી હોય અને પાછું ભાવતું ભોજન મળે (તો) ખાધા વિના કોણ રહી શકે ? એ ભૂખ છે એ રુચિ છે, એ ભૂખ છે એ એની ભાવના છે, એ એની જિજ્ઞાસા છે.
એટલે ‘જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે,...' તેનો યથાર્થ નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્યે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે,...' શું લીધું ? પછી બીજી કોઈ વાત લીધી ? સીધું સમ્યગ્દર્શન થશે એ વાત લીધી. એ જીવને અવશ્ય દર્શનમોહનીય કર્મ ઉપશમે, ઉપશમે ને ઉપશમે. પ્રથમ હોય તો થાય. અથવા ક્ષય પણ પામી શકે છે એમ કહે છે. ઉપશમે એટલું જ નહિ, ક્ષય પણ પામી જ શકે છે. આટલો સત્સંગનો મહાન લાભ છે એ વાત અધ્યાત્મના ત્રણે કાળના સિદ્ધાંતને વિષે અફર છે.
જ્ઞાનીપુરુષ મળ્યે, એનો નિશ્ચય થયે અને માર્ગ આરાધ્યે એને દર્શનમોહ ન ટળે એ બને નહિ. એટલે કે સમ્યગ્દર્શન ન થાય એ બને નહિ. એ તો પોતે આ વિષયમાં બહુ શૈલી કરી છે. કેટલી રીતે કથનપદ્ધતિથી એ વાત કહી છે. કે સત્પુરુષ મળે અને આ જીવ દરિદ્ર રહે, તો આ લોકમાં, આ વિશ્વમાં તે જગતનું અગિયારમું કે દસમું આશ્ચર્ય છે. એટલે અત્યાર સુધી નવ આશ્ચર્ય જુદાં જુદાં લૌકિક હશે. આ લૌકિકનું એક વધારે આશ્ચર્ય છે. દરિદ્ર રહે એટલે આ પૈસા સંપન્ન થાય એમ વાત નથી. ધર્મદાજ્જિ રહે, એને ધર્મ પ્રાપ્ત ન થાય તો સમજવું કે એણે એક નવું આશ્ચર્ય જગતમાં ઊભું કર્યું. બોલો હવે એ વાત કેટલી બધી લાગુ પડે ! જ્યારે કોઈ સત્પુરુષને સેંકડો હજારો મુમુક્ષુ મળે તો એ કેટલા આશ્વર્ય થઈ ગયા ! એ તો વિચારવાનું તો પોતાને વિષે છે.
મુમુક્ષુઃ-.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એમ જ. નહિતર તો મળ્યા, નહિ મળ્યા બધું સરખું જ છે.
...