________________
૩૫
પત્રાંક-૫૪૭ છે. એટલા માટે ત્રણ બોલ વાપર્યા.
“ચાલતાં ચાલવામાં શું છે? માણસ ચાલે. તો કહે છે, પણ વિસ્મરણ કરીને ચાલે છે. તે આત્મામાં ચાલ ને તારા જ્ઞાનને આત્મામાં પરિણમાવને, અનુભૂતિમાં જા ને. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છો. આબાળ-ગોપાળને નિરંતર અનુભૂતિ ચાલી રહી છે. પણ ચાલતાં, તું ભૂલે છે. જોતાં,... ભૂલે છે, પ્રસંગ...” ઉદય આવતા ભૂલે છે. બધ સ્વરૂપનું વિસ્મરણ (ચાલે છે). સર્વ સંગ વિસ્મરણ કરાવે છે. સમય માત્રામાં...” એક સમયમાં ફરી જાય છે. પાછી વાર નથી લાગતી. એક સેકન્ડમાં ભૂલે છે.
મુમુક્ષુ –“સોગાનીજી' કહે છે. મંદિરમાં આવા હજારવાર સ્મરણ આવે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. એમ કહેતા. અમે મંદિર સુધી ચાલતાં જઈએ તો એક મિનિટનો રસ્તો લાગે. ત્યાંથી એક મિનિટ આપણે માનસ્તંભ સુધી પહેલા દર્શન કરવાના હોય). કહે, આત્માનું પચાસ વખત સ્મરણ કેમ ન થાય ? આ તો ચાલતાં ચાલતાં વાત કરી. ચર્ચામાં લઈ લીધી. આ એક મિનિટમાં શા માટે પચાસ વખત આત્માને સંભારતો નથી ? આવી જાગૃતિ હોવી જોઈએ. એ તો જીવંત ચરિત્ર છે, જ્ઞાનીઓના એ જીવંત ચરિત્રો છે. એ શું કરે છે? આપણે શું કરીએ છીએ ? બસ. આટલી તુલના કરવાની છે.
મુમુક્ષુ -અમારાથી વિકથા થઈ જાય છે. પૂજ્ય ભાઈશ્રી – આ જીવને રસ છે. મફત નથી થતી. આ જીવને વિકથામાં રસ છે. પછી રાજકથા હોય કે ભોજનકથા હોય, ચોરકથા વાંચે, સ્ત્રીકથા કરે), પણ એને રસ છે.
સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે, અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે... આ વાત અમારી પ્રત્યક્ષતાની કરીએ છીએ. અમે પણ આ બધો અનુભવ કરીને વાત કરીએ છીએ. તે વાત પ્રત્યક્ષ જોવામાં આવી છે, “આવે છે અને આવી શકે તેવી છે. એની અભિવ્યક્તિ કરવાની, વિષયને વ્યક્ત કરવાની શક્તિ પણ ઘણી છે. તેથી.... આમ હોવાને લીધે. “અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, તેથી જેટલો અમને સંગ છે એમાં રાત્રિ-દિવસ અમને ઉદાસ... ઉદાસ... ઉદાસ... ઉદાસ ઉદાસ... (છીએ), ક્યાંય રસ આવતો નથી. આ બધું નકામું છે. દુકાન નકામી, ધંધો નકામો, કુટુંબ-પરિવાર નકામા, બધા નકામા છે. કયાંય મને રસ નથી). કામનું હોય એમાં રસ આવે ને ? નકામામાં શું રસ આવે? આમ છે.