________________
૩૮
રાજહૃદય ભાગ-૧૧
પત્રાંક-૫૪૮
મુંબઈ, માગશર વદ ૯, શુક, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ,
તમારા ત્રણેક પત્રો પહોંચ્યા છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યાં હતાં, જેમાંના એકનું સમાધાનનીચે લખ્યું છે.
જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયું, અને તેના માર્ગને આરાધ્ધ જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે, પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવા ચાર કર્મ વેદવાં પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ શાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે, અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વનુસાર કોઈ જીવને વિપર્યયઉદય હોય, તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી, ક્ષય થઈ, જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે, અને અર્ધપુગલપરાવર્તનમાં અવશ્ય સંસારમુક્ત થાય છે; પણ સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય
ત્યાં સંસારી સર્વદુઃખ નિવૃત્ત થવાં જોઈએ એમ માનીએ તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે, કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અવે નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ કરે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસેસત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પકાળમાં અથવા સુગમપણે બને