________________
ર૩
પત્રાંક-૫૪૭ રાગમાં-રાગરસમાં આવવું પડે એ પ્રતિબંધકભાવ છે અને નિરસ પરિણામે, દઢપણે નિરસ પરિણામે સાંસારિક પ્રસંગોમાં વર્તવું તે અપ્રતિબંધક ભાવ છે. એવા ભાવથી જવાનો વિચાર રહે છે. જવું પડે તો પણ આ રીતે પોતાના પરિણામમાં પૂર્વતૈયારી કરીને જાવું છે.
આપણે અહીંયાં એક વિષય ચર્ચામાં ચાલે છે, કે જ્યારે આપણને ખબર જ છે કે અમુક પ્રસંગ ચાલ્યો આવે છે, તો શા માટે આપણે ચેતીને ચાલતા નથી ? જ્ઞાનીઓ તો ચેતીને ચાલે છે. એના માર્ગે ચાલવું હોય તો આપણે પણ ચેતીને ચાલવું જોઈએ. ઇડરમાં વાત થઈ, કે બાર વાગે એટલે જમવાનો પ્રસંગ આવવાનો છે. મધ્યાહને, સાંજે જમવાના ટાઈમે જમવાનો પ્રસંગ આવવાનો છે. આપણને ખબર છે કે ટાઈમ થાય એટલે આપણે જમવા બેસવાના છીએ. તો શા માટે ચેતીને ચાલતા નથી ? કે કોઈ વાનગીમાં રસ લેવો નથી. આપણે પાંચ-સાત ચીજ જે કાંઈ આહારમાં વાપરતા હોઈએ છીએ તો શા માટે પૂર્વતૈયારી કરતા નથી? કે આપણે નિરસ પરિણામથી આહાર લેવો. જોઈએ અને એના માટે જાગૃતિ અને સાવધાની હોવી જોઈએ. આમણે પૂર્વતૈયારી કરી છે કે નથી કરી ? આ તો એથી મોટો પ્રસંગ છે. પણ મોટો પ્રસંગ હોય કે નાનો પ્રસંગ હોય, જ્યાં જ્યાં આ જીવને વિભાવરસ તીવ્ર થતો હોય ત્યાં એને અગાઉથી જ તૈયારી કરી હોય તો એને પ્રસંગ વખતે બચવું બહુ સહેલું પડે છે. બહુ અલ્પ પુરુષાર્થે એ બચી શકે છે. અને નહિતર લગભગ જાગૃતિ રહેવાની પરિસ્થિતિ જ આવતી નથી. અને પ્રસંગે આખે આખો ઓળાય જાય છે.
પરીક્ષા લે તો પહેલા આખું વર્ષ ભણાવીને પરીક્ષા લે છે. અને રોજે રોજ ભણાવે તો એમ કહે કે નિશાળે આવો તો Home work કરીને આવો. એમ ને એમ તમે નિશાળે આવો એમ ન ચાલે. અને રોજ સ્વાધ્યાયમાં આવવું તો કાંઈ Home work કરીને આવવાનું કે એમ ને એમ આવવાનું? કે ચાલો એની એ વાત ચાલે છે, આત્માઆત્મા ફૂટ્યા કરે છે, સાંભળ્યા કરો આપણે. એમ નહિ, કાંઈક પોતે તૈયારી જીવનની અંદર કરવી ઘટે છે અને ગંભીરતાથી કરવી ઘટે છે.
મુમુક્ષુ-લગ્નપ્રસંગમાં અલિપ્ત રહ્યા હશે, કેવી રીતે રહ્યા હશે? પૂજ્ય ભાઈશ્રી:–ગયા જ નથી. આટલો વિચાર આવ્યા પછી ગયા જનથી. મુમુક્ષુ -ગયા હોય તો કેવી રીતે રહ્યા હોય?
પૂજ્ય ભાઈશ્રી:- કાંઈ નહિ. બધાને અતડા લાગે. બીજું શું પૂછે એનો જવાબ દે. કોઈ વિકલ્પ આવે તો કહીદેપણ તીવ્ર રસ ન આવે. મારું છે અને મારું છે માટે મારે રસ