________________
પત્રાંક-૫૪૭ ક્યાંક વ્યાજે મૂકી દીધા છે કે બેંકમાં મૂક્યા છે કે સરકારના કોઈ ખાતામાં મૂક્યા છે. રહેવાનું? તો કહે “મુંબઈમાં. કેમ? કે હવે મુંબઈ સિવાય ફાવે નહિ. ઝાઝાં હોય ત્યાં ગમે, થોડા હોય ત્યાં ન ગમે. એની સાઈકોલોજી એવી થઈ ગઈ હોય છે.
આ કહે છે કે “પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે.'
મુમુક્ષુ = તથાપિ સંગનું વિશેષ કારણ છે, ત્યાં એમ લેવાય કે અસત્સંગ વિશેષનું કારણ છે?
પૂજ્ય ભાઈશ્રી - ના. સંગનું વિશેષ કારણ છે. ઘણા માણસો છે એનો સંગ થાય છે એ અસત્સંગ છે. પોતાને કાંઈ રુચતો નથી. અસંગદશામાં રહેવું છે એને સંગ ક્યાંથી રુચે? કુટુંબનો સંગ નથી રુચતો, બીજાનો સંગ કેમ ? આ પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રયોજનભૂત કોઈપણ પ્રકારે લાગતી નથી. અને આ જે વેપારની પ્રવૃત્તિ કરીએ છીએ એ અમારી બુદ્ધિથી તો કાંઈ આત્માને પ્રયોજનભૂત હોય એવું લાગતું નથી. ઠીક. વેપારની પ્રવૃત્તિ અને પ્રયોજનભૂત નથી લાગતી. એ પણ નિરર્થક અને વ્યર્થ લાગે છે. તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી ઉદય વેદવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. એટલે જે કાંઈ પૂર્વ કર્મ છે એ પ્રારબ્ધ ભોગવવા માટે વેઠ ઉતારીએ એવી રીતે પ્રવૃત્તિ કરી લઈએ છીએ.
હવે જે વાત કરી છે એ તત્ત્વજ્ઞાનના વિષયમાં વાત કરી છે. કેવી રીતની વિચારણા ચાલે છે અને કેવી રીતની વિચારણા આ માર્ગમાં હોવા યોગ્ય છે, એ વિષયમાં આ પેરેગ્રાફ જરા વધારે સારો છે. (સમય થયો છે.)
ધર્મ-ક્ષેત્રમાં, જીવ ધર્મબુદ્ધિએ તન, મન, ધનનું સમર્પણ કરે છે. છતાં પણ તેમાં સર્વાણિબુદ્ધિનો અભાવ હોય, ત્યારે પ્રકૃતિનો ત્યાગ કરી શકતો નથી. તેથી પારમાર્થિક લાભથી વંચિત રહી જાય છે. તન, મન, ધનનું સમર્પણ અન્યમતી પણ કરે છે. અને તે પૂર્વનુપૂર્વ છે, અપૂર્વ નથી. આત્મહિતના લક્ષે પ્રકૃતિ-ભાવ મૂકવા તૈયાર થાય તેને ધન્ય છે, તે જીવ અવશ્ય અપૂર્વ સ્વભાવ પ્રગટ કરશે જ. તે ખરી આત્મ-અર્પણા છે.
(અનુભવ સંજીવની-૧૩૫૬)