________________
૨૮
રાજહૃદય ભાગ-૧૧ જ્ઞાને કરીને જે કાંઈ કાર્ય થાય છે, એ આત્મામાં આત્માને આધારે, સ્વભાવના આધારે થાય છે અને એનું બળ અનંત સામર્થ્યવંત આત્માના આધારથી ઉત્પન્ન થયેલું જેનું બળ છે, એ બળની જાત જુદી છે. એ બળમાં વિચલિતપણું થતું નથી, એ બદલાતું નથી. એ નિર્ણય નહિબદલાય, એમ કહેવું છે.
મુમુક્ષુ – મુમુક્ષુની ભૂમિકામાં તો રાગની જ પ્રધાનતા હોય, ઓલો રાગ તો આવી જાયને? જ્ઞાનીને તો જ્ઞાનનું બળ આવી ગયું, મુમુક્ષુની ભૂમિકાની અંદર રાગનું બળ કેમ ઓછું થાય? અને જ્ઞાનનું બળ કેમ આવે?
પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે. એ હોય એ બરાબર છે. પણ એમાં ફેરફાર કેમ કરવો એ જ વિચારવાનું છે. આપણે જ્ઞાનનો આધાર લેવો છે. રાગનો આધાર લેવો નથી. તમારી પાસે જ્ઞાન નથી? મુમુક્ષુ પાસે જ્ઞાન નથી ? જ્ઞાનની પર્યાય નથી થતી? એકલા રાગને કેમ જોવે છે? રાગ પણ થાય છે અને જ્ઞાન પણ થાય છે. જ્યારે એમ સમજવા મળે છે, કે રાગના આધારે કામ થતું નથી. જ્ઞાનના આધારે જ કામ થાય છે. તો જ્ઞાનનો આધાર લેવો. જ્ઞાનમાં હુંપણું કરવું. હુંપણું ન થતું હોય તો શું કરવું? આ એક બીજો પ્રશ્ન છે, કે હુંપણું ક્યાં છે એ તપાસવું. કેમ કે જ્ઞાની એમ કહે છે, કે તારું હુંપણું રાગમાં તું કરે છો પણ ત્યાં તું છો નહિ. કેમ કે રાગ તો એક Second માં મરી જશે, તું જીવતો રહેછો. એક Second માં રાગ મરે છે. નાશ પામે છે એટલે મરે છે, અને તું તો જીવતો રહેછો. માટે રાગમાં તું તો છો નહિ. ભલે હુંપણું કરીને હેરાન ભલે તે થતો હોય પણ ત્યાં તું છો નહિ. ખોજ-ગોત. તારા અસ્તિત્વની તપાસ કર કે તું ક્યાં છો? તો તને તારું અસ્તિત્વ જ્ઞાનમાં માલુમ પડ્યા વિના રહેશે નહિ.ખોજ કરી લે. ખોજકરવા જઈશ તો તને જે રાગનો આધાર લેવાની પરિસ્થિતિ છે એ નહિ રહે. હજી તો ખોજમાં આવીશ તો પણ. જ્યારે તને તારું અસ્તિત્વ ભાસી જશે, પોતાનું નિજ અસ્તિત્વ જ્યારે જ્ઞાનમાં ભાસ્યમાન થશે ત્યારે તો પરિસ્થિતિ જ આખી બદલાય જવાની છે. એ તો તે સમ્યગ્દર્શનનું અનન્ય કારણ ઉત્પન્ન કરી લીધું. એકવાર જો અસ્તિત્વ ભાસે તો સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ. વ્યાખ્યાનસારમાં ર૨૦ નંબરનો બોલ છે. આ પરિસ્થિતિમાં આવી ગયો. કાંઈ દૂર નથી. સમ્યગ્દર્શનનું કારણ તારાથી દૂર નથી. પછી સમ્યગ્દર્શન દૂર નથી. કારણ આટલું જનજીક છે. તારું અસ્તિત્વ તું શોધતો નથી.
એક ચીજ ખોવાય જાય તો એવી શોધે છે કે તેને ઉંઘ આવતી નથી. તારું અસ્તિત્વ તું શોધતો નથી. આટલું કર. બધી ક્રિયા કરશે. આપણે શાસ્ત્ર વાંચ્યા વાંચ કરીએ, સાંભળ્યા સાંભળ કરીએ. અને બીજું પણ જે ઉદયમાં આવે એ બધું કરીએ.