________________
૨૨
રાજહૃદય ભાગ-૧૧
તા. ૯-૧૧-૧૯૯૦, પત્રક – ૫૪૭, ૧૪૮
પ્રવચન ને. ૨૪૬
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ. પત્ર ૫૪૭. ચાલે છે. ... ફરીથી લઈએ. ૫૪૭મો પત્ર શરૂઆતથી.
અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે. આપણે લગ્ન પ્રસંગ હોય તો લૌકિકમાં સૌથી અગત્યનો અસાધારણ પ્રસંગ ગણાય છે. એમને પણ આ પ્રસંગ (આવી પડ્યો) છે. એમને જવાની ઇચ્છા નથી. એનું મહત્ત્વ નથી, મહત્ત્વ નહિ હોવાથી ઇચ્છા પણ નથી. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં...” એમાં નહિ જવા માટે ઘણા પ્રકારે વિચાર આવ્યો કે જવું જ નહિ, જવું જ નહિ. છૂટી શકાય તેમ પણ બને....” અને ન પણ જઈએ તો બની શકે. ન બને એવું કાંઈ નથી. કેમકે કોઈ એક વ્યક્તિ ન આવે એટલે કાંઈ લગ્ન લેવાણા હોય એ કાંઈ બંધ રહેતા નથી. એવા પ્રસંગ બને છે કે જેની અંદર જેના લગ્ન હોય એના માતા-પિતા જેવા નજીકના કોઈ દેહત્યાગ કરી દે તોપણ એ કાર્ય અટકતું નથી. ભલે તે સાદાઈથી થઈ જાય પણ ગમે તેમ કાર્ય થઈ જાય. બંધ રહેતું નથી. એટલે કોઈના કારણે કોઈ કાર્ય અટકે છે એવું નથી બનતું. જે કાર્ય સંપન્ન થવાનું હોય તે જે રીતે થવાનું હોય તે રીતે થયા કરે છે.
એટલે છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવોને અલ્પકારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે;” પણ કુટુંબના જીવો. કેટલાક જીવો. મારા કુટુંબના ન લખ્યું. ભાષામાં શું ફેર છે ? મારા કુટુંબીઓને, મા-બાપને, ભાઈઓ-બહેનોને હું લગ્નમાં નહિ આવું, મોટો છું અને નહિ આવું તો પછી કોઈને કાંઈ સમાધાન નહિ થાય, ઉહાપોહ થશે. કુટુંબીઓને ન લખ્યું. કેટલાક જીવોને (એમ લખ્યું). જાણે કોઈ પારકા હોય. ભાષામાં શું Toneછે.
અલ્ય કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે; જેથી અપ્રતિબંધભાવને વિશેષ દૃઢ કરી, જવાનો વિચાર રહે છે.' જવાનો વિચાર તો રહે છે પણ પ્રતિબંધભાવ રાખીને નથી જવું, ક્યાંય પણ બંધાવું પડે, ક્યાંય પણ વિશેષ