________________
રાજહૃદય ભાગ-૧૧ પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે, એ કાર્ય પ્રારબ્ધ ભોગવાય ગયે તેમ બની શકે. એટલો પ્રતિબંધ પૂર્વત છે. અત્યારે નથી. પૂર્વનું એ બંધન છે. પૂર્વે કરેલા અપરાધની સજા છે એ સમભાવે સહન કરી લેવી. એટલો વિચાર રાખ્યો છે.
“એટલો પ્રતિબંધ પૂર્વકત છે; આત્માની ઇચ્છાનો પ્રતિબંધ નથી,” અમારે તો રહેવું નથી પણ રહેવું પડે એવી અમારી સ્થિતિ પૂર્વકર્મને લઈને છે. અમારી ઇચ્છાથી પ્રતિબંધથી બંધાતા નથી, બંધાયેલા નથી. અનિચ્છાએ બંધાયેલા છે એમ કહે છે. અમારી ઇચ્છાનો પ્રતિબંધ નથી. “સર્વસામાન્ય લોકવ્યવહારની નિવૃત્તિ સંબંધી, પ્રસંગનો વિચાર બીજે પ્રસંગે જણાવવો રાખી, આ ક્ષેત્રેથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે;” અત્યારે તો બધાથી નિવૃત્તિ કરી લેવાનો જે વિચાર છે એ કોઈ બીજે વખતે તમને જણાવશું. અત્યારે હવે એ બાબતમાં વધારે નથી જણાવતા. અત્યારે તો આ ક્ષેત્રથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે. એકવાર “મુંબઈ છોડી દેવું, ધંધો વેપાર બંધ કરી દેવો, ધંધો છોડી દેવો. ભાગીદારીમાંથી છૂટા થઈ જવું. એ વાત તો એમણે વિચારી લીધી છે. આ વર્ષમાં એમણે એ વાત વિચારી લીધી છે. એટલે “આ. ક્ષેત્રથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે;” એ બળવાન છે. તે પણ ઉદય આગળ બનતું નથી. હજી એ ચાલુ રહે છે. એ ઉદય આગળ હજી અમારું ચાલતું નથી.
તોપણ અહોનિશ એ જ ચિંતન રહે છે...” તોપણ ચિંતન તો એ જ રહે છે કે અહીંથી છૂટવું છે, છૂટવું છે ને છૂટવું છે. તો તે વખતે થોડા કાળમાં તો વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. આ ચિંતન રહે છે એના ઉપરથી એમ લાગે છે કે હવે પછીના થોડા કાળમાં અહીંથી છૂટી શકાશે એવું બનશે. ઉદયમાં પણ એવો ફેરફાર થશે એવું મનમાં રહે છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, આ “મુંબઈ પ્રત્યે અમને દ્વેષ થયો છે અને અહીંથી ભાગવા માગીએ છીએ એમ નથી. તથાપિ સંગનું વિશેષ કારણ છે. ઘણાનું હળવુંમળવું અહીંયાં થાય છે. એ સંગનું વિશેષ કારણ છે અને અમારે અસંગપણે રહેવું છે. આ અમારી ઇચ્છા છે.
પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવવાનો વિચાર રહે છે. પ્રવૃત્તિના પ્રયોજને રહેવું પડે છે. પ્રવૃત્તિ છોડી દઈએ તો પછી આ ક્ષેત્રે રહેવાનું કોઈ લાભનું કારણ નથી. માટે આ ક્ષેત્ર છોડી દેવું એમ વિચાર આવે છે. વેપાર છોડ્યા પછી અમારે “મુંબઈમાં રહેવાનું કોઈ કારણ નથી. અત્યારે તો લોકો નિવૃત્તિ લે છે પણ ક્ષેત્ર નથી છોડી શકતા. શું કરો છો ભાઈ ? હવે નિવૃત્ત થયા. આ પૈસા-ઐસા છે એ શેરમાં રોકી દીધા છે. Investment. અથવા