________________
૧૮
ચજહૃદય ભાગ-૧૧ તર્કવિતર્ક કરે. કાંઈ વાંધો પડ્યો હશે. સગો મોટો ભાઈ છે ને કેમ ન આવે? માટે કાંઈક તર્કવિતર્કપણ લોકો કરે. એ અસમાધાનના બધા પ્રકારલીધા.
કેટલાક જીવોને અલ્ય કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે; જેથી અપ્રતિબંધભાવને વિશેષ દઢ કરી,...” જતા પહેલાં શું કરવું? ‘અપ્રતિબંધભાવને વિશેષ દઢ કરી,... કોઈની સાથે વધારે રાગના પરિણામ ભાવથી ન થાય તેને અપ્રતિબંધભાવ કહે છે. વધારે રાગના પરિણામ થાય તેને પ્રતિબંધભાવ કહે છે. સામાન્ય રીતે શું છે કે એવા પ્રસંગે ઘરની, કુટુંબની અંદર લગ્નપ્રસંગ હોય ત્યારે નજીકના સગા તો આવે જ, કોઈ દૂર દૂરના સગા પણ આવે. આવો... આવો. આવો. આપણે ઘણા વખતે મળ્યા. બહુ રાજી થયા. તમને જોઈને ખૂબ પ્રેમ થયો, ખૂબ ખુશી થઈ ગયા અમે. એ બધા પરિણામ શું છે? પ્રતિબંધભાવના પરિણામ છે. સારા છે? નહિ ને? પછી લાગણી વગરના લોકો કહેશે. એને કાંઈ લાગણી નથી. લગ્ન પ્રસંગે પણ આવે નહિ. આવે તો બહુ હળેમળે નહિ. અતડા રહે. કેવી અંદરની સાવધાની છે, જુઓ!
જેથી અપ્રતિબંધભાવને વિશેષ દઢ કરી,” પ્રતિબંધભાવથી છૂટવા માટે. જવાનો વિચાર રહે છે. કદાચ હું વવાણિયા જઈશ તો પણ અપ્રતિબંધભાવને વિષે... આ પૂર્વતૈયારી છે. એક પ્રસંગ ઘરે આવવાનો છે, એની ખબર છે અને એની અંદર પોતે પૂર્વતૈયારી કરીને જવા માગે છે. જવા માગે છે તો પણ. ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાનો સંભવ છે. અને જો હું જઈશ તો એકાદ મહિનો ત્યાં રહેવાનું બનશે. “વખતે બે માસ પણ થાય. કદાચ બે મહિના પણ રહેવાનું થાય.
‘ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે... કેવી ભાષા છે? ‘ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર....” એટલે “મુંબઈ તરફ આવવાનું કરવું પડે તેમ છે...” આવીશ એમ નહિ. મારે આવવું પડશે. અનિચ્છા હોવા છતાં પણ આવવાનું થાય એને આવવું પડશે એમ કહે છે. આવવાનું કરવું પડે તેમ છે, છતાં, બને ત્યાં સુધી વચ્ચે બે એક મહિના એકાંત જેવો નિવૃત્તિ જોગ બને તો તેમ કરવાની ઇચ્છા રહે છે;” ફરીને મુંબઈ પહોંચવું પડે તો બે મહિના ક્યાંક એકાંતમાં... ૨૮મું વર્ષ ચાલે છે ને ? ત્યારથી નિવૃત્તિની ભાવના એમની ધંધાથી છૂટા થઈને વધારે નિવૃત્તિમાં રહેવાના પરિણામ બળ કરે છે, તીવ્ર થાય છે. એટલે બે મહિના એમને નિવૃત્તિ જોગ એટલે કોઈ નિવૃત્તિ ક્ષેત્રમાં જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા રહે છે અને તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું. અને એવું નિવૃત્તિમાં રહેવામાં કોઈ