________________
૧૭
પત્રાંક-૫૪૭
પ૪૭મો પત્ર લલ્લુજીની ઉપર “સુરત” લખેલો છે. મુંબઈથી લખેલો છે. લલ્લુજી મુનિ' “સુરત” છે.
અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે.” “વવાણિયા એટલે શું? મારું ગામ નહિ. આ ભવમાં આ દેહનો જન્મ થયો હતો એ ગામમાં જવાનું થાશે. કેમ કે મારો જન્મ અનંતવાર થયો ભૂતકાળમાં અને અનંત ગામોમાં થયો એમાં મારું ગામ કર્યું કહેવું મારે? અત્યારે તો આવે છે ને? બોર્ડ લગાવે છે. ફલાણા-ફલાણા આ ગામવાળા. કોઈ કહે અમે શિહોરવાળા, કોઈ કહે અમે ‘ાણાવાળા તો કોઈ કહે અમે “ડાઠાવાળા, અમે કોઈ ફલાણાવાળા, જેસરવાળા, પાલિતાણાવાળા. બોર્ડ મારે છે ને? સાચી વાત હશે? એ વાળા છે? અહીંયાં જન્મ થયો. આ ભવમાં પાછું એમ કીધું. દરેક ભવમાં મારો ત્યાં જન્મ નથી થયો. ચાલુ વર્તમાન ભવ છે એ વવાણિયામાં જન્મ થયો છે આ દેહનો. શરીરનો, આત્માનો તો જન્મ થાતો નથી.
“અત્રેથી...” એટલે મુંબઈથી. ધંધામાંથી થોડી નિવૃત્તિ લઈને ઘણું કરી વવાણિયા...” જઈશ. એમ કહેવું છે. “વવાણિયા એટલે આ ભવનું જન્મગામ છે. ત્યાં કોઈ સાધારણ વ્યવહારિક પ્રસંગ છે ત્યાં જવું છે. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં સાધારણ પ્રસંગ એટલે શું? “જીજીબાના લગ્ન આવે છે ને? લગ્નનો વિષય છે ને ? એટલે સાધારણ કાંઈક વ્યવહારિક કામ છે. મારે તો કાંઈ લાંબુ કાંઈ કામ નથી. પોતાના ઘરે બહેનના લગ્ન છે. તો કહે છે, સાધારણ વ્યવહારિક પ્રસંગ છે એટલે જવાનું બનશે. અને એમાંથી છૂટવું, એ લગ્નના પ્રસંગે ન જાવું, ઉપસ્થિત ન રહેવું. એવું “છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ બનેકદાચ એમ માનીએ કે આ પ્રસંગે નથી જાવું, આ પ્રસંગથી છૂટા રહેવું છે તો કદાચ તેમ પણ બને.
‘તથાપિ કેટલાક જીવોને. કુટુંબમાં બીજા જીવોને મા-બાપને, ભાઈઓ-બહેનોને બધાને “અલ્પકારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે;” કામ તો કાંઈ મારું બહુ મોટું નથી જાવ કે ન જાવ એથી મને મોટું લાભ-નુકસાન નથી. જવાની ઇચ્છા નથી એટલી વાત છે. કેમ કે એ બધા સગા-સંબંધી, કુટુંબીઓ ભેગા થાય. પોતાને કોઈની સાથે ભળવાનું મન થતું નથી. એટલે એમની ઇચ્છા નથી. પણ હું ન જાવ... અને જાવ તો પણ હું ભળીશ નહિ છતાં પણ એવું સાધારણ ભળવા, નહિ ભળવાના કારણથી ન જાવ તો બીજાને અસમાધાન થવાનું કારણ બને). કેમ આમ કર્યું? કેમ નહિ આવ્યા? શું કરવા ન આવ્યા? વળી કોઈ સગાવહાલા હોય તો વળી બીજા