________________
પત્રાંક-૫૪૭
૧૫
થતું રોકી ન શકાય એ પણ અનુભવમાં આવે છે. ફક્ત પોતે કલ્પના કરે છે કે આ પરિસ્થિતિ મને ગમે છે, માન્ય છે, આ પરિસ્થિતિ મને અમાન્ય છે. એમાંથી એને પોતાને આકુળતાની ઉત્પત્તિ થાય છે.
મુમુક્ષુ :– ત્યારે કરવું શું આમાં ?
પૂજ્ય ભાઈશ્રી :– પહેલા તો પોતે એમ વિચાર કરે, કે જે તને આકુળતાનું કારણ છે એ પદાર્થને તારે લેવા દેવા કેટલી ?ભિન્ન છે કે અભિન્ન છે ?
મુમુક્ષુ :-ભિન્ન છે.
પૂજ્ય ભાઈશ્રી :- બસ. પારકામાં કોઈને રસ નથી. પોતામાં પોતાને રસ છે. પારકામાં કોઈને રસ નથી. એટલે એક પરમાણુ જેમ પલટે છે એમ જગતના સર્વ પરમાણુ પણ પલટાયા જ કરે છે.
સંયોગનિયોગ, એકત્વ-પૃથ....' એટલે જોડાવું અને જુદા પડવું, સંયોગ થવો અને વિયોગ થવો. “એ આદિ પરમાણુના પર્યાય છે...’ એ પરમાણુની અવસ્થાઓ છે. અને તે સર્વ પરમાણુમાં છે.’ થયા વિના રહે નહિ. તે ભાવ સમયે સમયે તેમાં પલટનપણું પામે તોય પરમાણુનો વ્યય (નાશ) થાય નહીં, જેમ મેષોન્મેષથી ચક્ષુનો થતો નથી તેમ.’ ગમે એટલી વાર આંખ ખૂલે અને બંધ થાય એથી કાંઈ આંખનો નાશ થાય નહિ. તેમ પરમાણુ ગમે તેટલી વાર પલટે, જીવ ગમે તેટલી વાર અવસ્થાંતર થાય, રૂપાંતર થાય, તોપણ જીવનો નાશ થતો નથી. ચાર ગતિમાં લ્યો ને. સ્થૂળ તો આ છે. એકનો એક જીવ મનુષ્ય થાય છે, એકનો એક જીવ તિર્યંચ થાય છે. ગમે એટલી વા૨ થાય નહિ. એ બધું અનંત વાર થાય. જીવનો નાશ થશે નહિ, તેમ કોઈ પરમાણુનો પણ નાશ નથી થતો.
આ પત્રની અંદર ખાલી પદાર્થ વિજ્ઞાનનો વિષય ચાલ્યો છે. પ્રશ્ન પણ એ પૂછ્યો છે એનો ઉત્તર આપ્યો છે. ૫૪૬ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૪૭
મોહમયી ક્ષેત્ર, માગશર વદ ૮, બુધ, ૧૯૫૧
અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવોને અલ્પ