________________
પત્રાંક-૫૪૬
૧૩
જેમ સોનું બે પર્યાયને ભજતાં સોનાપણામાં જ છે,...' જ્યારે દાગીનાનો ઘાટ બદલાણો ત્યારે સોનું મટીને બીજું કાંઈ થઈ ગયું નથી. સોનું તો સોનું જ રહ્યું છે. તેમ પરમાણુ પણ પરમાણુ જ રહે છે.’ અવસ્થા બદલાય તો પણ પરમાણુ તો પરમાણુ જ રહે છે. ‘એક પુરુષ (જીવ)..' એટલે એક જીવ. હવે બીજું દૃષ્ટાંત આપે છે. આ તો બહુ સ્પષ્ટ કરવા માટે. એક પુરુષ અથવા એક માણસ બાળકપણું ત્યાગી યુવાન થાય,...' બાળકપણું પૂરું કરીને યુવાન થાય, યુવાનપણું ત્યાગી વૃદ્ધ થાય,...' યુવાનપણું પૂરું થાય એટલે વૃદ્ધાવસ્થા થાય. પણ પુરુષ તેનો તે જ રહે,...' કોઈ એમ કહે છે કે નાનો હતો ત્યારે હું કોઈ બીજો હતો, મોટો થયો એટલે હું કોઈ બીજો છું ? એમ કોઈ કહેતું નથી. એને અનુભવ રહે છે, કે જે બાળપણમાં હતો તે જ અત્યારે હું છું. યુવાન હતો તે જ અત્યારે હું છું એવો એને અનુભવ રહે છે. મારી અવસ્થા બદલાણી છે એનો અનુભવ થાય છે.
તેમ પરમાણુ પર્યાયને ભજે છે.’ આ બધું વિજ્ઞાન છે. પદાર્થનું આ વિજ્ઞાન છે. ‘તેમ પરમાણુ પર્યાયને ભજે છે. આકાશ પણ અનંતપર્યાયી છે..’ જેમ પરમાણુ નાનામાં નાનો પદાર્થ છે તે અનંત પર્યાયી છે એમ મોટામાં મોટો પદાર્થ આકાશ છે, જેના ક્ષેત્રને દશે દિશામાં છેડો નથી. એટલો મોટો પદાર્થ છે. સર્વથી મોટો. એ પણ અનંત પર્યાયી છે અને એક જીવ શુદ્ધ, શુદ્ધ જીવ જે સિદ્ધ ૫રમાત્મા છે તે પણ અનંત પર્યાયી છે. કોઈ એમ કહે સિદ્ધને પર્યાય હોય ? સિદ્ધ ભગવાનને તો કેવળજ્ઞાન થઈ ગયું હવે બીજું શું થાય ? તો કહે છે, કેવળજ્ઞાન એક જ સમયનું છે. કોઈપણ ગુણની કે કોઈપણ પદાર્થની પર્યાયનું આયુષ્ય જ એક સમયનું છે. બીજા સમયે તે પર્યાય હોતી નથી. બદલાઈને બીજી થઈ જાય છે. એમ આકાશ પણ અનંત પર્યાયી છે, પરમાણુ અનંત પર્યાયી છે. એવો જિનનો અભિપ્રાય છે,...' એવો જિનેન્દ્રદેવનો આ પદાર્થના જ્ઞાન સંબંધી, વિજ્ઞાન સંબંધીનો આ અભિપ્રાય છે. તે વિરોધી લાગતો નથી;...' તેમાં મને કાંઈ વિરોધપણું દેખાતું નથી. એ વાત બરાબર લાગે છે એમ કહે છે.
‘તે વિરોધી લાગતો નથી; મને ઘણું કરી સમજાય છે, પણ વિશેષપણે લખવાનું થઈ શક્યું નહીં...' આ બાબતમાં વધારે લાંબુ લખવાનું બની ‘શક્યું નહીં હોવાથી તમને તે વાત વિચારવામાં કારણ થાય એમ ઉપર ઉપરથી લખ્યું છે.’ આ બે-ત્રણ દૃષ્ટાંતો આપ્યા એ ઉ૫૨ ઉપ૨થી તમને આપ્યા છે. આ વાતમાં ઘણું કહી શકાય એવું છે છતાં પણ ઉપર ઉપરથી થોડું લખ્યું છે. પત્ર પૂરો કરતા કરતા પણ હજી થોડી વાત કરે છે.
ચક્ષુને વિષે મેષોન્મેષ અવસ્થા છે તે પર્યાય છે.' મેષ એટલે મીંચાવું, આંખનું