________________
પત્રાંક-૫૪૭
૧૯
પ્રતિબંધ ન થાય, કોઈ ખલેલ ન પડે, કોઈ વિક્ષેપ ન પડે એવું કાંઈક વિચાર કર્યા કરું છું.
હવે પોતાના આત્માની શું સ્થિતિ છે એનું વર્ણન કરે છે, કે સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે.’ અત્યારે પોતાના પરિણામનો પ્રવાહ એવો ચાલી રહ્યો છે કે જે પ્રવાહમાં પોતે રહે છે, એનું એક લીટીમાં વર્ણન કર્યું છે. બધા વ્યવહારથી નિવૃત્ત થઈને, કુટુંબનો નહિ અને દુકાનનો પણ નહિ. ધંધો છોડીને અને કુટુંબ-વ્યવહા૨ છોડીને એકદમ અસંગપણે એટલે દીક્ષા લઈને. એવું કયારે થાય ? જંગલમાં દીક્ષા લઈને ચાલ્યા જાય તો. પાછા દીક્ષા લઈને જંગલમાં ન જાય અને ગામમાં રહે તો પાછા ઓલા કુટુંબનું ટોળું થતું હતું, આ સમાજનું ટોળું થાય પાછું. કુટુંબમાં પાંચ-પંદર માણસો હોય, સમાજમાં ટોળું મોટું થઈ જાય. સો-પચાસ માણસો તો સહેજે થાય. પછી એથી વધારે થાય તો જુદી વાત છે.
,
અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યું... બહુ ઘટ્યું છે. આ રીતે સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં જઈને આત્મસાધન કરવું એવું બહુ ચિત્તમાં છૂટ્યું હોવાથી, બહુ વિચાર્યું હોવાથી હવે એ જ પરિણામમાં પ્રવાહ ચાલે છે અને જ્યાં સુધી આ સર્વસંગથી નિવૃત્તિ નહિ થવાય ત્યાં સુધી અમારું ચિત્ત ઠેકાણે નહિ પડે, ઠેકાણે નહિ બેસે એવું લાગે છે. કેવો અંદાજ મૂક્યો છે ! ૨૮મા વર્ષે એમણે પોતાના ચિત્તનું આ વર્ણન કર્યું છે કે જ્યાં સુધી અમે બધું છોડીને ચાલ્યા નહિ જઈએ, ત્યાં સુધી ભલે આ વેપારમાં, વ્યવહારમાં કે કુટુંબ વચ્ચે બેઠા છીએ પણ અમારું ચિત્ત ઠેકાણે બેસશે નહિ.
જેમ કોઈ માણસને એક કામ કરવું જ હોય અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને એવિચાર આવ્યા કરે. એ જવિચાર આવ્યા કરે છે ને ? વ્યવહારિક કોઈ કામ કરવું હોય તો પણ એમ જ છે ને ? કે જ્યાં સુધી એ કામ ન પતે ત્યાં સુધી એના વિચાર આવ્યા જ કરે, એના વિચાર આવ્યા જ કરે. કોઈ કામ માંડ્યું હોય અને પૂરું ન થતું હોય તો એમ જ થાય ને ? તેમ એમણે એક કામ માંડ્યું છે. આત્મસાધનાનું કામ એમણે શરૂ કર્યું છે. એ સ્વરૂપસાધનાનું કામ હવે એમને સર્વસંગ પરિત્યાગ કરીને કરવું છે. તો જ્યાં સુધી સર્વ વ્યવહારથી નિવૃત્તિ નહિ થાય ત્યાં સુધી અમારું ચિત્ત ઠેકાણે બેસશે નહિ, એમ કહે છે. ૨૮મા વર્ષે આ સ્થિતિએ આવ્યા છે.
પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે...' કોઈ ઉપાર્જિત, પોતે ઉપાર્જન કરેલું એવું પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ તો ભોગવ્યે જ છૂટકો છે. એમાં કોઈનું કર્તાહર્તાપણું ચાલે એવું નથી. એ પણ ખ્યાલમાં છે કે આ કાંઈ કર્યું થાય એમ છે નહિ.