________________
૧૨.
રાજહૃદય ભાગ-૧૧ એકપ્રદેશ એટલે જેમાં ક્ષેત્રનો બીજો વિભાગ ન થઈ શકે, નાનામાં નાના માપનું Unit. ક્ષેત્રફળનું નાનામાં નાનું ક્ષેત્રફળ. એને એકપ્રદેશ કહે છે. અવગાહીપણું એટલે એને રોકવી, એ જગ્યાને પોતે રોકવી. એમાં વ્યાપ્યવ્યાપકપણે એ ક્ષેત્રમાં રહેવું. એવું છોડ્યા સિવાય અવસ્થાંતર પામે છે. પોતાનું ક્ષેત્ર છોડીને અવસ્થાતર નથી પામતા. બીજા પરમાણુમાં ભળીને અવસ્થાંતર નથી પામતો છૂટો હોય ત્યારે અવસ્થાંતર થાય, બીજા પરમાણુ સાથે ભળે ત્યારે અવસ્થાંતર થાય, જીવની સાથે સંયોગ પામે ત્યારે અવસ્થાંતર થાય, જીવથી છૂટો પડે ત્યારે પણ અવસ્થાંતર થાય. પણ એ પોતાના ક્ષેત્રમાં રહીને. કોઈ વખતે પણ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર અને સ્વભાવને છોડીને એ પોતાની અવસ્થા બદલતો નથી.
એકક્ષેત્રઅવગાહીપણાના તે અનંત ભાગ થઈ શકયા નથી. એવો જે ક્ષેત્રનો નાનામાં નાનો વિભાગ છે, એથી ક્ષેત્રમાં નાનામાં નાનુ માપ છે, તેના બે ભાગ નથી થતા તો અનંત ભાગ તો કયાંથી થાય? એમ કહે છે. એના ઉપર એક દષ્યત આપે છે.
એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે... તેને તે જગ્યાએ. સમુદ્ર એક છે અને એમાં તેની તે જગ્યાએ નવા નવા તરંગ ઉત્પન્ન થાય છે. જે જગ્યાએ નથી. આ ચીજ પડી પડી બગડી જાય છે ને ? ફળ બગડી જાય છે, ખાવા-પીવાની ચીજો બગડી જાય છે. એ આપો આપ બદલાયા જ કરે. તેની તે અવસ્થા રહે નહિ. અનાજ લાવીને ડબામાં મૂકયું હોય, તો કહે આ જૂના ચોખા છે. નવા ચોખામાં અને જૂના ચોખામાં ફેર પડશે. પાણીના ખેતરમાં ઊગે છે. ચોખાના ખેતર જોયા હોય તો પાણીથી ભરેલા હોય. એ પાણીની જ બનેલી ચીજ છે. ચોખારૂપે પાણીનું એક ઘન સ્વરૂપ છે. પાણી સુકાય છે. જેમ જેમ ચોખા પડ્યા રહે છે એમ પાણી સુકાય છે. એટલે એના વિપાકમાં પણ ફેર પડે છે, એના સ્વાદમાં પણ ફેર પડે છે. હવે એ આપોઆપ જ થાય. એને કાંઈ કોઈ ક્રિયા કરવી પડે નહિ. ગમે તેટલી” કરતા થવાનો પ્રશ્ન થતો નથી. એક પરમાણુનો બીજો કિટકો થાય, બીજો ટૂકડો થાય એવો પ્રસંગ બનતો નથી.
અવસ્થાથી અવસ્થાંતરપણું પામ્યા કરે છે. એક અવસ્થાથી બીજા અવસ્થાને એ પ્રાપ્ત થાય છે. બીજું દષ્ટાંત આપે છે. કે “જેમ સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે...” એનું કાનનું કુંડળ બનાવ્યું હોય એ ભાંગીને એમાંથી માથાનો મુગટ બનાવે. પામે તેમ પરમાણુ...” એનું એ સોનું છે. બીજું સોનું નથી. તેમ પરમાણુ એ જ પ્રમાણે પરમાણુ પણ “આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા કંઈક અંતરવાળીપામે છે. જુદા પ્રકારની, જુદા ભેદવાળી હોય છે.