________________
૧૦
રાજહૃદય ભાગ-૧૧
અવસ્થા રહે એવું ન બને. સમયે સમયે એની અવસ્થા બદલાતી હોવાથી અનંત કાળમાં પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય હોય છે. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોતો નથી. એવો શ્રી જિનનો અભિમત છે,...' આ અભિપ્રાય અથવા મત કહીએ તો જિનેન્દ્ર પરમાત્માનો આ મત છે. જિનેન્દ્રદેવે દિવ્યધ્વનિમાં આ વાત કહી છે. અને તે યથાર્થ લાગે છે;...’ વિચારતાં શ્રુતજ્ઞાનમાં પણ તે યથાર્થ લાગે છે. કેવળજ્ઞાનથી એમણે એક એક સમયને જોયો છે. પરમાણુની અનંત સમયની અનંત પર્યાયો જોઈ છે અને એ વાત શ્રુતજ્ઞાનમાં પણ ન્યાયસંપન્ન લાગે છે. કેમ લાગે છે ?
કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે.’ દરેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હશે એ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. આવે છે ને ? પ્રકાશના ચાંદરડા આવે છે. કોઈ જગ્યાએથી ઝીણી તિરાડ હોય તો એમાંથી પણ સૂર્યનો પ્રકાશ આવે છે. એની અંદર સૂક્ષ્મ પરમાણુ છે એ ગતિમાન જોવામાં આવે છે. સ્થિર નથી દેખાતા. એ તો ઘણા ૫૨માણુનો સ્કંધ છે જે નરી આંખે દેખાય છે. પણ પ્રત્યેક પરમાણુ કાર્યશીલ છે. સમયે સમયે અવસ્થાથી અવસ્થાંતર પામે છે એ સ્પષ્ટ જોવામાં આવે છે. આ દવા ઉ૫૨ Expiry date લખે છે ને ? એમને એમ પેક પડી હોય. Seal બંધ Intact હોય. તો એમ કહે કે આટલા તારીખ પછી, આ સાલ પછી આ દવા નકામી ગણવી, આ નકામી ગણવી. કેમ ? પરિણમન ફરી ગયું. એ ત્યારે નથી ફર્યું. દરેક સમયે જેટલી તાજી દવા કામ કરે એટલી વાસી કામ કરે નહિ. આ રસોઈ રાંધેલી હોય છે. ગરમ-ગ૨મ જમો અને ઠંડી જમો એમાં ફેર છે કે નહિ ? એના ઉપર ફરીને કાંઈ પ્રક્રિયા નથી કરી. આપોઆપ એની અવસ્થામાં ફેરફાર થવા લાગે છે. થાય છે કે નહિ ? એકની એક ચીજ (હોય), મકાન બનાવો. પાંચ વર્ષ પછી એમ કહો કે આ પાંચ વર્ષ જૂનું છે. એને કોણે જૂનું કર્યું ? નવું કરનાર એમ કહે કે મેં નવું કર્યું, પણ જૂનું કોણે કર્યું ? સમયે સમયે પરમાણુ પર્યાયાન્તર થયા જ કરે છે, અવસ્થાન્તર થયા જ કરે છે. કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે.’ પરમાણુને જોતાં એ પ્રત્યક્ષ દેખાય છે. હવે જીવની વાત કરે છે.
ક્ષણે-ક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પ-વિકલ્પ-પરિણતિ થઈ અવાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાંત૨૫ણું ભજે છે;...' હવે કહે છે, તારો અનુભવ તપાસ. તારા આત્માની અવસ્થામાં સંકલ્પ-વિકલ્પ જે ભાવની અવસ્થા થઈ. તે ફર્યાં જ કરે છે કે એમને એમ રહે છે ? પછી બંધ કરી જવું તો કે મારે હવે આ