________________
૧૧
પત્રાંક-૫૪૬ પર્યાય . બહુ સારી છે અને એમાં મને સુખ લાગે છે. આ દશા મારે બદલવી નથી. નહિ રહે. કોઈ દશા સ્થિર રહેતી નથી. પલટો મારે, મારે ને મારે જ. પલટવું એનો સ્વભાવ છે અને પલટો મારતા કોઈ રોકી શકે નહિ. એમ આત્મામાં સંકલ્પ-વિકલ્પ જે બદલ્યા કરે છે, અવસ્થાંતર થયા કરે છે તે પોતાના અનુભવથી સમજાય છે. એ જ રીતે પરમાણુમાં પણ વર્ણ, ગંધ, રસ, રૂપ અવસ્થાંત૨૫ણું ભજે છે. એક ને એક પદાર્થ એક ને એક રંગમાં દેખાતો નથી, એક ને એક ગંધમાં દેખાતો નથી, એક ને એક રૂપમાં દેખાતો નથી. એમાં પણ ફે૨ફા૨ થયા જ કરે છે. આપોઆપ ફેરફાર થયા કરે છે.
‘તેવું અવસ્થાંત૨૫ણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા યોગ્ય નથી,...’ એમ અવસ્થાઓ બદલાય જાય માટે એ પરમાણુ એટલા ભાગે વહેંચાઈ ગયો એમ વિચારવા યોગ્ય નથી. તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના...' એટલા ભાગ થઈ ગયા, ટુકડા થઈ ગયા એમ વિચારવા યોગ્ય નથી કે કહેવા યોગ્ય નથી. કેમકે તે પરમાણુ પોતાનું એકપ્રદેશક્ષેત્રઅવગાહીપણું ત્યાગ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે.’ તે પોતાના સ્વરૂપને છોડ્યા વિના, પોતાના ક્ષેત્રને છોડ્યા વિના અથવા દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને છોડ્યા વિના અવસ્થાથી અવસ્થાંત૨૫ણું એ પામે છે. સ્વભાવને છોડતો નથી, ક્ષેત્રને છોડતો નથી, પોતાની વસ્તુને પણ એ પરમાણુ છોડતો નથી. અન્ય વસ્તુપણે નથી થતો. એ અવસ્થા બદલાય છે, ભાવની અંદર એક ભાવ તો સ્વભાવ કહીએ. કાળની અંદર, કાળમાં અવસ્થા બદલાય છે એટલો ફેર પડે છે. તેવો જ એ સત્ પદાર્થ હોય છે.
જુઓ ! જૈનદર્શનમાનું આ વિજ્ઞાન છે. અન્યદર્શનમાં આ વિજ્ઞાન નથી. ઉપદેશ છે. આત્માએ દોષ ન કરવો, આત્માએ ગુણ પ્રગટ કરવા એવી વાત છે પણ વિજ્ઞાન નથી. એટલે વિજ્ઞાનના આધારે એ ઉપદેશ નથી. અહીંયાં વિજ્ઞાનના આધારે ઉપદેશ છે. આટલો ફરક છે. જે ફરક છે આ છે. અહીંયા વૈજ્ઞાનિક ચર્ચા છે, જડ પદાર્થોના ગુણધર્મોના વિજ્ઞાનની ચર્ચા છે. જીવપદાર્થના ગુણધર્મના વિજ્ઞાનની પણ ચર્ચા છે. અને એ બંનેના સંબંધ અને અસંબંધ વિષેની પણ વૈજ્ઞાનિક ચર્ચા છે. અને એને લઈને ગુણદોષની ઉત્પત્તિ કે સુખ-દુઃખની ઉત્પત્તિના વિજ્ઞાનની ચર્ચા છે. એ રીતે જૈનદર્શનમાં જે સાહિત્ય છે એની અંદર વિષય આ રીતે છે. અહીંયાં વિજ્ઞાનનો વિષય ચાલ્યો છે. અહીંયાં કોઈ બીજી ઉપદેશની વાત નથી કરતા. દ્રવ્યાનુયોગના પદાર્થના વિજ્ઞાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી જીવની અને પરમાણુની શું પરિસ્થિતિ થાય એટલી વાત ચાલે છે.
પરમાણુ પોતાનું એકપ્રદેશક્ષેત્રઅવગાહીપણું...' આ શબ્દ સમજાય છે ને ?