________________
૨૮
પ્રભાવક સ્થવિરો
વિદ્વત્તાથી કેટલાક રાજવીઓને જૈન સાધુપરંપરાનું ગૌરવ સમજાવીને નીડરતાથી, લોકોના પ્રેમભર્યા સહકારથી અને રાજાઓની સંમતિથી યતિઓનો સામનો કરી એમનું જોર ઘણું નરમ કરી નાખ્યું હતું. સાધુઓને માથે ચડી બેઠેલી યતિ–સંસ્થાના પાયા આત્મારામજીએ હચમચાવી નાખ્યા હતા. આ પણ એમની જેવીતેવી સિદ્ધિ નહોતી. બીજી બાજુ, જે યતિઓ સમજદાર અને શાસ્ત્રજ્ઞાતા હતા તેમને મહારાજશ્રી સામેથી મળવા જતા અને તેમની સાથે સુમેળ સ્થાપતા.
આત્મારામજી મહારાજનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતું. પ્રશસ્ત લલાટ, ચહેરા ઉપર અલૌકિક તેજ, દીર્ઘ નયન, સર્વ જીવોને અભય આપવાની શોભાવાળું મુખમંડળ અને સમગ્ર દેહમાં દેવી તેજ-એ એમના ભરાવદાર શરીરની લાક્ષણિકતા હતી. તેઓ નીડર હતા અને ક્ષત્રિય હતા એટલે શારીરિક તાકાત પણ ધરાવતા. એક વખત મારવા આવેલા એક તલવારધારી ભીલનું કાંડું પકડીને વનવગડામાંથી ગામમાં એને ઢસડી ગયા હતા. તેઓ પ્રત્યુત્પન્ન મતિવાળા પણ હતા. એક વખત એક જંગલમાંથી પોતાના શિષ્યો સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં દૂરથી બહારવટિયાઓનો અવાજ સંભળાયો. તેમણે તરત પોતાના શિષ્યોને બબ્બેની હારમાં ચાલવા કહ્યું અને દરેકને પોતાનો દંડ (લાકડી) રાઈફલની જેમ ખભે રાખવાનું કહ્યું. બહારવટિયાઓને દૂરથી એમ લાગ્યું કે આ કોઈ બંદૂકધારી સૈનિકો કૂચ કરતા ચાલ્યા આવે છે એટલે તરત તેઓ નાસી ગયા હતા.
આત્મારામજી મહારાજમાં વિનયનો ગુણ કેટલો મોટો હતો તે વિષે ભાવનગરના તે સમયના સુપ્રતિષ્ઠિત ધર્માનુરાગી શ્રાવક શ્રી કુંવરજી આણંદજી કાપડિયાએ ત્રણેક પ્રસંગો નોંધ્યા છે. બુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લેતી વખતે બુટેરાયજીના શિષ્ય મૂલચંદજી મહારાજના શિષ્ય થવાની ઇચ્છા આત્મારામજીએ વ્યક્ત કરી હતી. પરંતુ મૂલચંદજી મહારાજનો પણ વિનય ગુણ એટલો મોટો હતો. આત્મારામજી બુટેરાયજીના જ શિષ્ય થાય તે વધુ યોગ્ય છે એવો આગ્રહ એમણે રાખ્યો હતો. આથી મૂલચંદજી મહારાજ એમના ગુરુ નહિ પણ વડીલ ગુરુબંધુ થયા. પંજાબમાં પોતાની તબિયત બગડી તે વખતે આત્મારામજીને બેશુદ્ધ અવસ્થામાં લુધિયાણાથી અંબાલા લઈ જવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org