Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
5
- હૃદય નયન નિહાળે જગધણી
ચાલના છે. એટલે કે દર્શનમાંથી ઉભવિત જ્ઞાનપૂર્વકની જ્ઞાન ક્રિયા છે.
યોગીરાજ કવિવર્યનું હૃદય પોકાર કરે છે. “ઋષભ જિનેસર પ્રીતમ મારો !” જિનોમાં પણ જે ઈશ્વર છે એવો જિનેશ્વર ઋષભ એ મારો પ્રીતમ છે. વળી એ પ્રીતમની પ્રીતિ કેવી છે? તો કહે છે... “ઓર ન ચાહું રે કંત !” એ મારો પ્રીતમ છે અને એના પ્રત્યેની મારી પ્રીતિ એવી છે, કે હું એના સિવાય કોઈ ઓર, એટલે કે બીજાને મારા પતિ-નાથ-સ્વામી-ભરથાર-કંત તરીકે ચાહતી નથી. અરે! સ્વપ્ન પણ અન્ય કોઈનો વિચાર કે કલ્પના કરતી નથી. સતી સ્ત્રીને એક ભવમાં બે ભવ ન હોય. અર્થાત્ એક ભવમાં એક જ પતિ હોય અને ભવોભવ એને જ પાછી પતિ તરીકે ઈચ્છતી-ચાહતી-પ્રાર્થતી હોય. આ જ તો પ્રીતનું સત્ છે અને સતીનું સતીત્વ છે. ભગવાનના ભક્તો સતીયા હોય છે. એ વિભાવથી વિભક્ત થઈ સ્વભાવસ્વરૂપ ભગવાનથી સંયુક્ત થયા છે તેથી તો એ ભક્ત કહેવાય છે કે જે ભગવાન અને ભગવદ્ભાવ-સાથે અભેદ થવા ચાહે છે.
પરમાત્મા એ જગતના જીવોનું યોગક્ષેમ કરનાર હોવાથી વૃષભ સમાન છે. તેથી તેમને “ઋષભ'નું સંબોધન કરેલ છે. કંથ, નાથ કે સ્વામી નહિ કહેતા “કંત' કહેલ છે. કારણ કે એ (ક)=કર્તાભાવમાંથી અકર્તાભાવમાં લઈ જઈ જગતના જીવોના કરવાપણાનો (અંત)=અંત લાવનારા છે અને અક્રિયપદે પ્રતિષ્ઠિત કરનારા છે. એ એવા “ઋષભ” છે કે જે આખીય અવસર્પિણિમાં ધર્મની આદિ કરી, યોગક્ષેમનો ભાર વહન કરનારા છે. એમના ગુણગાન તો વેદે પણ ગાયા છે અને નાથ સંપ્રદાયે પણ એમને “આદિનાથ'ના સંબોધનથી નવાજ્યા છે. એક જ્ઞાનીએ પણ ગાયું છે..
પ્રત્યેક બનાવમાં સમાઘાન રહે એ જ ધર્મ છે.