Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
261
હૃદય નયન નિહાળે જગધણી 卐
ઈચ્છીએ છીએ કે અમે સામર્થ્યયોગનો નમસ્કાર કરી નિજરૂપને આપના જેવા જિનરૂપે પરિણમાવીએ !!!
વિધિ વિરંચિ વિશ્વભરુ, ઋષિકેશ જગનાથ, લલના; અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. શ્રી સુપાસ૦૭ પાઠાંતર : વિશ્વભરુની જગાએ વિશ્વભર અને મુક્તિની જગાએ મુક્ત એવો પાઠફેર છે.
શબ્દાર્થ : વિધિ એટલે વિધાતા છો. વિરંચિ એટલે બ્રહ્મા છો. વિશ્વભરુ એટલે કે વિશ્વભર-વિશ્વનાથ-યોગક્ષેમવાહક-પાલનપોષણ કરનાર પાલક છો. હૃષીકેશ એટલે કે ઋષિક-ઈન્દ્રિયોના ઈશ અર્થાત્ ઇન્દ્રિયજીતજિન-જિનેન્દ્ર છો. જગનાથ એટલે જગતના નાથ ત્રિભુવનતિ છો. અઘહર એટલે પાપને હરનારા પાપહર છો. અથમોચન એટલે પાપથી મુકાવનાર–પાપથી છોડાવનાર છો. ધણી એટલે માલિક-શેઠ-સ્વામી છો. એવા, મુક્તિ મેળવી આપી પરમપદે પહોંચવા સુધી સાથ આપનાર શ્રી સુપાર્શ્વનાથને વંદીએ છીએ !!!
લક્ષ્યાર્થ-વિવેચન : હવે આ સાતમી ગાથામાં કવિવર્ય યોગીરાજશ્રી પ્રભુ સુપાર્શ્વસ્વામીના ઉપકારોને યાદ કરી ઉપકારી વિશેષણોથી વંદના કરાવે છે.
પ્રભુ આપ સર્વદર્શી સર્વજ્ઞ છો. તેથી આપને આપના દર્શનજ્ઞાનમાં અમારી અથથી ઇતિ સુધીની બધી જ ગતિવિધિ દેખાય છે અને જણાય છે. તેથી આપ અમારી નિયતિ-અમારી ભવિતવ્યતાના જાણકાર છો. આપે આપના દર્શનમાં જોયું છે અને જ્ઞાનમાં જાણ્યું છે તે જ પ્રમાણે, આપની જાણ મુજબનું અમારું ભાવિ ઘટમાન થવાનું છે,
I am nothing - હું કંઈ જ નથી એ લઘુત્તમ અહંકાર છે. I am something - હું કંઇક છું
એ મધ્યમ અહંકાર છે. I am everything - હું બધું જ છું. એ ગુરૂત્તમ અહંકાર છે.