Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
339
, હૃદય નયન નિહાળે જગધણી 卐
નૈવેદ્યપૂજા કરનાર પૂજક ભક્તને, અણાહારીપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, નૈવેદ્ય મળતાં રહે છે; પણ તે નૈવેદ્યમાં લુબ્ધ થતો નથી. બલ્કે પ્રાપ્ત નૈવેદ્યનો ઉપભોગ નહિ કરતાં ત્યાગી બની પ્રભુપૂજામાં અને
ભૂખ્યા જનોની આંતરડી ઠારવામાં એનો ઉપયોગ કરતો રહે છે. આ જ સંદર્ભમાં એક જ્ઞાનીએ નૈવેદ્યપૂજા નહિ કરવાના નિષેધાત્મક ફળને જણાવતા કહ્યું છે કે...
“ન કરી નૈવેઘ પૂજના, ન ધરી ગુરૂની શીખ; લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ.’કે
૮. ફળપૂજા : અષ્ટપ્રકારીપૂજાની પરાકાષ્ટા એટલે પૂજાફળની
પ્રાપ્તિ માટે કરાતી ફળપૂજા.
મંત્રોચ્ચાર સહિત નીચેનો દુહો બોલવાપૂર્વક ફળપૂજા કરવાની
હોય છે.
‘ઇન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજી કરી, માંગુ શિવફળ ત્યાગ.’’
ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અને પેટપૂજા કરવા માટે અત્યંત રાગપૂર્વક ફળ લાવનારો અને તેને આરોગનારો હું છું ! નરેન્દ્રો, સુરેન્દ્રો, દેવેન્દ્રો પણ પોતાને પ્રાપ્ત થયેલ પદવી એ પ્રભુપૂજાનું જ ફળ છે એમ હૈયે રાગ ધરી, પ્રભુપૂજા કરવા ભણી પ્રવૃત્ત થાય છે અને પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ, ઉત્તમાત્મા તીર્થંકર ભગવંતની પૂજા કરી શિવપદની માંગણી કરે છે. પોતાના ઊંચા પદનો મોહ છોડી, ત્યાગ કરી શિવપદસિદ્ધપદ ફળ તરીકે ઇચ્છે છે. એ જ રીતે હું પણ ફળનો ભોગી, ફળને સિદ્ધશિલા ઉપર સ્થાપન કરવા દ્વારા ભૌતિકફળના ત્યાગના ફળ સ્વરૂપે
સંસાર એટલે પર્યાયનો પલટન ભાવ-વિસશતા જ્યારે મોક્ષ એટલે પર્યાય પલટાય પણ રહે સદેશ. સંખ્યાભેદ ખરો પણ સ્વરૂપભેદ નહિ. એવો ને એવો ખરો પણ એ ને એ જ નહિ.