Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
367
હૃદય નયન નિહાળે જગધણી 卐
તરફ પ્રયાણ કરતાં એ ચંડકૌશિક નાગને ત્યાંથી ઉદ્ધરીને આરાધનાના ભવ્ય જહાજમાં બેસાડીને દેવલોકમાં પહોંચાડ્યો. જ્યારે ગોશાળો તાપસને ‘યુકા તાપસ’ કહીને ખિજવતો હતો ત્યારે ક્રોધે ભરાયેલા તે તાપસે ગોશાળા ઉપર તેજોલેશ્યા ફેંકતા ગોશાળો બળ-બળુ થઈ રહ્યો હતો, તેવા અવસરે કરુણાના સાગર એવા, છદ્મસ્થ અવસ્થામાં રહેલા પ્રભુ વીરે તેને શીતલેશ્યાથી ઠાર્યો. અભિવ એવા સંગમદેવને તારી ન શકવા બદ્દલ એ કરુણાના કરનારે પોતાની આંખોને કરુણાભીના અશ્રુથી ભીંજવી. વળી દેહધારી રહ્યાં ત્યાં સુધી સંસારના સર્વ પ્રસંગોમાં વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે ઉદાસ-નિર્લેપ રહ્યા. એટલે સુધી કે તીર્થંકર નામકર્મના વિપાકોદયમાં અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, ચોંત્રીસ અતિશયોથી યુક્ત મહિમાવંત અને પાંત્રીસ ગુણોથી અલંકૃત વાણીના સર્વોચ્ચ ઐશ્વર્યની વચ્ચે પણ વીતરાગ રહ્યા. પુણ્યકર્મ શું કે પાપકર્મ શું; કર્મમાત્ર પ્રભુને બોજારૂપ અને બંધનરૂપ લાગતા હતા. તેથી જ પ્રભુ જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીન-નિર્લેપ-નિર્મમ રહેતાં હતા. છતાં પણ પ્રભુનું મુખારવિંદ નિષ્કર્મ થયાની પ્રસન્નતાથી અને ઉદાસીન-નિર્લેપ હોવા છતાંય જગત સમગ્રના જીવમાત્ર પ્રત્યેની કરુણારૂપી કોમળતાથી દેદીપ્યમાન મોહક આભામંડળથી શોભિત હતું. બાકી જગતના જે જીવો દુઃખથી હારી, થાકીને ઉદાસ દેખાય છે તે કાંઈ ઉદાસીનતા-નિર્લેપતા નથી પણ દીનતા-ખિન્નતા છે, જે અપ્રશંસનીય છે.
પ્રભુજીની જે છેલ્લા ભવની લડત હતી, તે કોઈનું છીનવી લેવાની કે પડાવી લેવાની, ઐહિક ભૌતિક લાભ માટે બાહ્ય શત્રુ વ્યક્તિની સામેની લડત નહોતી. એ તો પોતાના જ આંતરશત્રુઓ જે ઘાતિકર્મો છે, તેને હણવાની લડત હતી. એ લડતમાં કોઈ નામધારી, દેહધારી વ્યક્તિને
(અ) શબ્દમાં મોક્ષ છે અને લક્ષ્યમાં વિષયકષાય છે તો તે ગુણષ્ટિ સાયી નથી. (બ) લક્ષ્યમાં જો સ્વરૂપ છે- મોક્ષ છે તો પછી પરિણમન શુદ્ધ કેમ ન હોય?