Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
390
અને સિદ્ધાવસ્થામાં તો દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારનું મૌન જ હોય છે.
આ રીતે વક્તાપણું અને મૌનપણું ઉભય પરસ્પર વિરોધી ધર્મો પ્રભુમાં ઘટમાન થાય છે.
વળી પ્રભુને ચારેય ઘાતકર્મોના સર્વથા ક્ષયથી, ક્ષાયિકભાવે કેવળદર્શન અને કેવળજ્ઞાન પ્રગટ થતાં, તેઓશ્રી સહજ ઉપયોગવંત બન્યા હોવાથી સંકલ્પ-વિકલ્પ સહિતના મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાન થકી તેમને ઉપયોગ મૂકવાનો હોતો નથી; તેથી પ્રભુ અનુપયોગી એટલે કે ઉપયોગ રહિત ઉપયોગવંત હોય છે. વળી ઉપયોગ આત્માનું લક્ષણ હોવાથી અને કેવળદર્શન-કેવળજ્ઞાનનો ઉપયોગ હોવાથી પ્રભુ ઉપયોગ સહિત પણ છે. આમ અનુપયોગી-ઉપયોગી પરસ્પર વિરોધી ધર્મ પ્રભુમાં ઘટમાન થાય છે. પ્રભુજીનો નિર્વિકલ્પક ઉપયોગ છે તેથી ઉપયોગ રહિત ઉપયોગ “અનુપયોગી ઉપયોગ રે..” છે. અનુપયોગી ઉપયોગ સાથે વીતરાગતા પણ છે, જે વિલક્ષણતારૂપ અવક્તવ્ય હોઈ પ્રભુમાં ત્રિભંગી ઘટે છે. પ્રભુ માત્ર જોનારા અને જાણનારા જ હોવાથી દેખાતા અને જણાતા પદાર્થની ઉપયોગીતા અને અનુપયોગીતા પ્રતિ લક્ષ્ય વિનાના નિર્મમ, નિસ્પ્રયોજન, વીતરાગ રહે છે તે પ્રભુની વિલક્ષણતા છે.
ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે; અચરિજકારી ચિત્ર-વિચિત્રા, “આનંદઘન’પદ લેતી રે. શીતલ૦૬
પાઠાંતરે ‘ઈત્યાદિક બહુ...સેગી', “બહુ કહુ’ અને ‘ચિત્ર'ના સ્થાને ચરિત એવો પાઠફેર છે.
શબ્દાર્થઃ ગાથા પાંચમાં જણાવ્યા ઉપરાંતની પણ એવી બહુ બહુ પ્રકારની ત્રિભંગીઓ છે કે જે ચિત્ત ચમત્કાર કરી આશ્ચર્યમાં ગરકાવ
આત્માનું જ્ઞાન છે પણ આત્મજ્ઞાન નથી. શાસ્ત્રજ્ઞાન છે પણ સ્વાનુભૂતિ નથી.