Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 453
________________ શ્રી શીતલનાથજી 392 લક્ષણ છે અને સમ્યગદર્શન એ મોક્ષપ્રાપ્તિની પ્રથમ પૂર્વશરત એટલે કે મોક્ષનો પાયો છે. સમ્યગદર્શન થાય એટલે મોક્ષ થાય જ. તેથી જ કહ્યું છે કે છોડવા જેવું મિથ્યાત્વ, મેળવવા જેવું સમ્યક્ત અને પામવા જેવું સિદ્ધત્વ અર્થાત્ મોક્ષ. ટૂંકમાં કવિરાજનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ અનેક પ્રકારના પરસ્પર વિરોધી અસ્તિ-નાસ્તિ ભાવે, અનેક પ્રકારની ત્રિભંગીઓથી પરમાત્મસ્વરૂપની પરિપૂર્ણ જાણકારી મેળવવી જોઈએ અને પોતાના આત્મામાં પરમાત્મસ્વરૂપના પ્રાગટ્યની તલપ જગાવી, પરમાત્મસ્વરૂપ સાથે સતત સંલગ્ન રહી, સ્વયંમાં અનેકવિધ વિસ્મયકારી સ્વરૂપ આનંદને આસ્વાદતા, સ્વયંના આનંદઘન પદ એટલે પરમપદને પામવા કટિબદ્ધ બનવું જોઈએ. જગતને જાણવાથી કેવળજ્ઞાન નથી થતું. બધું જાણવાથી શ્રુતકેવળી બની શકાય પણ કેવળજ્ઞાની ન બનાય.

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456