Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 456
________________ // હદય નયત નિહાળે ગધણી II જગધણી એટલે કે પરમાત્માને નિહાળવાના છે... એ પરમાત્માને માત્ર ચર્મચક્ષુથી નિરખવાના નથી પણ પહેલા પરખવાના છે અને પરખીને પછી તેને નિહાળવાના છે. નિહાળવાના છે એટલું જ નહિ પણ એ પરમાત્માને નિહાળતાં નિહાળતાં એના જેવા જ પોતાની ભીતરમાં રહેલ સ્વયંના પરમાત્મા સ્વરૂપને નિખારવાનું છે... પ્રગટાવવાનું છે... ચર્મચક્ષુ તો, સાકાર રૂપીને જ જોઈ શકે અને પાડી શકે. આંખો તો, માત્ર પર્યાયને જ જુએ, પરંતુ એ સાકાર પર્યાયની ભીતરમાં રહેલ અરૂપી એવા નિરાકાર ગુણ અને દ્રવ્યને નિહાળવાના છે. પરમાત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય, એ ત્રણેના એક સાથે દર્શન કરવાના છે. પરમાત્મા, દ્રવ્ય-ગુણ-પર્યાયથી જણાય તો પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય પણ જણાય. " “અરિહંત પદ ધ્યાતો થકો દde ગુણ પજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત પી થાય રે.” માત્ર પર્યાયનું દર્શન એ એકાન્ત દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું દર્શન અનેકાન્ત દર્શન છે અને તે સમ્યગ્દર્શન છે. આવું દર્શન ક્યારે થાય? મળેલાં બે નેત્રો-ચક્ષુરેન્દ્રિયથી તો ન જ થાય ! એને માટે ત્રીજું નેત્ર જોઈએ. એ ત્રીજું નેત્ર હૃદય નયન છે. માટે જ યોગીરાજજીની પંક્તિઓ મમળાવવાની છે કે... પ્રવચન અંજન જો સશુરૂ કરે, દેખે પરમનિધાન; હૃદય નયન નિહાળે જગાણી, મહિમા મેરુ સમાન.” કવિવર્ય યોગીરાજશ્રી આનંદઘન મહારાજાની આનંદઘન સ્તવન ચોવીશી એટલે જ એમના દ્વારા કરાયેલું પ્રવચન અંજન ! આ પ્રવચનથી પ્રાપ્ત ત્રીજું નેત્ર છે, એટલે જ . . . // હદય નયન નિહાળે જગાણી ID MULTY GRAPHICS (022) 2387322223884222

Loading...

Page Navigation
1 ... 454 455 456