Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/005855/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હૃદયના ઊsiણમાંથી ઝરેલ રે ‘લ બાગમરસ અને આતમરસ, ભાગ ૧ હદય નયન નિહાળે જગધણા (આનંદઘન સ્તવન ચોવીશી વિવરણ) Page #2 -------------------------------------------------------------------------- ________________ 5. 8ળ લબ્ધિ ઈ. જાનહાળશે રે, એ આશા જાથા અવ' Page #3 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક જ્ઞાન દ્રવ્યમાંથી નિર્માણ થયેલું હોવાથી કોઈ ગૃહસ્થ એની માલિકી કરવી નહીં. હૃદય નયને નિહાળે જગધણી (આનંદઘન સ્તવન ચોવીશી વિવરણ) સ્તવન રચયિતા . યોગીરાજશ્રી આનંદઘનજી વિવરણકર્તા . પં. પ્ર. મુક્તિદર્શન વિજયજી સંયોજન સહાયક . સૂર્યવદન ઠાકોરદાસ જવેરી પ્રકાશક . શ્રી માટુંગા શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ હૃદય નયન નિહાળે જગધણી (આનંદઘન સ્તવન ચોવીશી વિવરણ) ભાગ ૧ પ્રકાશક : શ્રી માટુંગા શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ આવૃત્તિ: પ્રથમ સં.૨૦૬૪ ઈ.સ.૨૦૦૮ નકલ : ૧૬૦૦ + ૪૦૦ જ્ઞાન ખાતાની મુદ્રણ : મલ્ટી ગ્રાફિક્સ ૧૮, ખોતાચી વાડી, વર્ધમાન બિલ્ડીંગ, ૩જે માળે, પ્રાર્થના સમાજ, વી.પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૮૭ ૩૨૨૨ | ૨૩૮૮ ૪૨૨૨ ... મુલ્ય: ૪૦૦/- (ત્રણ પુસ્તકના સેટની કિંમત) . પ્રાપ્તિ સ્થાન મલ્ટી ગ્રાફિક્સ ૧૮, ખોતાચી વાડી, વર્ધમાન બિલ્ડીંગ, ૩જે માળે, પ્રાર્થના સમાજ, વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૮૭ ૩૨૨૨ | ૨૩૮૮ ૪૨૨૨ શ્રી સૂર્યવદન ઠાકોરદાસ જવેરી ૮૦૨, સ્કાય હાઈ ટાવર, શંકરલેન, મલાડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૪. ફોન : ૨૮૦૬ ૭૭૮૭ લાવણ્યશ્રીજી જૈન ઉપાશ્રય ૦૦૩ સૃષ્ટિ એપાર્ટમેન્ટ, સંજીવની હોસ્પિટલ પાસે, નવા શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. Page #5 -------------------------------------------------------------------------- ________________ scocco DERAD DEEEEEEEEEEEE Page #6 -------------------------------------------------------------------------- ________________ 五 - - Page #7 -------------------------------------------------------------------------- ________________ અલગારી અવધૂતયોગી આનંદઘનજીની આનંદઘન સ્વરૂપે થઈ ગયેલી યોગથમવૃતિરૂ૫ - સ્તવન રચના ઉપર આનંદઘન ભતસ્વરૂ૫ સહજરૂપે થઈ ગયેલી કલ્યાણકારી વિવેચન આત્મયોગીના કરકમલમાં અત્યંત ભંshસભર હૈયાના વંદન સહ સાદર સમર્પણ ' . મુકિતદર્શdવજય. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાચ્છથળ પૂ. યોગીરાજ આનંદઘનજી મહારાજાએ પોતાની આ સ્તવન ચોવીશીમાં તે તે પરમાત્માના નામને અનુરૂપ સ્તવના કરવા દ્વારા પોતાના અંતરમાં અધ્યાત્મરસના ઘૂંટના ઘૂંટ પીધા છે અને જગતને અધ્યાત્મરસનું પાન કરાવ્યું છે. પોતાના અંતરમાં વિશુદ્ધિનો વ્યાપ વધતાં સહજ રીતે પરમાત્મભક્તિ કરતા સરી પડેલા, નાભિમાંથી ઉચ્ચારાયેલા આ હૃદયના ઉદ્ગારો છે એટલે તેમાં અધ્યાત્મ, અધ્યાત્મ અને અધ્યાત્મ સિવાય બીજું કાંઈ જ જોવા મળતું નથી. એ મહાપુરુષના હૃદયમાં રહેલા અતિ ગંભીર ભાવોને ખોલવા તે બહુ જ કઠિન છે. ટબાકાર જ્ઞાની મહાત્મા જ્ઞાનસારજીએ ફરમાવ્યું છે તે મુજબ “આશય આનન્દઘન તણો, અતિ ગંભીર ઉદાર, . બાળક બહુ પસારી, જિમ કહે ઉદધિ વિસ્તાર.” . છતાં શક્તિ, ક્ષયોપશમ, પ્રમાણે તેના ભાવોને ખોલવા માટેનો યથાશક્તિ પ્રયત્ન તથા-પ્રકારના સંયોગોને પામીને, તથા-પ્રકારની ભવિતવ્યતાનુસાર અમારા દ્વારા થઈ ગયો છે, તેમાં ક્ષતિ ન જ રહી ગઈ હોય એવો અમારો દાવો નથી. તેમ છતાં જે કોઈ આત્મા તટસ્થ વૃત્તિ અને ગુણગ્રાહી દૃષ્ટિ અપનાવી યોગીરાજ આનંદઘનરચિત સ્તવનોના આલંબનને પામીને આ ગ્રંથમાં ખોલવામાં આવેલા ભાવોને હૃદયમાં આત્મસાત્ કરવા પ્રયત્ન કરશે; તેના હૃદયનયન ધીરે ધીરે ખૂલતા જશે અને તેમ તેમ તે પોતાના કરૂણાપૂત હૃદયમાં જગધણી એવા પરમાત્માને નિહાળશે; તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અધ્યાત્મના સમગ્ર આકાશને માધ્યસ્થ વૃત્તિથી જોનારા અલગારી યોગીરાજશ્રી આનંદઘન પ્રભુ પાસે આપણે આનાથી વધુ આશા રાખી શકીએ નહિ. માટે હે ભવ્યો! “હૃદયનયન નિહાળે જગધણી” એ પંક્તિને તમે ચરિતાર્થ કરવા ઈચ્છતા હો તો; સર્વ વિકલ્પોને છોડીને માધ્યસ્થ વૃત્તિ અને ગુણગ્રાહી દૃષ્ટિ અપનાવીને આ ગ્રંથમાં રહેલા ભાવોને આત્મસાત કરી આત્મકલ્યાણ સાધો, એ જ એકની એક સદાની શુભાભિલાષા ! “જ્યામરંતુ !” - આનંદઘનચાહક પં. મુક્તિદર્શનવિજય ગણિ Page #9 -------------------------------------------------------------------------- ________________ { Úધ તહીનયાની. શ્રીમદ્ આનંદઘનજી મહારાજ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આનંદધને વિષે પ્રાપ્ત jy AJJUતો (૧) શ્રીમદ્ આનંદઘનજીનું દીક્ષાસમયનું નામ લાભાનંદજી હતું (૨) તપગચ્છમાં દીક્ષિત થયા હતા (૩) જન્મસ્થળ, ગામ કે પ્રદેશ, જન્મતિથિ કે સંવતુ સંબંધી લેખિત હકીકત પ્રાપ્ત થતી નથી (૪) તેઓના નજીકના અને સાથેના-મુનિવર્યોએ પણ લખેલા ગ્રન્થોમાં આ હકીકત જોવામાં આવી નથી તેમ પદોનો ગ્રન્થ કે પાનાં તે સમયે લખાયેલાં ઉપલબ્ધ થતાં નથી (૫) ચોવીશી અને પદો ઉપર તે સમયના વિદ્વાનો અને મુનિરાજો તરફથી સંપૂર્ણ રીતે ટબા પુરા જણાયા નથી. (૬) શ્રીમદ્ સત્યવિજયજી પંન્યાસ અને શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીનો તેઓશ્રી સાથેનો સંબંધ તથા શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીનો ડભોઈમાં થયેલ સ્વર્ગવાસ તથા ત્યાંની પાદુકા ઉપરના લેખથી સમકાલીન સમયનું અને ઉપાધ્યાયજીથી થોડા વર્ષ પૂર્વે જન્મ હોવાનું થતું અનુમાન. (૭) ભીમસી માણેકે છપાવેલ બહોંતરીમાં છપાવેલ પદોના અનુક્રમે અનુક્રમ (૮) શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી, શ્રી વિનયવિજયજી, શ્રી સત્યવિજયજી પંન્યાસ, શ્રી જ્ઞાનવિમળસૂરિ, શ્રી લાવણ્યવિજય ગણી, શ્રી માનવિજયજી ઉપાધ્યાય, શ્રી વિજયદેવસૂરિ, શ્રી વિજયસિંહસૂરિ, શ્રી વિજયઆનંદસૂરિ, શ્રી જિનહર્ષ ગણિ, શ્રી રાજસાગર સૂરિ, શ્રી વિજયરત્નસૂરિ આદિ પંડિત સાધુઓ શ્રીમદ્ આનંદઘનજીના સમયમાં હતા તથા બનારસીદાસ, રામદાસ, તુકારામ, તુલસીદાસ, ગુરૂ ગોવિંદ, કબીર, મીરાંબાઈ આદિ ભક્તપુરૂષો પણ તે સમયે હતા. (૯) શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પોતે અધ્યાત્મ વિષે જે વિવેચન કરતા તેથી અધિકપણે શ્રીમદ્ આનંદઘનજીને કરતા જોઇ, શ્રીમદ્ આનંદઘનજીના યોગ અને અધ્યાત્મજ્ઞાનના વિચારોનું અનુકરણ સવિશેષ કર્યું તથા વૈરાગ્ય અને નિઃસ્પૃહતા. આદિ ઉંચા ગુણો જોઈ અષ્ટપદી બનાવી-શ્રી આનંદઘનજીની સ્તુતિ કરી- તથા કંઈ સિદ્ધિ મેળવવાની જિજ્ઞાસા થઇ અને નિષ્ફળતા મળતાં શ્રીમની નિઃસ્પૃહતા વિષે વધુ ખાત્રી થઇ. (૧૦) શ્રીમદ્ તે સમયના સાધુ સમુદાયની વિષમ સ્થિતિના અનુભવે ગચ્છમોહથી વિરક્ત છતાં ગચ્છની ઉપેક્ષા નહી કરતાં સંવેગપક્ષે સાધુ વેષમાં રહેતા અને વ્યવહારનો જરા પણ લોપ કર્યા વિના વિશુદ્ધ માર્ગ પર ચાલતા, તથા પ્રતિમાપૂજનનું સંપૂર્ણપણે પ્રતિપાદન કરતા (૧૧) કિંવદંતી-દંતકથા ઇત્યાદિવડે નિઃસ્પૃહતા માટે ઉપાશ્રય ત્યાગનું, ઉપાશ્રયના અધિકારી શેઠનું તથા અણમાનીતી રાણી અને રાજાનું દ્રષ્ટાંત તથા એક શેઠની વિધવપુત્રી અગ્નિમાં બળી મરતી હતી તે વખતે ઋષભદેવની સ્તુતિવડે આપેલ બોધનું દૃષ્ટાંત (૧૨) મેડતામાં તેઓશ્રીની અંતિમ અવસ્થામાં થયેલ સ્થિરતાવડે તેઓના નામે ઓળખાતો ઉપાશ્રય તથા ત્યાંજ થયેલ દેહવિલય અને સ્તૂપનું બનવું. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન માટુંગા જૈન સંઘ યાતુર્માસની અટારીએથી તીર્થંકર પરમાત્મા અને ચતુર્વિધ સંઘ જેમના માથે છે, જેઓની દૃષ્ટિ સતત પોતાના આત્મા તરફ રહેલી છે, સમ્યગ્ આચારોને આચરવા જે સદા કટિબદ્ધ છે, જેમની વાણી આપણને શું કરવું ? ને શું ન કરવું ? તેની સ્પષ્ટ સમજણ આપે છે; એવા પરમ તારક, શાસન પ્રભાવક પં.મુક્તિદર્શન વિજયજી મહારાજે આફરિન થઇ જવાય તેવું અર્થઘટન યોગીરાજ આનંદઘનજી રચિત સ્તવન ચોવીશી ઉપર કર્યું છે. અમારા સહુની જિંદગીમાં, વિશેષ પ્રકાશ પાથરનાર એવા, તેઓશ્રીનું વિ.સં. ૨૦૬૨માં થયેલ ધર્મપ્રભાવક ચાતુર્માસ; માટુંગા શ્વે.મૂર્તિપૂજક તપગચ્છ સંઘ માટે ઐતિહાસિક ઘટના હતી. સિદ્ધાંત દિવાકર, પરમ ગીતાર્થ, સકલ સંઘહિતચિંતક, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાને, અમારા શ્રી સંઘે ચાતુર્માસ માટે વિનંતી કરેલ અને અતિ ઉપકારી એવા ગુરુભગવંતે તેમના આશાવર્તી શાંત, સરળ સ્વભાવી પં. મુક્તિદર્શનવિજયજી આદિ ઠાણા ત્રણને, ચાતુર્માસ માટે અનુમતિ આપી, અમારા શ્રીસંઘ ઉપર અનહદ ઉપકાર કરેલ હતો. અતિ પવિત્ર એવી શુભ પળોમાં પૂજ્યશ્રીએ, યોગીરાજ આનંદઘનજીના સ્તવનો ઉપર સવારની વાચના અને વ્યાખ્યાન દ્વારા જિનવાણીનો અસ્ખલિત ધોધ વહાવ્યો હતો. અતિ ગહન પદાર્થોને સરળ શૈલિમાં મૂકીને અધ્યાત્મરસનું પાન કરાવ્યું હતું. એક વખત શરૂ થયેલ રસધારામાં ભંગ કરવાનું મન ન થાય, તેવું વાતાવરણ હતું. વાચના અને વ્યાખ્યાન બંને સમયે, ઉપાશ્રય આત્મરસિક શ્રોતાઓથી ભરચક થઈ જતો . Page #12 -------------------------------------------------------------------------- ________________ હતો. આજુબાજુથી તેમજ દૂરદૂરથી પણ નિયમિત આવનાર વર્ગ ઘણો મોટો હતો. અમને અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર લાવવા ગુરૂભગવંત અસ્ખલિતરૂપે વરસ્યા હતા. અમારા હૃદય નયનને ખોલવા શુદ્ધ બોધરૂપી જળનો અનરાધાર ધોધ વરસાવ્યો હતો. અધ્યાત્મના માર્ગે આગળ વધવા એક એક માઈલ સ્ટોન કેમ પસાર કરવા ? તેની સમ્યગ્ સમજણ આપવામાં આવી હતી. વિશિષ્ટ જ્ઞાની ભગવંતને આપણે પહેલા સાંભળ્યા હશે કે નહીં તેની ખબર નથી પણ તેમની વાણી ચોક્કસ એવા પ્રકારે જ હશે એવી અનુભૂતિ થયા વગર રહેતી ન હતી. આનંદઘન ચોવીશી ઉપર તેમના દ્વારા લખાયેલ વિવેચન, ‘‘હૃદય નયન નિહાળે જગધણી ભા. ૧-૨ અને ૩'' અનેક લોકોના જીવનમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે દીવાદાંડી સમાન બની રહેશે. અમારા શ્રીસંઘ દ્વારા તેનું પ્રકાશન થઈ રહ્યું છે અને વિમોચન સમારોહ પણ અમારા શ્રીસંઘના આંગણે ઉજવાઈ રહ્યો છે, ત્યારે તેનો શ્રીસંઘને અનેરો આનંદ હોય; એમાં કોઈ શંકાને સ્થાન નથી. આંતરદૃષ્ટિને ખોલનાર, દિવ્યદષ્ટિને આપનાર, યોગદૃષ્ટિને ટંકોત્કીર્ણ કરાવનાર, આ પુસ્તકના પ્રકાશનમાં અનેક પરિબળોનો સહિયારો ફાળો છે. એ ફાળો આત્માર્થે લાભ લેનાર પુણ્યાત્માઓની સૂચિ, ઋણ સ્વીકારરૂપે અત્રે આપેલ છે. આ પ્રકાશન સહુના ભવભ્રમણને મર્યાદિત કરે અને સૌ કોઈ આત્મા સાચા અર્થમાં પ્રભુવીરના વારસદાર બની ભવનો નિસ્તાર કરે; એજ એક મંગલ કામના..... લિ. શ્રી માટુંગા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ, માટુંગા Page #13 -------------------------------------------------------------------------- ________________ 'I 38 હી સ્વરૂપદાયિની કમલાસની સરસ્વતી માતાને નમઃ | ) Whilli ' ! Qજી Tilly ///// Saraswati Mata Page #14 -------------------------------------------------------------------------- ________________ ૐ મંગલાય છે अहमित्यक्षर ब्रह्मवाचकं परमेष्ठिनः । सिद्धचक्रस्य सद्बीजं सर्वतः प्रणाम्यहम् ।। ચરમ તીર્થપતિ વર્તમાન શાસનપતિ _// શ્રી મહાવીર સ્વામીને નમઃ // જંબુદ્વિપ મહાવિદેહે પુખ્તલવઈ વિજયે વર્તમાને વિહરમાન ભાવજિનેશ્વર _/ શ્રી સીમંધર સ્વામીને નમઃ | પ્રભુ વીરના પરમવિનીત પ્રથમ શિષ્ય અમારા પરમગુરૂ // શ્રી ગૌતમ સ્વામીને નમઃ પંચમ ગણધર અમારા આદ્યગુરૂ // શ્રી સુધર્મા સ્વામીને નમઃ | // શ્રી જંબુસ્વામી પ્રમુખ સર્વ કેવળી ભગવંતોને નમસ્કાર // - પ્રભવ સ્વાખ્યાદિ // સર્વ શ્રી શ્રુતકેવલિ ભગવંતોને નમસ્કાર // | આગમજ્ઞ ગુરૂભગવંતોને નમસ્કાર // - શાસનપરંપરાવાહક શાસનધૂરાધારક // સર્વ શ્રી સૂરિભગવંતોને નમસ્કાર // // જ્ઞાત અજ્ઞાત સર્વ ઉપકારી સગુરૂ ભગવંતોને નમસ્કાર // શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધસંઘને નમસ્કાર’’ | || |મો તિર્થી II // અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજન શલાકયા; નેત્રમુન્મિલિત યેન, તઐ શ્રી ગુરવે નમઃ | / ઓમકારબિન્દુસંયુક્ત, નિત્યે ધ્યાયન્તિ યોગિનઃ; કામદં મોક્ષદ ચૈવ ૐકારાય નમોનમઃ // Page #15 -------------------------------------------------------------------------- ________________ ODHOL RS W (9 i K A AR qlse આર્થિક સહયોગ ૧) શ્રી માટુંગા શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ જ્ઞાનખાતા નકક્ષ ૨૫૦ ૨) એક સાથે તરફથી - માટુંગા. ૩માથી નિર્મળાબેન નગીનદાસ જગજીવનદાસ મહેતા હતક જયશ્રીબેન, વિજયભાઈ, જય - માટુંગા.. ૪), શ્રીયુત્ હરિભાઈ ગણપતભાઈ ગગુભાઈ શાણે પરિવાર - પા. પ) શ્રીયુત્ રજ પતિનભાઈ શાહ હસ્તક અરતીબેન - બેંગ્લોર. ૬) એક સાથ તરફથી - પરેલ. 9) શ્રીમતી દક્ષાબેન શૈલેષભાઈ પરીખ પરિવાર - સાંતાક્રુઝ. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી નીતિસૂરિસન્નુરૂભ્યો નમઃ -યટમની પ્રાતિનું થાય પરમની તલપવાળા યોગીરાજ શ્રી આનંદઘનજી મ.સા. ની પરાવાણીને આપણા સુધી પહોંચાડનાર આ ગ્રંથ, સાધક માટે મૂલ્યવાન પાથેય બની રહેશે; એ નિર્વિવાદ હકીકત છે. પ્રસ્તુત ગ્રંથ; સાધક, સાધન, સાધ્યનું સ્વરૂપ સ્પષ્ટ બતાવનાર હોઈ તેનું મુલ્ય વધી જાય છે. પર્યાયની વિશુદ્ધિમાં તથા લબ્ધિની પ્રાપ્તિમાં ન અટવાતા ઘુવતત્ત્વનું આલંબન લેવા માટે સાધકને સુસજ્જ બનાવતો આ ગ્રંથ છે. તો બીજી બાજુ ઉત્સર્ગ-અપવાદ; નિશ્ચય-વ્યવહાર; જ્ઞાન-ક્રિયાનું યથાર્થ સાયુજ્ય કરી સાધનાને સંવાદી બનાવે છે. શુષ્ક નિશ્ચય તથા જડ વ્યવહારને જવાબ આપતો આ ગ્રંથ છે. ગ્રંથ દ્વારા એટલું સ્પષ્ટ થાય છે કે, નિશ્ચયનયથી સ્વદ્રવ્ય જ સ્વપર્યાયનો કર્તા છે પરંતુ વિવક્ષિત દ્રવ્ય ઈતર દ્રવ્યના પર્યાયનું કરણકારક અવશ્ય છે જ. તેથી ઉપચાસ્થી કર્તા છે. વ્યવહારનય પણ સત્યાંશગ્રાહી છે. સીધે સીધા ઉપાદાનમાંથી કાર્ય નિષ્પન્ન થતું નથી પણ નિમિત્તાદિ સહકારી કારણોથી લવાયો છે ભાવનો અતિશય જેમાં તે ઉપાદાન, કાર્ય માટે સમર્થ બને છે. ' ઉપાદાન + નિમિત્તનો યોગ થતાં સંસ્કારોનું આધાન કાલાનુક્રમે થતાં કાર્ય તૈયાર થાય છે. કાર્યને નિકટ થવાની પરિણતિ ઉપાદાનમાં નિમિત્ત દ્વારા તત્સમયની પર્યાયની યોગ્યતાએ આવે છે. વળી સાધક જ્યારે હતાશ થઈ જાય, ત્યારે આ ગ્રંથ પીઠ પર હાથ પસવારી સાંત્વન પણ આપે છે, કે કાર્યાભિમુખ પરિણતિ હોય ત્યાં વિલંબ, એ વિલંબ નથી પણ સહકારી છે, પ્રતિબંધક નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગ-અપવાદ એ બે ક્રિયાનયના ભેદ હોવા છતાં, ઉત્સર્ગ સાપેક્ષ વ્યવહાર એટલે આજ્ઞા સાપેક્ષ વ્યવહાર ન હોય તો, સાધના લોકસંજ્ઞામાં તણાવા રૂપ પણ બની શકે છે. નિશ્ચયની સાધ્યશુદ્ધિ તથા વ્યવહારથી સાધનશુદ્ધિ પર ભાર મૂકતો જ્ઞાનનય કહે છે; જો સાધ્યશુદ્ધિ નથી તો સાધના કોની કરવાની ? વર્તમાનકાળે સાધન અને સાધના પરનું તીવ્ર વલણ ધરાવનાર માટે સાધ્યની દીવાદાંડી બતાવી આપનાર આ ગ્રંથ, સમયોચિત સર્જન ગણી શકાય. સાધકને હેતુ તથા અમૃત અનુષ્ઠાનની બક્ષીસ આપવામાં, ગ્રંથનું ગૌરવ મુખ્ય બની રહે તેમ છે. સવાસો ગાથાના સ્તવનમાં ૫. પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કહ્યું છે. અધ્યાત્મ વિષ્ણુ જે ક્રિયા તે તો તનુમલ તોલે, મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે... આ અધ્યાતમ શબ્દ આત્મપરિણામની ઉત્તરોત્તર વિશુદ્ધિ સ્વરૂપ છે. તેને સાત નયથી વિચારતાં સાધકને સાધનાનો તાળો મળી શકે તેમ છે. ૧) સામાન્યગ્રાહી નૈગમનયના મતે, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ, લોક, સુખ, દુઃખ, મોહ, જુગુપ્સા, શોકના ક્ષયોપશમરૂપ આત્માના શુદ્ધાશુદ્ધ પરિણામને, અધ્યાત્મ સમજવું. બ) વિશેષગ્રાહી નૈગમનયની અપેક્ષાએ-મૈત્રી, પ્રમોદ કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાસ્વરૂપ આત્મપરિણામાદિને, અધ્યાત્મપરિણામ જાણવો. ૨) સત્તાગ્રાહક સંગ્રહનયના મતે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયાદિ ભાવરૂપ આત્માના સમ્યક્ત્વ ગુણના લક્ષણરૂપ આત્મપરિણામને, અધ્યાત્મ જાણવું. = ૩) લોક પ્રસિદ્ધ અર્થને ગ્રહણ કરનાર વ્યવહારનયની દૃષ્ટિએહિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહરૂપ પાંચ આશ્રવભાવની વિરતિના પરિણામ તેમ જ પ્રવૃત્તિ રૂપ આત્મપરિણામને, અધ્યાત્મ ગણી શકાય. ૪) વર્તમાનગ્રાહી ઋજુસૂત્રનયની દૃષ્ટિએ- બાધકના ત્યાગપૂર્વક, આત્માર્થસાધક ઉપયોગપરિણમનને, અધ્યાત્મ કહી શકાય. ૫) શબ્દાર્થગ્રાહી શબ્દનયની દૃષ્ટિએ - શાસ્ત્રસાપેક્ષ હેયોપાદેયતામાં Page #18 -------------------------------------------------------------------------- ________________ (વિધિ-નિષેધમાં) યથાર્થ અવિરૂદ્ધ પરિણામ-પ્રવૃત્તિરૂપ આત્મપરિણામને, અધ્યાત્મ કહી શકાય. ૬) વર્તમાન વિશિષ્ટપર્યાયગ્રાહી સમભિરૂઢનયની અપેક્ષાએ ઉત્તરોત્તર ગુણસ્થાનક ક્રમારોહણ કરવા સ્વરૂપ આત્માના વિશુદ્ધ પરિણામને, અધ્યાત્મ જાણવું. ૭) સંપૂર્ણ અર્થક્રિયાકારિત્વનો સ્વીકાર કરનાર એવંભૂત નયની દૃષ્ટિએપોતાના પરમ શુદ્ધ ક્ષાયિક ભાવમાં પરિણામ પામવારૂપ આત્માના અનંત, અક્ષય, શુદ્ધ પરિણમનને અધ્યાત્મપરિણામ જાણવો. પરિશિષ્ટમાં આપેલા બંને લેખોમાં મુખ્ય ફાળો જેમનો છે તેવા . સિદ્ધાંત પાક્ષિક શ્રી શાંતિલાલ કેશવલાલ તરફથી નયદષ્ટિ વિશે મને ઘણું જાણવા મળ્યું છે. અધ્યાત્મ સંબંધી જયોની વિચારણા જે લખી છે તેમાં . તેઓશ્રીનો જ મારા પર ઉપકાર છે. અધ્યાત્મથી તરબતર આ ગ્રંથનું પરિશીલન આપણને ઉત્તરોત્તર વિશુદ્ધ : ભૂમિકાએ પહોંચાડવા સક્ષમ છે. વાચકને ગ્રંથના અભ્યાસ દ્વારા પ્રતીત થશે કે સત્યના ગ્રાહી-ખોજી, ગુણાનુરાગી, શાસનપ્રેમી, નિઃસ્પૃહ, ચિંતનશીલ સાધક એવા લેખકશ્રીએ પૂ. આનંદઘનજી મહારાજના હાર્દને પામવા માટે અથાગ પુરુષાર્થ કર્યો છે. ગ્રંથસર્જનમાં ઉત્તરસાધક બની રહેલા જ્ઞાનપ્રેમી શ્રી સૂર્યવદનભાઈના ઉપકારનું સ્મરણ અહીં અપ્રસ્તૂત નહીં ગણી શકાય. પ્રાંતે પરમના પ્રસાદથી પ્રાપ્ત થયેલું પ્રસ્તુત પાથેય, સૌને અહોભાવથી શરૂ થતી યાત્રાને ધ્રુવપદરામીની મંજીલે પહોંચાડવા સમર્થ બને એ જ મંગલકામના !!! જૈનમ્ જયતિ શાસનમ્ લિ. પ.પૂ.આ.દે. શ્રીમદ્વિજય અરિહંતસિદ્ધસૂરિના આશાવર્તી પ.પૂ.આ.દે. શ્રીમદ્વિજય હેમપ્રભસૂરિ મ.સા.ના નિશ્રાવર્તી પ.પૂ.શ્રી મયૂરકલાશ્રીજી મ.સા.ના શિષ્યા નંદીયશાશ્રી મા.વ.૨, વિં.સં. ૨૦૬૪ બનાસકાંઠા જૈન યાત્રિકભુવન પાલીતાણા, સૌરાષ્ટ્ર. Page #19 -------------------------------------------------------------------------- ________________ - શ્રી આનંદઘનજી ૨ આત્માની નિર્મળતાનું સહજ સ્પંદન પ્રગટાવનારો શબ્દપિંડ... આબુની પર્વતમાળામાં ગુંજતો પ્રભુને પામવાનો પોકાર.. આજે સબ્દસ્વરૂપે શ્રી સંઘના ચરણોમાં અર્પણ થાય છે... એ ઉત્સવસ્વરૂપ છે... હદયનયન નિહાળે જગઘણી એ યોગીરાજ આનંદઘનજીના જ સ્તવનની એક પંક્તિના શીર્ષક હેઠળ આત્માના શુદ્ધસ્વરૂપને સ્પષ્ટ કરતી... અને પરમતત્વને પામવાની અભિપ્સાને આકાર આપતી. આ અનુભવવાણી અનેક સાધકોના આધારરૂપ અને સાધના પથની માર્ગદર્શિકાસ્વરૂપ છે. ‘ઋષભ જિનેસર પ્રીતમ મોહરો’ના પ્રેમના ઉત્કટ ભાવોથી આરંભાતી. આ અનુભવધારામાં એક પછી એક જિનેશ્વરોના સ્તવનોના માધ્યમથી સાધના માના આખા ક્રમને જાણે સહજતાથી પ્રગટ કરવાનો અનુભવ થાય છે... પૂજ્ય પન્યાસજી ભગવંત શ્રી મુનિદર્શનવિજયજીનું અંતર્મુખ વ્યક્તિત્વ એ એમની લાક્ષણિકતા છે. આત્મા સિવાયની વિભાવદશાથી દૂર રહેવા મથતાં તેઓ સતત જ્ઞાનની ઘારમાં પોતાના આત્માને અને સકળ શ્રી સંઘના જે જે ક્ષેત્રમાં રહેલા યોગ્ય જીવો ને સંયમ યાત્રા દરમ્યાન પઘારે ત્યારે એના મીઠા રસપાન કરાવી રહ્યાં છે. એના જ મઘુરા પરિણામ રૂપે આ મૂલ્યવાન વચનો એના વિવિધ અર્થો સહ આપણી વચ્ચે પધારી રહ્યા છે. ઈલ અંધેરી શ્રી શ્રેયસ્કર જૈન સંઘ, ગોવાલિયા ટૅક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવન તથા શ્રી વાસુપૂજ્ય જૈન સંઘ માટુંગા.... આના સેજિંદા પ્રવચનોના પ્રસાદથી રળિયાત બન્યો છે.... Page #20 -------------------------------------------------------------------------- ________________ વિદુષી સાધ્વીજી ભગવંત શ્રી નંદિયશાશ્રીજીના નિર્મળ ચારિત્ર અને જ્ઞાન સાધનાનો પણ સ્પર્શ આ વિવેચનને મળ્યો છે. એનાથી વાચકને અનુભૂતિના વિસ્તારો.... વધુ ઊંડાણથી અવલોકવાનો લાભ મળશે.... આત્માના અનંત ગુણમય સ્વરૂપના સતત સાનિધ્યની સહજ ઝંખનામાં રત શ્રી પનાભાઈ જગજીવનદાસ ગાંધીના કૃપાપાત્ર શ્રીસૂર્યવદનભાઈનો સ્વાધ્યાયપ્રેમ પણ, આ રસમય પ્રદેશને વધુ રસાળ બનાવવામાં સહાયક બન્યો છે. બાવીસમાં તીર્થપતિ દાદા નેમીનાથના સ્તવનના ભાવપૂર્ણ અર્થે યોગના અભ્યાસુ અને દિગમ્બર પરંપરાના સાહિત્યનો ઊંડો અભ્યાસ ઘરાવનાર શ્રી ગુણવંતભાઈના જ્ઞાન પરિશીલનનો સ્પર્શ પામ્યા છે... આમ પ્રભુના માર્ગ ઉપર ચાલનારા વિવિધ રૂચિ અને ક્ષમતાના સાધકો દ્વારા યોગીરાજના વચનની ભાવપૂર્ણયાત્રા વાચકને અચૂક આંતરવૃતિનો અહેસાસ કરાવશે. વિવિધ પદાર્થોના રહસ્યોને પ્રગટાવતી આ વાણીમાં અનાદિકાલથી જેન વિરહ છે.. એની ચીસ છે... તો કયાંક એના દર્શનનો હર્ષોલ્લાસ છે... સકળ શ્રી સંઘના આરાધકોને અવધૂત આનંદઘનજીની ચિદાનંદ મોજની મીઠી છાલકનો અનુભવ કરાવતી આ આધ્યાત્મ યાત્રાની મંજિલ જ મજાની નથી... આખો માર્ગ પણ છલોછલ આનંદ થી સભર છે.. પૂજયશ્રી પ્રત્યે આવા નિર્મળ જ્ઞાનવર્ધક પુરુષાર્થ બદલ અહોભાવની ધારા પ્રગટે છે. આત્માના અસીમ સૌંદર્યને પમાડવામાં નિમિત બનનારી આ પરાવાણી પ્રત્યેક વાચકના હૃદયમાં સ્વરૂપની ઝંખનાને સાકાર કરનારી બની રહો. એવી અંતરની શુભ કામનાઓ સાથે આ સમગ્ર સંપુટને સાકાર બનાવનારા સહુના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી પ્રકટ થાય છે.... અવધૂત આનંદઘનજીના આ હદયોદ્ગાર ના બહુમાનપૂર્વક વધામણા.. દિપક દિનેશચંદ્ર શાહ (બારડોલી) અમદાવાદ. Page #21 -------------------------------------------------------------------------- ________________ નેવેલું નજરાણું આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાંહ પસારી, કહે ઉદધિ વિસ્તાર. જૈન જગતમાં ચોવીશી સાહિત્ય ખૂબ જ પ્રચલિત છે અને પ્રસિદ્ધ પણ છે. તે ભક્તિમાર્ગનું અમીઝરણું છે. પ્રભુભક્તિ માટે કેટલાય મહાત્માઓએ ઉત્તમ પ્રકારની ચોવીશીઓ રચી છે, તે પૈકી કેટલીક ભક્તિભાવવાળી તો કેટલીક જ્ઞાનપ્રધાનભાવથી ભરેલી છે, તો કેટલીક ચોવીશીઓ તો જ્ઞાન અને ભક્તિ બંને ભાવથી ભરેલી છે. આનંદઘન સ્તવન ચોવીશી પણ બંને ભાવથી સભર છે. તેમાં નિશ્ચય અને વ્યવહાર એમ બંને નયની પ્રધાનતા છે. તેથી તે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે અધ્યાત્મ અને દ્રવ્યાનુયોગનું એક લોકભોગ્ય ભક્તિરસઝરણું બની ગયેલ છે. સઘળી ચોવીશીઓમાં, આ ચોવીશી જૈનજગતને એક અણમોલ નજરાણું છે. આવીજ રીતે શ્રીદેવચંદ્રજી ચોવીશી પણ એક શિરમોર ચોવીશી છે, જે દ્રવ્યાનુયોગથી ભરેલી છે. સ્તવન ચોવીશી, એ ભાવભક્તિનો કાવ્યમય પ્રકાર છે, પદ્ય છે, ગેય છે અને તેથી તે આલ્હાદક છે, મનોહર છે, અદ્ભૂત છે. • આવી ગહન અને ગંભીર આનંદઘન ચોવીશી ઉપર રહસ્યમય ચિંતનકરી વિવેચન કરવું તે ઘણું કઠિન અને કપરૂ કામ છે. તેની અંદર રહેલી અનેક ગંભીરતાઓને પ્રગટ કરી બતાવવી તે કાર્ય મહાસાગરના મરજીવાની જેમ, તેના અતલ ઊંડાણમાંથી મહામૂલા મોતી શોધી લાવવા જેવું છે. આવા કપરા દીસતા કાર્યનું બીડું ઝડપીને સાહસ કરવાનું કામ પંન્યાસ પ્રવર શ્રીમુક્તિદર્શન વિજયજી મહારાજ સાહેબે, જે રીતે કર્યું છે તે ખરેખર દાદ માગી લે તેવું છે. ભૌતિકવાદની બોલબોલાથી દૂષિત થયેલાં હુંડા અવસર્પિણીના આ પંચમકાળમાં અધ્યાત્મના અજવાળાં કરવા, તે સહરાના રણમાં ખેતી કરવા જેવું છે અને લોઢાના ચણા ચાવવા જેવું ભારે કામ છે. અધ્યાત્મના વિષયમાં માહેર એવા પૂજ્યશ્રીએ, જે જોમ અને જોશથી, ખંત અને ઉલ્લાસથી, ઊંડાણ અને અંતરથી આલ્હાદક રીતે આ કાર્યને પાર પાડીને, Page #22 -------------------------------------------------------------------------- ________________ આ આનંદઘન ચોવીશી ને ખૂબજ ઊંચાઈ ઉપર લાવીને તેને યથાયોગ્ય સ્થાન આપેલ છે અને તેના દ્વારા જૈનજગતમાં એક નવા જ પ્રકારની કેડી કંડારી છે. આનંદઘન ચોવીશીને રોશન કરી છે, તે બદલ પૂજ્યશ્રીની હું ભૂરિભૂરિ અનામોદના કરૂ છું, વંદુ છું અને અભિનંદુ છું ! આજ પર્યત થયેલ આ વિષયના વિવેચનોમાં પૂજ્યશ્રી એ કરેલ વિવેચને જૈનજગતમાં તેમજ ચોવીશી સાહિત્યમાં અનેરી ભાત પાડેલ છે તે નિર્વિવાદ હકીકત છે. આ ચોવીશીમાં પૂજ્યશ્રીએ સ્તવન ૧૫ થી ૨૧ તેમજ ૨૪મા સ્તવનનું વિવેચન ઉત્કૃષ્ટ પ્રજ્ઞાથી અને ઉત્તમ અનુપ્રેક્ષા દ્વારા કર્યું છે; તે મેં અનુભવ્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં શ્રુતસાગરનું મંથન કરી અનેક ચિંતન રત્નો ઠાલવવામાં આવ્યા છે, મનનના મોતીઓ ઠેરઠેર વેરવામાં આવ્યાં છે. તે તેમના આજ સુધીના જીવન દરમ્યાન કરેલ સ્વાધ્યાય, સાધના, સંશોધન અને સ્વાનુભવનું દર્શન કરાવે છે. અગર તો તેનું જ આ પરિણામ છે એમ કહેવામાં આવે તો તે ખોટું નહિ કહેવાય. પૂજ્યશ્રી આજના સમયના નૂતન આનંદઘન અવતાર સમાન છે. સ્તવનોમાં પૂજ્યશ્રીએ આનંદઘનજીના ભાવોને જાણ્યા અને માણ્યા છે અને તે ભાવોને અધિકાધિક પામવા માટેની જે મથામણ કરી છે તે જોતાં પૂજ્યશ્રીને આ વિષયમાં જે રસ અને તલ્લીનતા છે, જે ઉત્સાહ અને ઉલ્લાસ છે, જે ખંત અને મહેનત છે, જે પ્રયત્ન અને પ્રયાસ છે તે આજે સફળ થયો છે તે હકીકત છે એમ મને લાગે છે અને આ છે તેમની ખરેખરી સ્વાધ્યાય અને સાધનાની સિદ્ધિ. આ પૂર્વે પણ પૂજ્યશ્રીએ આનંદઘન પદ સંગ્રહ પણ “પરમપદદાયી આનંદઘન પદરેહ” શિર્ષકથી પ્રકાશિત કરેલ છે જે તેમના આનંદઘનજી પ્રત્યેના ભક્તિભાવનું ઘાતક છે અને તેમના અનુરાગનું જ કારણ છે. આનંદઘનજી તેમના પ્રીતિપાત્ર છે અને ભક્તિનું ભાજન છે. પૂજ્ય પંન્યાસજી જેવા જ્ઞાની છે તેવા જ ઉદાર પણ છે તે વાત આ સ્તવન ચોવીશીના તેમના સહયોગીઓ દ્વારા જાણવા મળે છે. તેઓ મહાત્મા છે, જ્ઞાની છે છતાં યોગ્ય અભ્યાસીઓનો યોગ્ય રીતે સહયોગ લઈને આ સ્તવન ચોવીશીને ઊંડા અને ઊંચા ચિંતનો આપી ગૌરવવંતી બનાવી શકે તેવી વ્યક્તિઓને આ જ્ઞાનયજ્ઞમાં સમાવીને-સામેલ કરીને તેમની ઉદારતાનો અને ઉત્તમતાનો સાચો પરિચય આપ્યો છે. તેમના જ્ઞાનયોગ અને જ્ઞાનયજ્ઞના પરિવારજનો, પૈકી એવા જ એક વિદ્વાન Page #23 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસી, પંડિતવર્યશ્રી પનાલાલભાઇના કૃપાપાત્ર શ્રીસૂર્યવદનભાઈ છે. જેઓએ આ ચોવીશીના ૧ થી ૧૪ સ્તવનોનું ચિંતનપૂર્વકનું વિવેચન કરેલ છે. જેમાં દ્રવ્યાનુયોગના ગંભીર પદાર્થોનું રહસ્ય પ્રગટ કરી, ચોવીશીને મહિમાવંત બનાવી છે. તેઓ સરળતાથી અને સહજતાથી આ કાર્યમાં જોડાયા છે, સહયોગી બન્યા છે. ખરેખર તેઓ પૂજ્યશ્રીના પ્રેમી છે, આદર પાત્ર છે અને અધ્યાત્મના અભ્યાસી છે. હું તેમના કાર્યની અનુમોદના-પ્રશંસા કરૂ છું. હવે આ યજ્ઞમાં એથીયે અદકેરા ભાઈશ્રી ગુણવંતભાઈ છે, કે જેઓ અધ્યાત્મના રંગે રંગાયેલા ઊંડા ચિંતક અને સાધક છે. જેઓ સરળ અને શાન્ત છે. મારા જુના ખાસ પરિચિત મિત્ર છે. જ્ઞાન અને અધ્યાત્મના ક્ષેત્રે ઊંચાગજાનો આત્મા છે. સાધના દ્વારા સિદ્ધિના સોપાન જેમણે સર કર્યા છે; તેમનો પરિચય ૨૨મા શ્રી નેમિનાથ ભગવંતના સ્તવનમાં કરેલ રહસ્યમય વિવેચન દ્વારા થયા વિના રહેતો નથી. તેમનું સુંદર, ઉત્તમ, ગહન વિવેચન વાંચવું એ જીવનનું સૌભાગ્ય બની રહે તેમ છે. તેથી તેમની અનુમોદના કર્યા વિના રહી શકાય તેમ નથી. અમારી ગોડીજી પાઠશાળાના પરિવારના હોવાથી તેમને મારા અંતરના આશીર્વાદ પાઠવું છું. તેઓ આગળ જઈને વધુ ને વધુ આત્માની ઉજ્જવળતાને વરે તેવી શુભકામના વ્યક્ત કરુ છું આજના કાળમાં આવા ઉત્તમ શ્રાવકો અને સાધકો મળવા દુર્લભ છે. પૂજ્યશ્રીએ તેમને બરાબર પારખીને આ કાર્યમાં જોડ્યા છે; તે બદલ ખૂબ હર્ષવિભોર થઈ જવાય છે.' . અંતમાં આ જ્ઞાનયજ્ઞમાં સામેલ થનારા પૂજ્ય સાધ્વીજી શ્રીનંદીયશાશ્રીજી છે. - જેઓ ઘણાજ વિનીત છે, સરળ છે, અભ્યાસી છે. જેમણે ૨૩મા શ્રી પાર્શ્વપ્રભુજીના સ્તવનનું શ્રેષ્ઠ વિવેચન કરી પોતાના જ્ઞાન-ધ્યાનના અભ્યાસને પ્રકાશ્યો છે. તેઓશ્રી સાધ્વીજી જગતનું નવલું નજરાણું છે. અમારી ગોડીજી પાઠશાળાના એક એ વખતના તેઓ વિદ્યાર્થીની હતા, તેથી અમારા માટે તો તેઓ ગૌરવસમા છે. જૈન શ્વેતાંબર આમ્નાયમાં, એક નવીજ ભાત ઉપસાવનાર આ મહાકાય, વિશાળ, દળદાર ગ્રંથ ઉત્તમ અને ગૌરવવંતો બને, જૈન શાસનમાં ઝળહળતો રહે, અનેકાનેક ભવ્યાત્માઓને અધ્યાત્મના દ્વાર ખોલી આપી પ્રેરણા આપતો રહે તેમજ પરમપદનાપંથે પ્રયાણ કરવામાં દીવાદાંડી સમાન નીવડે; એવીજ એક શુભભાવના. પંડિત પુનમચંદ કે. શાહ તુલસી ટાવર, ૧૭૦૨, બી-વીંગ, સીટી સેન્ટરની પાછળ, એસ.વી.રોડ, ગોરેગામ, મુંબઈ - ૪૦૦ ૦૬૨. ફોન : ૨૮૭૨ ૧૬૯૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ હૃદય નયન ખોલો... ગંધણીને નિહાળો... ભારત વર્ષની ભૂમિ એ આર્યભૂમિ છે, એ હજારો-લાખો વર્ષોથી અધ્યાત્મધારાથી પલ્લવિત છે. ૨૫-૫૦-૧૦૦ વર્ષના અંતરે, કોઇક ને કોઇક યુગપુરુષ થાય છે, જે લોકમાં રહેલી સુષુપ્ત ચેતનાને, પોતાના આધ્યાત્મિક સ્પર્શથી નવપલ્લવિત કરીને આધ્યાત્મિકધારાના પ્રવાહને વહેતો રાખવાનું પુનિત કાર્ય કરે છે. આજથી ૨૫૦-૩૦૦ વર્ષ પૂર્વે થયેલાં યોગીરાજ આનંદઘનજી મહારાજા પણ એક એવા અવતારી પુરુષ થઇ ગયા, કે જેમણે પોતાનુ સમગ્ર જીવન અધ્યાત્મની સાધનામાં જ પસાર કર્યું. ક્ષણ-ક્ષણનો ઉપયોગ આત્માની સાધના કાજે કરીને ભીતરના ઊંડાણમાં એટલા બધા ચાલી ગયા કે, તેમણે અનુભૂતિના દ્વાર ખોલી નાખ્યા. યોગની છઠ્ઠી ષ્ટિ અને છઠ્ઠા-સાતમા ગુણઠાણા સુધીની વિશુદ્ધિને તેઓ પામ્યા અને તેમના માધ્યમે જે પરાવાણી નીકળી, તે આપણને આજે આનંદઘન સ્તવન ચોવીશીરૂપે તેમજ આનંદઘન પદરૂપે ઉપલબ્ધ થાય છે. તેમના એક એક સ્તવનમાં, એક એક પદમાં અગાધ મર્મ સમાયેલો છે જે, એના ઉપરની ગહન અનુપ્રેક્ષાથી જ હાથ લાગે એમ છે. એમના સાહિત્યમાં દ્વાદશાંગીનો અર્ક ભર્યો છે. જૈન શાસનમાં જન્મેલાં આત્માઓનું એ પરમ સદ્ભાગ્ય છે, કે આજે પૂ. દેવચંદ્રજી મહારાજા, પૂ. આનંદઘનજી મહારાજા અને પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાના ગુજરાતીમાં લખાયેલ પદ્ય સાહિત્યથી પણ જિનાગમોના મર્મો પામી શકાય છે અને જીવનને, સાધનામય-ઉપાસનામય બનાવી શકાય છે. આત્મા એના સ્વરૂપમાં અકર્તા છે'' એ જૈનદર્શનનું પરાકાષ્ઠાનું Page #25 -------------------------------------------------------------------------- ________________ રામચન્દ્રસૂરિજી જયઘોષસૂરિજી પ્રેમસૂરિજી ભુવનભાનુસૂરિજી ઉપકારીઓને đઠના - ૫. મુક્તિદર્શન વિજય Page #26 --------------------------------------------------------------------------  Page #27 -------------------------------------------------------------------------- ________________ આગવું આત્મવિશ્લેષણ છે. અનાદિ અનંતકાલથી પર-પદાર્થ પ્રત્યેની કર્તા-ભોક્તાપણાની બુદ્ધિના મૂળિયાં, પ્રાણીમાત્રમાં એટલા ઊંડે સુધી ફેલાયેલાં છે, કે જેથી ધર્મની આરાધના કરવા છતાં અધ્યાત્મનો માર્ગ-મોક્ષનો માર્ગ હાથ લાગતો નથી, આની વેદના યોગીરાજજીને એટલી તીવ્ર હતી, કે તે વેદના તેમણે બીજા અને ત્રીજા ભગવાનના સ્તવનમાં ઠાલવી છે. પોતાને સ્વરૂપ-પ્રાપ્તિની તીવ્ર ઝંખના હતી અને યોગની છઠ્ઠી દૃષ્ટિ સુધી પહોંચવા છતાં, ઉપર-ઉપરની દૃષ્ટિની સ્પર્શના કરવાનો તલસાટ હતો, તે માટે તીવ્ર વૈરાગ્ય હોવા છતાં, પ્રકૃષ્ટ ઔદાસીન્ય ભાવ હોવા છતાં, ઘોર સાધના હોવા છતાં, જ્યારે ભીતરમાં પડેલાં અબુદ્ધિપૂર્વકના કષાયો, તેમને આગળ ઉપરનો માર્ગ પામવા દેતાં નથી, ત્યારે તેઓ અંતે, કાળલબ્ધિના પરિપાક દ્વારા જ, આગળ ઉપરનો માર્ગ શોધવાની વાત કરે છે. આનંદઘનજી મહારાજની “કાળલબ્ધિ લડી પંથ નિહાળશું' એ પંક્તિ બેભાન અને ગુમરાહ બનેલાં એવા આપણને એ વાતનો અંગુલિનિર્દેશ કરે છે કે જેને શીધ્ર આત્મકલ્યાણ સાધવું હોય, તેને ગળિયા બળદની જેમ પગ પસારીને બેસી ન રહેતાં ઘોર સાધનાના માર્ગે ડગ માંડવા જોઈએ અને તેમ કરતાં જે ફળ મળે તેનો ઉપભોગ ન કરતાં, તેને પોતાનું ન માનતાં, પ્રભુકૃપા માની, વારંવાર પ્રભુ ઉપર અહોભાવ અને બહુમાનની છોળો ઉછાળવી જોઈએ. એના દ્વારા ઉપાસના યોગને ઉપાસવો જોઈએ અને આગળ ઉપરના ફળો, કે જે હાલમાં પાકવા શક્ય નથી તેને કાળલબ્ધિના પરિપાક પર છોડી, આશ્વાસન લેવું જોઈએ કે એક દિવસ જરૂર હું પણ, પ્રભુ જેવી પ્રભુતાને નિશ્ચિતપણે મારી પર્યાયમાં પ્રગટ કરી શકીશ. આમ સાધના અને ઉપાસનાની યુગલબંધી સાથે, કાળલબ્ધિના પરિપાકને આશ્વાસનરૂપે જોડીને સાધકે મોક્ષમાર્ગ કાપવાનો છે અને ભવાંત કરવાનો છે. સાધનામાર્ગના ગિરિ-શિખરે આરોહણ કરતા, ઘણા કપરા સંયોગોમાંથી પસાર થવું પડે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભટકતાં સ્કૂલ-ઉપયોગને, ત્યાંથી ઉઠાવી લઈ ભીતરમાં લઈ જતાં, સાધક, ઔદારિક શરીરથી ભેદજ્ઞાન કરી, તેજસ-કાશ્મણ શરીર સુધી સૂક્ષ્મ ઉપયોગના માધ્યમે પહોંચે છે. તે વખતે મન એટલું બધું શાંત થઈ ગયુ હોય છે, વિચારો શમી ગયા હોય છે, વિકલ્પો પણ એટલા સૂક્ષ્મ થઈ ગયા હોય છે કે, આ સ્થિતિએ Page #28 -------------------------------------------------------------------------- ________________ જીવને અપૂર્વ શાંતિ-સમાધિ અનુભવાય છે, હું દેહ નથી એવું લાગે છે. અન્યદર્શનના સાધકો, સાધના દ્વારા, અહિંયા સુધી આવીને તેને જ પ્રાયઃ કરીને આત્મા માની લે છે. ચિત્તની અપૂર્વ શાંતિને આત્માનું સ્વરૂપ માની લે છે. ષચક્રના ભેદન દ્વારા કુંડલિની શક્તિનું ઉત્થાન થતાં આ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય દર્શનમાં રહેલાં યોગીઓ કે જેમને નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી, સ્યાદ્વાદથી આત્માનું સમ્ય-યથાર્થ સ્વરૂપ નથી લાધ્યું, તેઓ આ દશાને જ, આત્માની નિર્વિકલ્પ દશા માની, આત્મસાક્ષાત્કાર થઈ ગયો, એવું માની લે છે પણ આ ભ્રાંતિ છે. હજુ અહિંયા ગ્રંથિ ભેદાઇ નથી. તેજસ-કાર્યણ શરીરને પણ ભેદીને ઉપયોગ સૂક્ષ્માતિસૂક્ષ્મ બની, સ્વરૂપ સાથે એકતા પામે છે ત્યારે જ, અન્ય દર્શનકારો જેને આત્મસાક્ષાત્કાર કહે છે તે પારમાર્થિક સમ્યગ્દર્શન પમાય છે. અન્ય દર્શનના યોગીઓની ઉપર બતાવેલ, ચિત્તવિશુદ્ધિથી પ્રગટેલ, અપૂર્વ શાંતિ-સમાધિની દશા, એ સર્વજ્ઞના મતે વિચાર-સ્થગિતતારૂપ નિર્વિચાર-દશા છે. જેમાં મન છે પણ તેનું કાર્ય નહિવત્ છે. જ્યારે જૈનદર્શનના મતે, નિર્વિકલ્પ દશા એ આત્માની અનુભૂતિ છે જેમાં મન તદ્દન બાજુપર ખસી ગયુ હોય છે અને ઉપયોગ સીધો જ, આત્મા સાથે ભળીને પોતે પોતાનામાં આનંદવેદનને નિર્વિકલ્પપણે વેદી રહ્યો હોય છે. આ સ્વમયતારૂપ અભેદદશા છે. જેમાં બીજું કાંઈ જ ન હોય એવી અદ્ભુતદશા છે. આજ વસ્તુનું સમર્થન કરતા ઉપાધ્યાય 'યશોવિજયજી મહારાજા સજ્ઝાયમાં લખે છે કે, “જોગી-જંગમ અતિથિ સંન્યાસી, તુજ કારણ બહુ ખોજે, તું તો સહજ શક્તિશું પ્રગટે, ચિદાનંદકી મોજે.’’ ઉપરોક્ત દશામાં, સાધના કરવા છતાં, આપણે અટવાઇ ન જઇએ અને ભ્રાંતિમાં ન રહી જઈએ, તે માટે જ યોગીરાજ પાંચમા સ્તવનમાં આત્માનું સ્વરૂપ બતાવતા લખે છે કે, જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ, અતીન્દ્રિય ગુણગણ મણિ આગરૂ, ઇમ પરમાતમ સાધ-સુજ્ઞાની. Page #29 -------------------------------------------------------------------------- ________________ તારું સ્વરૂપ નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદથી પૂર્ણ છે. તારા સ્વરૂપમાં પર-પદાર્થના સંયોગરૂપ લેશ માત્ર ઉપાધિ નથી. વિકારો અને વિકલ્પોથી રહિત તું ચૈતન્યમય આત્મા છે. અતીન્દ્રિય ગુણોના સમુહરૂપ મણિની ખાણરૂપ તું છે. આ તારા સ્વરૂપને વારંવાર યાદ કરી, તારે તારી પરમાત્મા દશાને સાધવાની છે. વિચાર અને વિકલ્પોના ધૂમાડા નીકળી જતાં, જે નિધૂમ જ્યોતિ પ્રગટે છે, તે પરમાત્મા છે. એ પરમાત્મદશાને કેવી રીતે સાધવી તેનો પણ ઉપાય બતાવતા ૨૧મા ભગવાનના સ્તવનમાં લખે છે કે, “જિન સ્વરૂપ થઈ જિન આરાધે. તે સહી જિનવર હોવે રે.” જો તારે પરમાત્મા બનવું હશે તો તારી માન્યતામાં “હું પરમાત્મા જ છું!” “હું નિશ્ચય નિર્ણયથી પરમાત્મા જ છું !” એમ જડબેસલાક બેસાડવું પડશે અને તે માટે, પ્રકૃતિરૂપે રહેલી તારી જાતને ભૂલી જવી પડશે. અર્થાત્ કર્મના સંયોગથી ઉભા થયેલાં તારા નામ અને રૂપ ઉપર ચોકડો મૂકી, તારે તારા નામધારી અને રૂપધારીપણાને દફનાવી દેવું પડશે. જાણે કે “એ છે જ નહિ!” એમ માનીને તારક તીર્થંકર-દેવોના સાધનાકાળ જેવી સાધના કરવી પડશે. • * તારા નામ અને રૂપને, તારા માની-માનીને, તેં તારા અને ખૂબ પુષ્ટ કર્યો છે. પરનો કર્તા-ભોક્તા બનીને, ચારગતિમાં તું રૂલ્યો છે-રખડ્યો છે. તારે દુઃખથી મુક્ત થવું હોય તો, પ્રકૃતિએ આપેલ તત્ત્વને ભૂલી જવું પડશે. - પ્રકૃતિ દ્વારા મળેલ, રૂપીપણું અને નામીપણું, તને ભેટણારૂપે મળેલ છે, તે એટલા માટે મળેલ છે કે જેના દ્વારા, તારા અસંખ્યભવોના કર્મોના દેણાને ચૂકવી દઈ, ઋણમુક્ત થઈ જાય અને તારા લેણાને તું ભૂલી જાય. તારા જે દેણા છે, તેનો સમભાવે નિકાલ કરીને તારે તારું દેવું ચુકતે કરી દેવાનું છે અને ઋણત્વથી મુક્ત એવા તારા ઘનત્વને તારે પ્રાપ્ત કરવાનું છે. અનંત-અનંત ભવોથી, તું ઇંધણરૂપ, કામણ શરીરનો કોથળો અને તેજસ શરીરની સગડી સાથે લઈને ફર્યો છે. એના ભારથી મુક્ત થઈ અનૃણી થવા માટે કર્મસત્તાએ મહેરબાની કરી, તને આ માનવ શરીરનું Page #30 -------------------------------------------------------------------------- ________________ ખોળિયું આપ્યું છે. તેનાથી સાધના દ્વારા, તારે કાશ્મણ શરીરના ઈંધણ રૂપી કોથળાથી અને તેજસ શરીરની સગડીથી છૂટી જઈ, આત્માના પરમાત્મસ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. તે માટે, આત્મજ્ઞાની ગુરુને શોધીને તેના ઉપદેશમાં અહોભાવે તરબતર થતાં, જો પ્રવચન-અંજન થાય અર્થાત્ પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનું ભેદજ્ઞાન થાય, તો તારા હૃદય નયન ખૂલી જશે અને તારા અંતરમાં તું, જગધણી એવા પરમાત્માને નિહાળીશ. આ પ્રસ્તુત સ્તવન ચોવીશી ઉપર સહેજાસતેજ થઈ ગયેલ, માર્મિક વિવેચના, એ હૃદય નયનને ખોલવા દ્વારા, ભીતરમાં રહેલ જગધણી પરમાત્માને નિહાળવા માટેનો એક નમ્ર પ્રયાસ છે. પ્રસ્તુત કાર્યના નિર્માણમાં, શ્રીયુત્ સૂર્યવદનભાઈ જવેરીનો ફાળો સારો એવો છે. ચોવીશે ભગવાનના સ્તવનો ઉપર ત્રણ ચોમાસામાં પ્રવચન આપવાનું કાર્ય, લેખક દ્વારા થયેલ હોવા છતાં ૧ થી ૧૪ ભગવાનના સ્તવન ઉપરનું લખાણ તેમની કલમે કંડારાયેલું છે. તેઓશ્રી અધ્યાત્મ-સાગરના અનોખા ખેડૂ છે. દ્રવ્યાનુયોગના જ્ઞાતા, પન્નાલાલ જગજીવનદાસ ગાંધીની, તેમના ઉપર અગણિત કૃપા લાધી છે, માટે એક સિદ્ધહસ્ત લેખકની જેમ, તેમની કલમને ચલાવી શકે છે. ૨૨મા ભગવાનનું સ્તવન, એ અનુપ્રેક્ષાપૂર્વકની આધ્યાત્મિક વિવેચના છે, જેમાં સર્વજ્ઞ પરમાત્માના સિદ્ધાંતોની સમજણ, યોગીરાજજીના સ્તવનના માધ્યમે આપવામાં આવી છે. મુમુક્ષુઓની આત્મચેતનાને જગાડવાના હેતુને લક્ષમાં રાખીને તે કાર્યને સંપન્ન કરવામાં નિમિત્ત વાકોલા-સાન્તાક્રુઝ (પૂર્વ)ના નિવાસી, શ્રીયુત્ ગુણવંતભાઈ સી. શાહ બન્યા છે. તેમના નમ્ર પ્રયાસથી આ કાર્ય પાર પડેલ છે. જેમ-રાજુલના વિલાપના સંવાદનું આધ્યાત્મિક અર્થઘટન કરીને તેઓશ્રીએ આધ્યાત્મિક જગતમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. જૈન જગતના ઈતિહાસમાં નેમ-રાજુલના સંવાદમાંથી આવું અર્થઘટન કોઈ જ કાઢી શક્યું નથી માટે અધ્યાત્મની તીવ્રરૂચિવાળા જીવો માટે તે અર્થઘટન ખરેખર માણવા યોગ્ય જણાય છે. પ્રસ્તુત ગ્રંથમાં બાવીશમા ભગવાનનું વિવેચન એ વૈરાગ્યરૂપી શિખરના શિખામણિની જેમ દીપી ઉઠ્યું છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમા પાર્શ્વપ્રભુનું સ્તવન ખોલવામાં મહદ્ અંશે ફાળો વિદુષી સાધ્વીજી શ્રી નંદીયશાશ્રીજીનો છે. દ્રવ્યાનુયોગ, કર્મસાહિત્ય તેમજ દેવચંદ્રજી સ્તવન ચોવીશી ઉપર તેમનું પ્રભુત્વ ઘણું જ સુંદર છે. પ્રતિસમયે ઝળહળતાં વિવેક, ગુરૂભક્તિથી તે આત્મવિકાસ સાધી રહ્યા છે. તેઓશ્રી જ્ઞાનથી ગરિમ છે, આચારથી મહિમા છે તો પરોપકારકરણથી ભવતરણશીલ પણ છે. - કવિ નાનાલાલ લખે છે કે, જ્ઞાન, દર્શન, ચારિત્રના ત્રિભેટે રહેલ, જૈન સાધ્વીઓ, આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત થયેલ બહેનોને, આશ્વાસન અને સાંત્વન આપવા દ્વારા શીતળ નદીના ઘાટ સમાન છે, ઘેઘૂર વડલાની છાયા સમાન છે, તે અત્રે તેમનામાં જોવા મળે છે. તેઓશ્રી વર્તમાન ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ્ વિજય અરિહંતસિદ્ધસૂરિ મહારાજાના સમુદાયના છે અને સાધ્વીજીશ્રી લાવણ્યશ્રીજીના વંદના સાધ્વીજી શ્રીમયૂરકળાશ્રીજીના શિષ્યા બની, તેમના સમુદાયનું તેમજ તેમના ગુરૂણીનું - ગૌરવ વધારી રહ્યા છે. પ્રસ્તુત સ્તવન ચોવીશીના, સમગ્ર મેટરને તેઓએ બારીકાઈથી તપાસી આપેલ છે, તેમજ ઉચિત સુધારા-વધારા કરવા સૂચવેલ છે, તે બદલ અમે તેઓના ધર્મકાર્યની અનુમોદના કરીએ છીએ. આ પ્રસ્તુત સ્તવન ચોવીશી ઉપર સુંદર પ્રસ્તાવના લખનાર, પંડિતવર્ય શ્રીયુત્ પુનમચંદભાઈ, શાસનપ્રેમી શ્રીયુત દિપકભાઈ બારડોલીકર તેમજ સાધ્વીજીશ્રી નંદીયશાશ્રીજીએ ગ્રંથની ઉપયોગિતામાં વધારો કર્યો છે, માટે તેઓ અભિનંદનને પાત્ર ઠરે છે. તેમના તે સુંદર પ્રયાસને અમે હૃદયથી આવકારીએ છીએ. - પૂર્વભવના સંસ્કાર અને સ્વચ્છ પુણ્યના ઉદયે સંસ્કારી જૈનકુળમાં મારો જન્મ થંયો. સંસ્કારી માતા-પિતા દ્વારા, સ્કૂલ અને કોલેજના શિક્ષણ સાથે મારું સુંદર સંસ્કરણ થયું, સાથે સંસ્કારી એવા મોટાભાઈ કિરીટભાઈની સહાય મળી. તેમણે ઘરની બધીજ જવાબદારી ઉપાડી લીધી, તેથી આ ત્યાગના માર્ગે આવવાનું મારા માટે ખૂબ સહેલું થઈ ગયું. તેમની સહાય ન હોત તો આ માર્ગે આવવામાં મને ઘણી મુશ્કેલી પણ પડત. પણ પુણ્યના ઉદયે બધું સચવાઈ ગયું. આ સિદ્ધાંત મહોદધિ આ. વિ. પ્રેમસૂરિજી મ. સા.ના સમુદાયમાં મારો Page #32 -------------------------------------------------------------------------- ________________ જન્મ થયો. વ્યાખ્યાન વાચસ્પતિ આ. વિ. રામચંદ્રસૂરિજી મ. સા.ના હાથે તેમના શિષ્ય તરીકે દીક્ષિત થયો. ત્યારબાદ પ્રસંગોપાત વર્ધમાનતપોનિધિ આ.વિ. ભુવનભાનુસૂરિજી મ.સા.ના સમુદાયમાં આવવાનું થતાં, સિદ્ધાંત દિવાકર આ.વિ. જયઘોષસૂરિજી મ.સા. દ્વારા મારું સ્થિરીકરણ થયું અને પછી પ્રત્યક્ષ કે પરોક્ષ, આત્મજ્ઞાની પુરુષોના સાંનિધ્યમાં આવતાં, ભીતરનો ઉઘાડ થતો ગયો. નિશ્ચય-વ્યવહાર ગર્ભિત મોક્ષમાર્ગ સમજાયો, એકાંત, મૌન, સ્થિરાસન અને ધ્યાન દ્વારા અસંગયોગ સાધવાની રૂચિ જાગી, જેના પ્રતાપે, આ સ્તવન ચોવીશી-પર અનાયાસે જ પ્રવચનો અપાયા, તેમજ લખાણ થઈ ગયું જેને, “વાચક પરમાત્મા”ના કરકમલમાં મૂકતાં કૃતકૃત્યતા અનુભવીએ છીએ. પ્રસ્તુત કાર્યમાં અંતેવાસી તરીકે સેવાધર્મ બજાવનાર જ્ઞાનપ્રેમી શ્રી સ્થિત પ્રજ્ઞવિજયજી, અત્યંત સરળ સ્વભાવી અને સેવાભાવી શ્રી સોહમદર્શનવિજયજી તથા સહજ વિનયી-પરમ વિનયી શ્રી પ્રશમરતિવિજયજી મ.સા.નો સહયોગ પણ મને અતિ-ઉપયોગી નીવડ્યો છે. પ્રસ્તુત જ્ઞાનયજ્ઞના આ કાર્યમાં તેમના સહકાર વિના ચાલી શકે તેમ ન હતું. તેમના તે સહયોગને પણ હું ભૂલી શકું તેમ નથી. સ્વાનુભૂતિ સંપન્ન, સ્વ. શ્રીયુત્ ખીમજીબાપાના, સ્તવન ચોવીશીના લખાણમાંથી પણ, કોઈ કોઈ પદાર્થ ઉપયોગી જણાયો તે અમે અમારા ગ્રંથમાં લીધેલ છે, જેથી ગ્રંથ રચના સુંદર બનવા પામી છે. પ્રસ્તુત સ્તવન ચોવીશીમાં પંદરમાં ધર્મનાથ ભગવાનનું સ્તવન, તેમાં પણ ત્રીજી કડી અને તેમાં પણ ત્રીજું ચરણ “હૃદય નયન નિહાળે જગધણી” એ મને અતિપ્રિય હોવાથી ગ્રંથનું નામ પણ તે જ આપવાનું નક્કી કર્યું અને તે મુજબ જ થયું તે આનંદની વાત છે. ટીકાકાર આત્માઓને પ્રસ્તુત વિવેચનમાંથી ટીકા કરવી હશે તો તેને ટીકા કરવા માટેના પૂરતા કારણો મળી રહેશે પણ જે શ્રદ્ધાવાન છે તે તો આમાંથી રસ જ લૂંટશે. જેને પામવું છે તેને આમાંથી ઘણું ઘણું મળી રહેશે એવો અમારો આત્મવિશ્વાસ છે. યોગીરાજશ્રી આનંદઘનજીના પદો અને સ્તવનો વિઠ્ઠલ્મોગ્ય જ છે Page #33 -------------------------------------------------------------------------- ________________ અને તેમાં પણ સમગ્ર લખાણ આધ્યાત્મિક-શૈલિમાં, મોક્ષમાર્ગ પામવા અને પમાડવાના હેતુથી, લખાયેલું હોવાના કારણે વિદ્વદ્ભોગ્ય જ બન્યું છે. તેને ગમે તેટલું સહેલું કરવા પ્રયત્ન કરીએ તો પણ, અધ્યાત્મની પરિભાષા તો તેમાં આવે જ. માટે અધ્યાત્મ-શૈલિથી અપરિચિત આત્માઓ આમાંથી રસ નહિ લૂંટી શકે. તેઓ પણ રસ લૂંટવા માંગતા હોય તો સૌ પ્રથમ યોગદષ્ટિના અજવાળાના ત્રણ ભાગ હૃદયસ્થ કરે ત્યાર બાદ પરમપદદાયી આનંદઘનપદ રેહના બે ભાગ આત્મસાત્ કરે અને પછી આ ત્રણ ભાગને અત્યંત શાંત વાતાવરણમાં, શાંત-ચિત્તે એક-એક પંક્તિ, ધીમે-ધીમે, સમજી-સમજીને, વાગોળી-વાગોળીને, ઘૂંટી-ઘૂંટીને, આગળ-પાછળનો સંબંધ જોડી જોડીને વાંચશે, એકનું એક સ્તવન અનેક વખત વાંચશે તો જરૂર, તેઓના દિવ્યચક્ષુ ખુલશે, પ્રવચન-અંજન થશે અને પોતાના હૃદયકમળમાં જગધણી એવા પરમાત્માને નિહાળશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. સહુ કોઈ આત્માઓ, આ વિવેચનાના માધ્યમથી, પોતાના હૃયુનયન ખોલે અને જ ધણી એવા પરમાત્માને નિહાળે એ જ એકની એક સદાની શુભાભિલાષા.... જિનાજ્ઞા..વિરુદ્ધ..કાંઈ..પણ..લખાયુ..હોય..તો..ક્ષમા..યાયું..છું.. વિ.સં.૨૦૬૪ મૃગશીર શુક્લા સપ્તમી, સંત ચરણોપાસક પં. મુક્તિદર્શનવિજય ગણિ નવજીવન સોસાયટી, જૈન ઉપાશ્રય, મુંબઈ-૭. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક પ્રાપ્તવ્ય જે કાંઈ જેવું પણ નિર્માણ થયું છે, તે સહજ જ અનાયાસે થઇ ગયું છે. નિર્માણના મૂળમાં કચ્છના વતની સ્વાનુભૂતિ સંપન્ન વસઇ નિવાસી શ્રીખીમજીબાપા છે કે જેમની આજીવન તપસ્યા આનંદઘનકૃતિને આત્મસાત્ કરવાની હતી. એમની અદમ્ય ઇચ્છાના પ્રભાવે જ ‘“પરમપદદાયી આનંદઘન પદરેહ'' ના અનુસંધાનમાં પ્રસ્તુત ગ્રંથ “હૃદયનયન નિહાળે જગધણી’'ના શીર્ષકથી આનંદઘનરચિત સ્તવન ચોવીશીનું વિવરણ પ્રકાશિત કરવાનું સાહસ થઇ ગયું છે. આમ તો આનંદઘન સ્તવનચોવીશી ઉપર અન્ય નિમ્ન લિખિત વિવરણો ઉપલબ્ધ જ છે. ૧)|શ્રી આનંદઘન ચોવીશી ૨) શ્રી આનંદઘન ચોવીશી ૩)|શ્રી આનંદઘન ચોવીશી ૪) પ્રશાંત વાહિતા ५) श्री आनन्दघन चौबीसी ૬) શ્રી આનંદઘનજીકૃત ચોવીશી સાર્થ તેમજ શ્રીમદ્ દેવચંદજીકૃત વર્તમાન ચોવીશી ૭) અનુભવધારા ૮)|શ્રી આનંદઘન ચોવીશી ૯) મારગ સાચા કૌન બતાવે પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ શ્રીયુત્ મોતીચંદ ગીરધરલાલ કાપડિયા શ્રીમદ્ સત્સંગીશ્રી માણેકલાલ ઘેલાભાઇ પૂ.આ.શ્રી વિજય ભૂવનરત્નસૂરીશ્વરજી યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી મ. સિદ્ધાંતપાક્ષિક પંડિત શાંતિલાલ કેશવલાલ ડૉ. જશુબાઇ મહાસતીજી પૂ.આ.શ્રી કુંદકુંદવિજયજી પૂ.આ.શ્રી વિજય ભદ્રગુપ્તસૂરિ ઈ.સ.૧૯૫૭ ઈ.સ.૧૯૭૦ ઈ.સ.૧૯૩૮ ઈ.સ.૧૯૮૩ ઈ.સ.૧૯૮૯ ઈ.સ.૨૦૦૫ (બીજી આવૃત્તિ) ઈ.સ.૨૦૦૬ આટલા ઉપલબ્ધ સાહિત્યની વચ્ચે પણ પ્રસ્તુત પ્રકાશન કર્યું છે કારણ તે ખાસ કરીને પાંચમા, દશમા, બારમા, ચૌદમા, પંદરમા, સોળમા, અઢારમા, એકવીશમા, બાવીશમા અને ત્રેવીશમા સ્તવનના વિશિષ્ટ વિવરણથી બધામાં અનોખી, અનુઠી ભાત ઉપસાવે છે. દ્રવ્યાનુયોગ, બાર ભાવના, અનેકાન્તવાદ Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદવિચારણા, નયવિચારણા, ત્રીજા અને પાંચમા સ્તવનમાં ઉપનય સહિતના કેટલાક દૃષ્ટાંતો ઈત્યાદિ સામગ્રીથી પ્રસ્તુત પ્રકાશન અલગ પ્રકાશ પાથરનાર બની રહે એમ છે. આનંદઘન પદ વિવરણમાં શ્રીયુત્ ખીમજીબાપાની હસ્તલિખિત નોંધનું આલંબન હતું. પરંતુ સ્તવનના વિવરણની એમની નોંધમાં આગવુ વિશિષ્ટ ઊંડાણ ન જણાતા, જ્યાં જ્યાં એમના વિકલ્પો લીધા છે ત્યાં ત્યાં એઓશ્રીના નામનો ઉલ્લેખ અવશ્ય કર્યો છે. બાકી પ્રસ્તુત નિર્માણનું સહજાસહજ કર્તૃત્વ, નેતૃત્વ અને દિગ્દર્શન પ.પૂ.પં. પ્રવર ગુરૂદેવશ્રી મુક્તિદર્શનવિજયજીનું જ છે. એઓશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રથમ ચૌદ સ્તવનોના વિવરણમાં મારું એટલે કે સૂર્યવદનનું યોગદાન છે. સ્તવન અઢારની પ્રથમ ચારેક કડી તથા સ્તવન બાવીશના વિવરણમાં યોગગ્રંથોના અભ્યાસી સાન્તાક્રુઝ (પૂર્વ) નિવાસી શ્રીયુત ગુણવંતભાઇ સી. શાહનું યોગદાન છે. સ્તવન ત્રેવીશના વિવરણમાં વિદુષી સાધ્વીજી ભગવંત પૂ. નંદીયશાશ્રીનું યોગદાન છે કે જેમણે સંપૂર્ણ વિવરણ ચકાસી આપી જરૂરી સુધારા વધારા સૂચવવાની જહેમત પણ લીધી છે. મારા પોતાના વિવરણની પાર્શ્વભૂમિકામાં મારા ઉપકારી આત્મજ્ઞાનદાતા · બ્રહ્મશ્રોત્રીય સ્વરૂપચિંતકશ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી છે. કેટલાક પત્રાંતે ટાંકેલ વિચારણીય વિચાર એમના જ ચિંતનનું દોહન છે કે જેના ઉપરથી એમના ગહનચિંતનની આછી ઝલક મળશે. ઉપરાંત સ્તવન નવ અને ઓગણીસની પૂર્વભૂમિકા તથા સ્તવન દશમાંની પંચ કલ્યાણક વિષેની પરિકલ્પના, વર્તમાનના પરમ આર્હતોપાસક જ્ઞાની ભક્તયોગી શ્રીયુત્ ગિરીશભાઈ તારાચંદ મહેતાની છે. છઠ્ઠા સ્તવનમાંની કર્મવિષયક વાતો, અગિયારમાં સ્તવનમાંની કર્મધારાજ્ઞાનધારા, વિવેક, નાસ્તિકતા-આસ્તિકતા-ધાર્મિકતા, નિક્ષેપા, ઇચ્છાકામ-મદનકામસંધીકામની પરિકલ્પના વિદુષી સાધ્વીજીભગવંત પૂ. નંદીયશાશ્રીજીની છે. મારા પોતાના લખાણને સંસ્કારિત કરી ઓપ આપવાનું કાર્ય પૂજ્ય ગુરૂદેવશ્રીએ કરેલ છે. લખાણ બારીકાઇથી ચકાસી આપવાનું શ્રમદાયી કાર્ય પૂ.મુનિરાજ પ્રશમરતિવિજયજી અને પૂ. સાધ્વીજી નંદીયશાશ્રીએ કર્યું છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં નિર્માણ સહિયારું છે. કેવળજ્ઞાની ભગવંતોએ એમના કેવળજ્ઞાનમાં અમારા થકી જે જેવું થવાનું જોયું, તે તેવું, એઓશ્રીન દેખ્યા પ્રમાણેનું તથા ભવ્યતાનુસાર થયું છે. એ કેવું થયું છે ? ઉત્તમ, ઉત્તમોત્તર, ઉત્તમોત્તમ કે અન્યથા એ તો જ્ઞાનીજ જાણે અને જ્ઞાની જે મૂલ્ય આંકે તે સાચું ને સ્વીકાર્ય છે. નિર્માણનું માધ્યમ બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે તે અમારા અહોભાગ્ય! કાળક્રમે બનવાકાળ જે બનવા નિર્માયું હતું તે તેવું જ જ્ઞાનીએ દીઠું થયું છે. એમાં માત્ર માધ્યમ-નિમિત્ત બનવા સિવાય અમે કાંઈ જ કર્યું નથી. આ નિર્માણ સહભાગી બનવામાં મને પોતાને તો આત્મિકલાભ સાથે આત્મિક આનંદ જ સાંપડ્યો છે. પ્રાપ્ત સ્વસમયનો ધર્મધ્યાનમાં સદુપયોગ તો થયો જ છે પણ સાથે સાથે પ્રાપ્ત માનવ અવતાર યત્કિંચિત્ સાર્થક થયાની લાગણીય અનુભવાઈ રહી છે. અલગારી અવધૂત યોગીવર્ય કવિરાજશ્રી આનંદઘનજી મહારાજા દ્વારા રચાયેલા આ સ્તવનો તો, પરમાત્માસ્તવનાની સાથોસાથ આત્મજ્ઞાન છે, જે પરમાત્મસ્વરૂપની ધૂન જગાવીને પાઠક આત્માને પરંપરાએ સ્વયં પરમાત્મા બનાવનાર છે. યોગીરાજજીના સ્તવનો એટલે માનવીની ભીતરમાં ભંડારાયેલ ઐશ્વરીય સંભાવનાને ઉજ્જાગર કરનારું અલગારી ગાન ! 'આનંદઘન ચોવીશી એ માત્ર જિનસ્તવના નથી. એ તો મસ્તફકીર અલગારી અવધૂત યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજાની પરમપદને પામવાની ઉત્કટ લગન છે અને તે લગનમાંથી જ હૃદયગુહામાંથી ઉદ્ગમેલી પરમ પવિત્ર ગંગાસ્વરૂપ પરાવાણીની સરવાણી છે કે જે ભેદમાંથી અભેદ તરફ વહી જતી જ્ઞાનસરિતા છે. પૂ. યોગીરાજજી રાગરાગિરિના જાણકાર હોવાથી પ્રત્યેક રચના નિરનિરાળા નિશ્ચિત રાગમાં કંડારાયેલી છે અને તેથી તે ગેય છે, કર્ણપ્રિય છે તેમજ દિલને આલ્હાદક ભાવવાહી છે. ભાષા ઉપરના પ્રભુત્વને કારણે પ્રાસાનુપ્રાસમાં રચાયેલ હોવાથી પ્રત્યેક રચના હૃદયસ્પર્શી બની છે. વળી તે તે ભગવાનના નામના ભાવને અનુરૂપ રચના છે. ક્રમાનુસર વાંચન રાખવાને બદલે આપને મનપસંદ સ્તવનને ચૂંટી કાઢીને કે પછી આપ જ્યાં પૂજાભક્તિ કરતા હોવ તે જિનમંદિરના મૂળનાયક ભગવંતશ્રીનું સ્તવન પસંદ કરીને તેના અર્થ ભાવની સ્વતંત્ર રીતે વિચારણા કર્યા પછી પ્રસ્તુત સ્તવનના આ પ્રકાશનમાં અપાયેલ વિચારણાના માધ્યમે ઊંડા ઉતરતા જવાનું Page #37 -------------------------------------------------------------------------- ________________ રાખશો. એમ કરવાથી જે સમજ, જે ભાવ, પ્રાપ્ત થશે; તે ભાવથી પછી પછીનું આપનું સ્તવનગાન હૃદયગાન બની રહેશે, જે ધ્વનિ ઉદ્ભવશે તે નાભિમાંથી ઉદ્ગમતો હૃદયંગમ આત્મનાદ-બ્રહ્મનાદ બની રહેશે અને તે હૃદયનયનને ઉમ્મિલિત કરી જગધણીના દર્શન કરાવવાવાળો થશે. મારા દ્વારા આટલું પણ કંઈક જે યોગદાન થયું છે, તેમાં પરિવારના સંસ્કારો, પ.પૂ.પં. પ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજીની શ્રીપાળનગર વાલકેશ્વરની જ્ઞાનશિબિર, જ્ઞાત અજ્ઞાત ગુરૂભગવંતો, આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન, જિનવાણી શ્રવણ, વ્યવહારિક શિક્ષણ આદિનો અમુલ્ય ફાળો છે. એ સર્વે પ્રત્યે કૃતજ્ઞતાના ભાવપૂર્વક એ સહુનું ઋણસ્વીકાર સહિત ઋણસ્મરણ કરું છું ! આ તબક્કે પૂ. પર્યાય સ્થવિર મુનિરાજશ્રી જયચન્દ્રવિજયજીને કેમ ભૂલી શકું? એમનો અનાયસ જ મારા ઉપર ઉપકાર થયો છે કે, એમણે ઈ.સ. ૧૯૭૮માં પૂ. પનાભાઈ અને ઈ.સ. ૧૯૮૦-૮૧ લગભગમાં પ.પૂ.પં.પ્રવરશ્રી મુક્તિદર્શનવિજયજી જેવી વિરલ વિભૂતિઓનો સંયોગ કરાવી આપ્યો. અંતે પૂ. ગુરૂદેવશ્રી તથા ઉપકારી પૂ. પનાભાઈને વંદન કરવા પૂર્વક નીચેનું સંસ્કૃત સુભાષિત ટાંકીને પ્રાસ્તવ્ય પૂર્ણ કરું છું ! कीटोsपि सुमनः संङ्गादारोहति सतां शिरः । अश्मापि याति देवत्वं महदभिः सुप्रतिष्ठितः ।। કીટક (જંતુ) પણ સુમન (પૂષ્પ)ના સંગાથમાં સંતો સજ્જનોના શિરે ચઢે છે કે, જેમ મહાજનો વડે સુસ્થાપિત કરાયેલ પથ્થર પણ દેવ બની જાય છે. પૂર્ણ થયાં નથી અને સર્વજ્ઞ બન્યા નથી, ત્યાં સુધી સરાગી છદ્મસ્થ છીએ. તેથી કરીને ભૂલચૂક થવાની પૂરેપૂરી સંભાવના છે. ભૂલચૂક થઈ ગઈ હોય કે પ્રમાદવશ કરાઈ ગઈ હોય તો સ્વીકાર્ય છે અને સુધારી લેવાની તૈયારી છે. જણાવશો તો ઉપકાર થશે. જાણતા અજાણતા પ્રમાદવશ જિનવચન વિરુદ્ધ કાંઈ કથન થઈ ગયેલ હોય તો તે બદલ મિચ્છા મિ દુક્કડં ! અણુ પરમાણુ શિવ બની જાઓ ! આખા વિશ્વનું મંગળ થાઓ ! વિ.સં.૨૦૬૪, માગસર વદ ૧૧, શુક્રવાર, તા. ૪/૧|૨૦૦૮ મલાડ (૫.), મુંબઈ - ૪૦૦ ૦૬૪. સર્વે જીવો મોક્ષે જાઓ ! અર્હ મૈયા અમર તો-જૈન શાસન જયવંતુ વર્ત સૂર્યનદન ઠાકોરદાસ જવેરી Page #38 -------------------------------------------------------------------------- ________________ અનુર્માણs સ્તવન ક્રમાંક કડી સંખ્યા ધ્રુવ પંક્તિ પ્રધાન સૂર વિવરણ 'પત્રાંક ઋષભ જિનેસર પ્રીતમ મહારો રે... | કપટરહિતતા પૂર્વકની પ્રીતિ-ભક્તિ પંથડો નિહાળું રે બીજા જિનતણો રે.. અજિત અજિત ગુણધામ... પરમાત્મ પંથ-મોક્ષમાર્ગ નિરીક્ષણ ૩૭ ૩/૬ | સંભવદવ તે ધૂર સેવો સવે રે... યોગની પૂર્વસેવારૂપ આત્મશુદ્ધિ વિચારણા | ૭૯ ઉપાદાન-નિમિત્ત કારણ સમીક્ષા | અભિનંદન જિન ! દરિસણ તરસીએ... | | ૧૨૧ દરિસણ તડપન જ્ઞાન-ભક્તિ તથા સાધના-ઉપાસના જુગલબંધી સુમતિ-ચરણ-કજ આતમ અરપણા... પરમાત્મા-અંતરાત્મા-બહિરાત્મારૂપ . [ ૧૬૧ ત્રિવિધ આત્મસ્વરૂપ વિચારણા સાધના-ઉપાસનાના તાણાવાણા પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરું રે... | પરમાત્મ સ્વરૂપથી આત્માને આંતરું પાડનારા કર્મ વિષેની વિચારણા ૭/૮ | શ્રી સુપાસ જિન વંદીએ... ૨ ૩૧ પરમાત્મત્વ નિર્દેશક પરમાત્મ સ્વરૂપ નામ-ગુણ નિધાન અહમ ઐશ્વર્ય દર્શન ૮/૭ ૨૭૧ દેખણ દે રે, સખી ! મુને દેખણ દે, | દર્શન દુર્લભતા અંતર્ગત જીવવિચાર ચંદ્રપ્રભ મુખચંદ... ૯/૮ સુવિધિ જિનેસર પાય નમીને... * | ૨૯૫ અંગપૂજા-અગ્રપૂજા-ભાવપૂજા-પ્રતિપત્તિ પૂજા વિધિ વિચારણા ૧૦/૬ | શીતળ જિનપતિ લલિત ત્રિભંગી... ૩૫૩ જ્ઞાનયોગ અંતર્ગત સ્યાદ્વાદશૈલિએ ત્રિભંગીથી આત્મશીતળતા પ્રાપ્તિ પ્રક્રિયા ૧૧/૬ | શ્રી શ્રેયાંસજિન અંતરજામી... અધ્યાત્મ અને અધ્યાત્મપુરુષ પરખ પ્રક્રિયા ૩૯૩ અંતર્ગત ભાવ અધ્યાત્મ મહિમાગાન ૧૨/૬ વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી.... કરમ-કરમફળ ચેતના અને દર્શન-જ્ઞાન | ૪૨૩ ચેતના વિચારણા અંતર્ગત જ્ઞાનમયતાનું ગાન ૧ ૩/૭ | વિમળજિન દીઠાં લોયણ આજ... | ૪૫૭ પરમાત્મસ્વરૂપ પ્રદાયક ધીંગ ધણી મળ્યાનું ખુમારીભર્યું ગૌરવગાન | ૪૮૯ ૧૪/૭ | ધાર તરવારની સોહલી, અનંત ચતુષ્ક પ્રદાયક અનંતનાથ દોહલી ચઉદમા જિનતણી ચરણસેવા... | ચરણસેવા દુષ્કરતા Page #39 -------------------------------------------------------------------------- ________________ સ્તવન ક્રમાંક કડી સંખ્યા કાંક ધ્રુવ પંક્તિ | પ્રધાન સૂર પ્રધાન સૂર વિવરણ પત્રાંક ૧૫/૮ થર્મ જિનેસર ગાઉં રંગશું... ૫૨૧ ધર્મ માઁદઘાટન હૃદયચક્ષુ-ગ્રંથિભેદ જનિત સમ્યક્તથી પરમાત્મદર્શન ૧૬/૧૫ | શાંતિ જિન એક મુજ વિનતિ.... ૫૬૫ શાંતિ સ્વરૂપ પ્રાપ્તિ પ્રક્રિયા અંતર્ગત સમત્વ યોગ વિચારણા ૧૭/૯ | કુંથુજિન.! મનડું કિમી ન બાજે.. ૬૩૫ મનને નાથવાની મથામણ મનોનિગ્રહ દુષ્કરતા ૧૮| | ધરમ પરમ અરનાથનો... ૬૮૯ સ્વસમય પરસમયરૂપ આત્મધર્મની દ્રવ્ય-ગુણ-પર્યાય સાપેક્ષ સમીક્ષા ૭૫૧ ૧૯/૧૧ | સેવક કિમ અવગણીએ, હો મલ્લિ જિન ! અઢાર દોષ રહિત તુર્યાવસ્થા-ઉજાગરદશા પ્રાપ્તિ વિચારણા ૨૦/૧૦ દાર્શનિક વિચારણા ૭૯૯ મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણો. | | અક. ૨૧/૧૧ પટું દરિસણ જિન અંગ ભણીએ.. ८४४ અંગી એવા સર્વાગી જિનદર્શનના અંગ-રૂપ પદર્શન સમીક્ષા | અષ્ટ ભવાંતર વાલડી રે... : ૯૨૨ સતી રાજમતિના મુખેથી મુખરિત થતો ચેતનાનો ચેતન સાથેનો સંવાદ ૨૩/૮ ( ધ્રુવપદ રામી હો સ્વામી માહરા... ૧૦૯૬ આત્માના પરમાત્મસ્વરૂપની સ્પર્શના પૂર્વક અગુરુલઘુગુણ ગાન ૨૪/૭ | વીર જિનેશ્વર ચરણે લાગું... ૧૧૯૮ આત્માના વીરપણાંના ઓવારણા ને વધામણા ૨૫/૪ પરમાત્મમિલન તલસાટ ૧ ૨ ૨ ૬ સામાન્ય જિન સ્તવન નિરંજન નાથ મો કેસે મિલેંગે...... નિગોદથી નિર્વાણ સુધીની નય સાક્ષેપ યાત્રા | ૧૨૨૯ ૨૭ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ તત્વ વિચારણા ૧૨૪૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ હૃદય નયન નિહાળે જગધણી 1 શ્રી ઋષભદેવ જિન સ્તવને રાગ : મારુ ... “કરમ પરીક્ષા કરણ કુમાર ચાલ્યો..” એ દેશી ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીજ્યો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. ઋષભ૦૨ કોઈ કંત કારણ કાષ્ઠ ભક્ષણ કરે રે, મિલરૂં કંતને ધાય; એ મેલો નવિ કહિયે સંભવે રે, મેલો ઠામ ન ઠાય. ઋષભ૦૩ કોઇ પતિ રંજણ અતિ ઘણો તપ કરે રે, પતિરંજણ તનું તાપ; એ પતિરંજણ મેં નવિ ચિત્ત ધર્યો રે, રંજણ ધાતુ મિલાપ. ઋષભ૦૪ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આસ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ૦૫ ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદઘન પદ રેહ. ઋષભ૦૬ જે દેખાય છે એ ખરેખર નથી જ કારણકે તે વિનાશી છે અને જે નથી દેખાતું એ છે, કારણકે તે અવિનાશી છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ RUSH BH DE B H H פי आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभ-स्वामिनं स्तुम ॥ ॥१॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ નામ : ૧લા શ્રી ઋષભદેવ લાંછન : વૃષભ રાશિ ઃ ઘન ગણ : માનવ માતા : મરૂદેવા ' પિતા : નાભિરાજા ગર્ભવાસ : -૮ાાં દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વ સર્વ આયુષ્ય : ૮૪ લાખ પૂર્વ સભ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૧૩ ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર- સાથે : ઉ. અષાઢા જેઠ વ.૪ ષભદેવજી 'જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : ઉ. અષાઢા ફા. વ.૮ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : ઉ. અષાઢા હૃા. વ.૮ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : ઉ. અષાઢા મહા વ.૧ ૧ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : અભિજિત પોષ વ.૧૩ જન્મનગરી : અયોધ્યા દીક્ષાનગરી : અયોધ્યા કેવળજ્ઞાનનગરી : અયોધ્યા , નિર્વાણભૂમિ : અષ્ટાપદ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી A 2 કવિવર્ય યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજાએ વર્તમાન ચોવીશીના ચોવીશે ભગવંતોની, ચોવીશ સ્તવનો દ્વારા સ્તવના કરતાં એક એક સ્તવનમાં એક એક વાત ગૂંથી લઈને ભક્ત સાધકને, ભક્તિયોગની સાધનાનો માર્ગ, સાધ્યની પ્રાપ્તિ માટે, કંડારી આપ્યો છે. આ પ્રથમ જિનેશ્વર ભગવંત આદિનાથ દાદાની સ્તવનામાં એઓશ્રીએ “પ્રીતિયોગ” ને ગૂંચ્યો છે. વળી યોગીરાજજીએ પ્રત્યેક સ્તવનમાં તે તે તીર્થંકર ભગવંતના નામમાંથી નિષ્પન્ન થતા ભાવને તે તે સ્તવનામાં વણી લીધા છે અને નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચારેય પ્રકારના નિક્ષેપાથી પ્રભુજીની સ્તવના કરી છે. પ્રભુ અને પ્રભુતાની પ્રાપ્તિના બે માર્ગ છે. એક સાધના અને બીજી ઉપાસના. સાધનાનો માર્ગ કષ્ટ સાધ્ય છે. ઉપાસના-ભક્તિનો માર્ગ સરળ-સહેલો છે. “દં બ્રહ્માંડરિમ!” – “હું જ પરમાત્મા છું!”. “અનલહક” એટલે કે “હું (ખુદ) જ ખુદા છું !” એ સાધનાના વિકલ્પથી સ્વમાંથી સ્વત્વનું એટલે કે પરમાત્મત્વનું પ્રાગટ્ય કરવાનું છે, જેમાં ખુદની ખુદાઈ કરીને ખુદમાંથી ખુદાને બહાર લાવવાનો છે. એમાં પોતે પોતાના અહંને ઓગાળવાનો છે. જ્યારે ઉપાસનામાં હું કાંઈ જ નથી અને મારા ભગવાન, પરમાત્મા, એ સર્વેસર્વા સર્વ શક્તિમાન્ સર્વેશ્વર છે; એ વિકલ્પથી એને સ્વામીપદે કે પિતાપદે સ્થાપી ઐણભાવથી કે શિશુભાવથી સમર્પિત બની રહીને એ સર્વેસર્વા છે અને એની આગળ “હું કાંઈ જ નથી” એવા લઘુભાવે, અહં રહિત થઈને જાતને જગન્નાથને સોંપીને એનું શરણું સ્વીકારવાનું હોય છે. આ કૃપા પ્રાપ્ય કારુણ્ય મોક્ષ છે તો પૂર્વોક્ત પ્રકાર પુરુષાર્થપ્રાપ્ય સાધનાસાધિત મોક્ષ છે. સાધનામાંપુરુષાર્થમાં તો “હું કરું છું!” મારાથી થાય છે !” એવો કર્તાભાવ રહે અભય અને વરદ એ બે હાથરૂપ છે અને સુગતિ ને પ્રગતિ એ બે પગરૂપ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ [3 - હૃદય નયન નિહાળે જગધણી છે. ભક્તિમાં-ઉપાસનામાં તો “હું કાંઈ જ કરતો નથી !” ભગવાનથી થાય છે અથવા તો મારા માધ્યમથી ભગવાન કરે છે; એવા અકર્તાના ભાવ હોય છે. ભક્તહૃદયીના ભક્તહૃદયનો ધ્વનિ તો એ છે કે.. ભગવાનને જે મંજૂર તે જ મને મંજૂર !” “ભગવાનની ઇચ્છા તે જ મારી ઈચ્છા !” ભક્તને દાસ્યભાવ-તહરિભાવ હોય છે. સાધનામાં ઉપાદાનની પ્રધાનતા છે. ઉપાસનામાં નિમિત્તની પ્રધાનતા છે. દ્રવ્યાનુયોગની અપેક્ષાએ કથનમાં-વ્યવહારમાં નિમિત્તની પ્રધાનતા હોય છે. પણ કાર્યમાં-નિશ્ચયમાં ઉપાદાનની પ્રધાનતા હોય છે. પરમાત્માનું આધિપત્ય સ્વીકારી એના શરણમાં રહેવાથી પછી યોગક્ષેમની જવાબદારી એમની રહે છે, જે પ્રમાણે પત્નીની બધી જ જવાબદારી-યોગક્ષેમ પતિએ અને બાળકના યોગક્ષેમ પિતાએ વહન કરવાના હોય છે. ઋષભ જિનેસર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ.૧ શબ્દાર્થઃ જિનો (કેવળજ્ઞાની)માં પણ જે ઈશ્વર છે, એવા જિનેશ્વર ઋષભદેવ મારા પ્રિયતમ છે અને એમના સિવાય બીજા કોઈને પણ હું કંત-સ્વામી તરીકે ઈચ્છતી નથી-ચાહતી નથી. એ મારો સાહીબો પ્રસન્ન થાય તો, સંગ-સાથ ક્યારેય છોડે નહિ. સાદિ-અનંત એટલે શાશ્વતકાળ નિભાવે એવો છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ જિનેસરની જગાએ કેટલેક ઠેકાણે જિનેશ્વર શબ્દ પ્રયોગ છે. ચિંતા કોની કરવાની? સાથેને સાથે રહેનાર આત્માની કે છૂટા પડી જનાર શરીરની ? Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી આ પ્રથમ સ્તવનમાં, દેવાલયમાં સ્થાપના-નિક્ષેપે પ્રાણપ્રતિષ્ઠિત થયેલ, ઋષભદેવ પરમાત્માને પ્રીતમ તરીકે સંબોધ્યા છે અને એના દ્વારા દેહાલયમાં રહેલ શુદ્ધ-ચેતનને પ્રીતમ જણાવવા સાથે, યોગીરાજજીએ પોતાની ચેતનાને પ્રેયસીરૂપે કલ્પીને; ચેતન અને ચેતનાના રૂપક દ્વારા સાધના અને ઉપાસનાનો સુભગ સુમેળ સાધ્યો છે. આ પ્રીતમના સંબોધન દ્વારા એઓશ્રીએ પ્રેમ લક્ષણા ભક્તિયોગ સાથે પ્રીતિયોગ ગૂંથવા દ્વારા પ્રથમ સ્તવનથી ઉપાસનાયોગ સહિતના સાધનાયોગનું મંગલાચરણ કર્યું છે. મંદિરમાં ગર્ભદ્વાર એટલે ગભારામાં બિરાજમાન ભગવાન ભક્તને સંક્ત આપે છે, કે જેવો “હું ભગવાન છું એવો જ “તું” પણ ભગવાન છે, તારી જ ભીતરમાં તું છૂપાયેલો છે. એ તારા ભીતરના ભગવાનને તું પ્રગટ કર! - જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. પ્રેમલક્ષણા ભક્તિથી તું જ્ઞાનલક્ષણા ભક્તિને પામ. દર્શનને પામીને જ્ઞાનને પામ ! આ ઉપાસનાયોગમાંથી નિષ્પન્ન થતો સાધનાયોગ છે. ભગવાનની ભક્તિ કરવી છે, તો તે વ્યક્તિ પ્રીતિ વિના કઈ રીતે સંભવિત બને?. વળી પ્રીતિ પૂર્વે, પ્રીતિપાત્રના પરિચયની પણ આવશ્યકતા રહે છે. ક્રમ એવો છે કે પહેલાં પરિચય થાય, પછી પરિચયમાંથી હૃદયમાં ચાહ એટલે કે પ્રીતિ જાગે અને તે પ્રીતિ જ પછી ભક્તિરૂપે અભિવ્યક્ત થાય. પ્રીતિ એ ભીતરી ચાહના છે અને ભક્તિ એ બાહ્ય દૃશ્યરૂપ વર્તના છે. અર્થાત્ પ્રીતિ એ શ્રદ્ધા છે તો ભક્તિ એ જ્ઞાન અને વર્તનારૂપ શરીર એ દૂઘનો લોટો છે. આત્મા એ ઘીનો લોટો છે. કોને બયાવશો? કોને સાયવશો? Page #46 -------------------------------------------------------------------------- ________________ 5 - હૃદય નયન નિહાળે જગધણી ચાલના છે. એટલે કે દર્શનમાંથી ઉભવિત જ્ઞાનપૂર્વકની જ્ઞાન ક્રિયા છે. યોગીરાજ કવિવર્યનું હૃદય પોકાર કરે છે. “ઋષભ જિનેસર પ્રીતમ મારો !” જિનોમાં પણ જે ઈશ્વર છે એવો જિનેશ્વર ઋષભ એ મારો પ્રીતમ છે. વળી એ પ્રીતમની પ્રીતિ કેવી છે? તો કહે છે... “ઓર ન ચાહું રે કંત !” એ મારો પ્રીતમ છે અને એના પ્રત્યેની મારી પ્રીતિ એવી છે, કે હું એના સિવાય કોઈ ઓર, એટલે કે બીજાને મારા પતિ-નાથ-સ્વામી-ભરથાર-કંત તરીકે ચાહતી નથી. અરે! સ્વપ્ન પણ અન્ય કોઈનો વિચાર કે કલ્પના કરતી નથી. સતી સ્ત્રીને એક ભવમાં બે ભવ ન હોય. અર્થાત્ એક ભવમાં એક જ પતિ હોય અને ભવોભવ એને જ પાછી પતિ તરીકે ઈચ્છતી-ચાહતી-પ્રાર્થતી હોય. આ જ તો પ્રીતનું સત્ છે અને સતીનું સતીત્વ છે. ભગવાનના ભક્તો સતીયા હોય છે. એ વિભાવથી વિભક્ત થઈ સ્વભાવસ્વરૂપ ભગવાનથી સંયુક્ત થયા છે તેથી તો એ ભક્ત કહેવાય છે કે જે ભગવાન અને ભગવદ્ભાવ-સાથે અભેદ થવા ચાહે છે. પરમાત્મા એ જગતના જીવોનું યોગક્ષેમ કરનાર હોવાથી વૃષભ સમાન છે. તેથી તેમને “ઋષભ'નું સંબોધન કરેલ છે. કંથ, નાથ કે સ્વામી નહિ કહેતા “કંત' કહેલ છે. કારણ કે એ (ક)=કર્તાભાવમાંથી અકર્તાભાવમાં લઈ જઈ જગતના જીવોના કરવાપણાનો (અંત)=અંત લાવનારા છે અને અક્રિયપદે પ્રતિષ્ઠિત કરનારા છે. એ એવા “ઋષભ” છે કે જે આખીય અવસર્પિણિમાં ધર્મની આદિ કરી, યોગક્ષેમનો ભાર વહન કરનારા છે. એમના ગુણગાન તો વેદે પણ ગાયા છે અને નાથ સંપ્રદાયે પણ એમને “આદિનાથ'ના સંબોધનથી નવાજ્યા છે. એક જ્ઞાનીએ પણ ગાયું છે.. પ્રત્યેક બનાવમાં સમાઘાન રહે એ જ ધર્મ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી “કંત બને ભગવાન તો આવે ભવ અંત, સંત બનો તમે તો થાઓ સિદ્ધભગવંત.” સિદ્ધાવસ્થામાં અક્રિયતા છે. કાંઈ કરવાપણું હોતું નથી. તેથી જ સાધકને સંત બનીને કંત બનવાની જે સાધના ભગવાને આપી છે તે ગુપ્તિની અને કર્તા-ભોક્તાભાવ કાઢીને અકર્તા-અભોક્તા થવાની આપી છે. જ્ઞાનીને થવાપણું અને હોવાપણું હોય પણ કર્તાપણું કે ભોગવવાપણું ન હોય. તેથી જ સમવસરણની સર્વોત્કૃષ્ટ રિદ્ધિ-સિદ્ધિની વચ્ચે પણ જિનેશ્વર તીર્થકર ભગવંત વીતરાગ હોય છે, જે પરાકાષ્ટાનો વૈરાગ - પૂર્ણ વૈરાગ એટલે કે વીતરાગભાવ છે. આ ઉપાસનાયોગમાં વ્યક્ત થતો સાધનાયોગ છે. વળી આગળ કવિશ્રીનો નાભિનાદ ગુંજારવ કરે છે.... “રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે !” જે મારો પ્રીતમ છે અને જેને હું કંત તરીકે ચાહું છું, એવા ઋષભદેવ ભગવંતનો પરિચય આપતાં કવિવર્ય પ્રીતિનું કારણ જણાવે છે. આ તો શાશ્વત ગુણવૈભવ એવી ગુણસમૃદ્ધિને આપનાર માહરો એવો સાહિબો છે. એ જો રીઝે એટલે કે ખુશ થાય, તો પછી એવો તો સંગ-સાથ નિભાવનારો છે કે ઝાલેલો-પકડેલો હાથ ક્યારેય નહિ પરિહરનારો અર્થાત્ નહિ છોડનારો ભવોભવનો સદાયનો સાથી છે, અર્થાત્ શાશ્વતકાલીન સાથી છે. - આગળ કાળનું માપ એટલે કાળનો પ્રકાર જણાવતાં એઓશ્રી જણાવે છે કે “ભાગે સાદિ અનંત.” ભાંગે એટલે પ્રકારે. રીઝયો સાહિબ સાદિ-અનંત કાળ સંગને-સાથને પરિહરનાર નથી. એક વખતનો પ્રેમસંબંધ સ્થપાયો એટલે સદાકાળ માટે સ્થપાયો. એ પ્રેમમાં પછી વહેમ જે ગણીને આપે છે અને આપ્યા પછી ગણે છે, તે ગણતરીનું જ મેળવે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ 7 - હૃદય નયન નિહાળે જગધણી પણ નહિ અને રહેમ પણ નહિ. સેઈમ Same એક સરખો સંદાને માટેનો સ્થાયી પ્રેમ! સૌખ્ય સંબંધ ! કાળના ભાંગા એટલે પ્રકાર ચાર છે....... ૧) અનાદિ અનંત ૨) અનાદિ સાન્ત ૩) સાદિ સાન્ત અને ૪) સાદિ અનંત. જેની આદિ પણ નથી અને જેનો અંત પણ નથી એવી અભવિ અને જાતિભવ્યની ભવસ્થિતિનો કાળ અનાદિ-અનંત પ્રકારનો છે. જેની આદિ નથી પણ જેનો અંત આવે છે, તેવા ભવ્યાત્માઓની ભવસ્થિતિનો કાળ અનાદિ-સાન્ત પ્રકારનો છે. સંસારી જીવોની કર્મજનિત ઓદયિક અવસ્થાઓ અને સર્વ દુન્યવી ઘટનાઓ, કે જેની આદિ એટલે કે શરૂઆત . પણ છે અને જેનો છેવાડો એટલે કે અંત પણ છે, તે બધી સાદિ-સાન્ત પ્રકારની કાળસ્થિતિ છે. જ્યારે કોઈ એક સંસારી ભવ્યાત્મા જીવ મટી શિવ-પરમાત્મા થાય છે, ત્યારે શિવ થવાની આદિ હોવાથી અને તે પરમાત્મ અવસ્થાનો પછી ક્યારેય અંત થનાર નહિ હોવાથી, તે સાદિઅનંત કાળસ્થિતિ છે. ચેતન-ચેતનાનો સંબંધ તત્ત્વથી અનાદિ-અનંત હોવા છતાં આજે કર્મના ઉદયે તેમજ અજ્ઞાનતાના કારણે ચેતના એના ચેતનથી છૂટી પડી ગઈ છે અને તેથી આજે સાદિ-સાન્ત અવસ્થા અનુભવાય છે. પણ જ્યારે ચેતન પોતાના સ્વરૂપને ઓળખી તેની શ્રદ્ધા કરી પૂર્ણતાને પામે છે, ત્યારે સાદિ-સાન્ત અવસ્થાનો અંત આવે છે અને ચેતનથી છૂટી પડેલી ચેતના ફરી પાછી ચેતનમાં ભળી જાય છે. પરિણામે ચેતન-ચેતના એકરૂપતપ-ચિપ બની જાય છે અને તેથી સાદિ-અનંત સ્થિતિને પામીને ચેતન કાલાતીત-અકાલ બની જાય છે. જ્ઞાન અલ્પ ચાલે પણ શ્રદ્ધા તો પૂર્ણ જ જોઈએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી આત્મા દ્રવ્યાર્થિક નયે અનાદિ-અનંત હોવા છતાં પર્યાયાર્થિક નયે સાદિ-સાન્ત અનુભવાય છે. કારણ કે પર્યાયમાં વિકારીભાવો ભળેલા છે. એ વિકારી ભાવો સંપૂર્ણ નીકળી જાય છે ત્યારે, પરમ-શુદ્ધ અવસ્થા પ્રગટે છે. તે શુદ્ધ અવસ્થાની આદિ છે પણ તે હવે કાયમ માટે ટકનાર હોવાથી, તેનો અંત આવવાનો નથી, માટે તે અનંત છે. આમ આત્મા દ્રવ્યાર્થિક નયથી અનાદિ-અનંત હોવા છતાં પર્યાયાર્થિક નયથી વિકારના કારણે સાદિ-સાન્ત બનેલ, તે વિકારો નીકળી જતાં સાદિ-સાન્ત અવસ્થાનો અંત આવે છે અને સાદિ-અનંત એવી સિદ્ધાવસ્થા પ્રગટે છે. 8 આમ સંસાર (જગત). સાદિ-સાન્તપૂર્વક અનાદિ-અનંત હોવાના કારણે જ સાદિ-અનંત એવી મુક્તતા અનુભવાય છે. એ મુક્તતાની આદિ (પ્રારંભ) તો છે પણ તેનો અંત નથી માટે મુક્તાવસ્થા (સિદ્ધાવસ્થા) સાદિ-અનંત છે. વાત થોડી અઘરી છે પણ જો સમજાઈ જાય તો સ્વરૂપ આવામાં ખૂબ ઉપયોગી છે. જીવ માત્ર એવા ઈષ્ટ સંયોગ સંબંધને ઈચ્છે છે કે જેની શરૂઆત તો હોય પણ તેનો ક્યારેય અંત નહિ આવે. અર્થાત્ માંગ-ઈચ્છા-ચાહ નિત્યતાની છે, જે મોક્ષ થતાં સિદ્ધાવસ્થામાં જ પૂરી થાય એમ છે. અન્ય દર્શનમાં શંકર પત્ની ઉમા-પાર્વતીજી અને કૃષ્ણભક્ત મીરાની પણ પુકાર હતી કે.... કોટિ જન્મ લગી ૨૮ હુ હમારી, વરો શંભું ન તો રહુ કુમારી. -પાર્વતીજી (આ રટને કારણે જ પાર્વતીજી ‘ઉમા’ કહેવાયા છે.) આત્મવિસ્મૃતિ - પરમાત્મ વિસ્મૃતિ એટલે ભાવ મરણ. Page #50 -------------------------------------------------------------------------- ________________ 9 - હૃદય નયન નિહાળે જગધણી સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું; તેને તુચ્છ કરીને ફરીએ રે ! મોહન મારા; પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ એવાતણ મારું; રાંડવાનો આવે નહિ વારો રે ! મોહન પ્યારા ! મીરાબાઇ અહીં કવિરાજ પોતાની આંતર-ચેતનાને ઐણભાવથી ભાવિત કરીને ભીતરમાં ચેતન જે સત્તાગત પરમાત્મા-સ્વરૂપે રહેલ છે, તેને સંબોધન કરીને કહે છે કે હે ઋષભ ! હે ભગવાન આત્મા! આપ મારા એવા કંત-સ્વામી છો કે જે કદીય મારો સાથ છોડતા નથી, તેવા આપની સાથે આપ જેવી થઈને, આપના જેવી બની જઈને એટલે કે જેવો ચેતન છે - જેવું દ્રવ્ય છે, એવી મારી પર્યાયને હું જો શુદ્ધ, પૂર્ણ, સ્થિર, અક્રય બનાવી દઉં તો પછી પાછી ક્યારેય અશુદ્ધ, અપૂર્ણ ન થાઉં એવા એકરૂપ - સમરૂપ-તતૂપ-ચિતૂપ સંબંધને પામું! . સ્તવનની આ પહેલી કડીમાં કવિવર્યનું કહેવાનું તાત્પર્ય એ છે કે દેવાલયમાં રહેલ આ ઋષભદેવ અને દેહાલયમાં ભીતર બિરાજેલ ભગવાન આત્મા, ચેતન, એ એવો ભગવાન છે કે જેનો પરિચય કરી, પ્રીતિ જોડીને ભક્તિ કરવાથી, એ ભગવાન રીઝે તો, એ સાહીબો એવી સુખસાહીબી આપે છે કે એના સુખપૂર્ણ સથવારાનો ક્યારેય અંત ન આવે તેવો સાદિઅનંત પ્રકારનો શાશ્વત સિદ્ધાવસ્થાનો સાથ પ્રાપ્ત થાય છે. એક કવિહૃદયી, જ્ઞાની, ભક્ત જણાવે છે કે વિનાશીની પ્રીતિભક્તિ વિનાશી બનાવે છે અને અવિનાશીની પ્રીતિ-ભક્તિ અવિનાશી બનાવે છે. જો વિનાશી એવા પુલના રાગે કરીને કે પછી એના અભાવ યા વિયોગે કરીને જીવને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થતું હોય, તો પછી માનવમાંથી દેવ બનવું સહેલું છે પણ દેવમાંથી માનવ બનવું દુષ્કર છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી 10 અવિનાશી એવા પ્રભુ પરમાત્માના વિયોગની વિરહવેદનામાં ધર્મધ્યાન અને આગળ વધતા શુક્લધ્યાનમાં ચઢી જવાય એમાં કાંઈ નવાઈ નથી. એનું જ્વલંત ઉદાહરણ સ્વયં ઋષભદેવના માતાજી મરૂદેવામાતા અને વર્તમાનશાસનપતિ, પ્રભુ વીરના પરમ-વિનીત પ્રથમ શિષ્ય, પરમગુરુ ગૌતમ ગણધર ભગવંત છે. આ બંને ભવ્યાત્માઓ અવિનાશી એવા ભગવાન માટે રડ્યાં. રડવું એ સામાન્યથી આર્તધ્યાન કહેવાય છે તો પણ આશયની શુદ્ધતા હોવાથી અથવા તો રૂદનનો વિષય ઉચ્ચ હોવાથી તેઓ રડવા છતાંય ધર્મધ્યાનની ધારાએ ચઢી શુક્લધ્યાનના શિખરે પહોંચ્યા અને અવિનાશી બન્યા. અર્થાત્ કૈવલ્યને અને સિદ્ધત્વને પામ્યા ! માટે તો જ્ઞાનીઓ કહે છે. “વિનાશી સાથેનું જોડાણ વિનાશી બનાવે અને અવિનાશી સાથેનું જોડાણ અવિનાશી બનાવે.’’ “જડની પ્રીતિ જડ બનાવે અને ચેતનની પ્રીતિ ચેતન બનાવે’’ પ્રભુભક્તિ તો મરૂદેવા માતા, ગૌતમ ગણધર, રેવતી, સુલસા, શ્રેણિક બનીને કરવાની છે; જેના માટે ચંદનબાળા, મરુદેવામાતા, ગૌતમસ્વામીજી જેવું રૂદન જોઈશે. શ્રીમદ્ આનંદઘનજી જેવો ઝુરાપો જોઈશે. અન્યદર્શનના ચૈતન્ય-મહાપ્રભુ અને રામકૃષ્ણ પરમહંસમાં પણ પ્રભુપ્રાપ્તિની અનન્ય તડપન જોવા મળે છે. જો અન્યદર્શનીમાં આવી તડપન હોય તો વીતરાગ સર્વજ્ઞના અનુયાયીમાં તો કંઈ ગણી અધિક તડપન હોવી જોઈએ. સંસારની એટલે કે અસત્ની રિચ છે, તે સત્ એવા પરમાત્મસ્વરૂપની રૂચિમાં પલટાવી જોઈશે. જ્યાં રૂચિ-ગમો છે, જેની રૂચિ-ગમો છે, જેવી જેને (આત્માને) એક ક્ષણ ભૂલવાનો નથી તેને આખા દિવસમાં એક ક્ષણ પણ યાદ કરતા નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ 11 હૃદય નયન નિહાળે જગધણી રૂચિ-ગમો છે, ત્યાં, તેની તરફ, તેવું ગમન થાય છે. જ્યાં ગમન છે ત્યાં નમન છે અને તે ગમન પ્રમાણેનું પરિણમન છે. दधि मधुरं मधु मधुरं द्राक्षा मधुरा सुधापि मधुरैव। तस्य तदेव हि मधुरं यस्य मनो यत्र संलग्नम् ।। પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ને કોય; પ્રીત સગાઈ રે નિરુપધિક કહી રે, સોપાધિક ધન ખોય. ઋષભ.૨ શબ્દાર્થ : સંસારમાં પતિપત્નીના સંબંધરૂપે થઈને પુત્રપુત્રીનો વિવાહ કરી સગાઈ સંબંધ સહુ કોઈ કરે છે; પણ તે રીતે કરેલી સગાઈ ખરેખરી પ્રીતસગાઈ નથી. કેમકે જ્ઞાનીઓ તો નિરૂપાધિક પ્રીતસગાઈને જ પ્રીતસગાઈ કહે છે. સાંસારિક પ્રીતસગાઈ તો સોપાધિક છે, કે જેમાં આત્મઋદ્ધિરૂપ પોતાનું આત્મધન ખોવાઈ જતું હોય છે અને ખવાઈ જતું હોય છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ જેને પ્રીતમ માની કંત તરીકે ચાહ્યો છે, જે સાહિબાની સાદિ-અનંત એવી સાહ્યબી માણવાના કોડ જાગ્યા છે, ચાહત જાગી છે અને લગન લાગી છે, એની સાથે સગાઈ કરવી જોઈશે અને સંબંધ બાંધવો જોઈશે. તેથી હવે કવિશ્રી એ સગાઈ કેવી હોવી જોઈશે એની વાત આ બીજી કડીમાં કરે છે. પ્રીતસગાઈ આ સંસારમાં કોણ નથી કરતું? સહુ કોઈ એટલે બધા જ આ જગમાં અર્થાત્ સંસારમાં પ્રીતિ કરે છે. કવિશ્રીને, સહુ લોક કરે છે, એવી લૌકિક પ્રીતસગાઈની કામના નથી કારણ કે એમાં માત્ર સગાઈસંબંધના બંધનો છે પણ પ્રીતિ નથી, તેથી તે કાંઈ પ્રીત સગાઈ નથી. એ તો આકર્ષણ-આસક્તિ છે એટલે કે બંધાવાપણું છે. અપાકર્ષણ હોય તો 0 ... - જેનાથી યેતના મૂર્ણિત થાય તે પ્રમાદ ! Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી A 12 છૂટવાપણું થાય. એ બધાં તો રાગીના રાગના પ્રેર્યા રાગભર્યા પૂર્વ ઋણાનુબંધ એટલે કે પૂર્વ કર્મ અનુસારના લેણદેણના સંબંધો છે. એ રાગને દ્વેષમાં પલટાતા વાર લાગતી નથી, માટે એ બનનારા, ફરનારા, તૂટનારા અને ખતમ થનારા, છૂટી જનારા સાદિ-સાન્ત એવા વિનાશી પરાધીન સંબંધો છે. સ્ત્રી અને પુરુષ-પતિ અને પત્ની ગમે તેટલા એકમેક માટે મરતા હોય તો પણ ક્યારેય અભેદ થઈ શકતા નથી. મરણ એમને છૂટા પાડ્યા વિના રહેતું નથી અને પુનર્મિલન થવાનું શક્ય હોતું નથી. તો કેવાં સંબંધો હોવા જોઈએ? કેવી પ્રીતસગાઈ હોવી જોઈશે? એના સમાધાનમાં કવિરાજ કહે છે કે આ સાંસારિક પ્રીતસગાઈના સંબંધો તો સંસારની દેહ ધર્યાની એક ઉપાધિ તો છે જ અને એ ઉપાધિને વકરાવનારી, વધારનારી બીજી ઉપાધિ વહોરવા જેવાં ઉપાધિ સહિતના સોપાધિક સંબંધો છે. આકર્ષણ-આસક્તિ થઈ-પ્રીત થઈ, લગન લાગી - અને લગન કર્યા તો એકમાંથી બે થયા અને પછી બેમાંથી બાર થયા. જેની સાથે બંધાઈએ તેના પૂરતું જ કાંઈ બંધન સીમિત રહેતું નથી. એની સાથે બંધાવાથી એ જેની સાથે બંધાયેલ છે, તે બધાં બંધનો પણ એની સાથેના - બંધનથી કોટે વળગે છે. પતિ થવાની સાથે જમાઈ, માસા, ફુઆ, સાટુ થવું પડે છે અને પત્ની થવાની સાથે વહુ, ભાભી, મામી, કાકી, દેરાણી, જેઠાણી થવું પડે છે. ઉપાધિની જાળમાં ફસાવા જેવું અને નવી-નવી ઉપાધિ પુત્ર-પુત્રી, પૌત્ર-પૌત્રી, આદિની ઊભી કરવા જેવું થાય છે. એક એવા એ આત્માએ અદ્વૈતમાં જવાને બદલે દ્વૈતમાં જઈ અનેક રૂપો ધારણ કરવા પડે છે. સંસાર એ આત્માના અજ્ઞાનથી ઊભો થયેલ બહુરૂપીનો સ્વાંગ છે એટલે કે વેશ છે, જેમાં સ્વ છૂપાઈ ગયો છે-દટાઈ ગયો છેદફનાઈ ગયો છે, જેથી એમાં પોતાપણું અને પોતાના આત્મિક ધન, વિષય, કષાય, વિકથા, નિદ્રા, મદ્યપાન એ પ્રમાદ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ 13 - હૃદય નયન નિહાળે જગધણી આત્મવેભવ, આત્મસંપદા, આત્મસુખને ખોઈને એટલે કે ગુમાવીને, પર વસ્તુ અને પર વ્યક્તિની પળોજણમાં પડવાનું થાય છે. જેમાં આધિવ્યાધિ અને ઉપાધિની રીબામણ છે. યોગીરાજજીને આવું આત્મધન જ્યાં ખોવાઈ જતું હોય, લૂંટાઈ જતું હોય, તેવી સોપાધિક પ્રીતસગાઈ ઈષ્ટ નથી. એઓશ્રીને તો કાયમ માટે, સાદિ-અનંત શાશ્વતકાળ માટે કરવાપણાની મજૂરીમાંથી છોડાવનારી અને નિશ્ચયના મહેલમાં ઝુલાવનારી અક્રિયતાની શેઠાઈસાહેબી જોઈએ છે. પ્રેમ તો વીતરાગતાપૂર્વકનો અને વીતરાગતા પ્રેમપૂર્વકની વ્યાપક હોય છે. સાંસારિક સંબંધો એ મોહરંજિત મોડસંબંધે હોય છે કે જે મોહમાં સ્વાર્થતા-સીમિતતા-સંકુચિતતા હોય છે. મોહની વ્યાપકતા જ પ્રેમ છે અને પ્રેમની સંકુચિતતા જ મોહ છે. * સાંસારિક સોપાધિક સંબંધોમાં એકમેકને અરસપરસ અપેક્ષા હોવાથી તે સાપેક્ષ સંબંધો છે. જ્યારે આધ્યાત્મિક-આત્મિક સંબંધો, સાપેક્ષમાંથી નિરપેક્ષમાં લઈ જનારા, લોકોત્તર નિરૂપાધિક સંબંધો છે જે અપવર્ગને અપાવનારા છે. શાસ્ત્રોમાં મોક્ષને અપવર્ગ-અપ'વર્ગ એટલા માટે કહ્યો છે કે તેમાં બારાખડીનો “પ” વર્ગ એટલે કે પ, ફ, બ, ભ, મ, વ નથી. “પ” એટલે પાપ, “ફ' એટલે ફીકર અથવા ફલીકરણ એટલે જન્મ, “બ” એટલે બિમારી, “ભ' એટલે ભય, “મ' એટલે મૃત્યુ અને વ એટલે વૃદ્ધાવસ્થા આ છ ઓસ્ય વ્યંજન જ્યાં નથી તે અપવર્ગ કહેતાં મોક્ષ છે. આ છે જ્યાં છે ત્યાં સંસાર છે અને તેથી જ સંસાર દુઃખરૂપ છે. અને જે દુઃખરૂપ હોય તે દુઃખફલક ને દુઃખાનુબંધી હોય જ એમાં કોઈ શંકા કરવા જેવું નથી. મનુષ્ય ગતિ, મનુષ્ય ભવ એ ઘર્મની મોસમ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી ક 14 આ તો પોતાના પોતાની સાથેના, ચેતનાના ચેતનની સાથેના, પર્યાયના શુદ્ધ-દ્રવ્યની સાથેના આત્મિક સંબંધની વાત છે કે જે સંબંધ નિયમ નિરૂપાધિક જ હોય. એ તો પ્રાપ્તની જ પ્રાપ્તિરૂપ છે અને તેથી તે ભાવનો ભાવ છે. સાંસારિક સોપાધિક સંબંધમાં સ્વનું પર પ્રતિ બેચાણ છે જે અપ્રાપ્તની પ્રાપ્તિ અને અભાવનો ભાવ છે, જે કાળક્રમે કરીને અમાપ્તમાં-અભાવમાં પરિણમતો હોવાથી એ સોપાધિક છે અને એમાં જે પ્રીતિ છે તે અપ્રીતિમાં પરિણમનાર હોવાથી એ સગાઈમાં પ્રીતિ ખરેખર છે જ નહિ. તેથી જ તો દેવચંદ્રજી મહારાજાએ પણ ઋષભ જિનેશ્વરની સ્તવના કરતાં ગાયું કે... પ્રીત કરે તે રાગિયા, જિનવરજી હો તુમે તો વીતરાગ; પ્રીતડી જે અરાગીથી, ભેળવવી હો તે લોકોત્તર માર્ગ. 8.૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિવિષ પ્રીતડી, કિણભાતે હો કહો બને રે બનાવ. 8.૪ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એક પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. ઋ.પ સાંસારિક લૌકિક પ્રીતિ કેવી ઝેરીલી અને સોપાધિક છે તેનું જ્વલંત દૃષ્ટાંત રાવણનું છે. પર એવી પારકી જણસને પોતાની કરનારા વ્યવહારક્ષેત્રે જેલની સજા પામે છે અને આધ્યાત્મિકક્ષેત્રે નરકગામી બને છે. જે “સ્વ” હોય તે કદી “પર” થાય નહિ અને જે “પર” હોય તે કદી “સ્વ” થાય નહિ. કંદર્પને વશ થઈ પારકી એવી સીતાને વશ કરવા જતાં રાવણે યુદ્ધ જેને જીવતાં આવડે તેને મરતાં પણ આવડે જ. Page #56 -------------------------------------------------------------------------- ________________ 15 : હૃદય નયન નિહાળે જગધણી કરી અનેક માનવી અને પશુઓનો સંહાર કર્યો. દર્પને વશ થઈ એક હસ્તિનાપુરની રાજગાદીના લોભે દુર્યોધને મહાભારતનું ભીષણ યુદ્ધ કર્યું. અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો. આખા કૌરવકુળનો અંત આણ્યો અને અંતે આ બંને રામાયણ અને મહાભારતના ખલનાયકો નરકે સિધાવ્યા. - પતિ-પત્નીરૂપે બાંધેલી મર્યાદાવાળી સગાઈને જીવ પ્રેમ માની સમય પસાર કરે છે. એ સંબંધને નિભાવવા રાત દિ અનેક પ્રકારના સાચા- . જૂઠા, કુડ-કપટ, વિગેરે પાપકર્મો કરે છે. એના કારણે અનંતકાળ ચાલે એટલો કર્મનો જથ્થો ભેગો કરે છે. આવું અનેક પ્રકારનું ઉપાધિમય જીવન આત્માના પરમાનંદરૂપ ખજાનાને ઉધઈના કીડાની જેમ કોરી ખાય છે. . માનવભવનું ભેગું થયેલું પુણ્ય ખાલી થતું જાય છે. તેથી જ્ઞાની પુરુષ સમાર એવા જીવને સમજાવે છે કે – હે આત્મન્ ! મૂઢતાને છોડ, પામરતાને તોડ, માનને મોડ અને પ્રભુભક્તિમાં તારા પ્રેમને જોડ! રાગ અને મોહનું પાત્ર વસ્તુ અને વ્યક્તિ છે તે પાત્ર બદલ! રાગ અને મોકનું પાત્ર પરમાત્માને બનાવ તો રાગ અનુરાગમાં અને મોહ પ્રેમમાં પલટાશે. તારી નિરૂપાધિક દશાને શોધ. આધિ-વ્યાધિ-ઉપાધિ એ બધી પ્રકૃતિની અવસ્થા છે. તું શુદ્ધાત્મા એનાથી તદ્દન જુદો છે. પુદ્ગલ વિનાશી છે અને તું અવિનાશી છે. “વપુ વિનાશી તું અવિનાશી” “યા પુદ્ગલકા ક્યા વિસવાસા, હે સુપનેકા વાસારે; ચમત્કાર બિજલી દે જૈસા, પાની બીચ પતાસા.” તારો અને એનો ક્યાંય મેળ મળે એમ નથી. સંસારી પ્રીતમાં પ્રેમ નથી મોહ છે, ચાહે છે, માંગ છે. પ્રેમમાં ત્યાગ કાર્યમાં નિષ્ફળતા મળે તો પણ મન બગડવા નહિ દેવું અને પરમાત્માની લગન છૂટવા નહિ દેવી. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી 16 છે, સમર્પણ છે. સોપાધિક પ્રીતિમાં આત્માનું સંતોષધન, સમતા-સમાધિનું આત્મધન ખોવાય છે. આત્મા ગુણોથી ખાલી થાય છે. ગુણો દબાય છે અને દોષો ઉભરાય છે. સોપાધિક પ્રીતિથી ચક્રવર્તી બ્રહ્મદત્ત અને તેનું સ્ત્રીરત્ન કુરૂમતી બંને નરકમાં ગયા છે અને આજે ત્યાં બંને એક બીજાના નામની બૂમો પાડે છે પણ હવે ત્યાં ઉપાય શું? કોઈ કંત કારણ કાષ્ઠ ભક્ષણ કરે રે, મિલક્યું કંતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય. ઋષભ.૩ ‘મેળો’ની જગાએ ‘મેલો’ અને ‘કહિયે’ની જગાએ ‘કઈયે’ એવો કેટલેક ઠેકાણે શબ્દપ્રયોગ-પાઠાંતર મળે છે. શબ્દાર્થ : કેટલીક સ્ત્રીઓ દોડીને જલ્દીથી પતિનો ફરી મેળાપ કરવા માટે કાષ્ટભક્ષણ કરે છે એટલે કે ચિતા પર ચઢી પતિ પાછળ સતી થાય છે. અથવા તો ચેતન સાથેના શીઘ્ર મેળાપ માટે થઈને કેટલીક વ્યક્તિઓ કાષ્ટભંક્ષણ કરવારૂપ પંચાગ્નિના આકરા તપ તપે છે. પરંતુ મળવાના ચોક્કસ ઠામ ઠેકાણા નહિ હોવાથી એ મેળો-મિલાપ કદી સંભવિત થતો નથી. લક્ષ્યાર્થ-વિવેચન : ભવાંત કરનારા કંતને પામવો છે. તેને માટે કેટલાંક કાષ્ઠભક્ષણ એટલે કે પંચાગ્નિ તપ તપે છે, કાશીએ જઇ કરવત મૂકાવે છે, ગંગામાં જલસમાધિ લે છે, હિમાલય જઈ હેમાળે શરીરને ગાળે છે કે જેથી ધાયને એટલે કે દોડી જઈને જલ્દીમાં જલ્દી કંતને મિલસ્યું એટલે કે મળી શકીશું. આ બધી અજ્ઞાનમૂલક, અજ્ઞાનસૂચક અજ્ઞાન ક્રિયા છે. તેમની આ ક્રિયા એમની ‘શરીરમાદ્યું હતુ ધર્મસાધનમ્'' ની વાતો સાથે સુસંગત નથી. ઉપયોગનો ઉપયોગ છે કે ઉપયોગનો દુરુપયોગ છે? વિયારો? Page #58 -------------------------------------------------------------------------- ________________ 17 હૃદય નયન નિહાળે જગધણી મળેલ સંજ્ઞીપણું અને પાંચેય ઈન્દ્રિય પરિપૂર્ણ માનવ શરીર તો આત્મધર્મનેપરમાત્મસ્વરૂપને પામવાને બહુ-બહુ પુણ્યરાશિએ પ્રાપ્ત થયેલ સાધન છે. ફળ પાકી જતાં તે ડીંટાથી કે શાખાથી આપોઆપ છૂટી જતું હોય છે એમ સાધ્યની પ્રાપ્તિ પછી નિર્વાણ થયેથી શરીર તો આપોઆપ સહજ છૂટું પડી જતું હોય છે. શરીરનો નાશ નથી કરવાનો. હા! અવસર આવે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિવેકપૂર્વક અનશન કરી શરીરનો ઉત્સર્ગ એટલે કે ત્યાગ કરી શકાય છે. દેહમાં જ રહીને દેહના મોહ એટલે કે દેહભાવનો ત્યાગ કરી વિદેહી બનીને નિર્વાણ પ્રાપ્ત કરી અદેહી-અશરી-અયોગી થવાનું હોય છે. આત્માના પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ દેહત્યાગથી નથી પણ દેહમોહ ત્યાગથી છે. એટલે કે દેહભાવના ત્યાગથી છે. દેહ છૂટે તે પહેલાં દેહપણું છૂટી જવું જોઈશે: - નિર્વાણ થયેથી જ કંત ઋષભદેવ જે સિદ્ધાવસ્થાને પામ્યા છે, તેવી જ સિદ્ધાવસ્થાને પામીને એમનો અને આપણો મેળ બેસાડી શકીએ એમ છીએ. બાકી અજ્ઞાનક્રિયાથી કોઈપણ કાળે ભવભ્રમણમાંથી મુક્તિ નથી, ઠામ ઠામ ભટકવાનું જ છે. સ્વધામમાં ઠરીઠામ થયા વિના “કઈયે” એટલે કે કદીએ કોઈ કાળે મેળ પડે એમ નથી – મેળાપ થાય તેમ નથી. મેળો-ભેટો-મિલાપ સંભવિત જ નથી; એમ કહીએ (કઈયે કે કહિયે) તો ચાલે એમ છે. પૂર્વકાળમાં જ્યારે આતતાયીના આક્રમણો થતાં હતા અને વટાળ પ્રવૃત્તિનું બહુ જોર હતું ત્યારે ખાસ કરીને મોગલકાળમાં રાજસ્થાન પ્રદેશમાં શીલરક્ષાના હેતુથી સતી થવાનો રીવાજ હતો. તેને અનુલક્ષીને “કાષ્ઠભક્ષણ'નો અર્થ પતિની પાછળ પત્નીના સતી થવાની પ્રચલિત વાત કરીએ, તો તેમાંય પતિ પાછળ સતી થનારને પતિનો પાછો મેળ લેવાથી લેવાઈ જવાય જ્યારે આપવાથી છૂટા પડી જવાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી 18 પડશે કે કેમ તે કહી શકાય એમ નથી. પતિની મરતી વખતે શું મતિ હતી તે જાણી શકાય એમ નથી. મતિ પ્રમાણે ગતિ હોય છે. પતિની પાછળ સતી થનારી પત્નીની મતિ અને મૃત-પતિની મતિનો મેળ મળે એમ નથી. પરિણામે પતિની ગતિ એની મતિ પ્રમાણે ક્યાંક થાય છે તો સતી થનારી પત્નીની ગતિ એની મતિ પ્રમાણે ક્યાંક અન્ય ઠેકાણે થાય છે. એટલે બનેના ઠામ ઠેકાણા જુદા જુદા હોય છે. ભવભ્રમણ કરનારા કોઈના કાયમી ઠામઠેકાણા હોતા નથી, તો તેને શોધવા ક્યાં જવું અને કેમ મળવું? જેનું કોઈ કાયમી સરનામું-ઠામ ઠેકાણું હોય, જે પોતાના સ્વદેશમાં સ્વધામમાં સ્થાયી હોય તો તેનો પત્તો લાગે અને તેને મળી શકાય. બાકી પરદેશમાં પરધામમાં ઠામ-ઠામ ભટક-ભટક કરનાર હોય એની સાથે કદીયે ભેટો સંભવિત થતો નથી. વળી પતિ-પત્નીનો સંબંધ કર્મના ઉદયથી જોડાયેલો અને અજ્ઞાનથી ઊભો થયેલો છે જેમાં વિવેક નથી. જિન શાસનમાં નિશ્ચયવ્યવહાર, જ્ઞાન-ક્રિયા, ઉત્સર્ગ-અપવાદ, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિકનય, દ્રવ્ય-ભાવ, ઉભય-પક્ષીય વિચારણા અને પ્રરૂપણા છે. તેમાં કોઈ મુખ્ય કે ગૌણ નથી. પરંતુ એમાં વિવેક રાખવો તે મુખ્ય છે. વિવેક ચૂકાય તો વિભાવમાં સરી પડાય અને વિવેક સચવાય તો ઉત્સર્ગ હોય કે અપવાદ, તે વિવેક જ વિભુપદે એટલે કે પ્રભુપદે પહોંચાડે. આ મહારાજા શ્રેણીક અને મહારાણી ચેલ્લણા તથા કૃષ્ણ વાસુદેવ અને એમની આઠ પટરાણીનો મેળ ક્યાં પડ્યો? એકબીજાના ચાહક એવાં બ્રહ્મદત્ત ચક્રવર્તી અને એની રાણી કુરુમતી આજેય અનુક્રમે સાતમી અને છઠ્ઠી નરકમાં એકબીજાને માટે વલખે છે અને પોકાર પાડે છે. પરંતુ મળી શકતા નથી. ગુણ જ ઘર્મ છે અને દોષ જ અધર્મ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ 19 હૃદય નયન નિહાળે જગધણી 5 કોઈ પતિ રંજણ અતિ ઘણો તપ કરે રે, પતિ રંજણ તનું તાપ, એ પતિરંજણ મેં નવિ ચિત્ત ધર્યો રે, રંજણ ધાતુ મિલાપ, ઋષભ,૪ મેવાડી ભાષા અનુસારે ‘રંજણ’ શબ્દપ્રયોગ છે જેનું પાઠાંતર ‘રંજન’ છે. ‘તનું તાપ’નું પાઠાંતર ‘તન તાપ છે' અને ‘ચિત્ત ધર્યો' એ મેવાડી ભાષા પ્રયોગ છે જેનું પાઠાંતર ‘ચિત્ત ધર્યું' છે. શબ્દાર્થ : કેટલીક સ્ત્રીઓ પતિની પ્રસન્નતા માટે ખૂબ તપ તપે છે પણ પતિરંજન માટે કરાતો એવો તપ એ તનતાપ એટલે કે.કાયકષ્ટકાયકલેશ જ છે. એવું પતિરંજન કરવાનું મેં ચિત્તમાં ધાર્યું નથી. મારે મન તો ધાતુ મેળાપ-વસ્તુથી વસ્તુનો મેળાપ-મૂળનું મૂળથી મળવાપણું એ ખરું રંજન-ખરી પ્રસન્નતા છે. 00 લક્ષ્યાર્થ-વિવેચન : જે પતિ સાથે પ્રીત સગાઈ કરી છે, તેની સાથે સાદિ-અનંત, શાશ્વતકાલીન મેળ પાડવો છે. ભક્ત અને ભગવાનનું મિલન કરવું છે. ચેતનાએ ચેતનથી અભેદ થવું છે. એ મેળ કેમ પડે ? એ અભેદ કેમ સિદ્ધ થાય ? તો એ મેળ પાડવા કવિરાજ કહે છે કે પતિ રંજન કરવું. પતિરંજન કરવા કોઈ અતિ, ઘણો તપ કરે છે એટલે કે અતિ આકરા તપ તપે છે. પતિને કાયમ માટે આકર્ષિત કરવા એટલે કે ખેંચાયેલો મોહિત રાખવા સ્ત્રી-પત્ની પોતાની કાયાને દેખાવડી ખૂબસુરત રાખવા મથે છે. એ માટે ખાવાપીવામાં ચરી પાળે છે. ડાયેટીંગ કરે છે. કાયાની સુંદરતા અને સપ્રમાણતા જાળવવા ગર્ભધારણ કરવાનું પણ ટાળે છે. નીત નવનવા સાજ શણગાર, વેશભૂષાથી જાતને સુશોભિત કરે છે. મેકઅપ કરે છે. પાઉડર, લાલી, લીપસ્ટીક, મહેંદી, આદિથી શરીરના ગુણ-દોષથી અપાતી ધર્મ-અધર્મની સમજ સર્વ ગ્રાહ્ય અને સર્વ સ્વીકૃત બને છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી - 20 રંગરોગાન કરે છે. બ્યુટીપાર્લરમાં જઈ પેડીક્યોર, ફેસિયલ, મસાજ, આદિના અવનવા નુસખાના અખતરા કરે છે. વટ સાવિત્રી, કડવા ચોથ, અલુણા, આદિના વ્રત રાખે છે. પતિના ભોજન પછી જ પતિની થાળીનું વધ્યું પ્રસાદરૂપે આરોગે છે. ચરણચંપી, અંગમર્દન, આદિથી પતિસેવા કરે છે. પતિનું મનોરંજન કરવા ગાન, વાદન, નૃત્યાદિ કરે છે. સંસારીના સંસારક્ષેત્રે પતિરંજનના આવા બધા ચાળા એ માત્ર “તનું તાપ' એટલે કે તન તાપકાયકષ્ટ જ છે. યોગીવર્ય કવિશ્રી કહે છે... “એ પતિરંજણ મેં નવિ ચિત્ત ધર્યો રે.” મારા ચિત્તે કાંઈ આવા પ્રકારે પતિરંજન કરવાનું ધાર્યું નથી. “રંજણ ધાતુમિલાપ.મારે મન તો રંજન, રોમાંચ એમાં છે કે જેમાં ધાતુમિલાપ હોય. કાયાથી કાયાનું મિલન એ તો દૈહિક મિલન છે. એ સંયોગાધીન, કર્માધીન છે. એમાં તો કાયાના કામણ ઓસરતાં-ઓછા થતાં તેમાં તરતમતા આવવાની, વિખૂટા પડી જવાની અને મિલાપ વિલાપમાં પલટાવાની સંભાવનાઓ ધણી છે. કાયા કદી એવી ને એવી રહેતી નથી, કાયા રોગનું ઘર છે. એટલે ક્યારે કયો રોગ ઊભરી આવશે અને કાયાને પટકશે તે કહેવાય એવું નથી. વળી ઘડપણ આવતા કાયા જર્જરીત થઈ જઈ એનું સૌંદર્ય અને કૌવત ગુમાવી બેસે છે. કાયાથી પ્રાપ્ત થતું સંસારીઓનું અબ્રહ્મના સેવનથી પ્રાપ્ત થતું સંસારસુખ એ અબ્રહ્માનંદ છે, જે ક્ષણિક, પરાધીન અને અસ્થાયી છે. એ સંતૃપ્ત, પૂર્ણકામ, બનાવવાને બદલે અતૃપ્તિને ભડકાવે છે. સંસારી જીવ સંસારમાં એની તલપની તૃપ્તિ માટે જાત-જાતના તપ તપતો જ આવ્યો છે. સંસારીને એના દુઃખમય કે કહેવાતા આભાસી સુખમય સંસારને ચલાવવા પણ કેટકેટલા અને કેવા-કેવા જાત જાતના કષ્ટો સહન કરવા પડતા હોય છે. જ્ઞાની તો મુક્ત રહીને, મુક્ત રાખીને, મુક્તપણે મુક્તિની જ વાતો કરે. Page #62 -------------------------------------------------------------------------- ________________ 21 - હૃદય નયન નિહાળે જગધણી - ધાતુ એટલે Root મૂળ, અંતરતમ ટીમ્બર. ધાતુનું ધાતુથી, મૂળનું મૂળથી, અંતરનું અંતરથી, સ્વભાવનું સ્વભાવથી મળવાપણું જ મેળ, મિલન, મિલાપ છે. એ મળેલાને મળેલાં, ભળેલાં, ગળેલાં રાખે છે. એ જ લગનનું સાચું ગલન છે. અધ્યાત્મક્ષેત્રે ચેતનાનું ચેતન સાથે, ભક્તનું ભગવાન સાથે અને કર્મયોગીનું કાર્ય સાથે જે મિલન છે, તે પણ ધાતુનું ધાતુની સાથેનું મિલન છે અને તે ધાતુમિલાપ છે. કોઈપણ કારણે વસ્તુ એના મૌલિક ગુણોથી યૂત થઈ હોય ત્યારે તેને ધાતુભ્રષ્ટ કહેવાય છે, જેમ સ્ત્રી આદિના ચિત્રો જોઈને કે સાક્ષાત્ સ્ત્રીના દર્શનથી કામુક થઈને વીર્યનું સ્મલન કરનારો વીર્યભ્રષ્ટ કહેવાય છે; ધનનો દુરુપયોગ કરનારો અને ધનને સપ્ત વ્યસનમાં વેડફનારો. અર્થભ્રષ્ટ કહેવાય છે. એમ નિરંતર ભોગવિલાસમાં ચકનાચૂર થઈ મરનારો અંતે ભોગભ્રષ્ટ કહેવાય છે. તેવી રીતે પોતાની જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ધાતુઓને વિકારીભાવો સાથે જોડનારો ગુણભ્રષ્ટ કહેવાય છે અને અભક્ષ્ય-અનંતકાય-માંસાહારનું સેવન કરનારો તપોભ્રષ્ટ કહેવાય છે. ' , - આ રીતે પોતાના મૌલિક ગુણધર્મોથી યૂત થયેલ વસ્તુ ફરીથી પાછી પોતાના મૂળભૂત સ્વરૂપમાં આવી જાય છે ત્યારે તે ધાતુમિલાપ કહેવાય છે. આવો ધાતુમિલાપ થતાં ચિત્ત પ્રસન્નતાને પામે છે, જે આત્માનંદની પ્રાપ્તિનું કારણ બને છે. માટે પ્રત્યેક જીવનું લક્ષણ એનામાં રહેલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ છે. જેવા ભગવાનના અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય અને ઉપયોગવંતતા છે; તેવા જ જો આપણા થઈ જાય તો ચેતનાનું ચેતનની સાથે અને ભગવાનનું ભક્તની સાથે સાચું અભેદ મિલન થાય. એ સાદિ-અનંત પર્યાયમાં ચિત્તની વિશુદ્ધિ હોય અને સ્વરૂપનું લક્ષ્ય તીવ હોય તેટલું અશુભથી બયાય. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી શાશ્વતકાલીન સચ્ચિદાનંદસ્વરૂપ અવસ્થા છે. એ જ સાચો ધાતુમિલાપ, સાચું આત્મરંજન, આત્માનંદ છે. સાંઈ રીઝે તો અંતરની શ્રદ્ધા અને ભક્તિથી રીઝે એમ છે. અંતર-હદય મળવાથી મળવાપણું છે. એ અંતમિલન જ અંતર-દૂરી (Distance) દૂર કરી અભેદતામાં પરિણમે છે. એ જ પ્રમાણે કોઈ માત્ર કોરા કાયતપથી જ પતિરંજન કરી પતિમિલન એટલે કે પ્રભુમિલન ઈચ્છે તો તે પણ પ્રભુને પામવાની રીત નથી. માટે એવું અજ્ઞાનમૂલક કાયકષ્ટ મારા મનને માન્ય નથી. આ બાબતમાં તામલી તાપસનું અને પ્રભુમિલનને ચાહતા અષ્ટાપદ ઉપર તપ તપતા, ૧૫૦૦ તાપસનું કથાનક, ઘણો સારો પ્રકાશ પાડે છે. સ્વાનુભૂતિ સંપન્નશ્રી ખીમજીબાપા આ કડીનું અર્થઘટન કરતા જણાવે છે કે એ તો લોકપ્રવાહ છે. મારું કાર્ય પરને સુધારવાનું નથી. પ્રથમ તો મારે પોતે મારી પોતાની મેલાશ ધોવાની છે. હું શુદ્ધ થાઉં પછી અન્યની શુદ્ધિની વાત થાય. એ પણ અન્યમાં શુદ્ધ થવાની લાયકાત હશે તો જ મારા નિમિત્તને પામી શુદ્ધ થશે. ધાતુની શુદ્ધિ ધાતુના મિલાપથી જ છે, ઉપાદાનની શુદ્ધિથી જ છે. તાંબા-પિત્તળના ભંગાર વાસણોને અન્ય ધાતુ કલાઈ સાથે તપાવી ઓગાળી, તે બંનેનો એક પ્રવાહી રસ બનાવી, ટંકણખારના ક્ષાર તત્ત્વથી બનાવેલ પ્રવાહી રેણથી સાંધી તે ધાતુના પાત્રને પૂર્વવત્ સ્વરૂપમાં લાવી શકાય છે. બધાને આ સાંધો સાંધવાની ક્રિયા રેણ દેવાનું જ્ઞાન હોતું નથી. એ તો એના જાણકાર કંસારાઓ જ કરી શકતા હોય છે. ગામડાઓમાં બાર-મહિને એકાદવાર કંસારો નજરે પડે. એમ પરમાત્મા સાથેના તૂટી ગયેલા તંતુઓને ફરીથી સાંધવાનું કામ તો કોઈ એવા આત્મજ્ઞાની, આત્મધ્યાની, અનુભવસિદ્ધ, ગુરૂ મળે અને આત્મામાં સ્વયં પણ તેવી યોગ્યતા પ્રગટે ત્યારે શક્ય બને. નિમિત્તનો સ્વીકાર કરવાનો હોય પણ નિમિત્તમાં ભળવાનું ન હોય. Page #64 -------------------------------------------------------------------------- ________________ 23 હૃદય નયન નિહાળે જગધણી 5 તેવા નરરત્નો આ કાળે પાકવા, એમની સાથે ભેટો થવો, તે લાભ તો કોઇ ભાગ્યશાળી ભવ્યાત્માને જ મળે. ધાર્યા પ્રમાણે પામી શકાય એવી આ વસ્તુ નથી. પામવી અતિ-દુર્લભ છે. સોનું-સુવર્ણ અને તાંબુ એકરસ-એકરૂપ થાય છે ત્યારે સુવર્ણના અલંકાર બને છે અને ધારણ કરનારની શોભા વધારે છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ પણ મહાવીર સ્તવનામાં ગાન કરે છે... “આદર્યુ આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વળી, આત્મ-અવલંબ વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સિધ્યો. તાર.'' શુદ્ધ આત્મ શ્રદ્ધાન, અરિહંત ભગવંતની શ્રદ્ધા, સમ્યક્ત્વપૂર્વકની ક્રિયાથી જ કાર્ય સિદ્ધ થાય છે. શ્રાવિકાજી રેવતી અને સુલસાની અડગ શ્રદ્ધાએ જ અનુક્રમે સિંહ અણગારને બીજોરાપાક વહોરી લાવવા અને અંબડ પારિવ્રાજકને ધર્મલાભ કહેવડાવવા સ્વયં ભગવાને પ્રેર્યાં હતા. શ્રેણિકની વીરપ્રભુ પ્રત્યેની અનન્યભક્તિએ જ તીર્થંકર-નામકર્મનો નિકાચિત કર્મબંધ કરાવ્યો હતો. જ સંસારી જીવ સંસારમાં એની તલપની તૃપ્તિ માટે જાત-જાતના તપ તપતો જ આવ્યો છે. પરંતુ તલપનું, તપનનું શમન આજ દિવસ સુધી થયું નથી. તપ તો તે છે જે તપનનું શમન કરે. તપન-તલપ-તાણતૃષ્ણા-ઈચ્છાનો અંત આણે. આહારસંજ્ઞાનો અંત કરી નિરીહ, વીતરાગ, પૂર્ણકામ બનાવી, અણાહારી પદે સ્થાપન કરે તે તપ છે. એવું તપ એટલે જ ધાતુ-મિલાપ. પોતાનું પોતાપણામાં ન દેહની અસર જો મન ઉપર નહિ વર્તે-મતિજ્ઞાનના ઉપયોગ ઉપર ન વર્તે તો સમજવું કે સ્વરૂપનું લક્ષ સાયું થયું છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી - 24 આવવું એ તપ છે. જેવા ભગવાન સંતૃપ્ત, પૂર્ણકામ, નિરી, ઈચ્છારહિત, નિર્મોહી, વીતરાગ છે, તેવી ભક્તની ચેતના બને, તો તે ભક્ત અને ભગવાનની સમરૂપતા છે, તેમજ ચેતનાની એના ચેતનની સાથેની અભેદતા છે. એ જ શેય-જ્ઞાન-જ્ઞાતા અને દયેય-ધ્યાન-ધ્યાતાની અભેદતા છે, જેવી મહોપાધ્યાયજી યશોવિજયજીએ વાસુપૂજ્યજીની સ્તવનમાં ગાઈ છે... “ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મીલશું, વાચકયશ કહે હે હળશું. સાહિબા.” એ બ્રહ્મમાં ચર્યાથી પ્રાપ્ત થતો ચિરકાલીન સ્થાયી સ્વાધીન બ્રહ્માનંદ છે-સચ્ચિદાનંદ છે. - આ તો જેવા સિદ્ધ ભગવંતો છે, તેવા સિદ્ધ ભગવંતોને હૃદયમાં ધારણ કરીને સ્વયંના સિંદ્ધસ્વરૂપને પ્રગટ કરી સિદ્ધશિલાએ રહેલાં સિદ્ધોના મેળામાં સિદ્ધ બનીને મળી જવાનું છે. આ જ ધાતુ મિલાપ છે-એ જ મેળો છે, જે સંભવિત છે પણ અશક્ય નથી. કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આસ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ.૫ ‘અલખ અલખ તણી રે માં પાઠાંતરે ‘લલક અલખ તણી રે છે. શબ્દાર્થ ? કોઈ તો એમ કહે છે કે અલખ એટલે કે પરમેશ્વરનીભગવાનની લીલા-કડા કળી નહિ શકાય એવી અલખ છે. એ લીલા લાખો મનોરથ-મનની આશાને પૂરનાર છે. ભગવાન તો દોષરહિત હોય. એવા દોષરહિતને લીલા-ક્રીડા-રમત કરવી યોગ્ય નથી કારણ કે લીલા એ તો દોષ છે. વર્તમાનમાં રહેવું, નિમિત્તનો સ્વીકાર, પર્યાયની વિશુદ્ધિ અને સ્વરૂપના લક્ષ્યનું સતત સ્મરણ એ સાધકની સાધનાના લક્ષણો છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ 25 - હૃદય નયન નિહાળે જગધણી - લક્ષ્યાર્થ-વિવેચન કોઈ તો એમ કહે છે કે આ ઉપર જણાવેલ પ્રીત થવી, એની પ્રીતમ તરીકે ચાહના થવી, કંત તરીકે સ્વીકાર થવો, એની સાથે સગાઈ સંબંધથી બંધાવું, એ પતિના રંજન-આનંદ માટે તપ તપવા; એ બધી તો લીલા છે. એ તો જીવનના રંગમંચ ઉપર ભજવાતા નાટકના ખેલ છે. એટલું જ નહિ પણ પાછા કહે છે કે અમે તો એ પરમપિતા પરમેશ્વરના અંશ છીએ. એ ઈશ્વર જે કાંઈ લીલા-ક્રીડા કરવા ચાહે છે, એ પ્રમાણે સઘળુંય કાંઈ સંસારમાં ઘટે છે. એ ઈશ્વર લખી ન શકાય, વર્ણવી ન શકાય અને જેનું લક્ષ ન કરી શકાય કે સમજી ન શકાય તેવા અલખ-અલક્ષ છે. પાછી એ અલખની લીલા-ક્રીડા પણ અલખ છે. એ લીલા પણ સમજી ન શકાય કે કળી ન શકાય એવી અકળ ને અલખ છે. એ અલખ લાખો જણની લાખો પ્રકારની મનોકામના-મનની આશા ઈચ્છાઓની પૂર્તિ કરનાર છે. “અલખ'ના પાઠાંતર ‘લલક શબ્દને લઈને અર્થઘટન કરીએ તો લલક એટલે લક્ષ કરી શકાય કે કળી શકાય એવા સઘળા અને લક્ષ કરી નહિ શકાય કે કળી ન શકાય એવા સઘળા મનોરથને પૂરા કરનાર છે. જનસામાન્યમાં એવી સામાજિક રૂઢ થયેલી માન્યતા છે કે બલીયસી કેવલમ્ ઈશ્વરેચ્છા-ઈશ્વરની ઈચ્છા જ બળવાન છે, ધાર્યું ધણીનું થાય, એની ઈચ્છા વિના એક પાંદડું ય હાલી શકે એમ નથી. આ અવળી અજ્ઞાન માન્યતાને સ્તવનની પાંચમી કડીની પહેલી પંક્તિમાં, જણાવવા સાથે, એ ખોટી ભૂલભરેલી, મૂર્ખ માન્યતાનો છેદ ઉડાડતા કવિરાજ કહે છે... “દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.” આત્મા અને આત્માના શુદ્ધ, મૌલિક, પરમાત્મસ્વરૂપની તેમજ વિશ્વવ્યવસ્થાની સાચી સમ્ય સમજણના અભાવમાંથી ઊભી થયેલી આ વ્યવહારમાં ગાળ આપનારો દોષિત અને અધ્યાત્મમાં ગાળ ખાનારો દોષિત. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી 26 અજ્ઞાન માન્યતા છે. કોઈ કોઈનું કંઈપણ કેમ કરી શકે? એકવાર એમ પણ ધારી લઈએ કે તે સર્વશક્તિમાન છે અને જગતનો કર્તા (બ્રહ્મા), ધર્તા (વિષ્ણુ) અને હર્તા (મહેશ) છે. પછી પ્રશ્ન એ થાય કે જગતનો એવો કેવો કર્તા કે કોઈને સુખી કરે અને કોઈને દુઃખી કરે? એનું સર્જન આવું ચિત્રવિચિત્ર કેમ? કૃતિકાર તો એની કૃતિ સર્વાગ સુંદર સર્વશ્રેષ્ઠ હોય એવું જ ઈચ્છતો હોય છે અને એને માટે જ તેનો પ્રયત્ન હોય છે. એ ભગવાન એના ભક્તને કેમ કરીને દુઃખી કરી શકે અને દુઃખી જોઈ શકે ? બચાવમાં એવી પણ દલીલ થાય છે કે એ તો એના ભક્તની કસોટી કરે છે. આ દલીલની સામે પૂછવાનું મન થાય કે શું એ સર્વશક્તિમાન ભગવાન એના ભક્તના ભગવદ્ભાવ જાણતો દેખાતો નથી કે એની કસોટી કરવી પડે ? વળી જે એના ભક્ત નથી, એના અસ્તિત્વને જે માનતા જ નથી તેવા નાસ્તિકો કેમ કરીને સુખી હોય ? જો એ કર્તાધર્તા-હર્તા હોય તો એના માનનારા કરતા એને નહિ માનનારા કેમ બહુમતીમાં છે? અને જો એ કર્તા હોય તો એનો કર્તા કોણ છે? એ પિતા હોય તો પછી એનો પિતા કોણ? એનું મૂળ શું? જો એમ સમાધાન આપવામાં આવે કે એ પરમપિતા છે અને એનો કોઈ કર્તા નથી પણ તે પોતે પોતાથી સ્વયંભૂ છે, તો હવે પ્રતિપ્રશ્ન એ થાય કે એને લીલા કરવાનું કેમ મન થયું? શું એ પોતે પોતાથી કંટાળી ગયો એટલે આવી રમત માંડી. કે જેમ વર્તમાનમાં લોકો કંટાળો દૂર કરવા ગંજીફા ચીપવા બેસી જાય છે કે પછી ચેસ, કેરમ રમે છે યા તો ટી.વી., સીનેમા, નાટક જોવા જાય છે. પોતાનું જ સર્જન દુઃખી થાય, રીબાય તેની રીબામણ અને સતામણીનો શું એ ક્રૂર આનંદ માણવા ઈચ્છે છે? આ તર્કના જવાબમાં પાછો બચાવ કરે છે કે “જેવી જેની કરણી તેવી તેની ભરણી.” “વાવે તેવું લણે.” “જેવા જેના કરમ તેવા તેના જનમ, જીવન ને મરણ.” આ ભોગવે એની ભૂલ. આપણા જ બાંધેલા કર્મોની ભૂલ આડે આવે છે અને એને ભોગવવી પડે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ 27 હૃદય નયન નિહાળે જગધણી તો જીવ-કર્તુત્વ અને જીવ-ભોકતૃત્વ થયું. એમાં ઈશ્વર કર્તુત્વ ક્યાં રહ્યું? ઈશ્વરને તો કરવાપણું હોય જ નહિ. કારણ કે જ્યાં કરવાપણું હીય ત્યાં ક્રિયા હોય, કર્મ હોય અને કર્તા હોય. લીલા પણ કર્મ છે અને ઈશ્વરને કર્મ હોય નહિ. કર્તા બનીને કરાયેલ કર્મના કર્મફળને સહુ કોઈએ ભોગવવા જ પડતાં હોય છે. આ તો જીવને શિવ થવા માટે જીવનો કર્તાભાવ કાઢવા માટે અને અને ઓગાળવા માટે, પૂર્વ ઋષિમુનિઓએ બાળજીવો માટે ઊભી કરેલી સાધના વ્યવસ્થા છે. એ માટે જો ઈશ્વરને કર્તા માનીએ તો સારી નરસી બધી જ ઘટનાનો તેને કર્તા માનીને જીવનમાં જે કાંઈ સારું નરસું બને, તેનો સહજ સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈને પણ ક્યારેય દોષિત નહિ જોતાં કશે ફરિયાદ કરવા જવું જોઈએ નહિ. બાકી ઈશ્વર કર્તા નથી. જીવ જ જીવના કર્મનો અજ્ઞાનવશ કર્તા છે અને અજ્ઞાનવશ કર્મફળનો ભોક્તા છે. તેથી જ યોગીરાજ આનંદઘનજી કહે છે કે લીલા તો દોષવિલાસ છે. જીવે જે જે ગુણ-દોષ સેવ્યા છે તે તે અનુસાર પુણ્યકર્મના ને પાપકર્મના બંધ થાય છે એ પુણ્યપાપકર્મના ઉદય પ્રમાણે ફળરૂપે સુખ કે દુઃખના, શુભ કે અશુભના, અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો આવી મળે છે. ગુણ હોય કે દોષ, જ્યાં કરવાપણું છે ત્યાં દોષ જ છે કારણ કે કરવાપણામાં આશ્રવ છે. સારું કરવા વડે શુભાશ્રવરૂપ પુણ્યકર્મબંધ છે તો નરસાપણાથી અશુભાશ્રવરૂપ પાપકર્મબંધ છે. અશુભથી બચવા માટે પ્રાથમિક ભૂમિકામાં ભલે શુભ આશ્રવ કરીએ પણ અંતે તો આશ્રવને સર્વથા હેય એટલે ત્યાજ્ય ગણી સંપૂર્ણપણે આશ્રવથી અટકવાનું છે. એ માટે સંવરમાં રહીને નિર્જરા કરી, સર્વ કર્મબંધથી મુક્ત થઈકર્મરહિત, ધ્ય દીશ મી તાર લીટી @ ભાવ દસ હજી આવી નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી 28 અક્રિય અવસ્થાને પ્રાપ્ત કરવાની છે. એ માટે જ સાધના અકર્તાઅભોક્તા થવાની બતાડી છે. આત્માના શુદ્ધસ્વભાવમાં કરવાપણું છે જ નહિ. કરવાપણામાં તો મજૂરી છે. હોવાપણામાં શેઠાઈ છે. વળી કરવાપણા, બનવાપણા, થવાપણામાં ક્રિયા છે, જે સાધના તરીકે થાય તો હોવાપણામાં અવાય. હોવાપણું સાધનાતીત એવી સિદ્ધાવસ્થા છે. આત્મા એના મૌલિક સ્વરૂપમાં અક્રિય છે તેથી તે આત્મામાં-સ્વરૂપમાં રમનાર ને જાણનાર છે પણ કરનાર નથી. તીર્થના સ્થાપક, તીર્થંકર, અરિહંત ભગવંતો, તીર્થંકર-નામકર્મના ઉદયે સર્વોચ્ચ ઐશ્વર્યના સ્વામી હોવાથી અને તે પરમપદપ્રાપ્તિના માર્ગના પ્રરૂપક હોવાથી તેઓ ઈશ્વર જરૂર છે કેમકે સર્વદર્શી, સર્વજ્ઞાતા, સર્વાનંદી, સર્વશક્તિમાન છે પરંતુ તે જગતકર્તા ઈશ્વર નથી પણ જગતૠષ્ટા ઈશ્વર છે. એ જગતના બનાવનારા નથી પણ જગત જેવું છે તેવું તેનું યથાર્થ સ્વરૂપ બતાવનારા છે. એ જગતદૃષ્ટા છે તેથી જીવને પોતાના સ્વરૂપની અને જગતને જગતના સ્વરૂપની યથાર્થ સમજ આપનારા છે. આપણા સ્વરૂપનું એટલે કે આપણાપણાનું ભાન કરાવનાર છે. આપણા ઉપાદાન-કારણને તૈયાર કરી આપનાર સર્વોત્તમ નિમિત્ત છે. પ્રત્યેક આત્મા સ્વયંભૂ છે અને તેથી સ્વતઃસિદ્ધ અર્થાત્ સ્વયંસિદ્ધ છે. કોઈકના વડે કોઈકના થવાપણામાં તો પરાધીનતા છે. વળી કોઈનું કોઈક કરી દેતું હોય છે ત્યાં કરી દેનારામાં માલિકીપણાની અહંની ભાવના હોય છે. તેમજ જેનું કરી દેવાતું હોય છે, એનામાં ઓશિયાળાપણાની ભાવના રહે છે. ચિત્તની નિર્મળતા અને સ્વરૂપની તીવ્રતા આત્માનુભૂતિના દ્વાર ખોલી આપે. Page #70 -------------------------------------------------------------------------- ________________ 29 હૃદય નયન નિહાળે જગધણી " પ્રત્યેકનો આત્મા પરમાત્મા-સ્વરૂપ છે. તેથી જ તીર્થકર નિર્દિષ્ટ માર્ગે પોતાની વર્તમાન કર્યજનિત ઔદયિક-અવસ્થાનું શુદ્ધિકરણ કરીને પોતાના-પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ કરી શકાય છે. માર્ગ બતાડનાર હોવાથી અને એ માર્ગે ચાલીને મુકામે એટલે કે મુક્તિધામે પહોંચાતું હોવાથી માર્ગદર્શક, તીર્થકર ભગવંત, જરૂર ઈશ્વર છે, તીર્થંકર નામકર્મના ઐશ્વર્યથી ય ઈશ્વર છે પણ તે કાંઈ જગતકર્તા ઈશ્વર નથી. તીર્થંકર ઉપદિષ્ટ માર્ગે તો પ્રત્યેક જીવે પોતે જ ચાલવાનું છે અને પોતાના પોતને એટલે કે પોતામાં અપ્રગટપણે રહેલ પોતાના પરમાત્મસ્વરૂપને પ્રગટાવીને અંતે મુકામે પહોંચવાનું છે. આત્મા સ્વયંભૂ છે માટે સ્વયંસિદ્ધ છે. એ કાંઈ પરમાત્માનો કે ઈશ્વરનો અંશ નથી પણ સ્વયં, પરમાત્મા છે. પૂર્ણ હોય તે પાછો અંશરૂપ કેમ થાય? હા! ખાબોચિયું સાગરમાં ભળી જાય તો સાગર થાય, તેમ અંશ જરૂર પ્રયત્નથી વિકસિત થઈને પૂર્ણ બની શકે છે. જે ઈશ્વર-ભગવાન હોય તે તો દોષરહિત અને સર્વગુણસંપન્ન હોય, વીતરાગ હોય, પ્રેમ-સ્વરૂપ હોય, આનંદ-સ્વરૂપ હોય, સર્વનો જ્ઞાતા હોય, સર્વદર્શી હોય, સર્વશક્તિમાન હોય, નિત્ય, સ્થિર, અવિનાશી, અખંડ, અભંગ, અક્ષય, અજન્મા, અજરામર, અગુરુલઘુ, અવ્યય, અયુત, અક્રિય હોય. આવો જે દોષરહિત અક્રિય હોય તેને લીલા કરવી ઘટતી નથી. લીલા કરવી એ તો દોષમાં રાચવારૂપ દોષવિલાસ છે. શ્રીયુત્ મો.ગી. કાપડિયાએ પાઠાંતરે લલક શબ્દથી આ કડીનું જે અર્થઘટન કર્યું છે તે દૃષ્ટિકોણથી અર્થઘટન કરીએ તો લીલા એટલે આત્મલીલા, આત્મક્રીડા, આત્મરમણતા, ચિદ્વિલાસ, સ્વરૂપ આ આત્મા છે, જે લક્ષમાં ન આવે એવો અલક્ષ-અલખ છે. એ અલખનું જો લક્ષ પ્રાણ જાય તો ભલે જય પણ કોઈને માટે ખોટું વિયારું નહિ અને કોઈનું ખોટું કરું નહિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી , 30 બેસી જાય અને એનું જ લક્ષ રહે તો તે અનુભવગમ્ય હોવા છતાં પણ મનથી એટલે કે મતિજ્ઞાનના ઉપયોગ-સ્વરૂપ ભાવમનથી તેનો આશ્રય કરી શકાય એમ છે અને એનું લક્ષ બેસી જાય અને અલખ બની જવાય તો લાખો એટલે કે અગણિત, અનંત ઈચ્છા આશાઓ પૂરી થઈ જાય અર્થાત્ એનો અંત આવી જાય એમ છે. અલખ શબ્દ ઉપરથી જ અહલેક શબ્દ પ્રયોજાયો છે અને ભગવાન નિરંજન નિરાકાર પકડી શકાય એવો નથી તેથી “અલખ નિરંજન”ની આહલેક ઘોષણા સંન્યાસીઓ જગાવતા હોય છે. બાકી સંસારમાં સંસારીઓની સાંસારિક ચર્યાને ઈશ્વરલીલા તરીકે ઘટાવવામાં આવે તે તો દોષવિલાસ જ છે. જે દોષરહિત હોય તે ઈશ્વર હોય અને એવા દોષરહિત ઈશ્વરને આવી સંસારભ્રમણના કારણરૂપ સંસારલીલા કરવાનું કોઈ પ્રયોજન હોઈ શકે નહિ. દોષરહિતને લીલા ઘટે નહિ. સંસારી જીવ પોતે આ સંસારને નાટકરૂપ લીલા બનાવી દે અને એમાંથી એનો સંસારભાવ-કર્તાભાવ કાઢી નાંખે તો જરૂર મોડોવહેલો એના સંસારનો અંત આણી છે કે જેના ફળરૂપે એ પોતાના અલખ એવા અનુભવગમ્ય પરમાત્મસ્વરૂપને પ્રગટ કરી શકે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એડ . કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદઘન પદ રેહ. ઋષભ.૬ પાઠાંતરે “અરપણ’ની જગાએ “આપણો” છે. “આપણો શબ્દથી થતુ અર્થઘટન પણ અર્થપૂર્ણ છે. | શબ્દાર્થ : ચિત્તની પ્રસન્નતા - પ્રશાંતતા એ જ ભગવાનની પૂજાનું ફળ છે અને એવી જ પૂજા અખંડિત છે, જેમાં કપટ રહિત થઈ ‘આપણને જે આપણા માટે પ્રતિકૂળ લાગતું હોય તે બીજાં પ્રતિ ન આયરવું” એ જ હિતકર છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ 31 હૃદય નયન નિહાળે જગધણી આત્માનું સ્વાર્પણ કરાય છે, ત્યારે આનંદઘનપદ-પરમાત્મપદ રેખાંકિત થાય છે. અથવા તો આનંદઘન સ્વરૂપ-પરમાત્મસ્વરૂપ પ્રત્યે દોરી જતી પદરેહ-પગથાર-પગદંડીને પમાય છે. લક્ષ્યાર્થ-વિવેચન દેવાલયમાં પ્રાણપ્રતિષ્ઠિત બિરાજમાન ઋષભ જિનેશ્વરને અને દેહાલયમાં છૂપાયેલ ચેતન આતમરામ ભગવાન આત્માને પ્રીતમ તરીકે ચાહ્યો, કંત તરીકે માન્યો અને એની સાથે પ્રતિસગાઈના સગપણે બંધાયા. એના માટે તપ તપ્યા અને એનું રંજન કરી, એની પ્રસન્નતા મેળવી મેળ બેસાડવા મથ્યા. એનું જ લક્ષ રાખી એના લશે સંસાર ક્રીડા (લીલા)થી દૂર રહી દોષરહિત થવાના અભિલાષથી ઉદ્યમી બન્યા. તો હવે આ બધાનું ફળ શું? અને એ ફળ મળ્યું કે નહિ તેનું બેરોમીટર શું? તેની વાત યોગીરાજ આનંદઘનજી સ્તવનની આ અંતિમ કડીમાં કરે છે. પ્રભુ-પૂજા એ શુભ-ક્રિયા છે અને એમાં શુભભાવ હોય છે. એ શુભાશ્રવથી પુણ્યકર્મનો બંધ થાય છે. એ પુણ્યકર્મ ઉદયમાં આવેથી જીવને અનુકૂળ સંયોગો આપે છે. પૂજાનું આ ફળ કર્માધીન હોવાથી વાયદેથી મળતું ફળ છે. પૂજાનું ફળ તત્કાળ રોકડિયું પણ મળે છે. કવિશ્રી એ તત્કાળ મળતા ફળને જ ઈચ્છે છે. એ ફળ છે ચિત્તની સ્થિરતા, પ્રસન્નતા અને મનની શાંતતા, ઉપશાંતતા ને પ્રશાંતતા. મનની પ્રફુલ્લતા અને ચિત્તની પ્રસન્નતા થવી, એ જ પૂજા સાચી થયાની નિશાનીરૂપ બેરોમીટર છે. ચિત્ત શાંત, સ્થિર, પ્રસન્ન થાય તે જ સાચી પૂજા છે અને એમ થાય તો જ એ પૂજા અખંડિત બને છે એટલે કે ભવોભવ અવિરત ચાલનારી, ભવાત કરી, ભગવંત બનાવનારી અર્થાત્ પ્રસન્ન ચિત્ત પમાડનારી પૂજા જ બની રહે છે. ૧ થી ૪ યોગની દષ્ટિ યોગની પૂર્વભૂમિકાઓ છે. પાંચમી દષ્ટિએ રહેલ યોગી છે. છઠ્ઠી અને સાતમી દષ્ટિને પામેલ યોગેશ્વર છે અને આઠમી દૃષ્ટિ ઘરાવનાર પરમેશ્વર છે-પરમાત્મા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી ગમે તેટલા ઊંચા દ્રવ્યોથી પ્રભુપૂજા કરીએ પણ જો ચિત્ત સંક્લેશવાળું બન્યું રહે, તો તેવી પૂજા અખંડિત નથી બનતી, બલ્ક એવી પૂજા ખંડિત કહેવાય છે. મહામહોપાધ્યાય યશોવિજયજીએ પણ વાસુપૂજ્યજિન સ્તવનામાં ગાયું છે કે કલેશે વાસિત મન સંસાર, લેશ રહિત મન તે ભવપાર.. નાગકેતુને પૂષ્પપૂજા કરતા સર્પદંશ થવા છતા ચિત્તની પ્રસન્નતા અકબંધ રહી તો કેવળજ્ઞાન પ્રગટ્યું. પૂજન દરમિયાનમાં થયેલ ચિત્તની પ્રસન્નતા પૂજાકાળ બાદ પણ અખંડિત રહે છે તે જ પૂજાનું સાચું ફળ છે. જ્ઞાનીઓ જણાવે છે કે જિનમંદિર અને ઉપાશ્રયમાંથી ધર્મ સમજવાનો અને મેળવવાનો છે અને એને જીવનમાં જીવવાનો હોય છે. પરમાત્માની દ્રવ્ય-ભાવ પૂજા કરતા ચિત્તપ્રસન્નતારૂપ ફળ આપણે સાધ્યું છે કે નહિ તેનું બેરોમીટર આપણો પોતાનો જીવનવ્યવહાર છે. આપણા પરિચયમાં સવારથી માંડીને રાત સુધી જે કોઈ પણ નાના-મોટા, સુખી-દુઃખી, શ્રીમંત-ગરીબ, બુદ્ધિશાળી કે અબુઝ, બુદ્ધિજીવી, શ્રમજીવી, રૂપજીવી, અર્થજીવી, ચારિત્રસંપન્ન, ગુણવાન સજ્જન કે દુર્જન, જે આવે તે બધાયને આપણે, આપણા ઉદાર મન-વચન-કાયાથી પ્રસન્નતા પ્રદાન કરીએ, તો આપણે તે આત્માને સન્માન્યા-સત્કાર્યા કહેવાય અને એમ કરવા દ્વારા એ આત્માની ભાવથી પૂજા કરી કહેવાય. પરમાત્માનો ભક્ત કોઈના પણ દિલને દુભાવી શકે જ નહિ. તેથી જ તેવો ભક્તજન દાતણ વેચનારી બાઈ હોય, શાક બકાલુ વેચનારો કાછિયો હોય, ઓટોરીક્ષા કે ટેક્ષી ચલાવનાર ડ્રાઈવર હોય, કપડાં ધોનારો પહેલાં આત્માભિમુખતા છે, પછી આત્મસન્ખતા છે, * જેના પછી મહાત્મા અને અંતે પરમાત્મા છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ 33 , હૃદય નયન નિહાળે જગધણી $ કે ઈસ્ત્રી કરનારો ધોબી હોય, કોઈ પણ હોય એની સાથેના જીવનવ્યવહારની લેતી-દેતીમાં ભાવતાલમાં રકઝક કરી ખોટી રીતે કસ લગાવી સામા આત્માના હૃદયને દુભાવી પૈસા બચાવવાની અને ખાટવાની ખોટી વૃત્તિને પુષ્ટ કરે નહિ. કારણ કે એ ભક્તને એટલી જાગૃતિ છે કે પૈસા બચાવવાના લાભ કરતાં સામા માણસનું હૃદય દુભાય-કચવાય તેનું નુકસાન મોટું છે. જે લાભ થાય છે તે તો જડનો છે અને જડને થાય છે. મન ખાટું થવાના દુઃખનું, જે નુકસાન થાય છે તે, ચેતનનું છે અને ચેતનને થાય છે. એ લક્ષમાં રાખવા જેવું છે કે વસુ (ધન) કરતાં વસ્તુ, વસ્તુ કરતાં વ્યક્તિ, વ્યક્તિ કરતાં વિવેક અને વિવેક કરતાં વિભુ ચઢિયાતા છે, એ ભક્તજન સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને તો ન દુભાવે પણ એકેન્દ્રિયાદિ જીવોનો પણ બેફામ ઉપયોગ ન કરે કારણ કે તેમ કરવામાં અવ્યક્તપણે તે આત્માઓને-જીવોને દુઃખ પહોંચે છે. પરમાત્માની પૂજા કરવા જે સ્નાન કરવાનું છે તે માટે વપરાતા પાણીના જીવોની પણ મનોમન ક્ષમા માંગી તેના વિકાસની શુભેચ્છાપૂર્વક ઉપયોગ કરાય તો પ્રશંસનીય છે. જંગલ જેવા નિર્જન-ક્ષેત્રમાં ભૂલા પડ્યા હોઈએ; દાતણ, ફળાદિ તોડવા અનિવાર્ય હોય તો આત્મસાક્ષીએ મનોમન અનુમતિ પ્રાર્થીને માફી માંગી હૃદયને અત્યંત કુણું બનાવી તે પ્રવૃત્તિ કરવી જોઈએ. આવી રીતે કરવાથી પોતાની અંદર રહેલ પરમાત્મા અને સામાની અંદર રહેલ પરમાત્મા ઉભયના ભાવપ્રાણોની રક્ષા થાય છે. પેથડશાની પત્ની ઘરેથી મંદિરે પ્રભુપૂજા કરવા જતાં રસ્તામાં આવતા યાચકોને સવા શેર એટલે કે પચાસ તોલા સોનાનું દાન કરતા હતા. આ રીતે યાચકોને સંતુષ્ટ કર્યા પછી પૂજા કરવામાં આવે તો પૂજા દ્વારા ચિત્તપ્રસન્નતારૂપ ફળ મળે. કર્તવ્યના પાલનની ઉપેક્ષા કરીને, કોઈ આખો ય સંસાર અનંતાનુબંઘીના રસ ઉપર ઊભો થયો છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી 34 પણ ધર્માનુષ્પન કરવાની પ્રભુની આજ્ઞા નથી. આ વાત જીવમાત્રએ હૃદયપટ ઉપર અંકિત કરવા જેવી છે. કોઈને પણ અવિશ્વાસની નજરે કે શંક્તિ દૃષ્ટિએ જોઈએ તો ઉપરોક્ત ફળ નાશ પામે છે. આપણા બધાંય ભક્તિ-અનુષ્ઠાનોમાં જીવદયાને આ હેતુથી જ સાંકળી લેવાઈ છે. દ્રવ્યપૂજા કરતાં કરતાં પૂજકની પૂજ્ય સાથે જે એકાત્મતાભાવાત્મકતા સધાય છે, તે ભાવપૂજા દ્વારા વિશેષે શક્ય બને છે, તેનાથી ચિત્ત પ્રસન્ન થાય છે, મન બાગ બાગ થઈ જઈ પુલકિત થાય છે અને રુંવાડા ખડા થઈ જતાં રોમાંચિત થવાય છે. આહૂલાદકતા છવાઈ જાય છે. કંઈક કર્યાનો અને કૃતકૃત્ય થયાનો આત્મસંતોષ થાય છે. આવી જે એકાત્મતા સધાય છે તે જ અખંડિતતામાં પરિણમે છે. આપણો આત્મા કપટરહિત નિઃશલ્ય બની, આશંસા અને પ્રશંસા રહિત થઈ પ્રભુને સમર્પિત થાય છે; ચેતના જ્યારે ચેતનને સમર્પિત થયેલી, ન્યોછાવર થયેલી રહે છે ત્યારે જ પુલકિતમના પ્રસન્નચિત્ત બનાય છે. એ જ મનઃ સ્થિતિ સમસ્થિતિ-સમરૂપતા તરફ એટલે કે આનંદના નક્કર ઘનસ્વરૂપ તરફ દોરી જનારી કેડી અર્થાત્ પદરેહ-પદરેખા એવી પગદંડી બની રહે છે. “રેહનો અર્થ હિંદી શબ્દકોષ પ્રમાણે ઊખર એટલે કે ખારાપાટ વાળી બંજર બીનઉપજાઉ જમીન એવો થાય છે. રેહ શબ્દના આવા અર્થથી અર્થઘટન કરીએ તો મનઃસ્થિતિ એવી થાય છે કે પછી કર્મના પાકનો ફાળ નહિવત્ થઈ જાય છે કે પછી સદંતર અટકી જાય છે. રેહ'નો અર્થ રેખા કરીએ તો તે પરમપદ એવા આનંદઘન સ્વરૂપ પરમાત્મપદ ઉપર દોરી જતી-લઈ જતી “રેખા' છે. અથવા જો ‘રેખા'નો અર્થ લક્ષ્મણરેખા' (Line of demarkation) મર્યાદારેખા કરીએ તો પ્રભુપૂજાના વિપક્ષે રાહત ત્યાં સ્વપક્ષે સમકિત અર્થાત સમકિતી સહુને સાનુકૂળ બની રહે. Page #76 -------------------------------------------------------------------------- ________________ 35 - હૃદય નયન નિહાળે જગધણી ફળ સ્વરૂપ પ્રાપ્ત થતાં સમ્યગ્દર્શનથી ભવભ્રમણની એક નિશ્ચિત મર્યાદાઅવધિ નક્કી થઈ જતી હોય છે કે હવે અર્ધ પુદગલપરાવર્ત કાળથી અધિક ભવભ્રમણ નથી જ, એવું પણ અર્થઘટન કરી શકાય. સ્તવનની આ અંતિમ કડીને અનુરૂપ તત્ત્વાર્થ સૂત્ર સંસ્કૃત કારિકાનો હોજોઈ જવા જેવો છે... * * *. अभ्यर्चनादर्हतां मनः प्रसादस्ततः समाधिश्च। तस्मादपि निःश्रेयसः, अतो हि तत्पूजनं न्याय्यम्।। અરિહંત ભગવંતોની પૂજાથી મનની પ્રસન્નતા થાય છે. તેથી સમાધિ પ્રાપ્ત થાય છે અને તેથી મોક્ષ મળે છે. માટે તેઓનું પૂજન કરવું, તે ન્યાય સંગત છે. • ( અંતિમસિદ્ધિ જે સિદ્ધપદ છે, તેની પ્રાપ્તિને અનુલક્ષીને અંતિમ ૬ઠ્ઠી કડીનું અર્થઘટન આ રીતે પણ હોઈ શકે છે કે.. દેવપૂજા-પરમાત્મપૂજાનું જો કોઈ અંતિમ ફળ હોય તો તે ચિત્તની પ્રસન્નતા છે. અહીં ચિત્ત-પ્રસન્નતા એટલે આત્મનંદીતા-સહજ પરમાનંદીતાની પ્રાપ્તિ એવો અર્થ કરીએ તો એ સહજાનંદીતાની પ્રાપ્તિથી જ અખંડિતતા, અભંગતા, અવિચલતા, અક્ષતતા, અવ્યયતા, અમ્રુતતા, અગુરુલઘુતા, અવ્યાબાધતાની પ્રાપ્તિ છે. આવી જે અખંડિતતા સત્તામાં પ્રાપ્ત જ હતી તેની પ્રાપ્તિ થવી તે જ અખંડિત પૂજા છે. પૂજા અખંડિત એહ.” એવી પૂજા ક્યારે થાય ? પૂજાના એ પરમ-ચરમ-અંતિમ ફળની પ્રાપ્તિ ત્યારે થાય છે કે જ્યારે આપણો આત્મા કપટરહિત એટલે જ્યાં સર્વત્ર પ્રેમનું વિતરણ ત્યાં વીતરાગતાનું અવતરણ. Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવજી 36 કષાયરહિત, નિષ્કષાય, વીતરાગ થાય ત્યારે તે વક્રતા છોડી સીધી લીટી-રેખા જેવો માયાકપટ રહિત સરળ આનંદનો નક્કર (Solid-Non porous) ઘન (પિંડ) બને છે. એમાં અન્ય કશાને પ્રવેશને અવકાશ જ નથી કારણ કે તે છિદ્રરહિત નક્કર આનંદઘન છે. આવી અંતિમ સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સદા સર્વદા સર્વ પરિસ્થિતિમાં ચિત્તની પ્રસન્નતા જાળવી રાખી, આપણો આત્મા નિષ્કપટ ભાવે સરળતાથી આનંદઘન (પરમાત્મ) પદ પ્રાપ્તિ માટે વાંકોચૂકો કે આડોઅવળો ફંટાયા વિના સીધે સીધો (આનંદઘન પદ રેહ-) ભગવાનના માર્ગે ચાલતો રહે તે જ પૂજાની અખંડિતતા છે. સર્પ પોતાના દરમાં સીધો થઇને સરકે છે. આત્મા સીધી ગતિ કરે તો તેના આત્મઘરમાં પ્રવેશી શકે. અર્થાત્ સીધી ગતિ – સિદ્ધ ગતિ કરે તો સમશ્રેણિએ સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે સિદ્ધપદે-પરમપદે બિરાજમાન થાય ! સહુ કોઈ વક્રતાનો અને જડતાનો ત્યાગ કરી ઋજુ અને સરળ બની સીધા ચાલી સિદ્ધગતિએ સિદ્ધપદે બિરાજમાન થાય એજ અભ્યર્થના! જ્યાં ગુણની સહજતા-સરળતા-સાતત્ય ત્યાં ગુણકાર્યની વ્યાપકતા. Page #78 -------------------------------------------------------------------------- ________________ 37 - હૃદય નયન નિહાળે જગધણી 2 શ્રી જતનાથ સ્તવને રાગ ઃ આશાવરી ... “મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે...” એ દેશી પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે તિણે હું જીતીયો રે, પુરુષ કિસ્સે મુજ નામ. પંથડો૦૧ ચરમ નયણ કરી મારગ જોવતા રે, ભૂલ્યો સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર. પંથડો૦૨ પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધો અંધ પલાય; વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય. પંથડો૦૩ તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કોય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. પંથડો૦૪ વસ્તુવિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો૦૫ કાળલબ્ધિ લડી પંથ નિહાળશે રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે, “આનંદઘન” મત અંબ. પંથડો૦૬ ગુણનું પ્રવર્તન સતત-સરળ-સહજ થવું તે જ કેવળજ્ઞાનનું પ્રગટીકરણ. Page #79 -------------------------------------------------------------------------- ________________ AJIT NATH BHAGWAN अर्हन्तमजितं विश्व-कमलाकर-भास्करम् । अम्लान- केवलादर्श - सङ्क्रान्त - जगतं स्तुवे । ॥२॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ નામ : ૨ જા શ્રી અજિતનાથ લાંછન : હાથી રાશિ : વૃષભ ગણ : માનવી માતા : વિજયા પિતા : જિતશત્રુ ગર્ભવાસ : ૮-૨૫ દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વાગ ન્યુન | સર્વ આયુષ્ય : ૭૨ લાખ પૂર્વ , , સખ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : 3 ભવ ચ્યવન કલ્યાણર્ક નક્ષત્ર સાથે : રોહિણી વૈ. સુ.૧૩ - અજિતનાથજી 2 જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : રોહિણી મહા સુ.૮ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : રોહિણી મહા સુ.e કેવળજ્ઞાન કલ્યાણંદ નક્ષત્ર સાથે : રોહિણી પો. સુ.૧ ૧ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : મૃગશીર્ષ ચૈ. સુ.૫ જન્મનગરી : અયોધ્યા દીક્ષાનગરી : અયોધ્યા કેવળજ્ઞાનનગરી : અયોધ્યા નિર્વાણભૂમિ : સમેતશિખર Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી પ્રથમ ઋષભદેવ સ્તવનમાં પ્રભુપ્રેમના તથા ચેતનાના સ્વરૂપનો પરિચય કરી, પ્રીતિ અને પ્રાપ્તિની વાતને ગૂંથી છે અને તેના દ્વારા પ્રીતિયોગ અર્થાત્ પ્રેમલક્ષણા ભક્તિને અભિવ્યક્ત કરી છે. હવે આ બીજા શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુપ્રાપ્તિ એટલે કે ચેતનની સાથે ચેતનાનું મિલન કેમ થાય? તે માટેનો માર્ગ કયો? તે વાતને ગૂંથી છે. પ્રથમ, મંજિલ-મુકામ એટલે કે સાધ્યના સ્વરૂપ વિષે વિચારણા કર્યા બાદ, હવે દ્વિતીય સ્તવનમાં સાધ્યની પ્રાપ્તિ માટે સાધનામાર્ગની અને એ માર્ગને અભિમુખ થવા માટેની વાત યોગીરાજ જણાવી રહ્યાં છે. પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ; જે તેં જીત્યા રે તિણે હું જીતીયો રે, પુરુષ કિષ્ણુ મુજ નામ? પંથડો નિહાલું રે બીજા જિન તણો રે... વાટડી વિલોકું રે બીજા જિનતણી રે. ૧. આ કડીમાં “નિહાલું' નું પાઠાંતર “નિહાળે છે અને “વાટડી વિલોકું રે બીજ જિન તણી રે.” એ ટેકનું પદ ઘણે ઠેકાણે નથી. શબ્દાર્થઃ અંતરંગ શત્રુઓને જીતી લઈ ક્ષાયિક-અજિત ગુણધામ થયા છે, એવા બીજા જિનેશ્વર ભગવંતનો જે અજિત થવાનો માર્ગ છે તેનું હું નિરીક્ષણ કરતો તેમની વાટડીને વિલોકી રહ્યો છું. નાથ! જેને જીતી આપ અરિહન્ત બન્યા છો, તેનાથી જીતાયેલો-હણાયેલો એવો હું આજે અરિહત છું તો પછી મારી જાતને પુરુષ કેમ કરી કહેવડાવું? લક્ષ્યાર્થ-વિવેચનઃ “પંથડો નિહાલું રે બીજા જિન તણો રે..” જે મંજિલે પહોંચવું છે અને જે સાધ્ય-ધ્યેય-લક્ષને આંબવું છે, તેના માર્ગની વિચારણાનું ગુંજન કવિરાજ કરી રહ્યાં છે. અજ્ઞાન પરંપદાર્થમાં સુખ બતાડે-સમજાવે, જ્યારે અવિરતિ પરપદાર્થમાં સુખ લગાડે-ગમાડે. Page #82 -------------------------------------------------------------------------- ________________ 39 , હૃદય નયન નિહાળે જગધણી 5 આ માર્ગ જેઓશ્રીએ સ્વયં આદર્યો છે, આરાધ્યો છે અને અન્ય ભવ્યાત્માઓ માટે ઉપદેશ્યો છે, તે કરૂણાકર આ અવસર્પિણીની વર્તમાન ચોવીશીના બીજા જિનેશ્વર છે. પોતે આ માર્ગે ચાલીને; સર્વ અંતરંગ દુશ્મનો (૧૮ દોષ, ૧૬ સંજ્ઞાદિ)ને હણીને, કષાયોને જીતીને, ઈન્દ્રિયોને વશ કરી, રાગ ને દ્વેષ ઉપર વિજય મેળવીને વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વાનંદી-પૂર્ણાનંદી, નિર્વિકલ્પ બન્યા છે, એવા એ બીજા` જિનેશ્વર ભગવંતના પ્રરૂપેલા સાધનાપથ (પંથડો)ને હું નિહાળું છું. એ ભગવંતે કંડારેલી વાટડી (કેડી)ને હું વિલોકું છું એટલે કે અભેદરૂપે તેને મારા અંતરમાં પરિણમાવું છું. માર્ગથી મારા ઉપયોગને જુદો જોતો નથી. અહીં ‘‘નિહાળું-વિલોકું' શબ્દનો પ્રયોગ ખાસ હેતુપૂર્વક કરાયો છે. માર્ગ જોવાનો, નિરખવાનો કે એ માર્ગે ટહેલવાનો ઉદ્દેશ યોગીરાજજીનો નથી. યોગીરાજજીને તો આ માર્ગે ચાલીને સાધના કરી મંજિલપર પહોંચવું છે-સ્વધામ સિદ્ધશિલાએ પહોંચવું છે તેથી તેવા ઊંચા ઉદ્દેશથી એ માર્ગને નિહાળી રહ્યાં છે. અર્થાત્ માર્ગ ખરેખર જ્યાં પહોંચવું છે ત્યાં માર્ગ પહોંચાડે એમ છે કે નહિ, એ માર્ગ સરળ છે કે કઠિન છે, મુકામે પહોંચતાં પહેલા માર્ગમાં કયા કયા ભયસ્થાનો આવે છે અને ક્યાં ક્યાં વિરામ–વિસામો લઈ શકાય એમ છે એ બધાનું બારીકાઈથી નિરીક્ષણ-અવલોકન કરે છે. ટોળાંથી વિખૂટું પડી ગયેલું હરણિયું જેમ બીજા હરણિયાને મળવા એકીટસે જોયા કરે, તેમજ આષાઢ મહિનો આવતા ચાતકપક્ષી જેમ એકીટસે-અનિમેષ નજરે આકાશ ઉપર મીટ માંડી રહે, તેમ પ્રભુને પામવા યોગીરાજ પ્રભુના મારગને નિહાળી રહ્યાં છે એટલે કે પોતાના ઉપયોગની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા સાધી રહ્યાં છે. એમ અજ્ઞાન વસ્તુસ્વરૂપને ઊંઘું બતાડે-ઊંઘું સમજાવે-ઊંઘી દિશા પકડાવે - ભ્રમિત કરે. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 40 કહીએ તો ચાલે કે જાણે પોતાપણાથી વિખૂટા પડી ગયેલાં પોતે, પોતાપણાને પામવાના મારગને ખોળી રહ્યાં છે. અનુભવીઓ કહે છે કે સાધ્યની સિદ્ધિને માટે ઠેઠ ટોચથી સાયના સ્વરૂપને સમજતાં સમજતાં, જ્યાંથી સાધનાના શ્રીગણેશ માંડવાના છે, એ તળેટી સુધી નીચે ઉતરવાનું છે. પછી એ સમજણના દોરડાને પકડી પકડીને તેના આધારે, તળેટીથી ચઢાણ શરૂ કરીને શિખરે પહોંચીને સાધ્યથી અભેદ થઈ સાધનાતીત સિદ્ધ બનવાનું છે. આ છે ‘નિહાળું-વિલોકું” શબ્દનું હાર્દ. . - જેમનો પંથ-વાટડી હું નિહાળું છું-વિલોકું છું એ બીજા જિનેશ્વર દેવનું નામ “અજિત’–‘અજિતનાથ' છે. || યથા નામ તથા પુન: II જેવું આપનું નામ છે તેવા જ આપના ગુણ છે. કારણ કે આ ચૌદ રાજલોકરૂપ બ્રહ્માંડ અને તેની ચારે ગતિઓમાં મોહરાજાના જોરાવર સામ્રાજ્યની વ્યાપકતા છે. એ મોહરાજાની સામે જંગ માંડવો અને તે માટે પોતાની આત્મસત્તાનો પડકાર ફેંકવો એટલે સત્ એવા સત્યના આગ્રહ સ્વરૂપ સત્યાગ્રહની માંગણી મૂકવી, એ કાયર સામાન્ય ભીરૂ જીવોના તો ગજા (શક્તિ)ની બહારની વાત છે. તીર્થંકર-નામકર્મનો નિકાચિત બંધ પાડવો એ મહામહા પરાક્રમ, શૂરવીરતા છે. સાચા ક્ષત્રિયો કે જેમના મૂળમાં જ ક્ષાત્ર બીજ છે, તે જ તેવી ક્ષાત્રવટ પોતામાં પ્રગટાવી શકે છે. મૂળમાં જીવદલ જ તીર્થકરનું છે. દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિના કાળચક્રમાં, આ ભરતક્ષેત્રની કર્મભૂમિમાં એવા શૂરવીર, ભડવીર, ક્ષત્રિય મહાવીરોતીર્થકરો ફક્ત ચોવીશ જ પાકે છે. એમાં પછી પચીસમી સંખ્યાને કોઈ સ્થાન કે સમાવાપણું છે જ નહિ, એવો વિશ્વનો અકાઢ્ય નિયમ છે. કહેવાય છે કે એ દશ કોડાકોડી સાગરોપમના કાળચક્રમાં ભારત અને જણાવું એ જ્ઞાનક્રિયા છે પણ જણાયા છતાં કશું ન થવું તે વીતરાગતા છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ 41 , હૃદય નયન નિહાળે જગધણી $ એરવતક્ષેત્રની અપેક્ષાએ માત્ર ચોવીશ વખત જ આકાશીય ગ્રહોની એવી ઉચ્ચપ્રકારની ગોઠવણી થાય છે કે જ્યારે આવા લોકોત્તમ પુરુષોત્તમનું અનિતલ ઉપર અવતરણ શક્ય બને છે. વળી એ પુરુષોત્તમના અવતરણને યથાયોગ્ય શુદ્ધ ઊંચા પુદ્ગલ પરમાણુઓ પણ આ ભરતક્ષેત્રની અને એરવતક્ષેત્રની કર્મભૂમિમાં ફક્ત ચોવીશ વખત ઉપલબ્ધ થાય છે. એ માટે જ ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિજી ગાય છે... હૈ: શાંતાન-રુચિમિ: પરમાણુમિસ્ત્વ, નિર્માવિતસ્ત્રિમુવનૈન-લતામભૂત !; तावंत एव खलु तेऽप्यणवः पृथिव्यां यत्ते समान - मपरं न हि रुपमस्ति ॥ જો કે આ અજિતનાથ ભગવાનનો કાળ એવો ઉત્કૃષ્ટ હતો કે પંદરે કર્મભૂમિમાં કુલ ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થંકર ભગવંતોની વિદ્યમાનતા એમના કાળમાં હતી. તીર્થંકરોના આત્માઓએ પૂર્વમા બાંધેલી પુણ્યપ્રકૃતિના પ્રભાવથી પ્રાપ્ત થતાં અનંત અતુલ બળની ગણના શાસ્ત્રમાં નીચે પ્રમાણે કરેલી છે. ઘણાં માણસોને એકલે હાથે પહોંચી શકે તેવો એકલવીર હોય તે યોદ્ધો કહેવાય. એવા બાર યોદ્ધાઓનું બળ એક બળદમાં હોય છે. એવા દશ બળદનું બળ એક ઘોડામાં હોય છે. એવા બાર ઘોડાનું બળ એક પાડામાં હોય છે. એવા પંદર પાડાનું બળ એક હાથીમાં હોય છે. એવા પાંચસો હાથીનું બળ એક સિંહમાં હોય છે. એવા હજાર સિંહનું બળ એક અષ્ટાપદ પક્ષીમાં હોય છે. એવા દશ લાખ અષ્ટાપદપક્ષીનું બળ એક બળદેવમાં હોય છે. એવા બે બળદેવનું બળ એક વાસુદેવમાં હોય છે. એવા બે વાસુદેવનું બળ એક ચક્રવર્તીમાં હોય છે. એવા એક લાખ ચક્રવર્તીનું બળ એક નાગેન્દ્રમાં હોય છે. એવા એક ક્રોડ નાગેન્દ્રનું બળ જ્ઞાન અધુરું-અપૂર્ણ યાલે પણ જ્ઞાન અવળું-ઊંધું-ખોટું-મલિન હોય તે ન યાલે. Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 42 એક ઈન્દ્રમાં હોય છે અને એવા અનંત ઈન્દ્રોનું બળ તીર્થંકર ભગવંતની ટચલી આંગળીમાં હોય છે. બાળપ્રભુ મહાવીરના જન્માભિષેક સમયે ઈન્દ્રને શંકા થઈ કે એક કરોડ ને સાઠ લાખ મસમોટા દેવી કળશોનો જલાભિષેક બાળપ્રભુ કેમ સહન કરશે? ત્યારે અવધિજ્ઞાનના બળે બાળપ્રભુ મહાવીરે, ઈન્દ્રના મનોગતભાવને જાણીને ઇન્દ્રની શંકાના નિવારણ માટે પગના અંગુઠાના સ્પર્શથી મેરુ પર્વતને કંપાયમાન કર્યો હતો. “ચરણ અંગુઠે રે મેરુ કંપાવિયો, મોચા સુરના રે માન...'' આવા નામ પ્રમાણેના ગુણ ધરાવનાર, એ બીજા જિન, જીતી નહિ શકાય એવા અજિત છે. વળી પાછા એ અજિતનાથ ભગવાન, અજિત એટલે કે ક્ષાયિક ગુણોના સ્વામી ‘અજિત ગુણધામ’ છે. - ‘અક્ષય ગુણધામ’ છે. આવા અજિતનાથ જિનેશ્વર તીર્થંકર ભગવંત સાથે અવધૂત યોગી આનંદઘનજી મહારાજા મોઢામોઢ Face to face, Person to person વૈયક્તિક વાત કરતા હોય એમ કહે છે.... “જે તેં જિત્યા રે તિણે હું જિતિયો રે, ‘પુરુષ’ કિશ્યું મુજ નામ?'' હે અરિહંત ! જે અંતરંગ દુશ્મનોને તેં જીતી લઈ સ્વનામ સાર્થક કરવાનું કૌવત-પુરુષત્વ દાખવ્યું તે સર્વ અંતરંગ દુશ્મનો વડે જીતાઈ ગયેલો અને હણાઈ ગયેલો એવો કાયર, ‘‘હું અરિહત છું ! ધૂળ પડી મારા પુરુષાતનમાં ! મુજ એટલે મારું ‘પુરુષ’ નામ કેમ કહેવાય ? પહેલા પુરુષ અને બીજા પુરુષમાં આ સંવાદ છે. પુરુષ તો તું અજિત અરિહન્ન છે. જ્ઞાનમાં મલિનતા દર્શનમોહનીયકર્મના ઉદયને સૂચવે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ 43 - હૃદય નયન નિહાળે જગધણી હું પરાજીત અરિહંત પુરુષ કહેવડાવવાને લાયક નથી. આંતરશત્રુઓને જીતનારા કાળવિજેતા બને છે, જે ક્ષેત્રવિજેતા સમ્રાટોનો પણ સમ્રાટ બને છે. આત્મા અને સંસાર બંને ક્ષેત્રે પુરુષાર્થો જુદા છે. સાંસારિક પુરુષાર્થને કરતો જીવ આંતરશત્રુઓથી જીતાય છે અને તેથી તેનો પુરુષાર્થ સાર્થક નથી. જીવ જે નિત્યતા, સ્થિરતા અને પૂર્ણતાને ઈચ્છે છે, તે તેને આવા પુરુષાર્થથી મળતા નથી. પરિણામે સુખી થવા ઈચ્છતો તે સુખીને બદલે દુઃખી થાય છે. આંતરશત્રુ ઉપર જીત મેળવનાર જન્મ-મરણની જંજાળમાંથી છૂટકારો મેળવે છે. એ સિવાયના કરાતા પુરુષાર્થથી તો કર્મની જંજીરોમાં જકડાવાપણું જ થાય છે. હે પ્રભો ! હું તમારા માર્ગે ચાલવા તો જાઉં છું પણ અનાદિના મોહના સંસ્કારો મને માર્ગમાં આગળ વધવા દેતા નથી અને મને પરાજીત કરે છે. મારી પાસે ન કરવા જેવા ભાવો અને કામો કરાવે છે.” આમ કહી યોગીરાજશ્રી આનંદઘનજી, પરમાત્મા આગળ પોતાની લઘુતા, દીનતા, અનાથતા વ્યક્ત કરતાં કહે છે કે પ્રભો! સંસાર, સ્વજન, ઘરબાર છોડી હું ત્યાગી તપસ્વી બન્યો છતાં કર્મોથી જીતાયેલો હું કર્મોને પરવશ પરાધીન જ છું. આપ તો આપના અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખને પ્રગટ કરી મુક્ત થયાં છો – સ્વાધીન થયાં છો. જ્યારે હું તો કર્મની બેડીથી જકડાયેલો સંસારના બંધનોમાં ફસાયેલો છું. હું તો કર્મને ભારે ભરિયો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો. સુણો શાંતિનિણંદ સોભાગી.” આત્માના ગુણો આત્માથી ક્યારેય છુટા પડે નહિ પરંતુ જો આત્મા નિષેધ બળવાન બને તો વિધિ પ્રબળ થાય. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 44 આત્મસ્વભાવમાં ન રહે તો તે ગુણ વિકૃત થઈ વિભાવદશાને પામે છે. આત્મસ્વરૂપ આવૃત્ત થાય છે અને અનાત્મદશાને પામે છે. આત્મા અને અનાત્માનો સાંધો જોડાયો છે. આ બંને વચ્ચેની સંધી કે ગાંઠ શોધાયા પછી આત્મપરિણતિથી તેને છુટા પાડી શકાય છે. પર્વતની બે શિલાઓની વચ્ચે નાનીશી, સૂક્ષ્મ ફાટ હોય છે. પથ્થરની જરૂરિયાતવાળો, આ ફાટને શોધી, છીણી વડે બે શિલાઓને જુદી પાડે અને છેદીને છૂટી કરે તો પથ્થર મળે. એ માટે ખુબ શ્રમ કરવો પડે જે પુરુષાર્થ માંગી લે છે. આત્માના જ્ઞાન દર્શનાદિરૂપ સ્વભાવ સાથે ક્રોધાદિ કષાયભાવો અને રાપદિ મોહભાવ ભળી જઈ એકમેક થયા છે તેને શોધવાના છે. આ આત્મભાવથી અનાત્મભાવને જુદા પાડવાથી મોક્ષમાર્ગ હાથ લાગે. બાકી બાહ્ય તપ, જપ, ત્યાગ, ક્રિયાકાંડ, આદિથી એકાદ ભવનું સુખ ને સદ્ગતિ મળે. આ ભેગાપણું છે ત્યાં જુદાપણું કરી બંધનમાંથી છૂટકારો કરવાનો છે.. - જ્ઞાનમાંથી રાગાદિ વિકારોને છૂટા પાડવાના છે. તે માટે જ્ઞાન અને રાગનું સ્વરૂપ વિચારીને પ્રજ્ઞા છીણીથી તે બંનેને જુદા પાડવાના છે. ટૂંકમાં આ પ્રથમ કડીમાં યોગી કવિશ્રી વિનતિ કરી રહ્યા છે; “હે પ્રભો ! આપે જે પૂર્ણતાની પ્રાપ્તિ કરી છે, એવી પૂર્ણતાની પ્રાપ્તિની મને ભૂખ લાગી છે. એ ભૂખને ભાંગવાનો માર્ગ દુર્ગમ છે. પોતાના ગુણપર્યાયને જે અવિચલ રાખી શકે છે, તે જ આ અધ્યાત્મ માર્ગે ચાલી શકે છે. જેને પોતાના વર્તમાન ગુણપર્યાયની મલિનતાનું ભાન નથી અને જો કોઈકને વળી ભાન હોય તો પણ તેની પીડા નથી, એવી વ્યક્તિઓ દેહતાદાભ્ય બુદ્ધિથી વધુને વધુ મલિન થઈ રહી છે. એમ કરીને તેઓ પ્રાપ્ત માનવભવને વેડફી રહ્યાં છે. આવા લોકો અનંતગુણધામને અર્થાત્ - જ્ઞાનનો સમ્યમ્ ઉધાડ એ જ ઘર્મ. પૂણ્યનો બંઘ એ ઘર્મ નથી પણ શુભક્રિયાનું ફળ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ 45 , હૃદય નયન નિહાળે જગધણી 卐 મુક્તિધામને પામવાના માર્ગને કેમ કરી વિચારી શકે, ને તે માર્ગે કેમ ચાલી શકે ? પરંતુ યોગીરાજજીએ પ્રથમ શ્રી ઋષભદેવ તીર્થંકર ભગવંત સ્તવના દ્વારા જાતને અને આપણ સહુને આત્માના પરમાત્મસ્વરૂપનું લક્ષ બેસાડ્યું છે અને તેથી કરી આ પંક્તિના ગાનથી પરમાત્મસ્વરૂપ પ્રાગટ્યના પંથની અભિલાષા જગાવી રહ્યાં છે. ચરમ નયણ કરી મારગ જોવતા રે, ભૂલ્યો સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર..પંથડો..૨ પાઠાંતરે ‘ચરમ'ની જગાએ ‘ચર્મ’, ‘નયન’ની જગાએ ‘નયણે’, ‘જોવતાં’ની જગાએ ‘જોવતો’, અને ‘ભૂલ્યો’ની જગાએ ‘ભૂલો’ છે. શબ્દાર્થ : સ્થૂળ ચર્મચક્ષુથી માર્ગને જોવા જતાં સંસાર આખો ભૂલો પડી ગયો છે-ભૂલથાપ ખાઈ ગયો છે. જે નયનથી મારગ જોઈ શકાય એમ છે તે નયનો તો દિવ્ય હોવા જોઈએ એ તું જાણ. અથવા તો દિવ્યવિચાર એટલે કે દિવ્યજ્ઞાનરૂપ દિવ્ય નયનોથી જ આ માર્ગ જોઇ જાણી શકાય તેમ છે. પણ બીજી કોઈ રીતે નહિ. લક્ષ્યાર્થ-વિવેચન : પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિનો સાધનામાર્ગ જોવો છે. એ જોવાને માટે સાધન જોઈએ. વાસ્તવિક, મૌલિક પરિસ્થિતિ તો એવી હોવી જોઈએ કે જે જોનારો અને જાણનારો જ્ઞાતા-દૃષ્ટા આત્મા છે, તેણે પોતે પોતાવડે એટલે કે આત્માએ આત્મા વડે જોવું જોઈએ. પરંતુ અજ્ઞાનના યોગે આત્મા એના મૂળ શુદ્ધસ્વરૂપમાં નથી, તેથી વર્તમાને તે શક્ય નથી. આત્મા એના સ્વ-ભાવમાં નથી પણ વિભાવમાં છે. એ વિભાવમાં હોવાથી એને જે જોવાનું સાધન આંખ એટલે કે ચર્મચક્ષુ સંસાર પર્યાયમાં છે. મોક્ષમાર્ગ અને મોક્ષ પણ પર્યાયમાં છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 46 (ચરમ નયણ) મળ્યાં છે, તેની મદદ વડે જ મારગ જોવી પડે એમ છે. સીધેસીધું-Direct આત્મા વડે જોવાનું વર્તમાનમાં શક્ય નથી. તેથી મળેલાં સાધન ચરમ નયનના માધ્યમથી જોવું પડે એમ છે. નબળી આંખવાળી વ્યક્તિ સીધેસીધું-Direct આંખથી નહિ જોતાં ચશ્માની મદદ વડે ચશ્માના માધ્યમથી Indirect આંખ વડે જેમ જુએ છે; તેના જેવી આ વાત છે. જ્યાં મૌલિકતા રહી નથી અને કોઈક માધ્યમથી કામ કરવું પડતું હોય છે ત્યાં પરાધીનતા અને મર્યાદા આવે છે. મળેલી ચામડાની આંખથી - ચક્ષુરિન્દ્રિયથી કેવું અને કેટલું જોઈ શકાય? એની મર્યાદા છે. દૃષ્ટિ અમુક અંતરથી પેલે પારનું જોઈ શકતી નથી. વળી Eye illusion એટલે કે દૃષ્ટિભ્રમ પણ થાય છે. ખૂબ વેગથી દોડતી ટ્રેનનો પ્રવાસી પોતે સ્થિર હોવાનો અહેસાસ કરે છે અને બારી બહારના વૃક્ષો ગતિ કરતાં જણાય છે. મધદરિયે પાણી સિવાય કશું જ દેખાતું નથી તેથી બધું ગોળાકાર જણાય છે અને દિશાભાન ભૂલાઈ જવાય છે. પર્વતના શિખર ઉપરથી તળેટીમાં રહેલ વસ્તુઓ નાનકડી-ટચુકડી જણાય છે. પીળીઓ-કમળો થયો હોય તેને બધી વસ્તુ પીળી દેખાતી હોય છે. આંખે મોતિયો આવ્યો હોય એને બધું ધુંધળું દેખાતું હોય છે. પાણીમાં રહેલ વસ્તુ ત્રાસી જણાતી હોય છે. ચક્કર કે તમ્મર આવ્યા હોય એને બધું ગોળ-ગોળ ફરતું દેખાય છે. સૂર્યપ્રકાશ કે અન્ય પ્રકારનો કોઈ પ્રકાશ હોય ત્યારે, દૃષ્ટિમર્યાદામાં જેટલું આવી શકે તેટલું જ જોઈ શકે છે. આમ મળેલા ચર્મચક્ષુની બહારમાં જોવાની પણ પૂરેપૂરી ક્ષમતા નહિ હોય તો તે ભીતર તો કેમ કરી ડોકિયું કરી શકે અને દેખી શકે? જ્યાં દૃષ્ટિમર્યાદા અને દૃષ્ટિભ્રમ છે ત્યાં સ્થૂલદષ્ટિના કારણે ખોટે માર્ગે ચડી જઈ ભૂલા પડી જવાની સંભાવનાઓ ઘણી છે. “ભૂલ્યો સયલ સંસાર...” સયલ એટલે કે સકલ અને સંસાર સંસાર ખોટી-અવળી માન્યતાથી ઊભો થાય છે કેમકે જીવની માન્યતા એક પ્રકારનો પર્યાય છે. માટે સંસાર પર્યાયમાં છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ 47 - હૃદય નયન નિહાળે જગધણી એટલે જગત. જ્યાં દેખવાની દૃષ્ટિશક્તિ જ નબળી છે, દૃષ્ટિભ્રમના કારણે અવળી, ઊંધી, ખોટી, મિથ્યા દૃષ્ટિ છે ત્યાં ભૂલા પડવાપણું છે. આખો સંસાર દૃષ્ટિભ્રમ એટલે ભૂલભરેલી દૃષ્ટિથી ઊભો થયો છે અથવા તો દૃષ્ટિભ્રમના કારણે આખું જગત ભૂલું પડ્યું છે. વિનાશી એવા દેહમાં હું-પણું સ્થાપ્યું છે તે મોટામાં મોટી ભૂલ છે. .. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી અવળી એવી મિથ્યાદૃષ્ટિ છે ત્યાં સુધી ભાવ અંધત્વ જ છે અને એ અંધત્વના કારણે જે સમસ્ત સંસારના લોકો શિવનગરના પંથે પ્રયાણ કરવાના બદલે સંસારમાર્ગે ભૂલા પડી ગયા છે. “જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર.” જે નયનોથી આ મારગ જોઈ શકાય છે તે નયન દિવ્યવિચારદિવ્યસમજ છે. પ્રાપ્ત ચર્મચક્ષુથી એટલે કે સ્થૂલદષ્ટિથી તો આ મારગ જોઈ શકાય એમ નથી. એ ચર્મચક્ષુએ દેખાડેલા માર્ગે ચાલવા જતાં તો ભૂલા પડી જવાય એવું છે. તો પછી કઈ રીતે માર્ગ જોઈ શકાય? સમાધાનમાં યોગીરાજજી જણાવે છે કે જે નયનોથી આ માર્ગ જોઈ શકાય એમ છે તે નયન દિવ્યવિચાર-સમ્યગ્સમજ-દિવ્યસમજ છે. બાહ્ય ચર્મચક્ષુથી દેખાતી દ્રવ્યક્રિયા-બાહ્ય વ્યવહારક્રિયાને મોક્ષમાર્ગ માની લેવાની ભૂલ થાય છે અને “અમે મોક્ષમાર્ગ છીએ” એવા ભૂલાવામાં રહેવાય છે. એ તો અશુભમાંથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ છે. એ પુણ્યમાર્ગ જરૂર છે પણ નિષ્કર્મા થઈ અક્રિય બનવાનો મોક્ષમાર્ગ નથી. દિવ્યવિચાર કે જે સમ્યજ્ઞાન છે-ભેદજ્ઞાન છે, તેને વિવેકચક્ષુ માન્યતા-શ્રદ્ધા-દર્શન વગરનો જીવ કોઈ કાળે હોય નહિ. Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 48 હૃદયચક્ષુ-પ્રજ્ઞાચક્ષુ ખોલી આપે છે, તે દિવ્યવિચારથી મારગ જોઈ શકાય છે. એ દિવ્યવિચાર એટલે કે સમ્યજ્ઞાનના મૂળમાં સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન જ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપે પરિણમાવે છે. સમ્યગ્દર્શનને સર્વગુણાંશ કહ્યું છે કેમકે એમાં આત્માના સર્વ સ્વરૂપગુણોનું કેવળજ્ઞાનીના જેવું જ પરંતુ અનંતગુણોના પિંડરૂપ આત્મદ્રવ્યનું આંશિક અનુભવન હોય છે. એ ભાવિમાં પૂર્ણિમાનો પૂર્ણચન્દ્રપ્રકાશ બનનાર બીજની ચંદ્રરેખા છે. આત્માના પૂર્ણગુણોની એ આંશિક અનુભૂતિ હોવાથી સ્વરૂપદર્શન કરાવડાવી સ્વરૂપદષ્ટા બનાવે છે. આવી ગ્રંથિભેદજનિત સમ્યગ્દષ્ટિ જ દિવ્યવિચાર કહેતાં સમ્યજ્ઞાનરૂપી નયન અર્થાત્ સ્વરૂપદૃષ્ટિ છે. નવ પૂર્વથી અધિક જ્ઞાન ધરાવનાર શ્રુતમહર્ષિઓ નિયમા આવી સમ્યગ્દષ્ટિ ધરાવતા હોય છે. આવા સમ્યગ્દષ્ટિ આત્માઓ આત્મજ્ઞ હોવાથી આત્મવિચારી હોય છે, તેથી તેમના વિચાર દિવ્યવિચાર હોય છે. કહ્યું છે કે “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન.’’ એમની સવળી સાચી સમ્યગ્દષ્ટિ જ, સાચો દષ્ટિપાત કરી સાચો માર્ગ જોઈ શકે છે અને એ સ્વરૂપષ્ટષ્ટા જ સ્વરૂપમાર્ગે-મોક્ષમાર્ગે ચાલવાનો સમ્યક્ પુરુષાર્થ આદરી સ્વરૂપકર્તા બની શકે છે. મોક્ષમાર્ગ અને આત્માનંદનો પ્રારંભ જ અવિરત સમ્યગ્દષ્ટિ એવા ચોથા ગુણસ્થાનકથી છે. ગ્રંથિભેદ કરવાથી સમ્યગ્દષ્ટિના બળે જ ભેદજ્ઞાન વડે ભેદનો ભેદ કરતાં એટલે કે છેદ કરતા જઈ અભેદથી અભેદ થતાં જવાય છે. દોષનું દોષરૂપે દોષદર્શન અને ગુણનું ગુણરૂપે ગુણદર્શન કરી દોષને દૂર કરતાં જઈ ગુણની ખિલવણી કરતાં કરતાં ગુણારોહણ કરી શકાય છે. આંતરચક્ષુનું ઉદ્ઘાટન-ઉન્મિલન થયા વિના આંતરદર્શન થઈ શકતું નથી. તેથી જ તો આવા આંતરચક્ષુદાતા, સમ્યગ્દષ્ટિદાતા ગુરૂને વંદના કરી છે કે... ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગમાં રહીએ તો ઉપયોગવંત થઇએ. Page #92 -------------------------------------------------------------------------- ________________ 49 હૃદય નયન નિહાળે જગધણી "अज्ञानतिमिरान्धानं ज्ञानांजनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः।" “બિના નયન પાવે નહીં બિના નયનકી બાત; સેવે સગુરુ ચરન, સો પાવે સાક્ષાત્.” | દિવ્યવિચાર એટલે આત્મતત્ત્વવિચાર. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો? શું આ મારું સ્વરૂપ છે? નથી, તો મારું ખરું સ્વરૂપ કેવું છે? આ જે સંયોગ સંબંધો વળગ્યા છે અને એના બંધને બંધાયેલો છું, તે કેમ કરીને છે? કયા ને કોના બંધથી બંધન છે? શું એ રાખવા-જાળવવા-સાચવવા-વધારવા જેવા છે? કે પછી પરિહરવા-ત્યાજવા જેવા છે? આ આત્મતત્ત્વવિચાર-સ્વશોધનને પદ્યમાં જણાવે છે. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. આવા મૂળને તપાસનારા આત્મશોધનરૂપ જે દિવ્યવિચાર છે, તે જ સમ્યગ્દષ્ટિ એટલે દિવ્યનયન છે, જેના વડે પંથડો-મારગ નિહાળી શકાય છે. દેવાલયમાં પ્રાણપ્રતિષ્ઠિત થઈને બિરાજમાન બીજા અજિતનાથ ભગવાનના આલંબનથી, પોતામાં રહેલ પરમાત્મસ્વરૂપના દર્શનથી, પરમાત્મસ્વરૂપનો પરિચય થવાથી, એની પ્રીતિ-તડપન થવી, તે જ દિવ્યનયન મળવા તુલ્ય છે કે જેના વડે મારગ જોવાય છે. - પોતાના જ્ઞાનને જ પોતાનું શેય બનાવી, જ્ઞાતા પોતે પોતાના જ્ઞાનમાં સમાઈ જાય તે મોક્ષ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 50 સાધુપુરુષોને આગમ-શાસ્ત્રચક્ષુવાળા કહ્યા છે. સર્વ પ્રાણી માત્રને ચક્ષુ ઈન્દ્રિયવાળા એટલે ચર્મચક્ષુવાળા કહ્યાં છે. દેવો અવધિચક્ષુવાળા હોય છે અને સિદ્ધભગવંતો દિવ્ય ચક્ષુવાળા હોય છે. કેવળજ્ઞાનરૂપી દિવ્યચક્ષુ તો આ કાળે આ ક્ષેત્રમાં છે નહિ પરંતુ એ દિવ્યચક્ષુને આપનાર દિવ્યદૃષ્ટિ-દિવ્યનજર-સમ્યગ્દષ્ટિ તો છે, જે દિવ્યદૃષ્ટિ મળે તો માર્ગ હાથ લાગે એમ છે. આ કાળે આ ક્ષેત્રે એ સમ્યગ્દષ્ટિ મળે એમ છે અને તે મેળવવાની મથામણ અહીં વ્યક્ત થઈ છે. એકદમ ટુંકાણમાં વાત કરીએ તો કહેવાય કે. : All have eyes but few have vision. આંખો તો બધાં પાસે છે પણ સમ્યમ્ માર્ગે દોરી જનારી સમ્યગ્દષ્ટિ બહુ જુજ લોકો પાસે છે. પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધો અંધ પુલાય; વસ્તુવિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં થાય..પંથડો..૩ પુલય’નું પાઠાંતરે કોઈક ઠેકાણે પીલાય છે અને પલાય પણ છે. શબ્દાર્થ સંપ્રદાયથી ચાલ્યા આવતા પારંપરિક અનુભવ જ્ઞાનથી માર્ગને જોવા જાઉં તો એ આંધળાની પાછળ આંધળો પુલાતો હોય-ઠેલાતો કે દોરાતો હોય એવું થાય છે. અને જો આગમસિદ્ધાંત શાસ્ત્ર અનુસાર વસ્તુતત્ત્વની વિચારણા કરું છું તો, ત્યાં પગ મૂકી શકાય અને સ્થાન ગ્રહણ કરી સ્થિર એટલે મક્કમ થઈ શકાય એવું સ્થાન નથી. વિવેચનઃ પંથડો નિહાળવો છે. જે દિવ્ય નયનથી એ માર્ગને નિરખી શકાય એમ છે, એ દિવ્ય નયન તો હજુ મળ્યા નથી. ચર્મચક્ષુથી જ્ઞાનમાંથી જ્ઞાયકનું છૂટી જવું એ જ્ઞાતાનો મોટામાં મોટો અપરાધ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ 51 - હૃદય નયન નિહાળે જગધણી માર્ગ ભાળી-દેખી શકાય એમ નથી એટલે હવે યોગીરાજજી માર્ગદર્શન માટેના અન્ય ઉપાયો હોય તો તેની વિચારણા કરે છે. પરાપૂર્વથી જે સાંપ્રદાયિક કુળાચારની પ્રણાલિકા-પરંપરા ચાલી આવી છે, તે માર્ગે જોવા જતાં જાણે એક આંધળાની પાછળ બીજાએ પણ આંધળા બની દોરાવા જેવું થાય છે. માત્ર પરંપરાગત પ્રણાલિકાના આચરણથી તો એક ઘેટાની પાછળ બીજું ઘેટુ ઊંધું ઘાલીને ચાલે તેવું આંધળુકિયાં કરવા જેવું થાય છે. એ તો અંધની પાછળ અંધ બની કુટાઈ મરવા જેવું કે પીલાઈ જવા જેવું થાય છે. યોગીરાજ આનંદઘનજી કાંઈ પરંપરાના વિરોધી નથી. ઊલટું ૨૧મા નમિ જિન સ્તવનની ૮મી કડીમાં પરંપરા અનુભવનું સમર્થન કર્યું છે અને કહ્યું છે... ચૂરણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમયપુરુષનાં અંગ કહ્યાં છે, જે છેદે તે દુર્ભવ્ય રે.. પડ૦૮ એઓશ્રીનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કેવળ બાહ્ય વ્યવહારથી, “આગે સે ચલી આયી'ની નીતિ પ્રમાણે કુળની રીતિ મુજબ કે સાંપ્રદાયિક ધારા ધોરણ પ્રમાણે ઊંધું ઘાલીને, માત્ર કરણી કરવી, તે અંધ બનીને અંધને અનુસરવા અને કુટાવા જેવું થાય છે. અઢાર પાપસ્થાનકની પરિણતિના ઘટાડા વિનાની; જે દોષદર્શન, દોષપીડન, દોષહનન વિનાની, કોઈપણ જાતના લક્ષ કે ધ્યેય-હેતુ વિના ગતાનુગતિક, અન્યહેતુક અથવા અહેતુક દર્શન, ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિની ક્રિયા થાય છે, તેની ઉપર ઘા મારી પ્રહાર કરતાં કવિશ્રી એવી પરંપરાને આકાશ જે લોકાલોક વ્યાપક છે તો જ્ઞાન લોકાલોક પ્રકાશક છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી ‘અંધો અંધ-પુલાય’ કહે છે. અમૃત અનુષ્ઠાન ભલે ન થાય પણ હેતુ સમજીને, હાર્દ જાણીને તદ્ભુતુ અનુષ્ઠાન તો થવું જોઈએ કે નહિ? આપણે તો સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય છીએ તો પછી ક્રિયા સમ્પુર્ણિમ જેવી કેવી રીતે ચાલે? 52 ક્રિયામાં કરવાપણું ને ચાલવાપણું છે. જ્ઞાનમાં દેખણપણું ને દોરવાપણું છે. દેખનારો હોય તે જ દોરનારો હોય. તેથી જ શાસ્ત્રકારોએ ‘જ્ઞાનયિાભ્યામ્ મોક્ષ:’નું સૂત્ર આપ્યું છે. જ્ઞાન જે દેખી શકે છે અને ગંતવ્યસ્થાનના માર્ગે દોરી શકે છે, તેના વિનાની માત્ર ક્રિયા એ ઘાણીના બળદ જેવી ચક્કર મારવા જેવી ચક્રગતિ ઠરશે અને ક્રિયા વિનાનું માત્ર જ્ઞાન ફળવિહોણું-વાંઝણું ઠરશે. - ક્રિયા પુદ્દગલનાં માધ્યમથી થતી હોય છે તેથી ક્રિયામાં પરાધીનતા અને મર્યાદીતા હોય છે. જ્યારે જ્ઞાન એ આત્માનો ભાવસ્વભાવ છે તેથી તે સ્વાધીન અને વ્યાપક છે. મૂળ જો જ્ઞાન આત્માનું હશે તો એ આત્મતત્ત્વ માટે જ દોરશે કેલશે અને આત્મક્રિયાજ્ઞાનક્રિયા કરાવી કેવળજ્ઞાનને-પરમાત્મસ્વરૂપને પમાડશે જ! જેમ ભૂખ જ ભૂખ્યાને ભૂખતૃપ્તિ માટે પ્રયોજે છે તેમ જ્ઞાન-સમ્યજ્ઞાન જ જ્ઞાનકેવળજ્ઞાન માટે પ્રેરે છે. આ સંદર્ભમાં જ ।। પઢમં નાળ તો વા।। નું સૂત્ર છે. ક્રિયાના મૂળમાં જ્ઞાન છે, જેવી રીતે કર્મેન્દ્રિયો (હાથપગાદિ)ની કાર્યશીલતાના મૂળમાં મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. એ લક્ષમાં રાખવા જેવું છે કે જેમ ચક્ષુવાળો માણસ પણ તેજ (પ્રકાશ-અજવાળાં) વિના જોઈ શકતો નથી તેમ જીવ પણ જ્ઞાની હોવા છતાં શુદ્ધ ચારિત્ર વિના મુક્તિ પામતો નથી. આત્મશ્રેયાર્થીએ તો જ્ઞાનના સ્થાને જ્ઞાન અને ક્રિયાના સ્થાને ક્રિયા એમ બન્નેય નયને સ્વીકારીને આત્મશ્રેય સાધવું આકાશ જો ક્ષેત્રથી વ્યાપક છે, તો આત્મા સર્વ પ્રકાશક હોવાના નાતે જ્ઞાનથી સર્વ વ્યાપક છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ 53 હૃદય નયન નિહાળે જગધણી 新 જોઈએ અને તે માટે જ વિવાદથી સો ગાઉ દૂર રહેવું જોઈએ. જડ ચેતન મિશ્રિત દ્વૈત (એકથી વધારે) અવસ્થા છે. એ દ્વૈતમાંથી જ અદ્વૈત (એક) એવા પરમ આત્મભાવ-સ્વભાવમાં જવાનું છે. ત્યાં અદ્વૈતમાં પહોંચવા માટે જ àતે (સંસારી જીવે), દ્વૈત એવા દ્રવ્ય-ભાવ, વ્યવહાર-નિશ્ચય, અપવાદ-ઉત્સર્ગ, ક્રિયા-જ્ઞાન, પર્યાયાસ્તિકનય-દ્રવ્યાસ્તિકનયનો આશ્રય લેવાનો છે. દ્વૈત એ તો અદ્વૈતમાં પ્રવેશ કરાવનારું આંગણું છે. 'સિદ્ધ થયા પછી જડ, પુદ્ગલરહિત શુદ્ધ, મુક્ત, નિરંજન, નિરાકાર, નિરાલંબ, નિરપેક્ષ, નિરાવૃત્ત ચેતન જ છે અને પછી ત્યાં કોઈ વ્યવહાર છે જ નહિ. દેશ (ક્ષેત્ર) કાળથી પર આત્મદ્રવ્યનું નિશ્ચયાત્મક-ભાવાત્મક અદ્વૈત અસ્તિત્વ છે. આપણે સ્યાદ્વાદ દર્શનમાં જન્મેલા હોવાના કારણે આપણામાં અનેકાન્તવાદયુક્ત સાપેક્ષ તત્ત્વની વિચારણા હોવી જોઈએ, જેથી વાદી અને પ્રતિવાદી ઉભય પક્ષે કષાય થાય નહિ. પરંપરામાં ધર્મ માનવા જતાં સ્વ મતના અતિ આગ્રહી થઈ મતાંધ થઈ જવાય છે. તેથી અનેકાન્તવાદી મટી એકાન્તવાદી બની પોતાના મતને સાચો ઠેરવવાનો જે મમત રહે છે તેને પણ કવિવરે અત્રે ‘અંધો અંધ પુલાય’ કહી ઠપકાર્યો હોવાની સંભાવના છે. જ્ઞાનપૂજામાં પણ ગાયું છે.... “કંચન નાણુ રે લોચનવંત લહે, અંધો અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્વાદરસ સમુદાય રે. જ્ઞાનપદ ભજિયે રે, જગત સુહંકરું.'' ટૂંકમાં યોગીરાજનું કહેવાનું તાત્પર્ય એટલું જ કે જાણ્યા, સમજ્યા વગર પરંપરામાં પરંપડા કરવા સ્વરૂપ આંધળુકિયા નહિ કરો ! એ પરંપરા પણ કેવી મહાન છે અને એ આત્માને મહાત્મા ને મહાત્મામાંથી પરમાત્મા સમજણ પછી આયરણ. વ્યવહારમાં પણ જાગરણ પછી આયરણ હોય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 54 બનાવનારી છે; તેથી તેની સમજ મેળવી પૂરેપૂરા આદર, બહુમાનપૂર્વક પરમપદની પ્રાપ્તિના લક્ષે આરાધો અને સ્વયં આરાધ્ય-પૂજ્ય બનો ! આગળ હવે બીજો વિકલ્પ વિચારે છે... ‘વસ્તુવિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય.’’ પરંપરાના માર્ગે દોરનારો દેખતો એટલે કે દિવ્યવિચારવાળો ન હોય તો આંધળું અનુસરણ થવાનો ભય રહે છે. યોગીરાજજી હવે એક વધુ વિકલ્પની વિચારણા કરે છે. જે કાંઈ આગમશાસ્ત્રો કે સિદ્ધાંતો મળ્યા છે, તેના આધારે વસ્તુતત્ત્વનો વિચાર કરીએ. શાસ્ત્રચક્ષુ કે આગમચક્ષુના કે આધારે મોક્ષમાર્ગની વિચારણા કરીએ તો, જે કાંઈ આચરણા શાસ્ત્રમાં બતાવી છે, તેવી નિરતિચાર આચરણા, આ વર્તમાનકાળમાં અશક્ય ભલે ન હોય પણ દુરારાધ્ય તો છે જ ! “અજાણ્યા અને આંધળા બેઉ સરખા.’’ એવી લોક વાયકા છે. જોઈ તો નથી શકતાં પણ કોઈના કહેવાથી કે કોઈક જાણકારના જણાવવા વડે જાણી તો શકાય એમ છે. પુરુષ પરંપરાએ જાણવા જતાં તો આંધળુકિયા થવાની સંભાવના છે. જે વિશ્વસનીય શ્રદ્ધેય મહાપુરુષો છે, તેમને આપ્તપુરુષ કહેવાય છે. આપ્તપુરુષોના વચનો એટલે કે આપ્તવાણી જે શબ્દસ્થ અને ગ્રંથસ્થ થઈ છે, તેને આગમશાસ્ત્રો-સિદ્ધાંત કહેવાય છે. વસ્તુતત્ત્વનો વિચાર હવે જો આગમશાસ્ત્રોના આધારે કરવા જઈએ છીએ તો, ‘શાસ્ત્રો ઘણા મતિ થોડલી’”ની સ્થિતિનું નિર્માણ થાય છે. શાસ્ત્રો ઘણા બધાં છે. જગતમાં જૈનો નગણ્ય મુઠ્ઠીભર જ છે, છતાં એમની પાસે દ્વાદશાંગી પ્રમાણ મૂળ જ્ઞાનમાંથી હાલમાં બચેલ ૪૫ જેને સંસારમાં ખોટ ખાતા આવડે તેને અઘ્યાત્મમાં નફો રળતા આવડે. Page #98 -------------------------------------------------------------------------- ________________ 55 - હૃદય નયન નિહાળે જગધણી આગમપ્રમાણ જે ખજાનો છે તે પણ વિપુલ છે. તત્ત્વની દૃષ્ટિએ તો ચડિયાતો, ઊંચો છે પણ સાથે પ્રમાણમાં ય ખુબ વિશાળ છે. - પ્રાયઃ બધાં જ દર્શનોની દાર્શનિક વાતો એમના એકાદા ભગવદ્ગીતા, બાઈબલ, કુરાનાદિમાં સમાઈ જતી હોય છે. જૈન દર્શનનું દાર્શનિક સાહિત્ય એટલું બધું વિશાળ છે કે તેને કોઈ એકાદ ગ્રંથ પૂરતું સીમિત કરી શકાય એમ નથી. એ તો શ્રતનો મહાસાગર છે. બુદ્ધિ થોડી છે અને આયખું અલ્પ છે. એમાંય શાસ્ત્રાભ્યાસ માટે જ વપરાતી મતિ અને સમય તો ઘણાં જ ઓછા ને આછો છે. સામાન્ય બુદ્ધિથી અસામાન્ય, ગહન અને અગાધ આગમશાસ્ત્રોનું પાર કેમ પમાય? એક શબ્દનો અર્થ એકથી અધિક હોય છે. વળી રે શબ્દનો પ્રયોગ ક્યારે, કેવી રીતે, કોના અનુસંધાનમાં થયો છે એ પણ લક્ષમાં લેવું પડતું હોય છે. જ્ઞાની, ગીતાર્થ-ગુરૂના માર્ગદર્શન વિના જે શબ્દનો અર્થ પણ સાચો પકડી શકાતો નથી તો પછી ભાવાર્થ, લક્ષ્યા અને ઐદંપર્થ સુધી તો કેમ પહોંચી શકાય? એટલું જ નહિ પણ જો સમ્યગ્દર્શન ન હોય તો જ્ઞાન પણ મિથ્યારૂપે પરિણમે છે. બધાં શાસ્ત્રોની વાત બાજુએ રાખી શ્રુતકેવલી શય્યભવસૂરિજીએ પોતાના દીક્ષિત બાળપૂત્ર મુનિ મનકના આત્મકલ્યાણ માટે રચેલ દશવૈકાલિક સૂત્ર” કે જે આજે પણ સર્વ સાધુઓના સાધુજીવનનો પ્રાણ છે. તે સૂત્રને અને આગળ વધી પ્રથમ-અંગ “આચારાંગ સૂત્રને કેન્દ્રમાં રાખી વિચારણા કરીએ તો, તે શાસ્ત્રોના આધારે “ચરણ ધરણ નહી ઠાય...જેવી સ્થિતિ છે. આવું યોગીરાજ અવધૂત એવા આનંદઘનજી કહી રહ્યા છે. દેહાધ્યાસને કારણે દેહયેષ્ટા શીખવાડવી પડતી નથી. સ્વરૂપયેષ્ટા શીખવવી પડે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 56 આ હુંડા અવસર્પિણીના પાંચમા આરાના પડતા કાળમાં ઉપરોક્ત આચારસૂત્રોમાં વર્ણવ્યા પ્રમાણેનો સાધ્વાચાર જીવનમાં ચરિતાર્થ કરવો અત્યંત દુષ્કર અને દુરારાધ્ય છે. ચારિત્રની એ ધરતી ઉપર એટલે કે એ ઊંચી ભૂમિકા ઉપર કોઈને સ્થાન નથી. અથવા તો એ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબના ચારિત્રધરોને અવતરણ યોગ્ય આ ધરણી નથી. અહીં કવિરાજનો કહેવાનો ભાવ એ જણાય છે કે ‘ઉચ્ચકોટિના નિરતિચાર ચારિત્ર'ને પ્રાયોગ્ય જે ચોથા આરાનો કાળ જોઈએ તે નથી. શાસ્ત્રની ‘શ્રમણ’ અને ‘મુનિ’ની વ્યાખ્યાને અનુરૂપ ચારિત્રધરના ચરણમાં પણ સ્થાન નથી,· એવું વર્તમાનનું બકુશ-કુશીલ પ્રકારનું ચારિત્ર છે. જો બધું જ શાસ્ત્રાભ્યાસથી જ પામી જવાતું હોત તો પૂર્વધરોને ભવભ્રમણ હોત નહિ. એટલું જ નહિ પણ વર્તમાનમાં જે ચારિત્ર, જે આચરણા છે તે, એ ભૂમિકા-એ ગુણસ્થાનકને અનુરૂપ ભાવયુક્ત આચરણા-વિચારણા છે કે નહિ તે પણ મોટો પ્રશ્ન છે. ભગવાન સ્વયં તો પ્રાયઃ જે ભાવ દીક્ષિત હોય એટલે કે છઠ્ઠા ગુણઠાણાના ભાવને સ્પર્શેલા હોય અથવા તો સ્પર્શવાની સંભાવના હોય તેને જ દ્રવ્યદીક્ષા આપતાં હોય છે. ઉપમિતિમાં પણ આઠમા પ્રસ્તાવમાં ગુણધારણ રાજકુમારને ચારિત્ર લેવાના ભાવ હોવા છતાં અને ચારિત્રની માંગણી કરવા છતાં નિર્મળાચાર્ય ઉતાવળ કરવાની ના પાડે છે અને ક્ષમાદિ દશ કન્યાઓની સાથે પહેલા પાણિગ્રહણ કરવાની ભલામણ કરે છે. આ સંદર્ભમાં પણ કવિરાજનું કહેવું હોઈ શકે કે શાસ્ત્રોક્ત રીતે વસ્તુતત્ત્વને વિચારતા જો શાસ્ત્રોક્ત ભાવ અનુરૂપ ચારિત્ર નથી તો ‘ચરણ ધરણ નહીં ઠાય’ સાધુ થાય છે તે સિદ્ધપદને પામે છે. પંચ પરમેષ્ઠિના પાંચ પદોમાં પાયાનું પાંચમું પદ સાધુ ભગવંતનું છે, જેને “નમો લોએ સવ્વ સાહૂણં’’ ‘હું દેહ છું !’ એ એક જ વિકલ્પ - એક દંડિયા મહેલ ઉપર સંસાર છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ 57 - હૃદય નયન નિહાળે જગધણી કહેવા દ્વારા નમસ્કાર કરવામાં આવે છે. આખાય ધર્મમહેલનું મંડાણચણતર આ પાયા ઉપર છે. પાયો જ કાચો હોય તો તે મહેલનો બોજો ખમી શકે નહિ અને મહેલને ડગતા કે કકડભૂસ થતાં રોકી શકાય નહિ. “હું સિદ્ધસ્વરૂપ છું !' અને મારે મારા સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું છે એવા સંકલ્પથી સાધુવેશ ગ્રહણ કરીને સાધુતાને સ્વીકારી છે; તે સાધુવેશ કે દિગંબરપણાની કિંમત નથી. કિંમત શુદ્ધ ચારિત્રની છે. “હું સિદ્ધસ્વરૂપ છું !” ના વિકલ્પની સાથે સાથે “હું દેહ નથી!” એ વિકલ્પ જોઈશે. તો જ દેહમો જશે, દેહભાવ ઘટશે, વિદેહી-દેહાતીત થઈ અદેહી બનાશે. અન્ય અજ્ઞાની જીવોના મનનું રંજન કરવા પ્રવચનોનો ધોધં વહાવાય અને અંતરદશા મેલી હોય તો ધર્મપ્રસાદ ડગ્યા વિના રહે નહિ. રત્નાકર પચ્ચીશીની રચનાનું મૂળ કથાનક આ જ વસ્તુ સમજાવે છે. અંતરચક્ષુ બંધ પડ્યા હોય અને ચર્મચક્ષુથી ધર્મ શોધાય તો એ મળે કેમ? પંચમપદને દીપાવે-શોભાવે એવી ચારિત્રની ધરણી એટલે પૃથ્વી માતા અર્થાત્ અષ્ટ પ્રવચન માતા ! શું એ ધરતી ઉપર આપણા ચરણ મંડાયેલા છે કે પછી પાયા વગર હવામાં અધ્ધર લટકીએ છીએ? વૃક્ષના જેવું તો નથી ને કે મૂળ માથું મૂળિયા ધરતીમાં અને પગ આકાશમાં ફેલાયેલા હોય? આવું શીર્ષાસન હોય તો પછી વિકાસ ક્યાંથી થાય? એટલે જ કદાચ યોગીરાજ કહે છે... “વસ્તુ વિચારે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય.” આકાશની બહાર જેમ આપણે નથી તેમ પરમાત્માના જ્ઞાનની બહાર આપણે નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 58 તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કોય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.. પંથડો..૪ પાઠાંતરે પહુંચેના સ્થાને પહોંચે કે પોહચે, અભિમતના સ્થાને અભિમતે, વસ્તુગતેના સ્થાને વસ્તુગતિ અને જગના સ્થાન જગિ છે. શબ્દાર્થ : તર્ક એટલે અનુમાન પ્રમાણના ન્યાયમાર્ગે વસ્તુતત્ત્વની વિચારણા કરવા જતાં તો વાદ વિવાદની પરંપરા ચાલે છે અને પછી એનો કોઈ પાર-છેડો-અંત જ આવતો નથી. જે અભિમત એટલે કે અભીપ્સિત-ઈચ્છિત વસ્તુ છે, તે વસ્તુને વસ્તુગતે એટલે વસ્તુરૂપે, યથાર્થ રીતે કહેનારા અને સમજીને સમજાવનારા તો જગત આખામાંથી કોઈક વિરલા જ જોવામાં આવતા હોય છે. વિવેચન-લક્ષ્યાર્થ : ચર્મચક્ષુ, પુરુષપરંપરાગત અનુભવ, શાસ્ત્રાધારથી પંથાવલોકન કરવાની વિચારણાના અનુસંધાનમાં, યોગીરાજ કવિવર્ય હવે તર્કશાસ્ત્રના ન્યાયમાર્ગે વસ્તુતત્ત્વનો નિર્ણય કરવાના વિકલ્પને વિચારે છે. તર્કશાસ્ત્ર Logic ની મદદથી તાર્કિક રીતે Logically વિચારવામાં બુદ્ધિ તત્ત્વનો સહારો લેવો પડે છે. જૈન તત્ત્વદર્શન યુક્તિયુક્ત તર્કસંગત વૈજ્ઞાનિક દર્શન છે. એ અખંડ સળંગ અને સરળ મોક્ષમાર્ગ બતાડનાર તર્કબદ્ધ આત્મવિજ્ઞાન છે, છતાં એમાં વાદ પરંપરામાં સરી જવાતું હોય છે, કારણ કે વાદમાં બુદ્ધિની પ્રાધાન્યતા હોય છે. બુદ્ધિ એ અહંકારના માધ્યમથી આવતો જ્ઞાનપ્રકાશ છે. તેથી તર્કવાદમાં અહંની અથડામણ થાય છે. પરસ્પર એકબીજાના (વાદી-પ્રતિવાદીના) અહં ટકરાય છે. પરિણામે વાદ, સંવાદમાં પરિણમીને વસ્તુતત્ત્વના યથાર્થ નિર્ણય સુધી ફાટી ગયું છે તે વિનાશીભાવ છે. મેલું થયું છે તે વિકારીભાવ-અશુદ્ધિ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ 59 હૃદય નયન નિહાળે જગધણી 新 પહોંચાડવાને બદલે વિવાદ, વિખવાદ અને પછી વૈમનસ્યનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રત્યેક પક્ષ પોતપોતાનો અહં પોષવા અને પોતાનો જ કક્કો ખરો કરવા મથે છે. પછી સત્યશોધનની નિરાગ્રહી, સુબુદ્ધિ નહિ રહેતાં જૂઠને સાચું અને સાચાને જૂઠું ઠેરવવામાં હેઠે ઉતારી પાડનારી કુબુદ્ધિ બની જાય છે. આ વસ્તુસ્થિતિ આજના ન્યાયની અદાલતોમાં સુસ્પષ્ટ જોવા મળે છે. “હોઠ સાજા તો ઉત્તર ઝાઝા'' એ ઉક્તિથી બુદ્ધિની લડાઇનાં દાવપેચ રમાય છે. એટલે જ કહ્યું છે કે ‘“તTM અપ્રતિષ્ઠિતઃ’’ સ્વમત સમર્થનના મમતમાં ઉપશમતા પામવાને બદલે ઉત્પાત મચાવતા જણાય છે. આત્મા એ સામાન્ય ચીજ નથી, પણ તત્ત્વથી ઘેરાયેલી રહસ્યપૂર્ણ, ગૂઢ, ગુપ્ત વસ્તુ છે. તે અનેક ભેદો વચ્ચે ગુંચવાયેલી હોવાથી તેનો તાત્કાલિક નિર્ણય કે ખુલાસો આપી શકે તેવા જ્ઞાની અને અનુભવી મહાત્માઓનો જોગ મળવો આ કાળમાં દુર્લભ છે. આગમ-અભ્યાસી મહાત્માઓ ઘણાં છે, વાદલબ્ધિવાળા પણ ઘણાં છે, તાર્કિક-શક્તિવાળા નૈયાયિકો અને વ્યાકરણશાસ્ત્રીઓ પણ ઘણાં છે પરંતુ આત્મજ્ઞાનીઓનો દુકાળ વર્તે છે. વાદ-વિવાદથી ધર્મના ખંડ-ખંડ ભાગલા પડી ગયાં. મત-મતાંતર ઊભા થયાં. આપસ-આપસમાં ઘર્ષણ, વૈમનસ્ય અને મનભેદ વધ્યાં. નિઃશંક, નિ, નિર્વિવાદ, આત્મતત્ત્વ સુધી પહોંચવાને બદલે વાદમાં અટકી જઈ અટવાઈ ગયાં. વાદ, સંવાદ અર્થે છે, નિઃશંક તત્ત્વનિર્ણય માટે છે. તત્ત્વસમજ વિના ગ્રંથિભેદ થઈ શકતો નથી. ગ્રંથિભેદ થયા પછી તત્ત્વનિર્ણય થતાં તત્ત્વશ્રદ્ધાન દૃઢ બની જાય છે જે વાસ્તવિક સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન છે. એ વાદ જ્યારે હઠવાદમાં પરિણમે છે ત્યારે જ્ઞાનને અજ્ઞાન બનવામાં વાર નથી લાગતી. બુદ્ધિ પોતે જ જ્ઞાનત્વનો અભાવ એ અજ્ઞાન નહિ પણ જ્ઞાનની વિકૃતિ તે અજ્ઞાન છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી ભેદગ્રાહી છે. એવી બુદ્ધિથી ગ્રંથિનો ભેદ થાય નહિ. મલિન-બુદ્ધિ વાદસર્જક છે. આત્મતત્ત્વને પામવા ભીતરમાંથી ફૂટતું (પ્રગટતું) નિર્મળ જ્ઞાન જોઈએ. તર્ક અને અહંની જુગલબંધી છે, જે અનંતાનંત જન્મોથી ચાલી આવે છે. બંનેની અન્યોન્ય ભાગીદારી છે. ગાંધી અને વૈદ્યના જેવું સહિયારું છે. તર્કને બચાવવા અહમ્ મેદાનમાં કૂદી પડે છે તો ક્યારેક અહમના બચાવમાં તર્ક મેદાનમાં ઉતરી આવે છે. ક્યારેક પ્રવચન ફ્લોપ (નિષ્ફળી જાય છે ત્યારે અહંના બચાવમાં તુરત જ તર્ક હાજર થઈ કહે છે કે આજે તબિયત બરાબર નહોતી. સામો માણસ રજુઆત કરાયેલી વાતને ખોટી ઠેરવવા માંગે છે ત્યારે પણ અહમ્ ઘવાય છે. તે સમયે પણ અહમના બચાવમાં તર્ક લડાવવામાં આવે છે અને શાસ્ત્રપંક્તિ શોધી કાઢી, તેને ટાંકીને વાતને સાચી ઠેરવવાના શક્ય તેટલા બધાં જ પ્રયત્નો કરવામાં આવે છે. અહંકાર તર્કને કહે છે કે આત્મા સૂતેલો અજાગૃત છે, તેને જગાડતો નહિ. એ જાગશે તો પછી તું કે હું નહિ રહીએ. * . ભક્તિ-ઉપાસનામાં તો પ્રેમનું માહભ્ય હોય છે. પક્ષાપક્ષી મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ અને ગજગ્રાહના સ્થાને ત્યાં સર્વમત્રીના પ્રેમગાન ગવાતા હોય છે. ભક્તકવિ તો ગાય છે... “પ્રેમ બિના સબ શૂન્ય હૈ, જાનત નહીં જડ જીવ” શત્રુ મિત્ર સમાન ચિત્ત, સરખું કંચન લોહ; કહે પ્રીતમ જ્ઞાની વિશે, નહીં મમતા મદ મોહ.” સદ્દગુરુ તાર્ક જાણિએ, જાકી આકાશી રીત, સર્વ ઉપર સરખો સદા, નહીં વૈર નહીં પ્રીત.” પ્રકૃતિને એટલેકે સ્વભાવને સમજે તો વિકૃતિ-વિભાવ સમાય જાય. Page #104 -------------------------------------------------------------------------- ________________ 61 હૃદય નયન નિહાળે જગધણી 5 “કમઠે ધરશેંદ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ; પ્રભુસ્તુલ્ય-મનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ'’ પક્ષાપક્ષીથી પર નહિ થનારા અને વાદ-વિવાદ કરી ઝઘડનારાઓની ઠેકડી ઉડાવતા કચ્છના એક ભક્તકવિ પણ કહે છે... “ભક્તિ તણો જેને ભેદ ના લાધ્યો રે, મેલે ઢૂંસાની પરાન; વાદ વદીને રે, કાઢે છે હડાહડી, આ રંગ શેનો રે, બીબે બીજી ભાત પડી’’ કચ્છી કવિ કહે છે કે દાણા ઉપરના ઢૂંસા એટલે કે ફોતરામાંથી દોરડું બનાવી શકાતું નથી પરંતુ રેસામાંથી જ દોરડું બનાવી શકાય છે. જેને ભક્તિનો ભેખ લાધ્યો નથી તેવા જ વાદની હોડ બકે છે. એ કાંઈ ભક્તિનો રંગ નથી. આ તો આત્મબિંબ ઉપર પરબિંબની–પ્રતિબિંબની ભાત ઉપસાવી કાબરચીતરા બનવા જેવું થાય છે. જે વાદમાં નિખાલસતા, નિરાગ્રહતા, નિર્બંધનતા, વિશાળતા, વીતરાગતા અને સ્યાદ્વાદતા નથી તે, વિવાદ, વિખવાદ, વૈમનસ્યમાં પરિણમે છે. એ એક પ્રકારની શાબ્દિક-વાચિક હિંસા જ છે. હિંસાથી નિર્દેદ્ર નથી થવાતું. હિંસા તો દ્વંદ્વ-યુદ્ધમાં જ પરિણમતી હોય છે. તર્કમાં તો તાણાતાણી-ખેંચાતાણી ગજગ્રાહ જ હોય છે. એ તાણાતાણીમાં તો ખેંચાઈ ખેંચાઈને તૂટી જવાતું હોય છે. તેથી જ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજા જ્ઞાનસારમાં કહે છે... "वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ।।'' પરક્ષેત્રે જ્ઞાન જાણે અને સ્વ ક્ષેત્રે વેદે. જ્ઞાન જાણે તે પણ પાછું અપ્રયાસ-સહજપણે જાણે, સ્વાધીનપણે જાણે, વીતરણ-અવિકારી ભાવે જાણે, અક્રમથી પૂર્ણપણે જાણે. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 62 તલ પીલનારો બળદ ગતિ કરવા છતા તેનો અંત નથી આવતો તેમ અનિશ્ચિત વાદ-પ્રતિવાદને કરતાં વાદીઓ તત્ત્વના અંતને પામતા નથી. એ વાદવિવાદ, પરિઘ ઉપરની, અંતહીન, થકવી નાખનારી ચક્રગતિ જ બની રહે છે. કેન્દ્રગામી વિચારણા નહિ હોવાથી કેન્દ્ર એવા ગંતવ્યસ્થાન તરફ પ્રયાણ થતું જ નથી. પૂર્વના કાળમાં જ્યારે ધર્મ રાજ્યાંશ્રિત હતો અને વાદ વિવાદનું જ વાતાવરણ સર્વત્ર છવાયેલું હતું ત્યારે જૈનાચાર્યો સામે ચઢીને વાદ કરવા ક્યારેય ગયા નથી. વાદ કરવાની ફરજ પાડવામાં આવી છે ત્યારે પણ બહુલતાએ ખંડન કર્યા વિના સ્વમતનું મંડાણ કર્યું છે. એનું જ્વલંત ઉદાહરણ રોહગુપ્તનું છે અને બીજું દૃષ્ટાંત છે સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના ગુરુ વૃદ્ધ-વાદીદેવસૂરિ. એવું જ ત્રીજું દૃષ્ટાંત શ્વેતાંબરાચાર્ય વાદીદેવસૂરિ અને દિગમ્બરાચાર્ય કુમુદચંદ્રસુરિનું છે. સ્યાદ્વાદ શૈલિને સમજેલો સત્યશોધક, સાધક, સત્યનો ખોજી હોય પણ સત્યનો આગ્રહી ન હોય. કદાચ સત્યનો આગ્રહ રખાય તો તે ભાવ સત્યનો રખાય પણ દ્રવ્ય સત્યનો નહિ. ભાવ સત્યનો આગ્રહ પણ પોતાના માટે રખાય; બીજાને માટે નહિ. બીજાને તો વસ્તુ-સત્ય સમજાવવાનો જ પ્રયત્ન કરાય. એ કોઈ સાથે કદી વાદ-વિવાદમાં પડે નિહ. જો કોઈ સામો પૂછવા, સમજવા કે વાદ કરવા આવ્યો હોય, તો સ્યાદ્વાદ શૈલિથી, અહંશૂન્ય થઈ વીતરાગવાણીમાં સામાની અવળી અધૂરી વાતને સવળી કરી, તેની ત્રૂટીની પૂર્તિ કરી, સમાધાન કરી આપે પણ કોઈને ખોટો છે, એમ ક્યારેય નહિ કહે. એ જ્ઞાની, સ્યાદવાદી સમજે કે સામો સામાની ભૂમિકા મુજબ જ્યાં ઊભો છે ત્યાંથી એ જે એંગલ બોધ મળે પણ બોધિ નહિ મળે ત્યાં સુધી પ્રગતિ નહિ થાય. Page #106 -------------------------------------------------------------------------- ________________ 63 ય નયન નિહાળે જગધણી જે દૃષ્ટિકોણથી વસ્તુતત્ત્વને જુએ છે તે દૃષ્ટિકોણથી વાત કરે છે. જ્ઞાની, એના દૃષ્ટિકોણથી, એની વાત સમજીને એની વાત કયા દૃષ્ટિકોણથી છે અને અન્ય દૃષ્ટિકોણથી વસ્તુતત્ત્વ કઈ રીતે હોય, તે સમજાવીને વસ્તુતત્ત્વનો સ્વીકાર સામાની સન્મતિ ઉપર છોડી દઈ પોતે નિરાગ્રહી, મુક્ત, વીતરાગ રહે. સામી વ્યક્તિ ખોટી હોય તો પણ તેને “તું ખોટો છે!” એમ કહેવાય નહિ. કારણ કે તેમ કહેવામાં તેના ભાવપ્રાણ દુઃભાય છે અને તેથી તેમ કહેવા જતાં તેની ભાવહિંસા થાય છે. જે જ્ઞાની દ્રવ્યહિંસાના પાપથી પણ ડરે છે તે બીજાની ભાવહિંસા કેમ કરી શકે? વીતરાગ, સર્વજ્ઞ, તીર્થકર, મહાવીર-ભગવંત સામે વાદ કરવા આવેલ અને પછી સત્ય સમજાતાં શરણાગત થઈ સંપૂર્ણ સમર્પિત બનેલ ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ ગણધરનો પ્રસંગ આ જ વાત આપણને સમજાવે છે. જ્ઞાની કોઈનો પરાભવ ક્યારેય નહિ ઈચ્છે. એ તો રાગદ્વેષ જીતેલાં હોય અને જગતને જીતાડનારા એવા “જિણાણે જાવયાણ” અજિતનાથ ભગવાન જેવા પ્રેમસ્વરૂપ હોય. * . - વર્તમાન કાળમાં તો આયુષ્ય અલ્પ છે અને પાછી જ્ઞાનની મંદતા છે. તર્કવિતર્ક ને વાદવિવાદની પરંપરાથી કોઈનાથીય પાર પહોંચાય એમ નથી. એ પળોજણમાં તો ભવ, હારી જવા જેવું અને વેડફી નાખવા જેવું થાય છે. બુદ્ધિ ભેદક છે. (એ ભેદમાં ભેદ પાડી તડો પડાવે છે). પ્રજ્ઞાઆત્મજ્ઞાન ભેદ મીટાવી અભેદમાં લઈ જાય છે. વિશેષભાવમાંથી સામાન્યમાં લઈ જઈ નિર્વિશેષ પદે પહોંચાડે છે. બાર ભાવનાઓ અને વળી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ પણ એટલા જ માટે આપી છે કે વાદવિખવાદથી પર થઈ સમભાવમાં રહેવાય ને સ્વભાવમાં જવાય. સાયા ખોટામાં વિવેક હોય જ્યારે નિંદા-પ્રસંશા, પ્રતિકૂળતા-અનુકૂળતા, સારાં-નરસામાં સમભાવ હોય. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી સ્થૂળ આંખથી નિહાળતાં આખો સંસાર ભૂલો પડી ઊંધે રવાડે ચઢી ગયો હોય એમ લાગે છે. પુરુષ પરંપરામાં અંધની પાછળ અંધની શ્રેણી, આંખો બંધ રાખીને ગાડરિયા પ્રવાહમાં ચાલતી હોય એમ જણાય છે. માત્ર આગમદષ્ટિએ વસ્તુવિચારણા કરવામાં આવે તો પગ મૂકવાનું ઠેકાણું કે ચારિત્ર ધારણ કરવાનું ઠામ-સ્થાન પોતાનું નથી અને તર્કવિચારણામાં તો છેડો દેખાતો નથી. નિશ્ચય થઈ શકે અને નિર્ણય કરી દૃઢનિશ્ચયી બની શકાય એવું અવલોકન પ્રાપ્ત થતું નથી. કારણ કે... “અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.’’ ', 64 આપણને મનોગત, અભિમત એટલે ઈચ્છિત જે વસ્તુ છે, તેને મેળવવા માટે પ્રયત્ન આદર્યો છે, તેવી વસ્તુને વસ્તુગત ધર્મના અસલ અદ્દલોદ્દલ સ્વરૂપમાં જેવી છે તેવી જ કહે, જણાવે અને સમજાવે એવા રાહબર તો આ જગતમાં વિરલા જ જોવામાં આવે છે. • વસ્તુગત વસ્તુનું દર્શન એટલે વસ્તુના જે મૂળ અસલ મૌલિક ધર્મ હોય, તેને રાગદ્વેષરહિત કશાય પૂર્વગ્રહ વિના માધ્યસ્થ ભાવે પ્રકાશવાબતાવવા. આવા શુદ્ધભાષકનો આજે દુકાળ વર્તાય છે. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ સત્તરમા માયામૃષાવાદ પાપસ્થાનકની સજ્ઝાયમાં શુદ્ધભાષકની બલિહારી બતાવતા અને અધ્યાત્મસાર ગ્રંથમાં દંભ ઉપરના પ્રકરણથી, યોગીરાજજીની વાતોનું જ સમર્થન કર્યું છે. જે જૂઠો દિએ ઉપદેશ, જનરંજને ધરે વેશ; તેહનો જૂઠો સકલ કલેશ હો લાલ. માયા.૭ તેણે ત્રીજો મારગ ભાખ્યો, વેષ નિંદે દંભે રાખ્યો; શુદ્ધ-ભાષકે શમ-સુખ ચાખ્યો હો લાલ. માયા.૮ - મહામહોપાધ્યાયજી જ્યાં ગમો ત્યાં મરો ! જ્યાં અણગમો ત્યાં ભડકો ! Page #108 -------------------------------------------------------------------------- ________________ 65 હૃદય નયન નિહાળે જગધણી 5 “અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.’’ આ અહંકારની પૃષ્ઠ ભૂમિકાની કડી છે. સાચી વસ્તુને તે રૂપે સ્વીકારતા અહંકારી, દંભી માણસની જીભ ઝલાઈ જાય છે. સાધુના આચારની વાત કરવી હોય ત્યારે શાસ્ત્રોક્ત સાધ્વાચાર પ્રમાણે કહેવું પડે કે નિત્ય એકાસણ કરવું જોઈએ. ‘‘T માં ચ મોયળ’’નું વિધાન દશવૈકાલિક સૂત્રમાં છે. પરંતુ આ કથન કરતાં એમ વિચારીને હિચકચાય કે લોકો મને પૂછશે કે તમે કેમ એકાસણ કરતાં નથી? ત્યારે બચાવ કરે કે એ વચન તો સશક્ત માટે છે. અશક્ત માટે નવકારશી પણ કહી છે. તો આ શું થયું? અભિમત વસ્તુને અભિમતરૂપે કહેતાં જીભ અચકાઈ ગઈ. સ્વબચાવ માટે શાસ્ત્રમંક્તિનું આવું મનઘડંત અર્થઘટન ન કરાય. આ શુદ્ધ પ્રરૂપણ કર્યું ન કહેવાય. આવે પ્રસંગે તો આવો સ્વબચાવ નહિ કરતાં નિખાલસ ભાવે પોતાની નબળાઈનો ગદગદ હૈયે એકરાર જ કરવાનો હોય. હા! કોઈ જ્યારે વ્યક્તિગત અનેક વાર વાપરનારની નિંદા બદબોઈ કરે ત્યારે એ વ્યક્તિનો બચાવ કરવામાં આવે તો તે વાત જુદી છે. પોતા માટે તો પોતાની નબળાઈ સ્વીકારવામાં પ્રામાણિક રહેવું જોઈએ. પદ્મવિજયજી નવપદ પૂજામાં પણ કહે છે... “શુદ્ધ પ્રરૂપણ ગુણ થકી જે જિનવર સમ ભાખ્યા રે...’’ પ્રભુનો માર્ગ અનેકવાર મળ્યો પણ દૃષ્ટિરાગ, કદાગ્રહથી નિષ્ફળ ગયો. સાધનામાર્ગમાં સાધકો અરસપરસ મળે ત્યારે એકમેકની સાધનાની અનુભૂતિની આપ-લેનો સંવાદ સધાય જે એકમેકને ઉપર ચઢાવે. એ સાધકો વાદમાં (નીચે) નહિ ઉતરે. ચૂક્યા ત્યાં પડયા ! સાવઘ તે સાઘક ! Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 66 વસ્તુતત્વની સિદ્ધિ કરવી તે મોક્ષમાર્ગ નથી પરંતુ આત્માની સિદ્ધિ કરી સિદ્ધાત્મા, પરમાત્મા થવું તે મોક્ષમાર્ગ છે. વસ્તુવિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગેરે તરતમ વાસનારે, વાસિત બોધ આધાર.. પંથડો..૫ પાઠાંતરે દિવ્યની જંગાએ દેવ, જોગેની જગાએ યોગ અને આધારની જગાએ આચાર છે. શબ્દાર્થ : વસ્તુતત્ત્વની વિચારણા માટે દિવ્યનયન એટલે કે પ્રત્યક્ષ જ્ઞાની એવા કેવળજ્ઞાની ભગવંતો, તીર્થકર ભગવંતો, ગણધર ભગવંતો, શ્રુતકેવળી ભગવંતો, પૂર્વધર મહર્ષિઓ, આગમજ્ઞ શ્રુતજ્ઞોનો નક્કી વિરહ પડ્યો છે. તેથી જ વર્તમાનમાં ઓછાવત્તા સાધનો અને ઓછાવત્તા ક્ષયોપશમવાળા જ્ઞાનીઓના કારણે ઓછાવત્તા સંસ્કારની ગંધવાળો, જે આછાપાતળા સહુ-સહુના વ્યક્તિગત ક્ષયોપશમના આધારે તરતમતાવાળો જે બોધ મળે છે તે જ એક માત્ર જ્ઞાનપ્રાપ્તિનો તથા મોક્ષમાર્ગ નિહાળવા માટેનો આધાર છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ વર્તમાનની એ દુર્ભાગ્યપૂર્ણ નક્કર વાસ્તવિકતા છે કે વસ્તુતત્ત્વની સાચી વિચારણા કરાવી સત્તત્ત્વને પમાડે એવા દિવ્યનયનોનો વિરહ પડ્યો છે. દિવ્યનયનો જેની પાસે છે તેવા અવધિજ્ઞાની, મન પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની જે આત્માની આંખે જોઈ શકનારા પ્રત્યક્ષજ્ઞાની છે; તેમના આધારે જ રાગરહિત નિર્વાસિત શુદ્ધ, સૂક્ષ્મ બોધ થઈ શકે છે. ચખુદયાણ, મગ્નદયાણ, સરણદયાણ, બોદિયાણ, ધમ્મદયા, ધમ્મદેસયાણ વિશેષણોથી જેને સંબોધી શકાય એવા નમસ્કાર્ય સ્વયંસંબુદ્ધ, અરિહંત, તીર્થકર ભગવંતોનો આ કાળમાં આ ભરતક્ષેત્રમાં આપણને સાધના કરવી હોય તેણે અંતરંગ દુનિયામાં પ્રવેશ કરવો જોઈએ. બહારમાં તો જીવદયા, જયણા અને - બ્રહ્મચર્યની નવવાડની પાલના સમવાય છે કે નહિ તેટલું જ જોવાનું હોય. Page #110 -------------------------------------------------------------------------- ________________ 67 હૃદય નયન નિહાળે જગધણી 卐 વિરહ પડ્યો છે. એટલું જ નહિ પણ પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધબોધિતનો પણ યોગ નથી અને પ્રબુદ્ધોનો પણ જોગ થતો નથી કે જેઓ આપણને દિવ્યચક્ષુ આપી, માર્ગ બતાડી માર્ગે ચઢાવે. આ પડતો પંચમકાળ છે, જેમાં નાથ વિનાના અનાથ નિરાધાર છીએ. તેથી જ તો મહિવદેહક્ષેત્રે પુખ્ખલવઇ વિજયમાં વિહરમાન ભાવ જિનેશ્વર ભગવંતશ્રી સીમંધરસ્વામીને યાદ કરી દુઃખ વ્યક્ત કરીએ છીએ.... “રંક તણી પરે રડવડ્યો, નિરધણિયો નિરધાર; શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ ઈણ સંસાર.’ ભગવાનના વિરહકાળના આવા સંયોગોમાં પણ પંથડો નિહાળવો છે. મોક્ષમાર્ગ જોવો જાણવો ને આરાધવો છે. ભગવાનની ગેરહાજરીમાં મુશ્કેલી ઘણી બધી છે. સ્થૂલ ચર્મચક્ષુથી એટલે કે સ્થૂલટષ્ટિથી જોવા જતાં ભૂલા પડી જવાય એમ છે. પુરુષ પરંપરાએ ચાલવા જતાં અંધ પાછળ અંધ બની દોરવાઈ જઈને અથડાવા કૂટાવા જેવું થાય છે. શાસ્ત્રચક્ષુએ નિહાળવા જતા શાસ્ત્રસંમત સુવિહિત ચારિત્રપાલનાના દેશ-કાળ, સંયોગો જણાતા નથી. તર્કવિચારે વિચારવા જતાં વસ્તુતત્ત્વ તો હાથ લાગતું નથી પણ ઊલટું તકરારમાં પડી જવાય છે. વસ્તુતત્ત્વને વસ્તુતત્ત્વરૂપે યથાર્થ કહેનારા, ઓળખાવનારા, વિરલા ખલક આખામાં ખોળ્યાં જડતાં નથી. તો હવે આવી નિરાધાર લાચાર પરિસ્થિતિમાં કરવું શું? શું અમારે માર્ગ નિરીક્ષણ, માર્ગ પરીક્ષણ, માર્ગ વિચરણ, માર્ગ આરાધન છોડી દેવું? સમાધાનમાં યોગીરાજજી કહે છે.... “તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. કવિશ્રી કહે છે કે ભલે ભગવાન નથી, પહેલું સંઘયણ નથી, ચોથા વ્યક્તિના ગુણગાન ગાવા કરતાં વ્યક્તિના મતના સ્વીકારની અગત્યતા છે. વીતરાગના શાસનમાં ક્યારેય વ્યક્તિના બંધનમાં ન આવવું. Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી આરાનો કાળ નથી, કેવળજ્ઞાન નથી, મોક્ષ નથી, યથાખ્યાત ચારિત્ર નથી પણ હજુ આજેય મોક્ષમાર્ગ તો છે ને? ચરમ તીર્થપતિ વર્તમાન શાસનપતિ મહાવીરસ્વામીજીના શાસનની અવિચ્છિન્ન પરંપરા તો ચાલુ જ છે ને? ભલે કેવળજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતકેવળી નથી પણ પ્રભુના ચાહક અને વાહક સમ્યજ્ઞાની ગુરુભગવંતો તો છે. ભલે દ્વાદશાંગી નથી. પણ ૪૫ આગમ તો છે. તરવાને માટે, પાર ઉતરવા ભલે જહાજ નથી મળ્યું પણ હોડકું કે ટકી રહેવા પૂરતું પાટીયું તો મળ્યું જ છે. મોક્ષમાર્ગે અડધે રસ્તે, સાતમા અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકની સ્પર્શના તો થઈ શકે એમ છે. ભગવાન સ્વયં ભાખી ગયા છે કે ઘસાતું ઘસાતું પણ શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલવાનું છે કે જ્યારે પાંચમા આરાના છેડે દુષ્પસહસૂરિ આચાર્યના કાળમાં માત્ર એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકાનો બનેલો ચતુર્વિધ સંઘ દશવૈકાલિક સૂત્રના માત્ર ચાર અધ્યયન રૂપ શ્રુતજ્ઞાનના આધારે ટકશે. પૂર્ણનો જોગ છે નહિ. જે કાંઈ જોગ છે તે અપૂર્ણ છે. પૂર્ણ એક ભેદે હોય. અપૂર્ણ અનેક ભેદે હોય. એમાં કાળના ભેદથી પણ ભેદ હોય અને વ્યક્તિના ભેદથી પણ ભેદ હોય તેથી તેમાં એક્તાથી માંડી મધ્યમતા, જઘન્યતા સુધીની ઘણી-ઘણી બધી તરતમતા હોઈ શકે છે. કાળ-કાળે વ્યક્તિએ વ્યક્તિએ બોધની તરતમતા વ્યક્તિગત ક્ષયોપશમના આધારે હોય. - આજે વર્તમાનકાળમાં જ્યારે દિવ્યનયન ધરાવતા કેવળજ્ઞાની ભગવંતોનો વિરહ પડ્યો છે ત્યારે મોહનીયકર્મના ક્ષયોપશમની વાસનાવાળા (સંસ્કારવાળા) હોય એવા ગુરુઓનો જ બોધ મળે છે. તે બોધ વડે ઉપાદાનની જાગૃતિ કેળવી, મળેલા નિમિત્તોની વફાદારી કેળવીએ તો મોક્ષમાર્ગમાં યથાશક્ય પ્રયાણ થઈ શકે છે. વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, રસ્વપ્ન બુદ્ધિ એ ભ્રમિત સાંશયિક બુદ્ધિ છે. જાગૃત બુદ્ધિ એ નિઃશંક બુદ્ધિ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ 69 હૃદય નયન નિહાળે જગધણી 卐 નિર્વિકલ્પ મહાવીર ભગવંતથી સીધો Direct બોધ નિર્વાસનિક કહેવાય કેમકે એ નિર્વિકલ્પની વીતરાગવાણી છે. એ ધનવંતરી વૈદ્ય જેવા છે કે જેમની પાસે ચોક્કસ નિદાન, ચોક્કસ ચિકિત્સા અને ચોક્કસ ઔષધ છે. જેમને પદ પ્રતિષ્ઠા નામના કીર્તિની કામના છે, ઓચ્છવો મહોચ્છવો કરાવવા છે અને લોકેષણામાં રાચવું છે તેવાઓનો બોધ કેમ અને કેવી રીતે અસર કરે ? જેને કંચન, કામિની, કાયા, કીર્તિની કોઈ ભીખ કે કામના નથી, જે વિતૈષણા, પુતૈષણા, દારૈષણા, લોકૈષણાથી સદંતર પર છે તેવા નિગ્રંથ, જ્ઞાની ગુરુનો અવાસિત બોધ અસરકારક હોય. એમની જ વાણી વીતરાગવાણી હોય-પરાવાણી હોય અને તે પરમપદે પહોંચાડનારી હોય. સાચા ઉપદેશકને તો નિંદક અને વૃંદક બંને તુલ્ય હોય. એ સમદષ્ટિ ને તૃષ્ણાત્યાગી હોય. ગાળ ભાંડનાર પ્રત્યે પણ તેને કરુણા હોય કે બિચારો કેવો ભારેકર્મી કે સુસાધનને પામીને પણ દુર્ધ્યાનની ગર્તામાં પડી કર્મોથી છૂટવાના બદલે વધુ અને વધુ નવા ચીકણા કર્મો બાંધી રહ્યો છે! જ્યારે વાસનાવાળો બોધ હોય તે તો ક્યારેક અપકીર્તિ મળતાં બેબાકળો પણ થઈ જાય અને કીર્તિ મળતાં ફૂલીને ફાળકો પણ થઈ જાય એવી સંભાવના રહે. વિશિષ્ટકોટિના અનુભવ જ્ઞાની પુરુષ નહિ મળે ત્યાં સુધી પ્રાયઃ બધે વાસિત બોધ છે. વાતો તો બધી વીતરાગ, સર્વજ્ઞ, મહાવીર ભગવાનની મહાવીરના નામે જ કરાતી હોય પણ સાથે પોતાના નામ, પોતાની માન્યતા, પોતાની બ્રાન્ડ, પોતાનું લેબલ લગાડી, સિક્કો મારીને આપે. નિર્વાસનિક-અવાસિત બોધ-વીતરાગ બોધ હે પ્રભો ! અમને કર્મ કાંઇ રાગ-દ્વેષ નહિ કરાવી શકે. કર્મ માત્ર સુખ-દુઃખ કે શાતા-અશાતા આપી શકે. કર્મરૂપ અત્યંતર નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 70 આજે ક્યાંય મળતો જણાતો નથી. વાસિત બોધ પણ બે પ્રકારનો છે. એક તો જો પરોપકાર માટેની વાસના હોય તો તે સારી છે પણ જો તે બીજા પ્રકારની સ્વાર્થની બદબૂથી ગંધાતી વાસના હોય તો તે ખરાબ છે. મોક્ષ પામવા મુમુક્ષુને આત્મધર્મની જરૂર છે. એ માટે સંસાર ત્યાગ કરી સાધુવેશ સ્વીકારવા છતાં સાધનાને અનુરૂપ જીવન જો નહિ જીવાય તો તે અનુકૂળ સાધન માત્રથી કાંઈ મોક્ષ નહિ થાય. બાકી સંસાર અને ગૃહસ્થજીવન એ તો સાધનાને પ્રતિકૂળ વાતાવરણ છે કે જે વાતાવરણમાં સાધના કરવી અને મોક્ષ પામવો કઠિન છે. છતાંય જેને ભીતરમાં જાગૃતિ વર્તે છે, તે જાગૃત ઉપાદાનવાળી વ્યક્તિ તો ગમે ત્યાં અને ગમે તે વેશમાં હોય એ આત્મધર્મ પામી શકે છે અને ભવનિસ્તાર કરી શકે છે. મૂળ વાત સંસારભાવ-દેહભાવ-મોહભાવ નીકળી જાય અને આત્મભાવમાં રહેવાય એ જરૂરી છે. મમત્વ જવું જોઈએ અને સમત્વ આવવું જોઈએ, તે અગત્યનું છે. હાસ્ય એ વિકૃતિ છે. પ્રસન્નતા એ પ્રકૃતિ છે. વીતરાગ ધર્મથી મોક્ષ મળે. વીતરાગદશામાં મોક્ષ મળે. જેને પોતાના વાડાનું, ગચ્છનું, સંપ્રદાયનું મમત્વ છે ત્યાં આંશિક ધર્મ છે. એ પણ રીલેટીવ-વ્યવહારિક ધર્મ છે પણ રીયલ-નૈશ્ચયિક ધર્મ નથી. જ્યાં પક્ષ છે ત્યાં મોક્ષ નથી. કારણ કે પક્ષ છે ત્યાં રાગ છે, વિકલ્પ છે અને એકાંતિકતા છે. અનેકાંતતા વિના આત્યંતિકતા નહિ આવે ! ગચ્છ, સંપ્રદાય એ વ્યવસ્થા છે. એમાં રહેવાનો વાંધો નથી. ગચ્છમાં, સંપ્રદાયમાં રહેતો હોય પણ જો તેનો આગ્રહ ન હોય, એકાંત ન હોય, ગુણગ્રાહી દષ્ટિ હોય, પોતાની માન્યતા મુજબની આચરણા જ સાચી અને અન્યની આપણાથી વિપરીત માન્યતાવાળાની આચરણા ખોટી Page #114 -------------------------------------------------------------------------- ________________ 71 ના હૃદય નયન નિહાળે જગધણી એવો આગ્રહ નહિ હોય તો તે સંપ્રદાયમાં રહેવા છતાં વીતરાગ-શાસનનો અનુયાયી છે. એનો મોક્ષ થઈ શકે છે. વિચારવંતે વિચારવાનું તો એ છે કે જો અન્ય દર્શનની નયસાપેક્ષ સત્ય માન્યતાને પણ એ એકાંતિક હોવાના કારણે મિથ્યા ગણાવતા હોઈએ તો પછી આપણાથી એકાંતિક કેમ થવાય ? જ્યાં અશુભને છોડી શુભમાં આવવા પૂરતી જ વાતો હોય એ બધાંય રીલેટીવ વ્યવહારધર્મો છે. રીયલ, વાસ્તવિક, નૈશ્ચયિક, નક્કર ધર્મ તો એ કહેવાય કે જેમાં શુદ્ધ આત્મધર્મનું પ્રદાન હોય અને બધાંય આગ્રહોથી મુક્તિ હોય. બંધનમાં તો છીએ જ! બંધનથી તો મુક્ત થવું છે અને પાછા બંધનમાં જાતે જઈને કેમ બંધાઈએ? ચામડાની આંખો જે સ્થૂળરૂપી છે, તે સૂક્ષ્મ-અરૂપી એવા આત્માને જોવા સમર્થ નથી. આગળ જોયું એ પ્રમાણે આંખને જોવાની મર્યાદા છે. તેની દૃષ્ટિ સાવ સાંકડી છે અને આત્માની જ્યોત અસીમ-અમાપ-બેહદ છે. કરોડો સૂર્ય-ચંદ્રના પ્રકાશ કરતાં પણ અધિક પ્રકાશક-શક્તિ આત્મામાં છે. એની શોધ માટે આત્મામાં દિવ્યતાની પ્રાપ્તિ માટેનો દિવ્યવિચાર પ્રગટવો જોઈએ. એ દિવ્યવિચાર પ્રગટ્યા પછી જ, આત્મતત્ત્વની રૂચિ થયા પછી જ અંદરમાં તત્ત્વશોધ-સત્યશોધની તાલાવેલી જાગે. ભાવના નિખાલસ હોય અને અનુભવજ્ઞાની ગુરુનો જોગ થાય તો કુંડલિની જાગૃતિ અને આંતરચક્ષુ-દિવ્યનયન એ બેઉ વાના પ્રભુકૃપાથી પ્રાપ્ત થઈ શકે છે. યોગ્ય જ્ઞાન ગુરુનો મેળાપ ન થાય તો પણ મારો આત્મા મારા દેહ-ઘરથી બહાર નથી, એમ દઢતાપૂર્વક અંતરધ્યાન દ્વારા નિજ આત્માની શોધમાં લાગી જવું જોઈએ. આવી આત્માની સચ્ચાઈપૂર્વકની લગનતાના તપોબળથી અને સ્વયં આત્માની શક્તિથી કુદરતી રીતે માર્ગ આપોઆપ તું તારામાં ઠર ! તો તને ભાન થશે કે તું જ ભગવાન છે! Be Still and Feel that I am 'God'! Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 72 હાથ લાગતો જશે. પોતાના પોતાપણાની પ્રતીતિ થવી જરૂરી છે અને પોતાનું પોતાપણું પોતે જ પોતામાંથી પોતાના પ્રયત્ને પ્રગટ કરી શકશે એવી દૃઢતાની આવશ્યકતા છે. ‘ઉતાવળે આંબા પાકે નહિ' એ ઉક્તિથી ધીરજ રાખી ધૂન લગાવી ખંતપૂર્વક મંડ્યા રહેવાનું છે. આત્માનેં જે દિવ્યનયનનો એટલે કે દિવ્ય આત્મજ્ઞાનીનો વિરહ પડ્યો છે તે આત્મશક્તિના પ્રભાવથી પ્રાપ્ત થશે. દિવ્યજ્ઞાનીનો ભેટો થતાં અથવા તો આવરણ હઠી જઈ શુદ્ધિ થતાં સત્તાગત રહેલ જ્ઞાનનો સ્વયં ઉઘાડ થશે. રીયલ-શુદ્ધ આત્મતત્ત્વ જ્યારે અનુભૂતિમાં આવે છે ત્યારપછી તે સ્વાનુભૂતિ સંપન્ન સાધકને રીલેટીવ સંબંધી કોઈ પણ આગ્રહ રહેતો નથી. એવા મુમુક્ષુને સાચનો સ્વીકાર હોય છે પણ તેની દૃષ્ટિએ જે ખોટું હોય છે તેનું પ્રાયઃ ખંડન હોતું નથી. કારણ કે તે સ્યાદ્વાદ શૈલિએ . સમજે છે કે પ્રત્યેક પોતપોતાના દૃષ્ટિકોણ-View Point થી બોલે છે. કેન્દ્ર-centre માં રહીને તો એક માત્ર જ્ઞાનીપુરુષ જ બોલે અને એ જ્ઞાનીપુરુષ પાછા સમજે છે કે જે પોતાના વ્યુ પોઈન્ટથી બોલે તેને આપણે ખોટું શા માટે કહેવું ? આપણે આપણા આત્મધર્મમાં રહેવું અને એને આપણો આત્મધર્મ સમજાવવો. જેથી એ પણ સેન્ટરમાં આવતાં માધ્યસ્થ થતાં એને બધું જ સમજાઈ જશે. સાચી સમજણ આવતાં જણવાનું અને જાણવા જવાનું શમી જશે. પછી શમાવાનું રહેશે અને દેખવા જાણવા ગયા વગર દેખાવાનું ને જણાવાનું ચાલુ થશે. વીતરાગધર્મ એટલે વાદવિવાદ રહિતનો, મતભેદ, મનભેદ વિનાનો આત્મધર્મપ્રેમધર્મ–અનેકાન્તમાર્ગ-સ્યાદ્વાદદર્શન ! વીતરાગવાણી, નિરહંકારી સ્યાદ્વાદ-વાણી હોય ! એ જે બોલે તે ન્યાલ થાય ! વીતરાગવાણીમાંથી વિજ્ઞાનીનું જગતદર્શન બૌદ્ધિક સ્તરે, અનુભૂતિસંપન્ન વ્યક્તિના દર્શન જેવું હોવા છતાં વિજ્ઞાનીને એનો અનુભવ નથી હોતો. Page #116 -------------------------------------------------------------------------- ________________ 73 હૃદય નયન નિહાળે જગધણી ઝરતાં વીતરાગોલથી કોઈને ડંખ ન થાય અને દુઃખ ન પહોંચે. એ સુખદ હોય ! એને સાંભળવા આવનાર જૈન જૈનેતર બધાંય આનંદથી સાંભળે, આનંદને પામે, આનંદના માર્ગે ચાલે અને આનંદસ્વરૂપ આનંદઘનને પામે ! બોલે એનું ય કલ્યાણ અને સાંભળે તેનું પણ કલ્યાણ !!! આવા નિરનિરાળા તરતમ બોધથી તરતમ વાસના એટલે કે નિરનિરાળા તરતમ ઓછાવત્તા સંસ્કાર હોય છે. એવા એ તરતમ બોધનો જ આધાર આ કલિકાલમાં લઈ એના ટેક-ટેકે શ્રદ્ધા અને સબુરી-ધીરજ રાખી પ્રગતિના વિકાસપંથે સંચરવાનું રહે છે. ' . મારી ચીજ - મારું શુદ્ધ આત્મદ્રવ્ય-જીવદળ મારી પાસે જ છે. દ્રવ્યથી પરિપૂર્ણતા છે પણ પર્યાયથી અપૂર્ણતા છે. દ્રવ્ય સ્વ છે. એને કોઈ લઈ જઈ શકે એમ છે નહિ અને પર્યાય ક્રમભાવી હોવા છતાં એ દ્રવ્યથી જુદી પડતી નથી. શ્રદ્ધા રાખી ધીરજથી પુરુષાર્થ કરતાં રહેવાથી દ્રવ્યની પરિપૂર્ણતા પર્યાયમાં પરિણમિત કરી શકાય છે. દ્રવ્યદૃષ્ટિ રાખી પર્યાય-વિશુદ્ધિ કરતાં રહેવાનું છે. ભલે મોક્ષ આજે નથી પણ અખંડ સળંગ ને સરળ ચૌદ ગુણસ્થાનકનો મોક્ષમાર્ગ તો આજે પણ છે. તો તે મુક્તિપથ ઉપર ડગ માંડતા રહી સમ્ય દર્શનથી શરૂઆત કરી જ્યાં સુધી ચાલી શકાય ત્યાં સુધી ચાલતા રહીને જેટલે સુધી પહોંચાય તેટલે સુધી પહોંચવાનું છે. મોક્ષના લક્ષે મુક્તિપથ ઉપર પ્રયાણ જારી રાખવાનું છે. કલ્યાણકારી માર્ગે પ્રસ્થાન કરતાં રહેનારનું મોડું-વહેલું કલ્યાણ થયા વગર રહેતું નથી. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે. ખંડિયેર તો પણ મહેલનું છે. વૈભાવિકદશા છે પણ તે સ્વભાવની છે. વિરૂપ છે પણ તે સ્વરૂપનું ધ્યાનાદિ સાધનાનો સમય એ પરમાત્મા સાથેની એપોઈન્ટમેન્ટ છે જે વિસરાવીં કે ચૂકવી ન જોઈએ. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 74 વિરૂપ છે. વિકૃતિ, પ્રકૃતિની છે જેને સંસ્કૃતિથી પ્રકૃતિમાં ફેરવી શકાય એમ છે. એ નાનો પણ રાઈનો દાણો છે. વાસિત તો વાસિત પણ બોધ છે. ભલે દિવ્યજ્ઞાન કે વીતરાગ સર્વજ્ઞનો બોધ નથી. પરંતુ વીતરાગતા-સર્વજ્ઞતાના વાહક અને ચાહકનો બોધ તો છે. જિનવચનજિનવાણી છે જે બોધિબીજ બોધિલાભ આપવા સક્ષમ છે. જેવો તેવો પણ ભગવાને પૂરો પાડેલો, ભગવાન બનવા માટેનો ટેકો છે-આધાર છે. માર્ગયૂત થવા કરતાં તો માર્ગપથિક (માર્ગપતિત) રહેવું હિતાવહ છે. ભલે સાક્ષાત્ ભાવ તીર્થકરની-સર્વજ્ઞની વીતરાગવાણી નથી મળી પણ વીતરાગ-વાસિત જ્ઞાનીની, વૈરાગીની વીતરાગી બનાવનારી વૈરાગવાણી તો આજે ય મળી રહી છે. કાળલબ્ધિ લડી પંથ નિહાળશુંરે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી! જાણજો રે, “આનંદઘન” મત અંબા.પંથડો..૬ પાઠાંતરે ‘નિહાળશું રે' ની જગાએ નિહાલસઈ રે; અવલંબની જગાએ અવિલંબ અને કડીનું ત્રીજું ચરણ પાઠાંતરે “એ જન જીવે રે જિન નહિ જાણિયાં રે..” છે. શબ્દાર્થ કાળ પરિપક્વ થવાથી યોગ્યકાળે માર્ગને નિહાળશું, જાણશું અને આરાધશું. સમય પાકશે, આનંદઘન સ્વરૂપ આંબો (અંબ) મહોરશે અને ફળ (કેરી) લાગશે અર્થાત્ આનંદઘન સ્વરૂપ પ્રગટશે એ શ્રદ્ધાના (આશાના) અવલંબને-ટેકે હાલમાં તો આ જીવ જીવી રહ્યો છે એમ હે જિનેશ્વર ! આપ જાણજો. લક્ષ્યાર્થ-વિવેચન : પંથડો નિહાળવામાં – વાટડી વિલોકવામાં ઘણી-ઘણી કઠિનાઈ છે. સ્તવનની બીજીથી પાંચમી કડીમાં એ બધી જ્ઞાયકભાવમાં પાછા ફરવું એ જ સાચું સાર્થક પ્રતિક્રમણ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ 75 : હૃદય નયન નિહાળે જગધણી કઠિનાઈ-મુશ્કેલીઓને વર્ણવ્યા બાદ યોગીકવિશ્રી હવે આ અંતિમ કડીમાં એ મુશ્કેલીઓની વચ્ચે પણ માર્ગને પામવાનો અને માર્ગમાં ટકી રહેવાનો અડગ આત્મનિર્ધાર-આત્મવિશ્વાસ જાહેર કરે છે. એઓશ્રી કહે છે કે ભલે એ બધી મુશ્કેલી હોય ! એ વિકટ પરિસ્થિતિમાં પણ હું અજિત ગુણધામને પામવાનું મારું પુરુષાતન છોડીશ નહિ. ! કાર્યસિદ્ધિ થવામાં કાળ, કર્મ, પુરુષાર્થ, નિયતિ-ભવિતવ્યતા અને સ્વભાવ એ પાંચેય સમવાયી કારણોનો ભેગો ફાળો હોય છે. નિયતિની મને ખબર નથી એટલે ભવિતવ્યતાના ભરોસે બેસી નહિ રહેતાં, હું તો કર્મ કરતો રહીશ, પુરુષાર્થ ખેડતો રહીશ જેથી કર્મ સાથ આપે અને કાળ સાનુકૂળ થતાં સ્વભાવનું પ્રગટીકરણ કરી શકું ! આવો ઉદ્યમ કરીશ તો જ ભવસ્થિતિનો પરિપાક થશે. તે ઉદ્યમ પણ ભવિતવ્યતાના ભાગરૂપ નિશ્ચિત નિયતિ છે, જે કેવળજ્ઞાની ભગવંતોએ એમના કેવળજ્ઞાનમાં જોઈ છે અને જાણી છે. લબ્ધિ પાંચ પ્રકારની છે. કાળલબ્ધિ, ભાવલબ્ધિ, કરણલબ્ધિ, ઉપશમલબ્ધિ અને ક્ષાયિકલબ્ધિ. ક્ષાયિકલબ્ધિ એટલે કે સર્વ કર્મક્ષયથી પ્રાપ્ત થતાં સ્વરૂપગુણની લબ્ધિ અને તે માટેની સાનુકૂળ કાળલબ્ધિ ભલે હાલ વર્તમાનમાં મને મળી નથી. પરંતુ ભાવલબ્ધિ જે પ્રાપ્ત છે, તે શક્તિથી એવા ભાવ કરીશ કે જેનાથી આગળ ઉપર અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરવાની કરણલબ્ધિ વડે ઉપશમલબ્ધિ એટલે કે ઉપશમસમકિતને પ્રાપ્ત કરી સ્વરૂપદષ્ટા-માર્ગદષ્ટા બની શકું ! સ્વરૂપટખા બન્યા પછી કાળલબ્ધિને લહીને એટલે કે પામીને સાધનાના ક્રમમાં પ્રથમ ચિત્તની નિર્મળતા, . પછી સમત્વજન્ય સ્થિરતા અને અંતે સ્વમાં લીનતા-સ્વમયતા છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ - શ્રી અજિતનાથજી શ્રી અજિતનાથજી 76 76 આગળનો પંથ નિહાળશું અર્થાત્ પંથ ઉપર ચાલીશ- માર્ગને આરાધીશસ્વરૂપકર્તા બનીશ. એ આસ્થા-શ્રદ્ધા (આશ)ને અવલંબીને એના જ આધારે એ જન એટલે કે એ સાધક મુમુક્ષુ જીવે છે અર્થાત્ એની સાધના જીવંત રહે છે એમ જિનજી-જિનેશ્વર ભગવંતોએ જણાવ્યું-ફરમાવ્યું છે. યોગીરાજ આનંદઘનજીએ તો પદ-૭માં “આશા મારી આસન ધરી ઘટમેં અજપાજાપ જગાવે” અને પદ-૨૮માં “આશા ઓરનકી ક્યા કીજે, જ્ઞાન સુધારસ પીજે” ના પદગાનથી આશા જે અભિલાષા-ઈચ્છાના અર્થમાં છે, તેના અવલંબનને અવગણવા જણાવ્યું છે. જ્યારે અહીં “આશા અવલંબ” શબ્દપ્રયોગ દ્વારા આશાના અર્થમાં આસ્થા-શ્રદ્ધાઆત્મવિશ્વાસ રાખી કાળલબ્ધિ આવીને ઊભી જ રહેશે એ દૃઢનિર્ધારથી પુરુષાર્થ જારી રાખવા જણાવ્યું છે. આનંદઘનનો મત - અભિપ્રાય એવો છે કે “ઉતાવળે આંબા પાકે નહિ.” કહેવત એવી છે કે “બાપ આંબો વાવે અને દીકરો એના ફળ મેળવે.” આંબો વાવ્યા-રોપ્યા બાદ વીસ વર્ષે ફળ આપતો થાય છે. ગર્ભ રહ્યાં પછી શિશુજન્મ, નવ મહિના વીતેથી થતો હોય છે. એમ કાળલબ્ધિ લહી આનંદઘન સ્વરૂપ-પરમાત્મસ્વરૂપ પ્રાગટ્ય માટે પણ અધ્યાત્મક્ષેત્રે શ્રદ્ધા અને સબુરીની આવશ્યકતા રહે છે. હતાશ નિરાશ થઈ “આનંદઘન મત’ – પરમાત્મપથને અંબ એટલે કે આંબવા-નિરોધવા જેવો નથી પણ શ્રદ્ધા રાખી ધીરજપૂર્વક ખંતથી જે કાળ પકવવાનો પુરુષાર્થ કરતો રહે છે તે જણ(જન)ને જિનજીએ જીવંત “જાણ્યો છે. બાકી તો સંસારમાં રઝળપાટ કરતાં મરણને જ શરણ થવાનું છે. કાળલબ્ધિ પરિપાક થવામાં આવશ્યક પુરુષાર્થને પણ જિનેશ્વર ભગવંતોએ એમનાં કેવળજ્ઞાનમાં જોયો ને જામ્યો છે. અંતર્મુખવૃત્તિ અને અસંગપણું સાઘુતાના પ્રાણ છે. ક્રિયાકાંડ અને બાહ્યાચાર એ યાત્રિનું બહારનું ખોખું છે. ગુપ્તિ અને આંતરજાગૃતિ એના પ્રાણ છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ 77 હૃદય નયન નિહાળે જગધણી 5 આ વિષયમાં યોગીરાજજીનું કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે જીવની જેવી જેવી કાળલબ્ધિ હોય તેવા પ્રકારના જ નિમિત્તો એટલે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંયોગો જીવને ભવસાગર તરવા માટે મળે છે. શાલિભદ્ર, મેઘકુમાર, ધનાજી, કાકંદીના ધન્ના, વિગેરેની કાળલબ્ધિનો પરિપાક ઉત્કૃષ્ટપણે થયેલો તેથી તેમને પ્રકૃષ્ટ જ્ઞાનવાળા વીરપ્રભુનો યોગ સાંપડ્યો. સ્વયં ભગવાન દ્વારા તેઓને ઉત્કૃષ્ટ જ્ઞાન મળ્યું અર્થાત્ 'નિર્વાસનિક બોધ મળ્યો. તેના આલંબને તેઓએ ઉત્કૃષ્ટ આત્મવીર્ય ફોરવ્યું અને કર્મના આવરણોને તોડી નાખ્યાં. પણ પ્રભુ ! અમારે તો દિવ્યચક્ષુવાળા પરમાત્મા કેવળીભગવંતો, ગણધર ભગવંતો, શ્રુતકેવળી ભગવંતોનો વિરહ પડ્યો છે. અમારે તો તરતમ-બોધવાળા ગુરુઓ અને તેના દ્વારા તરતમ વાસનાઓથી વાસિતબોધ એ જ એક માત્ર આધાર આ વિષમ વર્તમાનકાળમાં આ ભરતક્ષેત્રે છે. છતાં પણ અમે એના આધારે આપના વિશુદ્ધ મોક્ષમાર્ગને પામવાનો પ્રયત્ન કરતાં જ રહીશું. હૃદયની પ્રામાણિકતા અને તારી કરુણાથી ભીતરની આપસુઝથી(આત્મસુઝથી) તારો માર્ગ સમજવા મથશું તો એક સમય અમારો પણ એવો આવશે કે અમારી પણ કાળલબ્ધિ પાકી જશે. અમને પણ ઉત્કૃષ્ટ જ્ઞાનીપુરુષનો ભેટો થશે, જેના દ્વારા અવાસિતનિર્વાસનિક સીધેસીધો આત્મબોધ મળશે અને અમારું આત્મકલ્યાણ થશે. વર્તમાનકાળે જે ટાંચા સાધન મળ્યાં છે, વાસિત બોધવાળા છતાંય જે તારા ચાહક અને વાહક એવા ગુરુ મળ્યાં છે તેમાં પ્રમાદી નહિ બનતાં, નિરાશ અને હતાશ થયા વિના અમે પણ આપના ચીંધેલા સાચા રાહને પકડીને વહેલાં-મોડાં કલ્યાણ સાધશું જ ! એ જ આશાને અવલંબીને આ સેવક અત્યારે તો કાળલબ્ધિને પામવાના લક્ષપૂર્વક કાળ નિર્ગમન કરી રહ્યો છે. આનંદઘન સ્વરૂપ આત્માને પામવાનો-આંબવાનો આ જ સમ્યક્ ગુપ્તિ માંગે છે આત્મસાધના કેન્દ્રિત જીવન અને સમિતિ માંગે છે પ્રાણી માત્ર પ્રત્યે વાત્સલ્યથી ઘબકતું હૈયું. જીવ માત્ર પ્રત્યેના જીવત્વનો આદર. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથજી 78 વિચાર છે. આ કુંડા અવસર્પિણીના પડતા પંચમકાળમાં પણ જિનબિંબ, જિનમંદિર, જિનાગમ અને સર્વવિરતિધરનો યોગ અને આલંબન મળ્યા છે. એ કદાચ અમારા ઉપાદાનને અનુરૂપ એક પ્રકારની કાળલબ્ધિ જ છે, જે આગળ ઉપર ક્ષાયિકતાને પ્રાયોગ્ય કાળલબ્ધિ મેળવી આપશે. એ શીઘ્રાતિશીઘ્ર મળે એવી આપ કૃપા વરસાવજો ! વધારે ઊંડાણથી સૂક્ષ્મ રીતે વિચારીએ તો યોગીવર્ય આનંદઘનજીનું કહેવાનું તાત્પર્ય, એ પણ હોઇ શકે છે કે જે કાંઇ બોધ મળ્યો છે અને મળી રહ્યો છે તે અન્ય વ્યક્તિની સ્વાનુભૂતિમાંથી પ્રગટેલી બોધવાણી છે. એટલે તે વાસી છે. એ બોધને–એ કથનને હું જ્યાં સુધી જાતે અનુભવું નહિ ત્યાં સુધી તે બોધ મને તાજગી આપનાર નથી, તેથી મારે માટે તે વાસી છે. અર્થાત્ જે બોધ - જે કથન છે તેનું સ્વયં અનુભવન ન થાય ત્યાં સુધી તે સ્વાનુભવ નથી. માટે હે પ્રભુ ! શીઘ્રાતિશીઘ્ર એવો અવસર આવે કે આપે કથન કરેલ આત્મદશાનું મને અનુભવન થાય. બોધ એ હોજનું સંગ્રહિત જલ છે જે વાસી હોય છે. જ્યારે અનુભિત એ કૂવામાંથી ફૂટતી ભૂતલની ભીતરની સરવાણીનું જલ છે. જ્ઞાનના પ્રમાણની નહિ પણ જ્ઞાનની અસરની કિંમત મોટી છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ 79 હૃદય નયન નિહાળે જગધણી 3 શ્રી સંભવનાથ સ્તવન | રાગ : રામગિરિ ... “શતલી રમીને કિહાંથી આવી આ રે..” એ દેશી સંભવદવ તે ધૂર સેવા સવે રે, લહી પ્રભુ-સેવન ભેદ; સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અંષ અખેદ. સંભવદેવ૦૧ ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ. સંભવદેવ૦૨ ચરમાવરતે ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. સંભવદેવ૦૩ પરિચય પાતિક ઘાતક સાધશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સંભવદેવ૦૪ કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉન્માદ. સંભવદેવ૦૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજો કદાચિત સેવક યાચના રે, “આનંદઘન'રસ રૂપ. સંભવદેવ૦૬ વરસ્તુસ્થિતિને નહિ બદલીએ તો ચાલશે પણ આપણે મનઃસ્થિતિને તો બદલતા શીખવું પડશે. Page #123 -------------------------------------------------------------------------- ________________ S Α Μ Β: Η Α Ν Ν Α Τ Η GWAN विश्व-भव्य-जनाराम-कुल्या-तुल्या-जयन्ति ताः। देशना-समये वाचः, श्रीसम्भव-जगत्पतेः॥ ॥३॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ 3 નામ : ૩ જા શ્રી સંભવનાથ લાંછન : ઘોડો રાશિ : મિથુન ગણ : દેવ માતા ઃ સેનાદેવી પિતા : જિતારિ ગર્ભવાસ : ૯-૬ દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૪ પૂર્વાંગ ઓછા સર્વ આયુષ્ય : ૬૦ લાખ પૂર્વ, સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૩ ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ જ્ઞા. સુ.૮ સંભવનાથજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ માગ સુ.૧૪ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ માગ સુ.૧૫ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ આસો વ.૫ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ ચૈ. સુ.૫ : જન્મનગરી : શ્રાવસ્તિ દીક્ષાનગરી : શ્રાવસ્તિ દેવળજ્ઞાનનગરી : શ્રાવસ્તિ નિર્વાણભૂમિ : સમ્મેતશિખર Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 80 પ્રથમ ઋષભજિન સ્તવનામાં સાધ્યનો નિર્ધાર કર્યો. બીજા અજિતજિનની સ્તવના કરતાં એ સાધ્યની પ્રાપ્તિ માટેના માર્ગનુ નિરીક્ષણ એટલે વિલોકનની વાતો કરી અને એ પંથ નિહાળવામાં નડતરરૂપ મુશ્કેલીઓ વિચારી. કાળલબ્ધિ થતાં એ બધી મુશ્કેલી દૂર થશે, એ જણાવ્યા પછી, હવે આ ત્રીજા સંભવજિન સ્તવનમાં ભવસ્થિતિનો પરિપાક કરવારૂપ, યોગની પૂર્વસેવા, કે જે ભૂમિકાની શુદ્ધિરૂપ એટલે કે ઉપાદાન-કારણ તૈયાર કરવા સ્વરૂપ છે તેની વિચારણાને ગૂંથી છે. જે કોઈ વૃત્તિ કે પ્રવૃત્તિ વિનાશીથી એટલે કે અસથી છોડાવે છે અને અવિનાશીની એટલે કે સત્ની સાથે જોડાણ કરાવી આપે છે તે સર્વ ‘યોગ’ છે. બહુ જાડી ભાષામાં કહીએ તો જાતનું જાતની સાથે જોડાણ-સંધાણ-યોજન કરી આપે તે યોગ છે. એવા યોગને યોગ્ય થવુંતેના માટેની પાત્રતા કેળવવી એ યોગની પૂર્વસેવા છે. એ ભૂમિશુદ્ધિજાતશુદ્ધિ છે. એ જાતશુદ્ધિની વિચારણા એટલે આ ત્રીજું સંભવજિન સ્તવન. જાતની શુદ્ધિ થયા વિના એટલે કે ઉપાદાન કારણ તૈયાર થયા વિના મોક્ષમાર્ગ આરાધાતો નથી અને મોક્ષ પમાતો નથી. જો ઉપાદાનની શુદ્ધિ નથી તો, પ્રબળ નિમિત્ત-કારણ, અપેક્ષા-કારણ અને અસાધારણ કારણ મળવા છતાં ફળતાં નથી. પૂજ્ય દેવચંદ્રજી મહારાજા પણ મહાવીર સ્તવનામાં જણાવે છે... સ્વામિ-દરિસણ સમો, નિમિત્ત લહી નિર્મળો, જો ઉપાદાન એ શુચિ ન થાશે; દોષ કો વસ્તુનો, અહવા ઉદ્યમ તણો, સ્વામિ-સેવા લહી નિકટ લાશે. તાર૦ જીવન તરફનો આપણો અભિગમ એ નક્કી કરે છે કે જીવન આપણા તરફ કેવો અભિગમ રાખશે ? Page #126 -------------------------------------------------------------------------- ________________ 81 હૃદય નયન નિહાળે જગધણી 5 આ દીપ પ્રાગટ્ય પૂર્વેની વાટ બનાવી ઘી પૂરીને કોડિયું તૈયાર કરવાની પ્રક્રિયા છે. સંભવદેવ તે ધૂર સેવો સવે રે, લહી પ્રભુ-સેવન ભેદ; સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. સંભવદેવ તે ધૂર સેવો સવે રે...૧ પાઠાંતરે ‘દેવ' તે ના સ્થાને ‘દેવત’; ‘ધૂર સેવો સવે રે' 'ના સ્થાને ‘ચિત્ત ધરી સેવીએ’; ‘લહી’ ના સ્થાને ‘લહે’ અને પ્રભુ ના સ્થાને ‘ઈજુ' છે. શબ્દાર્થ : પ્રભુ ઃ પ્રભુ - વીતરાગ જિનેશ્વરની સેવાના ભેદ એટલે કે જુદા જુદા પ્રકારને તેમજ તે સેવાના ઊંડા રહસ્ય-મર્મને લહી - એટલે સમજી લઈને સહુ પ્રથમ-ધૂર - પહેલા તો સંભવનાથ જિનેશ્વર દેવને સર્વ ભેદે-સર્વ પ્રકારે સહુ કોઈએ સેવવા જોઈએ. દેવસેવા-પ્રભુસેવાનું કાર્ય થઈ શકે તેના કારણરૂપ-મૂળરૂપ ભૂમિકાશુદ્ધિ, પ્રક્ષાલન-શુદ્ધિકરણરૂપ અભય, દ્વેષ અને અખેદ છે. લક્ષ્યાર્થ-વિવેચન ઃ પ્રભુ પ્રાપ્તિના માર્ગની આરાધનાની દુષ્કરતાના દર્શન કરાવ્યા બાદ ‘કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે....'' પંક્તિના અનુસંધાનમાં, યોગીરાજજી આપણને ભવસ્થિતિ પરિપાકની ભૂમિકા તરફ દોરી રહ્યાં છે. માર્ગને પામેલો, માર્ગનો જાણકાર, માર્ગદર્શક તો માર્ગશોધકને-માર્ગ ભૂલેલાને માર્ગ બતાડે. પછી એ બતાડેલા માર્ગે, મુકામે પહોંચવા માટે ચાલવાની ક્રિયા-આત્મવીર્યનું સ્ફુરણ તો વટેમાર્ગુ એવા પથિકે જ કરવું પડે. જેવું આત્મદ્રવ્યનું સ્વરૂપ તેવો જ તેનો શુદ્ધ પર્યાય, તેનું નામ મોક્ષ અને આત્મદ્રવ્ય શુદ્ધ છતાં કર્મના યોગથી વર્તમાનમાં અશુદ્ધ પર્યાય, તેનું જ નામ સંસાર. Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 82 જેમ-દર્પણમાં આપણું પ્રતિબિંબ નિહાળીને આપણા ચહેરા ઉપર રહેલ ડાઘાઓને દૂર કરી ચહેરો નિખારવાનું એટલે કે સ્વચ્છ કરવાનું કામ કરીએ છીએ, એ જ પ્રમાણે પ્રભુપ્રતિમામાં આપણા શુદ્ધસ્વરૂપના દર્શન કરવાના છે. સ્વયંના પરમાત્મસ્વરૂપ ઉપરની અશુદ્ધિઓને નિહાળીને, તેની પીડા અનુભવવાની છે અને અશુદ્ધિ તથા આવરણને હટાવવાનો પુરુષાર્થ કરવાનો છે. હૃદયસ્થાને દર્પણ રાખી, પરમાત્મ પ્રતિબિંબને ઝીલી, પરમાત્માનું હૃદયસિંહાસનું સ્થાપન કરવાનું છે. એ આદર્શરૂપ નિષ્કલંકીમાં સ્વયંના કલંકને દેખી, સ્વયં નિષ્કલંક બની, એ પરમાત્મા જેવા ચિદાદર્શ બની સકલ સૃષ્ટિને પોતામાં પ્રતિબિંબિત કરી, ચિદાદિત્યરૂપે પ્રકાશીને, ચિદાકાશરૂપે વ્યાપક બનીને સ્વયંના ચિદાનંદમાં રમમાણ થવાનું છે. પૂ. ઉપાધ્યાયજી ઉદયરત્નવિજયજીના શાંતિનાથજીના સ્તવનમાં પ્રભુની પ્રભુતા-નિષ્કલંકતાની સામે સંસારી જીવની લઘુતા-કલંકિતતાને વર્ણવી છે કે.. હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમરસનો દરિયો; તો અજ્ઞાને આવરિયો, તું તો કેવલકમલા વરિયો... સુણો શાંતિજિણંદ સોભાગી. પ્રકૃતિને-સ્વભાવને સમજીએ તો વિકૃતિ-વિભાવ સમજાઈ જાય એમ છે. . દર્પણપૂજાનો દુહો પણ આજ પ્રકારની વાત કહે છે... “પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાળ; આત્મદર્પણથી જુએ, દર્શન હોય તત્કાળ.” પ્રભુ ! જેવો તું છે તેવો જ હું છું ! તારું સ્વરૂપ પ્રગટ છે. મારું એકલા ઉપાદાનથી કાર્યસિદ્ધિ નથી તેમ કેવળ એકલા નિમિત્તથી પણ કાર્યસિદ્ધિ નથી. એ તો ઉપાદાના અને નિમિત્ત પોતપોતાની કક્ષામાં સમાનભાવે જ્યારે ભેગા થાય ત્યારે જ કોઈપણ કાર્યની સિદ્ધિ થાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ 83 હૃદય નયન નિહાળે જગધણી સ્વરૂપ પ્રકૃતિના દોષોએ કરીને અશુદ્ધ થઈ ગયું છે, આવરાઈ-ઢંકાઈ ગયું છે. પ્રભુ પ્રતિમામાં ઉપયોગ-અવિનાશીતા અને પ્રદેશ-સ્થિરત્વના દર્શન થવા જોઈએ. પરમાત્મા અભય છે એટલે કે ચંચળતા રહિત અચલ, અડગ, સ્થિર છે. પરમાત્મા અદ્વેષ છે એટલે કે વીતરાગ છે, કારણ કે દ્વેષના મૂળમાં રાગ છે. રાગનું જ્યાં પોષણ નથી થતું ત્યાં જ ઢેષ પ્રગટે છે. માટે જે અદ્વેષ છે તે વીતરાગ છે. વળી જે અખેદ છે તે પ્રસન્ન છે. આમ પરમાત્મામાં રહેલ સ્થિરતા, વીતરાગતા, પ્રસન્નતાનો વિચાર કરીને, સ્વયંની અસ્થિરતા-ચંચળતા-ભયભીતતા, રાગ-દ્વેષયુક્ત દશા, વાત વાતમાં આવી જતો કંટાળો, અપ્રસન્નતા અને તેથી લાગતા થાકને અને થતાં ખેદને જોવાના ને જાણવાના છે. પછી એ સર્વને, સહુ પ્રથમ અથવા તો મુખ્યપણે (ધૂરો સંભવદેવની સેવના-ભજન-પૂજના-પ્રાર્થના કરીને દૂર કરવાની ભૂમિકા માંડવાની છે. '' યોગીરાજજી જણાવે છે કે છૂટવા ઈચ્છનારે જ છૂટવા સજ્જ થવું પડતું હોય છે. તેમ થવા માટે એને હું બંધનમાં છું અને એ બંધનનું મને દુઃખ-પીડા છે, એવું ભાન થવું જોઈશે. આંપણું ઉપાદાન આપણે તૈયાર કરવું તે જ ધર્મ છે. આપણામાં રહેલ પ્રકૃતિ-કર્મના દોષોને કારણે શરીર ધારણ કરવું પડ્યું છે અને મન-વચન-કાયાના યોગની સાથે-સાથે મનબુદ્ધિ-ચિત્ત-અહંકાર પણ ઊભા થયા છે. એના કારણે જ આત્માનું જ્ઞાન આવરાઈ-ઢંકાઈ ગયું છે અને આત્મા અજ્ઞાની-અલ્પ જ્ઞાની થયો છે. પરિણામે એ આનંદથી વિખૂટું પડી ગયું છે, તેથી જ્ઞાન બધે પોતાના આનંદસ્વરૂપ – સુખસ્વરૂપને જ ખોળ્યા કરે છે. પોતાનું જે પોતાપણું ખોવાઈ ગયું છે તેને એ શોધ્યા કરે છે. પ્રભુની પૂજા એ જેમ પ્રભુપૂજા છે એમ તે સ્વયંના શુદ્ધ વિશુદ્ધ સાધ્યનો નિર્ણય, તેનું નામ નિશ્ચય અને સાધ્યની સિદ્ધિ માટે સુયોગ્ય સાધનોમાં પ્રવૃત્તિ, તેનું નામ વ્યવહાર Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી પરમાત્મ-સ્વરૂપની પૂજના-ભજના પણ પૂજા છે. પરમાત્મપૂજાના આલંબનથી સ્વયંના પરમાત્મ-સ્વરૂપનું પ્રગટીકરણ કરવાનું છે. તેથી તો પદ્મવિજયજીએ ગાયું... જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય પ્રભુ પાળજો, જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ 84 કહ્યુ છે... જિનપદ નિજપદ એક હૈ, ભેદ-ભાવ કછુ નાહી; લક્ષ થવાને કારણે કહ્યા શાસ્ત્ર સુખદાઈ. કબીરજી પણ ગાય છે... તૂ તૂં કરતા તેં ભયા તુઝમેં રહા સમાય, તુઝ માહીં મન મિલિ રહા અબ કહું અનતન જાય.. હે. ભવ્યાત્મા ! તારું દેવપણું એટલે દેવત-દેવત્વ-દિવ્યતાપરમાત્મત્વ, તારામાં જ અપ્રગટપણે, સત્તાગત ભંડારાયેલું પડ્યું છે. તેથી જાણે કવિરાજ કહે છે કે હે દેવ થવાને સંભવેલો સહુથી પહેલાં તો તું તારા જ દૈવત્વની ઓળખ કરી લઈને એની જ ભજના-સેવના કર ! પુરુષાર્થ કરીને સંભવને સંભવ બનાવ ! જીવ ધારે તો એના પોતામાં રહેલ શિવત્વને પ્રયત્ન કરી પ્રગટ કરી શકે છે. સંભવિત છે પણ જીવ પ્રયત્ન કરે તો જ એ સંભવિત; સંભવિત થાય. એ સેવનને માટેની પહેલી ભૂમિકા-પીઠિકા એ છે કે અભય, અદ્વેષ, અખેદ ગુણ કેળવવારૂપ ઉપાદાનને તૈયાર કરવાથી સ્વયંના પરમાત્મત્વની ઓળખ કરી શકાય છે. સિદ્ધત્વના કાર્યરૂપે જે ઉપાદાન પરિણમી શકે તેવા પોતામાં વિશ્વમાં કોઇપણ કાર્ય એવું નથી કે ઉપાદાન અને નિમિત્ત એ ઉભય કારણ સિવાય ઘટમાન થતું હોય. Page #130 -------------------------------------------------------------------------- ________________ 85 હૃદય નયન નિહાળે જગધણી રહેલ સંભવિત-શક્ય એવા કારણ ઉપાદાનને તૈયાર કરવું એ સર્વપ્રથમ પ્રધાનપણે કરવાની જરૂર છે. કારણ જ કાર્યરૂપે પરિણમતું હોય છે. કારણ સેવન વિના કાર્યસિદ્ધિ નથી. કારણ એટલે કે સાધન મળવા છતાં સાધ્યની સિદ્ધિ કરવી નહિ તે અપાત્રતા-મૂર્ખતા છે અને કારણ સેવ્યા વિના કાર્યસિદ્ધિને ઈચ્છવી તે ઉન્માદ-ગાંડપણ છે. તેથી જ અયોગ્ય, મૂર્ખને સાધન અને સાધના આપવામાં આવતા નથી. કદાચ જો મળ્યાં હોય તો તેના દુરુપયોગને કારણે પોતાની જ મૂર્ખતાથી એ સાધનો ગુમાવી બેસે છે. તે જ પ્રમાણે સાધન વિના-સાધના વિના સિદ્ધિને ઈચ્છનારો-કારણના સેવન વિના કાર્યસિદ્ધિને વાંછનાર શેખચલ્લીની જેમ હવામાં હવાઈ-કિલ્લા બાંધનારો, ગાંડો છે. યોગીરાજજીને મન તો ત્રીજો સંભવ જિનેશ્વર જ વસ્યા છે અને એમની જ પ્રાર્થના-સ્તવના-આરાધના તેઓશ્રી કરી રહ્યાં છે. પરંતુ સંભવદેવા તે...કે પછી સંભવ દેવત... શબ્દપ્રયોગથી હૃદયની વિશાળતા દાખવતા અજૈનને પણ જણાવે છે કે જે કોઈ દેવ તરીકે સંભવતા હોય, જેમનામાં તમને દેવત-દેવત્વ સંભવિત જણાતું હોય, તે તે દેવને સેવીને એટલે કે એમના શરણે રહીને તમારા પોતાના દેવત્વને પ્રગટ કરવાના કાર્યના કારણરૂપ પૂર્વસેવારૂપે તમે અભય, અદ્રેષ, અખેદ થાઓ ! ‘દેવ' શબ્દમાં સર્વ દેવોનો સમાવેશ કરવા દ્વારા “ચારિસંજીવનીચાર” ન્યાયે કાળક્રમે કરીને સંજીવનીચારના ચારાને પામી આત્મા એના (મૂળ) મૌલિક શુદ્ધ પરમ આત્મસ્વરૂપને મેળવે-પ્રગટ કરે; એવો ગંભીર આશય યોગીરાજજીનો હોઈ શકે. ભૂમિકા શુદ્ધિ ન થાય ત્યાં સુધી તેના ઉપર કોઈ સુંદર દર્શનીય આનંદદાયી ચિતરામણ થઈ શકતું નથી કે પ્રતિબિંબ ઉપસતું નથી. એ આજે આપણામાં આપણી અવળી યાલમાં વિમાનના જેવો વેગ છે અને સવળી યાલમાં કીડી જેવી મંદ ગતિ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી , 86. માટે શાસ્ત્રોમાં એક સુપ્રસિદ્ધ દૃષ્ટાંત આપવામાં આવે છે. એક રાજાને ત્યાં બે ચિતારા પોતાનો કસબ દેખાડી ઈનામ લેવા આવે છે. રાજા એમને કલા દેખાડવાની તક આપે છે. જોઈતી સામગ્રી પૂરી પાડે છે. વચ્ચે પડદો રાખી બંને ચિતારા સામસામી દિવાલ ઉપર પોતાના કસબ (કરતબ)ની રજુઆત કરે છે. એક ચિતારાએ ખૂબ સુંદર ચિત્ર ચિતર્યું હોય છે. બીજા ચિતારાએ માત્ર દિવાલને ઘસી ઘસીને સપાટ, સરળ, શુદ્ધ અને ચકચકિત બનાવવાનું જ કાર્ય કર્યું હોય છે. રાજા બંનેના કાર્યનું નિરીક્ષણ કરે છે. પહેલાં ચિતારાના સુંદર ચિત્રથી પ્રસન્ન થાય છે. બીજા ચિતારાના કાર્યને જોઈને કહે છે કે ચિત્ર ક્યાં? રાજા આશ્ચર્યચકિત થાય છે કે આણે કોઈ ચિત્ર દોર્યું જ નથી અને બસ દિવાલ ઘસઘસ કરી ચકચકિત જ બનાવી છે. ચિતારો પોતાના કાર્ય ઉપર મુસ્તાક છે. રાજાને કહે છે આ વચ્ચે જે આવરણ-પડદો-અંતરપટ છે તે હઠાવો. એમ કરતાં જ સામેના ચિત્રકારનું ચિત્ર બીજા ચિત્રકારની શુદ્ધ ચકચકિત કરેલી દિવાલ ઉપર પ્રતિબિંબરૂપે ઝીલાયું. પહેલાં ચિતારાનું પ્રતિબિંબિત થયેલું ચિત્ર એવું તો જીવંત લાગતું હતું કે રાજા એ ચિત્રકાર ઉપર આફરીન થઈ ગયો. એટલું જ નહિ પણ સ્વરૂપના દર્શનનો બોધ પ્રાપ્ત થયો. કથાનો ઉપનય એ છે કે જાતને શુદ્ધ કરવાની છે. ચિત્રામણ કરવાનું નથી. એટલે કે વિચારો ને વિકલ્પમાં અટવાવાનું નથી પણ ચિત્રામણ કર્યા વિનાના નિર્વિકલ્પ નિરીક બની રહેવાનું છે. જાતને ઘસી ઘસીને જડતા-વક્રતાને છોડીને ઋજુતા-સરળતાને નિખારવાની છે. ઉપાદાનને એવું તૈયાર કરવાનું છે કે પડદો હટતાં એટલે કે કર્મના આવરણો તૂટતાં જ નિર્મળ બનેલી પર્યાયમાં દ્રવ્યનું દ્રવ્યત્વ પ્રકાશિત થાય – સ્વરૂપ – સ્વભાવનું પ્રગટીકરણ થાય અને સૃષ્ટિ સકળના આનંદ વાટે ઘાટે કે કોઈ હાટે વેયાતો નહિ મળે. આપણામાં રહેલા આપણા જ આનંદનું આપણે સંવર્ધન કરીને આપણે જ આપણા વર્ધમાન થવાનું છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ 87 , હૃદય નયન નિહાળે જગધણી $ સર્વ-દ્રવ્યો એના સર્વ-ભાવ સહિત પ્રતિબિંબિત થાય-ઝીલાય-જણાય દેખાય. માટીમાંથી એક કુંભનું-મટકાનું સર્જન કરવું હોય તો તેમાંય કેટકેટલાં કારણો, સંયોગો, સાધનસામગ્રી, પર્યાવરણીય અનુકૂળતા હાજર હોય છે, ત્યારે તેનું નિર્માણ થાય છે! યોગ્ય-સ્વભાવવાળું, યોગ્ય-દ્રવ્ય, કર્તા પ્રતિબંધક-તત્ત્વનો અભાવ, યોગ્ય-કાળ અને સીધી કે આડકતરી રીતે મદદકર્તા કુદરતી બાબતોનો સુમેળ મળે છે ત્યારે સુનિયોજીત સુંદર નિર્માણ થાય છે. " એવું જ આત્માના પરમાત્મસ્વરૂપે વિકસિત થવાની બાબતમાં છે; જેમાં અનેકાનેક કારણો, સાધનો, સંયોગો અને પરિબળો ભાગ ભજવતાં હોય છે. એ વિકાસની પીઠિકારૂપ પહેલી ભૂમિકા અત્રે અભય, અદ્વેષ, અખેદ બનવાની બતાડી રહ્યાં છે. એક જ્ઞાની પુરુષે કહ્યું છે કે મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા સાર. પાંચે ઈન્દ્રિયોના વિષયમાં મંદતા, સરળતાપૂર્વક પ્રભુ આજ્ઞાનુસાર તત્ત્વાર્થની સુવિચારણા અને કરુણા, કોમળતાદિ ગુણપ્રાપ્તિ એ પ્રથમ ભૂમિકા છે. રોક્યા શબ્દાદિ વિષય સંયમ સાધના રાગ, જગત ઈષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય. શબ્દરૂપાદિ વિષયોનો નિરોધ કરી સંયમી થઈ સાધના માટેના જે રાગી છે-રૂચિવાળા છે અને જેમને આત્માથી અધિક જગતની કોઈ માગશે તેને મળશે, શોધશે તેને જડશે. Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી ચીજની મહત્તા નથી એવા આત્મા મહાભાગ્યશાળી છે; જે બીજી ભૂમિકાના મધ્યમ-કક્ષાના પાત્ર, સાધક છે, સાધુ છે, મુનિ છે. નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિત લોભ. 88 જેને જીજીવિષા નથી કે મરણનો ભય નથી અને લોભને જીતી લઈ પરમ સમભાવ, સમતાયોગમાં વર્તે છે, તે આ મોક્ષમાર્ગમાં આગળ વધેલા, નિકટ મોક્ષગામી એવા મહાન ઊંચી ભૂમિકાએ રહેલ મહાપાત્રમહાત્મા છે. ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્રેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ.. સંભવદેવ..૨ પાઠાંતરે ‘પ્રવૃત્તિ’નું ‘પ્રવર્તે’ અને ‘લિખાવ’ના સ્થાને ‘લખાવ’, ‘લખાવિ’ છે. શબ્દાર્થ : પરિણામ એટલે કે વિચારોની અસ્થિરતા-ચંચળતા તે ભય, તત્ત્વ પ્રતિ અરુચિ એટલે કે ઘૃણાનો ભાવ હોવો તે દ્વેષ અને પ્રવૃત્તિ કરતાં આવતો કંટાળો અને અનુભવાતી થકાવટ તે ખેદ એવા ત્રણે ભય, દ્વેષ અને ખેદ એ અબોધ એટલે કે અજ્ઞાનના કારણે નિપજતા દોષ છે, એમ લિખાવ એટલે ગણાવ-સમજું. અથવા આ ત્રણે દોષ એ અજ્ઞાનીનું લિખાવ-લખાવ એટલે લક્ષણ સમજવું. લક્ષ્યાર્થ-વિવેચન : સ્તવનની પ્રથમ ગાથામાં અભય, દ્વેષ, અખેદ એ ત્રણને પ્રભુની સેવાના સેવનકારણરૂપ ગુણ ગણાવ્યા. હવે આ બીજી ગાથામાં એ સેવનના કારણરૂપ પાયાના પ્રાથમિક મૂળભૂત જે ગુણો છે, તે ગુણો નહિ હોય અને એના પ્રતિપક્ષી અવગુણ એટલે કે દોષ હોય તો શું થાય? એ જણાવી રહ્યાં છે. સાધક ધ્રુવને છોડી અધ્રુવ ભણી શું કરવા દોટ મૂકે ? Page #134 -------------------------------------------------------------------------- ________________ 89 હૃદય નયન નિહાળે જગધણી 5 પરિણામ એટલે કે ભાવધારા-વિચારધારામાં જે ચંચળતા-અસ્થિરતા છે, તે જ ભય છે. વ્યક્તિ ભયભીત હોય ત્યારે આકુળવ્યાકુળ થઈ ભાગંભાગ કરે છે. મનની અને તનની ઉભયની અસ્થિરતા ભયજનિત છે. ભય હોય ત્યાં ભાગેડુ વૃત્તિ હોય એ સહુના અનુભવની વાત છે. આત્મા એના મૂળ, શુદ્ધ, પરમાત્માવસ્થામાં પરમ સ્થિર હોય છે. અચલત્વ-સ્થિરત્વ એ આત્માનો સ્વરૂપગુણ છે. વળી જીવ માત્ર નિર્ભયતા અને સ્થિરતાનો ચાહક છે-ઈચ્છુક છે. ચંચળતા-અસ્થિરતા એ તો દોષ છે અને તે અનાત્મદશા છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી અસ્થિરતા છે. સંસારી જીવ માત્રમાં ભય, મૈથુન, પરિગ્રહ અને આહાર એ ચાર સંજ્ઞા હોય છે. આ ચાર સંજ્ઞા ઉપર વિજય મેળવવો તે જ સાધના છે અને એ જ પ્રભુસેવના છે. પ્રભુસેવાના ભેદ-પ્રકાર જાણી લેવા જેવા છે કે તે દ્રવ્યપૂજા, ભાવપૂજા અને પ્રતિપત્તીપૂજા છે. દ્રવ્યપૂજાના બે પ્રકાર અંગપૂજા અને અગ્રપૂજા છે. અંગપૂજા પાવનકારી-પુણ્યકારીણી છે અને અગ્રપૂજા અભ્યુદયકારીણી છે. ભાવપૂજા અભેદકારીણી-મોક્ષદાયીની છે. દ્રવ્યપૂજાનું કાર્ય ભાવપૂજા છે અને ભાવપૂજાનું કાર્ય પ્રતિપત્તિપૂજા છે. પ્રતિપત્તિપૂજા એટલે પ્રભુના મનોયોગની પૂજા. જ્યારે દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ પ્રભુના કાયયોગની સ્થાપનાનિક્ષેપાથી અને નામનિક્ષેપાથી કરાતી પૂજા છે. પ્રતિપત્તિપૂજામાં પ્રભુએ જેવા શુક્લલેશ્યાના ભાવ કર્યા છે, એવા ભાવથી શુક્લધ્યાનની ધારાએ ચઢી સ્વયંના પ્રભુત્વ-પરમાત્મત્ત્વનું પ્રગટીકરણ છે. આમ પ્રતિપત્તિપૂજા એ પરાકાષ્ટાની પૂજા છે જે વિરતિધરો કરતાં હોય છે અને એનું કાર્ય જીવને શિવ એટલે કે યોગીઓ આત્માને સાજો કરે છે અને આત્મા સાજો થયા પછી શરીર માં રહે ખરું ? Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 90 પરમાત્મા બનાવવાનું છે. એ સંભવિતને અસંભવ નહિ બનાવતાં સંભવ જિનેશ્વરદેવના આલંબનથી સંભવને સંભવ કરવારૂપ છે. ચિદાનંદ કેરી પૂજા, નિર્વિકલ્પ ઉપયોગ; આતમ-પરમાતમને અભેદે, નહિ કોઈ જડનો જોગ. - ચંદ્રપ્રભુજિન સ્તવન. ઉપા. માનવિજયજી મહારાજા આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ એ ચાર સંજ્ઞા છે. આહાર ૨૫ થી ૫૦ મિનિટ છે. મૈથુન બે પાંચ મિનિટ છે. ભય અને પરિગ્રહ ચોવીસે કલાક છે. જો ભગવાનનો ભરોસો-વિશ્વાસ આવે તો નિર્ભય બનાય. નિર્ભય-અભય બનેલાને પછી કાલની ચિંતા રહેતી નથી તેથી તે અપરિગ્રહી કે અલ્પપરિગ્રહી હોય છે. જીવન જીવવા પૂરતું, દેહ ટકાવવા અને યોગસાધના કરવા જે અલ્પ આહાર જોઈએ તે મળી રહેશે એવી ખાત્રી હોય છે અને ભગવદ્ભાવમાં - બ્રહ્માનંદની આગળ અબ્રહ્માનંદ તુચ્છ લાગતા તે સહજ છૂટી જશે.. આવ, અભય બની અભયદાન આપી જીવન જીવનારા વિરતિધરોને પ્રતિપત્તિપૂજા હોય છે. - સાત ભય સાતમા સુપાર્શ્વનાથજીના સ્તવનની વિવેચનામાં જોઈ લેવા. ' આ ભય સાત પ્રકારના છે. ભયથી ચિત્ત, ચલચિત્ત એટલે કે ચંચળઅસ્થિર થાય છે. તેથી ચિત્ત શાંત અચલ રહી, એક ચિત્ત બની પ્રભુસેવાપૂજામાં જોડાઈ શકતું નથી. ફળરૂપે સંભવ, આદિ જિનેશ્વર ભગવંતોની જોઇએ તેવી સાચી ફળદાયી પૂજા થતી નથી અને સ્વયંના પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ સંભવિત થતું નથી. ચલચિત્ત પૂજામાં સમયની પાબંદી હોય છે અને તેથી જ “લે દેવ ચોખા અને હું તો ચાલી” જેવી ફળ પરથી ઝાડ ઓળખાય છે, એમ કાર્યથી કારણનું મુલ્યાંકન થાય અને કારણમાં કાર્યનો ઉપયાર થાય. Page #136 -------------------------------------------------------------------------- ________________ 91 - હૃદય નયન નિહાળે જગધણી દોડાદોડ-ઉતાવળ હોય છે. એમાં કોઈ ભલીવાર નથી હોતો. શાંત, સ્થિર અને એકચિત્ત પૂજામાં ઉપયોગનું જોડાણ હોય છે, તેથી પ્રભુમિલન હોય છે અને એથી જ એમાં સમયનું ભાન ભૂલાઈ જતું હોય છે. પ્રભુપૂજામાં ચિત્ત એકાગ્ર નહિ થવાનું કારણ ભય છે, તેમ બીજું કારણ દ્વેષ પણ છે. કવિશ્રીએ દ્વેષ શબ્દ એના પ્રચલિત ધિક્કાર કે તિરસ્કાર અર્થમાં નહિ પ્રયોજતા ધૃણા અર્થમાં પ્રયોજ્યો છે. પ્રભુસેવામાં ધૃણા તો ન જ હોવી જોઈએ. પ્રભુ પ્રત્યે રૂચિ-રાગ-અનુરાગ જ હોવા જોઈએ. એકવાર રૂચિ ન હોય તો તે પણ પહેલી ભૂમિકામાં ચાલી જાય; પણ અરૂચિ-ધૃણા-દ્વેષ તો પહેલી ભૂમિકામાં ચલાવી નહિ શકાય. કારણ કે દ્વેષ-વૃણામાં વિમુખતા છે જ્યારે અષમાં અભિમુખતા છે. અભિમુખતા હોય ત્યાં જ સંભવનું સંભવિત થવું સંભવ છે. પહેલવહેલી આવશ્યકતા જ એ છે કે અનાદિનો આપણો આત્મા જે પ્રભુ સંભવદેવથી વિમુખ રહ્યો છે તે અભિમુખ થાય. આપણે ત્યાં સામાયિક પારવાની અનુમતિ માંગીએ છીએ ત્યારે ગુરુદેવનો આદેશ એ જ હોય છે કે “આયારો ન મોતવ્યો!” એટલે કે આચાર અને આચાર પ્રત્યેનો આદર મૂકવા યોગ્ય નથી. આદર જ આચરણને ખેંચી લાવશે. વ્યક્તિ આવતી થાય તો જાણતી થાય તેમ જાણીતી થાય અને જાણીતી થવાથી જોડાતી જાય અને પામતી થાય. આગળ યોગીરાજજી કહે છે કે... “ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે...” અત્રે પ્રવૃત્તિ એટલે પ્રભુસેવના છે. સંભવદેવ એટલે શ્રી સંભવનાથ જિનેશ્વર ભગવંતની સેવાપૂજાની પ્રવૃત્તિના આલંબનથી મહીં ભીતરમાં જે ભગવાન આત્મા-ચૈતન્ય પરમાત્મા બિરાજેલ છે તેનું પ્રગટીકરણ કરવાનું છે. જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ. Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી આ સેવા જો દ્વેષ-વૃણાપૂર્વક થશે તો તેમાં માત્ર કરવાપણું અને વેઠ ઉતારવાપણું જ હશે. એ પરાણે કરાતી પ્રવૃત્તિ હશે, જેમાં સંભવ જિનેશ્વર ભગવંત સાથે જોડાવાપણું અને પોતાનું જિન થવું સંભવ નહિ હોય. આવી પ્રભુસેવનામાં તો થાકવાપણું, કંટાળાપણું અને અનિયમિત થવાપણું જ રહે એમાં કોઈ નવાઈ નથી. માટે જ કવિશ્રી કહે છે.... “સેવન કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.” ત્રણ ગુણના પ્રતિપક્ષી દોષને જણાવવા સાથે ભાર દઈને કહે છે કે, (એ દોષોને, અબોધ એટલે કે અજ્ઞાનતાનું (લખાવ) લક્ષણ સમજ અથવા તો તે ત્રણે દોષોને અજ્ઞાન લખાવ (લેખાવ-સમજાવી-ગણાવ.). આવો અજ્ઞાની જે પહેલી ભૂમિકામાં જ નથી તે પ્રભુસેવાનો અધિકારી, નથી. કવિહૃદયી ભક્તયોગી જ્ઞાનવિમલસૂરિજી પણ કંઈક આવી જ વાત કરે છે.. • “જ્ઞાનવિમલ ગુણનો નિધિ મહિમા, મંગલ એહિ વધાવો રે; અચલ અભેદપણે અવલંબી, અહોનિશ એહિ દિલ થાવો મારા સાંઈ રે. . આજ મારા પ્રભુજી સામું જુઓને.” ભયજનિત ચલચિત્તથી પ્રભુસેવનામાં એકાગ્રતા આવતી નથી અને ભાવવાહી થવાતું નથી. દ્વેષજનિત ધૃણાથી પ્રભુસેવનામાં મન લાગતું નથી અને દિલ એકતાન થતું નથી. ખેદજનિત થકાવટથી પ્રભુસેવનામાં કંટાળો આવે છે અને ટેક સાચવી નિયમિત રહેવાતું નથી. રૂચિ-ગમો-લગાવ નથી, તેથી પ્રભુસેવાની લગન લાગતી નથી, ચિત્ત ચોંટતું નથી અને હૃદય ગદગદિત બની દ્રવણ-ગલન કરતું નથી. લોકો જિંદગી વધારવા માગે છે પણ સુધારવા નથી માગતા ! Page #138 -------------------------------------------------------------------------- ________________ 93 હૃદય નયન નિહાળે જગધણી 5 ટૂંકમાં યોગીરાજજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે જીવને શિવ બનવામાં ભય, દ્વેષ, ખેદ એ ત્રણ દોષ અડચણરૂપ છે. મૂળ મૂડીની ચૂકવણી તો બાકી જ છે પણ એ મૂળ ઉપરનું વ્યાજ અને વ્યાજ ઉપરનું વ્યાજ એટલું બધું ચક્રવૃદ્ધિ દરથી ચડતું જાય છે કે ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. મન-વચન-કાયાના યોગથી નિત નવા-નવા કર્મો ક્ષણે-ક્ષણે ઉપાર્જયા કરે છે. એની સામે કર્મ ખપાવે છે, પણ તે જેટલાં ઉદયમાં આવે છે એટલાં જ ખપાવે છે. ઉપાર્જન અઢળક છે અને સામે વિસર્જન અલ્પ છે. પરિણામે દેવું વધતું જ જાય છે. ભય, દ્વેષ, ખેદના કારણે જીવ આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાંથી ઊંચો આવતો નથી. ચિત્તની વૃત્તિઓ અને મનના પરિણામ શાંત હોય તો જીવ સદ્વિચારણા લાવી શકે; જેથી સન્માર્ગ પકડી શકાય. પરંતુ ઉપરોક્ત ત્રણ દોષો આત્માની શાંતિ હરી લઈ જીવનેં સતત મુંઝવણમાં નાખી રહ્યા છે. એ ત્રણ દોષોને ઉત્તેજન આપનારા રાગ-દ્વેષ અને મોહ છે. કષાયો જીવને સંસારમાં જકડી રાખે છે. આ બધાંને કારણે આત્મસંપદા લૂંટાઈ રહી છે. જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ-પ્રેમભાવ-કરુણાભાવ હોવા જોઈએ. ગુણીજનો પ્રત્યે જીવતો જાગતો પ્રમોદભાવ- અહોભાવ - આદરભાવપૂજ્યભાવ – નમસ્કારભાવ હોવો જોઈએ. એમના ગુણોની પ્રશંસાઅનુમોદના કરવી જોઈએ અને જીવમાત્રને રોજે-રોજ ખમાવવા જોઈએ. પોતાનું આત્મનિરીક્ષણ કરતાં રહી સ્વદોષનો પારાવાર પશ્ચાતાપ કરવો, પ્રાયશ્ચિત લેવું, હૃદય દયાર્દ્ર-દયાળુ ભીનું ભીનું કોમળ રાખવું જોઈએ. આવી સેવનાથી અભય અદ્વેષ અખેદ રહેવાય. આપણને જગયિકિત્સક બનતા આવડે છે પણ જાત યિકિત્સક બનતા નથી આવડતું ! Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 94 ભયના કારણે દ્વેષ અને ખેદના પરિણામ વર્તતા હોવાથી લોકો એવી વ્યક્તિ પ્રત્યે અણગમો ધરાવતા હોય છે. વ્યક્તિના ચહેરા ઉપર ખેદ - અપ્રસન્નતા જોઈને, લોકોને એવા દિવેલ પીધેલ, સોગિયા, ડાયાવાળી વ્યક્તિ તરફ નજર નાખવાનું મન થતું નથી. પૂર્વભવમાં આવી ભયકારક, દ્વેષકારક, ખેદકારક પ્રવૃત્તિઓ સેવેલી હોવાથી આ જનમના આ ભવમાં એવા જ નિમિત્તો, સંયોગો ભવિતવ્યતા ભેગા કરી આપે છે. મૈયાદિભાવોથી વિપરીત ભાવોનું સેવન કરવાથી જીવ સતત ભયમાં રહે છે. તેથી તેના પરિણામોમાં ચંચળતા રહ્યા કરે છે. દોષોના સેવનથી જીવ, તુચ્છ સ્વભાવવાળો અને અજ્ઞાની બની સંસારમાં રૂલ્યા કરે છે. સતત આત્મભાવના સેવનથી જ્ઞાની-પુરુષના ચિત્તનું એક પણ રુંવાડું ફરકતું નથી. આવી નિર્ભયતા, નિર્વેરિતા અને અજુગુપ્સા જ્ઞાની-પુરુષને જાગૃત થાય છે. ' આ ગાથાનું સારભૂત તત્ત્વ એટલું જ છે કે અસંભવિત એવી વસ્તુને પણ સંભવિત કરી બતાવવાની શક્તિ દરેક આત્મામાં પડેલી જ છે. જરૂર છે માત્ર કાયરતાને ખંખેરી, શૂરવીરતા જગાડી, “કરેંગે યા મરેંગે' ના સંકલ્પપૂર્વક યા હોમ કરી ઝપલાવવાની. આ માટે નિરંતર સત્સમાગમ સેવવા યોગ્ય છે. એક ક્ષણ પણ સત્સંગ સેવન જો છોડવામાં આવે તો જીવને ભવાંતરમાં નરકાદિ દુઃખો વેઠવા પડે એવી સ્થિતિ સર્જાય છે. તેથી જે જગતના જીવોને જ્ઞાની પુરુષનો એ કોલ છે કે જ્યાં સુધી આત્મા-મોક્ષ ન મળે, સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી નિરંતર એક ક્ષણનો પ્રમાદ કર્યા વિના સત્સંગના ભીડામાં પડ્યા રહેજો કારણ કે એ જ ભાવિના દુઃખથી બચવાનો અમોઘ ઉપાય છે. દીવો પોતાના પ્રકાશથી વસ્તુને દેખાડે પણ વસ્તુરૂપ ન થાય. એ જ રીતે કેવળજ્ઞાન રોયને જાણે પણ શેયરૂપ નહિ થાય. Page #140 -------------------------------------------------------------------------- ________________ 95 - હૃદય નયન નિહાળે જગધણી * જે વ્યક્તિ ગમતી હોય છે, એની ઊજળી બાજુ-ગુણ જ દેખાતા હોય છે અને તે જ લક્ષમાં લેવાતા હોય છે. અણગમતી વ્યક્તિની ઊજળી બાજુ કે ગુણ દેખાતા પણ નથી અને લક્ષમાં પણ લેવાતા નથી. આ ગુણદર્શન અને ગુણ-અનુમોદન મનના સ્તર પર પેલી વ્યક્તિ ગમે છે તેના કારણે છે, માટે આ ગુણરૂચિ, ગુણ-અનુમોદના મનના સ્તર ઉપરનું રાગ પ્રેરિત થયું. આવી રૂચિ મનની પેલે પારની પરારૂચિ નથી બનતી કે જે પરમનું મિલન કરાવી આપે. મન સ્થિર થઈ જાય, બહાર નીકળી જાય અને અમનસ્કદશામાં જ્યાં માત્ર સ્વયંનુ જ અસ્તિત્વ રહે તેવી દશામાં ગુણરૂચિ થાય એ મહત્વનું છે. મન તો પરિવર્તનશીલ છે એટલે એના કોઈ ઠેકાણા નથી. આજે સારી લાગતી વ્યક્તિ કાલે ખરાબ લાગે અને ખરાબ લાગતી વ્યક્તિ પાછી સારી પણ લાગે. આના કારણે ગુણ પણ દોષરૂપ લેખાય યા તો ગુણની અવગણના કરાય અને તેનાથી વિપરીત પણ વિચારાય; જેવો જેવો ગમો અને જેવો જેવો અણગમો. મન જેમ પલટાય તેમ મનોવૃત્તિ મનનું વલણ પલટો ખાય છે. મનના સ્તરે અસ્થિરતા જ રહેવાની કેમકે મન માંકડું છે-ચંચળ છે. ગુણરૂચિ, જ્યારે પ્રમોદભાવનાની નિપજ હોય છે ત્યારે વ્યક્તિ ગૌણ બની જાય છે અને ગુણ પ્રધાન બની જાય છે. ગુણરૂચિ, ગુણપક્ષપાત, ગુણબહુમાન, ગુણરાગ હોય છે, ત્યાં દૃષ્ટિરાગ-સ્નેહરાગ-કામરાગ નથી હોતાં અને ત્યારે વ્યક્તિ ભલે ને અજાણી કે વિરોધી દુશ્મન કેમ ન હોય પણ એના ગુણ જોવાય છે અને ગુણના વખાણ કરાય છે. મોટામાં મોટો દોષ તો પોતાની જાતનું અજ્ઞાન જ છે જેને કવિશ્રીએ “દોષ અબોધ લખાવ'' થી પ્રબોધ્યો છે. ભય, દ્વેષ અને ખેદ એ ત્રણ દોષ તો આત્માની અબોધતાની જ પેદાશ છે. અબોધ એ જ ન ઠરે અને ન ઠારે તે જણ નઠારો કે નિષ્ફર કહેવાય. Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 96 અજ્ઞાન અથવા મિથ્યાત્વ છે, જેને વેદાન્તિકો “અવિદ્યા'-ભ્રાંતિ-માયા તરીકે ઓળખાવે છે અને બૌદ્ધો તેને અનાદિલેશરૂપ “વાસના' કહે છે. આજ સંદર્ભમાં આત્મવિકાસની પાત્રતા વિષે જે ત્રણ ભૂમિકા શ્રીમજીએ બતાવી છે, જે ગાથા એકના વિવેચનમાં જોઈ ગયા છીએ તે ફરી વિચારી જવા જેવી છે. ચરમાવર્તે હો ચમકરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. સંભવદેવ.૩ પાઠાંતરે ચરમાવર્તેના સ્થાને ચરમવિરત અને પ્રાપતિના સ્થાને પ્રાપ્તિ છે. શબ્દાર્થ ઃ ચરમાવરત એટલે કે ચરમ(છેલ્લું) આવર્ત (ફેરોચકરાવો) અર્થાત્ છેલ્લા પુદ્ગલપરાવર્તમાં આવતાં જીવ ચરમ યથાપ્રવૃત્ત કરણ કરી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અંતકરણ થતાં ભવપરિણતિનો પરિપાક થઈ જતાં દષ્ટિનો ઉઘાડ થાય છે. ભલી-સમ્યગ્દષ્ટિ મળે છે અને પ્રવચન એટલે કે આપ્તપુરુષોના-જિનેશ્વર તીર્થકર ભગવંતના વાકવાક્યો-વચનની પ્રાપ્તિ થાય છે. નિશ્ચયથી કરણલબ્ધિ થતાં કાળલબ્ધિ થાય છે. . અપૂર્વકરણથી ગ્રંથિભેદ થતાં જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. અર્થાત્ આ એક એવો પરિણામે છે કે જેમાં જીવ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા સિવાય પાછો ફરવાનો નથી. માટે તેને અનિવૃત્તિકરણ કહેવાય છે અને ત્યારબાદ તરત જ જીવ અંતકરણ અર્થાત્ ઉપશમ સમ્યત્વને પામે છે. આ ત્રણે કરણો અર્થાત્ ચરમ-યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ કાળલબ્ધિના પરિપાકથી થાય છે. અર્થાત્ જીવ ગમે ભેદ થાય તો અભેદ થવાય. Page #142 -------------------------------------------------------------------------- ________________ 97 , હૃદય નયન નિહાળે જગધણી તેટલો પુરુષાર્થ કરે પણ કાળલબ્ધિનો પરિપાક ન થયો હોય તો તે થતા નથી. દરેક જીવનો કાળલબ્ધિનો પરિપાક ભિન્ન ભિન્ન સમયે થાય છે, જે જ્ઞાની સિવાય કોઈ જાણતા નથી માટે જ્ઞાની પુરુષો ઉપયોગને સ્વરૂપ તરફ જોડવારૂપ અંતર્મુખી સાધના કરવાનું ફરમાવે છે કે જેનાથી પ્રત્યેક સમયે સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગ સધાય છે અને તેમ છતાં કાળલબ્ધિના પરિપાકથી કાર્યસિદ્ધિ થાય છે. બે સમકક્ષ સાધક સાધનામાં ગુણારોહણ કરતાં હોય ત્યારે એક સાધકને એક સમયે અને બીજા સાધકને બીજા સમયે ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. એનું કારણ ક્ષણિક ઉપાદાન એટલે કે તત્સમયની યોગ્યતા અર્થાત્ કાળલબ્ધિ છે. ' ' લક્ષ્યાર્થ-વિવેચન : જીવ ચરમાવર્તમાં આવે અને તેમાં પણ જ્યારે ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવે છે, ત્યારે સંસારમાં રખડાવનાર ક્લિષ્ટ પરિણતિનો પરિપાક થાય છે એટલે કે અંત આવે છે. જેવી રીતે ફળ પાકી જતાં ડીંટું-શાખા તેને છોડી દે છે અને વૃક્ષ ઉપરથી ખરી પડે છે કે વેલથી છૂટું પડી જાય છે, તેવી રીતે કાળ પરિપાક થતાં જીવનું સંસારની રખડપટ્ટી-ભવભ્રમણમાંથી છૂટવાપણું થાય છે. શેવદર્શનના મૃત્યુંજયમંત્રમાં આવી જ વાત ગૂંથવામાં આવી છે. __ ॐ त्र्यंबकं यजामहे सुगंधीम् पुष्टिम् वर्धनम्। उर्वारुकम् इव बन्धनात मृत्योः मुक्षीय माम् अमृतामे ।। ચરમ-યથાપ્રવૃત્તકરણ એટલે સમ્યત્વને પ્રાપ્ત કરવાનો યથાર્થ ભાવ-યથાર્થ માર્ગ, જે જ્ઞાની પુરુષોએ બતાવ્યો છે, તે પ્રમાણે તે માર્ગ ઉપર ચાલવાનો આંતરિક પુરુષાર્થ. હવે ફરીથી ૭૦ કોટાકોટીની મોહનીયકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઘનભાર (+ve)ને ઋણભાર (- ve) લાગ્યો છે તેથી સંસાર પ્રવાહ શરૂ થયો છે. ઋણભાર એટલે કે ઋણાનુબંઘ પૂરા કરીએ તો ઘનત્વને-આનંદધનને પામીએ. Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી થનાર નથી એવી અપુનબંધક અવસ્થા પ્રગટ્યા પછી પહેલીથી ચોથી દૃષ્ટિમાં રહેલાં જીવોને આ ચરમ (છેલ્લું) યથાપ્રવૃત્તકરણ હોય છે. અહીં આ ભૂમિકાએ હજુ ગ્રંથિને ભેદવાનું કાર્ય થયું નથી હોતું. પરંતુ આ તબક્કે જીવ ગ્રંથિભેદન માટે ઉદ્યમી બન્યો હોય છે. સાધનાની આ ભૂમિકાએ ભય, દ્વેષ, ખેદ, આદિ દોષો ટળે છે. અધ્યાત્મ તરફની સુંદર આત્મલક્ષી દૃષ્ટિ ખીલતી અને ખૂલતી જાય છે. દોષની હાનિ થતી જાય છે અને ગુણમાં વૃદ્ધિ થતી જાય છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનના રહસ્યો ખુલતા જાય છે-સમજાતા જાય છે. મત, મમત, મમતા, મતાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, દૃષ્ટિરાગ, એકાંત માન્યતા, આદિથી મિથ્યાત્વકાલમાં દષ્ટિ જે બંધિયાર બની હતી તે દૃષ્ટિ હવે નિરાગ્રહી, વિશાળ અને ઉદાર બને છે. વસ્તુતત્ત્વ ઉપર યથાર્થ વિચાર કરવાની સૂક્ષ્મતા, તીણતા, સહિષ્ણુતા અને માધ્યસ્થતા આવે છે. દોષદષ્ટિ જાય છે અને ગુણદૃષ્ટિ આવે છે; તેથી સ્વભાવ ગુણગ્રાહી બને છે. બીજામાં દોષો તો દેખાય, ખોટાપણું પણ જણાય. છતાં તેના ઉપર કરુણાભાવ રહેવાને કારણે તેના વિચારો તરફ ઉપેક્ષાવૃત્તિ રહે છે પણ ખંડન કરાતું નથી. મહામહોપાધ્યાય યશોવિજયજીએ અમૃતવેલની સઝાયની ૨૧મી ગાથામાં જણાવ્યા મુજબના ૧) પાપ તીવ્ર ભાવે કરે નહિ ૨) ભવરાગ-સંસારનો રાગ રહે નહિ અને ૩) ઉચિતનો સેવન સ્વરૂપ ગુણલક્ષણો પ્રગટે. પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે.” યોગદૃષ્ટિમાં અપુનબંધકના લક્ષણમાં જણાવે છે કે તે ૧) દુઃખી પ્રત્યે સાનુબંધ દયાવાળું કરુણાભીનું હૃદય ધરાવતો હોય, ૨) ગુણસંપન્ન ભગવાનને નીરખતા નીરખતા સ્વયં ભગવાન સ્વરૂપે નિખરવું એ જ સાચું ભગવાનને નીરખવાપણું છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ 99 F હૃદય નયન નિહાળે જગધણી પ્રત્યે તેને અદ્વેષ હોય, અને ૩) તે સર્વત્ર ઔચિત્યનું પાલન કરતો હોય. આવા ભવ્યાત્માઓને પૂ. હરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં બીજની ચંદ્રકલામાંથી પૂર્ણિમાના પૂર્ણચંદ્રની પૂર્ણકલાને પ્રાપ્ત કરવાને તત્પર થયેલાં શુક્લપાક્ષિક તરીકે ઓળખાવ્યાં છે. આવા અપુનબંધક ભવ્યાત્માઓને આદિધાર્મિક કહે છે. चरमे पुद्गलावर्ते, यतो यः शुक्लपाक्षिकः । भिन्नग्रंथीश्चारित्री च, तस्यैवेत्तद् उदाहृतम्।। . . ચરમાવર્તમાં આવેલો હોવાથી, જે જીવ શુક્લ-પાક્ષિક હોય અર્થાત્ અર્ધ પુદ્ગલ પરાવર્તનથી અધિક જે જીવનું ભવભ્રમણ બાકી ન હોય, એવો ગ્રંથિભેદ કરેલ ચારિત્રી હોય, તેને જ અધ્યાત્મની પ્રાપ્તિ શાસ્ત્રોએ કહી છે. અપૂર્વકરણના પરિણામ વડે રાગદ્વેષની નિબિડ ગ્રંથિને ભેદી નાખનાર જીવને ભિન્નગ્રંથિ કહેલ છે. એવો ગ્રંથિભેદ કરેલ જીવ જ સમ્યકત્વના પરિણામને પ્રાપ્ત કરે છે. આ સમ્યકત્વના પ્રભાવે જ જીવ પરંપરાએ સમ્યમ્ ચારિત્રને પ્રાપ્ત કરે છે. આવા ગ્રંથિભેદને પામેલા ચારિત્રી મહાપુરુષોને ભાવઅધ્યાત્મ-ભાવસાધુતા પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. પ્રથમ તબક્કાના અપૂર્વકરણ પછી ગુણારોહણની પ્રથમ ભૂમિકામાં દર્શનમોહનીયનો ઉપશમ થાય છે અને ત્યાર પછીની ઉપલી ભૂમિકાના સામર્થ્યયોગ અંતર્ગત અપૂર્વકરણ પછી ચારિત્રમોહનીયનો ક્ષય કે ઉપશમ હોય છે. અવસ્થા (પર્યાય)માં અવરિચત નહિ થવું પણ અવસ્થાવાન (દ્રવ્ય)માં પ્રતિષ્ઠિત થવું. Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી , 100 પ્રથમ તબક્કાની ચતુર્થદષ્ટિ અંતર્ગત અનિવૃત્તિકરણથી કાર્મગ્રંથિક-મત પ્રમાણે દર્શનમોહનીયનો એક અંતર્મુહુર્ત માટે ઉપશમ થાય છે, જેનાથી જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે અને ત્યારબાદ જો શુદ્ધ પુજનો ઉદય થાય તો જીવ ક્ષયોપશમ સમ્યકત્વ પામે છે. એ વિપર્યાસ મુક્તિ છે. જ્યારે ક્ષપકશ્રેણી કે ઉપશમશ્રેણી અંતર્ગત અપૂર્વકરણથી ચારિત્રમોહના ક્ષય કે ઉપશમ થતાં જીવ ક્ષીણમોહ વીતરાગતા કે ઉપશાંતમોહ વીતરાગતાને પામે છે. આ મોહમુક્તિ છે. આ વિષયમાં જિજ્ઞાસુઓને વિશેષ જાણકારી માટે પૂ. હરિભદ્રસૂરિજીના “શાસ્ત્રવાર્તા સમુચ્ચય', ‘યોગદષ્ટિ સમુચ્ચય', યોગબિંદુ' આદિ ગ્રંથો અને આ ગ્રંથકારના યોગદૃષ્ટિના અજવાળાં' આદિ ગ્રંથો ગુરુગમથી જોઈ જવા ભલામણ છે. આ દષ્ટિનો વિષય મુમુક્ષુ સાધકે ખાસ સમજવા જેવો છે અને સમજીને પોતે કઈ ભૂમિકાએ છે તેનો તાળો મેળવવા જેવો છે. ટૂંકમાં ઓઘદૃષ્ટિમાંથી યોગદૃષ્ટિમાં આવવાપણું અને માયોપથમિક કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં જવાપણું એ, ભલી દૃષ્ટિનું ખીલવાપણું અને ખૂલવાપણું છે. અપૂર્વકરણ અંગે શાસ્ત્રમાં કીડીનો દાખલો આપવામાં આવે છે. ચાલતા-ચાલતા કીડી ખીલા કે ભીંત નજીક આવે, એટલે કોઈ કોઈ કીડી પાછી ચાલી જાય છે, તો વળી કોઈક કીડી ભીંત કે ખીલા પર ચઢી બેસે છે અને કોઈક કીડી આગળ વધે છે. આમાં જે ભીંત કે ખીલાને જોતાં પાછી ચાલી જાય છે, તેને કોઈ લાભ થતો નથી. આ ગ્રંથિભેદે આવીને અપૂર્વકરણનું પરાક્રમ કર્યા વિના જ પાછા ફરી જવાપણું છે. જે ભીંત કે ખીલા પર ચઢી બેસે છે તે અપૂર્વકરણનું પરાક્રમ કરવા બરોબર છે. અને ફરીયાદનું મૂળ ને યાદ (સ્મૃતિ) છે તે વિવાદના થડ રૂપે વધે છે, વિખવાદની શાખા રૂપે વિસ્તરે છે, તેને ફળ વિષાદના જ લાગે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ 101 - હૃદય નયન નિહાળે જગધણી આગળ વધવાપણું એ ત્રીજા અનિવૃત્તિકરણ કરવા બરોબર-જય મેળવી – આત્માનંદ - તત્ત્વાનંદ પામી સમકિતી બનવાપણું છે. અહીં આ તબક્કે ગ્રંથિ છેદવાથી કાંઈ રાગદ્વેષનો સંપૂર્ણ નાશ નથી થતો, પણ જે ગાંઠ પડી ગઈ હોય છે તે ગાંઠ છૂટી જાય છે-ગૂંચ ઉકલી જાય છે અને પછી તેના જ બળે એ રાગદ્વેષનો સર્વથા નાશ કરી વીતરાગ થવાનો, માર્ગ ખુલ્લો થાય છે. ગ્રંથિનો અનુભવ સીધો નથી થતો. ઉપયોગ ઘણો ઘણો અંદર જાય ત્યારે ગાંઠ-અટકણ અનુભવાય છે. આ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણાદિની વાત થોડી એના જેવી છે કે માર્ગે ચાલ્યા જતાં મુસાફરને ચોરોની પલ્લીની જાણ થતાં, એ ક્યાં તો પાછો ફરી જાય છે, સ્થિર ઊભો રહે છે કે પછી પુરુષાર્થી બની પરાક્રમ ફોરવી અંતરાય-ગાંઠ ઓળંગી-ભેદીને, આગળ વધી જાય છે. પહેલી દૃષ્ટિ પૂર્વે અપુનબંધક અવસ્થા એ કૂવો ખોદતા ભીની માટી મળવા જેવી ભૂમિકા છે. પછી પહેલીથી પાંચમી દૃષ્ટિ સુધીમાં ક્રમશઃ પાણીની શેરો ફૂટતી જાય છે. છેલ્લું પ્રતર ભેદાય એટલે પાણીની છોળો ઉછળ-ફૂવારો છૂટે. પાણીથી પ્લાવીત થઈ જવાય-ડૂબી જવાય. શીતળતા નિર્મળતા આવે અને તૃષા શાંત થાય. પાંચ સમવાયી કારણો ભવિતવ્યતા, કર્મ, કાળ, પુરુષાર્થ અને સ્વભાવ છે. નિગોદની અવ્યવહારરાશિમાંથી બહાર નીકળી યથાપ્રવૃત્તકરણ સુધી પહોંચવામાં ભવિતવ્યતા નામના સમવાયી કારણની પ્રધાનતા હોય છે. ચરમાવર્તમાં આવવા સુધી કાળની પ્રધાનતા છે અને અપૂનબંધક, માન મૂકે તે મહાન અને મોહ હણે તે મોહન! Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 102 ચરમ યથાપ્રવૃત્તકરણ - ગ્રંથિભેદ સુધી પહોંચવામાં કર્મલઘુતારૂપ કર્મના કારણની પ્રધાનતા છે. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યકત્વની પ્રાપ્તિથી તે ઠેઠ કેવળજ્ઞાનના પ્રગટીકરણ સુધી પુરુષાર્થ-ઉદ્યમની પ્રધાનતા હોય છે. કેવળજ્ઞાનથી નિર્વાણ થતાં સુધીમાં પાછી ભવિતવ્યતા હોય છે. અંતે સિદ્ધત્વની પ્રાપ્તિમાં સ્વરૂપસ્થિતતા હોય છે. આ બધું પરિણમન થવાના ભવનની ભવ્યતા છે તે સ્વભાવ છે. એ સ્વનું સ્વમાં ભવન છે તેથી સ્વભાવ કહેવાય છે. ચરમ પુદ્ગલપરાવર્તકાળ પહેલાંના અચરમાવર્તકાળમાં જીવ ભવાભિનંદી હોય છે. ભવાભિનંદીપણામાં જીવ કોઈકવાર ધર્મ કરતો જણાતો હોય તો, તે પણ એ દેખાદેખી, ભૌતિક હેતુથી, લોકસંજ્ઞાએ, લૌકિક ધર્મ કરતો હોય છે, તેથી તેને લોકપંક્તિ કહેવામાં આવે છે, જે યોગાભાસ-યોગમાયા હોય છે. ચરમાવર્તકાળમાં આવેલા આત્મા નિયમો ભવિ એટલે કે ભવ્ય આત્મા હોય છે, જેનો મોડો-વહેલો મોક્ષ નિશ્ચિત હોય છે. . . ભવાભિનંદીતા એ આત્મવિમુખતા છે. અપુનબંધક અવસ્થા એ આત્માભિમુખતા છે અને સમ્યક્તાવસ્થા એ આત્મસન્મુખતા છે. ત્યારપછીની દેશવિરતિથી લઈ વીતરાગાવસ્થા એ પરમાત્મસ્વરૂપ પ્રતિ ગમનતા છે. આ વિષયમાં કાંઈક વિશેષ સ્પષ્ટતા માટે અત્રે પરિશિષ્ટમાં નિગોદથી નિર્વાણનો લેખ જોઈ જવા જિજ્ઞાસુ પાઠકને ભલામણ છે. પૂર્વગ્રહ આધારિત દર્શનથી જીવ વીતરાગતાથી દૂર જાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ 103 - હૃદય નયન નિહાળે જગધણી * ઓઘદૃષ્ટિમાંથી યોગદૃષ્ટિમાં આવ્યા પછી જિનપ્રવચનને અનુસરતી વાણી સીધેસીધી કે કોઈ પણ અન્ય દર્શન દ્વારા પ્રાપ્ત થાય છે. આગળનો વિકાસ પ્રવચન પ્રાપ્તિ પછી પ્રવચનના આલંબનથી શક્ય બને છે. સાધક એવા અનુભવી સંતોનું એવું કહેવું છે કે આત્મામાં મોક્ષદશા પ્રગટવાનો ભવિતવ્યતાનુસાર જે નિશ્ચિત-કાળ છે, તે કાળે જ મોક્ષદશા પ્રગટે છે. આવો આત્મદ્રવ્યનો ધર્મ છે. આવું જેમણે કાળનયથી જાણ્યું છે, તેમની દૃષ્ટિ હંમેશા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય ઉપર જ પડી છે અને તે દ્રવ્યના આશ્રયે અલ્પકાળમાં મુક્તિને પામે છે. કાળને પકવવાની તેમજ મીશકાળને ઉત્પન્ન કરવાની ઉભય શક્તિ આત્મદ્રવ્યમાં છે. આવી શક્તિ બહારના કોઇ પદાર્થમાં નથી, એવું જે સમજે છે, તે નિરંતર પોતાના ઉપયોગને - પોતાની દૃષ્ટિને, આત્મદળ ઉપર કેન્દ્રિત રાખી ઉપાદાનની પાત્રતા યોગ્યતાને ખીલવવાની અને કાળને પકવવાની ક્રિયામાં પ્રવૃત્તિશીલ બને છે. આજ સાચો ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ છે-આધ્યાત્મિક પુરુષાર્થ છે. કાળલબ્ધિ પાકે ત્યારે ભવસ્થિતિનો પરિપાક થાય અને ત્યારે જ જીવને ભવસાગર તરવાના ભાવ થાય પણ તે પહેલા ન થાય. આવું માની જે આત્માઓ સમયની રાહ જોતા બેસી રહે છે, તે આત્માઓ જિનાગમના મર્મને સમજતા નથી. | વિશુદ્ધ આત્મદ્રવ્ય ઉપર નિરંતર ઉપયોગ રાખવો તે પુરુષાર્થ છે અને તેનાથી કાળલબ્ધિનો સમયે-સમયે પરિપાક થતો જાય છે. એ પરિપાક તીવ્ર થતા જીવને ભવસાગર તરવાના ઊંચા-ઊંચા નિમિત્તો આવી મળે છે. એનાથી ઉપયોગ વધુ ને વધુ અંતર્મુખ બને છે, જેનાથી કાળલબ્ધિની પરિપક્વતામાં વૃદ્ધિ થાય છે. આ પ્રક્રિયા પરાકાષ્ટાએ હું સામાન્ય છું ને વિશેષરૂપ નથી. હું અભેદ છું ને ભેદરૂપ નથી. હું જાણનાર છું ને કરનાર નથી. Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 104 પહોંચતા, ઉપયોગ સઘન બની ક્ષપકશ્રેણિએ આરુઢ થાય છે અને તેના ફળસ્વરૂપ વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શીતા, સર્વનંદીતા, સહજાનંદીતા, નિર્વાણ અને સિદ્ધત્વની-મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી માહિતી મળે કે દરિયા કિનારે રેતીમાંથી હીરા મળે છે અથવા તો નદીના તટમાંથી સુવર્ણ રેત- તેજમતૂરી મળે છે; એ જાણ્યા પછી સમયની રાહ જોઈને બેસી રહીએ છીએ કે દોટ મૂકી સ્થળે પહોંચવાનો અને વસ્તુને મેળવવાનો પુરુષાર્થ આદરીએ છીએ ? જો સંસારના જીવનવ્યવહારમાં, ભૌતિક ક્ષેત્રે, સમયની રાહ જોઈને બેસી નહિ રહેતાં, લાભ તુરત જ અને વધુમાં વધુ મેળવવા માટે પુરુષાર્થ આદરતા હોઈએ તો પછી અધ્યાત્મક્ષેત્રે કેમ નહિ? મોક્ષ – સ્વાધીન સુખ મેળવવાનો તલસાટ-જ્વલંત તમન્ના હોય તો જ, બીજા બધાં કામ બાજુએ મૂકીને, એ તરફનો પુરુષાર્થ આદરાય. પરિચય પાતિક ઘાતક સાધુશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત.. સંભવદેવ..૪ પાઠાંતરે પાતિકની જગાએ પાતક, ઘાતકની જગાએ ઘાતિક, સાધુશેની જગાએ સાધશું, મનનની જગાએ મનને, પરિશીલન નયની જગાએ પરિસલનય છે. | શબ્દાર્થ: પાતિક કે પાતક એટલે પાપનો ઘાત કરનારા (ઘાતક) - નાશ કરનારા એવા સાધુશું - સાધુ સાથે પરિચય (ઓળખાણ) - સોબત થતાં ચેત એટલે કે ચિત્ત કે મન સંબંધી અકુશલ કહેતાં અકલ્યાણકારી-અહિતકારી-પાપકર્મોનો અપચય એટલે કે ઘટાડો-વ્યય થાય છે-જે ચય-સંચય કર્યું છે તેનો અપચય-નાશ થાય છે. જીવદયા અનુકમ્પા વગેરે નિષેઘાત્મક અહિંસા છે જ્યારે પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય, એ વિધેયાત્મક અહિંસા છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ 105 $ હૃદય નયન નિહાળે જગધણી અધ્યાત્મ ગ્રંથોનું શ્રવણ, મનન કરીને નય-હેતુવાદપૂર્વક પરિશીલન કરવું જોઈએ. લક્ષ્યાર્થ : વિવેચન : આત્માને આ સંસારમાં અનંતકાળથી જકડી રાખીને રખડાવનાર જો કોઈ હોય, તો તે મિથ્યાત્વમોહની પ્રગાઢતા અને રસમાં રહેલી અનંતાનુબંધીની કક્ષાની તીવ્રતા છે. આખો સંસાર અનંતાનુબંધીના રસની તીવ્રતા ઉપર જ નિર્ભર છે. અનંતાનુબંધીના રસની જ્યાં તીવ્રતા હોય ત્યાં તેનું સહવર્તી મિથ્યાત્વ સહજાસહજ સાથે હાજર જ હોય છે. આ બંને પાપો આત્માની અવનતિ કરી ભવોભવ આત્માનો ઘાત કરી રહ્યા છે. આવા આ ઘાતક મહાપાપોનો ઘાત કરવામાં નિમિત્ત કારણભૂત સાધુ મહાત્મા કે જેઓએ પોતે હિંસા, જૂઠ, ચોરી, આદિ પાંચેય આશ્રવોનો વિધિપૂર્વક ત્રણેય યોગ અને ત્રણેય કરણથી સર્વથા ત્યાગ કર્યો છે અને યથાર્થ ઉપદેશ આપી મોક્ષમાર્ગમાં જોડનારા છે, તેની સાથે પ્રથમ પરિચય અહિં થાય છે. ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવતાં આવા સાધુ મહાત્માનો ગાઢ ઘનિષ્ઠ સંગ થાય છે. - આવી સાધુસંગતના કારણે આત્માનું અકુશલ કરનારા, અહિતકારી ઘાતક કર્મોમાં ઘટાડો થાય છે. ચિત્તની સંક્લિષ્ટતા ઘટતી જઈ ચિત્ત નિર્મળ થતું જાય છે. આમ સાધુસંતોની સંગત-પરિચય કર્મનિર્જરાનો અને આત્મવિકાસનો હેતુ બને છે. સાધુ સંગત એવી છે કે જીવનની રંગત બદલી નાંખે. પારસમણિનો સંગ જેમ લોઢાને સોનું બનાવે છે તેમ સાધુસંગત જીવને શિવ બનાવે છે. ભીતરના સત્યમ્ શિવમ્ સુંદરમ્ને પ્રગટાવે છે. એથી જ તો યોગીરાજજીએ જ્ઞાનને જ્ઞાનમાં સમાવવાનું છે. વિષયોનું આલંબન છોડી સ્વરૂપ પકડાય ત્યારે જ્ઞાન, જ્ઞાનમાં સમાય. Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી એમના ૬૬મા અને ૬૮મા પદમાં સાધુ સંગતિ ચાહી છે. સાધુસંગતિ અરુ ગુરુકી કૃપાતેં, મિટ ગઈ ફુલકી રેખા; આનંદઘનપ્રભુ પરચો પાયો, ઉતર ગયો દિલ ભેખા. સાધુભાઈ અપના રૂપ જબ દેખા. - દેવ અસુર ઈન્દ્રપદ ચાહ્ ન, રાજ ન કાજ સમાજ રી; સંગતિ સાધુ નિરંતર પાવું, આનન્દન મહારાજ રી. સાધુસંગતિ બિનુ કૈસે પૈસેં... એક ઘડી આંધી ઘડી, આધીમેં પુનિ આધ; તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ. સંત તુલસીદાસ 106 ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવેલો જીવ સદ્ગુરુના ઉપદેશથી તેમજ તેમની આજ્ઞાથી, આત્મવિજ્ઞાન-આત્મસ્વરૂપને સમજાવનારા અધ્યાત્મગ્રંથોનું નિરંતર પઠન, શ્રવણ, મનન કરે છે. વારંવાર તેનું પરાવર્તન કરે છે પરિશીલન એટલે કે ઊંડું ચિંતન-અધ્યયન કરે છે. વળી એ પરિશીલન સૂક્ષ્મ ધારદાર બને તે માટે પદાર્થોની-તત્ત્વની વિચારણા, નયસાપેક્ષ, હેતુવાદ, આશય આદિના લક્ષપૂર્વક કરે છે. આત્મા જેવા પદાર્થને દ્રવ્ય-ભાવ; વ્યવહાર-નિશ્ચય, જ્ઞાન-ક્રિયા, આદિ સર્વ પડખાઓથી .(પાસાઓથી) વિચારવામાં આવે ત્યારે જ આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાય છે અને શ્રદ્ધેય બને છે તેથી સદ્દહણા થાય છે. જીવ, જગત અને જગન્નાથ (પરમાત્મા) સહિત અધ્યાત્મને આ નીચેના દ્વૈતજોડકાં-યુગલના વિશ્લેષણથી સમજી અને સમજાવી શકાય છે. આત્માને સમજવા સગુણ-નિર્ગુણ, સવિકલ્પ-નિર્વિકલ્પ, સાલંબન વિકલ્પો અને વિકારો પેદા થવા તે જ્ઞાનની મલિનતા છે. નિર્વિકલ્પ સ્વરૂપ ઉપાદેય લાગવું જોઇએ. Page #152 -------------------------------------------------------------------------- ________________ 107 હૃદય નયને નિહાળે જગધણી નિરાલંબન, સ્વાધીન-પરાધીન, સાકાર-નિરાકાર, સાવરણ-નિરાવરણ, સ–અસત્, નિત્ય-અનિત્ય, વિનાશ-અવિનાશી, સ્થિર-અસ્થિર, સક્રિયઅક્રિય, મૂર્ત-અમૂર્ત, રૂપી-અરૂપી, નામી-અનામી, જીવ-અજીવ, જડચેતન, ઉપચરિત-અનુપચરિત, ક્રમિક-અક્રમિક, વૈત-અદ્વૈત ઈત્યાદિથી વિશ્લેષણ કરવું જોઈશે. જડ-પુદ્ગલને સંયોગ-વિયોગ, ઉત્પાદ-વ્યય, સર્જન-વિસર્જન, સંકોચ-વિસ્તાર આદિથી વિશ્લેષણ કરી સમજવાનું અને સમજાવવાનું છે. પરિશીલન એટલે જ જે કાંઈ વાંચન, શ્રવણ, મનન કર્યું છે તેમાં ઊંડા ઉતરી એના હાઈ-મર્મને હૃદયસ્થ કરવો અને જીવનમાં ચરિતાર્થ કરવો. જે કાંઈ વાંચ્યું, સાંભળ્યું છે તેને વાગોળી-વાગોળીને એના રસને એટલે કે સારભૂત તત્ત્વને અસ્થિ-મજા બનાવવું એ નિદિધ્યાસન છે. નિદિધ્યાસનથી સ્વરૂપની પ્રતીતિ થાય છે, જે સ્વરૂપાનુભૂતિ પ્રતિ દોરી જાય છે. એ સ્વનો અધ્યાય એવો ચોથા પ્રકારનો સ્વાધ્યાય નામનો અભ્યતર તપ છે. એમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા હોય છે. એ પાંચમાંના પરાવર્તન અને અનુપ્રેક્ષા છે તે જ પરિશીલન છે. કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉન્માદ. સંભવદેવ.૫ પાઠાંતરે જોગેને સ્થાને યોગઈ, નીપજેને સ્થાને નિપજઈ, એહમાને સ્થાને એમાં, સાધીએને સ્થાને સાધીશું, અને ઉનમાદને સ્થાને ઉન્માદ છે. શબ્દાર્થ કારણના યોગે-જોગ-સંયોગે કરીને કારજ એટલે કે જાણનારો સતત જણાયા કરે તો સાધનામાં વિકાસ થાય. આપણું અરૂપી સ્વરૂપ જે છે તે ઉપયોગની પકડમાં આવવું જોઈએ. Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 108 . શ્રી સંભવનાથજી 108 કાર્ય નીપજે. અર્થાત ઉપજે કે થાય એમાં તો કોઇના કશાય વાદ કે વિવાદને અવકાશ નથી. પરંતુ કારણના સેવન વિના જ કાર્ય સાધવાનો જે મત છે-મમત છે એ તો નિજ કહેતાં પોતાનો ઉનમાદ એટલે કે ઉન્માદ-ગાંડપણઘેલછા છે. એ સ્વછંદ છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ “કારણ સેવાય તો કાર્ય નીપજે” "There can not be effect without cause" આ એક સર્વમાન્ય, સર્વસ્વીકૃત વૈશ્વિક સિદ્ધાંત છે. આ સ્તવનની પહેલી ગાથાની બીજી કડીમાં પણ આ વાત વિચારી છે. ' જ્યાં સુધી મુક્તિ થાય નહિ અને કૃતકૃત્ય થઈ જતાં કરવાપણું છૂટી જાય નહિ ત્યાં સુધી કારણ-કાર્યની શૃંખલા રચાતી હોય છે. પૂર્વકાર્ય એ ઉત્તરકાર્યનું કારણ બનતું હોય છે અને વળી પાછું તે ઉત્તરકાર્ય ત્યાર પછીના પશ્ચાત્કાર્યનું કારણ બનતું હોય છે. કાર્યને અનુકૂળ અને અનુરૂપ કારણના સેવન સિવાય કોઈ પણ કાર્ય ઘટમાન થતું નથી. કારણનું પરિણામ ફળ અર્થાત્ કાર્ય છે અને કાર્યના મૂળમાં બીજરૂપે કારણ હોય જ છે. જેમ વર વિનાની જાન ન હોય, બીજારોપણ સિવાય ફળ ન હોય, તેમ કારણ વિના કાર્ય ન હોય. પૂર્વે બાંધેલા કર્મો- સેવેલા કારણો જ, આંતરિક નિમિત્ત કારણ બનીને; તેને અનુરૂપ કાર્ય થવાને માટે ભવિતવ્યતા યા કુદરત કે વ્યવસ્થિતશક્તિ બહારમાં તેવા તેવા પ્રકારના સંયોગ બઝાડી આપે છે અર્થાત્ એવા જ સંયોગો આવી મળે છે. પણ પુરુષાર્થની વિશેષતા એ છે કે જીવ જેવા ભાવે નિમિત્તનું અવલંબન લે, સુખ સ્વભાવ છે. સુખ વિના ચાલતું નથી. વાસ્તવિક સુખની ઓળખાણ નથી, તેથી આભાસી સુખથી ચલાવવું પડે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ 109 - હૃદય નયન નિહાળે જગધણી તેવા સ્વરૂપે કાર્ય થનાર છે એટલે કર્મ, સંયોગો આપે છે પરંતુ અભિગમ, સમાધિ અને દૃષ્ટિ એ જીવના વિવેકાદિ ઉપર નિર્ભર છે. * બીજી વ્યક્તિના સંદર્ભમાં, કર્મનું પાતંત્ર્ય માની લેવાથી, તેના માટે મુલાયમ અભિગમ રહે છે માટે તે કરી શકાય. પરંતુ સ્વની સાધના પ્રત્યે તો માત્ર પુરુષાર્થની પ્રધાનતા વિચારવાથી વિવેક સઘન બની શકે છે અને જાગૃતિથી મોક્ષમાર્ગમાં અવિરત પ્રયાણ થઈ શકે છે. ચંડકૌશિક સર્પના જીવ ગોભદ્ર બ્રાહ્મણને દીક્ષા લીધા બાદ, ઘોર તપ કરવા છતાં હવે પછી નીચેના સ્થાનોમાં જવાનું હતું માટે જ, તેવા પ્રકારના કર્મનો ઉદય થયો. એટલે જ બહારમાં દેડકાની વિરાધના થાય એવું નિમિત્ત અને એવા સંયોગો આવી મળ્યાં. એ ઓછું હોય, તેમ વધુમાં એ દેડકીની વિરાધનાને જોનારા અને તેની વારંવાર યાદ અપાવનારા બાળમુનિના નિમિત્તનો પણ ભેટો થયો. ક્રોધનો ઉદય તીવ્રપણે થવાનો હતો, તેથી તેવા જ પ્રકારના કર્મનો ઉદય થાય, તે માટે પાછા બાળમુનિ રાત્રિના સમયે પણ નિમિત્ત બની સામા આવ્યા અને તેમને મારવાના ભાવથી રાત્રે એની પાછળ દોડવા જતાં થાંભલાને ભટકાયા અને અથડાવાથી મૃત્યુ પામ્યા. ફલસ્વરૂપ જ્યોતિષ દેવલોકનો એક ભવ કરી ત્યાંથી આશ્રમમાં ગૃહપતિ તરીકે મનુષ્યનો ભવ પામી ક્રોધની પરંપરામાં ચંડકૌશિક સર્પના અવતારને તે પામ્યા. આમ કારણ વિના કોઈ કાર્ય હોતું નથી. જીવ જેવા કેવા કર્મો બાંધે છે તેવા તેવા તેને ભોગવવાના - તે કર્મવિપાકને અનુરૂપ બહારમાં તેવા તેવા નિમિત્ત, સંયોગો અને અંદરમાં અંતર પરિણામ-અંતરભાવ ભવિતવ્યતા આપી જ દે છે. તેથી જ તો કહ્યું છે કે “બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ.” જેવું કારણ જેવા ભાવે સેવાય તેવું જ કાર્ય તે ભાવને અનુરૂપ બનીને રહે. “વાવે તેવું વિકારી હોય તે વિનાશી, અપૂર્ણ અને પરાધીન હોય. Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 110 લો” “ખાડો ખોદે તે પડે” આ બધી લોક કહેવતો સાચી જ છે અને તેના મૂળમાં આ વૈશ્વિક સિદ્ધાંત કામ કરી રહ્યો છે. તેથી જ તો ગીતામાં કહ્યું કે “u વળેવ થવસ્તુ મા જોસુ વાવના” “હે જીવ! કર્મ કરાય ત્યારે કરાતા કર્મ ઉપર તારો અધિકાર-તારી સત્તા છે. જે કાંઈ કારણ સેવાય, જે કાંઈ કર્મ કરવામાં આવે તે ઉપર પૂરતો વિચાર કરીને કરવા યોગ્ય સુકૃત-સત્કર્મનું તું સેવન કર અને દુષ્કૃત- અસત્કર્મના સેવનથી દૂર રહે. કર્મ કર્યા પછી ફળ તો તારે ઈચ્છાએ કે અનિચ્છાએ ભોગવવું જ પડશે. ફળ ભોગવવામાંથી તું ક્યારેય છૂટી શકીશ નહિ!” કરવાપણું છે ત્યાં ભોગવવાપણું છે. સારાનું સારું અને નરસાનું નરસું. કહ્યું છે ને કે “જેવી કરણી તેવી ભરણી.” માટે જ જ્યાં સુધી કરવાપણું છેસક્રિયતા છે ત્યાં સુધી ભોગવવાપણાનો-કર્મના વિપાકનો વિચાર કરી સત્કાર્ય, સદ્ભાવ, સવિચાર, સદ્વર્તન જ કરવાનું રાખવું. કર્મ વળગેલા છે, મન વચન કાયાનો યોગ છે ત્યાં સુધી કરવાપણું છે – સક્રિયતા છે. કર્મબંધનું કારણ એટલે કે આશ્રવ સેવાશે નહિ તો જ સંવરમાં રહી નિર્જરા થશે ત્યારે જ કરવાપણાથી છૂટકારો થતાં કૃતકૃત્ય બની જઈ અક્રિય થવાશે અર્થાત અયોગી, અદેહી, અશરીરી બની જતાં મોક્ષ પમાશે. તેથી એવા કાર્યનું લક્ષ રાખ કે જે અંતિમ કાર્ય હોય. કૃતકૃત્ય - સિદ્ધ બનાવનાર કાર્ય હોય. એ પણ પાછો વૈશ્વિક અફર સિદ્ધાંત છે કે “અંતિમ કાર્યનું કાર્ય નહિ હોય અને મૂળ કારણનું કારણ નહિ હોય” “ફળનું ફળ નહિ હોય અને બીજનું બીજ નહિ હોય.” આ કારણ કાર્યનો સિદ્ધાંત પુરુષાર્થનો છેદ ઉડાડ્યા વિના ભવિતવ્યતાને ઊભી રાખે છે. જો સત્ની અને શુભની ઈચ્છા હોય તો કારણ એવા સેવ કે જે સત્કાર્યરૂપે પરિણમે. આમ સત્કાર્ય પુરુષાર્થ માટે નિર્વિકારી હોય તે અવિનાશી, પૂર્ણ અને સ્વાધીન હોય. Page #156 -------------------------------------------------------------------------- ________________ 111 હૃદય નયન નિહાળે જગધણી 卐 પ્રોત્સાહિત કરે છે. છતાંય ભૂલચૂકથી, જાણેઅજાણે, મોહવશ, અજ્ઞાનવશ, પૂર્વકૃતકર્મપ્રેરીત કદાચ અસત્કાર્ય થઈ જાય અને તેના અશુભપરિણામને ભોગવવાનું આવે ત્યારે ભવિતવ્યતાનું આલંબન લઈ ‘મારા જ કર્યા મારી આડે આવ્યા છે’’ અને જ્ઞાનીના જ્ઞાનમાં જોવાયું હતું તે જ બન્યું છે' એવા ભાવથી સમભાવે તેનો સ્વીકાર કરીને નિકાલ કર ! જાતને જ દોષિત ઠરાવી જગતને નિર્દોષ જોવાપૂર્વક જગતઋણથી છૂટા પડતાં જવાનું છે. આ સ્વીકાર એ ભવિતવ્યતા છે અને સમભાવે નિકાલ તે પુરુષાર્થ છે. આમ ભવિતવ્યતાના આલંબને નબળા નથી બનવાનું પણ સબળા બનવાનો પુરુષાર્થ કરવાનો છે. કરવા ટાણે સારું કરવાનો પુરુષાર્થ અને કર્યા પછી કર્યાના પરિણામનો સ્વીકાર અને સમભાવે નિકાલનો પુરુષાર્થ ખેડવાનો છે. જ હવે કારણ સેવ્યા વિના જ જો કાર્યસિદ્ધિ કરવાની ઇચ્છા રાખીએ, તો તે નિજ મત એટલે કે પોતાની મતિ-બુદ્ધિનો ઉન્માદ છે. તેમ આગળ જણાવ્યા મુજબ કારણ-સાધન મળવા છતાં સાધન વડે સાધના કરી સિદ્ધિ મેળવતો નથી, તો તે મૂર્ખામી છે - અપાત્રતા છે. એવા અપાત્ર પાસેથી પછી સાધન છીનવાય જાય છે અને ફરી સાધન મળવાં દુર્લભ થઈ પડે છે. સાધનમાં સાધ્યબુદ્ધિ કરી સાધનમાં અટકી જનારને પણ સિદ્ધિ સાંપડતી નથી. એ જ પ્રમાણે યોગ્ય ભૂમિકાને પામ્યા પહેલાં સાધ્યમાં સાધનબુદ્ધિની ઉતાવળ કરનાર પણ કાર્યસિદ્ધિ કરી શકતો નથી. આત્માએ જે જે કર્મો બાંધ્યા છે, તેને અનુરૂપ ભવિતવ્યતાથી સંયોગો સર્જાશે. આ ત્રિકાલાબાધિત સત્ય છે. આત્માએ જો મોક્ષમુક્તિકાર્ય સાધવું હોય તો બંધાયેલ કર્મોને ખાલી કરવા પડશે. એ માટે નવા કર્મોને આવતા અટકાવવા પડશે. આશ્રવનિરોધ માટે સંવર સાધવો રાગ એ વિકાર છે અને જ્ઞાન એ સ્વરૂપ છે. વિકારમાં દુઃખ જ હોય. સુખ લાગે છે તે મૂઢતા છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 112 ૭) કે. પર નાટક છે. જે પડશે. જૂના ભરેલા કર્મોને પણ ખાલી કરવા પડશે. એટલે કે નિર્જરા કરવી પડશે. એ માટે ભવમંડપમાં નચાતા નાટકમાં અલિપ્ત રહેવું પડશે. જેને દૃષ્ટા-પ્રેક્ષક બનીને નાટક જોતાં આવડે તે કર્મની ટાંકી ખાલી કરી શકે. પરંતુ જો એમાં ભળે તો ટાંકી ખાલી થવાને બદલે ઉલટી ભરાય. જીવનસંસારને નાટક સમજીને બનતાં બનાવમાં ભળીએ નહિ તો છૂટા રહી છૂટકારો મેળવી શકીએ. જે ભળે છે તે બળે છે પણ ભાળે છે તે મહાલે છે. શું કરીશું? ભળીશું કે ભાળીશું? ભગવાન મહાવીરસ્વામીજી એમના પૂરા સાધનાકાળમાં ક્યારેય, કશે, કોઈ સાથે ભળ્યા નથી. એટલે સુધી કે ગૃહવાસમાં એ ત્રણ જ્ઞાનના ધણીને માતાપિતાએ પાઠશાળા ભણવા બેસાડ્યા ત્યારે તે દૃષ્ટા બની રહી પાઠશાળામાં ભણવા ગયા. અહીં “કારણ જોગે હો કારજ નીપજે રે...” કહેવામાં યોગીરાજજીનો એ આશય પણ છે કે જ્યાં સુધી કારણ ઉપાદાન તૈયાર થતું નથી, ત્યાં સુધી કાર્ય ઉપાદાનરૂપે તે પરિણમતું નથી. આ કારણ ઉપાદાન તૈયાર થવામાં બહારના નિમિત્તના પરિબળો બહુ મહત્વનો ભાગ ભજવતાં હોય છે. એટલે કે ઉપાદાનને યોગ્ય નિમિત્ત મળે છે ત્યારે તે ઉપાદાને કારણઉપાદાનરૂપે તૈયાર થતાં, તે જ કારણ-ઉપાદાન સ્વબળે અસાધારણ કારણના સેવન દ્વારા કાર્યઉપાદાનરૂપે પરિણમે છે. અર્થાત્ જેટલી ઉપાદાનની મહત્તા છે તેટલી જ નિમિત્તની પણ મહત્તા છે. ઘઉંના દાણા નથી તો ખવાતા અને નથી તો ભોજનમાં પીરસાતા. એ ઘઉંના દાણા જ સ્વયં રોટલી, પૂરી, શીરારૂપે પરિણમતા નથી પણ એના પરિણમનને યોગ્ય બાહ્ય પરિબળો ભેગાં મળે છે ત્યારે પરિણમનને પામે છે. એ પછી જ તે ખાદ્ય, સ્વાદ્ય, ભોગ્ય બને છે. અન્યથા નહિ. હા ! જ્ઞાન અને રાગની સાંઘ છે ત્યાં પ્રજ્ઞા છીણી મારી જ્ઞાન અને રાગને છૂટા પાડી શકાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ 118 F હૃદય નયન નિહાળે જગધણી ઘઉંના દાણામાં જ રોટલી-પૂરી-શીરાના પરિણમનની યોગ્યતા છે તેની ના નથી. કર્તા, કાર્યરૂચિ માટે તત્પર બને, ત્યારે ઉપાદાન કેળવાયું ગણી શકાય. આ કાર્યરુચિતા લાવવા માટે કાર્યનું અવલોકન અતિ-અતિ-અતિ આવશ્યક છે. એટલે અઢાર દોષ રહિત અને સર્વગુણસંપન્ન, પૂર્ણાનંદી પ્રભુને કાર્યસિદ્ધિ માટે જ્યારે પોતે નિહાળે છે ત્યારે પોતાને પણ તેવો જ આનંદ જોઈએ છે; એવી રૂચિ પ્રગટે છે. આવી રૂચિ પ્રગટાવવામાં શ્રી અરિહંતપ્રભુ એ પુષ્ટાલંબન છે. આ જ વાત પૂ. દેવચંદ્રજી મહારાજ સાહેબ પણ શ્રી સંભવનાથ પ્રભુના સ્તવનમાં જણાવે છે...... ઉપાદાન આતમ સડી રે, પુષ્ટાલંબન દેવ; જિન. ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવા... જિનવર પૂજો” આથી નિમિત્તની ઉપકારકતાને કોઈપણ સંયોગોમાં નકારી શકાય નહિ. જે કોઈ નિમિત્તને અકિંચિત્કર માને છે તો તેમની પાસે માર્ગનો બોધ અપૂર્ણ છે અથવા તો વિપરીત છે એમ કહી શકાય, હા! એટલું ચોક્કસ છે કે કર્તાના વ્યવસાયે નિમિત્તમાં કારણતા આવે છે. એટલે કર્તા જ્યારે જ્યારે, જે જે, નિમિત્તોને ઉપાદાન શક્તિમાં ઈષ્ટાર્થ – કાર્ય-સિદ્ધિ અર્થે યથાર્થ સ્વરૂપે પ્રયોજે છે, ત્યારે ત્યારે તે તે સાધનોને તથારૂપ પર્યાયાર્થિનયના મતે નિમિત્ત કારણતા જાણવી. આ માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે “કાર્યોત્વતી વારત્વે ઘ વાર ” કાર્ય થાય તો કારણતા કહેવાય. અન્યથા કારણતા અનિયત જાણવી. દૃષ્ટાંત તરીકે જેમ ઘટાદિ કાર્યો નિપજાવવા માટે, કુંભાર જ્યારે જે જે, ચક્રદંડાદિકને યથાતથ્ય સ્વરૂપે પ્રયોજે છે ત્યારે તે તે દંડચક્રાદિકો કુંભારને નિમિત્ત કારણરૂપે ઉપકારક સ્પષ્ટ જણાય છે. આ રીતે કર્તાના કર્તુત્વપણાને આધીન-ભાવે નિમિત્ત કારણની આકાશ ઉપર કોઈ ચિત્ર દોરી શકાતું નથી. અરૂપી ઉપર કોઈ ચિત્રામણ કરી શકાતું નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી ઉપકારકતાનો સર્વત્ર સ્વીકાર કરાયેલો છે. આથી ઉપાદાન-નિમિત્તની પૂરક સંવાદીતા સમજવી જરૂરી છે. આવી સમજ આવ્યા પછી સાધક જાગૃત બની જાય છે કે, અનાદિના અનંતકાળથી ચાલ્યા આવતા ભવચક્રમાં શ્રી અરિહંતપ્રભુ અનંતીવાર મળ્યા પણ તેનું આલંબન અન્ય ભાવે લેવાથી તે અન્ય કાર્ય(જે ભાવ્યું હતું તે)સિદ્ધ થયું પણ મોક્ષના ભાવપૂર્વકનું આલંબન નહિ હોવાથી મોક્ષ ન થયો. હવે તો માત્ર મોક્ષની લગની લગાવવી છે અને મોક્ષ પામીને જ રહેવું છે. || વર્મયાનો:II સંપૂર્ણ કર્મના ક્ષયથી મોક્ષ થાય છે, માટે કર્મોદયથી મળેલી અવસ્થામાં ક્યારેય અટવાવું નથી, પણ ત્રિકાળી ધ્રુવ તત્ત્વનું લક્ષ્ય કરી તે દિશામાં આગળ વધવું છે અને તે માટે ઉપાદાન કારણ સંબંધે, એ ખાસ સમજવું જરૂરી છે કે ઉપાદાન કારણમાં જેમ જેમ, જે જે કાર્ય પરિણામ ઉત્પન્ન થતો જાય છે, તેમ તેમ તેમાંથી પૂર્વ કારણતા ટળતી જાય છે અને ઉત્પન્ન કાર્ય પરિણામને તદુત્તર કાર્યપરિણામની કારણતા પ્રાપ્ત થાય છે. આથી સ્પષ્ટ સમજવું કે પ્રત્યેક કાર્ય સંબંધે, કર્તાના વ્યવસાય વડે કારણતા અપેક્ષિત છે. કાર્ય થવામાં ભલે ઉપાદાનની પ્રધાનતા હોય પરંતુ કથનમાં નિમિત્તની પ્રધાનતા હોય. જેમ પાંચ સમવાય કારણોના પરિબળો ભેગાં થતાં કારણ કાર્યરૂપે પરિણમે છે તેમ ઉપાદાનને-આત્મદ્રવ્યને-જીવદળને મૌલિક પરમ આત્મસ્વરૂપમાં, સ્વભાવમાં ઉભરવા એટલે કે નિખરવા માટે પણ ઉપાદાન, નિમિત્ત, અપેક્ષા અને અસાધારણ એ ચાર કારણો ભાગ ભજવતા હોય છે. સંત તુલસીદાસજીએ પણ નિમિત્તના માહભ્યને ગાયું છે... શઠ સુધરહી સત્ સંગતીપાઈ; પારસ પરસ કુઘાત સુહાઈ. અનંત સંસારનો અનુબંઘ કરાવનારા સવાળો જે કષાય છે તે અનંતાનુબંધી કષાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ 115 હૃદય નયન નિહાળે જગધણી 5 ઉપાદાન કારણ ભવ્ય જીવ પોતે જ છે. અપેક્ષા કારણ પૂર્વપુણ્યે મળેલાં હોય છે. નિમિત્ત કારણ પૂર્વપુણ્યે કરી આવી મળે છે કે પછી સ્વપુરુષાર્થે મેળવવા પડે છે. આ બધાં કારણો-સાધનો મળ્યાં છતાં પરંપરકારણ અને અનંતર અસાધારણ કારણ એટલે કે મોક્ષની તીવ્ર રૂચિ અને ઉપયોગનું શુદ્ધિકરણ આત્માના પોતા વડે સેવાતું નથી, તો પણ આત્મા એના પરમ આત્મસ્વરૂપને પામતો નથી. પરમાર્થથી આત્મા પોતાની રૂચિને ભજે છે અને નહિ કે પરમાત્માને. આત્માની મુક્તિનું કારણ પરમાત્મા છે, માટે પરમાત્માને ભજે છે. વાસ્તવિક તો ઉપાદાનકારણ એવા આત્માને સ્વયંને મુક્ત થવાની એટલે કે પરમાત્મા બનવાની ઇચ્છા છે-રૂચિ છે-તમન્ના છે. પરમાત્મા નિમિત્તકારણ છે અને અત્યંતરમાં-અંતરમાં મોક્ષની તીવ્ર રૂચિનો ગુણભાવ એ અસાધારણ કારણ છે; જ્યારે આત્મા પોતે કે જેમાં પરમાત્મા થવાની લાયકાત વિદ્યમાન છે, એવો ગુણી સ્વયં ઉપાદાન કારણ છે. તો વળી માનવભવ, પંચેન્દ્રિય-પરિપૂર્ણતા, સંક્ષિપણું, પ્રથમ સંઘયણ, કર્મભૂમિ, ચોથો આરો, આદિ અપેક્ષા-કારણ છે. પરમાત્માની ભક્તિથી અંદર આપણા આત્મામાં સાચું પ્રતિબિંબ પડે છે, જે આપણું સ્વબિમ્બ અર્થાત્ આત્માનું પરમાત્મસ્વરૂપે પરિણમન હોય છે, જે આત્માના ઔયિકભાવને ક્ષાયોપશમિકમાં અને અંતે ક્ષાયિકભાવમાં પરિણમાવે છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે કારણતાના પ્રગટીકરણ વિના કાર્યસિદ્ધિ હોતી નથી અને કારણતાના પ્રગટીકરણ માટે નિમિત્તકારણ હોવુ જરૂરી છે. આમાં કોઈ વાદવિવાદને સ્થાન નથી. કારણસેવન વિના સંસારનું ઘર કષાયભાવ. આત્માનું ઘર ઉપશમભાવ. Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 116 કાર્યસિદ્ધિની વાંછના એ પોતાની બુદ્ધિનું ગાંડપણ છે-બુદ્ધિનું દેવાળું છે. કારણ ઉપાદાન તૈયાર થયા પછી કાર્ય ઉપાદાન માટેનો પુરુષાર્થ સ્વયં ઉપાદાન વડે, જો ખેડાતો નથી તો પણ કાર્યસિદ્ધિ થતી નથી મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજો કદાચિત સેવક યાચના રે, “આનંદઘન” રસ રૂપ.. સંભવ૦૬ પાઠાંતરે મુગ્ધની જગાએ મુગધ, મુગધિ, મુગતિ છે અને દેજોની જગાએ દેયો છે. શબ્દાર્થ મુગધ એટલે કે મુગ્ધ-અણસમજુ-અણઘડ-ભોળા ભદ્રિક લોકો, સુગમ એટલે કે સહજ-સરળ-આસાન-સહેલું માની લઈને પ્રભુસેવન કરવા તો માંડે છે – સેવન તો આદરે છે, પરંતુ તેમણે સમજી લેવું જોઈએ કે પ્રભુસેવન તો સુગમ નહિ પણ ગમ નહિ પડે – સમજાય નહિ એવું કઠિન, મુશ્કેલ અગાધ, અગમ-અગમ્ય છે અને પાછું ઉપમા નહિ આપી શકાય તેવું અનુપ એટલે કે અનુપમ છે. - સ્તવનકાર. યોગીરાજજી આનંદઘનજી મહારાજા આનંદના નક્કર ઘન સ્વરૂપ - સુખરસરૂપ એવા પ્રભુજીને અરજ કરે છે – કૃપા યાચે છે કે.. હે પ્રભો ! હે આનંદઘન ! આપની સેવા જે અગમ-આત્મગમ્યઅનુભવગમ્ય, અનુપમ, અદ્વિતીય છે, તે સેવા કરવાની મારી યાચનાપ્રાર્થના-માંગણી સ્વીકારજો અને એવી સેવા આપના આ સેવકને આપજો અથવા આ સેવકની આનંદઘન રસરૂપ થવાની યાચના ક્યારેક તો પૂરી કરજો એટલે કે આ સેવકની મોક્ષની માગણી આપ ક્યારેક તો પૂરી કરજો! લક્ષ્યાર્થ-વિવેચનઃ મુગ્ધ એટલે કે ભોળા ભદ્રિક તત્ત્વસ્વરૂપના અજાણ એવા અણઘડ આત્માઓ, પોતાની ભીતર રહેલા ભગવાનની જ્ઞાનપ્રધાન શૈલિમાં પદાર્થના સ્વરૂપનું મહત્વ છે. દષ્ટિપ્રધાન શૈલિમાં પદાર્થને જોવાની દૃષ્ટિની મહત્તા છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ 117 - હૃદય નયન નિહાળે જગધણી સેવા અર્થે સાધના કે જ્ઞાન-ધ્યાનની અત્યંતર સ્વરૂપ ક્રિયા આદર્યા વિના એકલા માત્ર બાહ્ય તપ, જપ, ભક્તિ, વ્રત, યમનિયમાદિને મોક્ષના હેતુરૂપ માની, તેને જ ભોળાભાવે-અજ્ઞાનભાવે સુગમ-સરળ-સહજ માની સેવી રહ્યાં છે. પરંતુ એકલા બાહ્યભાવથી સેવેલા તે કારણો સંવર, નિર્જરી કે મોક્ષનું કારણ બનતા નથી. એ શુભઉપયોગ, શુભભાવ, શુભક્રિયા હોવાથી સદ્ગતિનું કારણ જરૂર બને છે. કારણ કે તેનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે. મુક્તિપ્રાપ્તિના માર્ગનું સેવન અગમ એટલે કે સામાન્ય જનને ગમ ન પડે તેવું ગુહ્ય અગમ્ય છે. એ તો કોઈ ઉપમા નહિ આપી શકાય એવું ઉપયોગને ભીતરમાં વાળવારૂપ, સ્વમાં સ્થિત થવારૂપ આત્મગમ્ય અનુભૂતિ સ્વરૂપ છે. મુગ્ધ જીવો એકલી બાહ્ય ધર્મક્રિયાને જ ધર્મ માની, એમાં જ ઈતિશ્રી સમજી, ક્રિયાનો જે કર્તાભાવ ઊભો રાખે છે, તે કર્તાભાવે જ સંસાર છે. માત્ર બાહ્ય ધર્મક્રિયાથી અત્યંતરધર્મ, સ્વરૂપક્રિયા થતાં નથી. મૂળમાં તો દર્શનમાં જે મોહ છે તે દૃષ્ટિના ફરવાથી જ ફરે એમ છે. દર્શનમાં જે મોહ-મૂઢતા છે તે જાય તો જ દર્શન-મોહનીયનો ક્ષય કે લયોપશમ થાય. ભૂલ ભરેલી માન્યતા ફરે, માન્યતા બદલાય તો જ ધર્મ થાય. દૃષ્ટિના ફરવા ઉપર ધર્મ છે. જ્ઞાનને સમ્યગ્રજ્ઞાન ત્યારે જ કહેવાય છે કે જ્યારે દર્શન સમ્યગ્દર્શન બને છે. અન્યથા તે મતિઅજ્ઞાન અને ચુતઅજ્ઞાન, અને અવધિજ્ઞાન હોય તો પણ વિલંગશાન કહેવાય છે. જ્ઞાનસાર પણ સાક્ષી પૂરે છે..... भस्मना केशलोचेन, वपुर्धतमलेन वा। महान्तं बाह्यद्रग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित्।। - મહોપાધ્યાયે યશોવિજયજી. જ્ઞાન ઉપર દૃષ્ટિ જય તો ઉપયોગમાં શાંતિ અનુભવાય: Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી 118 માત્ર બાહ્ય ધર્મના અનુષ્ઠાનોથી આત્મા મહાન – મહાત્મા બનતો નથી. પરંતુ જ્ઞાનની પ્રભુતાથી તે મહાન બને છે. મતિજ્ઞાન જ કેવળજ્ઞાનરૂપ પરિણમીને સર્વોત્તમતા-સર્વશ્રેષ્ઠતાને પામે છે. ધર્મ અનુષ્ઠાનો તો અભવિનો આત્મા પણ આદરે છે, પુણ્યોપાર્જન કરી ઠેઠ નવ રૈવયક સુધી પણ પહોચે છે, છતાંય ભવભ્રમણનો અંત આણી, મોક્ષ પામી લોકાગ્ર-શિખરે સાદિ અનંતકાળ બિરાજમાન થઈ શકતો નથી. જ્યાં સુધી જીવ પોતાની ભૂલ ભરેલી, વિપરીત માન્યતાનો ભોગ થઈ પડેલો છે, સર્વત્ર અમે જ સાચા અને બીજાં ખોટા, એવી દૃષ્ટિ ઘર કરી ગઈ હોય, એકાન્ત માન્યતામાં દૃષ્ટિરાગમાં રાચતો હોય, ત્યાં સુધી ભીતરમાંથી વિશુદ્ધિની સરવાણી ફૂટતી નથી. તેથી જ ગમે તેટલા ઊંચા બાહ્ય તપ, ત્યાગ, સંયમાદિ હોય તો પણ તે અવિની જેમ નવ રૈવયકના સુખ આપવા પૂરતા સીમિત રહે છે પરંતુ સર્વદર્શીતા, સર્વજ્ઞતા, સર્વનંદીતા, સહજાનંદીતા, સિદ્ધત્વને-અસીમને આપનારા નથી થતાં. મુજે પામર સેવકને પરમપદદાયી આનંદઘન રસરૂપ આવી અગમ, અનૂપ, અનુઠી સેવા ક્યારે મળશે? યોગીરાજ ભક્તિ સભર ગદ્ગદ્ હૈયે યાચના કરે છે કે હે પ્રભો! પુરુષાર્થ તો મારે જ કરવાનો છે અને મારે જ મારું મારાપણું મારામાંથી પ્રગટાવવાનું છે ! આપની કૃપાથી જ મારી મારા ઉપર કૃપા થશે માટે એટલું જ માંગું છું કે આનંદના અમૃતરસથી ભરપૂર એવા મારા આત્મસરોવરમાં મારી ચેતનાને ડૂબેલી રાખજો ! મારી પર્યાય મારા આત્મદ્રવ્યમાં જ ડૂબેલી રહે, મારું જ્ઞાન, શાયકને જ શેય બનાવી જ્ઞાયકમાં જ ડૂબેલું રહી જ્ઞાનાનંદમાં રમતું રહે, પણ પર પદાર્થને શેય બનાવી શેયાનંદમાં ન અટવાય તેવું કરજો! હે પ્રભો! આપનો કરુણારસ, પ્રેમરસ વહાવી મને પણ આપના મળવું વિશેષ નથી પણ ફળવું વિશેષ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ 119 - હૃદય નયન નિહાળે જગધણી જેવો વીતરાગી, નિર્વિકલ્પ, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વનંદી, સહજાનંદી બનાવીને આપનો બ્રહ્મરસ, સિદ્ધરસ વહાવી (ઉપયોગ અવિનાશીતા) પર્યાય સદશતા અને પ્રદેશ સ્થિરતાનું પ્રદાન કરી, મને પણ આપની હરોળમાં લોકાગ્ર-શિખરે બિરાજમાન કરી ચિદાનંદ વેદાવવાની કૃપા કરો! તે માટે આપની કૃપા થાઓ કે જેથી મારી મારા ઉપર કૃપા થાય અને હું મારાપણામાં આવી મારાપણાને વેદું (અનુભવું)! ઈશાનુગ્રહથી સ્વાનુગ્ર૭ને પામું! ટૂંકમાં આ કડીમાં યોગીરાજજીએ ભગવાન જેવા બનીને એટલે કે ભગવભાવે ભગવાન બનાવે એવી ભગવાનની નિરાશસભાવની પ્રતિપત્તિ પૂજાની યાચના કરી છે. અર્થાત્ ભગવાને મળ્યા પછી સ્વયં ભગવાન બનવું એ જ ભગવાનની અગમ અનૂપ પૂજા છે અને તેની જ યાચના કવિરાજે અત્રે કરી છે. ભગવાન મળ્યા પછી, ભગવાનના ભક્ત બન્યા પછી, સ્વયં ભગવાન નહિ બનવું એ ભગવાનનો અપરાધ કર્યા તુલ્ય છે. એ દેવાલયમાં પ્રતિષ્ઠિત અને દેહાલયમાં અધિષ્ઠિત ઉભય ભગવાનનો અપરાધ છે. તત્ત્વને જાણનારો તત્ત્વદર્શી, ચૈતન્યને એટલે કે આત્મધર્મને જ ધર્મ માને છે અને તેને ખોળવા પ્રયત્ન કરે છે કે જેથી તે પમાય. વત્યુ સદાવો ઘોવસ્તુનો સ્વભાવ તે જ વસ્તુનો ધર્મ. એ સિદ્ધાંતે આત્મધર્મ - આત્મસ્વભાવ પ્રાગટ્યથી ધર્મ છે. | | તેવં મૂત્વા રેવં નેતા દેવ બનીને દેવપૂજા કરો. એટલે કે દેવભાવમાં રહી દેવની પૂજા કરો અથવા સ્વયં દેવ બનવું એ જ સાચી દેવપૂજા છે. તેનાથી અખંડભાવે અખંડ દર્શન મળે છે. . દ્રવ્ય પ્રાણથી જીવે તે જીવ અને ભાવ પ્રાણ જ્ઞાન-દર્શનાદિથી જીવે તે આત્મા. Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથજી જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે રે. આનંદઘનજી 120 - પૂજ્યની પૂજા પૂજ્ય બનવા માટે જ છે. પુણ્યની વૃદ્ધિ માટે નથી. પૂજ્યની પૂજાથી પૂર્ણ ન બનીએ ત્યાં સુધી જરૂરી અનુકૂળતાઓ મેળવી આપનાર, સાધનભૂત પુણ્યનો બંધ પડે છે. તેથી તેના ઉદયકાળમાં વળી પૂજ્યનો, પૂજનનો, જનસામગ્રીનો અને પૂજનના ભાવનો સંયોગ સાંપડી રહે છે. પુણ્યના ઉદયકાળમાં પુણ્યનો ભોગવટો કરીએ તો ડૂબીએ, પણ જો પૂજ્યની પૂજામાં યોજીએ તો ભોગી મટી યોગી બનીએ અને ભવસાગર પાર ઉતરીએ. આત્મધર્મ-આત્મસ્વભાવમાં આવીએ. દરેક સ્તવનની છેલ્લી કડીમાં યોગીરાજ અત્યંત લઘુત્તમ બની પ્રભુને પ્રાર્થે છે અને તે દ્વારા તેમનામાં રહેલ પ્રતિપત્તિ-પૂજાના ભાવને છલકાવે છે. આ તેમનામાં રહેલ ઉપાસનાયોગની ગરિમા છે અને તે પરમાત્મસ્વરૂપને પામવાનો તલસાટ પણ બતાવે છે. આ જ સાચું અધ્યાત્મ છે. પ્રભુ આગળ દીન અને યાચક બનતા આવડે તે જ અધ્યાત્મ પામી શકે. અધ્યાત્મમાર્ગ દૃષ્ટિ પરિવર્તનના પાયા ઉપર સ્થિત છે. સાધનાના શિખરે ઉપાસનાનો સુવર્ણ કળશ ચઢે ત્યારે જ આત્મમંદિર ઉપર પરમાત્મસ્વરૂપના પરમાનંદની ધજા લહેરાય અને ફરફરે ! Page #166 -------------------------------------------------------------------------- ________________ 121 , હૃદય નયન નિહાળે જગધણી 卐 4 શ્રી ભિનંદન જૈિન સ્તવને રાગ : ઘન્યાસિરિ-સિંઘુઓ ... “આજ નિહેજો રે દીસે નાઈલો રે...’? એ દેશી અભિનંદન જિન ! દરિસણ તરસીએ, દરિસણ દુરલભ દેવ; મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિનંદન જિન ! દરિસણ તરસીએ સામાન્ય કરી દરિસણ દોહિલું, નિરણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ-શશિ-રૂપ વિલેખ અભિનંદન૦૨ હેતુ-વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબળો વિખવાદ અભિનંદન૦૩ ઘાતી ડૂંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કોઈ ન સાથ. દરિસણ દરિસણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. અભિનંદન૦૫ અભિનંદન૦૪ તરસ ન આવે હો મરણજીવન તણો, સીજે જો દરિસણ કાજ; દરિસણ દુરલભ સુલભ કૃપા થકી, ‘આનંદઘન’ મહારાજ. અભિનંદન૦૬ વિવેક એ સમ્યકત્વનો વિષય છે. સામર્થ્ય એ યારિત્રનો વિષય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ A B Η Ι Ν Α Ν Ο Α Ν SWAMIJI अनेकान्त-मताम्भोधि-समुल्लासन-चन्द्रमाः। दद्यादमन्दमानन्दं, भगवानभिनन्दनः॥ ॥४॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ નામ : ૪ થા શ્રી અભિનંદન સ્વામી લાંછન : કપિ રાશિ : મિથુન ગણ દેવ માતા : સિદ્ધાર્થ પિતા : સંવર ગર્ભવાસ : ૮-૨૮ દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૮ પૂર્વાગ ઓછા સર્વ આયુષ્ય : ૫૦ લાખ પૂર્વ : - સભ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : 3 ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : અભિજિત વૈ. સુ.૪ અભિનંદન સ્વામીજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : અભિજીત મહા સુ.૨ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : અભિજિત મહા સુ.૧૨ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : અભિજિત પોષ સુ.૧૪ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : પુષ્ય વૈ. સુ.૮ જન્મનગરી : અયોધ્યા દીક્ષાનગરી : અયોધ્યા કેવળજ્ઞાનનગરી : અયોધ્યમાં નિર્વાણભૂમિ : સમેતશિખર Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 122 ક્રમિક વિકાસક્રમના માર્ગમાં પ્રવેશેલો મોક્ષાશયી મુમુક્ષુ સાધક, પ્રીતિયોગથી આરંભેલ એની નિર્વાણયાત્રામાં પરમાત્મપંથને વિલોકતો, એ માટેની પાત્રતાને વિકસાવવા જાતની શુદ્ધિ કરી રહ્યો છે. હવે તેને પરમાત્મસ્વરૂપના દર્શનની તાલાવેલી જાગી છે; તેની વ્યથાને યોગીરાજજી એમના આ ચોથા સ્તવનમાં અભિવ્યક્ત કરી રહ્યાં છે. અભિનન્દન જિન! દરિસણ તરસિયે દરિસણ દુરલભ દેવ; મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિનંદન-૧ પાઠાંતરે દરિસણની જગાએ દરસણ, દુરલભની જગાએ દુર્લભ, જો જઈની જગાએ “જો તે છે. 0 શબ્દાર્થ જે ઈન્દ્રિયોને જીતી જિન બન્યા છે એવા અભિનંદન સ્વામીના દીદારની – એમને જોવાની મને તરસ-પ્યાસ-તલપ લાગી છે. પરંતુ દેવના દર્શન થવા એટલે કે એઓશ્રીના પ્રરૂપિત તત્ત્વની રુચિરૂપ સમ્યગ્દર્શન થવું, કાંઈ સુલભ નથી. એ તો અતિ-અતિ દુરલભકઠીન છે. એ દેવના-એના દેવત્વ-દિવ્યતાની સમજ થવી મુશ્કેલ છે. જુદા જુદા મતવાળા-જુદા જુદા ધર્મવાળાની પાસે જઈને તે માટે પૂછીએ છીએ, તો તે દરેકે દરેક-સહુ પોતાના જ મતનું સ્થાપન-સમર્થન કરે છે અને થાપ અર્થાત્ છાપ પાડે છે કે અહમેવ અર્થાત્ અમારો જ મત સાચો છે અને અમારા જ દર્શન-મતમાં સાચું-સારું ઊંચું દર્શન એટલે કે તત્ત્વ છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ કડીમાંનો “દરિસણ” એટલે કે “દર્શન’ શબ્દ અતિ મહત્વનો છે. આખાય સ્તવનની વિચારણા-રચના આ એક “દર્શન શબ્દને કેન્દ્રમાં રાખીને થઈ છે. અધ્યાત્મ એટલે જાત તપાસ-સ્વ શોધન ! Self Introspection. Page #170 -------------------------------------------------------------------------- ________________ 123 હૃદય નયન નિહાળે જગધણી 卐 નજર સન્મુખ રહેલ પદાર્થનું આંખોમાં પ્રતિબિંબ ઉપસવું અને તે દેખાવું એ દર્શન છે. નજર સન્મુખ રહેલી ચીજ વસ્તુના દીદાર થવા એ દર્શન છે. આવા દર્શન થવાં એ ‘સૃષ્ટિ એવી સૃષ્ટિ' છે. આંખ સામે ગાય દેખાતા, સૃષ્ટિમાં સહુ કોઇ ગાયને ગાય રૂપે જ જુએ છે. . પરંતુ દર્શનમાં રહેલા મોહના-સ્વાર્થના કારણે દેશ્ય પ્રતિ જેવી દૃષ્ટિ એટલે કે જીવનો જેવો ઉપયોગ હોય છે તેવું દર્શન માનસપટહૃદયપટપર ઉપસે છે. આ દર્શન એ ‘ૠષ્ટિ એવી સૃષ્ટિ’ના પ્રકારનું છે. જેવો જોનારો તેવું એનું જગત. જેવા જેવા જોનારા છે અને જોનારાનું જેવું જ્ઞાન-અજ્ઞાન, મોહ છે તેવું ચિત્ર તેનામાં, તે દશ્ય સંબંધી અંકિત થાય છે. એ દશ્યના-ચિત્રના દર્શનમાં જોનારાની થાપ-છાપ પડે છે. ગૌભક્ત, ખેડૂત, ભરવાડ, કસાઈ, ચિત્રકાર એ પ્રત્યેક જણ એક જ એવા ગાયના દૃશ્યને ગાય તરીકે જોવા છતાં પ્રત્યેકનું ચિત્રાંકન-મુલ્યાંકન જુદું જુદું હશે. એટલે જ દશ્ય એક હોવા છતાં, જગતને માટે તે એકસ્વરૂપ હોવા છતાં જેટલાં જોનારા છે તેટલાનું પોતપોતાનું આગવું દર્શન હોય છે. આમ જેટલાં જોનારા એટલાં દશ્ય-એટલાં જગત હોય છે. તેથી જ કહ્યું છે કે “જોનારાને જો !’’ ‘“જાણનારાને જાણ !'’ જો ‘દૃષ્ટિ એવી સૃષ્ટિ’ છે તો તેની સામે ‘સૃષ્ટિ એવી દષ્ટિ’ પણ છે. જેમ દૃષ્ટિ અર્થાત્ ઉપયોગને અનુસરીને સૃષ્ટિનું દર્શન છે, તેમ દૃશ્યસૃષ્ટિને અનુસરીને દૃષ્ટિ અર્થાત્ ઉપયોગનું ઘડતર પણ થાય છે. આ ‘સૃષ્ટિ એવી દૃષ્ટિ’ ના સિદ્ધાંતના આધારે જ દેવદર્શનનું મહત્વ છે અને જાહેરાત-વિજ્ઞાપનનો ધંધો છે. પરંતુ દૃષ્ટાના દર્શન પ્રમાણે મૂર્તિ જવાબ આપે છે તેથી મૂર્તિપૂજામાં દષ્ટિ-સૃષ્ટિવાદ પણ ભાગ ભજવે છે. ક્રિયામાં સૃષ્ટિદૃષ્ટિવાદ છે પણ પરિણામ દૃષ્ટિ-સૃષ્ટિવાદના સિદ્ધાંતને અનુસરીને છે. ગુણમાં સુખ દેખાઈ જાય અને તેથી ગુણ એજ જીવન બની જાય ત્યારે વ્યવહાર ધર્મ આવ્યો કહેવાય. Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી _124 “દષ્ટિ એવી સૃષ્ટિ' છે માટે દૃષ્ટિને સુધારવાની જરૂર છે. ખોટી-અવળી મિથ્યાષ્ટિને જો સાચી-સવળી-સમ્યમ્ બનાવીશું તો દર્શન સાચું-સમ્યગૂ થશે. અહીં કવિશ્રીનો જે તલસાટ-તરસ છે તે આવી સાચી - સમ્યગ્દષ્ટિ માટેનો છે કે જે દૃષ્ટિ મળ્યા પછી જે દર્શન થાય તે યથાર્થ સાચું સમ્યગ્દર્શન થાય. આવી દૃષ્ટિ આવ્યા પછી એના સમ્યગ્દર્શનથી એને પ્રતિમામાં પરમાત્માના દર્શન થશે અને ગાયમાં પોતાના જેવો આત્મા જણાવા સહિત એનામાં સત્તાગત રહેલ પરમાત્માના દર્શન થશે, જેથી તેનો વ્યવહાર આત્મતુલ્ય-પરમાત્મા તુલ્ય બનશે. સમ્યગ્દર્શનથી સમ્યમ્ આચરણ થશે. ' આવા સમ્યગ્દર્શન જનિત સમ્યજ્ઞાન અને સમ્યમ્ આચરણ જ “સૃષ્ટિ એવી સૃષ્ટિ” ની સામેના પેલે પારના-ભવસાગરની સામે પારના “દૃષ્ટિ એવી દૃષ્ટિ” ના કિનારે ઉતારશે. અહીં “દૃષ્ટિ એવી દૃષ્ટિ' થતાં માત્ર-કેવળ દર્શન જ રહે છે અને તે કેવલ્ય દર્શન સાદિ અનંતકાળ એવું ને એવું જ રહે છે, કારણ કે દૃષ્ટિ સભ્ય અને પૂર્ણ થયેલ હોવાથી તેમાં બદલાવાપણું નથી, તેથી તે દૃષ્ટિ એવી ને એવી જ રહે છે. દષ્ટિમાં ઉપયોગમાં સ્થિરતા-અવિનાશીતા-વીતરાગતા-નિર્વિકલ્પતાપૂર્ણતા આવી ગઈ હોવાથી એ ઉપયોગવંતદશા છે. પૂ. દેવચંદ્રજી મહારાજા અને પૂ. આનંદઘનજી મહારાજાના સ્તવનોમાં જ્ઞાન અને ભક્તિની એટલે કે સાધના અને ઉપાસનાની જુગલબંધી છે. તેઓ બન્ને સુકોમલ, કવિહૃદયી, જ્ઞાની, ભક્તયોગી હતા. એઓશ્રીના જ્ઞાનમાંથી ભક્તિની અને ભક્તિમાંથી જ્ઞાનની સરવાણીઓ ફૂટે છે. સાધના અને ઉપાસનાનો સુભગ સંગમ થતો હોય છે. મોક્ષમાર્ગની સાધનામાં જ્ઞાન-સાધના અને શ્રદ્ધા-ભક્તિ ઉપાસના ગુણવિકાસ અને દોષનાશથી ઘર્મની શરૂઆત છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ 125 હૃદય નયન નિહાળે જગધણી બેઉના ટેકે આગળ વધવાનું છે. ઉપાસનાની લાકડી પકડીને જીવનારા આત્માઓની બુદ્ધિ શાંત થઈ ગઈ હોય છે; તેથી તેમને જ્ઞાન સાધનાની લાકડી પકડીને આગળ વધવાની ઉત્સુકતા ન પણ દેખાય છતાં સાધકની દૃષ્ટિમાં સાધનાના સર્વ અંગોને યથાસ્થાને જાણી લેવા અત્યંત જરૂરી છે કારણ કે મોક્ષમાર્ગની સાધનામાં જ્ઞાનસાધના અને શ્રદ્ધા-ભક્તિ-ઉપાસના બેઉના ટેકે આગળ વધવાનું હોય છે. ડાબા જમણા બેઉ પગના આધારે ચાલવાનું હોય છે, બેઉ પાંખે ઉડવાનું હોય છે અને બેઉ આંખે જોવાનું હોય છે. તેથી બેમાંથી એકની પણ ઉપેક્ષા કરવી તે યોગ્ય નથી. અધ્યાત્મમાં સદ્ કે અસદ્ વિકલ્પ માત્ર ટાળવાના હોય છે. પરંતુ જ્યારે સ્વરૂપમાં સ્થિરતા ન ટકે ત્યારે તે પ્રાપ્ત કરવા નિશ્ચયનય સંમત સર્વિકલ્પોને ઘૂટવાના હોય છે. તેના માધ્યમે સ્વરૂપ-સ્થિરતા સાધવાની હોય છે. આમ જ્ઞાનમાંથી ધ્યાનમાં અને ધ્યાનમાંથી જ્ઞાનમાં જવાનું હોય છે. મહોપાધ્યાયજી સવાસો ગાથાના સ્તવનમાં જણાવે છે. નિશ્ચયષ્ટિ હૃદયે ધરી છે, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર. ભર બપોરે ધોમ ધખતા સૂર્યના તાપથી તપેલા સહરાના રણમાં ભૂલા પડેલા રણપ્રવાસીને જેવી તરસ લાગી હોય, એવી દરિસણ તરસ કવિવર્ય યોગીરાજશ્રી આનંદઘનજીને લાગી છે. આકંઠ પ્યાસા થયા છે, તે એવા કે જાણે પ્યાસ છીપાશે નહિ તો પ્રાણ છૂટી જશે ! ભૂખ વિનાના ભોજનમાં મીઠાશ નથી અને પ્યાસ વિનાના જલપાનમાં કોઠે ટાઢક નથી. અંતરમાંથી આગ ભભૂકી ન ઊઠી હોય, દેવદર્શન - સમ્યગ્દર્શન માટે હૈયું બળબળતું નહિ હોય, વિરહની વેદનાનો વલોપાત નહિ હોય, Burning desire નહિ હોય ત્યાં સુધી દેવના, દેવત્વના, દિવ્યતાના જે મારું મારી ભીતરમાં મારી માલિકીનું છે તેને જ પર્યાયમાં ઉપસાવી માલિક બનવાનું છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 126 દર્શન નહિ થાય. પ્રસુતિની કારમી વેદનામાંથી પસાર થયા પછી જ પુત્રરત્નની પ્રાપ્તિ થતી હોય છે અને હૈયે માતૃત્વના વાત્સલ્યના ઝરણાં કરતાં હોય છે. પ્રસવ વેદના વિસરાઈ જતી હોય છે અને અસ્તિત્વ સમસ્તમાં આનંદ વ્યાપી જતો હોય છે. અંગેઅંગમાંથી આનંદ નીતરતો હોય છે. - વેદના ઉપડી તો દઢપ્રહારી જેવા ઘોર હત્યારાએ છ મહિનામાં જ કેવલ્યની પ્રાપ્તિ કરી. ભક્તકવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, આદિમાં આવી ઉત્કૃષ્ટ તીવ્ર વિરહ વેદના હતી તો એમના જીવનમાં યોગચમત્કારરૂપે એમના ભગવાનના એમને સાંકેતિક દર્શન થયાં. ચિલાતિપુત્ર જેવા પ્રેયસીના હત્યારા પણ માત્ર ઉપશમ, વિવેક, સંવર એટલા ત્રણ શબ્દની અનુપ્રેક્ષાથી વેદના ઉપડી તો પામી ગયાં. દેવદર્શનની - સમ્યગ્દર્શનની આવી તલપ એ પણ એક પ્રકારનો અત્યંતર તપ છે. “પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ્યો ન સદ્ગુરૂ પાય; દીઠા નહીં નિજ દોષ તો, તરીયે કવણ ઉપાય.” “અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?” મો સમ કોન કુટિલ ખલ કામી.” - સુરદાસજી બૂરા દેખન મેં ગયો, બૂરા ન મિલા કોઈ; જો દેખું દિલ ખોજ કે, મોં સે બૂરા ન કોઈ. - કબીરજી - આવા અપરાધના ભાવ, લઘુતાના ભાવ આવ્યા વિના ગુરુતા, પ્રભુતા આવશે નહિ અને નિરાપરાધી નિષ્પાપ થવાશે નહિ. આ તો હે જીવ! નામનું વળગણ નહિ રાખવું. આ પહેલાં પણ તારા બીજાં કેટલાય નામ હતાં ! Page #174 -------------------------------------------------------------------------- ________________ 127 - હૃદય નયન નિહાળે જગધણી આનો નાશ કરવાની ફાકી છે કે જે લેવાથી જુલાબ થઈ જાય છે અને અહંકારના મળ-બદી નીકળી જાય છે. અનંતકાળથી ભટકતા આત્માએ કદી પોતાની જાત સાથે પ્રામાણિકપણે વ્યવહાર કર્યો જ નથી. વ્યવહાર અવળા હું'- અહંકારથી જ ચાલે છે. સાચો સવળો હું કોણ? તેની ક્યારેય શોધ કરી નથી તેથી અહંકારમાંથી આત્માકાર-ઓમકારસોડહંકારમાં આવ્યો નથી. અને શુભંકર- સુકર-શંકર થયો નથી. પોતાના આત્માની સાથે ઠગાઈ કરીને-આત્મવંચના કરીને જીવન જીવતાં આવ્યા છીએ. કોઈ એકમાં હુંપણું નથી કરતાં. અનેકમાં હુંપણું કરીને અનેક હુંની વચ્ચે થઈને સ્વયંના ટુકડા કરીને ખંડિત થયેલું જીવન જીવીએ છીએ. એક વખત જો સાચો હું ઓળખાય જાય તો સ્વત્વ-પોતાપણું સત્ત્વ ઉભરાયા વગર રહે નહિ અને પછી આત્માને અને મુક્તિને છેટું રહે નહિ. કારણ કે સાચા હું'ની ઓળખ થયા પછી, તે સત્યનો શોધક અને ચાહક સત્ત્વશાળી બની, જૂઠા “હું'ની અકાર અને મોહની ફોજની સામે તુમુલ આંતર યુદ્ધ છેડી, એ આંતર રિપુઓને મારી હઠાવી સત્યનો જય કરી, “અરિહન્ત’ થયા વગર રહે નહિ. આત્મા સ્વયં તો અનંતશક્તિનો ભંડાર છે. એને એની શક્તિની ઓળખ નથી. સ્વશક્તિથી અભાન હોવાથી બેભાન થઈ ઊંઘી રહ્યો છે. ફળ સ્વરૂપ ચોર લૂંટારા એનું સમાધન-આત્મધન લૂંટી રહ્યા છે. બેભાન એવો એ સભાન, સાવધ, જાગૃત થાય તો ચોર લૂંટારાઓને પલાયન થયા સિવાય છૂટકો નથી. કહેવાય છે કે, પવનપુત્ર હનુમાનને એની શક્તિનું ભાન કરાવ્યું તો, એક જ છલાંગમાં સમુદ્ર ઓળંગી લંકામાં પ્રવેશ કરી શક્યા. યોગીરાજજી આપણ સહુને આપણા આત્માની અનંતશક્તિનું ભાન કરાવી રહ્યા છે. આપણે સભાન થઈશું? ક્યારે?!!! મેં જાણ્યું છે કે હું મને જાણતો નથી ત્યાં સુધી કશું જાણતો નથી. Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 128 આ આવા દેવદર્શન – દિવ્યદર્શન - સમ્યગ્દર્શન દુર્લભ છે. દરિસણ તરસ્યા, જ્યાં જ્યાં જઈને પ્યાસ છીપાવવાના પ્રયત્ન કરીએ છીએ, ત્યાં ત્યાં, તે તે મતના મહંતો પોતપોતાના જુદા જુદા મતનેદર્શનને આગળ કરીને, સહુ કોઈ “થાપે અહમેવ’-એટલે કે અમારો જ મત-અમારું જ દર્શન સારું એવો એકાંત સ્થાપે છે. “મારું એ જ સાચું એવો દુરાગ્રહ-કદાગ્રહ રાખે છે. એ તો આભિગ્રહિક મિથ્યાત્વ છે. પ્રત્યક્ષ સાક્ષાત્ મહાવીરસ્વામી ભગવાનના દર્શન કરવા અને એમના જિનમત-દરિસણ-તત્ત્વદરિસણને પામવા અનાર્ય ભૂમિમાંથી મહામુશ્કેલીએ છટકીને આવેલા અભયકુમારના મિત્ર રાજકુંવર આર્દ્રકુમારને દરિસણ પામતા પહેલા, માર્ગમાં કંઈ કેટલાંય અંતરાયો જુદા-જુદા મતના આવ્યા હતા, તેનો અહીં દષ્ટાંતરૂપે વિચાર કરવા જેવો છે. સૂયગડાંગસૂત્રકૃતાંગ સૂત્રમાં એની વાત વિગતે વર્ણવી છે. પરંતુ સત્યની શોધમાં નીકળેલાં સત્યશોધકને એની સત્યની શોધમાં સહાયરૂપ થઈ, વિશાળ દૃષ્ટિ રાખી એ મહંતો એમ કહેતા નથી કે, મને જે મળ્યું છે અને હું જેને સત્ય માનીને એ સત્યના સમ્યમ્ માર્ગે ચાલી રહ્યો છું, તે આ છે અને એની ખૂબીઆવી-આવી છે એ જો! અને એ તને તારી બુદ્ધિથી યુક્તિયુક્ત લાગે અને હૃદયથી સ્વીકાર્ય હોય-સારું લાગતું હોય તો તું એને સ્વીકાર. “સાચું એ મારું !”ની મારાપણાની ભાવનાથી એને આદર! આવી સ્યાદ્વાદયુક્ત વિધ્યર્થ વીતરાગવાણી કોઈ ઉચ્ચારતું નથી પણ આજ્ઞાર્થ વાત કરે છે. જેની વાણીમાં નિરાગ્રહતા, વ્યાપકતા, વિશાળતા, અનેકાન્તતા, વીતરાગતા હોય તેનો માર્ગ વીતરાગતાનો હોય. આવી અનેકાન્તયુક્ત વીતરાગ વાણી દુર્લભ છે અને તેથી દેવ દર્શન પણ દુર્લભ છે. માટે દરિસણ તરસ્યાની તરસ છીપાતી નથી. કોઈ કોઈનું બાંધ્યું મારા અજ્ઞાનને ઓળખવા જેટલું જ્ઞાન પણ મને નથી. Page #176 -------------------------------------------------------------------------- ________________ 129 હૃદય નયન નિહાળે જગધણી 生 જ બંધાતું નથી અને કોઈ કોઈનું છોડાવ્યું છૂટું થઈ શકતું નથી. જાતે જ બંધાયા છીએ અને જાતે જ જાતને છોડાવવાની છે. બંધાયા છીએ એવું લાગે અને બંધન બાધાકારક લાગે તો જ બંધી બંધનમાંથી મુક્તિને વાંછે અને એને તરસે ! વીતરાગ અને, વીતરાગતાના ચાહક અને વાહક એવા જ્ઞાની નિગ્રંથ ગુરુ કોઈને બાંધે નહિ અને કોઈથી બંધાય પણ નહિ. એ જે કાંઈ ઉપદેશાદિ આપે તે સ્વયં મુક્ત રહીને, અર્થાત્ વીતરાગભાવમાં રહીને મુક્ત મને, મુક્તતા કેળવીને મુક્તિને માટે થઈને જ આપે. એ પોતે સ્વયં વીતરાગ રહીને બીજાને વીતરાગી. બનાવીને વીતરાગતા જ આપતા હોય છે. દર્શન વિષયમાં એક જ્ઞાનીનું કહેવું એમ થાય છે કે.. ચક્ષુનું દર્શન બુદ્ધિ માટે છે અને બુદ્ધિથી કરેલું દર્શન હૃદય માટે છે. આંખ જે જડ એવા પુદ્ગલની બનેલી છે, તેનાથી જડ એવુ પુદ્ગલદ્રવ્ય દેખાય છે. જ્યારે બુદ્ધિના ઉહાપોહથી ચૈતન્યદર્શન એટલે કે પરમ-ચૈતન્ય એવા વીતરાગ, પરમાત્મા, ભગવંતના દર્શન કરાય છે. પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠિત પ્રતિમામાં વીતરાગતા, નિર્વિકલ્પતા, સર્વજ્ઞતા, સર્વદર્શીતા, સર્વનંદીતા, સહજાનંદીતા, પર્યાય-સદશતા અને પ્રદેશ-સ્થિરતાના દર્શન થાય છે. આ રીતે મૂળ, સર્વસ્વ હ્રદયમાં વસી જાય એટલે પરમાત્મા હ્રદયમાં બિરાજમાન થઈ જાય-હૃદયસ્થ થઈ જાય. આ રીતે હૃદયમાં પરમાત્માની સ્થાપના કરાય તો પરમાત્મા પ્રાણ બની જાય અને હૃદયમાંથી ખસે નહિ. બુદ્ધિનું કામ તર્ક અને હેતુથી જોવું તે છે. ચક્ષુથી કરેલું દર્શન બુદ્ધિથી ચકાસી, વિવેક કરી, હૃદય સુધી પહોંચાડી હૃદયંગમ બનાવવાનું હકીકતમાં જીવ પરપદાર્થને ભોગવતો નથી પણ પરપદાર્થ ઉપર કરેલા રાગાદિવિકલ્પને જ ભોગવે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી છે. આ દરિસણ દુર્લભ છે અને એવા દરિસણની તરસ છે. શાસ્ત્રો તો સ્પષ્ટ રીતે જણાવે છે... नाशांबरत्वे न श्वेतांबरत्वे, न तत्त्ववादे न च तर्कवादे । न पक्षसेवाश्रयेण मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥ 130 ન તો શ્વેતાંબર પક્ષથી, યા ન તો દિગંબર પક્ષથી, ન તો કેવળ તત્ત્વ વિચારણાઓથી કે ન તો તર્કવાદમાં, તેમજ વળી કોઈ પણ પક્ષમાં એકાંતે સ્થિતિ કરવાથી આત્મશુદ્ધિ થતી નથી. પરંતુ અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભાદિ કષાય ભાવોનો સર્વથા ક્ષય કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, અયોગી થઈને મોક્ષ-નિર્વાણ થતાં આત્મા સ્વપદ એવા સિદ્ધપદને પામે છે. કુલેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન-ઘર તુમે આયા, તો અમે નવ નિધિ ઋદ્ધિ પાયા. મહામહોપાધ્યાય યશોવિજયજી સામાન્યે કરી દરિસણ દોહિલું, નિરણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ-શશિ રૂપ વિલેખ. અટિર પાઠાંતરે ઘેર્યોના સ્થાને ઘાર્યો, કિમના સ્થાને કેમ છે. શબ્દાર્થ : સામાન્ય કરી એટલે કે સાધારણ રીતે પહેલા તો (દેવ) દરિસણ થવું જ દોહિલું એટલે કે દુષ્કર-મુશ્કેલ છે. તો પછી એ સંબંધી પાકો નિર્ણય થઈ જવો અને નિઃશંક-મક્કમ થઈ જવું તો એથીય આકરું કઠિન છે. અથવા તો દરિસણ એટલે સામાન્ય નિરાકાર-ઉપયોગ અને જ્ઞાન ઉપયોગનો અંતરાભિમુખ અભિગમ તે જ્ઞાનધારા, Page #178 -------------------------------------------------------------------------- ________________ 131 , હૃદય નયન નિહાળે જગધણી 卐 એટલે વિશેષ સાકાર-ઉપયોગ. એ અપેક્ષાએ અર્થઘટન કરીએ તો જ્યાં નિરાકાર-ઉપયોગ કરવો જ મુશ્કેલ છે, ત્યાં પછી સર્વ પ્રકારે નિર્ણય કરાવનાર સાકાર-ઉપયોગ તો તેથી ય અધિક મુશ્કેલ જ હોય ! જ્યાં સમ્યગ્દર્શન જ દોહ્યલું છે ત્યાં પછી સમ્યજ્ઞાન તો ક્યાંથી સોહ્યલું હોય? જે પહેલાં તો અંધ છે એટલે દેખી શકતો નથી અને પાછો મદ એટલે કે હું પણાના અહંકારથી ઘેરાઈ (ઘેર્યો) ગયેલો મદમાતો છે, તે કેમ કરીને ને કેવી રીતે સૂર્ય અને ચંદ્ર અર્થાત્ રવિ-શશીના રૂપને વિલેખી શકે એટલે કે વિશ્લેષણ-પૃથ્થક્કરણ કરીને સૂર્યને સૂર્યરૂપે અને ચંદ્રને ચંદ્રરૂપે ઓળખાવી શકે ? - સમજી અને સમજાવી શકે ? ', લક્ષ્યાર્થ-વિવેચન ઃ માત્ર ચર્મચક્ષુથી કે ચાલુ ઘરેડથી કરાતી બાંહ્ય ધર્મક્રિયાથી જો પ્રભુદર્શન-દિવ્યદર્શન થઇ જતું હોત, તો અભવનો મોક્ષ થયા વિના રહેત નહિ અને સ્વયં પ્રભુને પણ કેવળજ્ઞાન પામવા પૂર્વે સાડાબાર વર્ષની અતિ ઘોર સાધના કરવી પડી ન હોત. કર્મો ખપાવવા વીરપ્રભુને જે એકાન્ત, મૌન, ધ્યાન, કાયોત્સર્ગ, કરવા પડ્યા અને પરિષ્ઠો ઉપસર્ગો વેઠવા પડ્યા; તે સઘળું કરવું ને વેઠવું પડ્યું ન હોત. શાસ્ત્રમાં આત્માને વણઝારાની અને માનવભવને નગરની ઉપમા આપી છે. સઘળાંય નગરોમાંથી જે નગર, વ્યાપારની પ્રવૃત્તિઓથી ધમધમતું, વિશેષ સમૃદ્ધિવાળું બંદર છે, બહોળાં બધી જાતના વ્યાપાર જ્યાં કરી શકાય છે, એવા વ્યાપારકેન્દ્ર, માનવ નગરમાં પ્રકૃતિએ જીવને આત્મવ્યાપાર કરવા મોકલ્યો છે. જીવને વર્તમાનમાં આજે જે કાંઈ વ્યાપાર કરવાને કરિયાણું-માલ મળ્યો છે, તે બધોય માલ, પૂર્વ સુકૃતના ફળ સ્વરૂપે પ્રકૃતિ-કર્મસત્તાએ જ્ઞાનધારા અને યોગઘારા અથવા જ્ઞાનધારા અને કર્મઘારા બંને જ્યારે છૂટા પડી જાય છે ત્યારે જ્ઞાન તૈલવઘારાએ પ્રવહે છે. અને તે જ સમ્યગ્દર્શન છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 132 ચીજો પડી છે. આ તિવાળા, પાંચેય તના જ્ઞાન, દર્શન આપેલો-ધીરેલો માલ, પુણ્યની મૂડી છે. પ્રકૃતિએ તારામાં ભારોભાર વિશ્વાસ રાખી તારી પોઠમાં માલ ભરીભરીને, આત્મવ્યાપાર કરવા, તને વણઝારાના સ્થાને મૂક્યો છે અને વ્યાપાર કરી આત્મસમૃદ્ધિ પામી શકાય એવા માનવ નગરે વળાવ્યો છે. હે જીવ! તારી પોઠોમાં કેશર, કસ્તુરી, તેજાના, સોના, ચાંદી, હીરા, મોતી, રત્નો, ઝવેરાત જેવી અતિ મૂલ્યવાન ચીજો પડી છે. અન્ય પ્રાણીઓ કરતાં વિશેષ જાગૃતિવાળા, પાંચેય ઈન્દ્રિયોથી પરિપૂર્ણ સંજ્ઞીપણા સહિતના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યરૂપી કિંમતી કરિયાણાથી લાદેલી પોઠોની ઊંટ, બળદ, ઘોડા, આદિની વણઝાર ધરાવનારો, આત્મવ્યાપાર કરવા નીકળેલો, તું વણઝારો છે. જીવ ! તારે એ ઊંચા માલથી ઊંચો આત્મવ્યાપાર-આત્મવ્યવહાર કરવાનો છે અને આત્મસમૃદ્ધિ-આત્મધન હાંસલ કરવાનું છે-દિવ્યદર્શનને પામવાનું છે. પળપળ સ-અસત્ વિકલ્પો-વિચારોરૂપી વણઝારોની આવનજાવન થઈ રહી છે. એમાં ય કામ, ક્રોધાદિ કાષાયિક અસદ્ વિચારોની જે વણઝારો છે તે તો અવળો “હું અહંકારની જ પેદાશ છે. એની સાથેના વેપારમાં તોં ખોટ જ ખાવાની છે અને પુણ્યની મૂડી ખોઈ જ નાખવાની છે. જો તે સદ્વિચારની-સર્વિકલ્પોની વણઝાર છે, તો તેની સાથેના વ્યાપારમાં પુણ્યની મૂડીમાં વૃદ્ધિ થાય એમ છે પણ જે ઊંચો માલ આત્મધન જોઈએ તે મળે એમ નથી. સાથે લાવેલા ઊંચા માલથી જે અકાષાયિક નિર્વિકલ્પતા છે તેની સાથે વ્યાપાર કરવામાં આવે તો નિર્વિકલ્પતા મળે અને આત્મધન પ્રાપ્ત થાય એટલે પછી વણઝારા બનીને નગરે-નગરે વ્યાપાર કરવાના રઝળપાટથી છૂટાય અને ઠરીઠામ થઈ કદીય ખૂટે નહિ એવી આત્મધનની મૂડીને પ્રસન્નતાપૂર્વક ભોગવી શકાય ! અવિનાશીમાં આત્મિક બુદ્ધિ કે શ્રદ્ધા થવા નહિ દે અને વિનાશીમાં જ અવિનાશી વૃદ્ધિએ પ્રવર્તાવે તેજ નૈશ્યયિક મિથ્યાત્વ છે. વાસ્તવિક અજ્ઞાન છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ 133 - હૃદય નયન નિહાળે જગધણી આ રૂપક દ્વારા કહેવાનું તાત્પર્ય એ છે કે, જેટલા જેટલા વિચારોવિકલ્પો છે, તે બધાય “હું” અને “મારાપણાની પેદાશ છે. “હું અને મારા' પણાની ફોજોની ફોજો, આખી ને આખી અંતરમાં વણઝારાની પોઠોની જેમ ધામા નાખીને, અડીંગો જમાવીને બેંધી પડી ગઈ છે. આ અંતરંગ ફોજ-આંતર રિપુઓની સામે ભીષણ આંતરયુદ્ધ ખેલવાનું છે. ધન્ના, શાલિભદ્ર અને મેઘકુમાર જેવાઓથી ખેડાયેલો આ વીરોનો માર્ગ છે પણ કાયરોનો નહિ. શૂરવીર બનીને ક્ષાત્રવટ દાખવવાનું છે. કાયર. નથી બનવાનું. ચોવીશે તીર્થકરો ક્ષત્રિયકુળના હતા અને ક્ષાત્રવટ દાખવી જિનેશ્વર થયા હતા. આ હું અને મારાપણાના આંતર શત્રુઓને હણી નાખવામાં આવે તો અરિહતમાંથી અરિહન્ત બનાય અને અરિહન્તના દરિસણ - દિવ્યદર્શન થાય. | દિલનો દીવો – આત્મજ્યોત બુઝાઈ ગઈ છે, તેથી જીવનેમાનવીને માનવનગરે આવીને પણ આત્મવ્યાપાર-આત્મવ્યવહાર કરવાનું સુઝતું નથી. આત્મવ્યાપાર કરવા જરૂરી એવું આત્મતત્ત્વ-આધ્યાત્મિકતત્ત્વ એને સમજાતું નથી. સમજાવનારા આડતિયા અનુભવી ગુરુઓ ક્યારેક સદ્ભાગ્યે મળી પણ જાય છે; છતાંય જીવને તેની ઓળખ નહિ થવાથી, એની અગત્યતા, મહત્ત્વતા, મૂલ્યાંકનતા ન થવાથી શ્રદ્ધાન થતું નથી. તેથી ભરવાડ હીરાને કાચનો ટૂકડો સમજી ઘેટાંના ગળે બાંધે એવી નાદાનીમૂર્ખતા થાય છે. આમ થવાનું કારણ એ છે કે આગળ કહ્યું તેમ, સંસારીનું જ્ઞાન પ્રતિપળ પર-પદાર્થમાં “હું” અને “મારાપણું કરી અજ્ઞાનરૂપે પરિણમી રહ્યું છે. અજ્ઞાનીને જ્ઞાનમાં શુષ્કતા-નીરસતા અને ક્રિયામાં જડતા વર્તતી હોય છે જ્યારે મોક્ષનો માર્ગ તો જ્ઞાનમાં પળેપળની જાગૃતિરૂપ અપ્રમત્તતારૂપ અને ક્રિયામાં વિધિચુસ્તતારૂપ શુદ્ધતાનો માર્ગ છે. સંસારના સુખને સારું માનવામાં સમસ્ત સંસારની અનુમોદના થાય છે; તે મિથ્યાત્વ જ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી , 134 પ્રવચનસારમાં ભગવાન કુંદકુંદાચાર્ય જણાવે છે... जो झायइ अरिहंते दव्वगुणपज्जवंतेहि। सो जायइ अप्पाणं मोहो खलु जाइ तस्स लयं ।। જે આત્મા શ્રી અરિહંત પરમાત્માનું દ્રવ્ય-ગુણ-પર્યાયથી સાચું ધ્યાન ધરે છે, તે આત્મામાંથી દર્શનમોહ દૂર થતાં તેને સાચું આત્મભાન થાય છે. નવપદમાંના અરિહંતપદનો દુહો પણ આ વાતના સમર્થનમાં કહે છે... અરિહંત પદ ધ્યાતો થકો, દશ્વક ગુણ પજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. દર્શનથી દર્શન છે. શ્રી અભિનંદનના દરિસણથી આત્માને અભિનંદીત કરનારું આનંદ પમાડનારું સમ્યગ્દર્શન – આત્મદર્શન થાય છે. પૂ. ક્ષમારતન-ખીમારતનજી પણ ગાય છે... મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધાર રે, ધન્ય૦ આમ જોઈએ તો સાધારણ રીતે પહેલા, પ્રથમ તો પ્રભુનું દર્શન થવું જ અતિ મુશ્કેલ છે. સાક્ષાત્ સમવસરણમાં બિરાજમાન, અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, મોહક, આકર્ષક, ચોત્રીસ અતિશયોથી યુક્ત, મહિમાવંત પ્રભાવક, વાણીના પાંત્રીસ ગુણોથી અલંકૃત, સ્યાદ્વાદયુક્ત વીતરાગવાણીથી તીર્થસ્થાપક, મોક્ષમાર્ગ પ્રરૂપક, મોક્ષપ્રદાયક, સમવસરણાધિપતિ, ભાવજિનેશ્વર, તીર્થકર ભગવંતના દર્શન જ જીવને દોહ્યલું છે. ભાવનિક્ષેપ સમાઘિ આત્માનો શુદ્ધ સ્વચ્છ પર્યાય છે. એને કેમ બગાડાય ? Page #182 -------------------------------------------------------------------------- ________________ 135 ના હૃદય નયન નિહાળે જગધણી તો દેવદર્શન દુર્લભ છે જ; પણ નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપે પણ બહુ પુણ્ય કેરા પુંજને પામ્યા પછી જ દેવદર્શન મળે છે. નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપા તો ભાવનિક્ષેપાને પામવાના કારણ છે. એ ત્રણ કારણનું સેવન થાય તો કાર્યરૂપ ભાવનિક્ષેપો મળે. શાસ્ત્રમાં ચાર નિક્ષેપા બતાવવામાં આવ્યા છે. नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम्। क्षेत्रे काले य सर्वस्मिन्नर्हतः समुपास्महे ।। સર્વ ક્ષેત્ર અને સર્વ કાલને વિષે નામ, સ્થાપના, દ્રધ્ય અને ભાવ નિપા વડે ત્રણે જગતના જીવોને પવિત્ર કરનાર અરિહંતોની અમે સારી રીતે ઉપાસના કરીએ છીએ. " નિશ્ચયની વાતોને પ્રધાનતા આપનાર દિગંબર આમ્નાયના ધવલગ્રંથમાં તો ત્યાં સુધી ફરમાવવામાં આવ્યું છે કે, जिन बिंब दंसणेण णिधत्त णिकाचिदरस। मिच्छतादि कम्म क्षय दंसणादो।। જિનેન્દ્ર ભગવાનના બિંબ-પ્રતિમાના દર્શનથી નિકાચિત અને નિધત્ત કર્મનો તેમજ મિથ્યાત્વાદિ કર્મોનો ક્ષય થાય છે. પૂ. ઉદયરત્ન વિન્ઝાયજી પણ જણાવે છે કે, જેહને પ્રતિમાશું નહિ પ્રેમ, તે તો સમકિત પામે કેમ? પૂજા છે મુક્તિનો પંથ, નિત નિત ભાખે ઈમ ભગવંત. ભૌતિક નુકસાન થતું હોય તો તે સહન કરી લેવું પણ પરિણામ બગડતા હોય તો ત્યાંથી ખસી જવું. Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 136 જેમ સિવાયની ત્રણ ચાયેલી પ્રભુની ધન દ્વારા ભગવાન, કેવળજ્ઞાન પામીને ભગવાન-તીર્થકર બન્યા પહેલા જ ઈન્દ્રો દ્વારા ઉજવાતા એમના ચ્યવન, જન્મ અને દીક્ષાકલ્યાણકો; પૂર્વાભિમુખ સિવાયની ત્રણે દિશામાંની દેવો દ્વારા સમવસરણમાં સ્થાપિત કરાતી પ્રભુની હાજરીમાં જ રચાયેલી પ્રભુની પ્રતિકૃતિ; ભગવાન મહાવીર સ્વામીજીના જીવંતકાલમાં જ એમના ભાઈ નંદીવર્ધન દ્વારા ભરાવાયેલ જીવિત મહાવીરસ્વામી”-પ્રતિમા; પૂર્વધર મહર્ષિ આર્ય સુહસ્તિસૂરિ પ્રેરણા પામીને સમ્રાટ સંપ્રતિ દ્વારા ભરાવાયેલ અને પ્રતિષ્ઠિત કરાયેલ ક્રોડો જિનબિંબ, ઈત્યાદિ સ્થાપના નિક્ષેપાનો મહામહિમા ગાય છે. પૂજાની ઢાળમાં પણ ગાવામાં આવે છે. “કલિકાલે જિનબિંબ જિનાગમ ભવિયણકુ આધાર.” પ્રતિક, પ્રતિકૃતિ અને પ્રતિનિધિના વ્યવહારથી તો આખુંય વિશ્વ જીવે છે. તો પછી જે રોજ બ રોજનો જીવનવ્યવહાર હોય બલ્ક જીવન હોય તો તેનો અધ્યાત્મ ક્ષેત્રે અસ્વીકાર કેમ થાય? - ધજામાં રહેલા લાલ અને સફેદ રંગના પટ્ટા અનુક્રમે સિદ્ધ અને અરિહંત ભગવાનનું પ્રતિક છે. જિનમંદિર એ સમવસરણનું અને જિનબિંબ એ સમવસરણાધિપતિ જિનેશ્વર ભગવંતની પ્રતિકૃતિ છે, તો ગુરુભગવંતો એમના પ્રતિનિધિ છે. જો જિનાગમ, કે જે, ભગવાનના વચનયોગનો નિક્ષેપો છે, તેને માન્ય રાખી દર્શનીય, વંદનીય, પૂજનીય, આદરણીય ગણતા હોઈએ તો પછી જિનબિંબ જે ભગવાનના કાયયોગનો નિક્ષેપો છે તે કેમ માન્ય ન રખાય? વળી એ દરિસણ પણ પાછું ચર્મચક્ષુથી થતું ઈશ્વરના ઐશ્વર્યનું, પ્રભુની પ્રભુતાનું, બાહ્ય દશ્યસ્વરૂપ બાહ્ય સામાન્ય દર્શન છે. એ આઠ પ્રાતિહાર્યોની મોહકતાથી, અતિશયોના પ્રભાવથી, વાણીની અત્યંત મધુરતાથી આકર્ષણ-ખેંચાણ જરૂર થાય છે, પણ જોડાણ નથી થતું. અધ્યાત્મને શુભક્રિયા સામે વિરોઘ નથી પણ તે શુભક્રિયામાં કરાતાં-થતાં કર્તાપણાના ભાવ સામે વિરોઘ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ 137 હૃદય નયન નિહાળે જગધણી એ બહારના દશ્ય વ્યવહારથી ભાવિત બની ઉપાદાનની યોગ્યતા પ્રગટાવી પ્રભુની સાચી આંતરિક નૈશ્ચયિક પ્રભુતાના-આંતરવૈભવનાઆંતરઐશ્વર્યના દરિસણ કરવાના છે. એ તો તીર્થકર નામકર્મના રસોદયથી નિર્માણ થયેલું બાહ્યદશ્ય-બાહ્યદર્શન છે. સાધકે એમાં પરમાત્મસ્વરૂપની દિવ્યતાના અનંતદર્શન (કવળદર્શન), અનંતજ્ઞાન (કવળજ્ઞાન), અનંતવીર્ય (અનંતશક્તિ), અનંતસુખના દિવ્યદર્શન કરવાના છે. એ જ સકલ નિર્ણયાત્મક, સકલ શંકા નિવારક, નિઃશંકતાદાયક વિશેષ એવું સ્વાનુભૂતિથી જ થઈ શકતું નિશ્ચયાત્મક ભાવદર્શન છે. કોઇ, કોઇને પોતાના ભાવ દેખાડી, જેણાવી કે કહી શકતું નથી. એ તો એવા ભાવને પામીએ ત્યારે જ એ જોઇ, જાણી અને અનુભવી શકીએ અને ત્યારે જ તે ભાવના સાચા ખરા ભાવદર્શન-દિવ્યદર્શન કર્યા કહેવાય..અવધૂત યોગી, કવિરાજ આવા દિવ્યદરિસણને તલસે છે અને સહુને એવા દર્શન કરવા જણાવે છે. . વળી યોગીરાજજીનું કહેવાનું એમ પણ થાય છે કે સમ્યગ્દર્શન જ જ્યાં દોહ્યલું છે ત્યાં સમ્યગ્રજ્ઞાન જે સમ્યગ્દર્શનની દેણ છે તે સકલ નિર્ણયાત્મક વિશેષ જ્ઞાન-વિશેષ ઉપયોગની દુર્લભતાની વાત કેમ કરીને કરવી ? આ વસ્તુતત્ત્વને દૃષ્ટાંતથી વિગતે સ્પષ્ટતા કરતાં એઓશ્રી જણાવે છે કે એક તો એ પોતે મૂળમાં અંધ-આંધળો છે અને ઉપરથી પાછો હું અને “મારાપણાના અહેમદથી ઘેરાયેલો નશામાં ચકચૂર મદમાતો છે. એવો જીવ રવિ-શશી એટલે કે સૂર્ય-ચન્દ્રને કેમ જોઈ શકે અને એનું વિશ્લેષણ-પૃથક્કરણ કરીને સૂર્યને સૂર્ય તરીકે અને ચન્દ્રને ચન્દ્ર તરીકે જુદા તારવીને ભેદજ્ઞાન કરી ઓળખાવી કેમ શકે? દિવસ અને રાત્રિનો ભેદ કેમ કરી શકે ? સંસારના સંબંધમાં વિવેકી બનીને જે જીવ જીવે તે ઈતિમાં નહિ જાય. એવાં જન સજ્જન છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 138 કવિશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્યાં જીવનું દર્શન, મોહના ઉદયથી યુક્ત છે, એટલે કે મિથ્યાત્વમોહનીયના ઉદયથી જે આંધળો છે એટલે અહં અને મમત્વના મદથી ઘેરાયેલો છે-ફસાયેલો છે, તે વિનાશી એવા દેહને વિનાશી તરીકે અને અવિનાશી એવા આત્માને અવિનાશી તરીકે એના યથાર્થ સ્વરૂપમાં જોઈ શકવા જ જ્યાં અસમર્થ છે; ત્યાં પછી વિશ્લેષણ કરીને અવિનાશીને અવિનાશી તરીકે ઓળખીને, વિનાશીમાંથી અવિનાશીતાની બુદ્ધિ હઠાવીને, અવિનાશીમાં અવિનાશીતાની બુદ્ધિનું સ્થાપન કેમ કરીને કરે? દેહમાં તાદાત્મ્ય કરાવનાર કુબુદ્ધિને કાઢીને ભેદજ્ઞાન કરી આધ્યાત્મિક સુબુદ્ધિનું સ્થાપન કેવી રીતે થાય ? અજ્ઞાનતાને હટાવી પોતામાં જ રહેલાં જ્ઞાનને કેવી રીતે બહાર લાવે ? મિથ્યાત્વની રાત્રિના અંધકારમાંથી સમ્યક્ત્વના દિવસના પ્રકાશમાં કેમ કરીને આવે ? આ ભવ પૂરતા જે પોતીકા છે, એવા સ્વજનના વિયોગે જીવ દુઃખ પામે છે, અને શોક મનાવે છે; પણ આત્મગુણો જે જીવતું, ટીમ્બરપોતાપણું છે, તેનો વિયોગ જીવને ખટકતો નથી. એ તો સાચા મુમુક્ષુ સાધકને જ સાલતા હોય છે અને દુઃખી કરતાં હોય છે? એટલે જ એક સાધક મુમુક્ષુએ લોચ કરાવીને માથુ મુંડાવ્યું ત્યારે સંસાર રસિયા ટીખળીઓએ ટીખળ કરી કે.... “ક્યા સ્વજનનું મૃત્યુ થયું કે જેથી તેં આમ માથું મુંડાવ્યું?” એ સાચા મુમુક્ષુ સાધકે ત્યારે એ ટીખળીયાઓને જડબાતોડ જવાબ આપ્યો કે... “મારા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો મને વિયોગ પડ્યો છે તેથી તેના દુઃખમાં એને પામવા માટે થઈને કેશલોચન કરી માથું મુંડ્યું છે કે જેથી આ કારમા કાળા દુઃખદાયી સંસારનું લોચન-ઉત્થાપન થઈ જાય!'' આવા આત્મદર્શન-દેવદર્શનની તલપની અહીં વાત છે!!! ક્રિયા કરતાં ભાવ યઢે અને ભાવ કરતાં વિવેક યઢે. Page #186 -------------------------------------------------------------------------- ________________ 139 હૃદય નયન નિહાળે જગધણી હેતુ-વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબળો વિષવાદ. અભિનંદન૦૩ સબળોની જગાએ પાઠાંતરે શબલો છે. અને વિષવાદની જગાએ વિખવાદ છે. શબ્દાર્થ : હેતુવિવાદે એટલે કે અનુમાન સ્વરૂપ તર્કને ચિત્તમાંમનમાં ધારણ (ધરી) કરીને દેવદર્શન-દિવ્યદર્શન કરવા જઈએ છીએ તો કાંઇ મેળ પડતો નથી કારણ કે ભિન્ન-ભિન્ન દર્શનના, ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણ View points હોવાથી અને નયવાદ અતિ-અત્યંત દુરગમદુર્ગમ એટલે કે સમજાય એવો હોવાથી, દર્શન થવા અને સમજણ આવવી મુશ્કેલ થઈ પડે છે. વળી એમ નહિ કરતા, જો આગમવાદ એટલે કે સિદ્ધાંતો અથવા આગમશાસ્ત્રોના આધારે દર્શન કરવા જઇએ, તો તે સિદ્ધાંતો-શાસ્ત્રો કે જે ગુરુગમથી-ગુરૂના સમજાવ્યા જ સમજાય એમ હોવાથી, એ શાસ્ત્ર સિદ્ધાંતોને સમજાવનારા ગુરુનો હજી યોગ થયો નથી. યોગાવંચક યોગ લાભ્યો નથી. આ જ તો બળવાન મોટામાં મોટો વિષવાદ એટલે કે વિખવાદ છે. અથવા તો વાદ જ સબળું મોટામાં મોટું તાલપૂટ ઝેર છે. લક્ષ્યાર્થી-વિવેચન : પૂર્વેની ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે દેવદરિસણ દુર્લભ છે. સામાન્ય રીતે વિચારતાંય જો દરિસણ પણ દોહ્યલું છે, તો પછી સમગ્રપણે In totality પરિપૂર્ણ દર્શન થવું એ તો અતિઅતિ દુષ્કર હોય એમાં કોઈ નવાઈ નથી. હવે આ ત્રીજી ગાથામાં યોગીવર્ય કવિશ્રી એની દુષ્કરતાના કારણો જણાવે છે. ભિન્ન-ભિન્ન મતની વ્યક્તિઓ, પોતપોતાના જુદા-જુદા યોગભ્રષ્ટ આત્મા મરીને યોગીકુળમાં જન્મે છે. યોગભ્રષ્ટ થઇ મરશો કે પછી ભોગભ્રષ્ટ થઇ મરશો ? Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 140 દષ્ટિકોણથી View points થી વસ્તુસ્વરૂપનું નિરૂપણ કરે છે. જુદા-જુદા દર્શનો એમના ભિન્ન-ભિન્ન મતો-અભિપ્રાયો પોતપોતાના તે નથીવિકલ્પથી વસ્તુસ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરે છે. વળી એક જ દર્શનની ૧૨૧ પણ જુદી-જુદી વ્યક્તિઓ પાછી એમના એક જ દર્શન - એક જ અભિપ્રાયને જુદી-જુદી રીતે સમજાવે છે. || તુંડે તુંડે મતિર્મના II ના ન્યાયે ઠેકઠેકાણે જુદા-જુદા મતોની જુદી-જુદી વાતો છે. ઘેર ઘેર જુદી જુદી દાળ છે અને પાછી એક જ ઘરમાં વ્યક્તિએ વ્યક્તિએ દાળની બનાવટ, દાળનો સ્વાદ અને દાળનો ગમો જુદા-જુદો છે. સત્તાગત બધાયનું જ્ઞાન એક સરખું હોવા છતાંય બધાયના જ્ઞાનની ઉપરના જ્ઞાનાવરણીય કર્મના આવરણો જુદા-જુદા હોવાથી અજ્ઞાન અનેક પ્રકારના છે. ગણિતના દાખલાનો સાચો જવાબ બધાનો એક જ હોઈ શકે છે પણ એના ખોટા જવાબો અનેક હોઈ શકે છે. સત્ય એક છે જુઠાણા અનેક છે. જેવો જેવો, જેનો જેનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તેવું તેવું તેનું તે પ્રકારનું નિરૂપણ હોય છે. જેવી જેવી જેની દૃષ્ટિ તેવું તેવું તેનું દર્શન. તેથી જ જે દર્શનની વાત વિચારીએ તેના દર્શનકારની દૃષ્ટિનો પણ વિચાર કરવો પડે. જોનારો કયા દૃષ્ટિકોણથી, કયા એંગલથી, કયા વ્યુ પોઈન્ટસથી, ક્યા નયથી વાત કરે છે અને દર્શન કરે છે, તે નયની અપેક્ષા સહિત, સાપેક્ષપણે, એ દર્શનનું નિરૂપણ કરવામાં આવે, તો તે સંદર્ભયુક્ત Ref. erence to context સુનયપૂર્વકની યુક્તિયુક્ત, સાપેક્ષ વિચારણા કરી કહેવાય. પરંતુ અપેક્ષા રહિત Without reference to context સંદર્ભ વિહોણી નિરપેક્ષ વિચારણા હોય તો તે યુક્તિયુક્ત ન રહેતાં દુર્નય-કુનય ઠરે. વસ્તુમાત્ર અનેક ધર્મ એટલે કે અનેક ગુણ ધરાવતી હોવાથી પર્યાયદષ્ટિ એ વિશેષભાવ છે તેથી એ દષ્ટિથી જોવામાં રાગ થાય છે અને વિકલ્પભાવ આવે છે. દ્રવ્યદષ્ટિમાં રાગ નથી થતો અને તેથી વિકલ્પરહિતતા હોય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ 141 હૃદય નયન નિહાળે જગધણી 卐 વસ્તુત્ત્વનું નિરૂપણ એના બધાય ધર્મોને લક્ષમાં રાખી અનેકાન્ત શૈલીએ કરવામાં આવે તો સત્યનિરૂપણ થાય, જે પ્રમાણભૂત બને. અન્યથા જ્યાં એકાન્ત દર્શન છે ત્યાં, વસ્તુતત્ત્વના અન્ય ધર્મો-ગુણો-Properties નો અપલાપ થતો હોવાથી તેવું દર્શન સમ્યગ્ નથી હોતું પણ મિથ્યા એટલે કે ખોટું-અવળું-વિપરીત દર્શન હોય છે. નય-સાપેક્ષ વિચારણા કરવી તે ન્યાયી વિચારણા છે પણ નયનિરપેક્ષ નય રહિતની વિચારણા તે અસંગત અન્યાયી વિચારણા છે. નયો અનેક છે. જેટલાં જેટલાં વિકલ્પો-મતો-દર્શનો છે તે નય છે. जावइआ वयणपहा तावइआ चेव होंति नयवाया। जावइआ नयवाया तावइआ चैव परसमया ॥ - પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિજી-સમ્મતિતર્ક જેટલાં વચનમાર્ગો છે તેટલાં નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલાં પરસમય એટલે કે મતમતાંતરો-વાદો-સંપ્રદાયો છે. જૈનદર્શનમાં એ નયોનું વિભાગીકરણ પ્રધાનતાએ બે મુખ્ય નય દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક અથવા નિશ્ચયનય અને વ્યવહારનયમાં કરવામાં આવ્યું છે. બાકી વસ્તુનિરૂપણ જુદા જુદા સાત નય ૧) નૈગમ ૨) સંગ્રહ ૩) વ્યવહાર ૪) ઋજુસૂત્ર ૫) શબ્દ ૬) સમભિરૂઢ અને ૭) એવંભૂત નયથી કરવામાં આવે છે. આત્મામાં રહેલ જ્ઞાન ગુણનો એક અંશ (વિભાગ) તે નય. પોતાને સમજવા માટે નયનો ઉપયોગ કરાય તે ‘જ્ઞાનાત્મકનય’ કહેવાય છે અને બીજાને તત્ત્વ સમજાવવા નયનો ઉપયોગ થાય છે તે ‘વચનાત્મકનય’ કહેવાય છે. પર્યાયમાં ૧૮ પાપસ્થાનકની પરિણતિરૂપ સંકલેશનું અનુભવન એ જ સંસાર છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 142 નય એ અનેકાન્તદર્શનને સમજવા માટેનું વ્યાકરણ છે. ક્રિયાપદ, કર્તા, કર્મ, કાળ, લિંગ, વચન, સંપ્રદાન, અધિકરણ, સંબંધ એ બધુંય વ્યાકરણ સમજીએ ત્યારે વાક્ય અને વાક્યનો ભાવ પકડાય છે. નયો એ નદીઓ છે જે બધી સ્યાદ્વાદરૂપી સાગરમાં ભળી જઈ એકમેક થઈ જાય છે-પરિપૂર્ણ પ્રમાણ બની જાય છે. નય સંગત વિચારણા નથી હોતી, તેથી જ દરેક પંથના કે સંપ્રદાયના સાંપ્રદાયિક દાર્શનિકો એમ માને છે અને મનાવવાનો આગ્રહ રાખે છે કે, મોક્ષમાર્ગની આરાધના અને તે માટેના, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ એમના પંથ સિવાય અન્યત્ર છે જ નહિ. એટલે સુધી કહે કે અમારા પંથની માન્યતા ધરાવનાર વ્યક્તિ જ સમકિતી છે અને બાકી બીજા બધા મિથ્યાત્વી છે. આવી સાંપ્રદાયિક કટ્ટરતા, એમને, એમના સિવાય, અન્યત્ર, અન્ય માન્યતાવાળા બહુજન સમત ગુણથી ભરેલા ગુણીજનોના, એતિહાસિક, આધ્યાત્મિક વિભૂતિના વખાણ કરતાંય અટકાવે છે. નિર્વિકલ્પ થવાનું લક્ષ્ય છે પણ સ્વમત-સ્વવિકલ્પનો આગ્રહ છૂટતો નથી. અધિષ્ઠાતા આત્મામાં જ જેની અધિષ્ઠિતતા-અધ્યસ્થતા છે અર્થાત્ સ્થિરતા છે એવા આધ્યાત્મિક-શુદ્ધિને વરેલા આધ્યાત્મિક-પુરુષો તો સ્વપક્ષમાં કે પરપક્ષમાં ગમે ત્યાં હોય એમના નેત્રો-આંખોની ચમકથી જ એ મુમુક્ષુની મુમુક્ષતાની ઓળખ એમને છતી થઈ જતી હોય છે. ગરજ હોય ત્યાં પરખ કેમ કરવી એ શીખવવું પડતું નથી. આપોઆપ અક્કલ આવી જાય છે. સંતાનને-નવજાત શિશુને સ્તનપાન કરવાનું શીખવવું નથી પડતું. વીતરાગ-પ્રરૂપિત વીતરાગ-શાસનનો લોકોત્તર, વિશુદ્ધ માર્ગ, વીતરાગ થવા માટેનો વીતરાગ-માર્ગ છે. એ વીતરાગનો આપ્યો, વીતરાગ પર્યાય એ સપાટી છે. દ્રવ્ય એ દળ છે - મૂળ છે - મૌલિક છે. અનુભવ પર્યાયમાં થાય છે. જીવ માત્રની ભૂલ પર્યાયમાં છે. દ્રવ્યમાં તો ગુણરસ પડેલો જ છે પણ જીવની તે તરફ દષ્ટિ નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ 143 : હૃદય નયન નિહાળે જગધણી થવાનો, વીતરાગ માર્ગ હોવાથી એ કાંઈ મત-પંથના પાંજરામાં પૂરાય કે કાંઈ વાડામાં બંધાય એવો નથી. સ્વાનુભૂતિ સંપન્ન નિગ્રંથ જ્ઞાની ગુરુ જે સાચા ચિકિત્સક ધનવંતરી વૈદ્ય છે એ ન મળે કે પછી સ્વ આત્મબળે સ્વાનુભૂતિ-સંપન્ન ન થાય ત્યાં સુધી આત્માનું આરોગ્ય-બોધિલાભ અત્યંત દુષ્કર છે. આત્મજ્ઞાની સત્ પુરુષના અભાવમાં પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ફક્ત સ્વભાવના સંસ્કારી જીવોને પ્રાપ્ત થાય છે. પૂર્વભવમાં આત્મયોગ સાધ્યો હોય તેવા આત્માઓને થાય છે. પૂર્વભવમાં સજીવનમૂર્તિના યોગમાં જેમણે બીજજ્ઞાન મેળવેલું હોય તેવા જીવોને થાય છે. પ્રાપ્ત કરેલ બીજજ્ઞાન નિષ્ફળ જતું નથી. કોઈ ને કોઈ ભવમાં એ ઊગી નીકળે છે. સ્વભાવદશામાં જેના ચરણ મંડાયેલ છે એવા, સત્યના પૂજારી, સત્યશોધક સાધકો અને એમના સત્ય સ્વરૂપનું નિરૂપણ કરનારા, સશાસ્ત્રો નહિ મળે ત્યાં સુધી એ સમ્યગ્રુતના આલંબન વિના મતિ વિકસિત થઈ, અવિકારી બની નિર્મળ સન્મતિ પ્રજ્ઞા રૂપે પલોટાય એમ નથી અને આચારાંગ સૂત્રમાં ‘તદિઠ્ઠી” પદ આવે છે કે જેના સીધી રીતે નીચે જણાવેલા, ત્રણ અર્થ નીકળે છે, તેની ઉપલબ્ધિ થાય નહિ. (૧) શિષ્ય માટે તદિઠ્ઠી એટલે કે ગુરૂની દૃષ્ટિ! શિષ્ય પોતાની દૃષ્ટિએ શાસ્ત્ર તરફ નહિ જોતા માત્ર ગુરૂની દષ્ટિએ જ જોવાનું ! શાસ્ત્રોના સૂત્રોનું સમીકરણ માત્ર ગુરૂ જ ઉકેલી શકે-ખોલી શકે! (૨) સ્વયં ગુરુને માટે તદ્દષ્ટિનો અર્થ છે શાસ્ત્રની દૃષ્ટિ-શાસ્ત્રચક્ષુ શાસ્ત્રને આગળ કરીને શાસ્ત્રાનુસારે જ ચરણના મંડાણ-પગરણ થાય ! અને (૩) શાસ્ત્રષ્ટિ અર્થાત્ શાસ્ત્રચક્ષુ એટલે વીતરાગ દૃષ્ટિ! માત્ર વીતરાગતા અને વીતરાગતાની ઉપલબ્ધિનું જ લક્ષ્યાં ઊંચું નિશાન સાધકે તો પરમધ્યેયને પમાડનારા, પરમશ્રદ્ધેય, પરમઆરાધ્ય પરમપ્રિયની આંખોમાં આંખો પરોવીને જ, એના ચિંધ્યા માર્ગે વિચરણ મિથ્યાત્વ કે કષાયની મંદતા નિરનુબંઘ નહિ પણ જો સાનુબંઘ થાય તો વિકાસ સઘાય. Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 144 કરવું કે જેવું બીજબુદ્ધિના ધણી, ગણધર, ગૌતમસ્વામીજીનું વિહરણવિચરણ હતું. એ પ્રભુ વીરના પરમવિનીત, બીજબુદ્ધિના ધણી, પ્રથમ શિષ્ય દ્વાદશાંગીના રચયિતાએ, ક્યારેય પોતાની બુદ્ધિએ કશું વિચાર્યું નહોતું કે વિચરણ કર્યું નહોતું. ભગવાનની બુદ્ધિએ ભગવાને કહ્યા પ્રમાણેનું જ એમનું “આણાએ ધો!” સૂત્રાનુસારી વિહરણ હતું. બુદ્ધ થવાને માટે બુદ્ધિને સુવાડી-ઊંઘાડી દેવી પડતી હોય છે. સ્વના છંદ સ્વછંદનેઈચ્છાને છોડીને ગુરૂપાતંત્ર્યનો સ્વીકાર કરવો પડતો હોય છે. આ જ સત્યનો સંગ એવો સત્સંગ છે. અસંગ અનુષ્ઠાનની ઝાંખીના સંદર્ભમાં આટલી આ વસ્તુવિચારણા છે. જુદા-જુદા નયો-વિકલ્પ અને મતોના આધારે, હેતુ એટલે પ્રયોજનો કે કારણ બતાવી સ્વપક્ષનું મંડણ કરીને પરપક્ષનું ખંડન કરવાના, વિવાદવિષવાદ-વિખવાદ, ચાલતા હોય છે. આવી નયાધારિત વિશદ વિચારણાને ચિત્તમાં ધારણ કરીને, . દેવી જો આપને જોવા જઈએ છીએ એટલે કે આપના દેવદર્શનને અને એની ફલશ્રુતિ સ્વરૂપ દેવત્વના દિવ્યદર્શન એવા સમ્યગ્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન પામવાના પ્રયત્ન કરવાં જઈએ છીએ, તો એ દુર્ગમ નયવાદમાં ચિત્ત ચકરાઈ જાય છે. ગૂંચવાડો દૂર થઈ જઈ ચિત્ત સ્થિર થવાના બદલે ચિત્તમાં ગૂંચવાડો-મુંઝવણ ઓર વધી જાય છે. અત્રે કવિશ્રીની અજિત જિન સ્તવનાની ચોથી કડી ફરી મમળાવવા જેવી છે... “તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.” નયવાદને એક બાજુએ રાખીને આ બધું જો આગમવાદે એટલે કે આગમશાસ્ત્રોના આધારે સમજવા જઈએ છીએ, તો એ સમ્યગૂ શાસ્ત્રોની કદાગ્રહ એ એકાંત છે-મિથ્યાત્વ છે. તેથી એ દોષ છે. સ્યાદ્વાદર્શનમાં કદાગ્રહને રથાન જ નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ 145 - હૃદય નયન નિહાળે જગધણી સભ્ય સમજણ આપનારા, વિરલા, સમ્યગ્દષ્ટિ, નિગ્રંથ, જ્ઞાની ગીતાર્થ ગુરુ ભગવંતોનો વિરલ યોગ થતો નથી. આત્માની ગમ કરાવનારાઆત્માને સમજાવનારા આગમ તો કોઈ આત્માનુભૂતિ સંપન્ન, ગુરુભગવંતો ગમ પાડે, તો જ સમજાય એવા છે. વળી ગૃહસ્થોને તો આગમના અધ્યયનનો પણ અધિકાર નથી. ફક્ત આગમશ્રવણનો અધિકાર છે. મુનિભગવંતોને પણ કાળગ્રહણ, યોગોદ્વહન કરી યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી જ આગમ અધ્યયનનો અધિકાર છે. એમાં પણ જો એ આગમજ્ઞાન આત્મસ્થ થાય અને પ્રદર્શન કરવામાં ઉતરી પડાય તો મહામોહ-વિજેતા પૂર્વધર શ્રુતકેવળી યૂલિભદ્રજીની જેમ આગળના વિશેષ જ્ઞાનાધ્યયનથી વંચિત રહી જવાય એમ પણ બને છે. - આમ યોગીરાજજી નયવાદ અને સલ્લુરુના સદાગમની દુર્લભતાને દરિસણની દુષ્કરતાના મૂલ કારણરૂપ જણાવે છે. ગુરૂગમ વિના નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી, સાપેક્ષતા, નિરપેક્ષતા, અનેકાન્તદર્શન, સ્યાદ્વાદદર્શનના ગૂઢ, ગહન, આગમ રહસ્યો સમજ્યા સમજી શકાતા નથી. આ સંદર્ભમાં ગુરુ શિષ્યના સંવાદ વિચારવંતે વિચારવા જેવા છે. ગુરુના પગ બહુ દુઃખતા હતા. ગુરુએ શિષ્યને કહ્યું. “તારા પગથી મારા પગ ખૂંદી નાંખ !” ઉત્તરમાં ગુર્વાજ્ઞાના પાલનને બદલે શિષ્ય પોતાનું ડહાપણ ડોળે છે... “હે પ્રભો ! આપના પરમ પાવન શરીર – આપના ચરણારવિંદ ઉપર પગ મૂકવાનું અપકૃત્ય મારાથી કેમ થાય?” ત્યારે ગુરુની આજ્ઞાની અવજ્ઞા કરનાર શિષ્ય ઉપર ખિજાઈને ગુરુ કહે છે... “મારી જીભ ઉપર તે ચઢી ગયો- આજ્ઞાની તો અવજ્ઞા કરી પછી હવે બાકી શું રહ્યું?” ગુરુ કોઈ જરૂરી કાર્ય અંગે શિષ્યને પોતાનાથી દૂર, અન્યત્ર જવા જણાવે અને ત્યારે શિષ્ય ગુરુથી છૂટો પડી જવા હીચકીચાય તો ભૌગોલિક અંતર (દૂરી-ત) એ અંતર નથી. જ્યાં સદ્ભાવ છે ત્યાં ભૌગોલિક અંતર આડું આવતું નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 146 તે સમીપ રહીને પણ દૂર થઈ જાય. અન્યથા દૂર રહીને પણ સમીપ હોય! ત રે તનીષા અંતરની દૂરીથી દૂરી નથી પણ અંદરના અંતર(દૂરી)થી અંતર છે. વાસ્તવમાં તો ગુરુના આજ્ઞારૂપી દેહની નજીકમાં-ઉપનિષદમાં રહેવાનું છે અને નહિ કે ગુરુના પાર્થિવદેહની નજીક. આ જ જૈનદર્શનના આણાએ ધમ્મો!” ના આગમસૂત્રનું પરમ રહસ્ય છે. વીતરાગનો માર્ગ વાદ-પ્રતિવાદ-વિવાદ-વિખવાદથી પર એવો નિઃશંક, નિઃશબ્દ બનાવનારો, નિર્વિવાદ, વીતરાગવાદ છે. એ અસંગ, એકાન્ત, અશબ્દ ભણી દોરી જનારો દૈતના કંઠમાંથી અદ્વૈતના નિર્ધદ્રમાં લઈ જનારો છે. વીતરાગવાણી સ્યાદ્વાદવાણી હોય છે. એ તો શાંતપ્રશાંત-ઉપશાંત બનાવનારી, અમૃતવર્ષા કરનારી, અમૃતવાણી હોય છે. એ તો ડંખ વગરની, મધમીઠી, મધુરી વાણી હોય છે. દુનિયાના પટમાં પ્રત્યેક ધર્મ, ભાષા, જાતિ, કોમને સ્વીકાર્ય એવો આ નિર્વિવાદ વિશ્વસ્વીકૃત બને એવો વીતરાગમાર્ગ છે. ન સ્વીકારનારાએ સમજવું જોઈશે કે મારામાં ભીતરમાં ઊંધાઈ, આડાઈ, અવળાઈ પડી છે કે જે મને આ સાચા સમ્યગ્માર્ગને સમજવામાં અંતરાય કરે છે. એ મારી વક્રતા અને જડતા છે. અનાદિના અવળા કુસંસ્કાર છે તે જાય તો આ સમ્યગૂ વીતરાગમાર્ગ હાથમાં આવે. ઘાતી હૂંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કોઈ ન સાથ. અભિનંદન, પાઠાંતરે ઘાતીની જગાએ ઘાતિયાં, ડુંગરની જગાએ ઢંગર હો, દરિસણની જગાએ દરસણ, મારગની જગાએ મારગિ અને સંચરુની જગાએ સાંચરું છે. હદયથી જે રૂચિકર છે તે દૂર છતાં સમીપ છે. એ હૃદયસ્થ જ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ 147 હૃદય નયન નિહાળે જગધણી શબ્દાર્થ: ઘાતી એટલે કે સ્વરૂપના સ્વરૂપનો અર્થાત્ સ્વરૂપની મૌલિકતાનો ઘાત-નાશ કરનારા ઘાતિ કર્મોના ડુંગર-પર્વત, અતિ ઘણા એટલે કે પુષ્કળ આડા-વચ્ચે છે - અંતરાય (વિદન)રૂપ છે; જે તે જગન્નાથ ભગવાન ! તુજ-તારા દરિસણ-દર્શન થવા નથી દેતાં. તોય ધી ફ્રાઈ કરીને-નફ્ફટાઈ કરીને-ખંધો થઈને મારગ એટલે કે માર્ગમાં સંચરું એટલે કે સંચરણ-વિહરણ ચાલુ રાખું છું પણ સાથેસંગાથમાં માર્ગનો જાણકાર, માર્ગ બતાવનાર કોઈ સેંગુ-સાથી-ભોમિયો નથી-સંગાથી-સોબતી નથી. લક્ષ્યાર્થ-વિવેચન : આખા જગતના નાથ ! વિશ્વભર એવા વિશ્વનાથ અભિનંદન જિનના દુર્લભ દર્શનનો પ્યાસો એવો હું, એ દેવદર્શનની દુષ્કરતાને જાણવા છતાંય અને એ દેવદર્શનની આડે અંતરાયરૂપે ઘાતિકર્મોના આવરણોના થરના થર ડુંગર જેવા ખડકલાઓને ગણકાર્યા વગર, હઠીલો બની ધૃષ્ટતાથી આપના દર્શનના માર્ગે, મેં મારી આગેકૂચ જારી જ રાખી છે. કર્મો મુખ્યતાએ આઠ પ્રકારના છે. એ આઠ પૈકીના આત્મપ્રદેશોને કંપનશીલ રાખનારા અને આત્માને સંસારમાં રાખનારા ને રખડાવનારા ચાર કર્મો વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ અઘાત કર્યો છે. જ્યારે આત્માના મૂળ, મૌલિક સ્વરૂપ, આત્મગુણ, આત્મસ્વભાવને આવરનારા અને આત્માની સાહજિકતા, સ્વાભાવિકતાને હણી નાખીને, અસહજ વૈભાવિકદશામાં ધકેલનારા જે કર્યો છે, તે સ્વરૂપના સ્વરૂપ ઉપર અર્થાત્ સ્વરૂપની મૌલિકતા ઉપર ઘાત કરતાં હોવાથી ઘાતિકર્મો કહેવાય છે. એ પણ ચાર છે, જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય છોડવું એ વ્યવહાર છે. ભૂલવું એ નિશ્ચય છે. કહ્યું છે ને કે “નેકી કર ઔર દરિયામેં ડાલ.” Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 148 કર્મ છે. અનુક્રમે એ ચાર આત્માની સર્વજ્ઞતા, સર્વદર્શીતા, પૂર્ણતા અને વીતરાગતા સ્વરૂપ પરમાત્મ તત્ત્વને આવરે છે-અવરોધે છે. આવા આ ઘાતિકર્મોના એક પડ ઉપર બીજું પડ એમ થરના થર વીંટળાઈ વળીને એનો ખડકલો ડુંગર જેવડો થઈ ગયો છે. એની જ નીપજ તેર કાઠિયા છે, જે પણ આડા મહાઅંતરાય છે. આવા ઘણા બધા અત્યંત વિશાળ અને અતિ-ઊંચા ઘાતિકર્મોના ડુંગરોની હારમાળાની આડશઅંતરાયના કારણે હે જગન્નાથ અભિનંદન સ્વામી! હું આપના દરિસણ કરી શકતો નથી. આપ દેવના દેવત્વના, દિવ્યતાના દિવ્યદર્શન, આવા અંતરાયોને કારણે કરી શકતો નથી તેથી સમ્યગ્દર્શન પણ થતું નથી. મોહનીયકર્મના પેટાભેટ સ્વરૂપ દર્શનમોહનીયકર્મના ઉદયના કારણે સમ્યગ્દર્શન થતું નથી. જ્યારે ચારિત્ર-મોહનીયના ઉદયના કારણે, સ્થિરતા-સહજતા-આત્મરમણતા આવતી નથી. દર્શનાવરણીયકર્મના કારણે, સ્વાધીન, દિવ્યદર્શન, કેવલદર્શન થતું નથી. જ્ઞાનાવરણીયકર્મના કારણે, પ્રત્યક્ષ-જ્ઞાન, અવધિજ્ઞાન, કેવળજ્ઞાન થતું નથી. અંતરાયકર્મના કારણે વિદનજય થતો નથી અને પૂર્ણતાને પમાતું નથી. | મુમુક્ષુ સાધકને સાચા સાધ્યની અને એ સાધ્યથી અભેદ કરાવનારી સાચી દિશાની સાધકતાની-સાધનાની ઓળખાણ કરાવનાર નિશ્ચયનય છે. એ નિશ્ચયનયની આંગળી-નિશ્ચયનયનું નિશાન હંમેશા આત્માના શતપ્રતિશત શુદ્ધ વિશુદ્ધ આત્મસ્વરૂપ-પરમાત્મસ્વરૂપ તરફ હોય છે. એ કર્તા-ભોક્તાપણાની ભ્રાંતિને ટાળે છે. કર્તાપણું બંધ થાય તો ભોક્તાપણું બંધ થાય. કર્તાપણું એ બીજ છે-કારણ છે અને ભોક્તાપણું એ તેનું ફળ-કાર્ય છે. સંસારમાં સંસારીઓનો બધો કર્તા-ભોક્તાપણાનો ભ્રાંત મંદિરમાં જાઓ તોં “તુંહી તુંહી !” ના ભાવ ઉમટવા જોઈએ અને સાધનામાં ““સોડ6 સોડકં!” ના ભાવ ઉમટવા જોઈએ. Page #196 -------------------------------------------------------------------------- ________________ 149 - હૃદય નયન નિહાળે જગધણી પુરુષાર્થ છે. મોક્ષ માટેનો જે જ્ઞાતા-દષ્ટાપણામાં રહેવાનો મોક્ષપુરુષાર્થ છે તે આત્મપુરુષાર્થ છે. કર્તા-ભોક્તાપણાના અવળા ભ્રાંત પુરુષાર્થથી ઘાતિકર્મોના ડુંગરોના ખડકલા ખડકાયા છે. આગ્રહથી તો, એ ઘાતક પાછા દઢીભૂત થાય છે. આગ્રહ એ તો મોટામાં મોટો વિગ્રહ છે. એ આત્મપુરુષાર્થ, ભ્રમ ભાંગીને જ્ઞાયકભાવની પાક્કી ઓળખાણ કરાવડાવી, એ જ્ઞાયકભાવમાં જ કરવાનું (સ્થિર થવાનું) લક્ષ બંધાવે છે. આ લક્ષની પૂર્તિ માટેના જ આચાર, વિચાર અને વ્યવહાર, જ્ઞાની, દેવ ગુરુ ભગવંતો બતાડે છે અને એના જ અનુસરણનો ઉપદેશ આપે છે. આ માટે થઈને જ અભિનંદન જિનના દર્શન કરવા જાઉં છું અને આપના જિનદર્શનના માધ્યમે જૈનદર્શનને પામવા જાઉં છું; તો મારા જ બાંધેલા ને ઊભા કરેલાં ઘાતિકર્મોના ડુંગરા-ખડકલાઓ આંડ આવે છે અને અંતરાય કરે છે. અજ્ઞાની અને અહંકારી બનીને મોહવશ થઈ મેં જ એને પોષ્યા છે, જે આજે મારી જ આડે આવી મને આગળ વધવામાં અટકાયત કરે છે. મારા જ કર્યા મારી આડે આવે છે. ભ્રાંતિની ભીંત આડી આવી દર્શન કરવા દેતી નથી. દર્શન થતું નથી તેથી ભાસન, આચરણ-રમણ પણ થતું નથી. ધીરા ભગતે પણ કંઈક આવી જ વાત જરા અવળી રીતે કરી છે.. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહીં. સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગ રાજન; તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન; દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી. તણખલા જેવા કર્મોની ઓથે-એની છાયામાં, પર્વત સમાન માનતા દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ, એમ બે સ્વભાવ છે. આ બે સ્વભાવમાં આલંબન વ્યસ્વભાવનું લેવું કે જે ત્રિકાળ છે. પર્યાય સ્વભાવ ક્ષણિક છે. એના જ્ઞાતા દષ્ટા થવું. Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 150 ધરાવનાર, વિરાટ પરમાત્મસ્વરૂપ આત્મા આવરાઈ-છૂપાઈ ગયો છે તેથી તે દેખાતો નથી. જેવી રીતે ઘેટાં બકરાના ટોળામાં સિંહ, કસ્તુરી-મૃગની નાભિમાં જ કસ્તુરી, તલમાં તેલ, કાષ્ટમાં અગ્નિ અને દહીંમાં જ ઘી છૂપાયેલ રહેલ છે; એમ કર્મના આવરણો-આચ્છાદનોથી જ દેહાલયમાં દેવ-પરમાત્મસ્વરૂપ આત્મા ઢંકાયેલો – ધરબાયેલો – છૂપાયેલો રહેલ છે. જેમ સૂર્યના તાપથી જ ઉદ્ભવેલા, વાદળાની આડે, સૂર્યનું ઢંકાવું થાય છે એમ જ આત્માના સ્વયંના કરેલાં કર્મોથી આત્માના પરમાત્મસ્વરૂપનું ઢંકાવું થાય છે. “સહુ ચલો જીતવા જંગ, ભૂગલો વાગે, યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે'' “ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું...” એવું શૂરાતન ઊભું કરી, ધિટ્ટાઈથી હઠીલો થઈ, આ બધી આડખીલી-અંતરાયોની પરવા કર્યા વિના રીઢો બની-કાઠો થઈ સાહસ કરી મારગમાં આગેકૂચ તો હું કરવા માંગું છું. પણ સાથે ચાલનાર સંશT: - સેંગુ સાથીદાર, વળાવિયો, ભોમિયો પણ મળતો નથી, તો એકલો અટૂલો અજાણ્યો આ બધી આડશ-અંતરાયોને હું કેમ કરીને ઓળંગી જઈ આપના દેવદર્શનનેસમ્યગ્દર્શનને પામી શકીશ? દરિસણ દરિસણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન; જેને પિપાસા હો અમૃતપાનની, કિમ ભજે વિષપાન. અભિનંદનવપ પાઠાંતરે દરિસણનું દરસણ કે દરશણ, ફિરુંનું ફરું, તોનું તે, રણરોઝનું રાનિરોજ ભાજેનું ભાજે અને વિષપાનનું વિસપાન છે. શબ્દાર્થ દરિસણ એટલે કે દર્શન. દર્શન દર્શનની રટ લગાવીને નયના આલંબનથી તરતું નથી. નયથી સ્વરૂપની સમજ આવે છે. પણ તરાય છે તો સ્વભાવથી જ ! Page #198 -------------------------------------------------------------------------- ________________ 151 , હૃદય નયન નિહાળે જગધણી એનું જ રટણ કરતો એટલે કે વારંવાર એને જ યાદ કરતો કરતો-એની જ રઢ લગાવી એનો જ જપ જપતો, ફિરું એટલે કે આમ તેમ રખડતો રઝળતો ફરતો-ભમતો રહું તો રાતિ-જંગલી પશુ કે રણમાં રખડતા રોઝ જનાવર સમાન લાગું. જેને અમૃતપાન - સુધારસની પિપાસા એટલે કે તરસ-પ્યાસ છે, તે વિષપાન-ઝેરના પીવાથી કેમ કરીને ભાંજે એટલે કે ભાંગે અર્થાત છીપાય? લક્ષ્યાર્થ-વિવેચનઃ સ્વયંની આત્મશુદ્ધિ કર્યાના ફળ સ્વરૂપ, દર્શન-સમ્યગ્દર્શનની જે તરસ છે, તે દર્શનની પ્યાસને કવિશ્રીએ અભિનંદન સ્તવનાની આ પાંચમી ગાથામાં પરાકાષ્ટાએ પહોંચાડી છે. : કવિશ્રી કહે છે. “પ્રભો! તારા દર્શનની આડે ઘણા અંતરાયો છે. એક તો પ્રભુ તારું દર્શન-તારો મેળાપ થવો જ દુર્લભ છે. ભાવ નિક્ષેપાથી તારા ભાવદર્શન થવા, તારો સાક્ષાત્ યોગ થવો તો દુર્લભ છે જ પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાથી પણ આપશ્રીના દર્શનનો યોગ થવોય દુષ્કર છે!” લઘુકર્મી થયા વિના, ગ્રંથિદેશ સુધી આવ્યા વિના આવો યોગ થતો નથી. પ્રભુપ્રતિમાના દર્શન પણ બહુ પુણ્ય કેરા પુંજથી પ્રાપ્ત થાય છે. આમ અભિનંદન સ્વામીના દર્શન-દીદાર થવા તો દુર્લભ છે જ પરંતુ એ સ્વામીના જિનમત-જિનદર્શનની ઓળખ થવી પણ અઘરી છે. અભિનંદન જિનરાજના દરબારમાં જઈ એ જિનરાયાની રાજેશ્વરીતાના દર્શન-દીદાર થવા જ દોહ્યલાં છે તો પછી એ રાજાની ઓળખ થવી તો કઠિન હોય એમાં કોઈ નવાઈ જ નથી. જ્યાં જિનમતની જ ઓળખ નથી ગુણસિદ્ધિથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને સ્વરૂપસિદ્ધિથી મોલ પમાય. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 152 ત્યાં પછી દિવ્યદર્શન એવા કેવળદર્શનને પમાડનાર સત્યદર્શન-સમ્યગ્દર્શન તો કેમ કરીને પમાય ? “દરિસણ દરિસણ પોકારતો ફરું તો છું પણ, આડા અંતરાયોવિઘ્નો અનેક છે. પ્રથમ તો ભિન્ન ભિન્ન દર્શનો(મતો)ના પ્રબળ ઊગ્ર ઝઘડા-વિવાદ-વાંદના વિષપાનના કોઠાને પસાર કરવો પડે છે. એ કોઠો પસાર કરીને જિનમત-આત્મદર્શન-વીતરાગદર્શનમાં સ્થિર થઈએ છીએ તો જાતે જ બાંધેલાં જાતના ઘાતિકર્મોના આડા આવતા ડુંગરાઓ પ્રભુ! તારા દર્શન થવા દેતા નથી !’’ છતાંય સંગની, સોબતી કે સાથીની પરવા કર્યા વિના કાઠો થઈને દર્શન તરસ્યો, દર્શનની પ્યાસ છીપાવવા એકલપંડે આગળ વધવાનું સાહસ કરું છું, તો મારી હાલત રણમાં રઝળતા રોઝ જેવી થાય છે. રોઝ એ રણવગડામાં રખડતું, ઘોડાના આકારનું મજબૂત બાંધો ધરાવનાર, અક્કલ વગરનું જંગલી જનાવર છે; જે નીલગાય તરીકે પણ ઓળખાય છે. વ્યવહારમાં પણ ધ્યેયહીન, નિરુદ્દેશ, રખડું જીવન જીવનારી, હડિયાપાટુ કરનારી વ્યક્તિને રણના રોઝ તરીકે કેટલેક ઠેકાણે સંબોધવામાં આવે છે. આ જુની ગ્રામ્યભાષામાં વપરાતો ભાષાપ્રયોગ છે. આ વનચર પશુ રોઝ, ઉનાળામાં પાણીની તરસથી પીડાતું, પાણીની શોધમાં રણમાં આમતેમ ભટકતું હોય છે. એ ઝાંઝવાના નીરને એટલે કે મૃગજળને પાણી સમજી લઇ મૃગજળના પાણીના આભાસ પાછળ ગાંડુ થઈને દોડતું હોય છે. જેમ જેમ એ દોડતું જાય છે એમ એમ એ મૃગજળ પણ આઘું ને આછું ઠેલાતું જાય છે. કારણ કે એ સૂર્યતાપથી તપેલી રણની રેતીના કારણે સર્જાતું, છેટેથી પાણીનો ભાસ કરાવતું મૃગજળનું દર્શન છે. જ્ઞાનસિદ્ધ થવું તે મોક્ષમાર્ગ છે અને જ્ઞાન જ્ઞાનમાં સમાય અર્થાત્ મતિજ્ઞાન કેવળજ્ઞાનમાં લય પામે તે મોક્ષ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ 153 હૃદય નયન નિહાળે જગધણી 新 એ પાણી તો છે જ નહિ. પરંતુ દૂરથી દેખાતો અને દોડાવતો પાણીનો આભાસ માત્ર છે. બાપડું જાનવર દોડી દોડીને હાંફી જાય છે- થાકીને લોથપોથ થઈ જાય છે પણ પાણીને પામતું નથી. રણમાં તરફડી તરફડીને તરસ્યું ને તરસ્યું જ પ્રાણ ગુમાવી બેસે છે. દરિસણ ! દરિસણ ! ની રટમાં રખડતા જીવની હાલત પણ રણરોઝના જેવી જ કફોડી થાય છે. જ્યાં જે દર્શન(મત)માં દર્શન (સત્યસમ્યગ્દર્શન) નથી, ત્યાં તે દર્શનમાં દર્શન માનીને ત્યાંથી દર્શનને પામવાના ફાંફા મારે છે. દર્શન તો પમાતું નથી પણ પોતાના દર્શનને પણ ગુમાવી બેસે છે ! અને પોતાના દર્શનમાંથી દર્શનને પામવા જવામાં પોતાના જ થોકબંધ બાંધેલાં ઘાતીકર્મોના ડુંગરોના ડુંગરો-પર્વતની હારમાળાઓ આડે આવીને અંતરાય કરે છે. માત્ર દર્શન દર્શનના પોકાર કરતાં દર્શનની રેકૉર્ડ-કેસેટ વગાડવાથી કાંઈ દર્શન થઈ શકતું નથી. એ તો માત્ર શબ્દોચ્ચાર છે કે પછી બાહ્ય દશ્યરૂપ કોરી ક્રિયા છે. શબ્દના અર્થમાં જઈ. અર્થના ભાવથી ભાવિત થઈ ભાવદશાને પામીએ નહિ ત્યાં સુધી ફળશ્રુતિ નથી. મુહપત્તિના પચાસ બોલનો આરંભ જ ‘‘સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું !''ના બોલના ઉચ્ચારથી થાય છે. “શબ્દના-સૂત્રના અર્થને સમજું અને એના તત્ત્વનો-મર્મનેહાર્દને પામીને એની સદ્દહણા કરું !’” દરિસણનું- સૂત્રનું રટણ છે પણ અર્થ અને તત્ત્વની સમજ નથી તેથી લઢણ-સદ્દહણા નથી. રોજ સ્તુતિ કરીએ છીએ.. “પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધ; પ્રભુદર્શનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ.'' જ્ઞાનનું જ્ઞાન કર ! જ્ઞાન સ્વરૂપને પકડીને જ્ઞાનને જાણે, તેણે જ્ઞાન જાણ્યું કહેવાય. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 154 પ્રભુદર્શન અને પ્રભુદર્શનથી થતું પ્રભુતાદર્શન-સમ્યગ્દર્શન એ સુખસંપદા છે. એ સમ્યગ્દર્શનથી જ આત્મસુખનો આરંભ છે. સમ્યગ્દર્શનથી થતાં તત્ત્વદર્શનથી આરંભાતો તત્ત્વાનંદ જ જ્ઞાનાનંદ અને સહજાનંદમાં લઇ જઇને પૂર્ણાનંદ-પૂર્ણકામ સુધી પહોંચાડે છે. આમ પ્રભુદર્શનથી સકલ એટલે કે સર્વ પદાર્થ-સર્વ મનોરથની સિદ્ધિ સાંપડે છે. કારણ કે વીતરાગ થવાથી ઈચ્છાની તૃપ્તિ થાય છે અને કેવળજ્ઞાન-સર્વજ્ઞતાના પ્રાગટ્યથીનિર્વિકલ્પતાથી વિચારની તૃપ્તિ થાય છે. મનમાં ઉભરતી, અનંત ઈચ્છાઓનો અને વિચારોના તરંગનો અંત આવી જતાં મન, અમન થઈ જાય છે. વિચાર એ જ્ઞાનાવરણીય કર્મનું પરિણામ છે અને ઈચ્છા એ મોહનીયકર્મનું પરિણામ છે, તેમજ ઈચ્છા થવી તે તેના અભાવને સૂચવે છે, જે અંતરાયકર્મ છે. વળી જ્ઞાનાવરણીયકર્મ જ્યાં છે ત્યાં દર્શનાવરણીયકર્મ ભેગું જ હોય છે. આમ મન જ ઘાતિકર્મોનો ડુંગર છે જે દર્શનની આડે આવે છે. મન મળી જાય-વળી જાય-ભળી જાય-ગળી જાય તો અમન બનેલું મન, મનમોહનના દરિસણને પામે જે મનમોહન બનાવે એટલે કે મનમાંના મોહનું હનન કરી મનમોહન થાય. આમ પ્રભુદર્શન એ ક્રિયા છે અને સ્વયંની પ્રભુતાનું પ્રકાશન એ ભાવ છે. અથવા તો પ્રભુદર્શન એ કારણ છે અને પ્રભુતાનું પ્રકાશન એ કાર્ય છે. ક્રિયા પુદ્ગલના માધ્યમથી થતી હોવાથી તેમાં ક્રમિકતા, પરાધીનતા અને સીમિતતા છે. જ્યારે ભાવમાં કચિત્ સ્વસત્તા હોવાથી એમાં સ્વાધીનતા અને વ્યાપકતા છે. ભગવાનની વરસીદાનની ક્રિયામાં ક્રમિકતા, પરાધીનતા અને સીમિતતા છે. કેવળજ્ઞાન થયા પછી તીર્થંકર નામકર્મના ઉદયકાળમાં દેવાતા જ્ઞાનદાનમાં અક્રમિકતા, સ્વાધીનતા અને વ્યાપકતા છે. જે જાણનારું જ્ઞાન છે તે જાણનારને જાણે તે જ જ્ઞાન છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ 155 હૃદય નયન નિહાળે જગધણી ' મુમુક્ષુ સાધકને પિપાસા-પ્યાસ પિયુષની એટલે કે અમૃતપાનની છે. જ્ઞાનસુધારસની તરસ છે. એ દરિસણ તરસ્યો સમ્યગ્દર્શન-કેવળદર્શનદિવ્યદર્શનની તરસ છીપાવવા દરિસણ દરિસણ રટતો ઠેકઠેકાણે ભટકે છે. ભટકતા ભટકતા થાકેલો પાકેલો, હારેલો, હતાશ થઈને જે મળે તે લઈ લે છે અને પોતાની મુરાદ પાર પડી ગઈ છે, એમ માનીને મનને મનાવી લે છે. વ્યવહાર સમ્યગ્દર્શનની પ્રાપ્તિને જ ગ્રંથિભેદજનિત નૈયિક સમકિત થયાનું માની લઈ ભ્રમમાં રહે છે. અથવા તો ચોથા ગુણઠાણાના સમ્યકત્વથી અટકી જઈને આગળના નિશ્ચયનય સંમત જ્ઞાન-દર્શનચારિત્રના અભેદ પરિણામરૂપ સાતમા ગુણઠાણાના નૈશ્ચયિક સમ્યકત્વ સુધી પહોંચતો નથી, તેથી ક્ષપકશ્રેણિના મંડાણ થતાં નથી અને કેવલ્યનું પ્રાગટ્ય થતું નથી. અમૃતપાન થતાં નથી. તેથી તૃપ્તિ-પરિતૃપ્તિ થતી નથી. પૂર્ણકામ-નિરીહ-વીતરાગ થવાતું નથી. આમ અમૃતપાનના પ્યાસાને વિષપાન મળે તો, તેનાથી કાંઈ થોડી અમૃતપાનની તરસ છીપાય? મૃગજળ-ઝાંઝવાના નીરથી કાંઈ તરસ્યાની તરસ ન છીપાય. પાણીના ચિત્રથી કે પાણીના જોવા માત્રથી કાંઈ તરસ ન છીપાય. જલપાન કરીએ ત્યારે કોઠે ટાઢક થાય. એઠવાડ ફેંદવાથી પરમાન્સથી થતી તૃપ્તિ નહિ મળે. અહીં મહામહોપાધ્યાય યશોવિજયજીની મહાવીરજિન સ્તવનાને યાદ કરવા જેવી છે.. ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લરજલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિરુઆરેઠ રીલેટીવ સત્યને એટલે કે સાપેક્ષ વ્યવહાર સત્યને રીયલ, નિરપેક્ષ પારમાર્થિક સત્ય માની લેવું એ અમૃતપાન નથી પણ વિષપાન છે, જે તારક નથી પણ મારક-ઘાતક છે. એ જીવન નથી પણ મરંણ છે. નયો વસ્તુતત્વનો આંશિક બોઘ કરાવી ચરિતાર્થ થાય છે: પ્રમાણ વસ્તુતત્ત્વનો પૂર્ણ બોઘ કરાવી ચરિતાર્થ થાય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 156 અથવા તો જ્ઞાનસુધારસપાન એ જ્ઞાનાનંદ છે જેમાં નિર્ભયતા, નિશ્ચિતતા, નિઃશંકતા, નિરીહતા, નિર્મોહીતા છે અને તેથી જ તે અમૃત છે કારણ કે જન્મ-મરણનો અંત છે. જ્યારે વિષપાન એ વિષયોના ખાનપાન છે કે જે વિષયસુખમાં ભય, ખેદ, ચિંતા, થાક છે અને અશુચિ તથા જનમમરણના ચકરાવારૂપ ભવભ્રમણ છે. વિષયમાં સુખબુદ્ધિ એ મિથ્યાત્વ છે કે જેનાથી ઘાતિકની પુષ્ટિ ને વૃદ્ધિ થતી હોય છે. વિષયસુખ ભવોભવના ભાવમરણ અને તેનાથી નિપજતા દ્રવ્યમરણનું કારણ હોવાથી તે વિષતુલ્ય છે માટે એ વિષપાન છે. તરસ ન આવે તો મરણજીવન તણો, સીજે જો દરિસણકાજ; દરિસણ દુરલભ સુલભ કૃપા થકી, આનંદઘન’ મહારાજ. અભિનં૦૬ પાઠાંતરે તરસનની જગાએ પાર, સીજેની જગાએ સીઝ, કાજની જગાએ કાજિ, સુલભની જગાએ તું જ અને દુરલભની જગાએ દુર્લભ છે. | શબ્દાર્થ જો આપના દરિસણ કરવાથી મારું દર્શનકાર્ય, સીજીસીઝી જાય એટલે કે સિદ્ધ થઈ જાય તો મારા મરણજીવન એટલે કે જન્મમરણના તરસ અર્થાત્ તરાસ-ત્રાસનો અંત આવે. પાર શબ્દના આધારે અર્થઘટન કરીએ તો જનમમરણનો અંત આવે. આમ તો દર્શને દુર્લભ છે પણ આનંદઘન, ચિદ્દન સ્વરૂપ રાજાધિરાજ-મહારાજ અભિનંદન જિનની કૃપાથી તે સુલભ છે. અથવા કૃતિના રચયિતા આનંદઘન મહારાજ માટે તો ઉપર જણાવ્યા મુજબ દર્શન થવા દુર્લભ છે પણ હે પ્રભુ અભિનંદન જિન ! આપની કૃપાથી મને તે સુલભ થશે ! લક્ષ્યાર્થ-વિવેચનઃ જો મારા જીવનકાળમાં જ મારું જીવનકાર્ય કે આત્માનું માહભ્ય સમાય તો જ પુરુષાર્થનો ખ્યાલ આવે અને પુરુષાર્થ થાય. Page #204 -------------------------------------------------------------------------- ________________ 157 : હૃદય નયન નિહાળે જગધણી જે સમ્યગ્દર્શનની પ્રાપ્તિરૂપ છે; એ સિદ્ધ થઈ જાય તો પછી મારી આ દરિસણની તરસણ-તડપનનો અંત આવી જાય. એ દરિસન તરસનના અંતની સાથોસાથ મારા જન્મ-જીવન-મરણના ચકરાવાનો એટલે કે જન્મજરા-મૃત્યુની ઘટમાળના તરાસ-ત્રાસનો પણ અંત આવે. હું ભવપાર ઉતરું જેથી ભમરડાની માફક થતું ભવભ્રમણ અટકે. જો જીવનકાળમાં જ આ જીવનકાર્ય સિદ્ધ થતું નથી તો મરણ થતાં એની ધારા તૂટી જાય છે અને પછી એ દુર્લભ, અતિ-દુર્લભ બની જાય છે. હે અભિનંદન જિન પ્રભુ આપના પ્રભુદર્શન-દેવદર્શનથી જો મને સત્યદર્શન – સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય, તો મારા ભવભ્રમણની એક સીમા, નક્કી થઈ જાય કે બસ હવે વધુમાં વધુ અર્ધ પુદ્ગલપરાવર્ત સુધીનો જ આ ચકરાવો છે. ભમરડાનું ભવભ્રમણ ધીમું પડી જાય. બાકી જો હું તે સમ્યગ્દર્શનને મારા પ્રાણથી અધિક સાચવું તો ૫-૧૫ ભવમાં મારી સંસારયાત્રાનો-સંસાર પરિભ્રમણનો અંત આવી જાય. એમાં ય જો કેવળદર્શન-દિવ્યદર્શન થઈ જાય તો તો પછી આ મારું છેલ્લું મરણ બની જાય અને નિર્વાણ પામતા, નિઃવાન એટલે કે અશરીરી થઈ સિદ્ધપદને પામી જાઉં. મારા સઘળા કારજ સિદ્ધ થઈ જાય એટલે પછી મને કરવાપણાબનવાપણા-થવાપણામાંથી મુક્તિ મળી જાય અને કૃતકૃત્ય થઈ જઉં ! આવું આ આત્મદર્શન-સમ્યગ્દર્શન એ તો બહુ બહુ મૂલ્યવાન દુર્લભ જણસ છે. એ દુર્લભ છે તેથી સહેલાઈથી મળે એમ પણ નથી. એની દુર્લભતાને અને એ દુર્લભને સુલભ બનાવવાની મારી નિર્બળતાને મેં પ્રભુ આપને દિલ ખોલીને જણાવી દીધી છે. મને એ પુરુષાર્થ સાધ્ય નથી જણાતી. લાગે છે કે એ કૃપાસાધ્ય છે. હવે તો પ્રભુ તું આપે તો એ જણસ તારી કૃપા મહેરબાનીથી આ “આનંદઘન મહારાજને મળે એમ અજ્ઞાનીને પુણ્યનો ભરોસો છે પણ જાતનો-આત્માનો ભરોસો નથી. Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી 158 છે. એ જો તું સુલભ કરી આપે તો જ આનંદના કંદ સ્વરૂપ આનંદઘન બની આનંદના મહારાજા થવાય એમ છે. હું જે મેળવવા માંગું છું તેને તેં મેળવ્યું છે અને તેથી તે તારી પાસે એટલે કે આનંદઘન સ્વરૂપ મહારાજા પાસે છે. બીજાને એ મળ્યું નથી અને બીજાની પાસે એ છે નહિ તેથી તારી પાસે જ એની હું યાચના-વિનંતિપ્રાર્થના કરું છું ! “દાન દીયંતા રે પ્રભુ કોસીર કીસી ? રે આપો પદવી રે આપ. સિદ્ધારથના રે૦...' હવે બહુ રાહ નહિ જોવડાવો ! હવે પાર ઉતારો ! કસર નહિ કરો! દાનમાં આપવું હોય તો આપની જ પદવી ‘સિદ્ધપદ’ જ આપો. આપના જેવો બનાવો ! શ્રીમદ્ વીરવિજયજીએ પણ પ્રત્યક્ષ દર્શનને માટે પ્રભુયોગ-પ્રભુકૃપા જ પ્રાર્થી છે... સીમંધર સીમંધર હૃદયમાં ધરતો, પ્રત્યક્ષ દરિસણની આશ હું ધરતો; એવા વિયોગના દુઃખ મારા જઈ કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા સીમંધર તેડાં મોકલે !”’ પ્રભુ ! તારી કૃપા મારી ઉપર ઉતરે, તો મારી, મારા ઉપર કૃપા થાય અને હું, મારાપણામાં આવું ! ઈશાનુગ્રહ થાય તો સ્વાનુગ્રહઆત્માનુગ્રહ થાય ! સાચું સુખ તો સ્વરૂપનું સુખ છે, જે સ્વાધીન હોય, વર્ધમાન હોય, ભોગવટામાં દુઃખરૂપ ન હોય અને અંતે પૂર્ણતામાં લય પામનારું હોય. Page #206 -------------------------------------------------------------------------- ________________ 159 હૃદય નયન નિહાળે જગધણી એક ખૂબ સરસ પ્રસિદ્ધ ફિલ્મી ભજનને આ વિષયના સંબંધમાં અંતે અહીં યાદ કરી લેવા જેવું છે. મન તડપત હરિ દરશન કો આજ મોરે તુમ બિન બિગડે સકલ કાજ આ... બિનતી કરત હું, રખિયો લાજ. મન તડપત. તુમ્હારે દ્વારકા મેં હું જોગી હમરી ઓર નજર કબ હોગી સુન મોરે વ્યાકૂલ મન કી બાત. મન તડપત. બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં દીજો દાન હરિ ગુન ગાઉં ' સબ ગુનીજન પે તુમ્હારા રાજ. મન તડપત. મુરલી મનોહર આસ ન તોડો દુઃખભંજન મોરે સાથ ન છોડો મોહે દરશન ભિક્ષા દે દો આજ, દે દો આજ... મન તડપત. દર્શન દો ઘનશ્યામ ! નાથ ! મોરી અખિયાં પ્યાસી રે. મન મંદિર કી જ્યોતિ જગા દો ઘટ ઘટ વાસી રે. | દર્શન દો ઘનશ્યામ ! મંદિર મંદિર મૂરત તેરી, ફિર ભી ન દેખી સૂરત તેરી; યુગ બીતે ના આઈ મિલનકી, પૂરણ-માસી રે. દર્શન દો ઘનશ્યામ ! સંસારમાં સંસારીને અનુભવાતું સુખ, એ તો દુઃખ ટાળવા રૂપ કે દુઃખ કાપવા રૂપ વિષમતામાંથી સમસ્થિતિમાં આવવારૂપ સુખ છે. એ ડોળીવાળો ખભો બદલે એવું ક્ષણિક આભાસિક સુખ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીજી દ્વાર -દયાકા જબ તુમ ખોલે, પંચમ સૂર મેં ગૂંગા બોલે; અંધા દેખે, લંગડા ચલ કર, પહોંચે કાશી રે. પાની પી કર પ્યાસ બુઝાવું, નૈનન કૈસે આંખ-મિચોલી છોડો અબ તો મન કે દર્શન દો ઘનશ્યામ ! સમજાઉં ? વાસી રે. 160 દર્શન દો ઘનશ્યામ ! અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા; ઊંડા અંધારેથી, પરમ તેજે નાથ તું લઇ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ તું લઈ જા; તું હીણો હું છું તો તુજ દરિસણા દાન દઈજા ! કવિ નાનાલાલ તારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉધ્ધારનારો પ્રભો; મારાથી નહિ અન્ય પાત્ર, જગમાં જોતાં જડે હે વિભો ! મુક્તિ મંગળ સ્થાન, તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી; આપો સભ્યરત્ન ‘શ્યામ’જીવને તો તૃપ્તિ થાયે ઘણી. રત્નાકર પચ્ચીસી રાગમાં ક્ષણિક અભેદતાનું સુખ છે. પ્રેમમાં-વીતરાગતામાં ત્રિકાલી અભેદતાનું, સમગ્રતા-વ્યાપકતાનું સુખ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ 161 - હૃદય નયન નિહાળે જગધણી 5 શ્રી સુમતિનાથ જિન સ્તવન રાગ : વસંત તથા કેદારો . “ભવિલોકા તુજ દરશન હોઈ..” એ દેશી સુમતિ-ચરણ-કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર, સુજ્ઞાની; મતિ તરપણ બહુસમ્મત જાણીએ, પરિસરંપણ સુવિચાર, સુજ્ઞાની. સુમતિ-ચરણ-કજ આતમ અરપણા.૧ ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ સુજ્ઞાની; બીજો અંતર આતમા તીસરો, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. સુમતિવર આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની. સુમતિo૩ જ્ઞાનાનંદે પુરણ પાવનો, વરજિત સકલ ઉપાધિ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ, ઈમ પરમાતમ સાધુ સુજ્ઞાની. સુમતિ૦૪ બહિરાતમ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની. સુમતિo૫ આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપતિ સંપજે, “આનંદઘન” રસ પોષ, સુજ્ઞાની. સુમતિવ૬ નિશ્ચય સૂમગ્રાહી છે. વ્યવહાર સ્થલગ્રાહી છે. " Page #209 -------------------------------------------------------------------------- ________________ SU MAUT INATH BHAGWAN द्युसत्-किरीट-शाणाग्रोत्तेजिताङ्घ्रि-नखावलिः। भगवान् सुमतिस्वामी, तनोत्वभिमतानि वः॥ ॥५॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ n નામ : ૫ મા શ્રી સુમતિનાથ લાંછન : કૌંચ પક્ષી રાશિ : સિંહ ગણ : રાક્ષસ માતા : મંગલા પિતા : મેઘ ગર્ભવાસ : ૯-૬ દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૧૨ પૂર્વાંગ ઓછા સર્વ આયુષ્ય : ૪૦ લાખ પૂર્વ સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૩ ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મઘા શ્રા. સુ.૨ સુમતિનાથજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : મઘા હૈ. સુ.૮ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મઘા વૈ. સુ. કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મઘા થૈ. સુ.૧૧ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : પુનર્વસુ ચૈ. સુ.દ જન્મનગરી : અયોધ્યા દીક્ષાનગરી : અયોધ્યા કેવળજ્ઞાનનગરી : અયોધ્યા નિર્વાણભૂમિ : સમ્મેતશિખર Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી 162 પહેલાં ચરણમાં પ્રીતિ થઈ. બીજા ચરણમાં પ્રીતમને પામવાના પ્રેયના પંથને નિહાળ્યો. ત્રીજા ચરણમાં પ્રેય પંથે પ્રયાણ માટેની સજ્જતા, યોગ્યતાને વિકસિત કરવાની વિચારણા કરી. ચોથા ચરણમાં વિકસિત યોગ્યતાના લક્ષણ સ્વરૂપ પ્રિયના દર્શનની પ્યાસ જાગી. - જે પ્રિયના દર્શનની પ્યાસ જાગી છે, તે પ્રીતમ પરમાત્મા કેવો દર્શનીય, વંદનીય, વિશ્વસનીય-શ્રદ્ધેય, આરાધ્ય, ઉપાસ્ય, ઉપેય છે? અને તેના દર્શનનો પ્યાસો ઉપાસક આરાધક અંતરાત્મા કેવો છે? તથા જેને દર્શનની તરસ નથી તે મૂઢાત્મા-બહિરાત્મા કેવો છે? એનું વિવરણ, યોગીવર્ય કવિરાજ આનંદઘન મહારાજ હવે આ પાંચમા ચરણરૂપ સુમતિને આપનારા પાંચમા સુમતિનાથ ભગવાનની સ્તવનાના માધ્યમે કરે છે. સુમતિ-ચરણ-કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર, સુજ્ઞાની; મતિ તરપણ બહુ સમ્મત જાણીએ, પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. 1 . સુમતિ-ચરણ-કજ આતમ અરપણા. ૧ " પાઠાંતરે આતમ અરપણાનું આતમરૂપણ અને સમ્મતનું સુમતિ છે. વળી કેટલેક ઠેકાણે સુજ્ઞાની સંબોધન કડીના અંતે એક જ વાર આવે છે. શબ્દાર્થ : જે સુમતિ એટલે કે સારી મતિ-સન્મતિ-સુબુદ્ધિસંબ્રુદ્ધિના નાથ-માલિક છે, એવા સુમતિનાથ જિનેશ્વર ભગવંતના ચરણ કજ એટલે કે ચરણકમલ-પદકમલ-ચરણારવિંદ કે જે દરપણ એટલે દર્પણ-આયના-અરીસા જેવા છે. બિંબનું પ્રતિબિંબ ઉપસાવી શકે તેવા છે. સરળ, સપાટ, સ્વચ્છ, શુભ, ચળકતા, જરાય ફેરફારને, બગાડને કે વિકૃતિને ન પામનારા અવિકારી છે, તેવા સુમતિનાથ ભગવાનના ચરણકમલમાં આતમ અરપણા એટલે આત્મા અર્પણ કરવો તે મતિ નિશ્ચયનો ભાર દૃષ્ટિ ઉપર છે. વ્યવહારનો ભાર કરણી ઉપર છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ 163 હૃદય નયને નિહાળે જગધણી તરપણ એટલે કે બુદ્ધિનું તર્પણ કરવા જેવું છે. અર્થાત્ બુદ્ધિની તડપનનું - બુદ્ધિની તરસનું છીપણ એટલે કે તૃપ્તિ છે. અને આ વાત ઘણા બધા સુજ્ઞ જનોને સમ્મત એટલે કે માન્ય છે. ઘણા બધાયે આવું કરવું પસંદ કર્યું છે; એમ હે! સુગ્યાની-સુજ્ઞજન-મતિમંત તું જાણ! એ મતિ તરપણ કાંઈ મતિ ત્યાગ નથી પણ તે મતિને સુમતિ બનવારૂપે મતિનું પરિસરવાપણું - પસરવાપણું છે. એમ છે! સુજ્ઞજન તું જાણ! લક્ષ્યાર્થઃ વિવેચનઃ ચરણ-અરપણ-દરપણ-તપણ-પરિસરપણ આદિ પ્રાસયુક્ત શબ્દોની ગોઠવણી કરવા દ્વારા કવિરાજ આનંદઘનજીની અત્રે કવિત્વ શક્તિ, ભાષા વૈભવ અને આહ્લાદકતાની પ્રતીતિ થાય છે. ચેતનની ચૈતન્યતાને ઝંકૃત કરનારા - ચેતનને સ્કુરાયમાન કરનારા જાણે ન હોય ! એવા એ શબ્દો સોહામણા લાગે છે. પ્રથમ ઋષભજિન સ્તવનની અંતિમ પંક્તિ... કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.” ના અનુસંધાનમાં અહીં “આતમ અરપણા” થી આનંદઘનજી મહારાજા સુમતિનાથ પ્રભુના ચરણકમળમાં સ્વનું સમર્પણ કરીને લઘુતા બતાવી રહ્યા છે. જે લઘુ બને છે તે જ પોતાના આત્માને દર્પણ જેવો સ્વચ્છ બનાવી શકે છે અને આકાશ જેવો વ્યાપક તથા નિર્મળ બનાવી શકે છે. તેમ કરતા પ્રાપ્ત મતિને નિર્મળ બનાવી શકે છે. જે પોતાની મતિ એટલે બુદ્ધિને નિર્મળ બનાવવારૂપ મતિનું તર્પણ કરે છે, તે મતિને કેવળજ્ઞાનરૂપે પરિણમાવવા સમર્થ બને છે. આવી સુમતિ કેવળજ્ઞાનધારક સુમતિનાથ ભગવાન સુજ્ઞજનને આપી રહ્યા છે. સર્વ-પ્રથમ તો આપણી મતિને એટલે કે આપણા મતિજ્ઞાનને કે દર્શનમોહનીયનો ઉદય બહારમાં સુખ મનાવે છે અને યારિત્રમોહનીયનો ઉદય બહારના સુખને સારું લગાડે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી , 164 જે મતિ અજ્ઞાન છે, તેને સમ્યગ મતિજ્ઞાનરૂપે પરિણાવવા દ્વારા એનું ‘તરપણ' કરવાનું છે. અર્થાત્ અન્નમાંથી પ્રાજ્ઞ થઈ બુદ્ધિને સુબુદ્ધિ-સમ્બુદ્ધિ બનાવવા દ્વારા સંતુષ્ટ કરવાની છે. નિઃશંક બનવાનું છે એ માટે બહુસંમત એટલે કે બહુજનોને કે મહાજનોને જે માન્ય છે-સ્વીકાર્ય છે, એવી દાર્શનિક આત્મા-પરમાત્મા વિષેની વિચારણાઓને જાણી લેવાની છે એટલે કે અભ્યાસ કરી સમજી લેવાની છે. ત્યાર પછી સુવિચાર એટલે કે સવિચારથી હેય, બ્રેય અને ઉપાદેયમાં એનું વિભાજન કરી, ઉપાદેય એટલે કે ઉપેયની પ્રાપ્તિ કેમ થાય તે માટેના ઉપાયનો નિર્ણય કરવાનો છે. એ નિર્ણિત ઉપાદેય-તત્ત્વની પ્રાપ્તિ માટે પોતાની ઉપાદાન-શક્તિને નિમિત્તનું પ્રદાન કરવાનું છે. એ નિમિત્તકારણરૂપે સમર્થ દેવ-ગુરુ મળી જતા એમના ચરણમાં આત્મસમર્પણ કરી દઈ, એમની આજ્ઞાને “તહત્તિ” કરીને આજ્ઞાંકિતપણે મન-વચન-કાયયોગનું સભ્ય પ્રવર્તન કરવાનું છે. પ્રાપ્ત સુયોગ્ય નિમિત્તને સમર્પિત થઈને રહેવાથી નિમિત્તમાં નિમિત્તકરણતા પ્રગટે છે. આવા નિમિત્તકારણરૂપે પ્રાપ્ત થયેલ દેવગુરુને સમર્પિત થવાથી આત્માની ઉપાદાન શક્તિ, ક્રમે ક્રમે કાર્યાન્વિત થઈને અભિવ્યક્ત થાય છે. અને એ જ ઉપાદાનમાં કારણતાનું પ્રદાન કરવાપણું છે. આ તૈયાર થયેલું ઉપાદાન-કારણ જ સ્વયંના સમ્યમ્ પુરુષાર્થથી કાર્યરૂપે પરિણમે છે. એ આતમરૂપણ છે એટલે કે આત્માનું એના પરમાત્મસ્વરૂપમાં પરિણમન છે. આ રીતે આતમ અરપણાના પાઠાંતરે આતમરૂપણ શબ્દપ્રયોગનું પણ આગવું માહાભ્ય છે. ઉપાદેયની ઉપાદેયતા ઉપેયને પમાડે છે. સામાન્યથી નિમિત્તકારણ જેટલું પુષ્ટ તેટલું ઉપાદાનકારણ પુષ્ટ બને જે શીધ્ર કાર્યસિદ્ધિને પમાડે. અર્થાત્ સ્વયંનું જ ઉપાદાન ઉપેયરૂપે પરિણમે છે. જ્ઞાન શક્તિ રૂપે ઓળખાય છે પણ જ્ઞાન સરૂપ છે અને એમાંથી જ્ઞાનાનંદસ નિષ્પન્ન થાય છે, તેની જાણ નથી. Page #214 -------------------------------------------------------------------------- ________________ 165 હૃદય નયન નિહાળે જગધણી 5 ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. તેથી જ સન્મતિ પ્રદાયક - સમ્યગ્ મતિજ્ઞાન પ્રદાયક સુમતિનાથ જિનેશ્વર ભગવંતના ચરણકમલમાં આત્મસમર્પણ કરીને પરિસર્પણ કરવું એટલે કે એમણે અંકિત, કરેલા ચિહ્નો ઉપર એની પાછળ-પાછળ ચાલ્યા જવું – એને અનુસરવું તે જ પ્રાપ્ત મતિનું સાચું તર્પણ છે. પરિસર્પણ શબ્દનો આજ લક્ષ્યાર્થ છે. સુમતિજિન ચરણે જ કેમ સમર્પણ કરવાનું? પ્રશ્નના સમાધાનમાં આત્માનંદી યોગીરાજજી કારણો આપે છે. સુમતિનાથ ભગવાનના ચરણો, કમલ જેવા કોમળ-વાત્સલ્ય સભર મુલાયમ છે, કમલ જેવા નિર્લેપ એટલે કે નિર્મોહી, નિર્મમ, વીતરાગી છે, સર્વદર્શીતા, સર્વજ્ઞતાની સુગંધથી કમલ જેવા સુગંધિત મોહક-આકર્ષક છે. એટલું જ નહિ પણ પાછા દરપણ એટલે અરીસાની જેમ પ્રતિબિંબ ઝીલનારા છે અને પોતાના સ્વભાવમાં રહેનારા અવિકારી છે. મિષ્ટાન્નનું પ્રતિબિંબ પડે કે વિષ્ટાનું પ્રતિબિંબ પડે; ભડભડ બળતા અગ્નિનું પ્રતિબિંબ હોય કે પછી લહેરાતા જલતરંગનું પ્રતિબિંબ હોય; એની કોઇ અસરથી પ્રભાવિત થયા વિના – ઉષ્ણ કે શીતલ થયા વિના દર્પણ તો એના દર્પણત્વમાં જ રહે છે. એ જ રીતે સકલ-સચરાચર સૃષ્ટિ એના જ્ઞેયત્વથી સુમતિનાથ ભગવાનના કેવળજ્ઞાનમાં શેયરૂપે ઝળકવા છતા ભગવાન તો બાધ્યબાધક-ભાવ વિનાના અવ્યાબાધ જ રહે છે. આ જ કારણોથી એમના ચરણમાં આતમ અરપણ એ મતિનું તરપણ છે. મતિજ્ઞાનનું કેવળજ્ઞાનરૂપે પ્રગટીકરણ છે. મહર્ષિ યોગીરાજનું કહેવાનું તાત્પર્ય એવુ છે કે આત્માની બહારની સપાટી ઉપર એટલે કે પર્યાયમાં-વર્તમાન અવસ્થામાં વિષમતાના વાદળો સ્વરૂપ તરફ ઢળેલું જ્ઞાન જ રસરૂપ બને છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી 166 છવાઈ ગયેલા છે. પ્રત્યેક પર્યાયમાં વિષમતા અનુભવાય છે. એનાથી જ તો આત્મા ઉપર રાગ-દ્વેષના સંસ્કારોના અનુબંધ અને અશુભકર્મોના બંધ પડે છે. એ કારણે જ જીવમાત્રનું સંસાર ચક્ર અવિરતપણે ચાલ્યા જ કરે છે. સંસારના વિષ-ચક્રને સ્થાને ધર્મચક્ર ચલાવવાનું છે અને અમૃતચક્રમાં પ્રવેશ કરવાનો છે. વિષમતારૂપ અંધકારને આત્માના સમતાગુણરૂપી સૂર્યથી દૂર કરવાના છે. સમરૂપતા-સામાયિકતા-વીતરાગતા એ આત્માનું મૌલિક સ્વરૂપ છે. માટે જ સમભાવથી ભાવિત એવા સામાયિકની સાધના કરવાની છે, જેથી સ્વમાં રહીને સ્વમય બનીને સમયસાર થવાય. સામાયિકતા એટલે અવિભાજ્ય સૂક્ષ્મ એવા એક સમયની સૂક્ષ્મ વર્તનાવર્તમાનતા. સૂક્ષ્મ એક સમય જ વર્તમાન છે. એ વર્તમાનમાં જ વર્તવું અર્થાત્ રહેવું તે સામાયિકતા છે. ‘વર્તમાનમાં વર્તના’ એટલે પ્રતિ-સમયે જે બને કે જે આવે તેનો સહજભાવે સમભાવે વિકલ્પ વિના સ્વીકાર. ન ભૂતકાળની વિચારણા કે ન ભાવિની ચિંતવના એ વર્તમાનમાં વર્તના છે. વર્તમાનને રોળી કે ઢોળી નથી નાખવાનો પણ વર્તમાનમાં વર્તીને ભૂત-ભવિષ્યકાળનો ખાતમો બોલાવી કાલાતીત થવાનું છે. ભૂતકાળમાં બંધાયેલ કર્મોની વર્તમાનમાં વર્તનાથી નિર્જરા કરવાની છે અને સંવરમાં રહી ભવાંત સાધવાનો છે. આ શુદ્ધ ઋજુસૂત્રનય સંમત અર્થ-પર્યાય છે. “ભગવઇ અંગે ભાખિયો, સામાયિક અર્થ; સામાયિક તે આતમા, ધારો સૂધો અર્થ.’’ - મહામહોપાધ્યાયજી સવાસો ગાથાં સ્તવન. ઢાળ-૩ સમભાવથી ભાવિતતા તે સામાયિક છે અને તે જ આત્મા છે. બાકી શુભાશુભભાવો, એ અધ્યાત્મ-શૈલિમાં અનાત્મા છે. કારણ કે તે ભાવો શુદ્ધસ્વરૂપી સિદ્ધ પરમાત્મામાં વિદ્યમાન નથી. પરંતુ સાધકને સાધનાની ભગવાનને ભગવાન તરીકે સ્વીકારવા સહ ભગવાનને શાસનપતિ-શાસનસ્થાપક તરીકેના સ્વીકારથી ભગવાનની અસીમ કૃપા-ઉપકૃતતા મનમાં વસશે. Page #216 -------------------------------------------------------------------------- ________________ 167 હૃદય નયન નિહાળે જગધણી સર્વ ભૂમિકામાં અશુભ ભાવો જેવા હેય છે તેવા શુભભાવોને હેય સમજવાના નથી. સાધક શુભ ભાવોના આલંબને જ આગળ વધી શકે છે પણ ત્યાં સ્થિર થવાથી એટલે કે અટકવાથી પણ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકતું નથી. સ્વરૂપની પ્રાપ્તિ માટે ક્ષયોપશમ ભાવોનો પણ ધર્મસંન્યાસ અપેક્ષિત છે. એવો વિવેક આવકાર્ય છે. અર્થાત્ આવો સૂધી-સીધો અર્થ ધારણ કરવો જરૂરી છે. એ માટે પહેલા તો બુદ્ધિ જે કુબુદ્ધિ છે કે જેથી આત્માપર વિષમતાનો જે કાટ-મેલ ચડી ગયો છે, તેને દૂર કરી; સરળ, સપાટ, શુભ, સ્વચ્છ, ચકચક્તિ દર્પણ જેવી બનાવવાની છે. એટલે જ અવધૂતયોગી કવિરાજ સુજ્ઞાનીના વાત્સલ્યસભર આત્મીય સંબોધનપૂર્વક ફરમાવે છે કે, સુમતિનાથ પ્રભુના ચરણકમલમાં આત્માને અર્પિત કરવા દ્વારા, મન એટલે કે ઈચ્છા અને બુદ્ધિ એટલે વિચાર-વિકલ્પને ધરી ઘો! દેહના હું કોરને અને મનના “અહંકારને પ્રભુચરણે ધરી દ્યો. “પ્રભુની ઈચ્છા એ જ મારી ઇચ્છા અને પ્રભુની આજ્ઞા એ જ મારું કર્તવ્ય” એવા “તહત્તિ'ભાવથી આજ્ઞાધીને વર્તો! કે જેવી વર્તના આપણા લબ્ધિ તણા ભંડાર, કેવળજ્ઞાનદાતાર, પરમ-ગુરુ, પ્રભુના પરમ-વિનીત, પ્રથમ-શિષ્ય, ગૌતમસ્વામીજીની હતી; જેવી અનન્ય આજ્ઞાધીન વર્તના ભરત-લક્ષ્મણની રામ પ્રત્યે, અર્જુનની કૃષ્ણ પ્રત્યે અને એકલવ્યની ગુરૂ દ્રોણાચાર્ય પ્રત્યે હતી. જ્ઞાનીની આજ્ઞાના અનુસાર વર્તવાથી-રહેવાથી અહંકાર ઓગળે છે અને વિકારો ખરી જાય છે. કેવળ સ્વમતિ અનુસારની ઉત્કૃષ્ટ આરાધના કરતા ગુર્વાશાનુસારી મધ્યમ કે જઘન્ય પ્રકારની આરાધનાનું ફળ કોટિગણું ચડિયાતું હોય છે. આ માટે લક્ષ્મણાજી સાધ્વીજીનું કથાનક વિચારણીય છે. આત્મા અનંત ઘર્માત્મક છે, તેને સમજવા સપ્તભંગીની યના છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી 168 આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. સોમી ઓળીના સોમા દિવસે; ગુરુ, શિષ્યને આયંબિલનું પચ્ચખાણ નહિ આપતા નવકારશીનું પચ્ચખાણ આપે અને ત્યારે મોઢાના હાવભાવ જરાય બગાડ્યા વિના શિષ્ય “તહત્તિ' કહીને ગુર્વાજ્ઞા શિરસાવંદ્ય કરે, ત્યારે સમજવું કે શિષ્ય ગુરુને પૂરેપૂરો સમર્પિત છે. યોગીરાજજીને આવી આતમ અરપણા ઈચ્છિત છે. . સત્ય-શોધક સાધકને સમ્યક્તની પ્રાપ્તિ અર્થે પ્રભુના ચરણકમળમાં આત્માર્પણ કરવાથી મતિનું તર્પણ થાય છે. એ શિષ્ટજન સંમત માર્ગ છે. કારણ કે બુદ્ધિની તીણતા કે બુદ્ધિની વૃદ્ધિથી નહિ પણ બુદ્ધિની શુદ્ધિથી હદય કુણ-કોમળ બને છે અને વિવેક જાગૃત થાય છે તથા સન્માર્ગની સમજ આવે છે કે જેના વડે સન્માર્ગે ચાલીને સત્વને પામી શકાય છે. મન સુમન બની અમન એટલે ઈચ્છારહિત અને વિચારરહિતનિર્વિકલ્પ બને છે. બુદ્ધિ પ્રાજ્ઞ બની સર્વજ્ઞ થાય છે. સંબુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. ચિત્ત સ્થિર થઈ ચિરૂપે પરિણમે છે. અર્થાત્ ચિત્ત જે દર્શનોપયોગને જ્ઞાનોપયોગરૂપ અસ્થિર – વિનાશી હોય છે તે સ્થિરઅવિનાશી થાય છે. દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગની સ્થિરતાઅવિનાશીતા-ઉપયોગવંતતા છે તે ચિત્ છે. અહંકાર જે વ્યાકુળ બનાવનારો અવળો હુંકાર હતો તેં સવળો હુંકાર થતા સોડકાર બની સુખકરસુખદાયી-આનંદદાયી બને છે-નિરાકુળ બને છે. વ્યગ્રતા એકાગ્રતાથી સમગ્રતામાં અને અલ્પતા, અનંતતામાં પરિણમે છે. અજ્ઞાન પરપદાર્થમાં સુખ બતાડે સમજાવે, જ્યારે અવિરતિ પરપદાર્થમાં સુખ લગાડે-ગમાડે. Page #218 -------------------------------------------------------------------------- ________________ 169 હૃદય નયન નિહાળે જગધણી - અર્પણતા, સમર્પણતા, સ્વાર્પણતા અને સર્વાણિતા એ ન્યોછાવરીના એક પછી એક ઉત્તરોત્તર ચઢિયાતા પ્રકાર છે. એ એકાકાર કરી શૂન્યાકાર બનાવીને સર્વકાર ભણી લઈ જાય છે. સ્વાનુભૂતિ સંપન્ન ખીમજીબાપાએ સરપણ શબ્દનો અર્થ સાપણ કરીને “પરિસરપણ સુવિચાર” પદનું અર્થઘટન અન્યથી જુદા પડીને આગવી રીતે કર્યું છે. એ દૃષ્ટિકોણ પણ વિચારણીય છે. ' | સરપણ એટલે સાપણ-નાગણ. એ પરિસર-પરિઘ-કુંડાળું રચીનેગૂંચળું વળીને સાપોલિયાઓને જન્મ આપે છે, જે એકથી અધિક ઘણા બધાં હોય છે. પ્રસવ વેદનાથી ભૂખાળવી થયેલ સાપણ પોતે, જેને જન્મ આપ્યો છે, એ પોતાના જ બચ્ચાં-સાપોલિયાને ખાઈ જાય છે. જે બે ચાર સાપોલિયા ગૂંચળા-કુંડાળાની બહાર નીકળી જાય છે તે બચી જાય છેજીવી જાય છે. સાપણ જેવા મન અને બુદ્ધિના ઘેરાવા-ચકરાવાકુંડાળામાંથી જે નીકળી જાય છે તે જ ઈચ્છા- વિચાર રહિત નિરીક (વીતરાગ) અને નિર્વિકલ્પ બની જાય છે અને જીવી જાય છે અર્થાત્ પોતાના મૌલિક સ્વરૂપ અને સ્વભાવને પામીને સાચી ચૈતન્યતાનેજીવંતતાને પામે છે. આ ઉપમાથી યોગીરાજનું કહેવું એમ લાગે છે કે જે કોઈ આ સંસારરૂપી સાપણની નાગચૂડ (પકડ)માંથી નીકળી જાય છે, તે સંસારના ચક્રાવામાંથી મુક્ત થઈ જાય છે. દેહભાવથી મુક્ત થાય છે તે દેહાતીત વિદેહી બનીને અદેહી થાય છે. કુંડાળામાંથી-વર્તુળમાંથી નીકળવા તે વર્તુળને મોટું અને મોટું કરતા જઈને-પરિસરને પસારતા-ફેલાવતા-વિસ્તારતા જઈને પણ તેમાંથી બહાર નીકળી જઈ શકાતું હોય છે. પહેલા જીવન સ્વલક્ષી-સ્વકેન્દ્રી સ્વાર્થી હોય છે. બધે પોતાનો જ સ્વાર્થ જોવાતો હોય છે કે મારું શું? વલણ આત્માના શુદ્ધસ્વરૂપ તરફનું હોય અથવા નિરારાંશભાવે ગુણપ્રાપ્તિનું હોય ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંઘાય. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી , 170 મને શું મળે? પછી તે વર્તુળ વિસ્તરીને સ્વજનકેન્દ્રી બને છે. પોતાના પુત્રપરિવાર અને સગાવહાલા સુધી વિસ્તરે છે. એ વર્તુળ વધુ વિસ્તરે છે ત્યારે તે સજ્જનકેન્દ્રી બને છે. સારા ગુણીજનોને સર્જન-સજ્જનોને પોતાના મનાવવા સુધી વિસ્તરે છે – વિશાળ થાય છે. પછી તે “વસુધૈવ કુટુમ્બકમ્'; “સવિ જીવ કરું શાસનરસી”; “આખા વિશ્વનું મંગળ થાઓ!' ની ભાવનાથી ભાવિત થઈ સચરાચર સુધી વ્યાપક થાય છે ત્યારે સાધક વર્તુળની બહાર નીકળી જાય છે. સંકુચિત મન વિશાળ વ્યાપક બની જાય છે. રાગ-મોહ વ્યાપક થઈ વીતરાગસ્વરૂપ-પ્રેમસ્વરૂપ બને છે. સર્વજનકેન્દ્રી સર્વોદયની ભાવનામાં આવી જાય છે અને ત્યારે સર્વના ઉત્કર્ષમાં સ્વ-ઉત્કર્ષ જુએ છે અને સર્વની રક્ષામાં સ્વરક્ષા સમજે છે. પહેલા જે માત્ર પોતાનો વિચાર જ કરતો હતો તે પરિવાર, સ્વજન, જ્ઞાતિ, સમાજ, સંઘ, શાસન, ગ્રામ, નગર, પુર, પાટણ, દેશ, રાષ્ટ્ર, વિશ્વ અને સચરાચર-પર્યાવરણ સમસ્તના હિતની વિચારણા કરવા સુધી વિકસિત થઈ વિશાળ-વ્યાપક બને છે. પરિપૂર્ણતાને વરે છે. ભગવાનને અર્પિત થઈ જવું એટલે કે ધર્મમાં જ પ્રવર્તન કરવું કે જેથી અધર્મની પ્રવૃત્તિથી બચી જવાય. આત્મજ્ઞાની પુરુષના ચરણોમાં સર્વાર્પણ કરવા જણાવ્યું છે કારણ કે જ્ઞાનીઓના ચરણમાંથી વહેતો શક્તિનો સ્રોત આપણામાં વહેતો કરી શકાય. ભારતીય સંસ્કૃતિમાં પાયેલાગણ-ચરણસ્પર્શનું બહુ અદકેરું મહત્વ છે. મહર્ષિ માનતુંગઋષિ ભક્તામર સ્તોત્રમાં પ્રભુ ચરણકમલ ગુણગાન કરતાં કહે છે. ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા, મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાન; સમ્યક્ પ્રણમ્ય જિનપાદ-યુગે યુગાદા, વાલંબન ભવજલે પતતાં જનાનામ્ – ગુણરૂયિ એ તત્ત્વતઃ મોક્ષરૂયિ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ 171 હૃદય નયન નિહાળે જગધણી ' આ પંક્તિમાંથી એવો પણ ભાવ નીકળે છે કે ભગવાનશ્રી સુમતિનાથની આજ્ઞાનો સ્વીકાર ત્યારે જ થઈ શકે કે જ્યારે પોતાની મોહાંધ આપમતિ-સ્વછંદ છોડીને ગતાનુગતિક્તાએ બહુમતિને અનુસરવાના અને માત્ર લોકરંજન કરવાના વિચારને તિલાંજલિ આપવામાં આવે. આ મહાન મોગલ સમ્રાટ અકબરે, એના દરબારના નવરત્નમાંના એક ગવૈયા તાનસેનને પૂછ્યું કે એની ગાયકી એના ગુરુ હરિદાસથી ફિક્કી કેમ છે? તાનસેને જવાબ આપ્યો કે હું દિલ્હીથરને ખુશ કરવા એક દરબારી તરીકે ગાઉં છું જ્યારે મારા ગુરુ ભક્ત બનીને ભગવાન જગદીશ્વર માટે ગાય છે. દિલ્હીશ્વર અને જગદીશ્વરમાં જેટલો ફરક હોય એટલો ફરક મારી અને મારા ગુરુની ગાયકીમાં રહેવાનો જ ! ' તેથી જ નારાયણ ભક્તો સમર્પણના ગાણા ગાતા કહે છે... "कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्धयात्मना वा प्रकृतेः स्वभावात्। करोमि यद्यद् सकलं परस्मै नारायणायेति समर्पयामि ।। પોતાના સુકૃતનું સમર્પણ હોય પણ સામાન્યથી એની અનુમોદના હોઈ શકે છે. હા! પરના સુકૃતની અનુમોદના પ્રશંસા હોય અને સ્વ દુષ્કતની ગર્તા જરૂર હોય. - નિંદામિ ગર્તામિ હોય. ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ, સુજ્ઞાની; બીજો અંતર આતમા તીસર, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. સુમતિ૭૨ પાઠાંતરે “ધુરિ ભેદ'ની જગાએ “અઘ રૂપ”, “આતમા'ની જગાએ આતમ' અને “પરમાતમની જગાએ “પરિમાતમ' એવો પાઠ છે. શબ્દાર્થ : સકલ-બધાય-સઘળા તનુધરગત-શરીરધારીને રહેલાં વસ્તુ કેવી છે તે વ્યવહારનો વિષય છે. વસ્તુ પ્રત્યેની દષ્ટિ કેવી છે એ નિશ્ચયનો વિષય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી 112 આતમ-આત્મા ત્રિવિધ-ત્રણ પ્રકારના છે. ધુરિભેદ-પહેલો પ્રકાર બહિરાત્મા છે. અઘરૂપ શબ્દપાઠ લઈએ તો બહિરાત્મા અઘ-પાપ રૂપ છે. બીજો પ્રકાર અંતરાત્મા છે અને ત્રીજો પ્રકાર પરમાત્મા છે જે અવિચ્છેદ એટલે કે અછેદ્ય એવો અક્ષર, અજરામર, અવિનાશી છે, તે સ્વરૂપથી અભેદ થયેલો છે અને દેહ છતાં દેહાતીત-વિદેહી છે. એમ છે! સુજાણ-સુજનસુજ્ઞાની-સુજ્ઞ તું જાણ! લક્ષ્યાર્થ-વિવેચન : બધાય દેહધારીઓમાં, ભવ્યાત્માઓમાં આમ તો દ્રવ્યાર્થિક નયથી એક સરખો જ આત્મા રહેલ છે. પરંતુ પર્યાયાર્થિક નયથી બધાની અવસ્થા જુદી-જુદી છે. અવસ્થાભેદ હોવાથી સઘળાય આત્માઓનું વર્ગીકરણ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ પ્રકારમાં કરવામાં આવ્યું છે. - ભગવતી-સૂત્રમાં વધુ વિસ્તૃત રીતે આત્મા આઠ પ્રકારના જણાવ્યા છે. ૧) દ્રવ્યાત્મા ૨) યોગાત્મા ૩) ઉપયોગાત્મા ૪) કષાયાત્મા ૫) જ્ઞાનાત્માં ૬) દર્શનાત્મા ૭) ચારિત્રાત્મા અને ૮) વીર્યાત્મા. બધાંય દેહધારીઓના દેહમાં આત્મા રહેલો હોવા છતા પણ જે શરીરને જ આત્મા માને છે અને શરીરથી જુદા સ્વતંત્ર આત્માના અસ્તિત્વને માનતો નથી, એવો દેહ-તાદામ્ય બુદ્ધિવાળો બહિર્મુખી પાપરૂપ આત્મા છે; તે પહેલાં પ્રકારનો “બહિરાત્મા' છે. જે દેહથી ભિન્ન પરમાત્મસ્વરૂપે આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માને છે, જે બહિર્મુખતા છોડી અંતરમુખી થઈ પરમાત્મસન્મુખ થયો છે અને જે સ્વયં પોતાના પરમાત્મસ્વરૂપને પામવાની ચાહનાથી તેને માટેની પ્રવૃત્તિ કરે છે; તે દેહધારી “અંતરાત્મા' છે. સમ્યકત્વ એ દષ્ટિનો વિષય છે. આયરણનો વિષય નથી. Page #222 -------------------------------------------------------------------------- ________________ 173 : હૃદય નયન નિહાળે જગધણી ' જે દેહધારી હોવા છતા દેહ-અંતર્ગત પોતાના પરમાત્મસ્વરૂપથી અભેદ થઈ, સ્વરૂપાવસ્થા-સ્વરૂપદશામાં, વિહરમાન છે અને નિર્વાણ પામતા અદેહી-અશરીરી-અયોગી એવી સિદ્ધદશા-સિદ્ધાવસ્થાને પામનાર, સદેહસાકાર-સયોગી કેવળી છે તે પરમાત્મા છે. આવા શરીરધારી આત્માઓના ત્રણ મુખ્ય ભેદ છે. બાકી જે અશરીરી છે, તે સર્વ સિદ્ધાત્મા છે અને તે સર્વે લોકાગ્રશિખરે સિદ્ધશિલા ઉપર સાદિ-અનંતકાળ પરમધૈર્યને પામીને રહેલ છે. અહી; અરૂપી, અમૂર્ત છે. જેમ પુદ્ગલના જીવ સહિત સચિત્ત અને જીવ રહિત અચિત્ત એવા બે ભેદ છે તેમ જીવના પણ પુદ્ગલસહિત (શરીરધારી) સંસારી અને પુદ્ગલ રહિત (અશરીરી) સિદ્ધ એવા બે ભેદ છે. ' શુદ્ધ-અશુદ્ધની દૃષ્ટિએ દેહધારી, સંસારી આત્માનું વિભાજન વિચારીએ તો; જે અશુદ્ધ છે, કે જે પછી ૧૨-૧૪ કેરેટથી ઓછા કેરેટના સોના જેવો છે, તે “બહિરાત્મા” છે. જે શુદ્ધાશુદ્ધ એટલે કે ૧૪ થી ૨૨ કેરેટના સોનાના અલંકાર જેવો છે, તે માનવ સમાજના અલંકાર- દાગીના સ્વરૂપ “અંતરાત્મા” છે. અને જે શુદ્ધ નક્કર ઘનસ્વરૂપ ૨૪ કેરેટના કુંદન-શુદ્ધ સુવર્ણ સ્વરૂપ છે કે જેના અલંકાર નથી બનતા, એ મૂળ ધાતુસ્વરૂપ પરમાત્મા છે. એ સુવર્ણ કહેવાય છે કેમકે એ એના સુ એટલે સારા-પોતાના કે સ્વ, વર્ણ કહેતા રંગમાં છે. આત્મભાવ-સ્વભાવમાં છે. સ્તવનના રચયિતા યોગીરાજશ્રી સ્વયં, આ જ સ્તવનની આગળની ગાથાઓમાં, વિશેષ વિગતે આત્માના આ ત્રણેય પ્રકારોને હવે સમજાવી રહ્યા છે. આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની; કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની. સુમતિ૭૩ બોઘની સૂટમતા એટલે બોઘની અસરકારકતા. Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી 174 શબ્દાર્થઃ કાયાદિક એટલે કે શરીર વિગેરેને, જે આત્મબુદ્ધ એટલે કે આત્મા જ સમજીને ગ્રહે છે-વ્યવહાર કરે છે તે અઘ એટલે પાપરૂપ બહિરાત્મા છે એમ હે! સુજાણ તું જાણ! જે શરીર વિગેરેનો સાક્ષી બનીને રહે છે તે અંતરાત્મા છે, એમ હે! સુજ્ઞજન તું જાણ ! લક્ષ્યાર્થ-વિવેચનઃ જે ચાર્વાકમતની જેમ કાયા એટલે શરીરને જ આત્મા માને છે, શરીરથી ભિન્ન એવા સ્વતંત્ર આત્માને માનતો નથી, અને શરીરના નાશથી આત્માનો નાશ માને છે; તેવા આત્માને પાપરૂપ બહિરાત્મા જાણવા. કારણ કે એ શરીરને જ આત્મા માનતો હોવાથી શરીરના સુખથી પોતાને સુખી અને શરીરના દુઃખથી પોતાને દુઃખી માને છે. આ માન્યતાના આધારે એની બધી જ પ્રવૃત્તિ શરીર-કેન્દ્રિત એટલે કે શરીરને માટે જ હોય છે. આ પ્રવૃત્તિથી તે મુક્ત થવાને બદલે બંધાય છે. જેમાં સુખ છે-આનંદ છે અને જે અવિનાશી છે; તેવા આત્માને તે આત્માઓ જાણતા પણ નથી અને સમજતા પણ નથી. આમ પોતાના વિષે, અર્થાત્ આત્માના વિષયમાં તેઓને અજ્ઞાન વર્તે છે. હવે શરીર જે પર છે, જેનો ઉત્પાદ એટલે કે જનમ છે અને જેનો વ્યય એટલે કે જેનું મરણ છે; એવા વિનાશી શરીરને, કે જે, પર છે, દુઃખરૂપ છે, દુઃખફલક છે તેને જ આત્મા માનીને પ્રવૃત્ત થાય છે. આમ જે સ્વ છે, સુખદાયી છે, અવિનાશી છે, તેનું અજ્ઞાન છે અને જે પર છે તેમાં સ્વ બુદ્ધિ કરે છે, જે દુઃખદાયી છે તેને સુખદાયી માને છે, જે વિનાશી છે તેમાં અવિનાશીની બુદ્ધિ કરે છે. આ મિથ્યાજ્ઞાન છે અને આવી અવળીઊંધી-વિપરીત દૃષ્ટિ એ મિથ્યાષ્ટિ એટલે કે મિથ્યાત્વ છે. એ અજ્ઞાનના અંધકારમાં રજુમાં સર્પની માન્યતાની જેમ દેહને જ આત્મા માની વિકલ્પનો નાશ કરવા માટે ઘર્મ છે. ભાવઘર્મ, વ્યધર્મથી ચઢિયાતો છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ 175 હૃદય નયન નિહાળે જગધણી 5 s ભ્રાંતિથી જીવે છે. સમજ અવળી છે માટે માન્યતા પણ અવળી છે, અને તેથી ચાલ પણ અવળી છે. દિશા ખોટી પકડાઈ ગઈ છે તેથી દશા ખોટી થઈ ગઈ છે. ચક્ર અવળુ-ઊંધું ચાલે છે. જે આત્માને જ નહિ માને તે સ્વર્ગ નરકને નહિ માને. તેથી તે શરીરના નાશથી આત્માનો નાશ માને માટે પુનર્જન્મને પણ નહિ માને. એટલે પાપ-પુણ્યની વાતો એને હંબક જ લાગે. માટે આવા આત્માઓ બહિરાત્મા; અશુદ્ધાત્મા, પાપાત્મા કહેવાય છે. ઊંધી દષ્ટિ હોવાથી અજ્ઞાની ‘પર’નો કર્તા થાય છે અને તેથી તેને બંધન થાય છે. ‘‘આજનો લહાવો લીજીયે કાલ કોણે દીઠી...’' ‘‘આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા...’’ “દેવું કરીને પણ ઘી પીઓ અને મોજ કરો !'' વર્તમાનની બેંક-લોનની સગવડોથી હપ્તેથી જે ખરીદીનું ચલણ ચાલુ થયું છે, તે જીવને દેવાદાર બનાવે છે અને આજીવન દેવાદાર રાખે છે. ‘ખાઓ પીઓ અને મોજ કરો !'' ‘‘ચિંતા કરવાનું છોડો !’’ આ બધાં બહિદષ્ટિ બહિરાત્માના બોલ છે. બહિદષ્ટિ બહિરાત્મા એટલે માત્ર હું અને મારામાં જ રાચનારો ઉપભોક્તાવાદી-Materialistic. પોતા સિવાય બીજાનો વિચાર નહિ કરનારો મોટે ભાગે તામસ અને રાજસ ભાવમાં જ રાચનારો હોય છે અને તેથી લેશ્યાં પણ પ્રાયઃ કૃષ્ણ, નીલ, કાપોત હોય છે. પૌદ્ગલિકભાવોમાં અને ઔયિક-ભાવોમાં જ રમનારો હોય છે. અધ્યાત્મમાં માન્યતાની ભૂલને બીજી બધી ભૂલો કરતા બહુ મોટી ભૂલ માનવામાં આવી છે અને તેને મિથ્યાત્વ તરીકે ઓળખાવી છે. હવે આ મિથ્યાત્વ એ તો, અઢારે પાપોનો બાપ જેવુ છે. એ અઢારમો હાથી જે સ્વઘેરથી – આત્મામાથી નીકળીને પરઘેર બહાર અનાત્મભાવમાં ગયો છે. બહાર નીકળી બહિર્મુખી થયો છે. પાપનું મૂળ મિથ્યાત્વ જ્યાં જીવતું જાગતું હોય ત્યાં પછી પાપમાં પાછી-પાની હોય નહિ. માન્યતા ઊલટી તેથી મોટે-ભાગે ભાવ અને ક્રિયા બંને ઊલટા થવાનો સંભવ છે ઉપાય તેને લાભદાયી થાય છે કે જેની દૃષ્ટિ ઉપેય ઉપર હોય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી તેથી મોટે-ભાગે પાપ જ થાય. માટે કવિવર્ય યોગીરાજે ‘બહિરાતમ અઘરૂપ'' કહેવા દ્વારા બહિરાત્માને પાપાત્મા જણાવ્યો છે. જીવ પોતાની સ્વરૂપ અભાનતાને કારણે પર એવા પુદ્ગલમાં સ્વરૂપ બુદ્ધિ એટલે કે સચ્ચિદાનંદ-બુદ્ધિ અથવા તો સત્યમ્-શિવમ્સુન્દરમ્ બુદ્ધિ કરી બેઠો છે અને તેથી ઈન્દ્રિયોના માધ્યમે વિષયોમાં સુખ ઇચ્છે છે. આ જ તેનું બહિરાત્મપણું છે; જે સંસાર છે કારણ કે સંસરણ એટલે કે સરકવાપણું છે. આવા બહિરાત્માના લક્ષણો એક જ્ઞાની પદ્યમાં આ રીતે જણાવે છે... પુદ્ગલમાં રાચ્યો રહે, પુદ્ગલ સુખ નિધાન; તસ લાભે લોભ્યો રહે, બહિરાતમ અભિધાન શરીર એહિ જ આતમા, માને મોહી લોક; વાચા મન પણ આતમા, બહિરાત્માની ઝોક. 176 હું એનો એ માહરો, જ્યાં લગી એ બુદ્ધિ; અજ્ઞાની સુખ કેમ લહે, પ્રકટે નહિ સ્વશુદ્ધિ હું કરતો.હું બોલતો, મારા વિણ શું થાય; એવી બુદ્ધિ જ્યાં લગે, તાવત ભવ ભટકાય. એ ધન મારું માનતો, તસ લોભે લોભાય; વિવિધ સંકટ વેઠતો, ભવમાંહી ભટકાય. સ્ત્રી પુત્ર પરિવાર સૌ, મારા માને જેહ; બહિરાતમ સુખ શું લહે, ભૂલ્યો ભટકે તેહ. શરીરપર મમતા ધરે, કરે પાપના કામ; ભવમાંહી તે ભટકતો, થાશે દુઃખનું ઠામ. ઉપદેશ કરતાં ઉપાય વધુ ઉપયોગી છે. ૧ ૩ ૫ દ ૭ Page #226 -------------------------------------------------------------------------- ________________ 177 હૃદય નયન નિહાળે જગધણી 卐 ધન વધતા સુખી બને, ઘટતા દુઃખ ન માય; બહિરાતમ સુખ શું લહે, ભવમાંહી ભટકાય. જે જે આંખે દેખતો ઇષ્ટ વસ્તુ સુખકાર; તેની તૃષ્ણા રાખતો, પામે દુઃખ અપાર. યાવત્ બહિરાત્મપણું, તાવત્ છે સંસાર; બહિરાતમને છાંડતા, લહીએ ભવજલ પાર. મૃગ કસ્તુરી ભટકતો, કસ્તુરીની ગંધ; કસ્તુરી તો દુંટીમાં, બહિરાતમતિમ અંધ. ફોનોગ્રાફની પેઠે જે, બોલી જાણે બોલ; આત્મસ્વરૂપ ન જાણતાં, બહિરાતમ,પદ તોલ. છે કે... યા પુદ્ગલકા ક્યા વિસવાસા, હૈ સપને કા વાસા; ચમત્કાર બિજલી હૈ જૈસા, પાની બિચ પતાસા..... ૯ ૧૦ ૧૨ પૂ. ચિદાનંદજી શ્રીમદ્ આનંદઘનજી મહારાજા સ્વયં પણ એમના પદમાં ફરમાવે શ્રદ્ધા થાય ત્યાં પુરુષાર્થ થાય. શ્રદ્ધાનું બળ પુરુષાર્થને વેગ આપે છે. ૧૧ પુદ્ગલનું સુખ ક્ષણિક છે. આવા આ ક્ષણિક આભાસી સુખના મોહમાં ફસાયેલ, મોહવશ પડેલ આત્માઓ, આત્માનું ભાન, આત્મજાગૃતિ ખોઈ બેઠા હોય છે. તેથી તેમને મોહનિદ્રામાં નિદ્રિત થયેલ ગણાવ્યા છે. મોતરૂપી હાથી જેની પાછળ પડ્યો છે, જે આયુષ્યરૂપી વડવાઈને પકડીને લટકી રહ્યો છે, એની એ આયુષ્યરૂપી વડવાઈને દિવસ-રાતરૂપી ધોળા કાળા ઉંદરો કાપી રહ્યાં છે, જે કૂવામાં લટકી રહ્યો છે તેમાં રહેલાં કષાયરૂપી સર્પો ફુંફાડા મારી ડંખવા આતુર છે અને દુર્ગતિરૂપ અજગર Page #227 -------------------------------------------------------------------------- ________________ SARALAMNIWWS मधु बिन्दु समान है काम-भोग Page #228 -------------------------------------------------------------------------- ________________ मधु-बिन्दु के समान है काम-भोग काम-भोग (इन्द्रिय सम्बन्धी विषय-सुख) भोगने के समय तो सुखकारी लगते हैं, परन्तु उनके अनुराग (मोह) में आसक्त होने वाला जीव अन्त में दुःख, क्लेश और पीड़ा को प्राप्त करता है। काम-भोगों की असारता तथा क्षणभर के सुख के बदले दीर्घकालीन दुःखों की परम्परा बताने के लिए आचार्यों ने मधु-बिन्दु का दृष्टान्त दिया है। उपनय : यह संसार ही वृक्षरूप मानव जीवन है। इसमें काल (मौत) रूपी हाथी है। काला चूहा रात, सफेद चूहा दिन का प्रतीक है। जो जीवन की डाली को हर क्षण काटे जा रहे हैं। कूआ नरक आदि दुर्गति है और मधु बिन्दु के समान संसार के क्षणिक विषय-सुख हैं। विद्याधर के समान सद्गुरु हैं, जो उसे दुःखों से बचाने के लिए धर्म रूपी विमान लेकर खड़े हैं। परन्तु मोह-मूढ जीव (युवक) संसार के सुखों का स्वाद नहीं छोड़ रहा है। सद्गुरु की चेतावनी भी उसे बचा नहीं सकती। साभार : सुशील सद्वोध शतक Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી 178 એને ગળી જવા મોં ફાડીને બેઠો છે તો ય જે મધપૂડામાંથી ટપકતાં મધુબિંદુનું સુખ છોડવા તૈયાર નથી એ બહિરાત્મા છે. બહિર્લક્ષી આત્માની અવળી માન્યતામાં એટલે કે એના પરિણામભાવમાં વધ-ઘટ રૂપ તીવ્રતા-મંદતા હોય છે. તીવ્રપણે બહિર્ભાવમાં રાચ્યો-માચ્યો રહેનારો ગાઢ-મિથ્યાત્વી હોય છે અને મંદ પરિણામવાળો મંદમિથ્યાત્વી હોય છે. મિથ્યા માન્યતાના ભાવમાં વધ-ઘટ થાય છે પરંતુ માન્યતા તો મિથ્યા અવળી જ રહે છે. મન અને બુદ્ધિ બેવડી ચાલ રમી ક્યારેક શુભભાવમાં તો ક્યારેક અશુભભાવમાં રાખી, આત્માનું સ્વરૂપ ઓળખવા જ નથી દેતાં. શુભાશુભથી પર એવા આત્માના શુદ્ધ સ્વરૂપની અને પોતે જ સ્વયં પરમાત્મા છે; એવી ભણક કે એવી ગંધ સુદ્ધા આવવા દેતા નથી. આત્માને આત્મભાવમાં આવવા નહિ દેતા અનાત્મભાવબહિર્ભાવમાં જ રમાડે રાખે છે. મોહરાજાને તો જીવ અજ્ઞાની રહે એ જ મનગમતી વાત છે. એના બધાં પેતરા એને માટેના જ હોય છે. મોડરાજાને ખબર છે કે જીવ જો એક વખત પણ પોતાની ભીતરમાં રહેલ પરમાત્મસ્વરૂપને બરોબર ઓળખી લેશે અને તેની શ્રદ્ધા કરશે તો પછી તે પોતાની મોહસત્તાને આધીન મોહરાજાના રાજમાં નહિ રહે. એક પણ જીવ પોતાના ફંદા-સકંજામાંથી છટકી જાય એ એને પસંદ નથી. એટલે જીવને શુભ કે અશુભભાવમાં રાખવા દ્વારા એનો ઈરાદો-મકસદ જીવને અજ્ઞાની રાખી પોતાને વશ કરવાનો છે. આ ચાલબાજીની જે જીવને જાણ થઈ જાય છે, તે પછી મોહને વશ એના ફંદામાં ન ફસાતા બહાર નીકળી જાય છે. અર્થાત્ સંસારમાંથી બહાર નીકળી જાય છે. હવે જે પોતાને કાયાથી ભિન્ન એવો પરમાત્મસ્વરૂપ આત્મા એટલે કે શુદ્ધાત્મા માને છે, તે કાયાનો અને કાયાસંબંધી થતી બધી અપવાદ સંયોગવશાત્ આયરણીય બને છે પણ તે દર્શનીય, આદરણીય કે અનુકરણીય કે કથનીય નથી બનતા. Page #230 -------------------------------------------------------------------------- ________________ 179 હૃદય નયન નિહાળે જગધણી કાયિક ચેષ્ટાઓનો સાખીધર એટલે કે સાક્ષી બની રહે છે. એટલે એ સાક્ષી તરીકે તટસ્થ રહી, માધ્યસ્થ ભાવે જોનારો અને જાણનારો રહે છે પરંતુ પોતાને કરનારો કે ભોગવનારો નથી માનતો. એ સાક્ષીભાવમાં આવે છે કારણ કે પોતાને-આત્માને, મન-વચન-કાયાથી ભિન્ન-જુદો માને છે અને તેથી જ તે કશામાં ભળતો નથી. એ તો, સંસારની રંગભૂમિ ઉપર કર્મના ખેલાવ્યા-નચાવ્યા આ બધા ખેલ-નાચ-તમાશા છે, એમ સમજી બહારમાં ફીણાયેલી અને ફેલાયેલી પોતાની ચેતન્યશક્તિને અંતરમાં પાછી વાળી લઈને આત્મસ્થિત થઈ આત્મવેદન, આત્માનુભૂતિ કરે છે તે બીજા પ્રકારનો અંતરાત્મા છે. એ સાક્ષીભાવમાં આવી ગયો હોવાથી એ સંસારમાં હોય છે પણ સંસાર એનામાં નથી હોતો. | સર્જનપૂતાભા મતે ન ભવોથી II અઢારમો હાથી-(અઢારમું પાપ મિથ્યાત્વ) જે પરઘેર ચાલી ગયો હતો તે સ્વઘેર પાછો ફરી ગયો. તેથી બાકીના સત્તરે પાપનો નિકાલ થવા માંડે છે અને ગુણારોહણ થતું જાય છે. જે સાક્ષીભાવમાં નથી તે બહિરાત્મા તો સંસારમાં રમનારો અને રાચનારો હોય છે તેથી એ સંસારમાં ડૂબેલો હોય છે. પરને પોતાના માનીને વિનાશીમાં અવિનાશીની બુદ્ધિ કરી પાપપ્રવૃત્તિમાં રસને પોષનારો હોય છે. જે સાક્ષીભાવમાં આવી ગયો હોય છે તે અંતરથી ન્યારો થઈ જાય છે. એ સંસાર આખાને નાટક લેખી, એ નાટકનો જોનારો બને છે. તેમ છતાય પોતાને ફાળે, જે રોલ- પાઠ ભજવવાનો આવ્યો હોય છે, તેમાં પોતે નાટકના પાત્ર તરીકે કાયાથી પાઠ ભજવે છે પણ પાઠમાં પોતાપણું માનતો નથી. આત્માને-ચિત્તને-અંતઃકરણને અળગું રાખે છે. અર્થાત્ કાયપાતી થાય છે પણ ચિત્તપાતી થતો નથી. રાજા મહારાજાઓના સંતાનને ઉછેરવા અને લાલન પાલન-પોષણ માટે પાપની અટકાયત તે પ્રથમ ઘર્મ. પ્રાપ્ત લક્ષ્મીનું પુણ્યમાં પ્રવર્તન એ પછીની કક્ષાનો ઘર્મ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી રખાતી ધાવમાતાના રાજસંતાનો પ્રત્યે જેવા ભાવ હોય છે તેવા કાયાદિકના સાખીધર સમકિતી આત્માના ભાવ હોય છે. “સમ્યગ્દષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ અંતરગત ન્યારો રહે જિમ ધાવ ખિલાવે બાળ.’’ 180 એ દેહને પણ પુદ્ગલ ગ્રહણ કરીને આત્મા દ્વારા બનાવાયેલો લેખતો હોવાથી અને પુદ્ગલ સડન, પડન, વિધ્વંસન સ્વભાવવાળું હોવાથી, એ દેહને પણ સડી જનારો, જીર્ણશીર્ણ થનારો એટલે કે રોગથી ઘેરાઈ જનારો અને જરાવસ્થા-વૃદ્ધાવસ્થાને પામી ખખડી જનારો માને તેથી દેહમાં આસક્ત ન થાય. દેહને સાધન માની, સાધનામાં જોડીને એ દેહમાં જ રહીને વિદેહી, અદેહી થવાની સાધના કરે. વિદેહી નહિ થાય ત્યાં સુધી દેહ હોય તેથી દેહત્યાગનો એટલે કે મરણનો પણ પ્રસંગ આવે ત્યારે દેહનો મોહ ન હોવાથી, એ મરણને પણ વિદેહી થવા માટેનો યોગ્ય, ઊંચો દેહ મેળવી આપનારું, કારણ ગણી મહોત્સવ બનાવે. જૂનું વસ્ત્ર તજી નવું સુંદર વસ્ત્ર ધારણ કરાવનાર મરણ છે, એમ સમજે; જેવું ગીતામાં જણાવ્યું છે. અંતરાલ આનંદ અંતિમ આનંદથી ક્ષુલ્લક છે. ‘।। વાંસાસિનીનિ યથા વિહાય, નવનિ ગૃહાતિ નરોડપરાળિઃ ।।'' જે.દેહ્ અને આત્માને ભિન્ન સમજે, તે જાણે છે કે દેહ ભિન્ન એવા ચિહ્નન - આનંદઘન સ્વરૂપ નક્કર શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને તેથી તે કાયાદિકનો સાખીધર સમકિતી આત્મા એને માટે જ પ્રવૃત્તિશીલ હોય. જેણે દ્રવ્યને એટલે કે શુદ્ધ દ્રવ્યને ઓળખ્યુ છે, તે દ્રવ્યાનુયોગનો જ્ઞાતા, એ દ્રવ્યની શુદ્ધિ માટે શુદ્ધિકરણનો એટલે કે ચરણકરણાનુયોગનો યજ્ઞ કર્યા વગર રહે નહિ. સોના ચાંદીનો ઈચ્છુક Page #232 -------------------------------------------------------------------------- ________________ 181 હૃદય નયન નિહાળે જગધણી અને શુદ્ધ સોનાચાંદીનો જાણકાર ચોકસી, ખાણમાંથી મળી આવતા રજતપાષાણ સ્કંધ અને સુવર્ણપાષાણ સ્કંધમાંથી એને અગ્નિમાં તપાવીને, જરૂર પડે રાસાયણિક પ્રક્રિયા કરીને, અશુદ્ધિને ઓગાળીને, સો ટચની શુદ્ધ ચાંદી કે ચોવીસ કેરેટનું શુદ્ધ સુવર્ણ-કુંદન એના શુદ્ધ ઘન નક્કર લગડી સ્વરૂપે મેળવી લે છે. એમ સમ્યગ્દષ્ટિ આત્મા દેહભિન્ન સ્વતંત્ર શુદ્ધ નક્કર ચિદ્ઘન-આનંદઘન સ્વરૂપ આત્માને આત્મવિકાસની જુદીજુદી ચૌદ ભૂમિકા પસાર કરીને પ્રાપ્ત કરે છે. જો કે સમકિતી આત્મા ચોથી ભૂમિકાએ હોઈ એણે ઉપરની બાકીની દશ ભૂમિકામાંથી પસાર થવાનું રહે છે. આમ આત્મા પોતે જ પોતાનો સંસાર રચે છે અને પોતાના વડે જ, પોતે જ પોતાનો મોક્ષ (સંસારના બંધનો અને દુઃખોથી છૂટકારો) કરે છે. આ રીતે જોતા આત્મા પોતે જ પોતાનો શત્રુ છે અને પોતે જ પોતાનો મિત્ર પણ છે; જે સભ્ય માર્ગદર્શન આપે છે. વળી પાછો પોતે જ પોતાનો ગુરુ છે જે પોતાના આત્માને મિથ્યાત્વના અંધકારમાંથી કેવલ્યના પ્રકાશમાં લાવે છે. એટલે જ કહ્યું છે... સામૈવ ાનો વરાનૈવ રિપુરાત્મનો.” શાબ્દિક કે બૌદ્ધિક અને આગળ વધીને દેહભિન્ન શુદ્ધાત્માની હાર્દિક સમજ આવ્યા છતા, ભેદાભ્યાસથી ગ્રંથિભેદ કરી જ્યાં સુધી દેહભિન્ન શુદ્ધાત્માની સ્વતંત્ર-અનુભૂતિ નહિ કરે, ત્યાં સુધી દેહથી છૂટા પડાતું નથી અને આત્માની સાથે સાંધો જોડાતો નથી. | ‘જ્ઞાનાર્ણવ' નામના ગ્રંથમાં શ્રીમદ્ શુભચંદ્ર મુનિની વાતને ટાંકતા શ્રી આનંદઘન-ચોવીશીના ગ્રંથકાર શ્રીયુત મો.ગિ. કાપડિયા જણાવે છે “આત્માએ જ્ઞાન દ્વારા આત્મામાં રહેવાનું છે અને પોતે શરીરથી ટ્રેનની મુસાફરીમાં જેવો સહપ્રવાસી સાથેનો સંબંધ હોય છે એવો સ્વજનો સાથેનો સંબંધ હોવો જોઈએ. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી જુદો છે એવો સતત વિચાર કરવાનો છે; એનાથી આ આત્મા સ્વપ્નમાં પણ શરીરની સોબતને નહિ કરે, એટલે પોતે શરીરમાં છે એવી બુદ્ધિ સ્વપ્નમાં પણ નહિ થાય. આવો નિશ્ચય થતા વ્રત અને અવ્રત, શુભ અથવા અશુભ જે બંધનું કારણ થાય છે અને શુભ અથવા અશુભ કર્મના અભાવથી મોક્ષપ્રાપ્તિ થાય છે; એટલા કારણથી મોક્ષની ઇચ્છા કરનાર મુનિ ઉપરની અવસ્થામાં વ્રત અથવા અવ્રત બન્નેના વિકલ્પનો ત્યાગ કરે છે. અને તે પોતે કર્યું છે અથવા પોતે નથી કર્યું તેનું અભિમાન કરતો નથી. વ્રત અને અવ્રતને ત્યાગવાનું કહ્યું છે તે ઉપરની ભૂમિકાની અપેક્ષાએ છે. એ ત્યાગની પહેલા એ અસંયમને છોડીને સંયમમાં રક્ત થઇ જાય છે. પછી સમ્યક્ પ્રકારે આત્મામાં અવસ્થિતિને પ્રાપ્ત કરીને એ સંયમથી પણ વિરક્ત થઇ જાય. આ રીતે એ સંયમના અભિમાનને પણ ન રાખે અને જાતિ અને લિંગ બન્ને દેહને આશ્રિત છે, અને આ દેહસ્વરૂપ સંસાર છે; મુનિ એટલા માટે લિંગ અને જાતિનો ત્યાગ કરે કે એ બન્ને સંબંધમાં પણ કોઈ પ્રકારનું અભિમાન ધારણ ન રે.’’ 182 મુમુક્ષુ સાધકે આટલી હદ સુધીના પરાકાષ્ટાના ‘કાયાદિકના સાખીધર’’ એટલે સાક્ષી થવાનું છે. સાક્ષી એને જ કહેવાય કે જે વાદી કે પ્રતિવાદી; ફરિયાદી કે આરોપી કોઈની બાજુમાં ન હોય. એ જુદો-અળગો-નોખો નિરાળો હોય. તેથી જ જેવુ બન્યું છે અને પોતે જેવુ જોયું છે તેવુ જ કહે. એ જોનારો ને જાણનારો જ હોય. કહેવાનો અવસર આવે અને કહેવું લાભદાયી-હિતકારી હોય ત્યારે ભવિતવ્યતાનુસારે કહેવાજોગ જ કહે. સ્નાત્રપૂજામાં પંડિતશ્રી વીરવિજયજી પણ ગાય છે... “સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુલે...'' જેનું સ્વરૂપ સડન પડન વિધ્વંસન છે તે પુદ્ગલ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ 183 - હૃદય નયન નિહાળે જગધણી સંયમનો રાગ રહ્યો, તો તીર્થકર ભગવાનના આત્માએ વચમાં દેવનો એક ભવ કરવો પડ્યો અને તેટલું મોક્ષને છેટું પડ્યું. સંયમનો પણ રાગ જાય ત્યારે વીતરાગ થવાય છે અને નિર્વિકલ્પ બની સર્વદર્શી સર્વજ્ઞ થવાય છે. ચેતન એવો આત્મા એના સ્વભાવથી જોનારો અને જાણનારો છે અને સિદ્ધાવસ્થામાં અશરીરી, સ્થિર અને અયિ છે. જ્યારે પુદ્ગલ એ જડ છે. એનામાં જોવા જાણવાની શક્તિ નથી તેથી તે આંધળું છે. પરંતુ એ રૂપ-રૂપાંતરને પામનારું પરિવર્તનશીલ છે અને ક્ષેત્ર-ક્ષેત્રમંતર કરનારું અસ્થિર હોવાથી ગતિશીલ-પરિભ્રમણશીલ છે. ચેતન એવો આત્મા જ્ઞાનમય હોવાથી દેખતો છે પણ આત્માને પગ ન હોવાથી તે પાંગળો છે. જ્યારે પુદ્ગલ-પિંડનો બનેલ દેહ જડ હોવાથી આંધળો છે પણ પગ હોવાથી તે ચાલી શકે છે. વર્તમાનને શરીરધારી આત્મા એટલે આંધળા અને પાંગળાની જુગલબંધી. પાંગળો આંધળાના ખભે ચઢી બેઠો છે. આ ભેદ જે જાણતો નથી, એવો બહિરાત્મા પાંગળા એવા આત્માથી મળેલી આંખો વડે ચાલી રહેલ દેહરૂપી-નામધારી આંધળાને દેખતો જાણીને એનો જ દોરવાયો દોરવાય છે અને એ આંધળું પુદ્ગલ (કાયાદિક) જ્યાં લઈ જાય છે ત્યાં જાય છે. દેહ અને ઈન્દ્રિયોનો ચલાવ્યો તે ચાલે છે તેથી ભમતો, ભટકતો, અથડાતો, કૂટાતો, પીલાતો, પીસાતો રહે છે. હવે જે અંતરાત્મા છે, તે જાણી લે છે કે જ્ઞાનસ્વરૂપે આંખ તો પાંગળા એવા આત્માની છે; નહિ કે પુદ્ગલની-કાયાદિકની. તેથી હવે તે આત્માની આંખે-આત્મચક્ષુથી દેહ-ઇન્દ્રિય-મન આદિ પુદ્ગલને ચાલવાની ફરજ પાડે છે. પહેલા લગામ નહિ હોવાથી કાયરૂપી તથા મનરૂપી ઘોડો, સવાર થયેલ બહિરાત્માને બેલગામ બેફામ ભમાવતોભટકાવતો હતો. હવે અંતર્મુખી સમ્યગ્દષ્ટિ અંતરાત્માને લગામ હાથમાં આવતા તનમનના ઘોડાનું નિયંત્રણ કરી પોતાની રીતિએ પોતાને જ્યાં જેના સ્વરૂપમાં વર્ધમાનતા હોય, જેના ભોગવટામાં નિશ્ચિતતા, નિર્લેપતા હોય અને જે પૂર્ણતામાં લય પામતું હોય એ સાચું સમ્યમ્ સુખ છે કે જે વિરતિઘરોને હોય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી 184 જવુ છે, તે નિશ્ચિત દિશામાં એની ગતિને વાળે છે. આવા જે અંતરાત્મા છે તે અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા, સર્વવિરતિધર સાધુ-સાધ્વી જે સંત, મુનિ, અણગાર, જીતેન્દ્રિય, નિગ્રંથ, આદિ તરીકે ઓળખાય છે. આત્માના પરમાત્મસ્વરૂપનું જ્ઞાન એને ભાન થયુ હોવાથી સ્વરૂપસભાન હોય છે. સ્વરૂપદશાને પામવા માટે પ્રવૃત્તિશીલ હોય છે. એ શરીરને બંધનરૂપ અને દુઃખરૂપ માનતા હોય છે. તેથી હરપળ એ બંધનથી મુક્ત થવા ઈચ્છતા હોય છે કે જેવુ બંદીખાને બંદી બનેલા શેઠ ઇચ્છે. જૂના જમાનાની આ વાત છે. વાત નાનકડી છે પણ બોધદાયી છે. નગરશેઠના દીકરાનું ખૂન થઈ ગયું. શેઠે રાજાને ફરિયાદ કરી. ખૂનીને પકડવામાં આવ્યો. સાંકળથી બાંધીને કેદખાને પૂરવામાં આવ્યો. હવે જોગાનુજોગ એવુ બન્યું કે શેઠ ખુદ રાજાના વાંકમાં આવ્યા અને ગુન્હાસર જેલમાં જવું પડ્યું અને પેલાં દીકરાના ખૂનીની સાથે જ, એ જે સાંકળે બંધાયેલ હતો એ સાંકળથી જ બંધાવું પડ્યું. શેઠને ઘરેથી ઘરનું બનાવેલું ભોજન આવે છે. પેલો દીકરાનો ખૂની પણ શેઠને કહે છે કે મને આપના ભોજનમાંથી ખાવા આપો ! શેઠ ના પાડે છે. અને જ્યારે હાજત જવાનો પ્રસંગ આવે છે ત્યારે ખૂની સહકાર આપતો નથી. પછી શેઠને પરાણે-કચવાતા મને દીકરાના ખૂનીને ભેગો બેસાડી ભોજન કરાવવુ પડે છે. શેઠાણીને ગમતુ નથી અને પોતાનો કચવાટ શેઠને જણાવે છે. શેઠ શેઠાણીને લાચારી જણાવે છે. શરીર એ શેઠ જેવા આત્માના દીકરારૂપી ગુણોનો ખૂની છે. એ ખૂની સાથે જ બંધાયેલ આત્માએ મન વગરનો માત્ર વ્યવહારથી તનસંબંધ રાખી તનથી છૂટી જવાનું છે. શરીરને સાધન બનાવી કામ કાઢી લઈ શ્રદ્ધા વગરની બુદ્ધિ વેશ્યા છે અને બુદ્ધિ વગરની શ્રદ્ધા વંધ્યા છે. બુદ્ધિ એ યમાર કન્યા છે, શ્રદ્ધા એ રાજરાણી છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ 185 : હૃદય નયન નિહાળે જગધણી શરીરથી છૂટા પડીને અશરીરી બની જવાનું છે. જ્ઞાનાનંદે હો પુરણ પાવનો, વરજિત સકલ ઉપાધિ; સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ, ઈમ પરમાતમ સાધ. સુજ્ઞાની ૪ પાઠાંતરે પાવનોની જગાએ પાવતો અને સાધની જગાએ સાધઈ. શબ્દાર્થ જ્ઞાનના આનંદથી પૂરેપૂરો ભરપૂર, પરમ-પવિત્ર (શુદ્ધ), કર્માદિક સર્વ ઉપાધિઓ-વિડંબણાઓથી રહિત, ઈન્દ્રિયાતીત એટલે કે દિવ્ય-ગુણોના સમુહ (ગણ) રૂપ મણિ એટલે રત્નોના આગર-આકરસાગર-ખાણ સમાન એવી જે સાધ્ય પરમાત્મ અવસ્થા છે તેની હે સુજ્ઞ! તું સાધના કર ! લક્ષ્યાર્થ-વિવેચનઃ બહિરાત્મા, અંતરાત્માની વાત કર્યા પછી હવે કવિરાજ યોગીવર્ય સ્તવનની આ ગાથામાં આત્માનું પૂર્ણ, પરમપાવન, શુદ્ધ, પરમાત્મસ્વરૂપ જે સાધકનું લક્ષ્ય છે, તે કેવું હોય તેની વાત કરે છે. જ્ઞાન અને આનંદથી પૂર્ણ બનેલ આત્માને જિનાગમમાં પરમાત્મા કહ્યો છે. ઘાતિકર્મોનો સંપૂર્ણ ક્ષય થયો હોવાથી એક-એક પ્રદેશે અનંતઅનંત આનંદરસવેદન કેવળી અને સિદ્ધભગવંતોને હોય છે. નિર્વિકલ્પતા, સર્વજ્ઞતા અને વીતરાગતા એ ત્રણેયનું એકત્વ રૂપ સહજાનંદીપણું તેઓને વર્તે છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ, અનંતવીર્ય, અનામી, અરૂપી, અમૂર્ત, અવ્યાબાધતા, અગુરુલઘુતા, અમ્રુતતા, અવ્યયતા, અક્ષયતા, અજરામરતા, અવિનાશીતા, ઈત્યાદિ વિધેયાત્મક અને નિષેધાત્મક અતીન્દ્રિય અનંતગુણોના તેઓ આગરુ-આકર એટલે ખાણ સમાન છે. ગતિમાં ગમન અને મરણ છે જ્યારે સ્થિતિમાં શમન અને રમણ છે. (અને ઠરણ-અકરણ છે.) Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી 186 આત્માનું આવુ પરમાત્મસ્વરૂપ કર્મ-સંયોગે દબાઈ ગયું છે. તેને પ્રગટ કરવા સાધના કરવાની છે. મન, બુદ્ધિ અને ચિત્તમાંથી જેમ-જેમ વિકારીભાવો નીકળતા જાય છે, તેમ તેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે. ઉપયોગ એકાંતને પામવા સ્થળ-એકાંત સ્વીકારવાનું છે. મન, બુદ્ધિ, ચિત્તને સામાયિકની સાધનામાં લગાડી સમત્વભાવની નિરંતર તાલીમ લેવાની છે. - સમભાવ ભાવિતતા એ જ સામાયિક છે. તેનાથી શરીરના પ્રત્યેક કોષ શુદ્ધ થાય છે, આત્માના અનંતગુણોમાંથી પ્રત્યેક ગુણની વૃદ્ધિ થાય છે, ઈન્દ્રિયો સંબંધી વિકારો શાંત પડે છે. મન, બુદ્ધિ, ચિત્તનું વલણ પુદ્ગલ તરફી મટીને આત્મ તરફી થાય છે. ચિત્ત સામાયિક સાધના ભણી આકર્ષાય છે. તેથી અંતઃકરણ પ્રતિસમય નિર્મળ, નિર્મળતર થતું જાય છે ધર્મધ્યાનમાં સહજ રહેવાય છે. કાયરતાને હટાવી શૌર્યશક્તિને જાગૃત કરવા દ્વારા જ્ઞાન-ધ્યાનની સાધનાથી વિશુદ્ધિ વધતા જીવને ખ્યાલ આવે છે કે “જ્ઞાનાનંદે હો પુરણપાવનો...” હું જ્ઞાનાનંદથી પૂર્ણ અને પવિત્ર છું. મારું સુખ મારી પાસે જ છે. શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, વાણી, મન, બુદ્ધિ, ચિત્ત, વગેરે જે વર્તમાનમાં દેખાય છે અને અનુભવાય છે, તે બધુ જ મારા આત્માને માટે ઉપાધિ-સ્વરૂપ છે. કર્મના ઉદયથી સંસારની ઉપાધિમાં મારે રહેવું પડ્યું છે, એ વાત સાચી પણ તેમાં રમનારો હું નથી. “અતીન્દ્રિય ગુણગણમણિ આગરૂ...” હું ઈન્દ્રિયોના વિકારોથી રહિત છું, અતીન્દ્રિય જ્ઞાન, દર્શનાદિ, અનંતગુણોની ખાણમય છું. અવિનાશી મારું સ્વરૂપ છે. જન્મ-મરણાદિ ક્રિયાનો કર્તા કે ભોક્તા તે હું નથી. જન્મ-મરણાદિ તો વિનાશી પર્યાયો છે. પર્યાયનો કર્તા પર્યાય વેદન - અનુભવન પર્યાયમાં છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ 187 - હૃદય નયન નિહાળે જગધણી પોતે છે. દરેક પર્યાય પોતાના પક્કરકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. હું તો ત્રિકાળી ધ્રુવ પરમપરિણામિક-ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા છું. મારી ઉત્પત્તિ કે નાશ છે જ નહિ. આત્માના અનંતગુણોમાંથી પ્રતિસમયે નિરાકુળ આનંદની સરવાણીઓ ફૂટ્યા જ કરે છે. આત્માએ પાત્ર બનીને પ્રતિસમયે તેને ઝીલવાની છે. જેમ મણિરત્નો અંધારામાં ઝળક્યા કરે છે અને ઝગારા માર્યા કરે છે, તેમ મારામાં રહેલ સર્વ ગુણો ચૈતન્યમય હોવાના કારણે અનંત-અનંત પ્રકાશમય છે. તેનો હું રાજા છું-માલિક છુંસ્વામી છું. ચંદનમાં જે સુવાસ અને શીતળતા પ્રદાન કરવાનો ગુણ છે, તેનાથી અધિક ગુણની સુવાસ અને શીતળતા પ્રદાન કરવાનો ગુણ આત્મામાં છે, મારામાં છે. આમ આત્માને પોતાના પરમાત્મસ્વરૂપનો મહિમા જેમ-જેમ સમજાતો જાય છે, તેમ તેમ આત્મા બહિરાત્મદશામાંથી બહાર નીકળી અંતરાત્મદશાને પામતો જાય છે. જે અંતઃકરણમાં સ્વરૂપનો મહિમા નિરંતર વર્તે છે તે અંતઃકરણ ધનાઢ્ય છે અને તે જ અંતઃકરણ સાચા અર્થમાં ધર્માલ્ય છે. મન, બુદ્ધિ, ચિત્તને જેમ ઉચિતમાં પ્રવર્તાવવાના છે, તેમ અંતઃકરણમાં પરમાત્મસ્વરૂપને વારંવાર અહોભાવે યાદ કરવાનું છે. કારણ કે અંતઃકરણ જ પરમાત્મા બનનાર છે. મતિજ્ઞાન જ અવિકારી થઈ કેવળજ્ઞાનરૂપે પરિણમનાર છે. પોતાની પરમાત્મદશા જેટલી અહોભાવે યાદ આવ્યા કરે તેટલો સાધકનો આધ્યાત્મિક પુણ્યોદય છે. એમ પરમાતમ સાધ..” આવી રીતે અંતઃકરણ સ્વરૂપ મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ કરવા દ્વારા બહિરાત્માને અંતરાત્મા બનાવવાનો છે અને પછી અંતરાત્મદશાને પામેલા તે આત્મામાં નિરંતર પરમાત્મ સ્વરૂપ જેવું છે તેને ધ્યાવવાનું છે. જેને પોતાના મતિજ્ઞાનના ઉપયોગમાં ગુણનું પ્રવર્તન સતત-સરળ-સહજ થવું તેજ કેવળજ્ઞાનનું પ્રગટીકરણ. Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી A 188 જ્ઞાયક અર્થાત્ કારણ પરમાત્માનું ધ્યાન ધરતા આવડી ગયું તેને સંસાર પોતાની મુઠ્ઠીમાં એટલે કે પકડમાં આવી ગયો હોય છે. સંસાર જે સાગર કહેવાય છે તે એવા સ્વરૂપધ્યાતાને માટે ખાબોચિયા જેવો બની જાય છે. चिद्रूपानन्दमयो, निशेषोपाधिवर्जितशुद्ध । अत्यक्षोऽनन्तगुणः परमात्मार्कितितस्तज्ज्ञै।। બહિરાત્મા જ બહિર્મુખતા છોડી અંતરમુખી બની અંતરાત્મા બને છે, જે શુક્લધ્યાનરૂપી અગ્નિમાં કર્મોને બાળી નાખીને નિરંજન બને છે. કર્મના યોગને લીધે જ આત્મા સંસારી કહેવાય છે બાકી સ્વભાવદશામાં રહેલો આ આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે. જે વાત યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજી જણાવે છે. । अयमात्मैव चिद्रूप, शरीरी कर्मयोगतः । .. ध्यानाग्निदग्धकर्मास्तु सिद्धात्मा स्यान्निरञ्जनः ।। - બહિરાત્માને દેહ છે, દેહનો મોહ છે અને દેહમોહને રમવાના રમકડારૂપ પરિંગ્રહ છે. તે રાગી છે, એને પરોક્ષ દર્શન છે-ચક્ષુદર્શન છેઅચક્ષુદર્શન છે. અંતરાત્માને દેહ છે પણ દેહનો મોહ નથી અને તેથી અલ્પ પરિગ્રહી કે નિષ્પરિગ્રહી છે. વૈરાગી છે. તેથી તેને સમ્યગ્દર્શન છે. - પરમાત્માને માત્ર દેહ છે કે જે દેહના પણ તે દૃષ્ટા છે. દેહભાવ પણ નથી અને દેહ-મોહ પણ નથી. પરમાત્મસ્વરૂપની પવિત્રતા-શુદ્ધતાનિર્મળતાએ દેહ-પુલને પણ શુભ અને વંદ્ય બનાવ્યા. તેઓ વીતરાગી છે. એમને પ્રત્યક્ષ એવું દિવ્યદર્શન-કેવળદર્શન છે. ગુણહીન કે હીનગુણીની સંગત નહિ કરતાં ગુણાવિક કે સમગુણીની સંગતમાં રહેવું. Page #240 -------------------------------------------------------------------------- ________________ 189 દ હૃદય નયન નિહાળે જગધણી * ભાવ અનુલક્ષી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું વિભાગીકરણ કરતો ચાર્ટ-કોઠો અહીં આપેલ છે, જે વિષયને ટુંકામાં ખૂબ સરસ રીતે સુસ્પષ્ટ કરે છે. ભાવ પુદ્ગલ સાપેક્ષ કર્યજનિત T. અશુદ્ધભાવ. પુદ્ગલ નિરપેક્ષ કર્મરહિત શુદ્ધભાવ સ્વભાવ-આત્મભાવ જિન કેવલિ તથા તીર્થકર કેવલિભગવંત પરમાત્મા શુભભાવ-સાત્ત્વિકભાવ. અશુભભાવ રાજસભાવ તામસભાવ લોકોત્તર સાત્વિકભાવ લૌકિક સાત્વિકભાવ અંતરાત્મા બહિરાત્મા સાધુજન [ સેવકરામ-સજ્જન ] જન અહિંસા, સત્ય, અચૌર્ય, બીજાને દુઃખી નહીં કરે પણ પારકાના ભોગે એટલે કે શિલપાલના-અપરિગ્રહ પોતાને મળેલું પોતે ભોગવવા બીજાને દુઃખી કરીને પણ દયા, દાન, સેવા, ક્ષમા, ચાહે અને ભોગવિલાસમાં યેનકેન સર્વ પ્રકારે સુખી પરોપકારાદિ ગુણયુક્ત આનંદ માને. સ્વકેન્દ્રિત જીવન. થવાના સ્વાર્થભાવ. ચારિત્રશીલ પરોપકારી જીવન. અવિનાશી બનવાનો મોક્ષપ્રાપ્તિના લક્ષ્ય સઘળા ભાવ-ગુણ હોય. ૧) પોતે દુઃખી થઈને બીજાનું ભલું કરે તેવો-સ્વયં દુઃખી થઈને પણ અન્યને સુખી કરવામાં આનંદ માને તેવો સાધુભાવ. ૨) શરીરથી સંયમી અને તપસ્વી એવો અવિનાશીનો ભક્ત. ૩) મનને જ્ઞાન, ધ્યાન, જપ, તપમાં મસ્ત રાખી મનની મસ્તીમાં રમનારો (આતમમસ્ત આતમરામે જ્ઞાન તો વસ્તૃસ્વરૂપનો નિર્ણય કરી આપે. ” પછી તો શ્રદ્ધા થવી જોઈએ કે વસ્તુસ્વરૂપ આ જ છે. બીજું નથી. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી , 190 આ રીતે આત્માને પરમાત્મા બનવાનો માર્ગ જ્ઞાનીઓએ પ્રકાશ્યો છે. તેને હે ભવ્યો ! તમે સામાયિક સાધના દ્વારા નિરંતર તમારામાં સાધો ! સાચા સાધકને વિષમભાવ એક ક્ષણ પણ પાલવતો નથી. સમતા એ તો આત્માનું નિરુપાધિક ધન છે. એને જે નિરંતર પ્રાણથી પણ અધિક સાચવે છે, તે જ ખરા અર્થમાં આત્મા કહેવડાવવાને લાયક છે. બહિરામ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ, સુન્નાની, પરમાતમનું હો આતમ ભાવવું આતમ અરપણ દાવ, સુજ્ઞાની. સુમતિ(પ પાઠાંતરે આતમને સ્થાને આતમા છે. શબ્દાર્થ ? આત્માના જે ત્રણ પ્રકાર જણાવ્યા તેમાંના બહિરાત્મભાવને તજી-ત્યાગી દઈને, બીજા પ્રકાર અંતરાત્મભાવમાં સ્થિર (થિર) થઈને, પોતાના આત્માની પરમાત્મ અવસ્થાને ભાવવી, તે આત્મ અર્પણતાનો-આત્મસાધનાનો સાચો દાવ એટલે કે સાચી યુક્તિ યા સાચી રીત છે. ' લક્ષ્યાર્થ-વિવેચનઃ સ્તવનની પહેલી ગાથામાં તથા પ્રથમ સ્તવનની છેલ્લી ગાથામાં જે આતમ અરપણની વાત છેડી હતી, તે આત્મ સમર્પણ કેવું હોય તેની વિચારણા આ ગાથામાં છે. પહેલાં તો શરીરધારી આત્માના ત્રણેય પ્રકારને સારી રીતે સમજી લેવા જોઈએ. પછી બહિરાત્મ અવસ્થા જે મિથ્યાભાવવાળી મિથ્યાષ્ટિથી દૂષિત છે; તેને સમ્યગ્દષ્ટિમાં પરિણમાવવી જોઈશે. અઢારમું જે મિથ્યાત્વનું પાપ છે તે અઢારમો હાથી છે. એ અવિનાશી એવા પોતાના આત્મઘરમાંથી બહાર નીકળીને જડ, પર, વિનાશી, એવા પુદ્ગલના બનેલા દેહાદિને પોતાના માની પરઘેર જઈ વસ્યો છે. પરઘરેથી એ સ્વઘર-આત્મઘરે સત્તાએ ‘‘હું પરમાત્મ સ્વરૂપ જ છું?’’ એવી દઢ શ્રદ્ધા થશે તો જ એ શ્રદ્ધાના બળે અંતર્ગત પ્રરછન્નપણે રહેલ પરમાત્મસ્વરૂપનો પર્યાયમાં પ્રગટીકરણનો પુરુષાર્થ કરી શકાશે. Page #242 -------------------------------------------------------------------------- ________________ 191 - હૃદય નયન નિહાળે જગધણી પાછો ફરશે તો બાકીના જે પહેલે પ્રાણાતિપાતથી લઈ સત્તરમે માયામૃષાવાદ સુધીના સત્તરે પાપનો નિકાલ થશે. રાજાએ કહ્યા મુજબ મોટા પાટવી કુંવરને અડધા હાથી, વચલા કુંવરને ત્રીજા ભાગના અને સૌથી નાના યુવરાજને નવમા ભાગના હાથી આપવાના છે. પરંતુ રાજની હાથશાળામાં સત્તર હાથી છે. એ સત્તર હાથીની; અડધા, ત્રીજા ને નવમા ભાગે વહેંચણી શક્ય નથી. હાથીશાળામાં જે દેખાય છે તે સત્તર હાથી એ દેખાતા-જણાતા સત્તર પાપો છે, જે સર્વ ધર્મના સર્વ લોકોને માન્ય પાપ છે. પરંતુ જે નથી દેખાતું એ અઢારમું મિથ્યાત્વનું પાપ એ ખોટી વિપરીત માન્યતાનું પાપ છે. એ મતિ ભ્રમ-દષ્ટિભ્રમ-દિશામોનું મહાપાપ છે. એ પાપને ઘણા બધા પાપ તરીકે ઓળખતા જ નથી. દૃષ્ટાંતકથામાં અઢારમો હાથી જે. દિવાનને રાજકાર્ય માટે વાપરવા આપ્યો છે, તે રાજની હાથીશાળામાં પાછો આવે તો ૧૭+૧=૧૮ હાથી થતાં, અઢારના અડધા નવ હાથી જે મોટા દીકરા જેવાં મોટા પાપ છે એ પ્રાણાતિપાતથી લઈ નવમે લોભ સુધીના પાંચ અવ્રત અને ચાર કષાય મળી નવ પાપનો નિકાલ થાય. આ નવે પાપો પ્રાયઃ કાયિક પાપો છે. ક્રોધ, માન, માયા અને લોભ કાયચેષ્ટાથી વ્યક્ત થતા હોય છે. પછીના વચલા દીકરાને ત્રીજા ભાગના એટલે કે છ હાથી આપવાના છે. એટલે કે બારમે કલહથી લઈ સત્તરમે મૃષાવાદ સુધીના પાપો પ્રાયઃ વાચિક છે તેનો નિકાલ કરવાનો છે. રતિ-હર્ષ-ગમો અને અરતિઅણગમો પણ વાણીથી વ્યક્ત થતા હોય છે. આ નવ અને છ હાથી રૂપ પંદર પાપોનો નિકાલ થઈ જતાં ત્રીજા દીકરાને બે હાથી આપવાના છે, તે તો સહજ જ અપાઈ જાય છે એટલે કે જીવનમાંથી પંદર પાપો નીકળી જતાં શેષ રહેતાં બે માનસિક પાપો રાગ અને દ્વેષ આપોઆપ નીકળી જાય છે. અઢારમો હાથી રાજનો જ એટલે કે આત્માનો જ હતો માત્ર જાણકારી એ કાંઈ અધ્યાત્મ નથી. અધ્યાત્મનો વિષય તો અનુભૂતિ છે અને તે અંતિમ પ્રમાણ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી 192 કે જેની ઓળખ નહોતી. પોતાને પોતાની ઓળખ થતા અર્થાત્ આત્માને આત્માની ઓળખ થતા અનાત્મભાવ જ આત્મભાવમાં પરિણમી ગયો. મિથ્યાત્વ સમ્યક્ત્વમાં બદલાઈ ગયું. પરઘેર ગયેલો હાથી સ્વઘેર આવી ગયો. મિથ્યાદર્શન જ સમ્યગ્દર્શન બની ગયું કારણ કે માન્યતા બદલાઈ ગઈ. વિપરીતતા-વિપર્યાસથી મુક્તિ મળી ગઈ. કર્મસાહિત્ય અનુસારે પણ સમ્યક્ત્વનો બંધ નથી હોતો પણ ઉદય હોય છે. એટલે કે મિથ્યાત્વ જ સમ્યક્ત્વરૂપે પરિણમે છે; જેથી મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં પરિણમે છે. કારણ કે પહેલા જે સંબંધ પર, જડ, વિનાશી, પુદ્ગલ સાથે હતો; તેનો વિચ્છેદ થઈ હવે સ્વ, ચૈતન્યસ્વરૂપ, અવિનાશી એવા પરમાત્મા સાથે થયો કે જે પુષ્ટઆલંબન છે. ‘“મન્નહ જિણાણમાણં, મિચ્છ પરિહરણ ધરણ સમ્મત્તું;” આ જે મિથ્યાત્વને સમ્યક્ત્વમાં પરિણમાવવાની જે પ્રક્રિયા છે, તે જ ત્યાજ્ય એવા બહિરાત્મપણાને ત્યજી અંતરાત્મસ્વરૂપમાં સ્થિર થવાની પ્રક્રિયા છે. જેને કવિરાજે ગાથાની પહેલી પંક્તિમાં ગૂંથી છે. વિજાતીય પ્રવાહમાંથી સંજાતીય પ્રવાહમાં આવવાથી પ્રણ સ્વઘર તરફનું થાય છે. દેહાધ્યાસ તોડીએ, દેહભાવ છોડીએ, મોહભાવ મારીએ તો ધર્મભાવ જાગે, આત્મભાવ સ્પર્શે અને અંતરાત્મામાં સ્થિર થવાય. ખોવાયેલું ઘરમાં હતુ પણ ઘરમાં અજ્ઞાનનો અંધકાર હતો તેથી બહાર અજવાળામાં શોધતા હતા પરંતુ જ્ઞાનનું અજવાળું ભીતરમાં લઈ જઈ ઘરમાં નહોતા શોધતા એટલે મળતુ નહોતુ. Look-out ને બદલે Look-in થવાનું છે. બહારની આળપંપાળ છોડી આત્માની સંભાળ અધિષ્ઠિત આત્માનું પર્યાયમાં પ્રતિષ્ઠિત થવું તે અધ્યાત્મ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ 193 હૃદય નયન નિહાળે જગધણી લેવાની છે અને સંભાળ રાખવાની છે કે જેથી Look-up માં ચળકાટ આવે એટલે કે આત્મતેજ વધે બ્રહ્મતેજ ઝગારા મારે. આ માટે જ અલગારી આનંદઘનજી કહે છે કે બહિરાત્મભાવ તજો, અંતરાત્મભાવમાં આવો, અંતરાત્મભાવમાં રહો - સ્થિર થાઓ ! - આત્મભાવમાં સ્થિર થયેલ અંતરાત્માએ પોતાના જ આત્મામાં સત્તાગત પ્રચ્છન્નપણે રહેલ પરમાત્મસ્વરૂપને ભાવવાનું છે અને બહારમાં સ્થાપના-નિક્ષેપે રહેલા એવા પ્રગટ-પરમાત્માને ભજવાના છે. સાધના અંતરમાં કરવાની છે અને ઉપાસના, ભજના બહારમાં પ્રગટ-પરમાત્માનું આલંબન લઈને કરવાની છે. દ્રવ્યાર્થિક નથી અને નિશ્ચય નથી પ્રત્યેક આત્મા સ્વયં જ પરમાત્મા છે. પરમાત્માએ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે. એ નિરાવરણ અર્થાત્ અનાવૃત્ત છે. જ્યારે ભવ્યાત્માનું પરમાત્મસ્વરૂપ આવરાયેલું છે. ભવ્યાત્મા પણ યોગ્ય પુરુષાર્થના બળે પોતાના સાવરણ પરમાત્મસ્વરૂપને નિરાવરણ કરીને પ્રગટ કરી શકે છે. દિપકમાં અગ્નિ પ્રગટેલો છે અને અરણીના કાષ્ટમાં તે અપ્રગટ છે. કેવળજ્ઞાનને પામેલા કેવળી ભગવંતોની, અરિહંતપદને પામેલા તીર્થકર ભગવંતોની અને સિદ્ધ થયેલા સિદ્ધાત્માઓની પરમાત્મદશા પ્રગટ છે. સંસારી ભવ્યાત્માઓએ એ પરમાત્મદેશા પ્રગટ કરવાની છે. ચોખાના દાણા ઉપર ફોતરાનું આવરણ હોય ત્યાં સુધી તે ડાંગર કહેવાય છે કે જે ડાંગરમાંથી ડાંગરનો ફાળ મેળવી શકાય છે. ડાંગરને છડી નાખી ફોતરાના આવરણને દૂર કરી દેવાથી તે અક્ષત બની જાય છે. એ અક્ષતથી નવો ફાલ મેળવી શકાતો નથી. કર્મોથી આવૃત છે ત્યા સુધી આત્મા સંસારી છે. કર્મોના આવરણ હઠી જતા તે પ્રગટ-પરમાત્મા છે. જેનો તિરોભાવ છે તેનો આવિર્ભાવ – આવિષ્કાર કરવાનો છે. દર્શનમોહનીયના ક્ષયોપશમથી નમ્રતા, સરળતા પ્રગટે છે. યારિત્રમોહનીયના ક્ષયોપશમથી સંકલ્પબળ પ્રગટે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી , 194 અંતરાત્મદશામાં સ્થિર થઈને અસ્થિર, વિનાશી ઉપયોગને; ક્ષપકશ્રેણિ માંડી શુક્લધ્યાનના પ્રથમ બે પાયાના ધ્યાનથી સ્થિર કરીને, અવિનાશી બનાવી સ્વયં પરમાત્મા બનવુ; એ જ આતમ અરપણ કે આતમરૂપણનો દાવ એટલે કે યુક્તિ છે. આ જ આત્મસમર્પણતાનો દાવ ખેલીને પરમાત્મા થઈ જિનેન્દ્ર બનવાનું છે. દેહમાં રહીને દેહાતીત એટલે કે વિદેહી, ગડગડિયા નાળિયેર જેવા બની જવાનું છે. વિષમતામાંથી સમતામાં આવી સમરૂપતા-વીતરાગતાને પામવાની છે. આ દાવ છેઉપાય છે. તાત્કાલિક ફળ કદાચ ન પણ મળે. પરંતુ આત્મસમર્પણતા હશે તો વહેલું મોડું પણ પરમાત્મસ્વરૂપ પ્રગટ થઈને જ રહેશે માટે આ ઉપાય સેવવા જેવો છે. આત્મરમમાણતા જ આત્મઅર્પણતા છે કે જે નિશ્ચયથી પરમાત્મ-સ્વરૂપે પ્રગટ કરી આપે તેમ છે. માટે જ અવધૂતયોગી કહે છે... બહિરાતમતા તજો! અંતરાતમમાં રહો-રમો ! પરમાતમસ્વરૂપને ભાવોભજો ! તો પરમાત્મા બનો! સમજીને શમી જઈએ એટલે કે સમાઈ જઈએ તો સમ બની સ્વરૂપને પામીએ ! આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપતિ સંપજે, “આનંદઘન” રસપોષ, સુજ્ઞાની.૬ શબ્દાર્થ : આત્મઅર્પણતારૂપ તત્ત્વ વિચારતા ભરમ એટલે કે ભ્રમણા-મિથ્યાત્વ ટળે છે. મતિ એટલે કે બુદ્ધિના દોષ પણ ટળી જતા બુદ્ધિ નિઃશંક થતા મતિ નિર્મળ થઈ સભ્ય બને છે અર્થાત્ સદ્ગદ્ધિપ્રજ્ઞા આવે છે. પરિણામે પરમપદારથ સંપત્તિ એટલે કે પરમાત્મસ્વરૂપ આત્મધન-આત્મસંપત્તિ સંપજે એટલે કે સાંપડે છે કે જેનાથી આનંદના સમુહરૂપ નક્કર આનંદઘન-સુખકંદ રસની તુષ્ટિ-પુષ્ટિ થાય છે. યોગ્ય આત્માની ઉપેક્ષા કરાય નહિ અને અયોગ્યને ધર્મ પમાડવાની ઉતાવળ કરાય નહિ, એવો વિવેક મહાત્માઓએ રાખવો જોઈએ. Page #246 -------------------------------------------------------------------------- ________________ 195 - હૃદય નયન નિહાળે જગધણી લક્ષ્યાર્થ-વિવેચન : આત્મવિચારણાથી સમ્યમ્ આત્મ સમજ મેળવીને આત્માના પરમાત્મસ્વરૂપને પામવું એટલે કે સ્વયં પરમાત્મા થવુ, એ જ આતમસમર્પણતા છે. જનમાંથી જૈન થઈ જિન થવુ તે જ બહિરાત્મપણું તજી, અંતરાત્મદશામાં રહી પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવું છે. વસ્તુતત્ત્વની વિચારણાથી આત્માનું માહભ્ય સમજાય છે. આત્માની સર્વોત્તમતા-સર્વોચ્ચતા સમજાઈ જતા, તે સર્વશ્રેષ્ઠને પામવાની લગની લાગે છે કારણ કે જે મતિભ્રમ થયો હતો તે મતિદોષ ટળી જાય છે. મતિ સુમતિ બની જાય છે તેથી મતિમાં જે હું ફલાણો, હું ઢીંકણી; હું અમુક, હું તમુક; એવો જે વિશેષભાવ હતો કે જે બહરિમાં પદ, પ્રતિષ્ઠા, નામરૂપમાં હું પણાનો ભાવ હતો, તે નીકળી જાય છે. દષ્ટિ જે પર્યાયાર્થિક હતી તે હવે દ્રવ્યાર્થિક થઈ જાય છે. આમ દૃષ્ટિ, મતિ મૂળ એવા આત્મતત્વની સાથે જોડાવવાથી, મતિમાંથી અને દૃષ્ટિમાંથી વિકાર નીકળી જાય છે. વિશેષભાવ જે પર્યાયભાવ છે તે જ વિકાર છે. આ વિકાર નીકળી જતા મતિ અવિકારી થાય છે. બારમા ક્ષીણકષાય-વીતરાગછમસ્થ ગુણસ્થાનકે કેવળજ્ઞાન નથી હોતું પરંતુ મતિજ્ઞાન હોય છે તેથી જ તે ગુણસ્થાનકે છમસ્થતા જણાવી છે. આ બારમા ગુણસ્થાનકનું મતિજ્ઞાન અવિકારી એટલે કે વીતરાગ મતિજ્ઞાન હોય છે. આ જ સુમતિ-શ્રેષ્ઠ મતિ છે જે પાંચમા “સુમતિનાથ ભગવાનના સ્તવનમાં યોગી કવિવર્ષે ગૂંથી છે અને ઈચ્છી છે. આ અવિકારી મતિજ્ઞાન જ તેરમા ગુણસ્થાને આરોહણ થતાની સાથે કેવળજ્ઞાનરૂપે પરિણમે છે, જે આત્મઅરપણતા કે આતમરૂપણતા છે. આ કેવળજ્ઞાનનું પ્રગટીકરણ એ જ પરાકાષ્ટાના પરમ પદાર્થરૂપ સંપત્તિની પ્રાપ્તિ છે કે જે આ ભૂમિકાએ સાંપડે છે. એ અનંતદર્શન, સારા નરસા પદાર્થ, પ્રસંગ, સંયોગ, પરિસ્થિતિની અસરથી મુક્ત થઈ સ્વભાવમાં સ્થિત થવું તે આંશિક વીતરણતા છે. એ વીતરાગતાની, સાધનામાં મળતી ઝલક છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથજી , 196. અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંત આનંદ-અનંતસુખરૂપ અનંત ચતુષ્કનો અનંત આત્મવૈભવ છે. એ શાશ્વતકાલ ટકનાર, દોષરહિત શુદ્ધ સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ આત્મધન-આત્મસુખ- આત્મસંપત્તિ છે. પાછી એ અવ્યય, અવ્યાબાધ, અયુત અને અપ્રતિહત છે. જે નક્કર સુખકંદનોઆનંદઘનનો રસ પીવો હતો તે રસપાનનો તોષ-પોષ આ મતિજ્ઞાનના કેવળજ્ઞાન રૂપમાં એટલે કે આત્માના પરમાત્મસ્વરૂપમાં પરિણમનથી છે. એ દર્પણ જેવો અવિકારી “ચિદાદર્શ બની જાય છે. - આત્માનું પરમાત્મરૂપે પરિણમવું એ જ “સુમતિ ચરણકજ આતમ અરપણા” છે. કુમતિનું અવિકારી મતિરૂપ “સુમતિ'માં પરિણમન એ જ સુમતિજિન ભજના છે. કવિરાજ ઉપાસના અને સાધનાના તાણાવાણાથી મનોહર આત્મભાવ ઉપસાવે છે, જે કલા એ યોગ ચમત્કાર છે. - આ યોગચમત્કૃતિરૂપ સુમતિજિન સ્તવનના આલંબને આપણે પણ કુમતિને સુમતિમાં પરિણમવી આપણા મતિજ્ઞાનને કેવળજ્ઞાનરૂપે પરિણાવી આતમરૂપણતા-પરમાત્મત્વને પ્રગટાવીએ; એવી અભ્યર્થના!!! ત્રણેય યોગની સ્થિરતા યાત્રિની શ્રેષ્ઠતા છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ 197 - હૃદય નયન નિહાળે જગધણી 6 શ્રી પદ્મપ્રભ જિન સ્તવને | રાગ : મારુ તથા સિંધુઓ ... “ચાંદલીઆ, સંદેશો કહેજે મારા તને..” એ દેશી પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત? " કરમ વિપાકે કારણ જોઈને રે, કોઈ કહે મતિમત. પદ્મપ્રભ૦૧ પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂળ-ઉત્તર બહુ ભેદ; ઘાતી-અઘાતી હો બંધોદય-ઉદીરણા રે, સત્તા કર્મ-વિવેદ. પદ્મભ૦૨ કનકોલિવત્ પયડિ પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ૦૩ કારણ જોગે હો બાંધે બંધને રે, કારણ મુગતિ મુકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે રે, હેય-ઉપાદેય સુણાય. પદ્મપ્રભ૦૪ યુજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ; ગ્રંથ ઉક્ત કરી પંડિત જન કહ્યો રે, અંતરભંગ સુસંગ. પદ્મપ્રભ૦૫ તુજ મુજ અંતર અંતર ભાંજસે રે, વાજસે મંગળ તૂર; જીવ-સરોવર અતિશય વાધશે રે, “આનંદઘન’ રસપૂર. પદ્મપ્રભ૦૬ મનોલય, વયનલય, કાયલયની શ્રેષ્ઠતા ઉપર મોક્ષમાર્ગ છૅ. Page #249 -------------------------------------------------------------------------- ________________ DM AP SW MI Frrea t ed मितिArial, siledievuardier Nahate searcothiazifursadasy पद्मप्रभ-प्रभोर्देह-भासः पुष्णन्तु वः श्रियम् । तलिpिura अन्तरङ्गारि-मथने, कोपाटोपादिवारुणाः॥ ॥६॥ दिवस-पअजिी Page #250 -------------------------------------------------------------------------- ________________ નામ : ૬ ઠ્ઠી શ્રી પદ્મ પ્રભુ લાંછન : કમળ રાશિ : કન્યા પણ : રાક્ષસ માતા : સુસીમા પિતા : શ્રીઘર' ગર્ભવાસ : E-૬ દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૧૬ પૂર્વાગ ઓછા સર્વ આયુષ્ય : 30 લાખ પૂર્વ સમ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : 3 ભવા ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા પોષ વ.૬ પટ્ટાપ્રભ સ્વામીજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા આસો વ.૧ ૨ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા આસો વ.૧૩ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્ર ચૈત્ર સુ.૧ ૫ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા કા. વ. ૧૧ જન્મનગરી : કૌશામ્બી દીક્ષાનગરી : કૌશામ્બી કેવળજ્ઞાનનગરી : શૌશામ્બી નિર્વાણભૂમિ : સમેતશિખર Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી કે 198 પાંચમા સુમતિજિન ભગવાનની સ્તવનામાં શરીરઘારી આત્માની ત્રણ અવસ્થા બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માવસ્થાની વિચારણા કર્યા બાદ હવે આ છઠ્ઠા પદ્મપ્રભ જિન સ્તવનમાં એ અવસ્થાભેદના કારણની વિચારણા, અલગારી કવિશ્રી આનંદઘનજી કરી રહ્યાં છે. પ્રભુ પ્રત્યે જેને પ્રીતિ છે, ખેંચાણ છે અને તેથી જે પરમાત્માને ભજે છે, તે અંતરાત્મા છે. જેને પ્રભુ ખેંચાણ નથી અને તેથી જે પ્રભુને નિરંતર ભજતો નથી તે બહિરાત્મા છે. આ બહિરાત્મા અને અંતરાત્મા વચ્ચે જે અંતર પડ્યું છે તે તેમજ અંતરાત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર કેમ દૂર થાય તેની વિચારણાને અત્રે કવિરાજે આ સ્તવનમાં વણી લીધી છે. પદ્મ સમાં પદ્મપ્રભ જિનની સ્તવનાના માધ્યમથી સમલમાંથી નિર્મલ-અમલ થવાની વાત ગૂંથી છે. પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત? કરમ વિપાકે કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત. પદ્મપ્રભ૦૧ પાઠાંતરે “પઘને સ્થાને ‘પદમ'; “ભગવંતને સ્થાને “અરિહંત', રેના સ્થાને જોઈને રે” અને “મતિમંત’ને સ્થાને “મતિવત એવો પાઠ મળે છે. ' શબ્દાર્થ : હે પદ્મપ્રભ જિનેશ્વર દેવ! તમારી અને મારી (તુજ મુજ) વચ્ચે જે આ આંતરું એટલે કે ગાળો અર્થાત્ અવસ્થાભેદની જે દૂરી સર્જાઈ છે, તે કિમ એટલે કેમ કરીને ભાંજે-ભાંગે એટલે કે દૂર થાય? . પ્રશ્નના સમાધાનમાં કોઈ મતિમંત એટલે શાણા, પ્રજ્ઞાવંત, જ્ઞાનીભગવંત આ આંતરાનું કારણ કર્મવિપાક એટલે કે કર્મફળ છે, એમ જણાવે છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ સહસ્ત્રદળ ખૂલી ગયા છે એટલે કે પૂર્ણપણે સમજ્યા તે સંમાયા. સમજણ આવવાથી જણવાનું શમી ગયું. આત્મામાંથી નીકળેલું આત્મજ્ઞાન આત્મામાં સમાઈ જવું જોઈએ. Page #252 -------------------------------------------------------------------------- ________________ 199 હૃદય નયન નિહાળે જગધણી 卐 વિકસિત, કમલ જેવા નિર્લેપ અને સુગંધથી મઘમઘાયમાન એવા પદ્મપ્રભ જિનેશ્વર દેવ આપ અરિહન્ત છો - શત્રુને હણનારા છો અને હું હજુ અરિહત છું – શત્રુથી હણાયેલો છું. આપ જિન છો અને હું જન છું. આપ અકર્મક, અક્રિય, નિર્મલ છો – અમલ છો અને હું સકર્મક, સક્રિય, સમલ છું. આપ ચૌદ રાજલોકના અગ્રભાગે-લોકાગ્ર શિખરે સ્થિર છો અને હું હજુ સુધી મર્ત્યલોકમાં જન્મ-મરણના ઝોલા ખાતો અસ્થિર છું. આપ અજિત છો અને હું પરાજીત છું. આપ અને હું દ્રવ્યથી પૂર્ણ છીએ પરંતુ પર્યાયથી આપ પરિપૂર્ણ, પરમ છો હું તો હજુ સુધી પર્યાયથી-અવસ્થાથી પામર છું !! હું તો વિષયારસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કર્મને ભારે ભરિયો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો. સુણો શાંતિજિણંદ સોભાગી. - ઉપા. ઉદયરત્ન સાત રાજ અલગા જઇ બેઠા, પણ ભગતે અમ મનમાંહી પેઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સાહિબા વાસુપૂજ્ય૦ ઉપા. યશોવિજયજી દ્રવ્યથી આપ અને હું સરખા પરમાત્મસ્વરૂપ હોવા છતાં હે પ્રભો! તારે મારે કેટલું છેટું પડી ગયું છે! ક્ષેત્રથી તું મારાથી સાત રાજલોક છેટોદૂર છે. કાળથી તું કાલાતીત અકાલ છે તો હું કાલગ્રસ્ત છું. કાળ મારો કેડો મૂકતો નથી. તારે મારે ભાવથી પણ કેટલું અંતર? તું સ્વભાવમાં અને હું પરભાવમાં-વિભાવમાં. આમ દ્રવ્યથી એક હોવા છતા આપણે બે, ક્ષેત્ર, કાળ અને ભાવથી એકબીજાથી જોજનો દૂર છીએ. તું ચૌદ રાજલોકને પેલે પાર લોકાગ્ર શિખરે છે તો હું અપાર ભવસમુદ્રમાં ખૂંપેલો છું. હું જીવ છું વેદના જે શીખવી શકે તે વેદો નહિ શીખવી શકે.” Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 200 અને તું શિવ છે. તું શુદ્ધ-વિશુદ્ધ છે અને હું અશુદ્ધ છું. તું જ્ઞાનીકેવળજ્ઞાની-સર્વજ્ઞ છે અને હું અલ્પજ્ઞાની-અજ્ઞાની-અન્ન છું. તું સ્વરૂપમાં છે અને હું વિરૂપમાં છું. તું જ્ઞાનાનંદી છે અને હું જ્ઞેયાનંદી છું. તું અદ્ભુત છે અને હું દ્વૈત છું. તું નિરપેક્ષ છે અને હું સાપેક્ષ છું. આ ‘તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત?’” શી રીતે આ અંતર દૂર થાય અને અંતર (હૃદય) એક થાય? આ ભેદ કેમ ભાંગે અને અભેદ કેમ થવાય? તારા મારામાં આ તફાવતનું કોઈ કારણ ખરું? આવી જુદાઈ કેમ? પ્રભુ! મિલન ક્યારે થશે? ક્યારે તારી હરોળમાં સિદ્ધશિલાએ, પરમપદે બિરાજમાન થવાશે? જાતને અને જગતને . આ યક્ષપ્રશ્નનું સમાધાન આપતા આત્માનુભૂતિના સ્વામી, અલગારી, આનંદઘનજી મહારાજા જણાવે છે કે, આત્મજ્ઞાની, પ્રજ્ઞાવાન, ગુરુ-ભગવંતોનું કહેવું એમ છે કે આ જુદાઈનું કારણ આડે આવતા કર્મોના આવરણ-કર્મપડલ છે. પ્રભુ નિરાવરણ છે અને આપણે કર્મથી આવરાએલા-સાવરણ છીએ. જ્યારે આ કર્મો એના ફળ બતાવશે એટલે કે કર્મફળ પાકી જશે ત્યારે જેમ પાકા-ફળને વૃક્ષ છોડી દે છે તેમ બધાયે કર્મો સર્વથા ખરી જશે- નિર્જરી જશે અને સકર્મકમાંથી અકર્મક થઈશું ત્યારે સમલમાંથી અમલ બનીશું. પદ્મપ્રભ જિન જેવા નિર્મળ થઈશું. સાંજનમાંથી નિરંજન થઈશું. યોગીરાજનું કહેવાનું તાત્પર્ય એ છે કે ૧) મિથ્યાત્વ ૨) અવિરતિ ૩) કષાય અને ૪) યોગ એ આશ્રવરૂપ ચાર કારણોથી જ આત્માં પોતાના પરમાત્મસ્વરૂપથી એટલે કે આનંદથી વિખૂટો પડી ગયો છે. ભગવાનના ચ્યવન અને જન્મ કલ્યાણકની ઉજવણી મિથ્યાત્વના નાશનું અને સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ છે. ભગવાનના દીક્ષા કલ્યાણકની ઉજવણી અવિરતિના નાશનું અને વિરતિની પ્રાપ્તિનું કારણ છે. ભગવાનના વેદન ત્યાં વિકલ્પ નહિ અને વિકલ્પ ત્યાં વેદન નહિ. જીભને આસ્વાદન અનુભવન સમયે ઉચ્ચરણ નથી હોતું. Page #254 -------------------------------------------------------------------------- ________________ 201 હૃદય નયન નિહાળે જગધણી 卐 કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી કષાયનાશનું અને વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શીતા, સર્વનંદીતાની પ્રાપ્તિનું કારણ છે. ભગવાનનાં નિર્વાણ કલ્યાણકની ઉજવણી અયોગી, અશરીરી થવાનું કારણ છે. આમ પ્રભુના એક એક કલ્યાણકની ઉજવણી આત્માના એક એક દોષના નાશ અને એક એક ગુણની પ્રાપ્તિ માટે છે. કર્મવિપાક એટલે કે કર્મફળ એ તો મારા જ સેવેલાં દોષોનું ફળ છે. મારા જ કરેલા અને બાંધેલા કર્મના વિપાક-કર્મફળને મારે ભોગવવાના છે. એમ કારણને જોઈને જાણીને, એ ઔદયકભાવનો સાક્ષી બની જઈને, સંવરભાવમાં રહીને, જે સકામ કર્મનિર્જરા કરે છે, તે સકર્મકમાંથી અકર્મક થાય છે. એમ મતિમંત, જ્ઞાની, ગુરુ-ભગવંતો ફરમાવે છે. કર્તા-ભોક્તા બનવાને બદલે જો જ્ઞાની બની જ્ઞાતા-દૃષ્ટા થઈશું તો ભાવિ ઉજ્જવળ બનશે અને એક કાળ એવો આવશે કે કાળથી પર કાળાતીત અકાલ બની જવાશે. કવિવર્ય સાધકતાની અતિ ઉપયોગી વાત આ પ્રસંગે રજૂ કરે છે. સામાન્યથી કર્મનો વિપાક બે રીતે હોય છે. ૧) રસોદય ૨) પ્રદેશોદય. રસોદયમાં તે કર્મને સંપૂર્ણ ભોગવવાનું હોય છે જ્યારે પ્રદેશોદયમાં તે કર્મ અન્ય સ્વરૂપે વેદાઈને ભોગવાઇ જાય છે. ઉદાહરણ તરીકે નરકગતિનો અબાધાકાલ પૂરો થતા રસોદયની સંભાવના ઊભી થાય છે પણ તે વખતે જીવ મનુષ્યગતિને ભોગવી રહ્યો હોય છે તો તે નરકગતિના દલિકો (કર્મપ્રદેશો) મનુષ્યગતિના રસોદયમાં સામેલ થઈ ભોગવાઈ જતા હોય છે તેથી નરકગતિનું વેદન થતું નથી માટે આ ઉદયની બહુ ફિકર-ચિંતા કરવા જેવી નથી. નિરપેક્ષ તત્ત્વને પકડવા નિરપેક્ષ ભાવ તરફ ઉપયોગ જવો જોઈએ. Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 202 પરંતુ રસોદય વખતે જીવે સાવધ રહેવાનું હોય છે. કારણ કે સામાન્યથી જીવ કર્મોદયથી પ્રાપ્ત થતી અવસ્થાનો પ્રતિકાર કરતો હોય છે, આ પ્રતિકારમાં મોહનું આધિપત્ય હોય તો નવીન કર્મબંધ થશે અને તે સમયે જિનાજ્ઞાનું આલંબન અર્થાત્ સ્વરૂપ તરફની રુચિ હશે તો નવીન કર્મબંધનો અટકાવ થશે અને જૂના કર્મોની વિપુલ પ્રમાણમાં નિર્જરા પણ શક્ય બનશે. આમ અધ્યાત્મમાં જાગૃતિ એ અતિ મહત્વનું અંગ છે. સામાન્યથી ચાર સ્થાને વિવેક કરવો જરૂરી બની જાય છે. ૧) સુખ-શાતાના ઉદયમાં વૈરાગ્ય લાવવો. ૨) દુઃખ-અશાતાના ઉદયમાં સમાધાન કેળવવું. ૩) બીજાના વિચારને સહન કરતી વખતે અંતર્મુખ થઈ સ્વદોષદર્શન કરવું. ૪) બીજાના વિચારને સાંભળતા સ્યાદ્વાદદષ્ટિ-અનેકાન્તદષ્ટિનું આલંબન લેવું. હવે ચાર પ્રકારના વિવેકની પ્રક્રિયાને સવિસ્તાર વિચારીએ. - ૧) સામાન્યથી જીવ પુણ્યોદયથી મળતા સુખના અવસરે ગુમરાહ થઈ જાય છે. અર્થાત્ સુખમાં પાગલ થઈ બેફામ બની જાય છે. તેથી તે સત્તા જમાવવા, હક માટે લડવા અને બીજાની વાતમાં ડખોદખલ કરી જીવન જીવવાવાળો બને છે. પરંતુ જ્ઞાની કહે છે કે આ પુણ્ય તો પ્રભુએ આપેલી પ્રસાદી છે. એ પ્રભુનો પ્રસાદ તો બધાને વહેચવાનો હોય. માટે જ સત્તાને બદલે સવ્યવહારથી પ્રેમપૂર્વકનું જીવન જીવવાનું હોય છે; હક્ક માટે લડવાને બદલે પોતાની ફરજ-કર્તવ્ય શું છે? એનો વિચાર કરી કર્તવ્યનિષ્ઠ જીવન જીવવાનું હોય છે. બીજાની બાબતમાં ડખોદખલ કર્યા વિના, જરૂર લાગે ત્યાં અને જરૂર પડે ત્યાં, કે જ્યાં આપણું કંઈક ઉપજતું ઉપયોગને સઘન બનાવ્યા વિના અને જે બનવું છે ત્યાં ઉપયોગબળને વાળ્યા વિના કાર્ય પ્રતિ ગતિ નહિ થાય. Page #256 -------------------------------------------------------------------------- ________________ 203 , હૃદય નયન નિહાળે જગધણી 5 હોય કે કંઈક વજન પડતું હોય અથવા તો કોઇ સલાહ-સૂચન માંગવા આવ્યું હોય ત્યારે પ્રેમપૂર્વકના માર્ગદર્શક-સાચા સલાહકાર યા વિષ્ટિકારલવાદ બનીને જીવન જીવવાનું હોય છે. આમ વાસ્તવિક રીતે જોતાં તો પુણ્યોદયના અવસરે જીવની પાત્રતાની પરખ થાય છે. જે પુણ્યને પચાવી જાણે છે તે પાપથી તો છૂટે જ છે પરંતુ પુણ્યથી પણ પુણ્યવિતરણ કરતો કરતો છૂટી જાય છે. અનાદિકાળની પોતાની થયેલી રખડપટ્ટી-હકાલપટ્ટીનું ભાન થાય અને ભાવિ રઝળપાટનો–ભવભ્રમણનો ભય લાગ્યો હોય તેવા જીવોમાં જ આવો વિવેક જાગૃત થાય છે. બાકી તો વિવેકના અભાવમાં જીવ સુખમાંસાનુકૂળ સંયોગોમાં રાગ કરીને ફરી’નવા કર્મો વધુ અને વધુ બાંધે છે. ૨) દુ:ખના ઉદયમાં એટલે કે પાપોદયમાં સમાધાન કેળવવું કે જેથી દુઃખની અસરથી મુક્ત રહેવાય. અર્થાત્ દુઃખમાં પણ દુઃખી ન થતા મનની પ્રસન્નતા ટકાવી શકાય. જીવ જ્યારે બીજાને દોષિત જુએ છે ત્યારે સમાધાન શક્ય થતું નથી. પરંતુ જ્ઞાની-આપ્તપુરુષોના વચનનું આલંબન લેવા માંડે છે તો ઉદ્વેગ શમી જાય છે અને મનની શાંતતા, પ્રસન્નતા જાળવી શકાય છે. શાંતિ, સમાધિ જાળવી રાખવા જરૂરી જ્ઞાનવિકલ્પો નીચે મુજબ છે. એ અસદ્વિકલ્પોને સવિકલ્પોથી હણી નાખનાર જ્ઞાનયોગ નામની રામબાણ ઔષધી છે. (ક) સ્વ પ્રતિ પોતાના વિષયમાં ‘“જે બન્યું તે જ ન્યાય છે’’ અને તેમાં અન્યાય જોવો તે ભૂલ છે. આ આપણું આખુંય વિશ્વ, વૈશ્વિક ક્રિયા રહે પણ કર્તા નીકળી જાય ! સંસાર રહે પણ સંસારભાવ નીકળી જાય ! તે ખરી સાઘના છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 204 છે. 204 વ્યવસ્થાથી વ્યવસ્થિત ચાલે છે જેને કુદરત અને કુદરતી ન્યાય કહેવાય છે. એનું ભાન આપણી ફરિયાદોને ભૂંસી નાખે છે. દુઃખ એ તો ફળરૂપ કાર્ય છે. દુઃખનું કારણ-મૂળ પાપ છે. વળી એ પાપનું મૂળ ખોટી કરણીરૂપ ભૂલ અર્થાત્ સેવાયેલા દોષોથી થયેલ પાપકર્મબંધ છે. આમ દુઃખ એ આપણી જ કરણી, આપણી જ ભૂલની સજા છે. એથી જ કહેવત ચલણી થઈ કે “જેવી કરણી તેવી ભરણી” કે “વાવે તેવું લણે'. આવી મનોવૃત્તિથી વસ્તુસ્થિતિનો સહજ સ્વીકાર શક્ય બને છે અને ભૂતકાળના તમામ પ્રશ્નોનું સુખદ સમાધાન થઈ શકે છે. (ખ) “ભોગવે એની ભૂલ.” અર્થાત્ જે ભોગવે છે તેની જ ભૂલ છે. આના સ્વીકારથી વર્તમાનકાળના બધા જ પ્રશ્નોનો શાંત ઉકેલ આવે છે. ઉદાહરણ તરીકે એક દર્દી ડૉક્ટરને કહે કે મેં આજે સવારે આઠ વાગે માત્ર એક કપ કોફી પીધી છે અને એ સિવાય બીજું કાંઇ ખાધું નથી. છતાં હું પચાસ વાર ટોયલેટ ગયો છું. આ જાણી ડૉક્ટર વધુ તપાસમાં આગળ પૂછતાછ કરતાં કહે છે કે તો પછી ગઈ કાલે શું ખાધું હતું? દરદી જણાવે છે કે તે દિવસે તો લગ્નના જમણવારમાં દબાવીને લગ્નનું જમણ જમ્યો હતો. બસ નિદાન થઈ ગયું. આ ઝાડા તેના થયા છે. ભીમ ખાય અને શકુનિ Latrine જાય તેવું તો ન જ બને. જેણે ખાધું છે તેણે જ નિકાલ કરવાનો રહે છે. આમ કાર્ય પરથી કારણનું અનુમાન થઈ શકે છે. આજે આપણે દુઃખ ભોગવીએ છીએ તો તે દુઃખના કારણને માટે પણ આપણે જ જવાબદાર છીએ. ભલે વર્તમાનકાળની ભૂલ ન પણ હોય છતાં ભૂતકાળમાં ય તે જ આત્મા હતો કે જે આજે દુઃખ ભોગવી રહ્યો છે. આ પ્રકારની ચિંતવનાથી વર્તમાનના પરિણામનો સ્વીકાર શક્ય બને છે અને પ્રતિકાર ન કરવાથી વર્તમાનકાળમાં આર્તધ્યાનથી, અશાંતિ, પદાર્થ ઉપરનું મમત્વ નબળાઈ છે અને પદાર્થ સાથેનું એકત્વ એ મુર્ખાઈ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ 205 - હૃદય નયન નિહાળે જગધણી અસમાધિથી બચી શકાય છે. આ જ તો આર્તધ્યાનથી બચાવનારું વિપાકવિચય નામનું ધર્મધ્યાન છે. | (ગ) “જે બનવા યોગ્ય છે તે જ બને છે.” “જે બનનાર છે તે ફરનાર નથી.” આ પ્રકારની વિચારણાથી ભાવિ ચિંતા ટળી જાય છે અને ભવિષ્યની કલ્પનાઓ કરી વર્તમાનની અશાંતિ વહોરી લેવામાંથી બચી જવાય છે. (ઘ) આ રીતે ત્રણે કાળના બધાં પ્રશ્નોનું સમાધાન મેળવ્યા પછી પણ જીવને એક વિવેક રાખવો જરૂરી છે કે દોષથી દુઃખની અને ગુણથી સુખની પ્રાપ્તિ છે માટે જીવનમાં ગુણો ખીલવવા જરૂરી છે જેથી જીવનબાગ ગુણપુષ્પોથી મઘમઘાયમાન થાય. જીવનમાં નમ્રતા લાવવાથી અહંકારનો પાયો તૂટે છે. જીવનમાં સ્વાવલંબનતા-સ્વાધીનતા લાવવાથી પરાવલંબનતા ટળતાં અપેક્ષાનો પાયો તૂટે છે. જીવનમાં સહકારી વૃત્તિ કેળવવાથી પરીપકાર તથા પુણ્યની પરબ મંડાય છે. આવા ગુણોથી જીવને સાત્ત્વિક આનંદ મળે છે. તેથી જ તો જ્ઞાની ફરમાવે છે કે “પુણ્યનો ઉપયોગ કરાય અને ગુણનો ઉપભોગ કરાય.” આવી તાત્ત્વિક ચિંતવનાથી જીવનારનું જીવન સમાધિમય હોય છે અને મરણ, સમાધિમરણ હોય છે. એ ચિંતવન ભૂતકાળની ભૂતાવળોથી બચાવે છે, વર્તમાન સુધારે છે અને ભાવિ ઉજ્જવળ બનાવે છે. ૩) બીજાના કટાક્ષભર્યા પ્રતિકૂળ કટુ વચનને સહન કરવા માટે સ્વરૂપબોઘ નય સાપેક્ષ છે પણ સ્વરૂપપ્રાપ્તિ નય નિરપેક્ષ છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 206 વૈર્ય રાખી.સ્વદોષદર્શન કરવું જોઈએ. કોઈ આપણી ભૂલ બતાવે તો તુરત સમજવા માટે ઉત્સુક બનવું જોઈએ. ભૂલને સ્વીકારવા માટે નમ્ર બનવું જોઈએ અને ભૂલને સુધારવા માટે પ્રાજ્ઞ થવું જોઈએ. વળી ભવિષ્યમાં એ ભૂલનું પુનરાવર્તન નહિ થાય તે માટે તત્પર બનવું જોઈએ. કદાચ આપણી ભૂલ ન પણ હોય અને કોઈ આપણને સંભળાવે તો પણ વિચારવું કે આવી ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટે તેમણે કહ્યું છે. ભાવિની સંભવિત ભૂલોથી મને વાકેફ કરવા સહ સચેત કર્યો છે. આવી દૃષ્ટિથી બીજાનું વચન સમ્ય રીતે સ્વીકાર કરી શકાય છે. ડોક્ટર પણ કહે છે કે રોગના ઉપચાર કરતા રોગ નિવારણના ઉપાય વધુ ઈષ્ટ છે. (Prevention is better than cure) ઉપચાર કરવા કરતા નિવારણના ઉપાયની આ રીતથી આપણું રક્ષણ થાય છે. આને મતિજ્ઞાનનો સમ્યમ્ ઉપયોગ કહી શકાય. જેવી રીતે પોલીયાની રસી મૂકાવવાથી ભવિષ્યમાં પોલીયો થતો નથી, તેવી રીતે સામેની વ્યક્તિ ભાવિ ભૂલથી મારું રક્ષણ કરી રહી છે, એવો નમ્રતાનો ભાવ આવવાથી જીવનો વિવેક સિદ્ધ થાય છે. - ( ૪) જીવ સામાન્યથી એકાન્તદષ્ટિના આલંબને બીજાના વિચાર પ્રત્યે સહિષ્ણુ બની શકતો નથી. પરંતુ જ્યારે અનેકાન્તદષ્ટિનો ઉઘાડ થાય છે ત્યારે બીજાના વિચારો, જે નયથી સાચા છે, તે નયથી તેની તે અપેક્ષા લક્ષમાં રાખી; તેના વિચારોનું સમ્યગું મૂલ્યાંકન કરી શકાય છે. પરિણામે નાહકના વાદવિવાદ, સંઘર્ષ, ક્લેશથી બચી શકાય છે. | સર્વ નયના આશ્રયથી જીવને જ્ઞાન, ચારિત્ર અને સમવૃત્તિના લાભ મળે છે. જ્યારે “મારું તે જ સાચું' એવી મિથ્યા પક્કડના કદાગ્રહથી વસ્તુનો યથાર્થ બોઘ અને વસ્તુનો યથાર્થ ઉપયોગ એ ઘર્મ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ 207 હૃદય નયન નિહાળે જગધણી 卐 અજ્ઞાન, અભિનિવેશ અને વિષમતાના મનઃસંતાપની પ્રાપ્તિ થતી હોય છે. કર્મના ઉદયને ભોગવતાં આવડી જાય તો નવીન કર્મબંધથી અટકવું સહેલું બને છે. આ માટે નીચે જણાવેલ જિનશાસનની પ્રક્રિયા સમજવી અત્યંત આવશ્યક છે. મોટે ભાગે કોઈ આપણને પાંચ-દશ ગાળો આપે એટલે આપણને ગુસ્સો આવે છે; એવું આપણે માનીએ છીએ. પરંતુ હકીકત કંઈક જુદી છે. બીજાએ પાંચ-દશ ગાળો આપીને ગુસ્સાનું બાહ્ય કારણ પૂરું પાડ્યું. તે સમયે સત્તામાં રહેલા કર્મદલિકો ઉદયાવલિકામાં આવવાથી ગુસ્સા માટેનું અંતરંગ કારણ પણ મળ્યું. આ બંને બાહ્ય અને અંતરંગ નિમિત્ત-કારણ છે. તેથી તેમાં કારણતા ચોક્કસ છે પણ કારકતા નથી. જીવ પોતાના ઉપાદાન પ્રત્યેના અવિવેકથી બાહ્ય, અત્યંતર નિમિત્ત-કારણનું અવલંબન લે છે ત્યારે જ ગુસ્સો આકાર લે છે અને જીવ ગુસ્સે થાય છે. પરંતુ તે ગુસ્સાના પ્રસંગે વિવેકનું આલંબન લેવાય તો ગુસ્સાના સ્થાને ક્ષમાશીલ થઈ શકાય છે. નિમિત્ત પર દોષારોપણ કરવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે અને પુરુષાર્થની શૂન્યતા સર્જાય છે. આવું ન થાય તે માટે જીવે વિવેકથી હંમેશા સ્વદોષદર્શન કરીને તેમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અંતઃકરણને સતત આ પ્રમાણે કેળવવાથી સાક્ષીભાવ, અસંગભાવ, સાધકભાવ વધુ ને વધુ ખીલતો જાય છે. પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂળ-ઉત્તર બહુ ભેદ; ઘાતી-અઘાતી હો બંધોદય-ઉદીરણા રે, સત્તા કર્મ-વિછેદ. પદ્મપ્રભ૦૨ પાઠાંતરે પયઈને બદલે પૈકી; બંધોદયને બદલે બંધ ઉદય; સત્તાને બુદ્ધિમાં સ્યાદ્વાદ ન આવે ત્યાં સુધી ઘર્મ સમજાય નહિ અને ઘર્મ થાય નહિ. Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી કે 208 બદલે સંત બહુને બદલે બીહુ; હો ને બદલે હો બે એવો પાઠ ફરક છે. શબ્દાર્થ : ૧) પઈ એટલે પ્રકૃતિ. કર્મબંધના ચાર પ્રકાર પૈકી પ્રથમ પ્રકૃતિબંધ છે. બંધાયેલ કર્મ શું ફળ આપશે, તે કર્મનો સ્વભાવ જેમાં નક્કી થાય છે તે પ્રકૃતિબંધ છે. કર્મફળ કેવું હશે એ આ પ્રકૃતિબંધથી નક્કી થાય છે. Nature. ૨) ઠિઈ એટલે થિતિ-સ્થિતિ. બંધાયેલું કર્મ બંધાયા પછી કેટલો કાળ સત્તામાં રહેશે તેનું કાળમાન નક્કી કરનાર Time બંધ તે સ્થિતિબંધ છે. ૩) અણુભાગ એશ્લે અનુભાગ અર્થાત્ રસ-કર્મફળની તીવ્રતા. કર્મફળ કેટલું હશે, તેની પ્રબળતા Intensity-Power નક્કી કરનાર આ ત્રીજા પ્રકારનો અનુભાગબંધ-રસબંધ છે. ( ૪) પ્રદેશબંધ એ ચોથા પ્રકારનો બંધ છે જે નક્કી કરે છે કે કેટલા પ્રમાણમાં-જથ્થામાં કાર્મણવર્ગણા-પુલપરમાણુ ગ્રહણ કરીને બાંધ્યા છે તે ઉuantum નક્કી કરે છે. કર્મબંધના આવા ચાર, પ્રકાર પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ બંધ છે, તો એ કર્મો પાછા મૂળ એટલે મુખ્ય અને ઉત્તર એટલે પેટાભેદ બહુ બહુ પ્રકારના છે. કર્મના મૂળ આઠ ભેદ છે. એ આઠ કર્મોના ઘાતી અને અઘાતી એમ બે ભેદ હોય છે. એ મૂળ કર્મોના ઉત્તરભેદ-પેટાભેદ કુલ મળી ૧૫૮ છે. મૂળ આઠ કર્મો પૈકીના જે ચાર કર્મો ૧) જ્ઞાનાવરણીય ૨) દર્શનાવરણીય ૩) મોહનીય અને ૪) અંતરાય કર્મ છે; તે આત્માના પરમાત્મ-સ્વરૂપનો ઘાત કરનાર હોવાથી એને ઘાતકર્મ કહેવાય છે. ઘર્મની ઓળખ ભેદથી થાય પણ ઘર્મની પ્રાપ્તિ અભેદથી થાય. Page #262 -------------------------------------------------------------------------- ________________ 209 હૃદય નયન નિહાળે જગધણી આત્માના અતિરૂપ અનુજીવી એટલે કે વિધેયાત્મક ગુણોનો ઘાત કરનારા છે તેથી જ તે ઘાતિકર્મ છે. જે ચાર કર્મો ૧) વેદનીય ૨) આયુષ્ય ૩) નામ અને ૪) ગોત્ર કર્મ છે. તે આત્મપ્રદેશની સ્થિરતાને હણનારા, આત્મપ્રદેશને આવરનારા અને જીવને શરીરધારી રૂપે ટકાવી રાખનારા છે, તેને અઘાતિ કર્મ કહે છે. એ વિધેયાત્મક (અનુભવી) ગુણનો ઘાત કરતા નથી પણ અશરીરી આત્માને સશરીરી બનાવી ને સંસારમાં રાખનારા હોવાથી અઘાતિ કર્મ કહેવાય છે. એ આત્માના નાસ્તિરૂપ પ્રતિજીવી એટલે કે નિષેધાત્મક ગુણોનો ઘાત કરનારા છે તેથી તે અઘાતિકર્મ છે. બંધોદય એટલે બંધ અને ઉદય. કાર્મણવર્ગણા-પુદ્ગલપરમાણુનો આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધ થવો તે બંધ. એ કર્મ-deed.cause છે. બંધાયેલું કર્મ પરિપક્વ થયે છતે તેનું ફળ ચખાડે છે. અસર બતાવે છે, તે કર્મનો વિપાક છે - કર્મ ફળ પરિણામ છે, જે Effect છે. અર્થાત્ ઉદય છે. ઉદીરણા એટલે જે કર્મો હાલમાં ઉદયમાં આવે તેવા નથી, એ કર્મોને બળાત્કારે ઉદીરણાકરણથી તપાદિ દ્વારા ઉદયાવલિકામાં લાવવા દ્વારા ભોગવવા. બંધાયેલ કર્મો બંધાયા પછી જ્યાં સુધી ઉદયમાં ન આવે ત્યાં સુધીના વચ્ચેના અવાન્તર કાળને સત્તા કહેવાય છે. એ Potentiality છે. વિવેદ એટલે કર્મનો વિચ્છેદ અર્થાત્ કર્મનાશ કે કર્મક્ષય. કાર્મણવર્મણારૂપે છૂટા રહેલાં પુદ્ગલપરમાણુ વિશ્રણા પુદ્ગલપરમાણુ કહેવાય છે. કર્મરૂપે પરિણમી રહેલાં પુદ્ગલપરમાણુ પ્રયોગસા પુદ્ગલપરમાણુ પરપદાર્થ સાથેનું એકત્વ એ મિથ્યાત્વ છે અને મમત્વ એ યાત્રિ મોહનીયનો ઉદય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 210 કહેવાય છે. અને કર્મરૂપે પરિણમીને આત્મપ્રદેશે રહેલા પુદ્ગલપરમાણુ મિશ્રસા કહેવાય છે. જીવને જે કાર્મણવર્ગણા કર્મરૂપે પરિણમીને આત્મપ્રદેશે ચોંટી છે, તે દ્રવ્યકર્મ છે. રાગાદિ પરિણામ કે જેના કારણે કર્મ ચોંટ્યા છે, તે ભાવકર્મ છે. ઈન્દ્રિય, શરીરાદિ નોકર્મ છે. લક્ષ્યાર્થ-વિવેચન : મન, વચન અને કાયા દ્વારા જીવ જે જે શુભ કે અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિ કરે છે એટલે કે જે જે ભાવ કરે છે અને ભાવ પ્રમાણે ક્રિયા કરે છે; તેનાથી તે જ સમયે જીવ પોતાના આત્માને તે કર્મથી બાંધે છે. આત્મા એના મૂળ, શુદ્ધ સ્વરૂપમાં અયોગીઅશરીરી છે અને ઉપયોગથી અવિનાશી છે. શરીર હોવાથી યોગનું હલનચલન એટલે કે યોગકંપન છે અને ઉપયોગ સવિકલ્પક હોવાથી ઉપયોગમાં પળે પળે પલટાવાપણું છે જે ઉપયોગકંપન છે. આ યોગકંપન અને ઉપયોગકંપન જ કર્મબંધનું કારણ છે. એટલે જ નિષ્કર્મી થવા માટે મન-વચન-કાયાની સ્થિરતાની, ગુપ્તિની એટલે કે ધ્યાન અને કાયોત્સર્ગની તથા નિર્વિકલ્પ થવાની સાધના આપવામાં આવી છે. વૃત્તિ અને પ્રવૃત્તિ તરતમભાવે હોય છે માટે કર્મબંધ પણ તરતમભાવે થાય છે. સંસાર આખાની જે વિવિધતા, વિચિત્રતા અને વિષમતા છે, તેના મૂળમાં જુદા-જુદા જીવોના જુદી જુદી તરતમતાવાળા કર્મો અને ભાવો છે. એક જ વ્યક્તિના પણ ભાવ અને કર્મ જુદા જુદા સમયે જુદા-જુદા સંયોગોમાં જુદા-જુદા પ્રકારના હોય છે. તેથી જ કર્મની ગતિ ન કળી શકાય એવી ન્યારી છે. જગત આખામાં એક માત્ર જૈનદર્શને કર્મની ખૂબ ઊંડી, સૂક્ષ્મ અને આત્મશ્રદ્ધા દૃઢ થવાથી કે નિઃસ્વાર્થભાવે પરોપકાર કરવાથી જ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ 211 હૃદય નયન નિહાળે જગધણી 5 વિશાળ તર્કબદ્ધ વિચારણા કરી છે. કમ્મપયડી, કર્મગ્રંથ આદિના માધ્યમથી તેનો વિશેષ અભ્યાસ થઈ શકે છે, જે મુમુક્ષુ સાધકે ખાસ કરી લેવા જેવો છે. છેવટે છ પૈકીના પહેલા બે કર્મગ્રંથનો અભ્યાસ જે કાંઈ બહુ અઘરો નથી, તે અવશ્ય કરી લેવા જેવો છે. બાકી તો, જે કોઇ વિરલા સાધકો કર્મના પ્રકાર, તેના મૂળ-ઉત્તર ભેદ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ અને તેના બંધ, ઉદય, ઉદીરણા, સત્તાને જાણી લઈને; સત્તામાં સૂતેલા કર્મોને લલકારીપડકારી-આહ્વાન આપી-જગાડી, ઉદીરણા કરીને, છાતી કાઢીને કાઠો થઈ સામી છાતીએ સિંહની જેમ, કે ફણા ચઢાવી ફુત્કારતા કાળા ભોરીંગ નાગની જેમ, સામનો કરે છે; તે તેનો વિચ્છેદ કરવાનું પરાક્રમ કરવા સમર્થ બને છે. સમ્યક્ત્વ પામેલા કે તેને પામવાની યોગ્યતાવાળા જીવો જ આવું સામર્થ્ય બતાવી શકે છે અને સત્તામાં રહેલ સઘળાય કર્મોને છંછેડી તેની ઉદીરણા કરી, બહાર લાવી, સામનો કરીને સંપૂર્ણ વિચ્છેદ કરી, ખાતમો બોલાવી, ક્ષપકશ્રેણિ માંડી મોક્ષ પામે છે. પરિણામે આત્મા સ્વયં પરમાત્મા બનતા લોકાગ્રશિખરે આરૂઢ.થઈ પદ્મપ્રભસ્વામીનું અને પોતાનું અંતર દૂર કરી શકે છે. ‘‘સત્તા કરમ વિચ્છેદ’’થી ‘‘આંતરું ભાંજે’’ છે. અને સત્તામાં રહેલું કેવળજ્ઞાન પર્યાયમાં પ્રગટે છે. કર્મવિજ્ઞાનનો અભ્યાસ એ દ્રવ્યાનુયોગનો વિષય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી દ્રવ્ય વિશે માહિતગાર થઈ ચરણકરણાનુયોગ જે શુદ્ધિકરણ છે, તેનાથી વસ્તુના શુદ્ધત્વ-દ્રવ્યત્વ-વસ્તુત્વને પર્યાયમાં વ્યક્ત એટલે કે પ્રગટ કરવાનું છે. કર્મના મેલને-અશુદ્ધત્વને દૂર કરી શુદ્ધત્વને બહાર પર્યાયમાં એટલે કે અનુભૂતિમાં આણવાનું છે. વર્તમાનમાં જેમ અત્રે ચર્મચક્ષુ પ્રદાનના નેત્રયજ્ઞ ચાલી રહ્યા છે, જીવનવ્યવહારમાં થતી પ્રવૃત્તિમાં ગુણની છાયા હોવી જોઈએ અને નિવૃત્તિમાં પોતામાં ઠરવાપણું જોઈએ. Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 212 તેમ અઢીદ્વીપમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી આદિ, વીસ વિહરમાન ભાવ જિનેશ્વર ભગવંતોના ઉપનિષદમાં શુદ્ધિકરણનો મહાયજ્ઞ (Great Refinery) ચાલી રહ્યો છે. ત્યાં અનેક આત્માઓ માર્ગાનુસારીતા, સમ્યકત્વ, વિરતિ, વીતરાગતા-સર્વજ્ઞતા-સર્વદર્શીતા અને સિદ્ધત્વને પામી રહ્યાં છે. આપણે પણ આપણો નંબર ત્યાં લગાડવાનો છે. આયુષ્યકર્મ સિવાયના બધાય કર્મોનો સ્થિતિબંધ અંતઃકોટાકોટીનો થાય છે ત્યારે જીવ મોક્ષ પામવાને યોગ્ય બને છે. આવા ચરમ યથાપ્રવૃત્તકરણની યોગ્યતાવાળા જીવોને મુક્તિ પ્રાપ્તિને યોગ્ય કારણોસંયોગો આવી મળે છે, અજ્ઞાની જીવો અજ્ઞાનદશામાં પ્રકૃતિથી બંધાયેલા છે અને જેનો રાગભાવ છૂટ્યો નથી, એવા જીવોનું વીર્ય જ હણાઈ ગયું હોવાથી તે નિર્વીર્ય નબળા છે. બાકી તત્ત્વચિંતક વિચારશીલ મતિમંત આત્માઓ જે જાગેલાં છે, તેમણે તો સિંહની જેમ શૌર્ય ફોરવી કર્મો ઉપર હલ્લો જ બોલાવવાનો છે અને પ્રભુ મહાવીરસ્વામીની જેમ, જવું પડે તો અનાયદેશમાં જઈને પણ કર્મ ઉપર ત્રાટકવાનું છે અને એને પટકી નાખી, પરાજિત કરી અજિત થવાનું છે. સમલમાંથી અમલ-નિર્મળ પદ્મપ્રભુસ્વામી જેવા બનવાનું છે.' કનકોલિવત્ પયડિ પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ૦૩ પાઠાંતરે લગેના સ્થાને લગે” અને “કહેવાય'ના સ્થાને કહાય” એવો પાઠ-ફરક છે. શબ્દાર્થ કનક એટલે કુંદન-શુદ્ધ સોનું અને ઉપલ એટલે પથ્થર, વત્ એટલે જેમ. પયડી એટલે પ્રકૃતિ અને પુરુષ એટલે દેહમાં પુરાયેલો મળવું એ પુણ્યોદય છે જ્યારે બનવું એ પુરુષાર્થ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ 213 હૃદય નયન નિહાળે જગધણી ઈશ્વર અર્થાત્ આત્મા. જેમ સુવર્ણ અને પાષાણ એકમેક થયેલા સુવર્ણપાષાણકંધરૂપે ખાણમાંથી મળી આવે છે, તેમ પુરુષ-આત્મા અને પ્રકૃતિકર્મ એકમેક સાથે જોડાયેલા સ્વભાવવાળા અનાદિથી મળી આવે છે. જ્યાં સુધી આત્મા અન્ય એટલે કે પર એવા પુદ્ગલના સંયોગથી સંયોગી છે ત્યાં સુધી એ પુદ્ગલયુક્ત આત્મા સંસારી કહેવાય છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ પુદ્ગલના બે ભેદ-પ્રકાર છે કે જીવ સહિતનું પુદ્ગલ તે સચિત્ત અને જીવ રહિત પુદ્ગલ તે અચિત્ત. એ જ પ્રમાણે જીવ-આત્માના પણ બે પ્રકાર છે. પુદ્ગલયુક્ત તે સંસારી જીવ - શરીરધારી આત્મા અને પુદ્ગલમુક્ત તે અશરીરી સિદ્ધાત્મા-શુદ્ધાત્મા. જગત આખાની રમત- સંસારીઓના સંસારનો બધોય ખેલ જીવ અને પુદ્ગલનો છે. અર્થાત્ પુરુષ અને પ્રકૃતિનો છે. આ ખેલ-સંસારનું નાટક અનાદિકાળથી ચાલ્યું આવે છે. એની કોઈ આદિ એટલે કે પ્રારંભશરૂઆત નથી. સંસારના આ નાટકમાં ભાગ લેવાનું-ભળવાનું-ખેલ ખેલવાનું છોડી દઈને એ ખેલને પ્રેક્ષક તરીકે માત્ર જોનારા-ભાળનારી થઈએ તો એ ખેલ-નાટકનો અંત The End આવે અને પુગલયુક્ત સંસારી એવા આપણે પુદ્ગલમુક્ત સિદ્ધ થઈ શકીએ એમ છીએ. અનાદિના આપણે રૂપારૂપી જ છીએ. હવે જો રૂપી એવા પુદ્ગલથી જુદા પડીએ-છૂટા થઈએ તો અરૂપી એવા સિદ્ધ આત્મા થઈએ અને સંસારથી છૂટીએ એટલે કે મુક્ત થઈએ. “કનકાપલવત્ પયદિ પુરુષ તણી રે..” કહીને કવિરાજ વાતને દૃષ્ટાંતથી સુસ્પષ્ટ કરે છે. ખાણમાંથી સોનું સુવર્ણપાષાણ સ્કંધ રૂપે જ મળી આવે છે. સોનું અને પાષાણ કે માટી, એ બન્નેના ગુણધર્મો જુદા શાંતિ-સમતા-સમાધિની ઉપેક્ષા કરીને કદીય ઘર્મ નહિ પામી શકાય. Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 214 જુદા જ છે. સોનું એ સોનું છે અને માટી એ માટી છે. પરંતુ ખાણમાંથી બન્ને એકમેક થયેલા ભેગા જ મળી આવે છે. સોનાને માટીનો સંયોગ થયો છે અને માટીને સોનાનો સંયોગ થયો છે. – અરસપરસ અન્યસંયોગી બન્યા છે. અનાદિની કુદરતી-પ્રાકૃતિક રચના કહો કે વ્યવસ્થા કહો તે આવી વ્યવસ્થિત જ છે. “જોડી અનાદિ સ્વભાવ...’’ છે. સોનું અને માટી કે પાષાણનો સંયોગ ક્યારે થયો? તે કોઈ કહી શકે એમ નથી. એ તો અનાદિની જોડી સ્વભાવમાં જ છે. એવો જ પુરુષ અને પ્રકૃતિ એટલે કે જીવ અને કર્મનો અરસપરસ સંયોગ સંબંધ છે. અનાદિની આ સંયુક્તતાજોડી સ્વભાવ છે. એના પ્રારંભની પૃચ્છા કરવી અપ્રસ્તુત છે. કારણ કે મૂળનું મૂળ ન હોય અને ફળનું ફળ ન હોય. જો મૂળનું મૂળ હોય અને ફળનું ફળ હોય તો મૂળનો અને ફળનો અભાવ થઈ જાય. આ મૂળ સ્વભાવ-મૂળ પ્રકૃતિ છે. આવો જ્યાં સુધી અન્ય સંયોગી આત્મા છે, ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. એ સહ અન્ય-સાન્ય એટલે કે સાપેક્ષ છે. આત્મા જ્યારે અન્ય સંયોગથી છૂટો પડી જાય છે ત્યારે તે(ન) અ+અન્ય = અનન્ય એટલે કે અપેક્ષા વિનાનો નિરપેક્ષ સિદ્ધ આત્મા-શિવ થઈ જાય છે. એટલે જ સંથારા પોરિસીમાં ફરમાવ્યું કે..‘‘II સંનોT मूला 'जीवेण पत्ता -વપરંપરા ।।' ' તત્ત્વાર્થ સૂત્રમાં પૂર્વધર વાચક ઉમાસ્વાતિજી પણ જણાવે છે કે... ‘।। ભૃત્ત્તર્મક્ષયો મોક્ષઃ ।।’’ યોગબિંદુ ગ્રંથમાં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિજી પણ આ જ વાત ફરમાવે છે કે... સાત્માના નિર્મળ પર્યાયની અનુભૂતિ તે ભાવ શાસન-સ્વરૂપ શાસન છે, તે પામવા માટે જિનશાસન છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ 215 - હૃદય નયન નિહાળે જગધણી i ગાત્મા તત્ ગચ સંયોત્સરી, તસ્વિયોતિ: ।। स एव मुक्तः एतौ च तत् स्वाभाव्यात् तयोस्तथा।।" સસંયોગી આત્મા શરીરધારી સંસારી આત્મા છે. અસંયોગી અશરીરી આત્મા મુકતાત્મા-સિદ્ધાત્મા છે. અન્યસંયોગી એવા સંસારી આત્માને પોતાના અસ્તિત્વનું આત્મતત્ત્વનું-વસ્તુતત્વનું ભાન નથી કે હું કોણ છું?” અજ્ઞાનતાના કારણે અભાનતા છે અને તેથી બેભાનપણે બેફામ જીવન જીવાય છે. જીવને સવળો પુરુષાર્થ કરવામાં, જો કોઈ પણ આડે આવતું હોય, તો તે તેની પોતાની અજ્ઞાનતા જ છે. જડનો તો સ્વભાવ જ નથી કે તે પોતે સ્વયં કોઈ સવળો કે અવળો પુરુષાર્થ કરે. પુદ્ગલ તો પોતાનાં પરિણમનમાં પૂર્ણપણે પ્રામાણિક છે. જેવા ભાવે પુલનું ગ્રહણ થાય છે તેવા જ ભાવે તે પરિણમે છે. પુદ્ગલનું પરિણમન ક્રમબદ્ધ છે. પુલ જડ છે અને તેથી તેને સુખદુઃખ કે શાતા-અશાતાના વેદનનો પ્રશ્ન નથી. જીવ સુખી કે દુઃખી છે અને તેથી તેને શાતા-અશાતાના વેદનના પ્રશ્નનો તોડ લાવવાનો છે કે કઈ રીતે ને કયા ઉપાયથી સર્વથા સર્વદા સર્વત્ર દુઃખમુક્ત થઈ અનંત શાશ્વત સુખમાં રહેવાય. અજ્ઞાનતા અને અભાનતાના કારણે મોહવશ સંસાર તરફ ઢળેલો રાગભાવ જ એના અવળા પુરુષાર્થનું કારણ છે. આત્મજ્ઞાનથી સ્વરૂપ તરફનો ઢળેલો વિવેકભાવ જ સવળા પુરુષાર્થનું કારણ છે. સવળી સમજથી સવળો પુરુષાર્થ થાય તો મોક્ષ મુશ્કેલ પણ નથી અને દૂર પણ નથી. એ માટે કાંઈ ભવિતવ્યતા, ભાગ્ય કે નિયતિના ભરોસે હાથ જોડી નિષ્ક્રિય બેસી રહેવાય નહિ. ધર્મ અને મોક્ષ પુરુષાર્થથી તે પ્રાપ્ય છે તેથી તો ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ કહેવાય છે. ભાગ્યના ભરોસે રહેનાર તો અનેક જીવો અભવિ પાસે ગુણ છે પણ ગુણદષ્ટિ નથી. ગુણદષ્ટિ હોય ત્યાં ગુણરથાનક હોય, મોક્ષમાર્ગ હોય. Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 216 રખડી પડ્યા છે. જેવો પુરુષાર્થ તેવું ફળ પ્રાપ્ત થાય એ પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિ ક્યારેય પ્રતિકૂળ થતી નથી. એ તો આપણને સાનુકૂળ બનવા સજ્જ જ છે. જરૂર તો, આપણે પોતે સવળો પુરુષાર્થ કરીએ તેની છે. ધર્મસત્તાનો પણ આજ નિયમ છે. ઘેટાંના ટોળા વચ્ચે ઉછરેલા સિંહને પોતાના સિંહપણાનું ભાન થયા પછી એ ક્યારેય ઘેટું થાય નહિ. પ્રકૃતિનેકર્મને પણ સત્તા તો આત્માએ જ આપી છે. બળવાન કોણ? સત્તા આપનારો કે જેને સત્તા અપાય છે તે? આપેલી સત્તા પાછી ખેંચી લેવાની જરૂર છે. Power of Attorney should be withdrawn. આ જ પુરુષાર્થ કરવાનો છે. કર્મ તો હજુરીયા છે. આતમરાજાએ કર્મહજુરીયાને સત્તા આપી છે તેથી તે ઉપર ચઢી બેઠો છે અને રાજાને રાંક બનાવી દીધો. વાઘ, બિચારો બની, બકરી થઈ ગયો છે. કાર્યણવર્ગણામાં સ્થિતિ અને રસ આપણે રેડીએ છીએ. અકષાયી થઇ જઈએ અને કાર્યણવર્ગણામાં સ્થિતિ અને રસ નહિ રેડીએ તો તેરમા ગુણસ્થાનકે રહેલ કેવળજ્ઞાનીની જેમ માત્ર એક સમયનો પ્રદેશ અને પ્રકૃતિબંધ રહે અને પ્રકૃતિબંધ પણ શરીર છે ત્યાં સુધી, યોગકંપન હોવાના કારણે જ રહે છે. કેવળજ્ઞાનીને ઉપયોગકંપન તો હોતું જ નથી. જેટલી સક્રિયતા તેટલી અસ્થિરતા અને જેટલી અક્રિયતા તેટલી સ્થિરતા. સંયોગ છૂટી ગયા પછી વિયોગ છે જ નહિ. સંયોગ છે ત્યાં જ વિયોગ છે. શરીર છૂટી ગયા પછી નિર્વાણ થયેથી અશરીરી બન્યા તેને જનમ-મરણ શેના? શરીરના જનમ-મરણ છે. આત્માના કાંઇ થોડા જનમ-મરણ છે!! આત્મા તો અનાદિ-અનંત અનુત્પન્ન અજરામર અવિનાશી સ્વયંભૂ ને સ્વયંસિદ્ધ છે. કારણ જોગે હો બાંધે બંધને રે, કારણ મુતિ મુકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે રે, હેય-ઉપાદેય સુણાય. પદ્મપ્રભ૦૪ (અ) દોષદૃષ્ટિ હોય ત્યાં ગુણ હોય તો પણ તે ગુણાભાસ છે. ગુણદૃષ્ટિ હોય ત્યાં દોષ હોવા છતાં હાનિકર્તા નથી. (બ) દોષ એ કાંટો છે. દોષદૃષ્ટિ એ બાવળિયાનું ઝાડ છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ 217 હૃદય નયન નિહાળે જગધણી 5 પાઠાંતરે ‘જોગે’ની જગાએ ‘યોગ’, ‘બંધને’ની જગાએ ‘બંધમેં’, ‘હેય’ની જગાએ ‘હે’ અને ‘સુણાય’ની જગાએ ‘સુયાણહ’ એવો પાઠ-ફરક છે. :: શબ્દાર્થ : જ્યારે કર્મબંધનું કારણ મળે છે ત્યારે આત્મા કર્મનો બંધ કરે છે. અને જ્યારે મુક્તિનું કારણ મળે છે ત્યારે કર્મથી મુક્તિ મેળવે છે. જે કારણથી બંધ થાય છે, તે કારણોને સેવવાના બંધ કરવામાં આવે અને જે કારણથી મુક્તિ મળે છે, તે કારણોનું સેવન કરવામાં આવે તો બંધથી છૂટાય અને મુક્તિ મેળવાય. જે કારણોથી કર્મબંધ થાય છે તે કારણોને આશ્રવ કહ્યાં છે, અને જે કારણોથી કર્મબંધ અટકે છે, તેને સંવર કહેલ છે. કર્મબંધ થાય તેવા કારણોથી દૂર રહીએ તો નવો કર્મબંધ થાય નહિ એવી કાળજી રાખી જૂના બાંધેલા કર્મોનો નિકાલ કરીએ અર્થાત્ તેને ખેરવી નાખવાની ક્રિયા કરીએ તેને સંવરપૂર્વકની નિર્જરા કહેવાય છે. નવા કર્મોથી બંધાઈએ નહિ અને જૂના બંધાયેલા બધાંય કર્મોની નિર્જરા થઇ જાય એટલે કર્મમુક્ત થઈ જવાય. નવું ભરવું નહિ અને જૂનું ભરાયેલું ખાલી કરી શૂન્ય થઈ જવું-ખાલી થઇ જવું તે જ પરથી છૂટકારા રૂપ મોક્ષ છે. આશ્રવ હેય છે એટલે કે ત્યાજ્ય છે અને સંવર ઉપાદેય એટલે કે આદરવા યોગ્ય આચરણીય છે. આ શાસ્ત્રનું રહસ્ય છે. બાકી બધો તેનો જ વિસ્તાર છે. કર્મબંધ થવાને યોગ્ય કારણોનો સંયોગ થવાથી જીવને કર્મબંધ જ્યાં સુધી નિમિત્ત તરફ દૃષ્ટિ રહેશે ત્યાં સુધી ઉપાદાન તૈયાર નહિ થાય. Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 218 થાય છે અને કર્મબંધના બંધનથી બંધી બનાય છે. એ જ પ્રમાણે કર્મબંધથી મુક્ત થવાના-છૂટકારાના કારણો આવી મળે છે ત્યારે કર્મથી મુક્ત થવાય છે અર્થાત્ કર્મથી છૂટા પડી જવાય છે. જેનાથી બંધાવાનું થાય છે તેનું નામ આશ્રવ છે અને જેનાથીબંધનમાંથી મુક્ત થવાય છે – છૂટાય છે તેનું નામ નિર્જરા છે અને જેનાથી આશ્રવનિરોધ થાય છે તે સંવર. આશ્રવ હેય એટલે કે ત્યાજ્ય છે અને સંવર ઉપાદેય એટલે કે ગ્રાહ્ય યા આરાધ્ય છે. - લક્ષ્યાર્થ-વિવેચન આશ્રવ એ કારણ છે અને બંધ એ કાર્ય છે. સંવર એ કારણ છે અને નિર્જરા એટલે કે કર્મબંધથી છૂટકારો કાર્ય છે. સર્વસંવરથી સર્વથા નિર્જરા છે અને તે, બંધનથી સર્વથા મુક્ત અવસ્થા એવી સિદ્ધાવસ્થા છે, કે જેનાથી સ્વપદ-પરમપદની પ્રાપ્તિ થાય છે. રૂપારૂપી એવો જીવ રૂપી પુદ્ગલથી છૂટો પડી જઈ મુક્ત થતા અરૂપી બની જાય છે. પછી અરૂપીને અરૂપનું તો બંધન નથી જ પણ રૂપીનું પણ બંધન નથી. કારણ કે રૂપીથી રૂપીને કે રૂપારૂપીને જ બંધન છે. અધિકરણના જીવ અને અજીવ એમ બે ભેદ છે. કેવળ જીવથી કે કેવળ અજીવથી આશ્રવ કર્મબંધ થાય જ નહિ. જીવ અને અજીવ બે ભેગા મળી મિશ્ર ચેતનરૂપે થાય તો જ આશ્રવ થાય. જીવ આશ્રવનો કર્તા છે અને અજીવ આશ્રવમાં સહાયક છે. પૂર્વધર પૂ. ઉમાસ્વાતિ વાચક પણ તત્ત્વાર્થસૂત્રમાં ફરમાવે છે કે. II ધિવકર નીવાડનીવાઃ | વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજીના ફરમાવ્યા મુજબ જ્ઞાન જ્ઞાનમાં ઠરે તે જ્ઞાનનો સાર - જ્ઞાનસાર છે અને એ જ જ્ઞાનાનંદ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ 219 હૃદય નયન નિહાળે જગધણી l માવ: સર્વથા દેય, ઉપાધેય% સંવર: ” આશ્રવ એ સર્વથા હેય છે અને સંવર સર્વથા ઉપાદેય છેઆદરવા-આચરવા યોગ્ય આરાધ્ય છે. "आश्रवो भवहेतुः स्यात्संवरो मोक्षकारणम्। इतीयमार्हती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् ।।" . આશ્રવ એ ભવહેતુરૂપ છે અને સંવર એ મોક્ષના કારણરૂપ છે. અત્ જિનેશ્વર ભગવાનની આટલી જ મુઠ્ઠીમાં સમાઈ જાય તેટલી સંક્ષિપ્ત વ્યાખ્યા છે. આશ્રવના આમ તો ૪૨ ભેદ છે. પરંતુ તેના મુખ્ય ચાર વિભાગ છે. ) મિથ્યાત્વ ૨) અવિરતિ ૩) કષાય અને ૪) યોગ. આ ચાર કર્મબંધના હેતુ એટલે કે કારણ છે. પાંચમું કારણ પ્રમાદ છૂટું પાડીને જણાવવામાં આવે છે પણ અવિરતિ અને કષાય એ બે કારણો અંતર્ગત પ્રમાદનો સમાવેશ થાય છે. યોગના પણ બે ભેદ પ્રશસ્ત અને અપ્રશસ્ત પાડવામાં આવે છે. પરંતુ પ્રશસ્તયોગથી પુણ્યકર્મનો બંધ થતો હોવાથી પ્રાથમિક કક્ષામાં ઉપાદેય ભલે હોય, પણ તે છે તો આશ્રવ જ! તેથી અંતે તો હેય જ છે. અપ્રશસ્તયોગ એ તો પાપકર્મબંધનું કારણ હોવાથી સર્વથા સર્વદા સર્વત્ર હેય જ છે. ' મિથ્યાત્વઃ મિથ્યાત્વ એટલે પરમાં સ્વ-પણાની બુદ્ધિ. પરાયાપારકામાં પોતાપણાની બુદ્ધિ એ મૂઢતા-મૂર્ખતા-મહાભૂલ Blunder છે. પર એ પર છે અને તે ક્યારેય સ્વ થનાર નથી. સ્વ એ સ્વ છે અને ક્યારેય છૂટનાર કે પર થનાર નથી પછી તેને સ્વ તરીકે ઓળખતા કે માનતા હોઈએ કે નહિ તો પણ! પરમાં પરાધીનતા છે અને પરાધીનતામાં દુઃખ જ હોય! સ્વમાં સ્વાધીનતા છે અને સ્વાધીનતામાં સુખ જ હોય જ્યાં સુધી સત્ય અનુભવાતું નથી, ત્યાં સુધી સત્ય આપણું થતું નથી. Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 220 પર વિનાશી છે. સ્વ અવિનાશી છે. વિનાશીમાં અવિનાશીની બુદ્ધિ સ્થાપવી-કરવી અને જે દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી છે તેમાં સુખબુદ્ધિ કરી સંબંધ બાંધવો તે પણ બંધન છે અને એ પણ મિથ્યાત્વ છે. પોતાનામાં પોતાપણાની અભાનતા-અજ્ઞાનતા અને પારકામાં પોતાપણાની અવળી બુદ્ધિ જેવું મહાપાપ-મહામિથ્યાત્વ બીજું કોઈ નથી. ઉપાધ્યાય વીરવિજયજી પણ કહે છે... “મારું નહોતું તેને મારું કરી નાખ્યું, મારું હતું તેને નાહિ પિછાન્યું; એવા મુર્ખતાના દુઃખ મારા, કહેજો ચાંદલિયા કહેજો ચાંદલિયા સીમંધર તેડા મોકલે.” આ અવળી માન્યતા છે. અવળો હુંકાર અહંકાર છે જે વિપર્યાસ છે. એ બુદ્ધિની વિપરીતતા છે. . . આવું મિથ્યાત્વ એ આશ્રવનું મહાકારણ છે, જે આશ્રવના ચાર મુખ્ય પ્રકારમાંનો પહેલો પ્રકાર છે. ઝેરના ઘણા પ્રકારો છે. પણ મિથ્યાત્વ જેવું કોઈ કાતિલ ઝેર નથી. શત્રુના ઘણા પ્રકારો છે પણ મિથ્યાત્વ જેવો કોઈ આત્માનો શત્રુ નથી. મિથ્યાત્વ એ અઢારમું મહાપાપ છે. એ આત્માનો ભાવશત્રુ છે, જે જીવના ભવોભવ બગાડનારો અને દુર્ગતિમાં રખડાવનારો છે. એ આત્માના પરમાત્મસ્વરૂપનો હત્યારો છે. અંધકારના પણ ઘણા પ્રકારો છે પણ મિથ્યાત્વ જેવુ કોઈ નિબીડ અંધકાર નથી. રોગના પણ ઘણા પ્રકારો છે પણ મિથ્યાત્વ જેવો આત્માના આરોગ્યને બગાડનારો બીજો કોઇ મહારોગ નથી. વસ્તુને-તત્ત્વને, અવસ્તુઅતત્ત્વ મનાવનાર અને અવસ્તુ-અતત્ત્વને, વસ્તુ-તત્ત્વ મનાવનાર આ મિથ્યાત્વ છે. જ્યાં સર્વત્ર પ્રેમનું નિતરણ ત્યાં વીતરાગતાનું અવતરણ. Page #274 -------------------------------------------------------------------------- ________________ 221 હૃદય નયન નિહાળે જગધણી 卐 આ મિથ્યાત્વના પણ પાછા પાંચ પ્રકાર છે. ૧) આભિગ્રહક ૨) અનાભિગ્રહિક ૩) આભિનિવેશિક ૪) સાંયિક ૫) અનાભોગિક, જેનું વિશેષ વિવરણ ધર્મપરીક્ષા-ગ્રંથથી જાણી લેવું. અવિરતિ : અવિરતિમાં સાવદ્ય વ્યાપારમાં યોગની પ્રવર્તના હોય છે. સંસારના ભવદુઃખથી ત્રાસીને, જે સંસારત્રસ્ત જીવો સંસાર પ્રત્યે વિરક્ત એટલે કે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા બને છે, તે સંસારમાં અરતિ થવાથી વિરતિમાં આવે છે. જે દેશથી એટલે કે આંશિક શરતીય વિરતિ સ્વીકારે છે, તે છૂટછાટ રાખનાર એકથી લઇ બાર વ્રત . ઓછા વત્તે અંશે સ્વીકારે છે. એવા જીવો દેશવિરતિધર શ્રાવક કે શ્રાવિકા કહેવાય છે. એમને સ્થૂલથી અનેક ભાંગે પાંચવ્રતોનો સ્વીકાર હોય છે, તેથી અણુવ્રત કહેવાય છે. જે જીવો કશીય છૂટછાટ રાખ્યા વિના બીનશરતિ, સર્વથી વિરતિ સ્વીકારી પોતાના જન્મજાત સાંસારિક નામ-રૂપ અને સર્વસંગનો પરિત્યાગ કરી સમવસરણના પ્રતિકરૂપ નાણ સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક પંચમહાવ્રતધારી ષટ્કાયરક્ષક બને છે, તે ચારિત્રધર સર્વવિરતિધર કહેવાય છે. અવિરતિ એ બીજા પ્રકારનો આશ્રવ છે. એમાં કોઈ પણ-ટેકપ્રતિજ્ઞા કે પચ્ચખ્ખાણ વિનાનું નિરંકુશ જીવન હોય છે. વળી વૃત્તિ અને પ્રવૃત્તિમાં અપ્રશસ્ત-અશુભ યોગનું પાપપ્રવર્તન હોય છે; જેનાથી પાપાશ્રવ થાય છે. વૃત્તિ અને પ્રવૃત્તિ જો શુભ સદાચારી પ્રશસ્ત હોય છે, તો તેવા પ્રશસ્તયોગ પ્રવર્તનમાં પુણ્યાશ્રવ હોય છે. કષાય ઃ કણ્ એટલે સંસાર અને આય એટલે કે લાભ. જેનાથી જ્યાં ગુણની સહજતા-સરળતા-સાતત્યતા ત્યાં વ્યાપકતા. Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી સંસારની વૃદ્ધિ થયા કરે તે, અઢારમાના પહેલાં પાંચ મોટા પાપ પ્રાણાતિપાત, આદિ પાપોના પોષક અને પ્રેરક, પછીના ચાર મોટા પાપ છઠ્ઠું ક્રોધ, સાતમે માન, આઠમે માયા અને નવમે લોભ છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય કહેવાય છે. એ ચારના પાછા ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન છે. ચાર કષાયના ચાર ચાર પ્રકાર એટલે સોળ કષાય થાય. પાછા એ સોળ કષાયના ચાર ભાંગા અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધ-માન-માય-લોભ, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની–અનંતાનુબંધી પ્રત્યાખ્યાની–અનંતાનુબંધી સંજ્વલન ક્રોધમાન-માયા-લોભ મળી ૧૬૪૪=૬૪ પ્રકારના કષાય થાય. આ કષાયોના પોષક ને પ્રોત્સાહક નવ નોકષાય, હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા અને પુરુષ-સ્ત્રી-નપુંસકવેદ છે. 222 કષાય આત્માના અધ્યવસાયને કલુષિત કરે છે. કલુષિતતા જ કર્મબંધનો હેતુ-કારણ છે. એથી જ કહે છે; II ષાયમુત્તિ વિતરેવ મુવિસ્તા ક્લેશે વાસિત મન સંસાર ક્લેશરહિત મન તે ભવપાર - મહામહોપાધ્યાયજી પૂ. વાચક ઉમાસ્વાતિજી પણ તત્ત્વાર્થ સૂત્રમાં કહે છે... - संकषायत्वाज्जीवः कर्मणो योग्यान्पुद्गलानादत्ते ।। ચાર કષાયને લીધે જીવ કર્મને યોગ્ય કાર્યણવર્ગણાના પુદ્ગલોને પ્રતિ-સમય ગ્રહણ કરે છે. છેક છેવટે દશમા ગુણસ્થાનકના અંતે છેલ્લા લોભકષાયનો નાશ થતા ક્ષીણકષાય-ક્ષીણમોહ થઈને વીતરાગ થવાય છે. તેથી જ કહ્યું છે કે... સતત સરળ સહજ ગુણ પ્રવર્તન તે જ કેવળજ્ઞાનનું પ્રકાશન. Page #276 -------------------------------------------------------------------------- ________________ 223 - હૃદય નયન નિહાળે જગધણી || નૈયો મોક્ષ: II સકળ કર્મોનો ક્ષય કરવા વડે જીવ મોક્ષ પામે છે. આ માટે પ્રથમ બંધ હેતુઓથી આત્માને અળગો રાખી પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરવી જરૂરી છે. અર્થાત્ સંવરપૂર્વક નિર્જરા થવી જરૂરી છે. એ માટે કષાયો દૂર થવા જરૂરી છે, જેને માટે વિષયોથી દૂર રહેવું જરૂરી છે. વિષયકષાયથી દૂર રહેવા સમતાભાવ કેળવવો જરૂરી છે. સમકિતની પૂર્વે સમકિત લાવવા માટે અને સમકિત થયા પછી નિષ્કષાય થવા માટે સમતાભાવની આવશ્યકતા હોવાથી કહ્યું છે કે II સમત્વમ્ યોગ વ્યા આશ્રવ અને કષાયની ચોકડીને તોડીને, ચાર ગતિરૂપ સંસારને છેદીને, પંચમગતિ, જે સ્થિતિ છે તે મોક્ષને અપ'વર્ગને પામવાનો છે. એ માટે મળેલાં સાનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંયોગોને મોક્ષાનુકૂળ બનાવવાના છે, મોક્ષ માટે પ્રયોજવાના છે. એ માટે નામસ્થાપના-દ્રવ્ય-ભાવ નિપાથી, મુક્ત થઈ ગયેલા ભગવાન જિનેશ્વરનું આલંબન લેવાનું છે. એ આલંબનના આધારે દાન-શીલ-તપ-ભાવરૂપ ચાર પ્રકારના ત્યાગધર્મનું ધર્માચરણ કરવા દ્વારા, અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થને ઓળંગી જઈને, ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થને આદરવાના છે અને ફળ સ્વરૂપ મોક્ષ એટલે કે અનન્ત દર્શન, અનન્ત જ્ઞાન, અનન્ત વીર્ય અને અનન્ત સુખના અનન્ત ચતુષ્કની ઉપલબ્ધિ કરવાની છે. | | ચોકોપયોગી નીવેડ્ડા જીવમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામો અનાદિથી છે. યોગ બનેલા છે પુદ્ગલના પણ હોય છે જીવને. પ્રાપ્ત મન, વચન અને કાયા એ ત્રણ યોગ છે. એ મોક્ષ માટે પ્રવર્તે તો યોગ છે અને વિષય વિલાસમાં પ્રવર્તે તો ભોગ છે, જેનાથી આત્માના આત્મભાવનો ઠરેલો ઠારે અને બળેલો બાળે. Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 224 ભોગ લેવાય છે. જે આત્માને એના પરમાત્મભાવ – મોક્ષ સાથે જોડાણ કરાવે છે તેને જ યોગ કહેવાય છે. મય-વા-મન: ચો:II કાયા, વચન અને મનનો વ્યાપાર એ યોગ છે. અહીં યોગ શબ્દ આત્મવીર્ય-આત્મશક્તિ અર્થમાં પ્રયોજાયો છે. યોગ એ આશ્રવ છે. યોગના હલનચલન-કંપનથી કર્મનો આશ્રવ થાય છે. શુભ-પ્રશસ્ત યોગ પ્રવર્તનથી પુણ્યાશ્રવ છે. અશુભ-અપ્રશસ્ત યોગ પ્રવર્તનથી પાપાશ્રવ છે. | સષાયાડાયયો. સાપુરાથિયોઃ II કષાયસહિત આત્માનો યોગ કાષાયિક-સામ્પરાયિક કર્મનો આશ્રવ બને છે. અને અકષાય-કષાયરહિત આત્માનો યોગ ઈર્યાપથ રસરહિત કર્મનો આશ્રવ બને છે, જે તેરમા ગુણઠાણાના કેવળીભગવંતોને હોય છે. ચૌદમાં ગુણઠાણે પરમયોગસ્થર્યરૂપ શૈલેશીકરણથી સર્વ-સંવર હોવાના કારણે આશ્રવ હોતો નથી. પછીની અવસ્થા યોગાતીત, અશરીરી અવસ્થા હોવાથી એ અયોગી સિદ્ધાવસ્થામાં યોગકંપનનો પ્રશ્ન રહેતો નથી. એ નિષ્કર્મા, નિષ્કલંક, નિરંજન, નિરાકાર અવસ્થા છે. આમ ચોદમાં ગુણઠાણે આશ્રવન સર્વથા નિરોધથી સર્વ-સંવર છે, જ્યાં ઉપયોગ અવિનાશીતા તથા આત્મપ્રદેશની પરમ-સ્થિરતાની આદિ છે, જે સિદ્ધ થયા પછી સાદિ-અનંતકાલ હોય છે અને તેની સાથે અક્રિયતાપૂર્વકની આત્માની આત્મામાં જ ટ્યુત થયા વિનાની અય્યત આત્મસ્થિતતા-આત્મરમમાણતાઆત્મીયતા-આત્મલીનતા છે. આમ ઉપાદેય એવા સંવરના ૫૭ ભેદથી, ૪૨ ભેદ થતાં આશ્રવનો નિરોધ કરી સર્વથા સર્વકાલીન પુદ્ગલમુક્ત એવી મુક્તાવસ્થાસિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે. સામાન દષ્ટિકોણ નથી સમજાતો તેથી આપણને કષાય થાય છે. View points Degree જુદી જુદી છે તેથી જીવો જુદું જુદું માને છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ 225 હૃદય નયન નિહાળે જગધણી મુંજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ; ગ્રંથ ઉક્ત કરી પંડિત જન કહ્યો રે, અંતરભંગ સુસંગ. પદ્મપ્રભ૦૫ પાઠાંતરે ભાષાફેરને કારણે ઉત્તે'ના સ્થાને “ઉક્તિ છે. શબ્દાર્થ ઃ મુંજનકરણ એટલે કર્મસંયુક્તતા-કર્મજોડાણ. અંતર એટલે આંતરું-દૂરી-છેટાપણું. ઉક્ત એટલે કહેલું છે. સુઅંગ એટલે કે આંતરું ભાંગવાના સુસંગ-સારા અંગ અર્થાત્ સારો ઉપાય-ઇલાજ છે. અથવા સુ-અંગ લઈએ તો શ્રુતજ્ઞાનના અંગરૂપ-સુઅ+અંગ છે. અથવા તો સ્વઅંગ-સ્વરૂપપદ-સ્વપદ. કર્મસંઘાત-કર્મસંયુક્તતા અર્થાત્ કર્મની સાથેના યુજનકરણ-જોડાણને લીધે તમારી અને મારી વચ્ચે આ ફાંસલોઅંતર-ભેદ પડી ગયો છે. ગુણકરણે એટલે કે ગુણોની ખિલવણીથી ગુણારોહણ કરીને, કર્મની સાથેના સંઘાત-જોડાણનો વિઘાત-ભંગાણ કરવાથી, મારી તમારી વચ્ચેના પડી ગયેલ અંતરને ભાંગી શકાશે-દૂર કરી શકાશે. શાસ્ત્રો અને આગમગ્રંથોના પ્રમાણથી પંડિત પુરુષો-જ્ઞાની, ગુરુ ભગવંતોએ, આ જ અંતરભંગનો એટલે કે ભેદ દૂર કરી અભેદ થવાનો સારો ઈલાજ-ઉપાય-યુક્તિ છે એમ કહ્યું-જણાવ્યું છે. લક્ષ્યાર્થ : વિવેચન : સ્તવનના પહેલાં જ ચરણમાં કવિરાજ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે હે પદ્મપ્રભ ભગવંત ! તારે મારે આંતરુંભેદ પડી ગયો છે, તે અંતર કેમ કરીને ભાંગે? આ પ્રશ્નનું સમાધાન અવધૂતયોગી આનંદઘનજી સ્તવનના આ પાંચમાં ચરણમાં કરે છે. ભેદ-અંતર પડવાનું કારણ કર્મ જોડાણ-કર્મ સંયુક્તતારૂપ | નિગોદની ગતિ અને મોક્ષની ગતિ સામસામી છે. • એક નિકૃષ્ટ ચૈતન્યાવસ્થા છે તો બીજી સામે પારની ઉત્કૃષ્ટ ચૈતન્યાવસ્થા છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 226 યુજનકરણ છે, દોષ સેવન છે, ચક્રનું ઉલટું પ્રવર્તન છે, અધર્મમાં પ્રવર્તન છે. દોષ સેવનથી પાપકરણ છે. આશ્રવ જ યુજનકરણ છે. ગુણનું જ અવગુણરૂપ-દોષરૂપે વિપરીત પ્રવર્તન, તે ઉલટો-ખોટનો વ્યાપાર છે. સત્યનું જ અસત્યરૂપે એટલે કે સમ્યક્તનું જ મિથ્યાત્વરૂપે વિપરીત પ્રવર્તન થયું છે. કોઈ જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણ વિનાનો અર્થાત્ શ્રદ્ધા-બુદ્ધિ-વર્તન વિનાનો નથી. એ મિથ્યા હોય-અવળા હોય એટલે વિનાશી સાથે જોડાયેલા હોય તો સંસાર છે. એ સમ્ય બને એટલે કે અવિનાશી સાથે-પરમાત્મસ્વરૂપ સાથે જોડાય તો મોક્ષમાર્ગ છે. એ ગુણો પરાકાષ્ટાના બની પૂર્ણપણે સ્વરૂપમાં પ્રવર્તે તો તે ગુણોની પૂર્ણતા એ મોક્ષ છે. માટે જ એક જ્ઞાનીએ II સચન્દર્શન-જ્ઞાન-ચારિત્રાળિ મોક્ષના . સૂત્રની પૂર્વ અને પશ્ચાતનું સૂત્ર આપ્યું કે મિથ્યાદર્શન-જ્ઞાન-વારિત્રાળ સંસાર: II અને II પૂર્ણ વર્શન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષ: In મિથ્યાત્વને કારણે જ્ઞાન જ મતિઅજ્ઞાન બને છે. સમ્યકત્વ થતા જ એ મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન, સમ્ય મતિજ્ઞાન-સભ્ય શ્રુતજ્ઞાનરૂપે પરિવર્તિત થાય છે. એ વિકારી મતિજ્ઞાન અવિકારી-વીતરાગ બનતા જ કેવળજ્ઞાનરૂપે પરિવર્તિત થાય છે. ચક્રનું જે ઉલટું અધમપ્રવર્તન છે, તે સુલટું ફરતાં ધર્મ વતનધર્મચક બને છે. ચક્રનું પ્રવર્તન સ્થિર થઈ જતાં સ્વરૂપસ્થિરતા અને છે. આત્મવિકાસના ગુણારોહણના ક્રમમાં (ક્ષપકશ્રેણિમાં) પહેલા ધર્મસંન્યાસ આવે છે અને પછી યોગસંન્યાસ આવે છે. - વીતરાગતા જ રાગ-દ્વેષરૂપે, આનંદ જ સુખ-દુઃખરૂપે, કેવળજ્ઞાન જ મતિજ્ઞાન રૂપે, કેવળદર્શન જ ચક્ષુ-અચક્ષુ દર્શનરૂપે, અક્રિયતા જ સક્રિયતારૂપે, સ્વભાવ જ દુર્ભાવ-સદ્ભાવરૂપે, પ્રકૃતિ જ વિકૃતિ-સંસ્કૃતિરૂપે પરિણમેલ છે. ગુણકરણવડે દૈતમાંથી અદ્વૈત થવાનું છે. વિનાશીના વિદ્યાર્સે રહેવાય નહિ અને અવિનાશીના શરણ વિના જીવાય નહિ. Page #280 -------------------------------------------------------------------------- ________________ 227 - હૃદય નયન નિહાળે જગધણી * આશ્રવથી થતા યુજનકરણનો, સંવરગુણથી નિરોધ કરી ગુણકરણથી ગુણારોહણ કરવામાં આવે, તો અંતરનું અંતર ફાંસલો-દૂરી) ભાગે અને ભેદમાંથી અભેદમાં જવાય એટલે કે દૈત મટી અદ્વૈત થવાય. મિથ્યાત્વને સમ્યકત્વમાં રૂપાંતરિત કરાય તો સમત્વ આવે. અવિરતિને વિરતિમાં રૂપાંતરિત કરાય તો સ્વરૂપરમણતા-સ્વરૂપસ્થિતતા આવે. કષાયને અકષાય-નિષ્કષાયતામાં રૂપાંતરિત કરાય તો અશાંતતા જાય અને પ્રશાંતતા આવે. યોગનિરોધ થાય તો આત્મપ્રદેશ સ્થિરત્વ આવે અને રૂપારૂપીમાંથી અરૂપી-અમૂર્ત-નિરાકાર બનાય. આશ્રવને સંવરથી અવરોધીને સંવરપૂર્વક નિર્જરા કરાય તો કર્મબંધ સર્વથા નિર્જરી જતાં-ખરી પડતાં બન્ધનમાંથી મુક્તિ મળે છે. મુંજનકરણનું ભંજનકરણ જ ગુણકરણ છે, કે જેથી યુક્તથી મુક્ત થવાય. સોનાને માટીથી છૂટું પાડી દઈ શુદ્ધ ચોવીસ કેરેટનું કુંદન-સુવર્ણ એના નક્કર, ઘન, લગડી સ્વરૂપે મેળવાય. એ શુદ્ધ સોનાના અલંકાર બનતા નથી. મુંજનકરણમાં કર્મથી સંયુક્તતા છે. ગુણકરણમાં કર્મથી વિભક્તતા છે. આગમગ્રંથોમાં જણાવ્યા મુજબનો શ્રુતંજ્ઞ-આગમજ્ઞ પંડિતપુરુષોએ અંતરભંગનો સારામાં સારો આ જ ઉપાય કહ્યો છે કે અતિક્રમણ થયું છે તો તેનું પ્રતિક્રમણ કરો ! પરઘેરથી સ્વઘરમાં પાછા ફરી સ્વમાં સ્થિત થઈ સ્વસ્થ થાઓ !!! યુજનકરણ અટકે, ગુણકરણ પ્રગટે તો જ સ્વરૂપસ્થ થવાય, અન્યથા નહિ. સમલમાંથી અમલ થવાનો માર્ગ કવિરાજે આ છઠ્ઠા પદ્મપ્રભુસ્વામીના સ્તવનના માધ્યમે બતાવ્યો છે. એ એમની ભગવાનના પદ્મ (કમલ) નામના ભાવવિશેષને સ્તવનમાં ગૂંથી લેવાની કલાસૂઝના દર્શન કરાવે છે. દષ્ટિ અને જ્ઞાન કારણ છે કે જે કારણ, ચારિત્રરૂપ કાર્યમાં પરિણમે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી પપ્રભ સ્વામીજી - 228 તુજ મુજ અંતર અંતર ભાંજસે રે, વાજસે મંગળ તૂર; જીવ-સરોવર અતિશય વાધશે રે, “આનંદઘન’ રસપૂર. પપ્પભ૦૬ પાઠાંતરે “ભાજસેને સ્થાને “ભાંજસ્ય”, “વાજને સ્થાને ‘વાજસ્થ', ‘વાધસેને સ્થાને ‘વાધચ્ચે એવો પાઠફરક ભાષાફેરના કારણે છે. શબ્દાર્થ તારા અને મારા વચ્ચે અંતર એટલે કે સ્વરૂપભેદ પડી ગયો છે, તે જ્યારે ભાજસે એટલે કે ભાંગશે ત્યારે શહનાઈ, દુંદુભિ, આદિ માંગલ્યસૂચક વાજિંત્રોના સૂરથી વાતાવરણ ગાજી ઉઠશે. મારા જીવના જીવત્વરૂપી જલત્વમાં ભરતી આવશે. એ પુલકિત થઈ ઉઠશે. જીવ એના શિવત્વને પામશે અને આનંદ રસથી એ સરોવર છલોછલ થઈ જશે. લક્ષ્યાર્થ-વિવેચનઃ અલગારી અવધૂતયોગી સ્તવનના આ છેલ્લા ચરણમાં પોતાની જાતનો આત્મવિશ્વાસ અભિવ્યક્ત કરતા જાતને અને સ્તવનના પાઠકને જાણે ખાતરી-ગેરન્ટી આપતા હોય એમ કહે છે કે. “મારો આત્મા અંતરાત્મા તો થયો જ છે. સંવરમાં આવ્યો છે અને આશ્રવને અવરોધી રહ્યો છે. જેમ જેમ બંધ અટકતો જશે, વળી સંવરપૂર્વક નિર્જરા થતી જશે અને યુજનકરણમાંથી છૂટાતું જશે ગુણકરણ અર્થાત્ ગુણારોહણ થતું જશે, ઉપર ઉપરના ગુણસ્થાનકે પદાર્પણ થતું જશે, તેમ તેમ આનંદમાં ભરતી આવતી જશે. સંવર-નિર્જરાના પ્રભાવે જલાશયમાં આનંદ-જલની વૃદ્ધિ થતી જશે.” બંધ-આડશ (સંવર) એની પૂર્ણ ઊંચાઈએ-પરાકાષ્ટાએ પહોંચતા જલાશય જલથી છલોછલ થઈ જશે અને શીતલતા છવાઈ જશે તેમજ આનંદરસથી વિષયતૃષ્ણા ભાંગતા તૃપ્ત નદી-તળાવનું પાણી તો નિર્મળ છે પણ ઉપરની શેવાળ મેલી છે. એમ આત્મા તો નિર્મળ છે પણ વર્તમાન પર્યાયમાં થતો વિકાર તે મેલ છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ 229 : હૃદય નયન નિહાળે જગધણી થઈ જવાશે. (આશ્રવનિરોધ) સંવરપૂર્વક નિર્જરા થવાથી બંધમાંથી છૂટા પડતું જવાશે. આત્મવિકાસ થતો જશે. મુનિની સાધુની આત્મનંદીતામાંથી ઉપાધ્યાયની પ્રજ્ઞાનંદીતામાં જવાશે. આગળ વધતાં આચાર્યપદની નિજાનંદીતામાં જવાશે. એથી ઉપર ઉઠતા અરિહંતપણાનો અનંદબ્રહ્માનંદ પ્રાપ્ત થશે અને અંતે નિર્વાણ થતા સિદ્ધાનંદી-પરમાનંદીપૂર્ણાનંદી બનાશે. ચેતનની ચૈતન્યતાના પૂર ઉમટશે, જીવ એના સ્વરૂપમાં રમણતા કરશે, આત્મા પરમાત્મા બનશે, જીવ શિવ થશે અને ત્યારે એ. આનંદકંદના સુખરસથી ભરપુર એવો રસતરબોળ થઈ જશે. - વાજશે મંગળ તૂર ગુણારોહણ થતું જશે-આત્મવિકાસ થતો જશે, એમ વિકાસ એંધાણીરૂપ અંતરમાંથી અંતરનાદ, જેને યોગની ભાષામાં અનાહતનાદ કહે છે, તે સંભળાતો જશે. એ અંતરનો ઉમળકો વધારતો જશે-ઉત્સાહિત કરતો વિકાસના પંથે આગળ અને આગળ વધારતો જશે-બળ પૂરતો જશે. બહિરાત્મામાંથી-અંતરાત્મા બનેલો જીવ અરિહતમાંથી અરિહન્ત બનશે અને ત્યારે દેવલોકમાંથી દેવો આવીને મંગલધ્વનિ કરશે. દેવદુંદુભિનાદ કરી વધામણા આપશે અને જગત આખામાં પ્રાપ્ત પરમાત્મપદને ખ્યાતિ આપશે. અરિહન્તપણાનું અભિવાદન કરશે. જેમ ઢગલાબંધ પૂષ્પોમાંથી ઘણી મહેનતે અને ઘણા સમયના ભોગે મેળવાયેલ પૂષ્પરસમાંથી મધમાખી મધ બનાવી આપી મધુર મધપાન કરાવે, તેમ આત્મમસ્ત કવિ યોગીરાજે, આ છ ગાથાની બાર પંક્તિઓમાં તો શ્રુતસાગરસમ્ કર્મસાહિત્યનું મંથન કરીને મેળવેલ અમૃતને ઠાલવી દઈને, નાનકડા સ્તવનની આચમનીથી આચમન કરાવી જાણે મધુરુ મધપાન જે બીજાની ભૂલને ભૂલે એ ખરેખર ભૂલ કરતો નથી અને જે બીજાના ગુણને જુએ તે દોષ સેવતો નથી.' Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભ સ્વામીજી 230 અમૃતપાન કરાવી રહ્યાં છે!! આફરીન પોકારી જવાય છે અને હૃદય ધન્ય ધન્ય થઈ જાય છે, તેથી તે આતમમસ્ત અવધૂત યોગીરાજ પૂજ્યપાદશ્રી આનંદઘન મહારાજાને અનાયાસ જ ધન્યવાદ આપી દેવાય છે. કર્તરિ પ્રયોગ નથી કરવો પડતો. કર્મણિ પ્રયોગ થઈ જાય છે. મસ્તક ઝૂકી પડે છે અને અભિવાદન થઈ જાય છે !! કેટકેટલાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય ત્યારે, કે પછી શુદ્ધિથી આત્મા શુદ્ધતર-શુદ્ધતમ થયો હોય અને અંતરનો ઉઘાડ થયો હોય ત્યારે જ આવી હૃદયસ્પર્શી પરાવાણીની સરવાણીઓ ફૂટતી હોય છે. આપણા ખૂબ ખૂબ અહોભાગ્ય કે આપણને આવી પરાવાણી સાંભળવા અને સમજવા મળી !!! બહુ બહુ પુણ્યરાશિ ભેગી થઈ હોય ત્યારે જ આકાશવાણી જેવી આવી દિવ્યવાણી કાન મારગ થઈ હૈડે પેસે !!! દર્શન દષ્ટિપાત સાપેક્ષ છે તો સમજણ જ્ઞાન સાપેક્ષ છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ 231 - હૃદય નયન નિહાળે જગધણી 7 શ્રી સુપાર્શ્વ જન સ્તવન રાગ : સારંગ, મલ્હાર . લલનાની દેશી શ્રી સુપાસ જિન વંદીએ, સુખ-સંપત્તિનો હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુપાસ જિન વંદીએ. (ટક) ૧ સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ, લલના સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. શ્રી સુપાસવર શિવ શંકર જગદીશ્વરુ, ચિદાનંદ ભગવાન, લલના જિન અરિહા તિર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન લલના. શ્રી સુપાસ૦૩ અલખ નિરંજન વચ્છલુ, સકળ જંતુ વિસરામ, લલના; અભયદાન-દાતા સદા, પૂરણ આતમરામ, લલના. શ્રી સુપાસ૦૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સોગ, લલના; નિદ્રા તંદ્રા દુરદંશા, રહિત અબાધિત યોગ, લલના. શ્રી સુપાસ૦૫ પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન, લલના. શ્રી સુપાસ૦૬ ચિંતા કરતાં આવડે છે પણ ચિંતન કરતાં નથી આવડતું. Page #285 -------------------------------------------------------------------------- ________________ SUPAR SHWA BHAGWAN श्रीसुपार्श्वजिनेन्द्राय, महेन्द्र-महिताङ्ग्रये । नमश्चतुर्वर्ण-सङ्घ-गगनाभोग-भास्वते ॥ ॥७॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ નામ : ૭ મા શ્રી સુપાર્શ્વનાથ લાંછન : સાથિયો રાશિ : તુલા ગણ ઃ રાક્ષસ પૃથ્વી પિતા : પ્રતિષ્ઠ · માતા ઃ ગર્ભવાસ : ૯-૧૬ દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૨૦ પૂર્વાંગ ઓછા સર્વ આયુષ્ય : ૨૦ લાખ પૂર્વ, સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૩ ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અનુરાધા શ્રા ૧.૮ સુપાર્શ્વનાથજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ વિશામા જેઠ સુ.૧૨ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અનુરાઘા જેઠ સુ.૧૩ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : વિશામા મહા વ.૬ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૂળ મહા વ.૭ જન્મનગરી : વારાણસી દીક્ષાનગરી : વારાણસી કેવળજ્ઞાનનગરી : વારાણસી નિર્વાણભૂમિ : સમ્મેતશિખર Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી વિધિ વિરંચિ વિશ્વભરુ, ઋષીકેશ જગનાથ, લલના; અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના; જે જાણે તેહને કરે, ‘આનંદઘન’ અવતાર, લલના. 232 શ્રી સુપાસ૦૭ શ્રી સુપાસ૦૮ પ્રથમ સ્તવનથી પરમાત્મપ્રીતિના સંબંધનો પ્રારંભ કરીને દ્વિતીય સ્તવનમાં એ પ્રીતમના પંથને નિહાળ્યો. તૃતીય સ્તવનમાં પ્રેયને પામવાની પાત્રતા વિચારી. ચતુર્થ સ્તવનમાં પ્રિયને પામવાની પ્યાસ વ્યક્ત કરી. પંચમ સ્તવનમાં બહિરાત્મપણું ત્યજી અંતર્મુખી અંતરાત્મા થઈ સ્વયંના પરમાત્મપદ પ્રાગટ્યની વિચારણા કરી. ષષ્ટમ સ્તવનમાં પરમાત્મસ્વરૂપથી પડેલા આંતરાની વિચારણા કર્યા બાદ હવે આ સપ્તમ સ્તવનમાં સાત ભયને ટાળી, સુખસંપદાને આપનારા, સાતમા સુપાર્શ્વનાથની અનેક નામથીનામનિક્ષેપાથી નામસ્તવના કરતાં, પરમાત્મપદની જુદા-જુદા નામથી યોગીરાજ . કવિવર્ય ઓળખાણ કરાવે છે. જેને નામ અને રૂપનો મોહ ટળી ગયો છે અને વિશેષભાવ નીકળી જતાં જેઓ નિર્વિશેષપદને પામ્યા છે, તેમના બધાંય વિશેષણો નામ બની ગયા હોય છે. એ અનામી અને અરૂપીના બધાંય ગુણો અને એમની ઓળખ - એમના નામરૂપે પ્રયોજાય છે. એ વ્યક્તિવિશેષની વિશેષતાને ઓળખાવનારા બધાંય નામોનો લક્ષ્યાર્થ-ઐદંપર્યાયાર્થ પરમાત્મા થાય છે. શ્રી સુપાસ જિન વંદીએ, સુખ-સંપત્તિનો હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુપાસ૦૧ પાઠાંતરે વંદીએ ના સ્થાને વંદઈ, નિધિના સ્થાને નિધી, સુખના સ્થાને સુષ, શાંત ના સ્થાને શાંતિ, ભવસાગરમાં ના સ્થાને ભવસાગરમાંહે છે. આખા જગતને બુદ્ધિની વૃદ્ધિમાં રસ છે પણ બુદ્ધિની શુદ્ધિમાં રસ નથી. Page #288 -------------------------------------------------------------------------- ________________ 233 - હૃદય નયન નિહાળે જગધણી | શબ્દાર્થ : વર્તમાન ચોવીશીના સાતમા તીર્થંકર ભગવંત શ્રી સુપાર્શ્વનાથને વંદના કરીએ છીએ. કારણ કે એ સર્વ પ્રકારના સુખ, સમાધિ, શાતા, સાનુકૂળતા અને વ્યવહારિક તથા આત્મિક-પારમાર્થિક સંપત્તિ એટલે કે ઋદ્ધિની પ્રાપ્તિના હેતુભૂત છે. ' એ પ્રભુ પોતે તો નવરસોના રસાધિરાજ એવા શાંત-સુધારસના એટલે કે અમૃતરસના જલનિધિ અર્થાત્ સાગર છે. શાંત-સુધારસ સાગર છે. યોગીવર્ય કવિરાજ વહાલભર્યા સંબોધનાપૂર્વક કહે છે કે લાલા ! અથવા તો પ્રભુમાં લાલાયિત થયેલ જે લલના સુમતિ ! આ સુપાર્શ્વનાથ ભગવાન તો પાછા ભવસાગર એટલે કે સંસારસમુદ્રને પાર કરી શકાય એવા સેતુ એટલે કે પુલ-Bridge જેવા છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ “બાનન્દઘન ચોવીસી' હિન્દીના વિવેચનકાર મુનિશ્રી સહજાનન્દઘનજી જણાવે છે, કે કોઈ એક સમયે કેટલાક સાધુ સંન્યાસીઓ વચ્ચે કોને ઈશ્વર માનવો અને ભજવો? એ વિષે વિવાદ ઊભો થયો હતો. યોગાનુયોગ અલગારી યોગીશ્રી આનન્દઘનજીને ત્યાંથી પસાર થવાનું બન્યું. અવધૂતયોગીના અલગારીપણાથી આકર્ષાઈને એ સંન્યાસીઓએ એમને યોગ્ય જાણી, એમનામાં વિશ્વાસ મૂકીને, એમના વિવાદનો નિવેડો લાવવાનું કાર્ય યોગીરાજજી આનન્દઘનજીને સોંપ્યું. એ વિવાદના સમાધાનરૂપ જે ઈશ્વર સંબંધી વાતો કરી તે આ સાતમા સુપાર્શ્વનાથજીનું સ્તવન ! લલના એટલે કે પતિમાં લાલાયિત થયેલ છે તેવી સ્ત્રી-પત્ની. પત્નીને પતિના પાસમાં એટલે કે સહવાસમાં જ સુખ અનુભવાય છે અને એ પોતાના પતિને જ પોતાની સંપત્તિ - સૌભાગ્ય માને છે. આવા બીજાના ચિત્તને પ્રસન્ન રાખવું એ વ્યવહાર ઘર્મનું ફળ છે. વિકલ્પમાં નહિ અટવાતા સદા આત્મભાવમાં રહેવું એ નિશ્ચયધર્મનું ફળ છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી અર્થસભર લલનાના વહાલભર્યા સંબોધનથી સ્વમતિ સુમતિને અને જનસમુદાયને યોગીરાજજી જણાવે છે કે, ઈશ્વર-ભગવાન તો તે છે કે જેના પાસમાં-પડખામાં-સહવાસમાં ‘સુ’ કહેતા સારાપણાની, સુખશાતાની - સુરક્ષાની અનુભૂતિ થાય કે જેવી પત્નીને પતિના પાસમાં યોગક્ષેમની પ્રતીતિ થાય છે. આવા સુપાર્શ્વજિન કે જે વળતરમાં કાંઈ માંગતા નથી અને પોતાનું બધું જ આપી દેનારા છે, પોતાના જેવા જ પરમાત્મા બનાવી દેનારા છે, ઈન્દ્રિયો ઉપર વિજય મેળવી જિન થયા છે; તે જિનોમાં પણ ઈશ્વર એવા જિનેશ્વર, દેવોના પણ દેવ એવા દેવાધિદેવ, રાજાધિરાજરાજરાજેશ્વર વીતરાગદેવને પ્રણમીએ - વંદીએ !!! 234 એ જ વંદન કરવાને યોગ્ય વંદનીય છે. પૂજ્ય, ઉપાસ્ય, આરાધ્ય છે. શા માટે એ જ વંદનીય છે? સમાધાનમાં યોગી કવિશ્રી કહે છે કે, આપણે સહુ સુખના અને સંપત્તિના ઈચ્છુક છીએ. જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે, ઊંઘમાં અને સપનામાં પણ સુખ અને સુખને આપનાર સાધન સામગ્રીરૂપ સંપત્તિને જ વાંછીએ છીએ. પાછું એ સુખ નિર્ભેળ - શુદ્ધ, સંપૂર્ણ, આવ્યાં પછી ચાલ્યું ન જાય એવું શાશ્વત, પોતાની માલિકીનું સ્વાધીન અને સર્વશ્રેષ્ઠ સુખ ચાહીયે છીએ. એ સુખને મેળવી આપે એવા સાધન-સંપત્તિને માંગીએ છીએ. આ જ આપણા સહુનો ઈશ્વરને ભજવાનો એક માત્ર હેતુ છે. આપણા આ હેતુની સિદ્ધિ કરી આપનાર જો કોઈ હોય તો તે સુપાર્શ્વજિન છે, માટે લાલાયિત થઈને લોલિત એવી લલના બનીને એની અર્ચના, ઉપાસના, ભજના કરીએ તો, જે આત્મિક વૈભવ, એની પાસે છે, તે એના સહવાસથી આપણને પણ મળે. જો એ આત્મસંપત્તિ મળે તો, તે આત્મસંપત્તિથી મળતું આત્મસુખ-સ્વનું સ્વમાંથી મળતું સ્વસુખ, જેવું ઈચ્છીએ છીએ તેવું સદાને માટે સાદિ-અનંત ભાગે મળે એમ છે. જ્ઞાનીને સારા કે ખરાબ બધા જ નિમિત્તો ઉપકારી લાગે છે કારણકે એના દ્વારા અંદરનો માલ ખાલી થતાં હળવો થાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ 235 - હૃદય નયન નિહાળે જગાણી આપણો હેતુ ફળીભૂત કરનારા સુપાર્શ્વજિન છે. તે પ્રભુ નિર્મળ પારસમણિ જેવા છે. ગુણનિધિ છે. માટે હે ભવ્યજીવો ! આપણા પોતામાં રહેલ અનંત સુખસંપત્તિને પ્રગટાવવા આપણે એમને અત્યંત ભક્તિભર્યા હૈયે, બે કર જોડીને, મસ્તક નમાવીને નિશ્ચય નિર્ણયપૂર્વકની ભાવભરી વંદના કરીએ !!! એની પાસે જ સુખ છે અને એ જ સુખ આપનાર છે એની ખાત્રી શું? એની ખાત્રી એ છે કે એ સ્વયં શાંત-પ્રશાંત-ઉપશાંત છે. નવેય રસમાં શાંત રસ એ રસાધિરાજ છે. બધું કરીએ અને અંતે પરિણામમાં જો શાંતિ ન હોય તો કરવાપણાનું કોઈ ફળ જ નથી. સુખ હોય, સુખના સાધનો હોય પણ જો શાંતિ ન હોય તો તેને સુખ કે સુખના સાધનો કેમ કરીને કહેવાય? જ્ઞાની કહે છે કે શાંતિ છે ત્યાં અવશ્યમેવ સુખ છે. પણ સુખ છે ત્યાં શાંતિ હોય જ એવો કોઈ નિયમ નથી. માટે શાણા માણસે તો શાણપણ વાપરીને શાંતિ-સુખ જ માંગવા જેવું ને ઈચ્છવા જેવું છે અને નહિ કે સુખશાંતિ. શાંતિ છે ત્યાં સુખ છે જ !! સુખ છે ત્યાં શાંતિ હોય પણ ખરી અને ન પણ હોય? આમ શાંતરસ એ સુધારસ છે. અથવા તો શાંતતા એ સુધારસ છે. આવા શાંત સુધારસનો જે જલનિધિ છે તે જ સુખસાગર છે. જે પોતે સુખસાગર - સુખનો અખૂટ ભંડાર હોય એની પાસેથી સુખ માંગીએ તો તે મળે ! માટે એ સુખદાયી સુખકર સુપાર્શ્વજિનને સુખને માટે લાલાયિત બનેલી લલનાની લળી લળીને લાખ લાખ વંદના !!! સાગરની પેલે પાર જવું હોય તો હાથપગ હલાવીને તરીને કાંઈ એવડો મોટો સાગર પાર ઉતરાય નહિ. એને માટે તો જહાજ-સ્ટીમર જોઈએ કે પછી પાર ઉતારનાર પુલ – સેતુ જોઈએ. આપણને ભવસાગરમાંથી જગત વાવ સ્વરૂપ છે. જેવો અવાજ કરશો તેવો પડઘો પડશે. સંસાર એ બીજું કાંઈ નહિ પણ પૂર્વભવમાં કરેલા આપણા કંપનના (અવાજના) પડઘા છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ - શ્રી સુપાર્શ્વનાથજી 236 બહાર નીકળવું છે. જનમ મરણના ફેરા-ચક્કરમાંથી છૂટવું છે. ભવોભવના ભવભ્રમણમાંથી મુક્ત થવું છે, તો તે માટે આ પારના ભવદુઃખથી પેલે પારના સુખસાગરમાં પહોંચાડનાર સેતુરૂપ પણ સુપાર્શ્વજિન છે – “તિનાણું તારયાણં' છે. તેથી હેતુને સિદ્ધ કરી આપનારા એ સેતુરૂપ બનેલા સુપાર્શ્વજિન ફરી ફરી આપણી વંદનાના અધિકારી છે !!! એમના જેવું નિત્ય, પૂર્ણ, સ્થિર, શુદ્ધ સ્વસુખ આપણને નહિ મળે ત્યાં સુધી એની પ્રાપ્તિને સાનુકૂળ સંયોગો, સાધન-સામગ્રી પણ એ જ આપણને પૂરા પાડતા રહેનારા છે અને તેથી અમે એની ભવોભવ સેવનાને “તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે ચલણાણું” શબ્દોચ્ચારભાવોચ્ચાર-ભાવોદ્ગારથી પ્રાર્થીએ છીએ !!! પરમાત્મામાં અનુપમ સૌમ્યતા હોવાથી તેમના મુખને શરદઋતુના ચંદ્રની ઉપમા આપવામાં આવી છે. ઉપરાંત રાગદ્વેષ રહિતતાથી એમનું મુખ શાંતરસના કંદ સરખું છે. જીવનમાં શાંતરસ પામવા પ્રભુ-પ્રતિમાનું આલંબન મહાન છે. શાંતરસ સધાય એટલે આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપ એની મેળે શાંત પડી જાય અને તેથી નીરવ સમાધિ પમાય. શાંતજલથી ભરેલ સરોવર જેમ કિનારે બેસનારને ઠંડક આપે છે, તેમ સંસારના ત્રિવિધ તાપથી પીડિતને પ્રભુ શીતળતા આપે છે, કારણ કે પ્રભુનો આત્મા શાંતરસથી ભરેલો છે. સંસારસાગરને સામે પાર જવા પ્રભુ પુલ સમાન છે માટે હૃદયના અહોભાવ, બહુમાનભાવ, આદરભાવપૂર્વક પ્રભુનું શરણ લેનાર, પ્રભુને વંદન કરનાર શીધ્ર સંસાર સાગર તરી જાય છે. સંસારના એક એક સંયોગો પછી તે અનુકૂળતાના હોય કે પ્રતિકૂળતાના હોય તે ઉપાધિરૂપ લાગે, તેનાથી છૂટવાની ભીતરમાં તાલાવેલી * કર્મ તો ટપાલી જેવું છે. એ તો ટપાલીની જેમ જ જેની જેની જે જે ટપાલ હોય તે સમયસર પહોંયાડે છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ 237 - હૃદય નયન નિહાળે જગધણી જાગે પછી જ પ્રભુનું શરણું સાચા ભાવે લેવાય છે અને તે પછી જ અંતરમાં સમાધિ જાગે છે. તે પહેલા નહિ. સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. શ્રી સુપાસ૮૨ પાઠાંતરે “સાત’ની જગાએ “શ્રી સાત', “સાવધાન'ની જગાએ સાવસાધાન', જિનપદ'ની જગાએ “જિનવર’, ‘પદ સેવ’ની જગાએ પ્રદેવ' છે. શબ્દાર્થ હે લલના ! હે સુમતિ ! સાત મહાભયને ટાળનારા જિનોમાં વર- ઉત્તમ જિનેશ્વર સાતમા સુપાર્શ્વનાથના ચરણકમલ-જિનપદની સેવના, આરાધના સાવધાન મનસાથી એટલે કે અપ્રમત્ત થઈને ધારો એટલે કે કરો ! લક્ષ્યાર્થ-વિવેચનઃ આ સંસારમાં કર્મની ઉપાધિના કારણે જીવ સાત મહા ભયોથી સંતપ્ત છે, ભયભીત છે. જીવ-માત્રને ૧) આહાર ૨) ભય ૩) મૈથુન અને ૪) પરિગ્રહ એ ચાર સંજ્ઞા છે. જીવ-માત્ર ભય સંજ્ઞાથી ભયભીત છે. ભયભીત રાખનારા સાત મોટા ભયો છે. ૧) ઈહલોક ભય અથવા આલોકભયઃ વર્તમાનમાં પ્રાપ્ત સંયોગોમાં અહીં આલોકમાં અરસપરસનો એકબીજાને જે ભય છે તે ઈહલોક ભય છે. એ આ લોકની ચિંતા છે. ૨) પરલોક ભય ઃ પરલોકમાં એટલે કે આગામી ભવમાં હું શું થઈશ અને મને કેવો ભવ મળશે? તેની ચિંતા અને પરલોકમાં રહેલ વાણ વ્યંતર, ભૂત પિશાચ આદિનો ભય એ પરલોકભય છે. મનુષ્યભવમાં આવીને આત્માએ સાયી સ્વતંત્રતા મેળવવા જબ્બર પુરુષાર્થ કરવાનો છે. કર્મની જંજીરો તોડ્યા વિના મુક્તિ નહિ મળે. Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી 238 ૩) આદાનભયઃ ધનાદિ સુખની સાધનસામગ્રીની રક્ષાનો, ઓછા થઈ જવાનો, ચોરાઈ જવાનો જે ભય છે તે આદાનભય છે. ૪) અકસ્મતભય : આસમાની-સુલતાનનો જે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, અગ્નિપ્રકોપ, જલપ્રકોપ, વાયુપ્રકોપ, રોગચાળા, રાજપ્રકોપાદિનો ભય છે તે અકસ્માત ભય છે. ૫) આજીવિકાભય ભરણપોષણ અંગેની દિનપ્રતિદિનના ગુજરાન ચલાવવાની જે ચિંતા છે તે આજીવિકાભય છે. ૬) અપયશભય પદ પ્રતિષ્ઠા આબરુ ગુમાવવાનો, માનહાનિ થવાનો જે ડર રહે છે તે અપયશભય છે. ૭) મરણભયઃ મરણ થતાં જે વસ્તુને મારી માની છે મારું માન્યુ છે અને જે જીવોને મારા માન્યા છે તેને છોડવા પડશે તથા મરવા ટાણે મરણનું દુઃખ ભોગવવું પડશે તેની બીક એ મરણભય છે. આ સંસારી જીવો સતત ભયમાં જ જીવતા હોય છે. સુખી કે દુઃખી, શ્રીમંત કે દરિદ્રી કોઈ જ ભય અને ચિંતાથી મુક્ત નથી. જેટલી પરપદાર્થની લાલસા વધારે તેટલી તેની ચિંતા પણ વધારે હોય છે. ધન લક્ષ્મીને અગ્નિ, ચોર અને રાજ્યનો ભય હોય છે. આગ લાગે તો રાખ થઈ જાય, ચોરો રાત્રે ખાતર પાડી લઈ જાય, રાજા-સરકાર કરવેરા નાંખી પડાવી લે, વિગેરે વિગેરે. કુળને કલંકનો ભય હોય છે. પૂ. વીરવિજયજી મહારાજશ્રી લખે છે... સંસારે સુખ લેશ ન દીઠું, ભય મોહની ચિહુ દિશીએ રે; કબીક રતિ તો કબહીક અરતિમાં, શોક મસી લઈ ઘસીએ રે. . વર્તમાન સંયોગ અને પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ માટે બીજાને દોષ આપવા જેવો નથી. Page #294 -------------------------------------------------------------------------- ________________ [239 - હૃદય નયન નિહાળે જગધણી રતિ અને અરતિથી મોઢા ઉપર શોકરૂપી મસી-શાહી ચોપડી હોય તેવી, સંસારમાં જીવની સ્થિતિ છે. ભર્તુહરિ પણ કહે છે.. સંસારમાં સર્વત્ર ભયનું જ સામ્રાજ્ય છે. भोगे रोगभयं, कुले च्युतिभयं, वित्ते नृपालाद् भयं । शास्त्रे वादभयं, गुणे खलभयं रुपे जरायाःभयं। माने दैन्यभयं, बले रिपुभयं, काये कृतान्ताभयं । सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाऽभयं ।। - भर्तृहरि । અથવા તો કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ અને મિથ્યાત્વ એ સાત દોષના સેવનથી ઊભા થનારા સાત મહાભયો છે. .. આવા સાત-સાત મહા-ભયોને ટાળીને નિર્ભય-અભય બનાવનારા અભયદાનદાતા જિનશ્રેષ્ઠ જિનેશ્વર સાતમા સુપાર્શ્વનાથ ભગવાન છે. તે લલના! એ દેવના સુપાસમાં સારા સહવાસમાં નિર્ભયતા-નિશ્ચિતતા છે. ઉદયરત્ન ઉપાધ્યાયજી ફરમાવે છે.... “જેહને જિનવરનો નહિ જાપ તેહનું પાસુ ન મેલે પાપ...” ભયોની સામે આપણને શરણ આપીને આપણું રક્ષણ કરનારા અને અભય બનાવનારા એવા સુપાર્શ્વનાથ જિનવરના જિનપદ કહેતાં ચરણકમલની સેવના આપણે ખરા મનથી એટલે કે પૂર્ણપણે, સમર્પિત થઈને, એકાગ્રમનથી અર્થાત્ એકચિત્તથી કરવી જોઈએ. કહ્યું છે કે “l, ઘ રક્ષતિ રક્ષિતઃ II” જે ધર્મનું રક્ષણ એટલે કે ધર્મપાલન કરે છે તો તેવો પળાયેલો – રક્ષાયેલો ધર્મ એ ધર્મના પાલનહાર-રક્ષણહારનું રક્ષણ કરે છે. જે કોઈ મન વચન કાયાના ત્રિયોગથી, ત્રિકરણે એટલે કરવી, કરાવવા ભાવ એટલે ભવન-પરિણમન-ભાવન-થવાપણું-બનવાપણું-ભાવવાપણું. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી 240 અને અનુમોદના દ્વારા સાવધાન બની જાગૃત-સચેત-અપ્રમત્ત થઈ સપ્તમદેવ સુપાર્શ્વનાથની સેવના એટલે કે આજ્ઞાપાલન કરશે તે ભયમુક્ત થશે. કારણ કે આજ્ઞાપાલનથી દોષમુક્ત થવાશે અને જે દોષમુક્ત થશે તે પાપમુક્ત થશે એટલે કે પરમાત્મા બનશે. અર્થાત્ જિનપદ સેવનાથી નિજપદ પામશે. નિજપદ એટલે સ્વપદ અર્થાત્ સ્વધર્મ-આત્મધર્મ. જે ભય છે તે પરધર્મનો છે. પરરૂપ થવામાં બહુરૂપતા છે અને બહુરૂપતા બિહામણી છે-ભયપ્રદ છે. સ્વમાં રહેવાથી સ્વરૂપતા-એકરૂપતા છે જે સુખદાયી છે એટલે કે સુયંકર સોહામણી છે. “u સ્વધર્ષે નિધનું શ્રેયઃ પર ભવદા” એ અન્યદર્શનનું સૂત્ર આ જ સંદર્ભમાં છે. શકસ્તવમાં ભગવાનને “અભયદયાણં' વિશેષણથી નવાજ્યા છે, કારણ કે ભગવાન અભયદાનદાતા છે. સાત મહાભયોને ટાળવાની શક્તિ સુપાર્શ્વનાથ પ્રભુમાં છે, પણ તે માટે આપણા ત્રણે યોગો કે જે બેકાબુ અને બેફામ પણે વર્તી રહ્યાં છે, તેને વશમાં લેવા પડશે. સંસાર મહાભયાનક ભૂતાવળોનું સળગતું ઘર છે. તેનાથી છૂટવાના અર્થી હો તો હે ભવ્યો ! તમે સાવધાન થઈ જાવ! પોતાના ચેતનદેવને મોહની નિદ્રામાંથી જાગૃત કરો અને જિનપદની સેવા કરો: * કર્મો પર જીત મેળવ્યા સિવાય જિનપદની પ્રાપ્તિ નહિ થાય. વ્યવહારથી ઉપાસનાના માધ્યમે જિનપદને સેવતાં સાધનાના માધ્યમે અંતરમાં નિજપદ સધાવું જોઈએ. બેઉને એક સાથે સાધવાના છે. જિનસ્વરૂપ પ્રાગટ્ય માટે નિજસ્વરૂપ સમર્પિત કરવાનું છે. એ માટે ખૂબ સાવધાનીથી વર્તવાનું છે. આત્મા જ્યાં સુધી અજ્ઞાત છે ત્યાં સુધી મન તેનો ગેરલાભ ઉઠાવી ચેતનાને વિષયોમાં રમતો રાખે છે. તેમાંથી ચેતનને વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ ‘વત્થ રાવો ઘો” વ્યવહારમાં આપણે જેને ઘર્મ કહીએ છીએ તે તો વસ્તુને વસ્તુધર્મમાં લાવવાની શુદ્ધિકરણની પ્રક્રિયા છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ 241 - હૃદય નયન નિહાળે જગધણી છોડાવવા પાંચ પ્રમાદનો ત્યાગ કરી અંતર્મુખી સાધનામાં રત રહેવાનું છે. જડ એવા દેહ, ધન અને કુટુંબનો વિશ્વાસ એ જ મોટામાં મોટું ભય સ્થાન છે. સ્વરૂપમાં ડૂબી જવું તે જ ખરું નિર્ભય સ્થાન છે. વિનાશીના વિશ્વાસે રહેવાય નહિ અને અવિનાશી વિના જીવાય નહિ; એ માન્યતાને દઢીભૂત કરીને અવિનાશી એવા આત્માના લક્ષે આત્મલક્ષી જીવન જીવવું જોઈએ. શિવ શંકર જદગીશ્વર, ચિદાનંદ ભગવાન, લલના જિન અરિહા તિર્થંકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન, લલના, શ્રી સુપાસ૩ પાઠાંતરે ‘શંકર'ના સ્થાને ‘સંકર’, ‘જગદીથરુંના સ્થાને જગદીસરૂ', અરિહાના સ્થાને “અરિહંત', “અસમાન’ના સ્થાને “સમાન એવું છે. શબ્દાર્થ છે સુમતિ - હે લલના! આ સુપાર્શ્વનાથ તો કર્મના ઉપદ્રવને નિવારનારા એવા શિવ છે, સુખના કરનારા એવા શં=સમ+કર=કરનારા શંકર છે, જગતના સ્વામી એટલે કે ઈશ્વર હોવાથી જગદીશ્વરુ છે, જ્ઞાનાનંદી હોવાથી ચિદાનંદ છે, એશ્વર્યવાન હોવાથી ભગવાન છે, ઈન્દ્રિયોને વશ કરી લીધી છે તેથી જિન છે, રાગ, દ્વેષ, મોહાદિ ભાવકર્મો સહિત કર્મરૂપી શત્રુને હણનારા હોવાથી અરિહા એટલે કે અરિહંત છે, સંસાર-સમુદ્ર તરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરનાર હોવાથી તીર્થકરુ એટલે કે તીર્થકર છે, ચૈતન્યતાના તેજથી તેજસ્વી હોવાથી જ્યોતિ સ્વરૂપ છે અને અન્ય કોઈની સાથે એની તુલા-તુલનાસરખામણી કરી શકાય એમ ન હોવાથી તે અસમાન છે. એટલે કે અજોડ-અસામાન્ય છે. લક્ષ્યાર્થ-વિવેચન : “હરિ તારા નામ હજાર..” જે હરિભગવાન બની જાય છે, તે નામી મટી જઈ અનામી થઈ જાય છે. તેથી મનનું વલણ હોય જ્યારે ચિત્તની વૃત્તિ હોય. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી 242 એની ઓળખ એના ગુણ જ બની જાય છે. એ ગુણ હવે વિશેષણ નહિ રહેતા નામ બની જાય છે. ગુણો અનંતા છે, તેથી ગુણવાચક નામોનો પણ કોઈ પાર નથી. ભગવાનની જુદા જુદા ગુણવાચક નામથી ભજના કરવાથી, ભગવાનના તે તે ગુણોની સાથે જોડાણ થાય છે અને તે તે ગુણ ભગવાનના ભક્તમાં પણ પ્રગટે છે. કહે છે... “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ..” - પદ્યવિજયજી ભગવાનની ઓળખ ભગવાનના ગુણોથી છે. વળી ગુણથી થતી ઓળખમાં ગુણ પ્રત્યેના આદરથી એ ગુણી પ્રત્યે પણ આદર જાગે છે. ‘નમુત્થણે સૂત્ર’–‘શક્રસ્તવમાં ભગવાનના ઉપકારી વિશેષણ, ઉપમા વિશેષણ, મહિમા વિશેષણ, ગુણવિશેષણ-સ્વરૂપવિશેષણથી સ્તવના કરવામાં આવી છે. ' અહીં પણ યોગી કવિરાજશ્રી આનંદઘનજી પોતાની સુમતિને સુપાર્શ્વનાથ ભગવાનની તેમના ગુણવાચક નામથી ઓળખાણ આપી, એ ગુણ અને એ ગુણવાન પ્રત્યે આદર જગાવવાનો પ્રયત્ન કરે છે. આ.સુપાર્શ્વનાથ ભગવાનને વંદન કરીએ છીએ, તે ભગવાન કેવા છે? પ્રથમ તો કહે છે કે એ શિવ છે. ચારેય ઘનઘાતી-સ્વરૂપઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરી, જે સર્વ કર્મ-ઉપદ્રવ રહિત જીવમાંથી શિવ સ્વયં બન્યા છે અને અન્યને કર્મ રહિત શિવ થવામાં આલંબનરૂપ છે; એવા આ ઉપદ્રવને હરનારા ને કલ્યાણ કરનારા હોવાથી ‘શિવ' છે. માત્ર ઉપદ્રવને હરનારા નથી પણ ઉપદ્રવોને દૂર કરીને પાછા સુખી કરનારા છે તેથી શંકર છે. આ સુપાર્શ્વનાથની ઉપાસના, દુર્ગતિ-નિવારક અને સદ્ગતિદાયક હોવાથી તે સુખકર-શંકર છે. વળી સ્વયં શાંત વૃત્તિએ પોતાના આતમઘર તરફ પાછી ફરવા માંડે તે સંયમ કહેવાય અને પરપરિણતિ જ ઉત્પન્ન ન થાય તે સંપૂર્ણ સંયમ કહેવાય. Page #298 -------------------------------------------------------------------------- ________________ 243 હૃદય નયન નિહાળે જગધણી 卐 પ્રશાંત-ઉપશાંત તથા નીરિહી, નિર્વિકલ્પ તો છે જ પરંતુ એના આલંબનથી તેના જેવા શાંત નીરિહી નિર્વિકલ્પ બની શકાય છે માટે પણ તે શં=શમ= શાંત+કર=કરનાર હોવાથી ‘શંકર’ છે. બ્રહ્માંડ આખાને એટલે કે લોકાલોકને પોતાના કેવળજ્ઞાનમાં સમાવનારા અને તેથી જ સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ દ્રવ્યને એના સર્વ ભાવ એટલે ગુણપર્યાય સહિત એક જ સમયમાં જાણનારા છે. તેથી આવી જ્ઞાનશક્તિની જ્ઞાતસત્તાથી તે જગતના સત્તાધીશ-ઈશ્વર એવા જગદીશ્વનું છે. એ જાણનારા છે અને છતાં ય-જાણતા હોવા છતાં નિર્લેપ રહેનારા છે, તેથી તે તેમની જ્ઞાતસત્તાની સાથેની વીતરાગસત્તા છે.' એ વીતરાગ હોવાથી જ જગતના સાચા સ્વરૂપને જેવું જુએ છે અને જેવું જાણે છે; તેવું જ અણીશુદ્ધ જણાવે છે. વીતરાગતા છે તેથી જ, એ સર્વજ્ઞની સર્વજ્ઞતા સર્વશ્રેષ્ઠ શ્રદ્ધેય-વિશ્વસનીય છે. તેથી જ ‘જગદીશ્વરુ’ છે. ચિદ એટલે કે જ્ઞાનની શક્તિથી પરક્ષેત્રે આપ સર્વજ્ઞ છો પણ ચિત્ એટલે જ્ઞાનના રસના આનંદને સ્વ ક્ષેત્રે આપ વેદનારા હોવાથી-જ્ઞાનરસ વેદક હોવાથી આપ ચિદાનંદ છો ! જે જ્ઞાનથી જાણીને શેયમાં ડૂબી જાય છે તે જ્ઞેયાનંદી બને છે. શેય બદલાતું રહે છે – ફરતું રહે છે તેથી એ જ્ઞેયાનંદમાં અસ્થાયીતા છે અને તરતમતા-અપૂર્ણતા-અશુદ્ધતા છે. જ્યારે જે જ્ઞાનશક્તિથી શેયને જાણે છે પણ સ્વયં શેયમાં ડૂબતો નથી અને નિરીહ-વીતરાગ રહે છે, તેના જ્ઞાનમાં જ્ઞેય ડૂબે છે, તેથી શેયને જાણવા જવું નથી પડતું પણ જ્ઞેય જણાઈ જાય છે એટલે કે જ્ઞેય જ્ઞાનમાં ડૂબે છે અને એ જ્ઞાન આનંદમાં ડૂબેલું રહે છે, જે અનુભવ દૃશ્યને અદૃશ્ય કરે છે અને અદૃશ્યને પ્રતીતિમાં લાવે છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી જ્ઞાનરસ વેદન છે. જ્ઞાન એવું ને એવું રહે છે તેથી એ જ્ઞાનરસમાં નિપજતા આનંદમાં સ્થાયીતા-શાશ્વતતા-સમરૂપતા-પૂર્ણતા-શુદ્ધતા છે. આ ચિદાનંદીતાના કારણે સુપાર્શ્વનાથ ભગવાન ‘ચિદાનંદ’ છે. 244 ભગ એટલે ભાગ્ય. આપ નિર્વાણને પામી ભવનો અંત આણનાર હોવાથી ભાગ્યવાન એટલે કે ‘ભગવાન’ છો. વળી ભગનો અર્થ પૂજ્ય પણ થાય છે. આપ દેવેન્દ્રો, સુરેન્દ્રો, નરેન્દ્રોથી પૂજિત છો તેથી પણ આપ ભગવાન છો. અમ ભક્તના ભાગ્યનું ઘડતર પણ આપની ભક્તિથી છે માટે પણ આપ અમારા ભગવાન છો. આપ ભગવાનની ભક્તિ થકી પુણ્યની પ્રાપ્તિ, પુષ્ટિ અને વૃદ્ધિ થાય છે. એ પુણ્યપ્રતાપે જ આલોક સુખદ બને છે, ઊંચો પરલોક પ્રાપ્ત થાય છે અને પરંપરાએ પરમલોક માય છે. માટે આપ ભગવાન છો ! વળી કલ્પસૂત્રમાં ભણ્ શબ્દના જે ચૌદ અર્થોમાંથી ‘સૂર્ય’ અને ‘યોનિ’ સિવાયના બાર અર્થ એમને લાગુ પડતા હોવાથી પણ એઓશ્રી ‘ભગવાન’ છે. અષ્ટ પ્રાતિહાર્યોથી શોભિત, મોહક, આકર્ષક, ચોંત્રીસ અતિશયોથી પ્રભાવક, મહિમાવંત, પાંત્રીસ ગુણ અલંકૃત વાણીથી તીર્થસ્થાપક તીર્થંકર, મોક્ષમાર્ગ-પ્રરૂપક મોક્ષ પ્રદાયક; જાગતિક પ્રાકૃતિકબળ નિયામક જગદ્ગુરુ જગદીશ હોવાથી પણ આપ સુપાર્શ્વનાથ ‘ભગવાન’ છો. ઈન્દ્રિયજયથી તો જિન છે જ પરંતુ સર્વ અંતરંગ દુશ્મનોને જીતી લીધાં હોવાથી આશ્રિતને પણ જીતાડનારા હોવાથી શક્રસ્તવમાં જણાવ્યા મુજબ જિણાણું જાવયાણં એવા ‘જિન’ શ્રી સુપાર્શ્વદેવ છે. આપ ‘અરિહા’ એટલે અર્હત્ છો. અર્થાત્ પૂજ્ય છો. આપ રાગદ્વેષ રહિત વીતરાગ થઈ ગયા છો. તેથી જ પુદ્ગલ પરમાણુ કે જેનો ગુરુત્તમ અહંકારથી સંસાર ઊભો થાય છે. લઘુત્તમ અહંકારથી મોક્ષે જવાય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ 245 - હૃદય નયન નિહાળે જગધણી દેહ બનેલો છે તે પણ ચિકાશ નીકળી જતાં પિંડ-સ્વરૂપ ન રહેતાં વિખરાઈ જનારા પુદ્ગલ પરમાણુઓનો લોટ જેવો સમુહ થઈ જાય છે. દેવના વાસથી દેહ દેવાલય એટલે કે “શિવ' ના વાસથી શિવાલય બની જતાં દેવની જેમ દેહ પણ વંદનીય, પૂજ્ય બની જાય છે. માટે જ સુપાર્શ્વનાથ અરિહા-અહે–અર્વત્ છે. અરિહાના પાઠાંતરે અરિહંત શબ્દ લઈ વિચારણા કરીએ તો અરિ એટલે શત્રુ કે જે આત્માના વિરોધી એવા કર્મો જે દુશ્મન છે; તે બધાંય અરિને હણી નાખ્યા છે તે “અરિહન્ત’ છે. વળી તે દુશ્મનને, એવા તો, હણી નાખ્યા છે કે, તે ફરી ઊગી નહિ શકે, ઊભા ન થઈ શકે તેવા નિર્બેજ થઈ ગયા છે. માટે સુપાર્થ ભગવાન અરુહા” પણ છે. સંસારમાં પાછા ફરવાપણું અને જન્મ ધારણ કરવાપણું નથી માટે આપ “અરુહા છો. • આપ સ્વયં તરેલા એટલે કે ભવસાગર પાર ઉતરેલા છો. વળી તરવાનો મારગ બતાવી તારનારા હોવાથી “તરણતારણહાર-તિનાણું તારયાણ” છો ! આમ આપ સ્વયં તીર્થસ્વરૂપ છો. એટલાથી જ આપને સંતોષ નથી. આપ તો “સવિ જીવ કરું શાસન રસી” – “આખા વિશ્વનું મંગળ થાઓ! સર્વે જીવો મોક્ષે જાઓ!” ની ભાવના આપના ભીતરમાંથી ઉભરાઈ હતી. તેથી જ તારક તત્ત્વનો પ્રવાહ વહેતો રહે એ હેતુથી શ્રમણ-શ્રમણી-શ્રાવક-શ્રાવિકા યુક્ત શ્રેયસ્કર શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંઘ-તીર્થની આપના વડે સ્થાપના થાય છે. આ તીર્થથી પણ આપની સાક્ષાત્ ઉપસ્થિતિમાં, જેવી સમ્યકત્વ, સર્વજ્ઞત્વ, સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે તેવી પ્રાપ્તિ આપની ગેરહાજરીમાં પણ થતી રહે છે. આવા તારક તીર્થના આપ આદ્ય સ્થાપક હોવાથી, તીર્થને પ્રવર્તાવનાર, તીર્થના કરનારા હોવાથી આપ સુપાર્શ્વનાથ “તિર્થંકરૂં” છો ! જગત નિર્દોષ જ છે એવું જાણશો તો છૂટશો. • Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી , 246 બ્રહ્માંડ આખાના જ્ઞાન કરીને જે તેજ આપના મુખારવિંદ ઉપર છવાઈ ગયેલ છે અને મુખારવિંદની પાર્શ્વમાં જે આભામંડળ-તેજવર્તુળ રચાયેલ છે તેને કારણે, તેમજ શુદ્ધતા-પવિત્રતાના કારણે આપના અંગેઅંગમાંથી નીતરતી દેદીપ્યમાનતાથી આપ પ્રકાશપૂંજ જેવા લાગો છો! તેથી જ આપ સુપાર્શ્વભગવાન “જ્યોતિ સ્વરૂપ” છો ! શું શું કહીને આપ ભગવાનને બિરદાવીએ? શેની ઉપમા આપીએ અને કયું વિશેષણ વાપરીએ? આપની સાથે તુલના કરી શકાય, સરખામણી કરી શકાય એવું કોઈ તત્ત્વ આ વિશ્વમાં નજરે ચડતું નથી તેથી અમારે કહેવું પડે છે કે આપ સમાન કોઈ નથી એવા અજોડ, અસામાન્ય આપ અસમાન છો ! અનન્ય છો ! અસમાન શબ્દની ફારસી ભાષાના અસ્માન-આસ્માન એટલે આકાશ શબ્દથી વિચારણા કરીએ તો જ્ઞાનથી આકાશ જેવા વ્યાપક છો. આકાશની જેમ આપના જ્ઞાનમાં સર્વ શેયોને સમાવનારા છો. આકાશની જેમ ભેદભાવ વિનાના એટલે કે રાગદ્વેષ રહિત વીતરાગ છો. આકાશ જેવા આપ અરૂપી, અવ્યાબાધ, અગુરુલઘુ છો ! આકાશ જડ-વીતરાગ છે જ્યારે આપ ચેતન-વીતરાગ છો અને તેથી આસ્માનથી પણ મહાન એવા આપ સુપાર્થભગવાન ખરેખર “અસમાન છો ! એવા આપને અમે પ્રણમીએ છીએ - વંદીએ છીએ! - જે જે અન્યદર્શનકારો પોતપોતાના પરમાત્માને, જે જે નામે સંબોધે છે, તે બધાં જ નામો ખરી રીતે જોઈએ તો, તે અરિહંત પરમાત્મામાં જ ઘટે છે. કારણ કે તે સંબોધનનું વાસ્તવિક અર્થઘટન તેવા ગુણોના ધારક અરિહંતમાં જ તાદશ જોવા મળે છે. અરિહંત એ પ્રકૃષ્ટ ગુણવાચક તત્ત્વ છે. એ વ્યક્તિવિશેષનું નામ નથી પરંતુ વ્યક્તિના વૈશિષ્ટયને સૂચવનારું ગુણવાચક નામ છે. ઘરમાં કે બહાર ક્યાંય અથડામણ-કલેશ ન થાય, એવી રીતે વ્યવહાર કરે તે બુદ્ધિશાળી. Page #302 -------------------------------------------------------------------------- ________________ 247 ના હૃદય નયન નિહાળે જગધણી વ્યવહારસે હે દેવ જિન, નિશ્ચયસે તે આપ યહી વચનસે સમજલે, જિન પ્રવચનકી છાપ. આ સંસારમાં હલકા સ્વભાવવાળા દેવો રાજસ અને તામસ પ્રકૃતિના હોય છે. વ્યંતરયોનિની હલકી જાતિના દેવો; ભૂત, પ્રેત, પિશાચ, ખવિશ, ડાકિની, શાકિની, વિગેરે હોય છે. તેઓ લોકોને રંજાડવાનું, તકલીફો આપવાનું, કોઈકના શરીરમાં પેસી જવાનું, વિગેરે કાર્યો કરતાં હોય છે. એ તો ભય પમાડનારા ક્રૂર દેવો હોય છે. ઉચ્ચ યોનિમાં રહેલાં દેવો, ઉચ્ચ વિચારવાળા હોય છે અને તેથી કલ્યાણની ભાવના ધરાવતા હોય છે. છતાં તેઓ પણ જગતને ભયમુક્ત કરવા સમર્થ નથી હોતાં. તે કાર્ય તો સર્વથા ભયથી મુક્ત એવા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના શરણે જવાથી જ થાય છે. અલખ નિરંજન વચ્છલુ, સકળ જંતુ વિસરામ..લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમ રામ.લલના. શ્રીસુપાસ૮૪ પાઠાંતરે ‘વચ્છલના સ્થાને ‘વછલું અને “આતમ રામના સ્થાને આતમ એટલો પાઠફેર છે. શબ્દાર્થ ? જેને લખી કે આલેખી-સમજી શકાય નહિ અને જેનું લક્ષ અનાદિથી કર્યું નથી એવા સુપાર્શ્વનાથ “અલખ' છે. જે નિઃઅંજન એટલે કે કર્મના લેપથી રહિત નિર્લેપ-નિરંજન” છે, તે સુપાસનાથ છે. સર્વ પ્રાણીઓને માટે વાત્સલ્ય ભાવ છે. સવિ જીવ કરું શાસન રસી ભાવનાથી સર્વજન હિતાય જેનું પ્રવર્તન છે તે સુપાસજિન પાસેથી માતાના જેવું વાત્સલ્ય મળતું હોવાથી એ “વચ્છલું છે. સકળ જંતુ એટલે કે સૃષ્ટિના સઘળાંય જીવોને શરણમાં લઈ શોકમાંથી અશોક બનાવી, કર્મનો ઉદય બહારનું દશ્ય સર્જે છે કે જેનાથી આ સંસાર છે. જ્યારે અંદરની જાગૃતદશા-જાગૃત ઉપાદાન એ સ્વપુરુષાર્થ છે. જે મોક્ષ માર્ગ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી 248 આશ્રયે આવેલાના આશ્રવને ટાળી સંવરમાં સ્થાપી, સક્રિયમાંથી અક્રિય બનાવી સાદિ-અનંત ભાગે પરમાત્મપદે સ્થાપનાર હોવાથી આ સુપાર્શ્વનાથ વિસરામ” છે. ભયોને ટાળીને નિર્ભય બનાવી અભયને આપનારા છે તેથી અભયદાન દાતા છે. વળી સ્વયં અશરીરી બન્યા હોવાથી એમના થકી કોઈ જીવની ક્યારેય હિંસા થતી નથી તેથી એમના તરફથી કોઈને કશા પ્રકારનો ભય કાયમ માટે નથી. તેથી તેઓશ્રી સદા અભયદાન દાતા છે. તેઓને હવે કાંઈ કરવાપણું, થવાપણું, બનવાપણું રહ્યું નથી એટલે કે કૃતકૃત્યતા છે. માત્ર હોવાપણું છે તેથી તેઓ પૂર્ણ-પૂરણ” છે. એઓશ્રીને પોતાના પોતાપણામાં-આત્મામાં જ રમવાપણું છે અને આત્મા સિવાય અન્યમાં રમવાપણું નથી તેથી તેઓશ્રી હે લલના ! હે સુમતિ ! “આતમરામી છે. * લક્ષ્યાર્થ-વિવેચન : અનાદિથી આત્માએ પ્રભુને લક્ષ્યમાં લીધા નથી અને પ્રભુપદની ખેવના રાખી નથી, તેથી પ્રભુ અલક્ષ છે. વળી પ્રભુપદ-પરમાત્મપદ અનુભવગમ્ય હોવાથી એ શબ્દથી વર્ણવી શકાય તેમ નથી અને અક્ષરમાં આલેખી શકાય તેમ નથી. તેથી સુપાર્શ્વનાથ પ્રભુ “અલખ” છે. પરમાત્માના ગુણો અનંતાનંત છે. પરમાત્માની અનંતતાને અને એમના. અનંત-અનંત ગુણોને સંપૂર્ણપણે કોઈ છઘસ્થ આત્માર્થી જાણી કે કહી શકતા નથી અને તેથી તેને લખી પણ શકતા નથી. માટે પણ પ્રભુ સુપાર્શ્વનાથ અલખ છે. આમ પ્રભુ અલખ હોવાથી અગમ અગોચર છે. અસીમ-અમાપ એવા આકાશને બુદ્ધિની નાનકડી ફુટપટ્ટી વડે કેવી રીતે માપી શકાય? અલખ, અકલ, અગમ એવા આત્માને સમજી કે સમજાવી શકાય એમ નથી. એ તો અનુભવથી વેદ્ય-સંવેદ્ય છે. આગ્રહ એ જ મોટામાં મોટો વિગ્રહ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ 249 - હૃદય નયન નિહાળે જગધણી અલખ લખ્યા કિમ જાવે હો, ઐસી કોઈ યુગતિ બતાવો.” - ચિદાનંદજી મહારાજ હે નાથ ! અલખ એવા આત્માના સ્વરૂપને કઈ રીતે લખી શકાય? અકલ-અકળ એવા આત્માને કઈ રીતે કળી શકાય? એટલે કે ઓળખી કે સમજી શકાય? એનો કોઈ કીમિયો કે યુક્તિ આપની પાસે હોય તો તે બતાવો! પ્રશ્નના જવાબમાં કહે છે... “અલખ રૂપ હોઈ અલખ લખાવે, અલખ ભેદ ઈમ પાવે હો” - પોતાનો આત્મા સ્વયં અલખ સ્વરૂપ થઈ જાય એટલે કે ઉપયોગ વિષયાકારે ન પરિણમતા, આત્માકારે પરિણમી જાય ત્યારે અલખઅગોચર એવો આત્મા લખી એટલે કે સમજી શકાય અને કળી શકાય. પુદ્ગલની આસક્તિ છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિમજ્જન થાય ત્યારે ભગવાન લખ્યા જાય છે અર્થાત્ કળ્યા જાય છે-અનુભવ્યા જાય છે. સર્વ ઠેકાણેથી રૂચિને ખેંચી લઈ ઉપયોગ આત્મામાં સઘન બનાવવાનો છે. વૈરાગ્ય, દાવાનળ જેવો ધીકતો થાય ત્યારે ભીતરમાં રહેલાં કર્મ ઇંધણ બળીને ભસ્મીભૂત થઈ જતાં પોતાનો જ આત્મા એના પરમાત્મ સ્વરૂપે અનુભવાય છે. આ છે “અલખ' શબ્દનો નિચોડ કે જે વિશેષણથી ભગવાનશ્રી સુપાર્શ્વનાથને નવાજ્યા છે. કોઈપણ ક્ષેત્રના અને કોઈપણ કાળના કોઈપણ દ્રવ્યનો કોઈપણ ભાવ આપને સ્પર્શી શકતો નથી. એટલે કે દ્રવ્યનો કોઈપણ ભાવ ન તો આપનું રંજન કરી શકે છે કે ન તો આપને આંજીને લેપી કે ખરડી શકે છે. આપ સર્વથા કર્મમલ રહિત નિર્મળ “નિરંજન' થયા છો, કેમકે આપ વીતરાગ બન્યા છો ! आत्माज्ञानभवं दुःक्खं आत्मज्ञानेन हन्यते। तपसाप्यात्मज्ञानहीनैश्रछेतुं न शक्यते।। - યોગશાસ્ત્ર કલિ. સર્વ. હેમચંદ્રાચાર્ય Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી સિદ્ધદશામાં પર-દ્રવ્યના એક પરમાણુ માત્રની પણ સ્પર્શના નથી. ત્યાં, આત્માનું પૂર્ણ, અડોલ, નિરંજન, નિરાકાર સ્વરૂપ હોય છે. પ્રભુ સાધના કાળમાં કે સાધ્ય અવસ્થામાં ક્યાંય લેપાતા નથી. કોઇ પણ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના લેપ વિનાના નિર્લેપ, અપ્રતિબદ્ધ હોવાથી નિરંજન છે. જેમ કમલપત્ર પાણીમાં રહેવા છતાં પાણીથી લેપાતું નથી તેમ પ્રભુ પણ નિર્લેપ રહે છે. પ્રભુની સાધનાકાળની વીતરાગતા સક્રિય વીતરાગતા છે, જ્યારે અરિહંત ને સિદ્ધદશાની વીતરાગતા એ સહજ સિદ્ધ વીતરાગતા છે. ‘“વિ જીવ કરું શાસન રસી’’ ની ભાવના આપની ભીતરમાંથી, તીર્થંકર-નામકર્મના વિપાકોદયના બાહ્ય દશ્યરૂપે ઉભરી રહી હોવાથી, આપનું તીર્થરૂપ પ્રવર્તન સહુ કોઈ જીવોના મોક્ષ માટે છે. આપના પાંચે કલ્યાણકો ત્રણે જગતને સુખકારી છે. અરિહંત વંદનાવલીમાં શ્રીચંદ્ર આપને વંદના કરતાં ગાય છે... “જે જન્મકલ્યાણક વડે, સૌ જીવને સુખ અર્પતા, એવા.પ્રભુ અરિહંતને, પંચાગભાવે હું નમું.'’ 250 જે નાથ છે ત્રણ જગતના, કરુણા જગે જેની વહે; જેના પ્રભાવે વિશ્વમાં, સદ્ભાવની સરણી વહે...” આવા આખા જગતની ઉપર અપાર કરુણાની વર્ષા કરનાર, માઁ જેવું વાત્સલ્ય વહાવનાર ‘વચ્છલુ’ જ કહેવાય. નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી. પ્રભુ, કરુણારસરૂપી જલ વડે સ્વયંભુરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરવાવાળા છે. એનું જીવંત ઉદાહરણ પ્રભુની સંગમ પ્રતિની કરુણા છે. ધર્મહીન રંક હોય કે રાય-ચક્રવર્તી હોય તો તેની પ્રત્યે ભાવદયા ચિંતવનારા અને કરુણાના કરનારા ‘વરછલું’ છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ 251 - હૃદય નયન નિહાળે જગધણી * અશરણ એવાને શરણમાં લેનાર શરણદયાણ, નિઃસહાય એવાને સહાય કરનાર, અનાથ એવાને સનાથ બનાવનાર, કષાયોથી તપ્ત એવાને શીળી છાયા દેનાર, આશ્રયે આવનારના આશ્રવને અટકાવનાર, સંવરમાં સ્થાપનાર, સમતાના મીઠાં ફળ ચખાડનાર અને મુક્તાફળને આપનાર છો; તેથી જ આપના મસ્તક ઉપર અશોકવૃક્ષની ઘેઘુર શીતળ છાયા છે. માટે જ આપ “સકળ જંતુ વિસરામ” છો ! ' ભયોને ટાળીને ભયમુક્ત નિર્ભય બનાવીને સુખ સંપદાના દેનારા હોવાથી બધાંય પ્રાણીઓને વિશ્રામરૂપ છો ! અસ્થિર, અનિત્ય, અપૂર્ણ, સક્રિય એવા સંસારી જીવને સ્થિરતા, નિત્યતા, પૂર્ણતા, અક્રિયતાનું પ્રદાન કરી જીવને શિવ; આત્માને મહાત્મા અને મહાત્માને પરમાત્મા બનાવનાર આપ સુપાર્શ્વનાથ “સકળ જંતુ વિસરામ” છો ! એટલે જ તો રત્નાકર પચ્ચીસીના ગુજરાતી અનુવાદક ભાવુક શ્યામજીભાઈ પ્રાર્થના કરે છે. “પ્રભુ આપ અવિચલ નામી છો, ગુણરામી છો, વિસરામી છો; વળી અક્ષય સુખના સ્વામી છો, અમને અક્ષય સુખ આપોને. પ્રભુo” પ્રભુ આપ નથી કોઈને ડારનારા- ભય પમાડનારા કે નથી કોઈથી ડરનારા- ભય પામનારા. બાધ્યબાધકતાનો જેમાં અભાવ છે, એવા આપ અવ્યાબાધ છો ! બાધા પામતા પણ નથી અને બાધા પહોંચાડતા પણ નથી. આપ સંપૂર્ણ અભય છો અને સર્વને અભયનું દાન દેનારા અહિંસાના - સંપૂર્ણ અહિંસાના મહાપ્રવર્તક છો ! આત્માની અવિચલતા, અકંપતા, અવિનાશીતા, અમરતાનું ભાન કરાવી અમ પામરને એ પરમના માર્ગે ગુપ્તિ સમિતિમાં રાખી ચલાવનારા અને પરમપદે પહોંચાડી અદેહી-અશરીરી, અયોગી, અકંપ બનાવી પરિપૂર્ણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ જગરણના અંશો છે અને સમ્યગ્યારિત્ર એ આયરણનો અંશ છે. જાગરણ આચરણમાં આવતાં અધ્યાત્મ બને છે. અધ્યાત્મની માંગ જ જાગરણપૂર્વકના આયરણની છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી 252 અહિંસક બનાવનારા દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે આપ સાચા “અભયદાન દાતા” છો ! સૂક્ષ્મ નિગોદના જીવ સહિત ચૌદ રાજલોકમાં રહેલાં સર્વ જીવોની એમના ૫૬૩ ભેદથી સાત લાખ સૂત્ર દ્વારા ઓળખ કરાવીને અઢાર પાપસ્થાનક સૂત્ર દ્વારા અઢારે પ્રકારથી તે સર્વ જીવોની દ્રવ્યહિંસા અને ભાવહિંસાથી પાછા ફરવાનો અહિંસાધર્મ બતાડનારા અભયદાન દાતા છો! આવા ભગવાનના અનુયાયી પ્રખર અહિંસાધર્મી ષટ્યાય રક્ષક શ્રમણ સ્વયં અદેહી-અયોગી-અકંપ પરમાત્મા બને છે અને સ્વયં સદાકાળ અભય બની જઈ અન્ય સૃષ્ટિ સમસ્તના સર્વ જીવોને સદાને માટે અભય આપનારા આપના જેવા “અભયદાન દાતા” બની રહે છે. જેને કોઈ ઈચ્છા રહી નથી તે નિરાહ – પૂર્ણકામ થઈ ગયા હોય છે. ઈચ્છા નથી તેને કશાનો અભાવ નથી લાગતો – ઓછા-અધુરાશઅપૂર્ણતા નથી લાગતી. જેને હવે કાંઈ થવાપણું, બનવાપણું કે કરવાપણું રહ્યું નથી તે કૃતકૃત્ય છે. પ્રભુ શ્રીસુપાર્શ્વનાથ આવા નિરીહ, કૃતકૃત્ય હોવાથી “પૂરણ” છે. એ પ્રભુશ્રીના સર્વ ગુણો પરિપૂર્ણપણે સમકાલીન વિદ્યમાન અને કાર્યાન્વિત હોવાથી પણ એઓશ્રી પૂરણ છે. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય એવા અનંત ચતુષ્કના સ્વામી શ્રી સુપાસનાથ પૂરણ છે. એ એવા “પૂરણ” છે; જે પૂર્ણ આપે છે, પૂર્ણ બનાવે છે અને પોતે પાછા પૂર્ણ-પૂરણ જ રહે છે. ... ॐ पूर्णमदः पूर्णमीदम् पूर्णात् पूर्णमुदच्यते। - पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।। નદીઓનું પાણી દરિયામાં ઠલવાય કે પછી દરિયાનું પાણી વરાળ બની વાદળરૂપે થાય તો પણ દરિયો દરિયો જ રહે છે. જન્મ-જન્માંતરનો ભીતરમાં ભરેલો માલ વીતરાગદષ્ટિથી ખાલી કરવાનો છે. નિર્જરા સાવવાની છે. અજ્ઞાનદષ્ટિથી તો ભરેલો માલ ખાલી થોડો થાય છે, ભરાય છે ઘણો બઘો, તેથી ભારે થતાં જવાય છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ 253 , હૃદય નયન નિહાળે જગધણી 5 જે પૂરણ હોય તે પોતે પોતામાં જ રહે અને પોતામાંથી નીકળી બહાર પરમાં જાય નહિ. સ્વમાં સ્થિત સ્વસ્થ રહે. આત્મામાં જ રમે તેથી તે ‘“આતમરામ’’ કહેવાય. એઓશ્રી પુદ્ગલાભિનંદી કે પુદ્ગલાભિરામી નથી પણ આત્માભિરામી છે તેથી ‘આતમરામ' છે. તેથી જ એઓશ્રી પરમાનંદી, બ્રહ્માનંદી, નિજાનંદી, પ્રજ્ઞાનંદી, આત્માનંદી, તત્ત્વાનંદી, સહજાનંદી, પૂર્ણાનંદી છે. આવા અમારા શ્રી સુપાર્શ્વજિનને અમે ભૂરિ ભૂરિ કોટિ કોટિ વંદના કરીએ છીએ !!! વીતરાગ મદ કલ્પના, રિત અરિત ભય સોગ, લલના; નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ લલના. શ્રી સુપાસપ પાઠાંતરે મદ ને સ્થાને મત જે અશુદ્ધ લાગે છે. યોગ ના સ્થાને જોગ અને અબાધિત ના સ્થાને અબાહિત છે. શબ્દાર્થ : એ સુપાસપ્રભુ રાગદ્વેષ રહિત વીતરાગ છે. જેમ વિ અને રજની એક જગ્યાએ ન રહે, તેમ ભગવાન અને મોહશેતાન ક્યારેય એક સંગાથે ન રહે; કારણકે પ્રભુ વીતરાગ છે. અને સર્વ પ્રકારના મદ એટલે ગર્વ, કલ્પના એટલે વિચાર-સંકલ્પ-વિકલ્પ, રતિ અતિ એટલે ગમા-અણગમા અથવા રૂચિ-અરૂચિ, ભય એટલે ડર-બીક, સોગ એટલે શોક-ખેદ, નિદ્રા-તંદ્રા એટલે ઊંઘ-આળસ, દુરંદશા એટલે દુર્દશાબેહાલી-બરબાદીથી રહિત હોવાથી એઓશ્રીના મન-વચન-કાયાના યોગ બાધા રહિત એટલે કે અબાધિત અર્થાત પીડા રહિત છે. લક્ષ્યાર્થ-વિવેચન સ્તવનની ગાથા ૩ અને ૪માં પ્રભુની વિધેયાત્મક ઓળખ કરાવ્યા પછી કવિવર્ય યોગીરાજશ્રી આ પાંચમી કરનારા કરતાં કરનારાને જોનારાનું સ્થાન અતિ ઊંચું છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી , 254 ગાથામાં નિષેધાત્મક ઓળખ કરાવવા સાથે ભગવાનના યોગની અબાધિતતાના રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. પ્રભુની પ્રભુતાનું અસ્તિત્વ જે અસ્તિથી છે, કે જેની વર્તમાનમાં આપણને પ્રગટપણે નાસ્તિ છે, એ આપણી નાસ્તિની જ અસ્તિ કરવાની છે-વ્યક્તિ કરવાની છે. પ્રભુમાં જેની નાસ્તિ છે, પણ અજ્ઞાનતા અને કર્મ-પરવશતાએ કરીને વર્તમાનમાં આપણામાં તેની અતિ છે, તે અસ્તિની નાસ્તિ કરવાની છે. ટૂંકમાં પ્રભુમાં જે ગુણો છે, તેવાં જ આપણામાં અંતર્ગત રહેલા ગુણોને પ્રગટ કરવાના છે. અને પ્રભુ જે દોષોથી રહિત થયા છે તેમ વર્તમાનમાં આપણામાં રહેલાં દોષોને દૂર કરીને દોષરહિત થઈ ગુણસંપન્ન બનવાનું છે. જે પોતાનું પોતાપણું એટલે કે જે સ્વભાવ વર્તમાનમાં પોતામાં તિરોહિત છે, તે તિરોહિત થયેલ સ્વભાવનો વિભાવને દૂર કરવા દ્વારા આવિર્ભાવ કરવાનો છે. - .. पर का कुछ नहिं चाहता, चाहूँ अपना भाव। ... निज स्वभाव में थिर रहूँ, मेटो सकल विभाव ।। પ્રભુ વીતરાગ એટલે કે રાગ રહિત છે. રાગ રહિત છે એટલે જ દ્વેષ રહિત છે. આવા રાગ-દ્વેષ રહિત ક્યારે થ્રવાય? મદ રહિત થઈએ તો રાગ-દ્વેષ રહિત થવાય. પ્રભુ નિરાભિમાની-નિરહંકારી છે. એમને એમની પ્રભુતાનો કે અનંત-ચતુષ્કમયતાનો પણ મદ નથી. વિશેષભાવ નીકળી જવાથી પ્રભુ નિર્વિશેષ બન્યા છે. પ્રભુ વીતમદ-નિર્વિશેષ કેમ છે? કારણ કે પ્રભુ કલ્પના રહિત નિર્વિકલ્પ છે. પ્રભુને કોઈ વિચાર, સંકલ્પ, વિકલ્પ, જલ્પ નથી. એ બધાં મનના તરંગો છે. જ્યાં મન જ નથી ત્યાં પછી મનના તરંગો તો ક્યાંથી હોય ??? આપણને સવિકલ્પને બધું ક્રમે-ક્રમે કરીને જાણવાનું અને જોવાનું હોય છે. બધું By and by હિસાબ પતે નહિ ત્યાં સુધી કોઈ કોઈને છોડતું નથી અને હિસાબ પત્યા પછી કોઈ કોઈને માટે ક્ષણભર થોભતું નથી. Page #310 -------------------------------------------------------------------------- ________________ 255 હૃદય નયન નિહાળે જગધણી કમ્રાનુસારે છે તેથી તરંગો છે. પ્રભુ નિર્વિકલ્પ છે તેથી એમને ક્રમસમુચ્ચયતા નથી પણ સમ સમુચ્ચયતા એટલે કે ll at time છે. બધું એક જ સમયમાં સામટે, એક સાથે, પૂર્ણપણે In totality સમગ્રપણે જણાઈ જાય છે અને દેખાઈ જાય છે. કલ્પનાનો-તરંગનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. વળી નિસ્તરંગ છે તેથી અકંપ છે. તરંગ છે. ત્યાં કંપન છે. વીતરાગતા છે, મદરહિતતા છે, કલ્પનાતીતતા છે અને જે જણાય છે તે પૂર્ણપણે જણાય છે; તેથી ગમો અણગમો એટલે કે રતિ-અરતિ નથી. જેને કોઈ પ્રત્યે રાગ પણ નથી અને કોઈ પ્રત્યે દ્વેષ પણ નથી અને જે પોતાના દેહના પણ દૃષ્ટા છે; તેને કોઈનો કશો ભય કેમ કરીને હોય?!! વળી જ્યાં રાગ નથી, રતિ-અરતિ નથી ત્યાં શોક શેનો હોય?!! જેને વિકાર નથી, જેને આવરણ નથી તેને વેદન શુદ્ધ, સંપૂર્ણ, સ્થાયી અને સ્વાધીન હોય છે. ગુણોની વિકારીતાથી વિનાશીતા છે અને ગુણોની અવિકારીતાથી અવિનાશીતા છે. જેણે દર્શનાવરણીયકર્મનો નાશ કરી નાખ્યો છે તેને નિદ્રા ક્યાંથી - હોય ?!! જ્યાં નિદ્રા જ નથી ત્યાં પછી તંદ્રા - આળસ કેવી રીતે હોઈ શકે ?!! એ તો પ્રકૃષ્ટ ચૈતન્યનો પૂંજ હોઈ, સ્વયં સ્કુરાયમાન, સદા પ્રફુલ્લિત જ હોય !!! આવા જે છે તે આધિ-વ્યાધિ-ઉપાધિની દૂરંદશાદૂર્દશા-બેહાલીથી તો રહિત હોય જ પણ આ તો સમાધિની પેલે પારની સમરૂપતામાં ઉજાગર, સ્વરૂપરમમાણ આતમરામ છે. આવા જે નિરાવરણ, અવિકારી, સર્વ દોષ રહિત, સર્વગુણ સંપન્ન હોય તેમના યોગનું શેષ આયુષ્યકાળ પૂર્ણ થવા સુધી સહજ જ પ્રવર્તન હોય તેથી તે યોગ ન તો કોઈને બાધા પહોંચાડે કે ન તો કોઈથી બાધા વિનાશી વીજ મળ્યાનો આનંદ વિનાશી હોય. અવિનાશી ચીજ મળ્યાનો આનંદ અવિનાશી હોય. Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી - 256 પામે. પ્રભુ સુપાર્શ્વનાથ આવા અબાધિતયોગવાળા છે, તેઓશ્રીને અમો મન-વચન-કાયયોગે ત્રિવિધ ત્રિવિધ ભાવસભર હૈયે વંદના કરીએ છીએ!! પ્રભુ પ્રત્યે ઉછળતું બહુમાન આવે ત્યારે જે હૃદયભેદક હૃદયોદ્ગાર સરી પડે છે તે અત્રે જોવા મળે છે !!! પ્રભુ ગુણસ્તવના એ વાસ્તવમાં તો પોતાના આત્માના શુદ્ધ ગુણોની જ સ્તવના છે. પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન, લલના. શ્રી સુપાસ૮૬ પાઠાંતર : “પરમેશ્વર ને સ્થાને “પરમેસર” અને “પરમેષ્ઠી'ના સ્થાને “પરમીઠ્ઠી” છે. શબ્દાર્થઃ સુમતિ! આ સુપાર્શ્વજિન સર્વશ્રેષ્ઠ પુરુષ છે, સર્વશ્રેષ્ઠ આત્મા છે, ઈશ્વરોના પણ ઈશ્વર એવા પરમેશ્વર, સર્વોત્તમ છે. | સર્વોત્તમ તત્ત્વ છે, સર્વાધિક ઈચ્છનીય-ઈષ્ટ છે, દેવોના પણ દેવ એવા દેવાધિદેવ-પરમદેવ છે તેથી સર્વોત્કૃષ્ટ માન-પર(પરમ) માનને પાત્ર સ્વયંભૂ સ્વયંસિદ્ધ પ્રમાણભૂત છે. આવા સુપાસીજનને પ્રકૃષ્ટભાવે વંદીએ- સમર્પિત થઈએ !!! - લક્ષ્યાર્થ-વિવેચન : ઈશ્વરની વિધેયાત્મક અને નિષેધાત્મક ઓળખાણ કરાવ્યા બાદ, હવે આ ગાથામાં અવધૂતયોગી આનંદઘનજી પ્રભુની પરમતાનો પરિચય કરાવી, પ્રભુ પ્રત્યેના આપણા ભાવને પ્રકૃષ્ટતાનો ઓપ ચઢાવી રહ્યા છે. કવિરાજ પરમ શબ્દના પ્રયોગથી પ્રભુની પરાકાષ્ટાની સર્વોચ્ચ સિદ્ધિના દર્શન કરાવી રહ્યા છે. મોક્ષ માટે કાંઈ કરવાનું નથી પણ જે કર્મનો માલ ભર્યો છે તેને ખાલી કરવાનો છે. ભાર ઉતારવાનો છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ 257 હૃદય નયન નિહાળે જગધણી 5 પ્રભુ પુરુષ તો છે જ પણ પરમતાને પામેલા છે. એટલે ‘પરમ પુરુષ' છે. – પુરિસુત્તમાણં પુરુષનો અર્થ આત્મા કરીને વિચારીએ તો પ્રભુ પરમ આત્મા છે. નમ્રુત્યુણં સૂત્રમાં જણાવ્યા મુજબ ઉપમા વિશેષણથી વિચારીએ તો પ્રભુ પુરિસસીહાણ, પુરિસવરપુંડરિઆણં, પુરિસવરગંધહત્થીણું છે. પ્રભુ, સવ્વન્ત્ર્ણ-સવ્વદરિસીણં-સિવ-મયલ-મરૂઅ-મતમક્ષય મવ્વાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ-નામધેય-ઠાણંસંપત્તાણું હોવાથી, બહિરાત્મપણાથી અને અંતરાત્મપણાથી ઉપર ઉઠેલા પરમતાને પામેલા ‘પરમાતમા’ છે. હે પ્રભો ! આપ તીર્થંકર નામકર્મના વિપાકોદયથી પ્રાટ થયેલ અષ્ટપ્રાતિહાર્યોના ઐશ્વર્યથી યુક્ત છો અને તેથી મહામોહક છો, ચોત્રીસ અતિશયોથી શોભતા મહાપ્રભાવક મહિમાવંત છો, સ્વયં તીર્થસ્વરૂપ છો અને પાછા પાંત્રીસ ગુણ અલંકૃત વાણીથી ભવ્યજનોને તારનાર તીર્થના સ્થાપક છો, આપને જોતાં જ અહો! અહો! ના ભાવથી આશ્ચર્યચકિત થઈ જવાય એવા, દેવ-રચિત દિવ્ય સમવંસણમાં બિરાજમાન છો! આવા પ્રકૃષ્ટ ઐશ્વર્યના સ્વામી આપ સુપાર્શ્વપ્રભુ પરમેશ્વર-પરમેસર છો!! દેવદેવીઓ દિવ્ય, સુરભિ-સભર પંચવર્ણના સૂરપુષ્પથી પુષ્પવૃષ્ટિ કરતાં હોય, દેવો દ્વારા દુંદુભિનાદ થતો હોય, દિવ્યધ્વનિ ગૂંજતો હોય, વાતાવરણ સુગંધીમય દિવ્ય હોય, શીતળ આલ્હાદક વાયુ શાતા આપતો હોય, પક્ષીઓ પ્રદક્ષિણા દેતા હોય, દેવો આપના પગલે-પગલે સુવર્ણકમલ રચતા હોય; ચક્રવર્તી નરેન્દ્રો, સુરેન્દ્રો, દેવેન્દ્રો આપને નમતા હોય, ઈન્દ્રો આપને ચામર વીંઝતા હોય, રત્નજડિત, સ્ફટિકમય સુવર્ણસિંહાસન ઉપર દેદીપ્યમાન દેહે આપ વિરાજતા હો અને બારેય પર્ષદા મંત્રમુગ્ધ થઇ આત્મા આત્માને ઓળખે ત્યારે આત્મા આત્માના ઘરમાં રહે. Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી આપની ભવતારિણી દેશના સાંભળી તેમાંથી યોગ્ય જીવો સમ્યક્ત્વ પામતા હોય, વિરતિ સ્વીકારતા હોય, ગુણારોહણ કરી શ્રેણિ માંડી કૈવલ્યને પામતા હોય; એવું ઐશ્વર્ય કોને હોય ? આવું ઐશ્વર્ય આપ સિવાય અન્યમાં ક્યાં જોવા મળે ?!!! આવું ઐશ્ચર્ય જ્યાં જોવા મળે તે પણ એક ઐશ્વર્ય છે !!! પાંચેય ઈન્દ્રિયોને તૃપ્ત કરનાર અને લેશ માત્ર બહેકાવનાર નહિ પણ ભૂખ, તરસ, સમયનું ભાન ભૂલાઈ જાય એવું, મંત્રમુગ્ધ સ્થિરચિત્ત ઉપશાંત બનાવનારું, શાતાદાયી, સ્વરૂપદાયી આપનું એશ્વર્ય છે. દેવ અને માનવ તો શું પણ જન્મજાત વેરી, તિર્યંચો પણ એક હારે બેસી, વેર ભૂલીને અહિંસક ભાવે શાંત ચિત્તે, આપના અનુપમ અદ્ભૂત એશ્વર્યને પીતા હોય છે!!! A 258 " “ત્રિગડે રતન સિંહાસન બેસી વ્હાલા મારા ચિહું દિશી ચામર ઢળાવે રે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે. લાગે મુને મીઠી રે...’’ સુપાર્શ્વપ્રભુ આવા સંસારના સર્વોચ્ચ ઐશ્વર્યના સ્વામી ‘પરમેશ્વર’ છે. વળી આ અમારા સુપાર્શ્વનાથ પ્રભુ ‘પરધાન’ એટલે કે પ્રધાન છે. મુખિયા-સર્વશ્રેષ્ઠ છે. સ્વયં તો પ્રધાન છે જ ! કારણ કે અરિહન્તના અરિહંતપણાથી તીર્થપ્રવર્તન છે. તીર્થપ્રવર્તન છે તો જ સદ્દભાવ, સદાચાર, સમ્યક્ત્વ, દેશિવરતિ, સર્વવિરતિ, વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શીતા, સિદ્ધત્વની પ્રાપ્તિ છે. તીર્થપ્રવર્તનથી તીર્થ અને તીર્થંકરભક્તિ છે. તીર્થંકર-ભક્તિ છે તો પુણ્યની પ્રાપ્તિ છે અને પુણ્યની ઉપલબ્ધિ છે તો પુણ્યોદયે કરીને ચક્રવર્તી, દેવેન્દ્ર, સુરેન્દ્રાદિ પદની આત્મા સ્વગુણને પરણવાને બદલે પુદ્ગલને પરણ્યો, એ રાજકુંવરી ઢેડને પરણ્યા જેવું થયું છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ 259 હૃદય નયન નિહાળે જગધણી પ્રાપ્તિ ને પ્રતિષ્ઠા છે. આમ એ પ્રધાનતાના પ્રદાયક હોવાના કારણે પણ પ્રધાનતા છે. વિશ્વ સમસ્તની સર્વ પ્રધાનતાના મૂળમાં પ્રધાન એવા પ્રભુની પ્રધાનતા છે. અરિહંત ભગવંતો અન્યને મુખ્ય પ્રેરક બનતા હોવાથી ખુદ તીર્થકર ભગવંતો પણ “નમો તિથસ્સ” કહી તીર્થને પ્રણામ કરે છે. કેવળી ભગવંતો પણ તીર્થકર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દેવાનો આચાર જાળવીને સમવસરણમાં બિરાજે છે. " ભવતારિણી રત્નત્રયીના દાતા તીર્થંકર અરિહન્ત ભગવંત છે. બધાંય દાનના મૂળમાં રત્નત્રયી છે. એ જ પ્રમાણે તત્ત્વત્રયીદેવ-ગુરુધર્મમાં ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વના જનક દેવ તે અરિહંતદેવ-તીર્થકર ભગવંત છે. તેથી અરિહંત પ્રધાન-મૂખ્ય છે. કાળનો પરિપાક થવામાં, સ્વભાવના પ્રગટીકરણમાં, ભવિતવ્યતાના ભવનમાં અને મુક્તિની પ્રાપ્તિમાં જો કોઈ પ્રધાન કારણ હોય તો તે અરિહન્ત ભગવાન છે. માટે જ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી અરિહંતને બિરદાવતા ગાય છે.... . કાળ સ્વભાવ ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ સબળ મુજ વિશ્વાસો રે. વિષચક્રમાંથી સિદ્ધચક્ર-અમૃતચક્રમાં લઈ જઈ સિદ્ધપદે બિરાજમાન કરનાર સિદ્ધચક્રમાં કેન્દ્રસ્થાને અરિહંત છે. વળી નમસ્કાર મહામંત્રમાં પ્રથમ નમસ્કાર “ણમો અરિહંતાણં' પ્રથમ પદથી અરિહંતને કરવામાં આવે છે. આ અરિહન્તપદની પ્રધાનતા સૂચવે છે. પરમ પદારથ એટલે કે પરમ તત્ત્વ જે નવ તત્ત્વોમાનું છેલ્લુ-પરમ પરને બચાવવા માટે જે આક્રમણ કરાય-વીર્ય ફોરવાય, તેને પરાક્રમ કહેવાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી 260 સાધ્ય-તત્ત્વ, મોક્ષ-તત્ત્વ છે; એ જ પરમ ઇચ્છનીય પરમેષ્ઠી પદ છે. એ પરમતત્ત્વ પરમેષ્ઠી પદને પામનાર અને આપનારા આપ છો, તેથી જ આપ પરમ પદારથ પરમેષ્ઠી છો !!! પંચ પરમેષ્ઠીમાં પ્રથમપદે બિરાજમાન છો, તેથી પણ આપ “પરમેષ્ઠી’ છો! આપ દેવોના પણ દેવ એવા દેવાધિદેવ છો ! કરોડો દેવો સ્વયં આપની સેવામાં હાજરાહજુર છે. દેવેન્દ્રો સમવસરણની રચના કરી રહ્યા છે, દુંદુભિનાદ, દિવ્યધ્વનિ કરી રહ્યા છે, ચરણકમળમાં સ્વર્ણકમળ બિછાવી રહ્યા છે, સૂરપુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, ચામર વીંઝી રહ્યા છે, દેવઋદ્ધિ પણ આપની રિદ્ધિ આગળ ઝાંખી પડે છે, એવા આપ સુપાર્શ્વજિનેસર દેવાધિદેવ છો-પરમદેવ છો !!! તેથી જ દેવો હર્ષોલ્લાસપૂર્વક ધન્યજન્મોડસિ! કૃતપુણ્યોડ ! પ્રિયન્તામ ! પ્રિયન્તામ ! પુણ્યાડયું ! પુણ્યાવહ ! ના પુનિત ઉચ્ચારો સાથે આપના જન્મકલ્યાણક સહિત પાંચે કલ્યાણકોની ઉજવણી કરે છે. ચક્રવર્તીઓ એમના ચક્રવર્તીપણાને અને દેવો એમના દેવપણાને આપના ચરણે ધરી દે છે. આપ સિવાય કોણ અન્ય પરમદેવ' હોય શકે?!!! કોડીગમે ઉભા દરબારે, વહાલા મારા જય મંગલ સુર બોલે રે, ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે. . . લાગે અને મીઠી રે...” - આપ સ્વયંભૂ તો છો જ! તેથી જ આપ સ્વતઃ સિદ્ધ-સ્વયંસિદ્ધ છો, એટલે જ આપ “પ્રમાણરૂપ” પ્રમાણભૂત છો ! માટે જ આપ સુપાર્શ્વપ્રભુ પર માન'ને અર્થાત્ પરાકાષ્ટાના અપાર પરમ માનને-સન્માનને લાયક છો !!! પ્રકૃષ્ટભાવે, આપ સુપાર્શ્વજિનને વાંદીએ છીએ અને પૈસા મળ્યાં એ પુણ્યોદય પણ પૈસા ગમ્યા એ પાપોય. Page #316 -------------------------------------------------------------------------- ________________ 261 હૃદય નયન નિહાળે જગધણી 卐 ઈચ્છીએ છીએ કે અમે સામર્થ્યયોગનો નમસ્કાર કરી નિજરૂપને આપના જેવા જિનરૂપે પરિણમાવીએ !!! વિધિ વિરંચિ વિશ્વભરુ, ઋષિકેશ જગનાથ, લલના; અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. શ્રી સુપાસ૦૭ પાઠાંતર : વિશ્વભરુની જગાએ વિશ્વભર અને મુક્તિની જગાએ મુક્ત એવો પાઠફેર છે. શબ્દાર્થ : વિધિ એટલે વિધાતા છો. વિરંચિ એટલે બ્રહ્મા છો. વિશ્વભરુ એટલે કે વિશ્વભર-વિશ્વનાથ-યોગક્ષેમવાહક-પાલનપોષણ કરનાર પાલક છો. હૃષીકેશ એટલે કે ઋષિક-ઈન્દ્રિયોના ઈશ અર્થાત્ ઇન્દ્રિયજીતજિન-જિનેન્દ્ર છો. જગનાથ એટલે જગતના નાથ ત્રિભુવનતિ છો. અઘહર એટલે પાપને હરનારા પાપહર છો. અથમોચન એટલે પાપથી મુકાવનાર–પાપથી છોડાવનાર છો. ધણી એટલે માલિક-શેઠ-સ્વામી છો. એવા, મુક્તિ મેળવી આપી પરમપદે પહોંચવા સુધી સાથ આપનાર શ્રી સુપાર્શ્વનાથને વંદીએ છીએ !!! લક્ષ્યાર્થ-વિવેચન : હવે આ સાતમી ગાથામાં કવિવર્ય યોગીરાજશ્રી પ્રભુ સુપાર્શ્વસ્વામીના ઉપકારોને યાદ કરી ઉપકારી વિશેષણોથી વંદના કરાવે છે. પ્રભુ આપ સર્વદર્શી સર્વજ્ઞ છો. તેથી આપને આપના દર્શનજ્ઞાનમાં અમારી અથથી ઇતિ સુધીની બધી જ ગતિવિધિ દેખાય છે અને જણાય છે. તેથી આપ અમારી નિયતિ-અમારી ભવિતવ્યતાના જાણકાર છો. આપે આપના દર્શનમાં જોયું છે અને જ્ઞાનમાં જાણ્યું છે તે જ પ્રમાણે, આપની જાણ મુજબનું અમારું ભાવિ ઘટમાન થવાનું છે, I am nothing - હું કંઈ જ નથી એ લઘુત્તમ અહંકાર છે. I am something - હું કંઇક છું એ મધ્યમ અહંકાર છે. I am everything - હું બધું જ છું. એ ગુરૂત્તમ અહંકાર છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી 262 તેથી અમાસ માટે તો આપ વિધાતા જ છો!! અમે ઈચ્છીએ છીએ અને પ્રાર્થીએ છીએ કે આપના જ્ઞાનમાં જણાયા મુજબના અમારા મુક્તિ પ્રાપ્તિના દેશ કાળની અમને પ્રાપ્તિ થાય અને અમે મુક્તિ પ્રાપ્તિ માટે ઉદ્યમવંત થઇએ !!! આપ વિરંચિ એટલે કે બ્રહ્મા છો ! સૃષ્ટિના સર્જનહારા છો ! આપ સર્વજ્ઞ હોવાથી જગત આખાના જાણકાર છો ! જગતદષ્ટા છો પણ જગતકર્તા નથી. જગત જેવું છે તેવું જ બતાવનારા છો ! પણ જગતને બનાવનારા નથી. આમ આપ વીતરાગ છો, તેથી જગતનું સ્વરૂપ જેવું છે તેવું જ આપ પરિપૂર્ણ જંણાવો છો. અહિતકર-દુરિતની અને હિતકર એટલે કે હેય અને ઉપાદેયની જાણકારી આપ પાસે મળે છે. આ જાણકારીના આધારે જ અમે દુરિતથી એટલે કે પાપથી દૂર થઈએ છીએ અને હિતકરમાં પ્રવૃત્ત થઈએ છીએ. આમ અમારા માટે તો આપ જ અમારી દુર્ગતિ દૂર કરવામાં, સદ્ગતિ મેળવવામાં અને પરમગતિ પરમપદે પહોંચવામાં કારણભૂત છો. અમારે માટે તો આપ જ... અભયદયાણું, ચક્ઝુદયાણં, મર્ગીદયાણં, સરણદયાણં, બોહિદયાણં ધમ્મદયાણું, ધમ્મદેસયાણં, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણં.... છો ! માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને અમે આપને કર્તા-વિરંચિ-બ્રહ્મા-સર્જનહાર માનીએ છીએ. આ અમારો આપ, પરમોકારી પ્રત્યેનો કૃતજ્ઞભાવ – અહોભાવ છે !! પ્રભુ આપ વિશ્વભરુ છો. આપ અમને દુર્ગતિ-અશુભથી બચાવનાર છો, સદ્ગતિમાં-શુભમાં ટકાવનાર છો–જોડનાર છો અને પરંપરાએ શુભાશુભથી પર કરી શુદ્ધ પવિત્ર પરમાત્મપદે પહોંચાડનાર છો ! આમ આપ મેળવવા યોગ્યનો યોગ કરાવનાર છો અને યોગ્યના સમભાવ એટલે બંનેને નુકસાન ન થવું જોઈએ. એકને પણ નુકસાન થાય તો સમભાવ ન કહેવાય. Page #318 -------------------------------------------------------------------------- ________________ 263 હૃદય નયન નિહાળે જગધણી યોગના રાખણહારા છો. તેથી યોગક્ષેમનું વહન કરનારા આપ અમારા “વિશ્વભર' છો અન્ય દાર્શનિકો પ્રભુને વિભુ એટલે વ્યાપક માને છે. એટલે કે સર્વવ્યાપી-વિશ્વવ્યાપીના અર્થમાં વિશ્વભર માને છે. એ સંદર્ભમાં વિચારીએ તો સુપાર્શ્વજિન ભગવાન ક્ષેત્રથી સર્વવ્યાપી નથી પણ કેવળજ્ઞાનથી સર્વ શેયના જ્ઞાયક હોવાના કારણે જ્ઞાનથી સર્વ વ્યાપી છે. હા! સિદ્ધત્વ પ્રાપ્તિ પૂર્વે ચૌદમા ગુણસ્થાનકે કેવળી સમુદ્યાત કરવામાં આવે ત્યારે, આઠ સમયની કેવળી સમુદ્યાતની પ્રક્રિયા દરમિયાન, માત્ર એક સમય પૂરતા જ ચોથા સમયે પરમાત્મા લોકાકાશ ક્ષેત્ર જેટલા વ્યાપક થતાં હોય છે. એ અપેક્ષાએ સુપાસજિન “વિશ્વભરુ' છે. ' ભગવાન ઈન્દ્રિયોના કહ્યામાં નથી એટલે કે ઈન્દ્રિયોના દોર્યા દોરાવાનું નથી. બલ્ક ભગવાન દિવ્યજ્ઞાની-કેવળજ્ઞાની હોવાથી અતીન્દ્રિય છે. તેથી જિન-જિનેન્દ્ર છે. માટે જ ભગવાન સુપાર્શ્વનાથ “હૃષીકેશ છે. વળી પ્રભુ પરમાત્મભાવની પ્રાપ્તિના પ્રવર્તક હોવાથી, સર્વ ઋષિ મુનિઓના કેશરૂપ, એટલે શિરછત્રરૂપ, આધાર પણ આપ જ છો. તેથી પણ આપ “ઋષિકેશ” છો ! છ દ્રવ્યો, જેના વડે જગત આખાની રમત રમાઈ રહેલ છે, તે છયે દ્રવ્યને ખ્યાતિ આપનાર, જણાવનાર ખાતા, જગતષ્ટા સુપાર્શ્વપ્રભુ છે. આમ જગતની જાણકારી આપવાના નાતે જગતદષ્ટા સુપાર્શ્વનાથ જગતના નાથ એટલે “જગનાથ' છે. | સર્વ જીવોના હિતની વાંછા કરનાર હોવાથી અને સર્વ જીવોના યોગક્ષેમને કરનારા હોવાથી પ્રભુ જગતના નાથ તરીકે શોભે છે. સર્વજ્ઞ શાસનની ભાવથી પ્રાપ્તિ થતાં પહેલાં એટલે કે ગ્રંથિભેદ જનિત સમ્યકત્વ વ્યવહાર વ્યવહારથી ઉપાદેય છે. પણ નિશ્ચયથી હેય છે. જ્યારે નિશ્ચય વ્યવહારથી અને નિશ્ચયથી એમ ઉભયથી ઉપાદેય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી , 264 પામ્યા પહેલા અથવા તો આત્મસ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન થયા પહેલા આ જીવ રાંકડો હતો, દરિદ્રી હતો, અનાથ હતો. તેનું હિત ઈચ્છનાર કોઈ ન હતું. યોગક્ષેમનું વહન કરનારા પ્રભુ મળવાથી જીવ અનાથમાંથી સનાથ બન્યો. માટે જ પ્રભુનું “જગનાથ” એ યોગીરાજે વાપરેલું વિશેષણ સાર્થક છે-યર્થાથ છે. “અઘ” એટલે પાપને પાપ તરીકે ઓળખાવનાર, પાપના મૂળ દોષની જાણકારી આપનાર, પાપના ફળ દુઃખની દારુણતાનો ચિતાર આપનાર-કર્મ વિપાક બતાડનાર ભગવાન સુપાર્શ્વજિન છે. તેમ કરવા દ્વારા અઢારેય પાપસ્થાનકથી દૂર રાખનાર હોવાથી સવ્વ પાવપ્પણાસણોસર્વપાપ પ્રણાશક એવા સુપાર્શ્વ જિનેશ્વર અરિહંતને કરેલ નમસ્કાર છે. માટે સુપાર્શ્વજિન “અઘહર” - પાપહર્તા છે. પ્રભુ સમ્યગ્દષ્ટિ, સમ્યજ્ઞાન આપી સમ્યમાર્ગ બતાડી સર્વ પાપથી છોડાવનાર અને નિષ્પાપ, મુક્ત, સિદ્ધાત્મા-પરમાત્મા બનાવનાર હોવાથી સુપાર્શ્વજિન “અઘમોચન” છે. રાઈ પ્રતિક્રમણમાં વહેલી સવારે શ્રી સીમંધર સ્વામીને વંદના કરતાં દુહામાં ગાઈએ છીએ... “રાંક તણી પરે રડવડ્યો, નિરધણીઓ નિરધાર; શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ ઈણ સંસાર.” આ સંસારમાં અશરણને શરણમાં લઈ, સાચું શરણું આપી, નોંધારાનો આધાર બનનાર, અનાથને સનાથ બનાવનાર, પ્રભુ, સુપાર્શ્વજિન આપ અમ નધણિયાતાના ધણી-શેઠ-માલિક છો. આપ તો, આપના આ દાસને સેવકને, આપના જેવો જ શેઠ-માલિક બનાવનારા, પોતાની પદવી આત્મા અસ્તિત્વરૂપે તો છે જ પણ વસ્તૃત્વરૂપે ઓળખાય તો પરિણમન સાયું થવા માંડે અને અસ્તિત્વ વ્યક્તિત્વરૂપે પાંગરે. Page #320 -------------------------------------------------------------------------- ________________ 265 હૃદય નયન નિહાળે જગધણી 5 નિજપદ – પરમાત્મપદ આપનારા ‘ધણી’ છો ! આ રીતે મુક્તિ મેળવીને મુક્ત-સિદ્ધ થયેલ આપ, અમે સિદ્ધશિલાએ પરમપદે આપની હરોળમાં બિરાજમાન નહિ થઈએ ત્યાં સુધી સાથ નિભાવનાર ધર્મસારથિ-ધમ્મ સારહીણ પણ છો અને જગસત્થવાહ એટલે કે ‘જગતના સાર્થવાહ’ પણ છો ! ‘મુક્તિ પરમપદ’ સાથ છો ! આવા પરમોપકારી સુપાર્શ્વનાથ પ્રભુને અમે ભાવભીના હૈયે વંદન કરીએ છીએ !!! સુપાર્શ્વનાથ પ્રભુ એ નામ હોવાથી વ્યક્તિ છે. પણ તેમાં રહેલ આર્હત્ત્વ એ પદ છે. પંચ પરમેષ્ઠી’તે પદ છે. વંદના પદને કરવાની છે, નહિ કે વ્યક્તિને. પદની વંદનામાં વ્યક્તિની વંદના સમાવિષ્ટ છે. વ્યક્તિને પણ વંદના ત્યારે જ થાય છે, કે જ્યારે તે પદારુઢ છે. પદ તે કહેવાય કે જેમાં પદાર્થ હોય અને પદાર્થ તે કહેવાય કે જેની પાછળ પરમાર્થ હોય. આમ પદ એ તદંતર્ગત રહેલ પદાર્થ દ્વારા આગળ ઉપર પરમાર્થને પ્રાપ્ત કરાવવા વડે પરમાત્માની પ્રતીતિ કરાવે છે. માટે જ લોકોત્તર એવા જૈનશાસનમાં પદનું મૂલ્ય અદકેરું છે. પદ એ મહાન છે. પદ એ શાશ્વત છે જ્યારે વ્યક્તિ અશાશ્વત છે. માટે જ પ્રભુ પ્રતિમાપૂજનની પૂર્વમાં અને પછી પણ સિદ્ધચક્ર ભગવંતની પૂજા થઈ શકે છે. પ્રભુ પ્રતિમા એ લાંછનયુક્ત વ્યક્તિવિશેષનો સ્થાપના નિક્ષેપો છે જ્યારે સિદ્ધચક્રયંત્ર એ પદનો અને પદારૂઢ વ્યક્તિસામાન્યનો સ્થાપના નિક્ષેપો છે. સિદ્ધચક્રયંત્ર એ તો યંત્રાધિરાજ છે કેમકે એ મોક્ષમાર્ગનો નકશો છે. ક્રિયા ઘર્મની પણ રૂચિ સંસારની છે તો મોક્ષ નથી કારણકે રાગાદિ પરિણમન છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી 266 એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના; જે જાણે તેને કરે, આનંદઘન અવતાર, લલના. શ્રી સુપાસ૮૮ પાઠાંતર : “એમ” ના બદલે “આઇ”, “જેના બદલે “જેહ” એવો પાઠફેર છે. શબ્દાર્થ ? આવી રીતે શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર ભગવંત એકથી અધિક અનેક- ઘણાં ઘણાં, અભિધા એટલે નામ-વિશેષણ અર્થાત્ નામાભિધાનને ધરાવનારા છે. એ બધાં ગુણવાચક નામો છે, જેનો વિચાર એટલે કે અર્થ-ભાવ અનુભવગમ્ય છે. અર્થાત્ એ નામોને એમાં રહેલ ભાવોના અનુભવનથી જ વિચારી-સમજી શકાય એમ છે. જે કોઈ તેહને જાણે છે, સમજે છે અને ચરિતાર્થ કરે છે તે આનંદના નક્કર (ધન) સમુહ એટલે કે સુખકંદનું પોતાનામાં અવતરણઅનુભવન કરે છે અને આવા ગુણોથી પૂર્ણ તે વ્યક્તિવિશેષ તે જૈનશાસનમાં ઈશ્વર મનાયેલ છે. એવા ઈશ્વર સ્વરૂપ શ્રી સુપાર્શ્વ જિનને અમારું નિજ સ્વરૂપ પ્રગટાવવાના હેતુથી અમે સમર્પિત થવાપૂર્વક વંદીએ છીએ !! - લક્ષ્યાર્થ-વિવેચન : કવિવર્ય યોગીરાજ ગાથા ત્રણથી કલ્યાણ કરનાર “શિવ' નામથી, નામ સ્તવના-ગુણ સ્તવનાનો પ્રારંભ કરી, પીસ્તાલીસ પીસ્તાલીસ ગુણનામોથી સુપાર્શ્વનાથ પ્રભુની બિરુદાવલી ગાતા ગાતા, ઠેઠ સાતમી ગાથામાં કલ્યાણ પ્રાપ્તિ “મુક્તિ પરમપદ સાથ” ના ગુણનામના હૃદયોદ્ગાર સહિત ગુણસ્તવના સમાપ્ત કરીને સુપાસજિનને ૪૫ નામથી વંદના કરે છે. આમ હરિ તારા હજાર નામની ઉક્તિને સાર્થક કરે છે. પૂ.આ.શ્રી. સિદ્ધસેનદિવાકરસૂરિ વિરચિત શ્રી વર્ધમાન શકસ્તવમાં ૨૭૩ ગુણવાચક નામથી શ્રી મહાવીર પરમાત્માની સ્તવના કરવામાં ઘર્મ ક્રિયા નથી પણ રૂચિ મોક્ષની છે તો ત્યાં મોક્ષમાર્ગ છે કારણકે રાગાદિ પરિણમનની હાનિ છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ 267 , હૃદય નયન નિહાળે જગધણી 5 આવી છે. સ્વરૂપચિંતક શ્રીયુત્ પનાલાલ જગજીવનદાસ ગાંધીએ ૨૫૫ નામથી પરમાત્માની ગુણસંપન્નતાની અને એની સામે સંસારી આત્માની ગુણહીનતાની યાદી બનાવી પરમાત્મસ્વરૂપની ઓળખ કરાવી છે. જે પરિશિષ્ટમાં જોઇ જવા ભલામણ છે. વ્યક્તિની ઓળખ સંજ્ઞાથી-નામથી છે. પરંતુ વ્યક્તિત્વની ઓળખ એના ગુણથી છે. વ્યક્તિની વ્યક્તિ તરીકેની મહત્તા એના વ્યક્તિત્વથી છે-ગુણથી છે. ભગવાન, ભગવાન બની જતાં વિદેહી થવાથી વ્યક્તિ મટી જઈ સમષ્ટિ બની ગયા હોય છે. એમની ઓળખ એમની ભગવત્તાપ્રભુતા-ગુણથી જ હોય ! ગુણીજનને એના ગુણથી ઓળખીએ તો એ ગુણીજન પ્રત્યે હૈયાના ઊંડાણમાંથી આદર-બહુમાન-સન્માન-અહો ! અહો ! ના ભાવ જાગે. અને પછી એ ભક્તિભર્યા ભીના-ભીના હૈયાની વંદના થાય, એ સાચી ઇચ્છાયોગની વંદના-નમસ્કાર થાય. એક વખત સાચા ઇચ્છાયોગના વંદન-નમસ્કાર આવે તો આગળ જતાં તે જ ભવે કે ભવાંતરે શાસ્ત્રયોગના વંદન-નમસ્કાર આવવાની સંભાવના રહે; જે, સામર્થ્યયોગની વંદનામાં પ્રયાણ કરાવે. એ સામર્થ્ય યોગમાં વંદનાથી ઉપરના પ્રણામ થાય એટલે કે પરિણમનરૂપ વંદના થાય! શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને કરાયેલ ભાવપૂર્વકની વંદનાથી આપણા અંતરમાં રહેલ પરમાત્મા આપણી પર્યાયમાં પ્રગટ થાય છે. એ પરમાત્માને પામવા માટે પ્રેમ એ સંજીવની છે. પ્રેમના સ્પર્શથી ચેતન રસરૂપ બની જાય છે અને રસ એ જ પરમાત્મા છે રસેશ્વર છે. - દૃશ્ય જગતના સૌ કોઇ જડ-ચેતન પદાર્થો પ્રેમના ભાજન છે. સૌ પ્રત્યે જેઓ પ્રેમથી ઢળે છે તે જ પરમાત્માને પામી શકે છે. જે સદા ચેતતો રહે. ચૈતન્ય (આત્મ) ભાવમાં રહે અને જડ (અનાત્મ) ભાવમાં-પુદ્ગલભાવમાં જતાં અટકાવે તે ચેતન. Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી , 268 અધ્યાત્મમાં વ્યક્તિની વંદના નથી. વ્યક્તિના ગુણને વંદના છે. ગુણીની વંદનામાં ગુણની વંદના છે. એથી વ્યક્તિનું ઋષભ, અજિત, સુપાર્શ્વ નામ ગૌણ બની જાય છે અને ગુણ પ્રધાન થઈ જાય છે. પછી સુપાર્શ્વજિન વંદનામાં અતીત, અનાગત, વર્તમાન ચોવીશી સહિત અનંતાનંત ચોવીશીના સર્વ અરિહંતની વંદના સમાવિષ્ટ થઈ જાય છે. નમસ્કાર મહામંત્રમાં ગુણવંદના છે. - નમસ્કાર-નવકારમંત્ર એ વિશ્વમંત્ર છે. મંત્ર છે જૈનધર્મનો પણ એની ઉપર કાંઈ જૈનદર્શનનો ઇજારો નથી. એ વિશ્વ સમસ્તને લાગુ પડતો મંત્ર છે. આહત્યમાં ત્રણે કાળ અને ત્રણે લોકને સમાવી લીધા છે. એક નમસ્કારમાં ત્રણે કાળ અને સર્વલોકમાં રહેલ સર્વવિભૂતિઓને સ્થાન આપવામાં આવ્યું છે. જગતની કોઈ વિભૂતિ એ નમસ્કારની બહાર નથી. માટે નમસ્કાર મહામંત્રની આરાધક જીવરાશિથી નિરપેક્ષ ન રહી શકે. નવકાર મહામંત્રસ્વરૂપ પંચ પરમેષ્ઠીમાં ભાવજગતની એકતા છે. માટે જ એ મહામંત્ર દ્વારા કરાતો નમસ્કાર તેના આરાધકમાં જીવમાત્ર પ્રત્યે કરુણા વહાવે છે. એ મહામંત્રનો ગણનાર કે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરનાર આરાધક આત્મા ક્યારેય કરુણા વિહોણો કઠોર હોય તેવું ન બની શકે. આ જગત ઉપર વિશુદ્ધ ચૈતન્યનું સામ્રાજ્ય છે. પરમ સામ્ય અવસ્થાનું સામ્રાજ્ય છે. તેનું આદર બહુમાન કરનાર સંસારથી છૂટી સિદ્ધ બની મોક્ષમાં જાય છે. જ્યારે તેની અવહેલના કરનાર ભંજક સંસારમાં રૂલે છે. એક અરિહંતને ભાવપૂર્વક નમસ્કાર કરાતાં સકલ જીવ સાથે મૈત્રીના હસ્તાક્ષર થાય છે. મૈત્રીના કોલકરાર થાય છે. આપણી મૈત્રી ખંડિત છે. માટે પરમાત્માને કરાયેલ નમસ્કાર સાચો નથી. જિનભક્તિ, જીવમૈત્રી અને ઋણમુક્તિ એ ત્રણેનો સુભગ ત્રિવેણી સંગમ સધાવો જોઈએ. સ્વર્ગ કે નરક ક્યાં જાવ છો તેનું મહત્વ નથી પણ કેવા સરકાર લઈને જવ છો તેનું મહાત્ય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ 269 હૃદય નયન નિહાળે જગધણી 卐 કવિરાજશ્રી આનંદઘનજી કહે છે કે એવી રીતે સુપાર્શ્વજિન અનેકાનેક નામાભિધાનના ધારક છે. એમના ગુણો અનંતાનંત છે, તેથી એમના અનંતાનંત નામ છે. છતાં પાછા કહેવાય છે અનામી ! કારણ કે નામકર્મનો નાશ થઇ ગયો છે તેથી હવે રૂપ ધારણ કરવાપણું રહ્યું નથી એટલે કે રૂપરૂપાંતરતા નથી પણ નિત્ય એકસ્વરૂપી છે તેથી અરૂપી છે. અરૂપી છે માટે અનામી છે. રૂપ છે તેને નામ છે. ભગવાનનું એક જ રૂપ-સ્વરૂપ એક જ આકાર છે તેથી નિરાકાર છે. એમ એક જ નામ છે. પરમાત્મા તેથી અનામી છે. કારણ કે પુદ્ગલ આધારીત નામનામાંતરપણું રહ્યું નથી. જે નામ છે તે બધા સ્વરૂપને જ ઓળખાવનારા છે. ભગવાનના બધાંય ગુણનામોનો લક્ષ્યાર્થ એક જ પરમાત્મા છે. વળી બધાંય ગુણનામો સાર્થક છે અને અવિરુદ્ધ છે. संसाराऽतीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद् ध्येकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।। सदाशिवः परं ब्रह्म सिद्धाऽऽत्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमाऽऽदिभिः ।। યોગદૃષ્ટિ સમુચ્ચય સંસારથી પર એવું નિર્વાણ નામનું મોક્ષતત્ત્વ છે. તે જુદા-જુદા શબ્દોથી બોલાતું હોવા છતાં વાસ્તવિક રીતે એક જ છે. - સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા, વિગેરે સાર્થક અનેક શબ્દોથી તે એક નિર્વાણ જ કહેવામાં આવે છે. ‘‘દર્શન જ્ઞાન ચરણ થકી અલખ સરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ શુદ્ધ નિરંજન એક રે...’ વસ્તુના સાક્ષી છો તે વસ્તુ થઈ ગઈ કહેવાય પણ કરી એમ નહિ કહેવાય. Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજી 270 - આ માત્ર નામોચ્ચાર – શબ્દોચ્ચારથી આ ગુણનામોના વિચારને એટલે કે તેના અર્થ કે સમજને પામી શકાતું નથી. અથવા તો ગુણીના ગુણગાન ગાવા માત્રથી એ ગુણી જેવાં ગુણી થવાતું નથી. એ ગુણીના ગુણોને જીવનમાં ચરિતાર્થ કરવાથી, જીવન ગુણમય બનાવવાથી, ગુણનો ઉપભોગ-ગુણવેદન-ગુણ અનુભવન કરવાથી ગુણગમ્યતા એટલે કે ગુણસુખ-ગુણાનંદ અનુભવાય છે. ગળપણ ગળી વાનગીઓને મીઠાઇ સમજવી એ વિષય પ્રતિભાસજ્ઞાન છે. પ્રત્યેક મીઠાઈને તેના વિશિષ્ટ નામથી જાતે ઓળખવી તે સ્વરૂપજ્ઞાન છે. પરંતુ મીઠાઇ, જાતે ખાઇને તેનો રસાસ્વાદ માણવો તે તત્ત્વસંવેદન છે. આત્મા વિષેના આત્મજ્ઞાનમાં વિષય પ્રતિભાસ અને સ્વરૂપજ્ઞાનથી આગળ વધી તત્ત્વસંવેદન સુધી પહોંચીએ તો આત્માનું આસ્વાદન એટલે કે આત્માનંદ માણવા મળે. ચોથાથી છઠ્ઠા ગુણઠાણે આત્માનંદ ચખાય છે. સાતમા ગુણઠાણે આત્માનંદમાં રમાય છે. ૮માથી ૧૨મા ગુણઠાણે આત્માનંદ મણાય છે અને ૧૩મા ગુણઠાણા પછી આત્માનંદમાં રહેવાય છે. જે કોઈ ગુણી શ્રીસુપાર્શ્વનાથ તીર્થંકર પરમાત્માને વંદન કરીને એમના નામના ગુહ્યાર્થને-ગુણાર્થને જાણશે અને પોતામાં એ ગુણનું અવતરણ કરશે તેનો અવતાર આનંદઘન અવતાર થઇ જશે !!! સ્તવન રચયિતા, જ્ઞાની, ભક્તયોગી, આનંદઘન અને સાથે સ્તવનના પાઠક અમો, અમારા આનંદઘન સુપાર્શ્વજિનને સ્વયં આનંદઘન બનવા વંદીએ છીએ !!! અજ્ઞાની નાટક કરે છે તેથી તેના સંસારનો અંત નથી આવતો. Page #326 -------------------------------------------------------------------------- ________________ 271 - હૃદય નયન નિહાળે જગધણી 8 શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન રાગ કેદારો તથા ગોડી .... “કુમારી રોવે, આઠંદ કરે, અને કોઈ મુકાવું.” એ દેશી દેખણ દે રે, સખી! મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ, સખી ઉપશમરસનો કંદ, સખી, ગત કલિ-મલ-દુઃખદંદ. સખી૦૧ સુહમ નિગોદે ન દેખીઓ, સખી, બાદર અતિહિ વિસેસ; સખી પુઢવી આઉ ન લેખિયો, સખી, તેલ-વાઉ ન લેસ. સખી૦૨ વનસ્પતિ અતિ ઘણ દિહા, સખી, દીઠો નહીં ય દીદાર સખી બિ-તિ-ચઉરિંદી જલ લીહા, સખી, ગતસક્તિ પણ ધાર. સખી૦૩ સુર તિરી નિરય નિવાસમાં, સખી, મનુજ અનારજ સાથ, સખી, અપજતા પ્રતિભાસમાં, સખી, ચતુર ન ચઢીઓ હાથ. સખી૦૪ ઇમ અનેક થળ જાણીએ, સખી, દરિસણ વિણુ જિનદેવ, સખી આગમથી મત આણીએ, સખી, કીજે નિરમળ સેવ. સખી૦૫ નિરમળ સાધુ ભગતિ લહી, સખી, યોગ-અવચંક હોય; સખી ક્રિયા-અવંચક તિમ સહી, સખી, ફળ-અવંચક જોય. - સખી૦૬ જ્ઞાની નાટક જુએ છે તેથી તેના સંસારનો અંત 'The End' આવે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ Dao-oooooooooh CĐ - 222222XSSSS TN CHAND.R.A.PRA. BHIS W. Camenopen adinARAM CCCCCCCCC CCCOवववव COOOOOOOO COOOXOXOXOXOadoo poteocxccccc बायतकopana COCOCCOccord वन चन्द्रप्रभ-प्रभोश्चन्द्र-मरीचि-निचयोज्ज्वला । मूर्तिभृत्तं-सितध्यान-निर्मितेव श्रियेऽस्तु वः॥ ॥४॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ નામ : ૮ મા શ્રી ચંદ્ર પ્રભુ લાંછન : ચંદ્ર રાશિ : વૃશ્ચિક ગણ : દેવ માતા : લક્ષ્મણા , પિતા : મહાસેન , ગર્ભવાસ : e-9 દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૨૪ પૂર્વીગ ઓછા આ સર્વ આયુષ્ય : ૧૦ લાખ પૂર્વ • સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : 3 ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : અનુરાધા શ્રા. વ.૮ ચંદ્રપ્રભ સ્વામીજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : અનુરાધા માન. વ.૧ ૨ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : મૈત્રેય માગ. વ.૧૩ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : અનુરાધા મહા 4.9 - નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : શ્રવણ શ્રા. વ.9 જન્મનગરી : ચંદ્રાનના (ચંદ્રપુરી) દીક્ષાનગરી : ચંદ્રાનના (ચંદ્રપુરી) કેવળજ્ઞાનનગરી : ચંદ્રાનના (ચંદ્રપુરી) નિર્વાણભૂમિ : સમ્મતશિખર Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 272 પ્રેરક અવસર જિનવરૂ, સખી, મોહનીય ક્ષય જાય, કામિતપૂરણ સુરતરૂ, સખી, “આનંદઘન” પ્રભુ પાય. સખી) સખી૦૭ પૂર્વના સ્તવનોમાં પરમાત્મા શુદ્ધ, પૂર્ણ, નિત્ય, સ્થિર, સ્વરૂપ છે તે જણાવ્યા બાદ, એવા સાચી ઓળખ સહિતના પરમાત્માના દર્શન જીવને કેટલાં દુર્લભ છે તે આ સ્તવનમાં જણાવે છે. પરમાત્માની એના પરમાત્મસ્વરૂપ સહિતની ઓળખાણ સદ્ગુરૂના યોગ થાય છે. એ ઓળખાયેલું પરમાત્મસ્વરૂપ એવું ને એવું જ, જેવું શુદ્ધ ઓળખાયું છે તેવું, પોતામાં પણ સત્તાગત રહેલ છે અને તે પ્રયત્ન કરવાથી ધર્મપુરુષાર્થ-મોક્ષપુરુષાર્થથી પર્યાયમાં પ્રગટ કરી શકાય છે, તેની જાણ થતાં અને ખાત્રી થતાં જીવમાં તે માટેની રૂચિ જાગે છે. રૂચિ જાગતા તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થાય છે. પરમાત્મત્વ પ્રાગટ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ જેના કારણે થાય છે તે મોક્ષપ્રાપ્તિના ચાર અંગોને દુર્લભ જણાવ્યા છે. 'વત્તાર પરમા , કુન્તહાળીદ નેસ્તુળો - બાળુસત્ત સુડ્ડા , સંમભિ વરિયા ૧) સંગ્નિ પંચેન્દ્રિય મનુષ્યપણું, ૨) સુ એટલે વીતરાગવાણીનું શ્રવણ કે જિનવચનનું શ્રવણ, ૩) સાંભળેલા તત્ત્વની શ્રદ્ધા ૪) સંયમમાં એટલે કે મોક્ષમાર્ગે વીર્યનું પ્રવર્તન આ ચાર અત્યંત મુલ્યવાન દુર્લભ જણસ છે. પ્રથમની બે સંપદા અકામ નિર્જરા અને પુણ્યાઈ કરીને પણ પ્રાપ્ત થઈ શકે છે “બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો...” આત્મામાં એવી કલ્પ શક્તિ છે કે એ જેવું ચિંતવે છે તેવો થાય છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ 273 = હૃદય નયન નિહાળે જગધણી પછીની બે સંપદા તત્ત્વશ્રદ્ધા અને મોક્ષપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ એ દર્શન મોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી અનુક્રમે પ્રાપ્ત થાય છે. પૂ. દેવચંદ્રજી મહારાજા પણ મહાવીર સ્તવનામાં ગાય છે.. સ્વામિ-ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિસર્ણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ, વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિધામે.... તા૨૦ પ્રભુ દર્શનનો યોગ મળ્યો છે તો મને હવે પ્રભુના-પરમાત્માનાપૂર્ણાત્માના દર્શન કરવા દે એવી વિનંતિ ચેતના પોતાની સખી સુમતિને કરે છે. અનાદિની અંધકારમય કૃષ્ણપક્ષની દશામાં પ્રભુના દર્શનના યોગ થી હું વંચિત (રહિત) રહી છું. હવે કાંઈક યોગ થયો છે. શુક્લપક્ષનો આરંભ થયો છે. થોડા સમય માટે થોડા લોકોને દેખાઈ જતી. બીજની ચંદ્રરેખા મને દેખાઈ છે. ચંદ્રપ્રભ પરમાત્માના દર્શનનો જોગ થતાં હે સખી સુમતિ! મને-ચેતનાને મારા ચેતનની ઝાંખી કંઈ છે; તો હવે પૂર્ણિમાના પુરણમાસી ચંદ્ર સુધી પહોંચાડનારી આ ચંદ્રકલાનાં દર્શન હે સખી! તું મને કરવા દે. ચંદ્રપ્રભસ્વામીના મુખનું દર્શન અંધકારમાંથી પ્રકાશમાં અને પ્રકાશમાંથી પૂર્ણપ્રકાશ તરફ લઈ જનાર શુક્લપક્ષના ચંદ્રની કલા જેવું છે. ચંદ્રપ્રભસ્વામીના મુખનું દર્શને આત્મવિકાસની ઝલકને આપનારું તેમજ પૂર્ણ આત્મતત્ત્વને પામવાની તડપન-તલપ જગાડનારું છે. આવી તડપનતલપ જગાડવાનો જેમાં પ્રયાસ કરાયો છે; તે જ યોગીરાજશ્રી આનંદઘનજીનું આ આઠમાં શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું સ્તવન. . દેખણ દે રે, સખી ! મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ, સખી, ઉપશમરસનો કંદ, સખીગત કલિ-મલ-દુખદંદ. સખી. પાઠાંતરે એક પ્રતમાં “ચંદ્રપ્રભ મુખચંદ, સખિ મોર્ને દેખણ દે એમ આ સ્તવનની શરૂઆત કરી છે. બીજી પ્રતમાં “ચંદ્રપ્રભ મુખચંદ સખી મો આત્મા સિવાયનું જે કાંઈ કરો છો તેનું ફળ મૃત્યુ સમયે શું આવશે? આ વિચાર્યું છે? વિયારો !! Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 274 દેખણ દે’ એ પ્રમાણે શરૂઆત કરી છે. “કલિ'ના સ્થાને “કલી છે. ઉપશમરસનો કંદ...” પંક્તિની સાથે “સેવે સુરનરઅંદ' પાઠ જોડેલ છે. શબ્દાર્થ દેખણ દે – દર્શન કરવા દે – જોવા દે ! હે સખી સુમતિ મને જોવા તો દે ચન્દ્રપ્રભુના મુખચન્દ્રને ! ઉપશમરસ-શાંતરસના કંદ-મૂળને હે સખી! દેખણ દે કે જેમાંથી કલિ એટલે કે કિલ અર્થાત્ કિલ જેવી કાળાશ અને ચીકાશ તથા મેલમલિનતા તેમજ તંદ્રતાનું-અવઢવનું દુઃખ દૂર થઈ ગયું છે. લક્ષ્યાર્થ-વિવેચન : હે સુમતિ ! ચન્દ્રપ્રભસ્વામીના પૂર્ણિમાના ચન્દ્ર જેવા મુખને નિહાળવાનો અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે, તો હવે મને એમના મુખનું દર્શન કરવા દે! ફરી ફરીને ધરાઈ ધરાઈને મને એમને નિહાળવા દે એવો આગ્રહ, “મુને દેખણ દે”ની પુનરુક્તિથી ચેતના સુમતિ આગળ કરી રહી છે. ચેતના પોતાની સખી સુમતિને Ultimatum - છેલ્લી ચેતવણી આપતી હોય એમ કહે છે. “ક્યાં તો તું જ્ઞાનધારામાં અખંડ સ્થિર રહીને મને મારામાં રહેલાં મારા પરમાત્મા - મારા શુદ્ધ ચેતનના દર્શન કરાવી દે. અથવા તો “મમ્મદયાણ”- માર્ગદાતા-માર્ગદર્શક એવા વીતરાગસર્વજ્ઞ-નિર્વિકલ્પ-સર્વદર્શી ભગવાન શ્રી ચન્દ્રપ્રભના સર્વથા નિરાવરણ મુખચન્દ્રના કોઈપણ રીતે એક વાર તો દર્શન કરાવી દે !” ચન્દ્રની પ્રભાથીય અધિક નિર્મળ પ્રભાવાળા મુખરૂપ ચન્દ્રપ્રભના દર્શનની તાલાવેલી બતાવતા કવિરાજે શ્લેષ અલંકારથી ચંદ્રપ્રભ નામની સાર્થકતા બતાવી છે. ચન્દ્રપ્રભના દર્શનની ઈચ્છા દ્વારા કવિવર્ય યોગીરાજ અહીં નામ અવિનાશીને ખાતર વિનાશીને છોડવાની તૈયારી નથી તો ત્યાં સુધી આત્મા હાથ આવશે નહિ. Page #332 -------------------------------------------------------------------------- ________________ 275 હૃદય નયન નિહાળે જગધણી 卐 સ્થાપના-દ્રવ્ય નિક્ષેપાથી આગળ વધી પરમાત્માના સાક્ષાત્કાર એટલે કે ભાવ પરમાત્માના દર્શનની ઉત્કંઠા દેખાડે છે. સાથે સાથે ભાવસ્વરૂપ પરમાત્માની એટલે કે પરમાત્મભાવની સાચી ઓળખની અભિલાષા વ્યક્ત કરે છે. આ ચન્દ્રપ્રભ પરમાત્માને નીરખતા જ એમ થાય છે કે આ તો ‘ઉપશમ રસનો કંદ...'' જાણે ઉપશમ રસનું મૂળ છે-ગંગોત્રી છે ! જ્યાંથી શાંત વીતરાગરસના વહેણ વહ્યાં કરે છે. દળદાર, મીઠી, મધુરી ચીજને ‘કંદ’ તરીકે ઓળખવામાં આવે છે કે જેને જોતાં જ મોઢામાં પાણી છૂટે. ભગવાનના દર્શન, આવા ઉપશમરસના કંદ. સમાન છે, જે જોનારાના ચિત્તને પણ શાંત-પ્રશાંત-ઉપશાંત-પ્રસન્ન બનાવે છે અને એવા બનવા માટેની પ્રેરણા આપે છે. એ એવું દર્શન છે કે જેને જોવા સુર, નર, ઇન્દ્ર પણ આકર્ષાય છે અને તેમના વડે સેવાય છે-પૂજાય છે. પ્રભુ ‘‘ઉપશમ રસનો કંદ’’ છે કારણ કે ‘‘ગત કલિ-મલ-દુઃખદંદ... છે. રાગ-દ્વેષરૂપી કાળી ચીકણી કિલ, કર્મરૂપી આવરણોનો મેલ-કચરો અને તેથી સુખ-દુઃખ, શાતા-અશાતા; રતિ-અતિ; જય-પરાજય; લાભ-નુકશાન; જન્મ-મરણ; આદિ દ્વંદ્વ એટલે કે દ્વિધા-અવઢવ ટળી ગઈ છે. મિશ્રતા મટી ગઇ છે અને શુદ્ધતા - અદ્વૈતતા - નિવ્રુદ્ધતા પ્રગટ થઇ ગઈ છે. સાપેક્ષતા, પ્રતિપક્ષતાથી પર એવી નિરપેક્ષતા-નિરાવરણતા આવી ગઇ છે. 21 ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પણ અર્જુનને ઉદ્દેશીને કહે છે. “ ।। નિર્દો હિ મહાવાતો, સુવં વન્ધાપ્રમુખ્યતે।।’ હે મહાબાહુ-અર્જુન ! દ્વંદ્વાતીત થયેલા મહાપુરુષો કર્મોના બંધનમાંથી સુખપૂર્વક છૂટકારો પામી જાય છે. ઘર્મીને બધું બગડે તે પોષાય પણ ભાવ બગડે અને આત્મામાંથી દૃષ્ટિ-ઉપયોગ ખસે તે ન પોષાય Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 276 દ્વૈતતા છે ત્યાં દ્વંદ્વતા છે. દ્વંદ્વતા છે ત્યાં દ્વંદ્વ એટલે કે સંઘર્ષયુદ્ધ છે. નિર્દેદ્વતા છે ત્યાં અદ્વૈતતા છે. અદ્વૈતમાં સંઘર્ષ નથી અને તેથી ત્યાં સંકલેશ નથી. સંઘર્ષ-સંકલેશ ન હોય ત્યાં સુખ જ હોય. એ દુ:ખરહિત નિર્ભેળ સુખ હોય તેથી તે આનંદ કહેવાય કે જ્યાં પ્રતિપક્ષ નથી. જ્યાં દ્વૈતતા છે ત્યાં દ્વંદ્રતા છે અને જ્યાં અદ્વૈતતા છે ત્યાં નિર્દેદ્રતા છે. તે માટે નમિ રાજર્ષિનું દૃષ્ટાંત વિચારવા યોગ્ય છે. સુહમ નિગોદે ન દેખીઓ, સખી બાદર અતિહિ વિસેસ; સખી૦ પુઢવી આઉ ન લેખિયો, સખી∞ તેઉ-વાઉ ન લેસ. સખી૦૨ પાઠાંતરે ‘સુહમ’ના સ્થાન ‘સુહુમ’, ‘વિસેસ’ના સ્થાને ‘વિશેસ’, ‘અતિહિ’ના સ્થાને ‘અતિહી’, લેખિયો’ના સ્થાને ‘લેષીઓ’, ‘ન લેસ’ના સ્થાને ‘ન દેશ’, ‘આઉ’ના સ્થાને ‘આન’ એવો પાઠફેર મળે છે. શબ્દાર્થ : સુષમ-સુહુમ નિગોદે એટલે કે નરી આંખે દેખી ન શકાય તેવી અવ્યવહારરાશિના અવતારમાં, સૂક્ષ્મથી ઘણી વિશેષ એટલે કે વધુ વિકસિત બાદર નિગોદની વ્યવહારરાશિ જે આંખેથી જોઇ શકાય છે તેવા અવતારોમાં; એથી આગળ પુઢવી-પૃથ્વીકાય, આઉ-અપ્લાય, તેઉકાય-તેજસ્કાય-અગ્નિના એકેન્દ્રિય જીવના અને વાઉ એટલે કે વાયુકાયના એકેન્દ્રિયપણાના અવતારમાં; આ ચંદ્રપ્રભસ્વામીના મુખચંદ્રને મેં દેખીઓ એટલે જોયો પણ નથી અને લેખિયો એટલે જાણ્યો પણ નથી. લેશમાત્ર એટલે કે દેશથી કે અંશથી સ્હેજપણ જોયો કે જાણ્યો નથી. લક્ષ્યાર્થ-વિવેચન : અનાદિ અનંતકાળથી જીવ કર્મના ધક્કે ચઢેલો છે. અજ્ઞાનના – મિથ્યાત્વના અંધકારમાં- કૃષ્ણપક્ષમાં અથડાઈ રહ્યો છે, ફૂંટાઈ રહ્યો છે. અવ્યવહારરાશિમાં આમ અનંતકાળ રહ્યો. હવે ત્યાંથી પૂર્ણજ્ઞાનમાંથી પૂર્ણ આનંદ આવે. અપૂર્ણજ્ઞાનમાંથી અપૂર્ણ આનંદ આવે. Page #334 -------------------------------------------------------------------------- ________________ 277 હૃદય નયન નિહાળે જગધણી 卐 ભવિતવ્યતાએ બહાર નીકળી વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ જે અફળાયો-ફંગોળાયો-પીલાયો-પીસાયો-ટીચાયો–અથડાયો–કૂટાયો છે; તે ભવભ્રમણની ભટકામણની વ્યથાની કથા; અધ્યાત્મયોગી કવિ શિરોમણિ આનંદઘનજી હવેની આ ગાથા બે, ત્રણ અને ચારમાં કરી રહ્યાં છે. સૂક્ષ્મ નિગોદ એટલે જે નરી આંખે, સ્થૂલ-દૃષ્ટિએ, નહિ દેખાતી એવી ચૈતન્યની અત્યંત નિકૃષ્ટ અવસ્થા છે, તે અવ્યવહારરાશિની જીવ સૃષ્ટિ છે; જેને દિવ્યજ્ઞાની અને કેવળજ્ઞાની જ દેખી શકે છે અને જાણી શકે છે. એક શ્વાસોશ્વાસ લેવાય તેટલા ટૂંકા સમયમાં સૂક્ષ્મ નિગોદના જીવ સત્તર વખત જન્મમરણ પામે છે અને અઢારમી વખત જન્મે છે.. એ એ સૂક્ષ્મ નિગોદના અવ્યવહારરાશિના જીવને એક માત્ર સ્પર્શેન્દ્રિય છે. આંખ પણ નથી અને મન પણ નથી. તેથી પ્રભુ પરમાત્મા ત્યાં દેખવા પણ નથી મળ્યા અને પ્રભુની પ્રભુતા એટલે કે પરમાત્મત્વ જાણવા પણ મળ્યું નથી. એક જીવ શિવ-સિદ્ધ થતાં, તે કોઇક અજ્ઞાત સિદ્ધભગવંતની કૃપાએ અને મારી ભવિતવ્યતાએ કરીને, અનંતી જીવરાશિમાંથી હું એ અવ્યવહારરાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળી વ્યવહારરાશિની બાદર નિગોદમાં આવ્યો. ગાઢ અંધકારમાંથી બહાર આવવા છતાં અંધકાર તો રહ્યો જ. અહીં પણ ન આંખ મળી, ન મન મળ્યું. માત્ર સૂક્ષ્મતાની અપેક્ષાએ પ્રમાણમાં વિકસિત બાદરતાની દશાને પામ્યો. છતાં પરમાત્માના દરિસણ અને સમજણની અત્યંત વિશેષતા-અપૂર્વતાથી તો હું સંપૂર્ણપણે વંચિત જ રહ્યો. છુંદાતો-પીલાતો-પીસાતો-ચગદાતો-કચડાતો બાદ નિગોદમાંથી જીવ જાતનો અવિનાશી હોવાથી અજ્ઞાનતામાં પણ વિનાશીમાંથી ય અવિનાશીની જાતનું સુખ શોધે છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 278 અકામ-નિર્જરા કરતો નદી ગોળ પાષાણ ન્યાયે પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાયમાં આવ્યો. અહીં પણ ઘણું ઘણું રીબાયો. આ દશામાં પણ મારા લલાટે પ્રભુદર્શનના લેખ લખાયા નહોતા. પ્રભુના દરિસણ અને પ્રભુતાની સમજણથી હજી હું ઘણો ઘણો દૂર હતો. કારણ કે ત્યાં પણ ચૈતન્યની વિકસિત-દશા નહોતી. વનસ્પતિ અતિ ઘણ દિહા, સખી દીઠો નહીં ય દીદાર; સખી૦ બિ-તિ-ચĆરિંદી જલ લીહા, સખી ગતસન્નિ પણ ધાર. સખી૦૩ પાઠાંતરે ‘ઘણ’ના સ્થાને ‘ઘણી’, ‘દિહા’ના સ્થાને ‘દીહા’, ‘ચરિંદી’ના સ્થાને ‘ચઉરંદી’, ‘પણ’ના સ્થાને ‘પીણ’ એવો પાઠફેર છે. શબ્દાર્થ : અતિ દીર્ઘ આયુષ્યકાળવાળી વનસ્પતિકાયની અવસ્થામાં પણ ઝાડપાન થડ મૂળ તરીકે અતિ ઘણા દિલ્હા-દિવસો પસાર કર્યાં. પરંતુ ત્યાં પણ એ વ્યક્ત સ્પર્શેન્દ્રિયના એકેન્દ્રિયપણામાંય પ્રભુ તારા દીદારદરિસણ તો નહિ જ થયા. જલ લીહા - પાણીમાં કાઢેલી લીટી, જેટલા અલ્પકાળમાં ભૂંસાઈ જાય તેટલા અલ્પકાળના બેઇન્દ્રિયપણા, તેઇન્દ્રિયપણા, ચઉરેન્દ્રિયપણાને પામ્યો. આગળ વધી ગતસન્નિ એટલે કે અસંજ્ઞી પંચેન્દ્રિયપણાને પણ પામ્યો. આંખ તો મળી પણ સંશીપણું એટલે કે મન નહિ મળ્યું, તેથી હું પ્રભુ તને ધારી શક્યો નહિ. અર્થાત્ ઓળખી સમજી શક્યો નહિ. લક્ષ્યાર્થી-વિવેચન : અતિ દીર્ઘ આયુષ્યકાળવાળા વનસ્પતિકાયપણાને પામ્યો. ઝાડ, છોડ, વેલ, પાન, ફળ, ફૂલ, થડ, થડિયા, ડાળ-ડાખળા, મૂળિયારૂપે એકેન્દ્રિય વનસ્પતિકાયપણાને પામ્યો. ફળ અજ્ઞાનીને રાગમાં સુખ દેખાય છે. જ્ઞાનીને રાગમાં દુઃખ દેખાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ 279 હૃદય નયન નિહાળે જગધણી ફૂલાદિપણે આપના સ્પર્શનને તો પામ્યો પરંતુ આપના દીદાર - આપની ઝલક તો મને નહિ જ મળી. ઘણનો અર્થ ખીમજીબાપાએ લુહારની કોઢમાં ગરમ લોઢાને આકાર આપવાને ટીપવા માટે જે હથોડો વપરાય છે, તે કર્યો છે. દિવાનો અર્થ દીધા કર્યો છે કે દીઠા કર્યો છે. - વનસ્પતિકાયમાં ઘણના ઘા દીધા કે ઘણના ઘા સહ્યા. વનસ્પતિકાયમાં જીવને ઘણા ઘણા ઘણના ઘા જેવા દુઃખો વેઠવા પડતાં હોય છે. વૃક્ષોને કુહાડીના ઘા સહન કરવા પડે, ચૂલામાં અને ચિંતામાં બળવું પડે, દાતરડાથી કપાવું પડે, ચૂંટાવું પડે, નિંદાવું પડે. આમ વનસ્પતિના આયુષ્ય પણ લાંબા અને દુઃખ પણ ઘણા. અનંતકાળની અપેક્ષાએ તો જલમાં કાઢેલી લીટી પળ માત્રમાં ભૂંસાઈ જાય એટલા અલ્પકાલીન આયુષ્યના જળો, પોરા, અળસિયા, શંખ, કોડા, ગંડોલારૂપે બેઈન્દ્રિય જીવ તરીકે ઉત્પન્ન થયો. કાનખજૂરા, માકડ, કીડી, ઊધઈ, ઈયળ, ઘીમેલ, ધનેડા આદિ તેઈન્દ્રિયપણાને પામ્યો. વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કરોળીયા આદિ ચાર ઈન્દ્રિયવાળા જીવ તરીકે પણ ઉત્પન્ન થયો. એક ભવ પૂરતું તેમનું આયુષ્ય અનુક્રમે બાર વર્ષ, ઓગણપચાસ દિવસ અને છ મહિનાનું હોય છે. સખી સુમતિ અહીં પણ મને પ્રભુના દીદાર જોવા નહિ મળ્યા. આગળ વધીને પંચેન્દ્રિયપણાને પણ પામ્યો. પરંતુ મન ન મળ્યું. ગતસનિ એટલે કે સંક્ષિપણા રહિત અસંગ્નિ પંચેન્દ્રિયપણું ધારણ કર્યું. ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયપણું મળ્યું. આંખ તો મળી પણ મન ન મળ્યું. ત્યાં આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તનું હોય છે. એટલે પ્રભુના દીદાર (દર્શન) કેવી ગુગમ વિના દ્રવ્યદષ્ટિ સમજાય નહિ અને દ્રવ્યદષ્ટિ વિના સમ્યગ્દર્શન આવે નહિ. Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 280 રીતે કરી શકે? દીદાર કરે તો મન ન હોવાથી તે દીદારને ધારે-ધારણ કેવી રીતે કરે? સમજે પણ કેમ? સુર તિરી નિરય નિવાસમાં, સખી, મનુજ અનારજ સાથ; સખી) અપજના પ્રતિભાસમાં, સખી, ચતુર ન ચઢીઓ હાથ. સખી...૪ પાઠાંતરે “નિવાસની જગાએ “નીવાસ”, “અનાજની જગાએ અનારિજ', “અપજત્તા'ની જગાએ “અપજતા', “ચતુર ન’ની જગાએ “ચતુર નર’, ‘હાથ’ની જગાએ ‘હાથી” એવો પાઠફેર છે. - શબ્દાર્થઃ સુર એટેલે દેવ અર્થાત્ દેવતા. એમાં અસુરોનો પણ સમાવેશ થઈ જાય. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના દેવો; તિરી એટલે તિર્યંચ અર્થાત્ સમૂર્છાિમ જળચર, ગર્ભજ જળચર, ચતુષ્પદ સ્થળચર પ્રાણી, પક્ષી-ખેચર, ઉરપરિસર્પ, ભૂજપરિસર્ષ નિરય એટલે સાતેય નારકીના નારકો; એ બધીય ગતિમાં નિવાસ કરતાં એટલે તે સ્થાનકોમાં રહેતાં હે સખી ! મને પ્રભુ-દર્શન નહિ થયા. અનારજ એટલે અનાર્ય અર્થાત્ આર્ય-ઉત્તમ નહિ એવા હીન-પાપી-હિંસક-સ્વાર્થી વિલાસી મનુજ-મનુષ્યના અવતારમાં પણ અને અનાર્યના તથા અનાર્યતાના સાથ-સંગાથમાં પણ પ્રભુના દર્શન હે સખી ! હું પામ્યો નહિ. અપજતા એટલે અપર્યાપ્તદશામાં અને પ્રતિભાસમાં એટલે કે પર્યાપ્તઅવસ્થામાં પણ વિભાવદશાથી યુક્ત હોવાના કારણે અર્થાત્ ધર્માધર્મના કે હેય-ઉપાદેયના વિવેકના અભાવમાં પણ સખી! એ ચતુર એટલે કે શુદ્ધ શાણો-કેવળજ્ઞાની ચેતન મારે હાથ ન લાગ્યો. મને એ ચંદ્રપ્રભના દર્શન ક્યારેય ન થયા એના દર્શનનો અપૂર્વ અવસર આજે જ હાથ ચડ્યો છે તો હે સખી! હવે મને એ દેખણ દે !!! એના દર્શન કરવા દે !!! મનુષ્યભવમાં પૈસા અને સંયોગને આઘાર માનીને નહિ પણ આત્મા અને આત્માના ગુણોના આધારે જ જીવવા જેવું છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ [281 - હૃદય નયન નિહાળે જગધણી લક્ષ્યાર્થ-વિવેચનઃ સુર અર્થાત્ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવલોકના દેવનિવાસમાં પણ છે સખી સુમતિ ! મને પરમાત્મા ચંદ્રપ્રભના મુખચંદ્રના દર્શન નથી થયા. દેવલોકના દેવો અસંખ્ય છે. એમાં એક માત્ર અસંખ્યાતમાં ભાગના જ દેવો સમકિત-દષ્ટિ હોય છે જેને દેવલોકના દિવ્ય સુખો પણ દુઃખરૂપ લાગે છે. એ સમકિતી દેવ-દેવીઓ દેવલોકના ભવનોમાં અને વિમાનોમાં આવેલા ચૈત્યોમાં દેવદર્શનને પામે છે. એટલું જ નહિ પણ તેઓ સમવસરણ આદિની રચનામાં પણ ભાગ લે છે. ભાવજિનેશ્વર ' ભગવંતની સેવામાં હાજર રહે છે અને દેશના પણ સાંભળે છે. તીર્થકર ભગવંતના કલ્યાણકોની પણ ઉત્સાહભેર ઠાઠમાઠથી ઉજવણી કરે છે. પાર્શ્વનાથ ભગવાને દેવના ભવમાં પરમાત્માના કલ્યાણકોની ઉજવણી - અત્યંત ભાવોલ્લાસપૂર્વક ચડતા પરિણામે કરી હતી, તેથી પાર્શ્વનાથ પ્રભુના ભવમાં અત્યંત સૌભાગ્ય અને આદેયપણાને પામ્યા હતા. અનુત્તર દેવવિમાનવાસી દેવો તો નિરંતર આત્મચિંતનમાં જ રહે છે. એ દેવો તથા લોકાંતિક દેવો તો માનવભવ પામીને એક જ ભવમાં મોક્ષ મેળવનારા હોય છે. છતાંય આવા દેવોને ઇચ્છા માત્રથી ઇચ્છિતની પ્રાપ્તિ અને તૃપ્તિ હોવાના કારણે તથા મૂળ શરીરે, મૂળ દેવનિવાસમાં વાસ કરતાં હોય છે અને ઉત્તર-વૈક્રિય શરીરે દેવાધિદેવની સેવા દેશના આદિમાં હાજર હોય છે; તેથી એવા દેવોને પણ પ્રભુદર્શનનો યોગ થવા છતાં, તેઓ વિરતિધર સાધક બની પરમાત્મ પ્રગટીકરણનો પ્રયોગ કરવા અસમર્થ હોય છે. આમ દેવલોકની દેવતાઈ-પુણ્યાઈ પ્રભુદર્શન તો કરાવે છે અને ક્યારેક ગ્રંથિભેદ દ્વારા સમ્યગ્દર્શન પણ કરાવે છે. છતાં ભાવાત્મક કે દ્રવ્યાત્મક વિરતિનો સ્પર્શ થવા દેતી નથી. બાકી મિથ્યાત્વી દેવ દેવીઓ તો વિષયાસક્તિમાં એટલા મશગુલ આત્માને એના મૌલિક સ્વરૂપમાં Doing-કરવાપણું-થવાપણું નથી પણ * Being-હોવાપણું જ છે તેથી તેને અસ્તિકાય કહેલ છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 282 હોય છે કે એમને તો પ્રભુદર્શન પણ નથી હોતા અને પ્રભુસેવા પણ નથી હોતી. તિરી અર્થાત્ તિર્યંચપણામાં તો જીવને એટલી બધી લાચારી, પરાધીનતા અને અવિવેક હોય છે કે એમને પણ પ્રભુદર્શનનો યોગ થતો નથી. કોઈ પૂર્વ પુણ્યાઈ કે ઋણાનુબંધના કારણે ચંડકૌશિક નાગ, કલિકુંડ તીર્થ જેના કારણે બન્યું તે, કાદમ્બરી વનના હાથીને, મુનિસુવ્રતસ્વામી જેને બોધ પમાડવા સામે ચાલી વિહાર કરીને આવ્યા, તે ભરુચના અશ્વને પ્રભુદર્શનનો યોગ સાંપડે છે. દેશવિરતિધર પણ બને છે. દેવગતિને પામે છે પરંતુ સર્વસંગ પરિત્યાગ કરી પરમાત્મપદ પામવા માટે ભાગ્યશાળી થતા નથી. નારકીના જીવોને તો સજા જ ભોગવવાની હોય છે. પૂર્ણ પરાધીનતા અને દુઃખ નિમગ્નતા હોય છે. નારકીના નારકોને પ્રભુદર્શનની કોઈ સંભાવના જ નથી હોતી. જ્યાં દર્શન જ નથી, શ્રુતિ કે શ્રવણ જ નથી ત્યાં સમજણ, શ્રદ્ધા અને આચરણ ક્યાંથી હોય ? પાંચે. ઈન્દ્રિયોની પરિપૂર્ણતા સહિતનો સંજ્ઞી મનુષ્ય અવતાર તો મળે છે પણ અનાર્યદેશમાં અને કોળી, ભંગી, માછીમાર, પારઘી, કસાઇ જેવાં અનાર્યકુળમાં મળે છે. કદાચ ભાગ્યયોગે જનમ આર્યદેશમાં આર્યકુળમાં મળે છે પણ સંગ અનાર્યનો હોવાથી વાણી, વિચાર, વર્તનમાં અનાર્યતા હોય છે.. આવી દેવલોકની વિષયાસક્તતામાં, નરકની પરાધીનતા અને દુઃખનિમગ્નતામાં, તિર્યંચની લાચાર, વિવેકહીનતામાં અને મનુષ્યભવની અપ્રજ્ઞાપનીય અનાર્યતામાં પ્રભુદર્શન, પ્રભુતાની સમજણ અને પ્રભુતાનું પરિણમન કેવી રીતે હોય ?!! Doing-કરવાપણું ખરી પડે અને Being-રહે છે તે જ મોક્ષ છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ 283 - હૃદય નયન નિહાળે જગધણી - અજ્ઞાનપણામાં આત્માએ અનંતકાળ વીતાવ્યો. અજ્ઞાનને વશ થઈ ઘોર પાપો કર્યા. સ્વભાવે ચતુર હોવા છતાં ચતુરાઈ ચૂકી ગયો. સંસારની માયામાં બધું કરીને પણ એકલું પાણી જ વલોવ્યું. ચેતન ચતુર થઈ ચૂક્યો, નિજ ગુણ મોહવશે મૂક્યો.. ચેતન) આવી મારી અનંતકાળની આપવીતી હતી. આ માટે સખી તને ફરી-ફરી કહું છું કે ક્યારેય નહિ મળેલ એવા આ અપૂર્વ દર્શન મળ્યા છે તો “સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ..' દર્શનમાં મને ખલેલ નહિ પહોંચાડ-અંતરાય ન કર ! ' અપજતા એટલે કે લબ્ધિ અપર્યાપ્તદશામાં જ્યાં જન્મતા પહેલા જ ગર્ભદશામાં મોત છે, વળી જ્યાં લૂલા પાંગળા આંધળા બહેરા બોબડાપણાની વિકલાંગતા છે, ત્યાં પણ પ્રભુદર્શન અને પ્રભુતાની સમજણ પરિણમનની દુષ્કરતા છે. બધુંય બરોબર મળે છે તો પ્રતિભાસતા છે. ધર્માધર્મની સમજ કે હેય-ઉપાદેયનો વિવેક નથી તો તેવી અજ્ઞાન, વિભાવદશામાં પણ પ્રભુદર્શન કદાચ થાય છે પરંતુ પ્રભુતાના દર્શન નથી થતાં. હે સખી! ચંદ્રપ્રભસ્વામી એવા તો ચતુર અને ચકોર છે કે ઉપરોક્ત અયોગ્ય-અપાત્રને સહજાસહજ હાથ ચઢે એમ નથી. પરંતુ તે સુમતિ સખી! મને ચેતના ચકોરીને એ ચેતન ચકોરના દર્શનનો અપૂર્વ લાભ મળ્યો છે, તો હવે મને એના ધરાઈ ધરાઈને દરિસણ કરવા દે ! મને એની પાક્કી ઓળખ કરવા દે ! મને મહેરબાની કરી એની સાથે એકાત્મતા સાધવા દે! કોઈ ધન્ય પળે યોગીરાજજીને પ્રભુના સાક્ષાત્ દરિસ થઈ જતાં Doing-કરવાપણું એ સંસાર છે Becomming-બનવાપણું-થવાપણું એ મોક્ષમાર્ગ છે જ્યારે Being-હોવાપણું એ શુદ્ધાત્માવસ્થા છે. મોક્ષ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 284 અને એમાં તન્મય બની જતાં, અંતરાત્મા સાથે સંધાયેલ એકાત્મકતામાં બાધકતા નહિ પહોચે, તે માટેના સાધકની સાધકતાના-અપ્રમત્તતાના આ હૃદયોદ્ગાર હોય એવું જણાય છે ! ઈમ અનેક થળ જાણીએ, સખી, દરિસણ વિણુ જિનદેવ સખી આગમથી મત આણીએ, સખી, કીજે નિરમળ સેવ. સખી૦૫ પાઠાંતરે “જાણીએ” ને બદલે “જાણીઈ’, ‘વિણ'ના બદલે ‘વિણ', મત’ને બદલે “મતિ', કીજેના બદલે “કીજે, વળી “મતિ'ના બદલે “મન” તથા “આણીએ” ના બદલે “યાણીએ” એવો પાઠફેર મળે છે. શબ્દાર્થ : ઈમ એટલે કે આ પ્રકારે અનેકાનેક સ્થળે અર્થાત્ ચોરાશી લાખ જીવાયોનિમાં, ચૌદ રાજલોકમાં જિનદેવના દરિસણ વિના મેં રખડપટ્ટી જ કરી છે. ક્યાંય આરોવારો આવ્યો નથી. હવે તો આગમથી એટલે કે શાસ્ત્ર પરિકર્મિત મત એટલે મતિ બનાવીને એ જિનેશ્વરદેવની સેવાથી મતિને નિર્મળ એટલે કે અવિકારી બનાવવાનું હે સખી સુમતિ! હું વિચારું છું ! લક્ષ્યાર્થ-વિવેચનઃ “સાત લાખ સૂત્રમાં જણાવ્યા મુજબ જીવને ઉત્પત્તિના સ્થાન એટલે કે યોનિ ૮૪ લાખ છે. જીવના ભેદ પ૬૩ છે. સૂક્ષ્મ નિગોદની અવ્યવહાર રાશિમાંથી, કોઈ એક જીવ મોક્ષ પામી સિદ્ધાત્મા થતાં પોતાની ભવિતવ્યતાનો પરિપાક થવાથી એક ભવ્યજીવ કે અભવિનો જીવ સૂક્ષ્મ નિગોદની અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવે છે. જાતિભવ્યનો જીવ કોઈ કાળે સૂક્ષ્મ નિગોદની અવ્યવહારરાશિમાંથી બહાર નીકળી શકનાર નથી. તે જાતિભવ્યની. આખો સંસાર કર્મણી પ્રયોગથી ચાલે છે. “જે થવાકાળે થવા યોગ્ય' થઈ રહ્યું છે તેનો કર્તા બનીને અજ્ઞાની કર્તરી પ્રયોગથી મરી રહ્યો છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ 285 હૃદય નયન નિહાળે જગધણી 卐 ભવિતવ્યતા જ તેવા પ્રકારની છે. જે ભાગ્યશાળી જીવ બહાર નીકળે છે, તે બહુલતયાએ ક્રમિક વિકાસ સાધતો સાધતો ભવ્ય હોય તો મોક્ષ પામી સિદ્ધપદે બિરાજે છે. અભવ્ય હોય છે તે જીવ મોક્ષ તત્ત્વને માનતો નથી. એટલે મોક્ષ માટેની તેની રૂચિ પણ નથી હોતી અને પ્રયત્ન પણ નથી હોતો. તેથી તેવા અભવ્યના જીવનો કદી મોક્ષ થતો નથી. એને અનાદિની અનંતકાળની ભટકામણ-ભવભ્રમણ હોય છે અને તે અનંતકાળ સુધી ચાલુ ને ચાલુ જ રહે છે. નદીગોળપાષાણ ન્યાયે જીવ અકામ નિર્જરા કરતો કરતો ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા બાદ જ્યારે સંસ્કાર યુક્ત માનવના ખોળિયાને મેળવે છે, ત્યારે જ તે જીવને વિચારશક્તિની સાથે વિચારવિનિમય થઈ શકે એવા શ્રુત- ભાષાનો યોગ થાય છે. એ શ્રુતના બળે જ એની મતિનો વિકાસ થાય છે. પછી જ તે સકામ નિર્જરા પણ કરતો થાય છે. કર્મની ૭૦ કોટાકોટીની ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ ઘટતી ઘટતી એક કોટાકોટીથી કંઇક ન્યૂન થાય છે, ત્યારે તે જીવને ધર્મ કરવાની એટલે કે આત્મવિકાસની સામગ્રી મળે છે. આ જ બતાવે છે કે કેટલાં બધાં દીર્ઘકાળ પછી, કેટલાં બધાં કર્મોની અકામ નિર્જરા પછી બહુ બહુ પુણ્યરાશિ ભેગી થાય છે, ત્યારે જીવને ધર્મસામગ્રીના દર્શન થાય છે. નામ-સ્થાપના-દ્રવ્યનિક્ષેપાથી ભગવાન મળે છે. હવે આ મળેલાં સાધનોમાં ભાવ ભળે છે તો સાક્ષાત્ ભાવસ્વરૂપે વિદ્યમાન ભગવાનનો ભેટો થાય છે, કે જેના આલંબને સ્વયં ભગવાન થવાય છે. અથવા તો, સ્વયંના ભાવો એવા પરાકાષ્ટાના થાય છે કે, માત્ર સાધનોથી જ ઉત્કૃષ્ટ સાધના ભક્તિ કરી સ્વયંસિદ્ધ થઇ જાય છે. આ ભવભ્રમણ એટલું બધું દીર્ઘકાલીન છે અને એટલું બધું કલ્પનાતીત ક્ષેત્રવ્યાપી છે કે તેથી વૈરાગ્ય શતકમાં જણાવવું પડ્યું કે.... પોતાના ભાવને બગડવા ન દે તે વ્યવહારઘર્મ. પોતાના ભાવને જોતાં શીખવે તે આત્મધર્મ. Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 286 • न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । __न जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो।। એવી કોઈ જાતિ, યોનિ, સ્થાન, કુળ નથી જ્યાં સર્વ જીવોએ અનંતીવાર જન્મ મરણ નહિ કર્યા હોય. જો ક્ષેત્રની આટલી ચૌદ રાજલોક જેટલી વિરાટ લોકવ્યાપકતા હોય તો પછી એ જન્મમરણમાં અનંતાનંત કાળ પસાર થાય એમાં નવાઈ શું ?! આવા બધાય જન્મ-મરણના ભવના ફેરા જિનદેવના દરિસણ વિનાના ફોગટ ગયા. અરે! અનાર્યતાના-વિપરીતતા-મિથ્યાત્વતાના કારણે પણ એ માનવ ને દેવના અવતાર જિનદેવના દર્શન વિનાના એળે ગયા. જેનપણું જ જ્યાં નથી મળ્યું ત્યાં જિનેન્દ્રના દર્શન તો ક્યાંથી હોય? - સખી! હવે જ્યારે દરિસણ લાવ્યા છે ત્યારે મને એના દરિસણ કરવા દે! એને ઓળખવા દે ! એની સાથે ઐક્યતા-અભેદતા સાધવા દે અને એને પામવા દે !! અહીં આપણી રોજીંદી પ્રભુ સન્મુખ બોલાતી સ્તુતિને યાદ કરવા જેવી છે. કારણ કે એ સ્તુતિમાં પણ આ સ્તવનની ગાથા ૩-૪-પના ભાવ ભર્યા છે. , “ધન્યો કૃતપુણ્યો, નિસ્તીર્ણો ભવાર્ણવત; અનાદિભવકાન્તારે, યેન દષ્ટો જિનો મયા.” - આગમશાસ્ત્રગ્રંથોના મતથી મારી મતિએ એવો નિર્ધાર કર્યો છે કે, આ વીતરાગ, અવિકારી, નિર્મળ, ચન્દ્રપ્રભસ્વામીના મુખચન્દ્રના દર્શન થયા છે, તો હવે એ નિર્મળની નિષ્કપટ, નિરાશસ-ભાવે નિર્મળ સેવા કરીએ, તો એના જેવા નિર્મળ વીતરાગી થઈએ. કહ્યું છે કે, જેનો ગમો, શુભાશુભ ભાવો એ જગત છે. એનો નાશ થવાનો નથી. આપણે તો શુભાશુભથી પર શુદ્ધમાં રહી મોક્ષ પામવાનો છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ 287 ના હૃદય નયન નિહાળે જગધણી તેના પ્રતિ ગમન અને તેના જેવું પરિણમન. હવે તો સખી એના અપૂર્વ દર્શન પછી મારી મતિ-ગતિ-કૃતિ એ પ્રભુ પરમાત્મા જ છે !!! નિરમળ સાધુ ભગતિ લડી, સખી, યોગ-અવંચક હોય સખી ક્રિયા-અવંચક તિમ સહી, સખી, ફળ-અવંચક જોય. સખી૦૬ પાઠાંતરે ‘તિમ'ની જગાએ તેમ, “જોયની જગાએ હોય, નિરમળ'ની જગાએ “નિર્મળ” અને “ક્રિયા'ની જગાએ ‘કિરિય’ એવો પાઠફેર મળે છે. શબ્દાર્થ જે સાધુ નિરમળ એટલે નિષ્કપટ, નિરાશસ ભાવથી મુક્તિના ચાહક, વાહક અને સાધક છે, તેની ભગતિ એટલે કે સેવાઉપાસનાને લહી-કરીને જે જોગ-સંયોગ સાંપડ્યો છે તેને સાર્થક કરવો તે યોગ અવંચકતા છે. “તિમ સહી' એટલે તે જ પ્રમાણે ક્રિયા અવંચકતા અને ફળ અવંચકતા જોય - જાણવા. લક્ષ્યાર્થ-વિવેચનઃ વંચકતા એટલે ઠગાઈ-બેવફાઈ અને અવંચકતા એટલે વફાદારી. અથવા તો વંચકતા એટલે રહિતતા અને અવંચકતા એટલે સહિતતા. જે કાર્ય એટલે કે ફળ-પરિણામ ઈચ્છિત છે, તે અપેક્ષિત પરિણામ મેળવવા તેને યોગ્ય પ્રકારની ક્રિયાની-કાર્યની આવશ્યકતા હોય છે. એ અપેક્ષિત પરિણામને માટે જરૂરી અપેક્ષિત કાર્ય થવા માટે અપેક્ષિત કારણોનો જોગ-સંજોગ થવો જરૂરી છે. જે પરિણામ અપેક્ષિત છે, તે પરિણામ-ફળ મળવું તે ફળ અવંચક અક્રિય તત્ત્વ એના અસ્તિત્વથી મહાન છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 288 યોગ છે. અપેક્ષિત ફળને માટે તેને અનુરૂપ જરૂરી ક્રિયા થવી-કાર્ય થવું તે ક્રિયા અવંચક યોગ છે. એ ક્રિયા થવાને માટે જે જરૂરી જોગ-સંજોગ મળવા તે યોગાવંચકતા છે. જે કર્મરહિત, સર્વદોષરહિત, સર્વગુણસંપન્ન, વીતરાગ, સર્વદર્શી, સર્વજ્ઞ દેવ છે, તે સજીવન મૂર્તિ પરમાત્માનો પ્રત્યક્ષ યોગ થવો; અથવા તો જે પરમાત્માના ચાહક છે, પરમાત્મસ્વરૂપના વાહક છે, સ્વયં પરમાત્મસ્વરૂપના સાધક છે, એવા નિગ્રંથ, જ્ઞાની, ગીતાર્થ, ગુરુનો પ્રત્યક્ષ યોગ થવો તે, યોગ અવંચક. દેવ-ગુરુનો ભેટો થવો તે યોગાનંચતા છે. એવા દેવ-ગુરુ મળ્યા બાદ, તેની દેવ-ગુરુ તરીકે ઓળખ થવી અને મન-વચન-કાય ત્રિયોગથી સમર્પિત થઈને, એમના બતાવેલા મોક્ષમાર્ગે, એમના માર્ગદર્શન પ્રમાણેની ક્રિયા થવી તે ક્રિયાવંચકતા છે. - હવે જે ક્રિયા કરવામાં આવી છે, તે ક્રિયાનું જે ફળ આવવું જોઈએ, તે પરિણામ આવવું એટલે કે ફળ મળવું, તે ફલાવંચકતા યોગ છે. - ટૂંકમાં કવિરાજ યોગીશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જે નિર્મળ તત્ત્વનો, નિર્મળ કરનારો યોગ થયો છે, તે નિર્મળ તત્ત્વની નિર્મળપણે એટલે કે નિરાસંશપણે – નિષ્કપટપણે ભક્તિ સેવા-ઉપાસના કરવી અને એમની નિશ્રામાં-શરણમાં સાધના કરીને, એમના જેવાં જ નિર્મળવીતરાગ થઈ જવું તે યોગાવચકતા, ક્રિયાવંચકતા, ફલાવંચકતા છે. બાકી ગાથા ૩-૪-પમાં જણાવ્યા મુજબ જેને મળ્યું જ નથી તે તો તેમની કમનસીબી છે. એમાં દોષ ભવિતવ્યતાનો છે-કર્મનો છે. પરંતુ મળે પણ ફળે નહિ અને એળે જાય તે તો મૂર્ખતા છે. એમાં તો પુરુષાર્થની ખામી છે. એ દુર્ભાગ્યતા છે. આવી મૂર્ખતા મંતવ્ય નથી હોતી. એ સજાને બહારથી છોડો, ભીતરથી ભૂલો, આત્મામાં ઠરો તો મોક્ષ પામો. Page #346 -------------------------------------------------------------------------- ________________ 289 - હૃદય નયન નિહાળે જગધણી પાત્ર બને છે. એ પ્રાપ્ત યોગ પ્રત્યેની બેવફાઈ-ઠગાઈ છે, તેથી તે યોગ વંચક છે. યોગ મળ્યા પછી મળેલા યોગને ફળદાયી બનાવવા માટે જે ક્રિયા-કરણી કરવી જોઈએ તે કરવામાં નથી આવતી તો તે ક્રિયા વંચકતા છે. યોગ થયો, ક્રિયા કરી પરંતુ તે ક્રિયાનું જે ફળ મળવું જોઈએ તે ફળ મળતું નથી તો તે ફળવંચકતા છે. આવા વંચકને બેવફાને પ્રાયઃ ફરી પાછો આવો યોગ ઘણા દીર્ઘકાળ સુધી ઈચ્છવા છતાં અને પ્રયત્ન કરવા છતાંય પ્રાપ્ત થતો નથી. યોગાવંચક થયા પછી ક્રિયાવંચક, ફલાવંચક થવાય તો જ જે પરિણામ આવવું જોઈએ તે અપેક્ષિત પરિણામ આવે. અન્યથા નહિ. માટે ફળનું લક્ષ પળભર ચૂકાવું નહિ જોઈએ, લક્ષિતના લક્ષણોને સાધનામાં અવતરિત કરવાની ક્રિયા અવિરત થવી જોઈએ અને લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી લલિતની પ્રાપ્તિના યોગને વળગેલા રહેવું જોઈએ, જે માટે યોગથી વેગળા ન થઈ જવાય એની પૂરેપૂરી તકેદારી રાખવી જોઈશે. બહુ પુણ્યશાળી હોય છે તેને યોગ સાંપડે છે. એ યોગાવંચક ભાગ્યશાળી હોય તો પુરુષાર્થી બની ક્રિયાવંચક થાય છે. યોગાનંચક થયેલો અને ક્રિયાવંચક બનેલો મોક્ષગામી આત્મા ભવિતવ્યતા તથા પ્રકારની હોય, કાળનો પરિપાક થયો હોય, તો ચરમશરીરી ફલાવંચકનો યોગ પામી યોગાતીત પરમાત્મા બને છે. રહિત, સહિત થયા પછી ફલિત ન થાય તો, રહિતનો રહિત જ રહે છે. આત્મકલ્યાણ - મુક્તિ સિવાયની સાંસારિક-ભૌતિક કામનાવાંછના હોય છે, ત્યાં યોગ વંચકતા, ક્રિયા વંચતા, ફલ વંચકતા હોય છે; ત્યાં બધું કરવા છતાં અવંચકપણું નથી હોતું. - પ્રેમ એ સંબંધ નથી. એ તો આત્માનું સ્વરૂપ છે અથવા કહો કે આત્મામાંથી વહેતો આત્મસ છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 290 - in યા યા ત્રિજ્યા, સા સા વતી” જે ક્રિયા આત્મશુદ્ધિના લક્ષ્ય કરવામાં આવે છે તે ક્રિયા સફળ થાય છે અને તેને જ ક્રિયા લેખવામાં આવે છે. આત્મલક્ષ વિનાની ક્રિયા નિષ્ફળતાને વરે છે. તેથી જ વિદ્યાની બાબતમાં પણ વિદ્યા તેને જ કહી જે મુક્તિ અપાવે અને માટે જ તો સૂત્ર આપ્યું. “u રસ વિદ્યા યા વિમુક્તયે અપુનબંધક જીવને શ્રુતજ્ઞાન યોગાવંચક હોય છે એટલે કે તેને મળેલ દેશનાશ્રવણનો યોગ એનામાં કાંઈને કાંઈ વિશિષ્ટ પરિણતિ અને ગુણોને ખીલવનાર હોય છે. અને સમ્યગ્દષ્ટિ જીવને સૂક્ષ્મબોધ યોગાવંચક હોય છે. એટલે કે સમ્યગ્દષ્ટિ જીવને જે પાંચમી સ્થિરાદષ્ટિમાં યોગનું અંગ સૂક્ષ્મબોધ પ્રાપ્ત થયેલ છે; તેનો જે યોગ થયો છે, તે જો પોતાની જાગૃતિ ટકે તો ભીતરમાં ઊભી થયેલ વિશુદ્ધ-પરિણતિને સદાયે ટકાવી રાખે છે. પરંતુ જો જાગૃતિ ચૂકાય અને તેમાંથી વિશેષ અને વિશેષ નીચે ઉતરવાપણું થાય તો ત્યાં પછી સ્થિરદષ્ટિ રહેતી નથી; એટલે સૂક્ષ્મ બોધ પણ રહેતો નથી, માટે ત્યાં વિશુદ્ધ-પરિણતિ પણ રહેતી નથી. જેમ જેમ અભ્યાસની વૃદ્ધિ થાય તેમ તેમ ઉપરની ભૂમિકામાં કાર્ય મોટું અને કપરું હોવા છતાં ત્યાં સત્ત્વ વિકસિત હોવાથી, જ્ઞાન વેધક થવાથી; મોહ, અજ્ઞાન, સંમોહ અને પ્રમાદનો નાશ થયો હોવાથી; જે કાર્ય નીચેની ભૂમિકાએ રહેલાને મહાભારત જેવું કઠિન લાગતું હોય છે; તે જ કાર્ય આંતરિક અને બાહ્ય સામગ્રીના યોગથી તથા ઉત્સાહની પ્રબળતાથી સાધકને માટે કરવું સહજ બને છે. મરુદેવા માતા વિગેરેને બાહ્ય સ્થૂલરૂપમાં ત્રણમાંથી એકેય ન દેખાવા છતાં તત્ત્વથી ત્રણેય છે; કારણ કે કેવળજ્ઞાન પામવા છતાં પુત્ર મનને મેલું કરે એ છોડવા જેવું અને મનને નિર્મળ કરે એ અપનાવવા જેવું. Page #348 -------------------------------------------------------------------------- ________________ 291 , હૃદય નયન નિહાળે જગધણી 5 મને બોલાવતો નથી’; એ રીસ છોડી ક્ષયોપશમના બળથી વીતરાગતાના દર્શન કર્યા એ યોગાવચકપણું હતું. વૈરાગ્યભાવના, અન્યત્વભાવના, સંસારભાવનાથી આત્માને ભાવિત કર્યો તે ક્રિયાવંચકપણું હતું. અંતે તીવ્રતાથી રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન ઉપર નફરત છૂટી અને સંવેગ-વૈરાગ્યની પરાકાષ્ટાથી ક્ષપશ્રેણિ માંડી વીતરાગતા ને સર્વજ્ઞતા મેળવી એ ઉત્કૃષ્ટ ફલાવચકપણું હતું. પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ક્રિયાવંચયોગ સમ્યક્ત્વવંત દેશવિરતિ જીવને હોય છે. પરંતુ પ્રબળ ક્રિયાવંચકયોગ છઠ્ઠા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ચડતા ચડતા ક્રમનો પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમ પ્રથમનો યોગ ક્રિયાવંચક હોય છે અને તેનાથી મળતું ફળ તે ઉત્તરોત્તર ફલાવંચક યોગ હોય છે. એમ ક્રિયાવંચક અને ફલાવંચક યોગની પરંપરા ચાલતી હોય છે. અનંતર ક્રિયાવંચકયોગ મોક્ષફળ પ્રાપ્તિ પૂર્વે હોય છે અને મોક્ષફળ પ્રાપ્તિ એ અંતિમ ફલાવંચકયોગ હોય છે. કે ચરમાર્વત પહેલા આત્માનો વિકાસક્રમ છે જ નહિ; કારણ કે તે વખતે કર્મપ્રેરિત મોહ અને અજ્ઞાન પ્રયુક્ત પરવશપણે પુરુષાર્થ છે. જ્યારે ચરમાવર્તમાં કર્મલઘુતા થતાં સમ્યજ્ઞાન પ્રેરિત દિશામાં પુરુષાર્થ હોય છે. બંને દિશા તદ્દન જુદી છે. એટલે ચરમાવર્તમાં સામા પૂરે ચાલવા જેવો પુરુષાર્થ હોવાથી જીવને આદર, પ્રણિધાન અને સત્ત્વ વિકસાવી ઘણો ઘણો પુરુષાર્થ કરવો પડતો હોય છે. પ્રેરક અવસર જિનવરૂ, સખી૦ મોહનીય ક્ષય જાય; સખી૦ કામિતપૂરણ સુરતરૂ, સખી ‘આનંદઘન’ પ્રભુ પાય. સખી૦૭ પાઠાંતરે ‘જિનવરૂ’ના સ્થાને ‘જિનવરુ’ છે. જીભ પ્રસંશા માટે મળેલ છે અને મન અનુમોદના કરવા માટે મળેલ છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 292 ઃ શબ્દાર્થ : જ્યારે અવસર-સમય આવશે ત્યારે જિનવર જ પ્રેરણા કરશે અને એ પ્રેરકના બળથી જ મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી વીતરાગ થવાશે. જે સર્વ કામિત-ઈચ્છાની પૂરણી-પૂર્તિ કરનારા સુરતરૂ એટલે કે દિવ્યવૃક્ષ-કલ્પવૃક્ષ-કલ્પતરૂ જેવા આનંદઘન અર્થાત્ પોતાના જેવા જ પરમાત્મા બનાવનારા આ શ્રી ચન્દ્રપ્રભસ્વામીના ચરણકમલ છે. એવા શ્રી ચન્દ્રપ્રભના મુખચન્દ્રના દર્શન હે સખી સુમતિ! મને ધરાઈ ધરાઈને કરી લેવા દે !! લક્ષ્યાર્થ-વિવેચન : જે યોગથી વંચિત છે તે યોગરહિત તો કમનસીબ છે જ ! પરંતુ જે યોગસહિત હોવા છતાં ક્રિયાથી વંચિત-ક્રિયા રહિત છે તે તો કમનસીબોમાં પણ કમનસીબ, દુર્ભાગી છે. જે યોગસહિત અને ક્રિયાસહિત છે પણ વાંછિત-કામિત ફળથી વંચિત રહે છે તેનો કાળ પરિપક્વ થયો હોતો નથી. અર્થાત્ ભગવાને એમના કેવળજ્ઞાનમાં જોયા મુજબ તેની નિશ્ચિત ભવિતવ્યતા એટલે કે તથાભવ્યતા જ તેવા પ્રકારની છે. ભવિ જીવો જ પોતાના ભવ્યત્વનો પરિપાક થતાં મોક્ષપદ-પરમાત્મપદને પામે છે. બધાંય વિ જીવોનું ભવ્યત્વ સરખું હોવા છતાં બધાંય જીવોનું તથાભવ્યત્વ એક સરખું હોતું નથી. પ્રભુની સેવા કરવાથી - ધ્યાન ધરવાથી ભીતરમાં રહેલ ઘાતીકર્મના પડળો તૂટે છે, સાધકની પાત્રતા વિકસે છે. શુદ્ધિ વધે છે એટલે ભીતરમાં જ અવસરે અવસરે અંતઃપ્રેરણા થતી રહે છે અને જાગૃતિ આવતી રહે છે ક્ષયોપશમ વધતો જાય છે. આ બધામાં પ્રભુની સેવા નિમિત્તકારણ બની માટે આપણા માટે પ્રભુ પ્રેરક અવસરરૂપ બન્યા અર્થાત્ આપણને જગાડનારા બન્યા એમ વ્યવહારમાં કહેવાય છે. પૂર્ણજ્ઞાની, પૂર્ણજ્ઞાનીનો ઉપદેશ અને પૂર્ણજ્ઞાનીના અનુશાસન અનુસારે જીવતા આત્મજ્ઞાનીના વખાણ કરવા જેવા છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ 293 , હૃદય નયન નિહાળે જગધણી 卐 આ રીતે થવાથી પ્રભુની સેવા-ધ્યાન ઉત્તરોત્તર ચડિયાતા બને છે. ક્ષપકશ્રેણિ દ્વારા ઠેઠ વીતરાગતા અને સર્વજ્ઞતા સુધીના સિદ્ધિના શિખર સર થાય છે. તેમાં પ્રભુ જ નિમિત્ત-કારણરૂપ હોવાથી તેઓશ્રીને “કામિતપૂરણ સુરતરૂ’' તરીકે કવિશ્રીએ બિરદાવ્યા છે. સર્વ કામિતની પૂર્તિ કરી પૂર્ણકામ-નિરીહં-વીતરાગ્ર બનાવનાર કલ્પવૃક્ષ સમા, જિનેશ્વર ભગવાનના ચરણ જ ભવિતવ્યતાનો પરિપાક કરાવનાર છે. એ જિનવરનો ઇશાનુગ્રહ થતાં જ સ્વાનુગ્રહ થશે અને ભગવાને જાણે આપણને પ્રેરણા કરી હોય એમ ભીતરમાંથી આત્મપ્રેરણા થશે. એ આત્માનો પ્રેર્યો આત્મા જ આત્મબળથી સર્વ મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી પૂર્ણકામ-નિરીહ-ઈચ્છારહિત-વીતરાગી બનશે. એ વીતરાગતા જ શેષ ઘાતીકર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો નાશ કરી સર્વજ્ઞ, સર્વદર્શી, પૂર્ણ બનાવી સ્વપદ-પરમાત્મપદે સ્થાપિત કરશે. તો હવે એ અનંતઆનંદના સ્વામી ‘આનંદઘન’ પ્રભુ શ્રી ચન્દ્રપ્રભ સ્વામી જે મોક્ષને પમાડનારા છે, એવા પ્રભુના પાયને પાયલાગણ કરવા દે! સખી સુમતિ ‘મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ...’' યોગીરાજ કવિશ્રી અહીં સંબોધન કરી રહ્યા છે કે મારી ભીતરમાં રહેલ આનંદઘનપ્રભુએ તો મને જગાડ્યો છે ! મને મારા શુદ્ધાત્માનું દર્શન કરાવી અર્થાત્ અનુભવન કરાવી મારી કામનાઓ પૂર્ણ કરી છે ! તેમ કે ભવ્યો! તમે પણ જો સતત તમારી ભીતરમાં રહેલ પ્રભુનું ધ્યાવન કરશોધ્યાન ધરશો તો જરૂર તે પ્રભુ તમારી કામનાઓ પૂર્ણ કરશે અને તમને પણ આનંદઘન પ્રભુની પ્રાપ્તિ થશે. તમારી વિશુદ્ધ પર્યાય સાથે સાંભળવા જેવા પૂર્ણજ્ઞાનીના વયન છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી ઉપયોગનું-ચેતનાનું જોડાણ થતાં આનંદઘનપ્રભુ ઝળહળી ઊઠશે. માટે એવા પ્રભુને તમે પાય લાગો-પગે પડો-પગે લાગો ! આ જ પ્રભુને પામવાનો ઉપાય છે. પ્રભુદર્શન અને પ્રભુ પ્રાપ્તિ વિનાનો અનંતકાળ ગયો તેનો અફસોસ નહિ કરવો. જે બની ગયું તે બની ગયું. તે નિશ્ચિત ભવિતવ્યતા હતી માટે તેવું બનવા પામ્યું છે; એમ સમાધાન કરી, હવે જે અનંતકાળમાં નથી મળી તેવી દુર્લભ તક મળી છે, તેની મહત્તા સમજીને આત્મતત્ત્વને પામવા ઉત્કટ સાધના કરવી. નિર્મળભાવે બહારમાં કરણ-ઉપકરણથી અને અંદરમાં અંતઃકરણથી સમર્પિત થઈ પ્રભુની સેવા કરવી-ધ્યાન ધરવું. મનને નિરંતર સન્ના ચરણોમાં, સન્ની પ્રાપ્તિ અર્થે પરોવી દેવું. આ જ આ આઠમા . સ્તવનનું હાર્દ છે – અર્ક છે - નિચોડ છે. આ છઠ્ઠા પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં કર્મસિદ્ધાંતોની સમજણ એક નાનકડા સ્તવનમાં સમાવી લેવાનો યોગ ચમત્કાર યોગીરાજજીએ દાખવ્યો. તેમ અહીં આ નાનકડા ૮ કડી અને ૧૬ પંક્તિના સ્તવનમાં જાણે કે જીવવિચાર". સમાવી લેવાની કળા કરી છે. દર્શનની મહત્તા બાબતે આપણી રોજીંદી સ્તુતિ યાદ કરવા જેવી છે. પ્રભુદર્શન સુખ સંપદા, પ્રભુદર્શન નવનિધ; પ્રભુદર્શનથી પામીએ, સકળ પદારથ સિદ્ધ દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશ દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધના સાયિક ગુણના સ્વામીને ચરણે ઔદયિકભાવની લટમી ઘરીએ તો તે દેવદ્રવ્ય બને છે, જે આપણામાં દેવત્વભાવની વૃદ્ધિ કરે છે અને તે જ વાસ્તવિક અર્થમાં દેવદ્રવ્યની વૃદ્ધિ છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ 295 卐 હૃદય નયન નિહાળે જગધણી 9 શ્રી સુર્યાવર્ધનાથ જિન સ્તવેને રાગ : કેદારો “એમ ઘનો ઘણને પરચાવે રે...'' એ દૅશી ... સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે. સુવિધિ૦૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે ઘેરે જઇએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના રિ થઈએ . સુવિધિ૦૨ સુવિધિ૦૪ કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ’મન સાખી રે; અંગ-પૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુવિધિ૦૩ એહનું ફળ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે; આણાપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે. ફૂલ અક્ષત વર ધૂપ પઇવો, ગંધ નૈવેદ્ય ફલ જળ ભરી રે; અંગ-અગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભાવિક શુભગતિ વરી રે. સુવિધિ૦૫ સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠોત્તર સત ભેદે રે; ભાવપૂજા બહુવિધ નિરધારી, દોહગ દુરગતિ છેદે રે. સુવિધિ સાયી નૈશ્ચયિક ધર્મ જાગરિકા તે છે કે જે સતત આત્મજાગૃતતા હોય, એવી અપ્રમત્તદશામાં લઈ જઈ, નિદ્રા સ્વપ્નાવસ્થામાંથી ઠેઠ ઉજ્જગરદશા સુધી લઇ જતી હોય. Page #353 -------------------------------------------------------------------------- ________________ LITERAT Livi U VIDHINATH BHAGWAN Coral करामलकवद् विश्वं, कलयन् केवलश्रिया । अचिन्त्य-माहात्म्य-निधिः, सुविधिर्बोधयेऽस्तु वः ॥ ॥९॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ નામ : ૯ મા શ્રી સુવિધિનાથ લાંછન : મગર રાશિ : ઘન ગણ ઃ રાક્ષસ માતા ઃ રામા પિતા : સુગ્રીવ ગર્ભવાસ : ૮-૨૬ દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૨૮ પૂર્વાંગ ઓછા સર્વ આયુષ્ય : ૨ લાખ પૂર્વ સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૩ ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : મૂળ મહા. વ.દ સુવિધિનાથજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૂળ ઠા. વ.પ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૂળ કા. વ.૬ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૂળ કા. સુ.3 નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૂળ ભા. સુ. જન્મનગરી : કાન્દી દીક્ષાનગરી : કાન્દી કેવળજ્ઞાનનગરી : કાન્દી નિર્વાણભૂમિ : સમ્મેતશિખર Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી , 296 તુરિય ભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવળભોગી રે. સુવિધિ૦૭ ઇમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભાવિક જીવ કરશે તે લેશે, “આનંદઘન’ પદ ધરણી રે. સુવિધિ૦૮ - અવધૂતયોગી કવિરાજશ્રી આનંદઘનજી મહારાજાએ, પ્રેય એવા પરમાત્મા, પ્રથમ જિનેશ્વર, ઋષભદેવની પ્રેયતાના ગાનથી પ્રારંભ કર્યો. પછી જિનેન્દ્ર પરમાત્મા જેવા, અજિત થવાના મારગને નિહાળ્યો. એ પંથે પ્રયાણ કરવાની સજ્જતા-પાત્રતાની વિચારણા સંભવ જિન સ્તવનામાં કરી. અભિનંદન જિન સ્તવનામાં પ્રેમને પામવાની પ્યાસની અભિવ્યક્તિ થઈ. પછી પાંચમા સુમતિ જિન સ્તવનાથી યોગીરાજે સુમતિને સ્વરૂપની ઓળખ કરાવી અને છઠ્ઠી પદ્મપ્રભ જિનના ગુણગાન દ્વારા એ સ્વરૂપથી પડી ગયેલા આંતરાની-ભેદની જાણ કરાવી. સાતમા સુપાર્શ્વનાથની અનેકંવિધ નામથી સ્તવના કરતાં જુદા જુદા નામથી પરમાત્માના જુદા જુદા અનેક ગુણોની ઓળખ કરાવી. આઠમા ચંદ્રપ્રભસ્વામીની સ્તવનાના માધ્યમે પરમાત્માના દર્શનની દુર્લભતા અને દર્શનનું માહભ્ય સમજાવ્યું. હવે એ દર્શનીયના દર્શનનો લાભ મળ્યો છે, તો તેમના દર્શન-વંદનસન્માન-સત્કાર-પૂજન-અર્ચન-ભાવન સુવિદિત સુવિધિપૂર્વક કેમ કરવા તેની વિધિની વાત અલગારી યોગીરાજજીએ આ સુવિધિ જિન સ્તવનામાં વણી લીધી છે.' * પ્રારંભ પ્રીતિથી થયો. એ પ્રીતિ ભક્તિથી અભિવ્યક્ત થાય છે. એ ભક્તિ વિરતિમાં પરિણમીને મુક્તિમાં વિરામ પામે છે. મુક્તિને આપનાર પ્રીતિ-ભક્તિ-સ્મૃતિ વિષે પહેલાં થોડી પૂર્વ-વિચારણા કર્યા પછી આપણે આ સુવિધિ જિન સ્તવનની વિચારણા કરીશું. સ્વયંના આત્માને તીર્થરૂપ બનાવવો તે ઊંચામાં ઊંચી તીર્થ પ્રભાવના છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ (297 હૃદય નયન નિહાળે જગધણી પ્રીતિ એટલે જે પ્રિય છે તે પ્રેમથી એકાત્મતા ! પ્રીતિથી સ્મૃતિ સતત, સહજ બની રહે છે અને સ્મૃતિથી પ્રીતિની અભિવૃદ્ધિ થતી રહે છે. છઠ્ઠી કાન્તા દૃષ્ટિ હોય છે ત્યારે સ્મૃતિ સહજ બની જાય છે. જેમ જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી આપની” જેવી સુખદ સ્થિતિનું સર્જન થાય છે. અત્ર, તત્ર, સર્વત્ર “પરમાત્મદષ્ટિ' બની રહે છે. અન્યદર્શનીઓ તેને “બ્રહ્મષ્ટિ' તરીકે ઓળખાવે છે અને તેને “સર્વ ૨૩ રૂદ્ધ બ્રહ્મ” પણ કહે છે. સર્વમાં સત્તા સ્વરૂપ સિદ્ધાત્મા-શુદ્ધાત્મા જોવાની દૃષ્ટિ થવાથી દુર્વ્યવહાર થતો નથી પણ સવ્યવહાર સહજ બની રહે છે અને જો કોઈ દુરાચારી દુર્વ્યવહાર કરતો હોય તો તેના પ્રતિ સહજ ઉદાસીનભાવ સહિત કરુણાદષ્ટિ બની રહે છે. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી યોગદષ્ટિની સઝાયમાં કાન્તાદષ્ટિ સમજાવતા આ જે વાત કહે છે.. “મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રુતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.” સ્મૃતિ હોય ત્યાં પ્રીતિ હોય જ એવો નિયમ નથી. પરંતુ સ્મૃતિથી પ્રીતિની પુષ્ટિ વૃદ્ધિ થતી હોય છે. તેથી જ તો જાપ અને પરમાત્મ નામસ્મરણનું સર્વ દર્શનમાં એક આગવું અને અનોખું સ્થાન છે. “લોગસ્સ’ એ નામસ્મરણ હોવાથી “નામસ્તવ” કહેવાય છે. એનું ઉચ્ચારણ વિધિવિધાનમાં વારંવાર કરાતું હોય છે. સ્મૃતિથી પ્રીતિની પુષ્ટિ છે. એ જ રીતે પરિચયથી પણ પ્રીતિ થતી હોય છે. પ્રભુના પ્રભુપણાનો, પરમાત્માના પરમાત્મ-તત્ત્વનો અભ્યાસ કરવામાં આવે અને ઓળખ-પરિચય થાય તો પ્રીતિ સહજ ઉદ્ભવે, જેથી પરમાત્મા અને પરમાત્મસ્વરૂપ નિરંતર સ્મૃતિમાં રહે. ઘરની પ્રીતિ છે તો ઘરને યાદ શાસ્ત્રને વાંચી શાસ્ત્રને નહિ યોંટતું પણ દેહભાવથી ઉખડવું અને આત્મામાં યોંટવું-સ્થિત થવું. Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી , 298 નથી કરવું પડતું. ઘર સદા સર્વત્ર સ્મૃતિમાં જ રહે છે. પ્રીતિની અભિવ્યક્તિ ભક્તિ છે. પ્રીતિમાં એકાત્મતા છે અને તેથી હદયની-જાતની સોંપણી છે. ભક્તિમાં ન્યોછાવરી છે અને તેથી જાતનું જે કાંઈ છે તે પોતાની માલિકીના સર્વસ્વની સોંપણી છેસમર્પિતતા છે. પ્રીતિમાં કદી ક્ષતિ નથી, કદી નિવૃત્તિ નથી અને કદી પૂર્તિ નથી. પરમાત્મપ્રીતિ ર્જા ક્ષતિ રહિત શુદ્ધ હોય, નિવૃત્તિ રહિત અવિરત હોય, પૂર્તિરહિત પરિપૂર્ણ હોય અને નિર્વાજ-નિરપેક્ષ હોય તો તે ક્ષાયિક પ્રીતિ-ક્ષાયિક સમકિત કહેવાય છે. એવી ક્ષાયિક પ્રીતિ મહારાજા શ્રેણિકની મહાવીર પરમાત્મા પ્રત્યે હતી. દર્શન-શ્રદ્ધા-પ્રીતિ તો પૂરેપૂરી જ હોવી જોઈએ. પ્રીતિમાં એકાત્મતા છે, તેથી પ્રીતિ ભાવ સ્વરૂપ છે. ભક્તિમાં ભગવાનની ઓળખ છે અને ભગવાન બનવાની ભાવના છે, તેથી જ્ઞાન સ્વરૂપ છે. પ્રીતિ-ભક્તિ નિષ્પાદિત સ્વાર્પણતા-સમર્પિતતા ચારિત્ર સ્વરૂપ છે. પ્રભુપ્રીતિ, પ્રભુભક્તિમાં વ્યતીત થતો સમય તપ સ્વરૂપ છે જે પ્રભુમયતા છે અને પ્રાપ્ત થતી ચિત્ત પ્રસન્નતા એ વીર્યોલ્લાસ છે. પ્રીતિ એ દર્શન-શ્રદ્ધા છે. ભક્તિ એ જ્ઞાન છે. ચારિત્ર એ સ્વાર્પણ છે. પ્રભુમયે સ્વસમય એ તપ છે. એમાંથી નિપજતી પ્રશમતા, પ્રસન્નતા, આનંદ એ વર્ષોલ્લાસ છે. એ એવું આત્માનંદદાયી ધર્માનુષ્ઠાન, અમૃતાનુષ્ઠાન છે કે જેમાંથી અમૃતના ઓડકાર આવતા હોય છે - તૃપ્તિની અનુભૂતિ થતી હોય છે. પ્રીતિપૂર્વકની ભક્તિ-પ્રભુભક્તિ પંચાચારપાલનારૂપ બની રહેતી હોય છે. પ્રભુની પ્રીતિ, વ્યક્તિને ભક્તિમાં ન્યાય-નીતિ-પ્રમાણિકતા પૂર્વક ઉપાર્જિત ઘનને પણ ભોગવવા સાથે દાન નહિ કરાયા તો તે પણ પ્રાયઃ અનંતાનુબંધીના કષાયનો ઉદય છે એમ સમજવું. Page #358 -------------------------------------------------------------------------- ________________ 299 હૃદય નયન નિહાળે જગધણી 出 એકલવ્ય બનાવી દેતી હોય છે જ્યારે મુક્તિ પ્રતિની ગતિમાં શબ્દવેધ શરસંધાન કરનાર સવ્યસાચી અર્જુન બનાવી દેતી હોય છે. એથી જ એક જ્ઞાની ભક્તયોગી જણાવે છે... “ભગવાનમાં તિ, આપે પરમગતિ; ભગવાનથી પ્રીત, એની જગમાં જીત.’’ દર્શન એ જોડાણ છે, ભક્તિ એ સંધાણ છે અને ચારિત્ર એ અભેદતા છે. ભગવાનની ભક્તિ આપે ભવમુક્તિ કેમકે ભગવાનની કરુણા બનાવે સંસારના પરોણા.’' ભક્તિમાં નમ્ર બનાય છે, લઘુ થવાય છે, અહમ્ (અહંકાર)ને અર્હમમાં ઓગાળાય છે અને નિરહંકારી થવાય છે. “દાસોઽહમ્ ! દાસોહમ્ ! દાસોઽહમ્ !’” ના રુદને “તે જ તું ! તે જ તું ! તે જ તું !'' ‘તત્ ત્વઽસિ' ‘‘એ જ હું ! એ જ હું ! એ જ હું !'' ‘‘સોડમ્ ! સોડદમ્ ! સોડમ્ !'' નો બ્રહ્મનાદઅંતરનાદ-અનાહતનાદ ગુંજી ઉઠે છે. અહમ્ સોહમ્ એટલે કે સ્વરૂપને તિરોહિત કરેલ છે. અર્હમ્ના બ્રહ્મનાદના ઘોષનાદથી તિરોહિત પામેલ સોઽહમ્મ્નું પ્રગટીકરણ થાય છે. સોડહને દબાવનારો અહમ્ જ સમવસરણસ્થિત અર્હમ્ના અર્હમ્ એશ્વર્યથી આકર્ષિત થઇ, એમાં ઓગળી જઈ, ઓતપ્રોત થઈ, વિલીન થઈ જઈને સોડહરૂપે સોહે છે. અહમ્માંથી નિષ્પાદિત ઈર્ષા જે સર્વઘાતક હતી તે સોઽહરૂપે સર્વાકારરૂપ ધારણ કરે છે. જીવમાત્ર સિદ્ધસ્વરૂપી જણાય છે. એટલું જ વ્યવહારઘર્મ કરતી વખતે મન મૂકીને ન્યોચ્છાવર થઈ ભક્તિ-ઉપાસના કરો. Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 300 નહિ પણ સિદ્ધશિલાએ સ્વયં સિદ્ધસ્વરૂપે નિરાકાર હોવા છતાં સર્વાકારરૂપે સોહાયમાન થાય છે. એક અનંતરૂપ અને અનંત એકરૂપ બની રહે છે. નિગોદમાંથી નીકળેલો જે ‘‘।। પ્રોડક્ષન્ વઘુ શ્યામ ।।’’ બન્યો હતો અર્થાત્ એક બહુ બહુ રૂપે શ્યામ એટલે કે અંધકાર બની અંધકારમાં અથડાતો હતો, તે નિર્વાણ પામ્યાથી ‘‘।। પુોડનન્ત શિવાડલ્મ ।।'' બની રહે છે. પ્રિય એવા ઉપાસ્યનો ઉપાસક પ્રેયની પ્રીતિથી પ્રેયમાં સમાઈ જાય છે–ઓગળી જાય છે–એક થઈ જાય છે-અભેદ થઇ જાય છે-ખોવાઈ જાય છે–અલોપ થઈ જાય છે. ભગવાનનો ભક્ત બની સંસારથી વિભક્ત થઈ જાય છે. પછી પાછો સ્વયં ભગવદ્ભાવરૂપ થઈ ભગવત્સ્વરૂપે એટલે કે પરમાત્મસ્વરૂપે પ્રગટ થઇ; જગત સમસ્તને માટે આદર્શરૂપ બની, આદર્શ કલ્યાણકારી જીવન જીવી જઇ, પોતાના ફાળે આવેલું, નિર્માણ થયેલ ભગવદ્કાર્ય પૂર્ણ થયેથી ભગવાનમાં વિલય પામી જાય છે એટલે કે મુક્તિ પામી, મુક્તાત્મા બની, મુક્તિનિમમાં સિદ્ધશિલાએ સાદિ-અનંત કાળ સુધી અન્ય મુક્તાત્માની હરોળમાં પરમસ્થિતિને પામે છે. આ જ ભગવત્પ્રીતિનું શ્રેયસ્કર ભગવદ્કાર્ય છે. આમ સિદ્ધ થવા પૂર્વે અર્હમ્ બનીને સહજયોગે લોક કલ્યાણ થતું હોય છે. અહમ્ અર્હમ્ થયેથી સર્વમ્ બની સર્વને તારે છે. “સિવ જીવ કરું શાસન રસી !’’ “અણુ પરમાણુ શિવ બની જાઓ ! આખા વિશ્વનું મંગળ થાઓ ! સર્વે જીવો મોક્ષે જાઓ !'' “સવિ જીવ ભવ શિવ’ નિશ્ચયધર્મ કરતી વખતે બધું ભૂલીને રાધાવેઘ સાઘવો હોય એમ દ્રવ્યદૃષ્ટિ રાખી એક માત્ર આત્માને પકડો. Page #360 -------------------------------------------------------------------------- ________________ 301 હૃદય નયન નિહાળે જગધણી शिवमस्तु सर्व जगतः, परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः।। આવી સર્વ તારક ભાવના-સર્વ કલ્યાણકર ભાવના સાકાર કરે છે. સંસારમાં જે સરતો'તો-વહેતો હતો-કાળપ્રવાહમાં જે તણાતો હતો, તે સ્વયં તરતો રહે છે અને સાથે અન્ય અનેકોને પણ તારતો રહે છે. શકસ્તવના ‘તિજ્ઞાણે તારયાણં'- તરણતારણહારના બિરુદને શોભાવે છે. ભગવાન પ્રતિની પ્રીતિની અભિવ્યક્તિરૂપ આ સુવિધિનાથ ભગવાનનું ભક્તિ સ્તવન હોવાથી પ્રીતિ-ભક્તિ અંગે પૂર્વભૂમિકારૂપ આટલી વિચારણા બાદ હવે સ્તવનના માધ્યમે ભક્તિની વિધિ અને એનાથી પ્રાપ્ત થતી મુક્તિ વિષે વિચારીશું, સુવિધિ જિનેસર પાય નમી, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે. સુવિધિ૦૧ પાઠાંતરે “જિનેસર'ના સ્થાને ‘જિસેસર’, ‘પાયના સ્થાને પાદ', “એમ”ના સ્થાને “ઈમ’ ‘અતિ ઘણો’ના સ્થાને “અતિગુણ’, ‘પૂજિજેના સ્થાને ‘પૂજીજે' એવો પાઠફેર છે. શબ્દાર્થઃ સવારના પહોરમાં વહેલા ઊઠી ઘણા ઘણા ઉત્સાહઉમંગપૂર્વક ઉમળકા સાથે સુવિધિ જિનેશ્વર ભગવંતને નમન વંદન કરવાની શુભ પુણ્ય કરણી કરો ! વિવેચન-લક્ષ્યાર્થ : આઠમા ચન્દ્રપ્રભસ્વામીની સ્તવનામાં યોગીરાજજીએ જિનદર્શનની દુર્લભતા બતાવી. હવે જ્યારે દર્શનનો જોગ સંયોગાનુસાર કદાય ઘર્મીક્રયા નહિ પણ થાય. પરંતુ જો તમે દોષ કાઢતા જાવ તો સાચું સુખ પામો. Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂવિધિનાથજી નાથજી 302 થયો છે, તો યોગ અવંચક બની પૂરેપૂરી વફાદારીથી, એ યોગનો લાભ લઈ શુભ કરણી કરો ! એમ એઓશ્રી સ્વયંને સંબોધન કરવા સાથે આપણને સહુને સંબોધન કરી રહ્યાં છે. પ્રત્યેક વસ્તુમાં પોતાનું આગવું વસ્તુત્વ હોય છે. આ વસ્તુત્વ છે તે જ વસ્તુનો સ્વભાવ છે. એનાથી વસ્તુની આગવી ઓળખ ઊભી થાય છે, જે એને અન્ય દ્રવ્યોથી જુદી પાડે છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. આ જ્ઞાન સંસારમાં મલિન થઈ ગયેલ છે. એને નિર્મળ બનાવી પૂર્ણપણે કાર્યશીલ થવા માટે, એ જ્ઞાન જ આત્માને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ભાવભર્યા હૈયે શુભ-કરણી કરવાની પ્રેરણા કરે છે. કરણી છે એટલે ક્રિયા છે. તેથી બંધ તો થવાનો જ! પરંતુ તે અવિનાશીના-સુવિધિ જિનેશ્વર ભગવંતના આલંબનથી થતી શુભ-કરણી છે. એનાથી પુણ્યકર્મબંધ થશે પણ તે અવિનાશીના આલંબનથી થતો હોવાથી આત્મહિતકારી થશે. પોહ ફાટતા બ્રહ્મમુહૂર્તમાં આળસ છોડી નિદ્રામાંથી ઊઠીને, અંગેઅંગથી રોમાંચિત થઈ હૈયાની અત્યંત હોંશપૂર્વક, પરમાત્મા, જિનેશ્વર ભગવંતની પ્રતિમા કે પ્રતિકૃતિ-ફોટાના દર્શન, વંદન કરવાની શુભ કરણી વિધિસર કરવી. શુભકરણી, ધર્મકરણી કરવા માટે સવારના ૪ થી ૭ વાગ્યાનો સૂર્યોદય પૂર્વેનો સમય અત્યંત અનુકૂળ ગણાય છે કારણ કે તે વખતે બધાંય અશુભ અને આસુરી તત્ત્વો શાંત પડી ગયા હોય છે. વાતાવરણ શાંત, શીતળ, આલ્હાદક અને ચિત્તની એકાગ્રતા માટે અનુકૂળ હોય છે. પ્રભુના દર્શન વંદન પછી “મામિ સવ્વ નીવાળ”ના ભાવથી પ્રતિક્રમણ સામાયિક કરવાપૂર્વક પ્રભુસ્મરણ કરવું. “નમામિ સવ્વ નિખાઈ” એ સૂત્રાનુસારે જિનેશ્વર ભગવંતના ભક્તામર આદિ સ્તોત્રનું પઠન કરવું, દોષ જીવતા જાગતાં ઊભા રાખીને દુઃખ દૂર કરવાથી દુઃખના ડાળ-પાંખડાં કપાય છે પણ મૂળ કપાતા નથી. Page #362 -------------------------------------------------------------------------- ________________ 303 - હૃદય નયન નિહાળે જગધણી સમસ્ત જીવ રાશિને ખમાવી, સર્વના કલ્યાણની શુભભાવના ભાવી, અનિત્યાદિ બાર ભાવનાથી અને મૈત્રી આદિ ચાર ભાવનાથી ભાવિત થવું, જાતના આંતર નિરીક્ષણ Self Introspection રૂપ ધ્યાન ધરવું. પ્રભુના દર્શન કરતાં પ્રભુનો આભાર માનવો કે આજની પ્રભાતના દર્શન, પ્રભુદર્શન સહિત આ જ ખોળિયા (શરીર)માં રહ્યું રહ્યું થયાં. “આજના પ્રભાતથી લઈ જે જે કાર્યો નિર્માણ થવાના સર્જીત હોય તે તે કાર્યો છે તે પ્રમાણે થાઓ! મારો આત્મા તેમાં નિષ્કામ રહી, અકર્તાઅભોક્તા બની રહી, જ્ઞાતા-દૃષ્ટા થઈ રહી સ્વરૂપ તરફ પ્રયાણ કરો ! અને આત્યંતિક શુદ્ધાવસ્થા-સહજાવસ્થા-મુક્તાવસ્થા-સ્વરૂપાવસ્થાને પ્રાપ્ત કરનારો થાઓ !” આવી ભાવના ભાવવી. “શુભકરણી એમ કીજે રે...”ના સંબોધનથી ઉપર જણાવ્યા મુજબની કે અન્ય પ્રકારની જે કોઈ અનુકૂળ અને આત્માનું હિત કરનારી ક્રિયાઓ હોય તેવી શુભકરણી કરવાનું વિધાન યોગીવર્ય કવિશ્રી ફરમાવી રહ્યાં છે. વળી “સુવિધિ જિનેસર પાય નમી જે.” કહેવા દ્વારા કવિશ્રી બધીય શુભકરણી; પ્રભુની નિશ્રામાં પ્રભુના આલંબનપૂર્વક, પ્રભુ જેવા થવા માટે કરવાનું જણાવે છે. અતિ ઘણો ઊલટ અંગ ધરીને...” પંક્તિથી; એ શુભકરણી ગળિયા બળદની જેમ, વેઠ ઉતારવાની હોય, એવી રીતે નહિ કરવી પણ અત્યંત રોમાંચિત થઈ ઉમળકાપૂર્વક ભક્તિભાવથી છલકતા, પુલકિત હૈયે કરવી; એમ જણાવે છે. પ્રહ ઊઠી પૂજીજે.” થી કવિરાજ કહે છે કે દિવસની શુભ જો દષ્ટિ સમ્યમ્ હશે તો ગમે તેવા આકરા ને કપરા સંયોગો આત્મવિકાસમાં આડે નહિ આવે. Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી , 304 શરૂઆત શુભકરણીથી કરવી. ત્યારપછી જ સંસારની અનિવાર્ય જે સંસારક્રિયા કરવી પડતી હોય તે કરવી. પરંતુ પ્રારંભ તો આ શુભકરણીધર્મકરણીથી જ કરવો. એ પૂજ્ય પરમાત્મા તો વીતરાગ છે. તેથી પ્રસંશા અને નિંદાથી પર છે. છતાંય તે પુણ્યપ્રભાવકના ગુણનું સંસ્મરણ, સ્તવનાદિ કરવાથી ચિત્તની મલિનતા દૂર થઈ ચિત્તશુદ્ધિ કરનાર છે. ગૃહસ્થના રોજે રોજ કરવાના છ કર્તવ્યમાં પૂજા એ પ્રથમ કર્તવ્ય છે એમ શાસ્ત્ર નીચેના શ્લોક દ્વારા જણાવે છે. देवपूजा गुरुपास्ति स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने । દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેરે જઈએ રે; હ તિર્ પણ અદિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે. સુવિધિ૦૨ પાઠાંતરે “ધરીનેની જગાએ “ધરીનેં રે', “શુચિની જગાએ “સૂચિ', “હરખે ની જગાએ “હરષ' એવો પાઠફરક છે. ' શબ્દાર્થ શુચિ એટલે શુદ્ધિ-પવિત્રતા. દ્રવ્યથી એટલે કે બહારની શરીરની શુદ્ધિ સ્નાનાદિથી કરીને, શુદ્ધ સ્વચ્છ વસ્ત્રાદિ પરિધાન કરીને, શુદ્ધ સુંદર પૂજાદિની દ્રવ્ય સામગ્રી લઈને, પવિત્ર થવા માટેના પવિત્રભાવ ધારણ કરીને હર્ષોલ્લાસપૂર્વક હરખાતા હૈયે દેરે એટલે કે દેહરાસરે-જિનમંદિરે જઇએ. દેહ સરી જનારો-નાશ પામનારો છે એમ જણાવનારી જગ્યા તે જિનમંદિર એટલે કે દેહરાસર છે; એવું અર્થઘટન કરી શકાય. જે પર છે એ પર જ રહેનાર છે. એને મારું મારું કરવાથી અનંતકાળે પણ મારું થનાર નથી. Page #364 -------------------------------------------------------------------------- ________________ 305 - હૃદય નયન નિહાળે જગધણી | (તિ એટલે ત્રિક, અહિંગમ એટલે અધિગમ અર્થાત્ વિનયમર્યાદા. એકમના એટલે એકાગ્રમને ધ્યેયપૂર્વક. પુરિ એટલે પ્રથમ. પણ એટલે પાંચ) પ્રથમ તો એકચિત્તે ધ્યેયયુક્ત થઈ દશ પ્રકારની દશત્રિક અને પાંચ પ્રકારના અધિગમ-વિનયને જાળવીને જિનમંદિરમાં પ્રવેશ કરીએ. લક્ષ્યાર્થ-વિવેચનઃ પવિત્ર સ્થાનમાં પાવનકારી પરમાત્મા પાસે પાવન-પવિત્ર થવા જવું છે, તેથી પવિત્ર થઈને જવું જોઈએ. ગાળેલા, અલ્પજળથી સ્નાન દ્વારા શરીરની શુદ્ધિ કરીને, બાહ્યથી સાફ-સુથરા સ્વચ્છ બનીને, પૂજા-ઉપાસનાને યોગ્ય ઉત્તમ વસ્ત્રાલંકાર પરિધાન કરીને, જવું જોઈએ. કોઈ મોટા માણસને ત્યાં નહિ પરંતુ મોટામાં પણ મોટા દેવાધિદેવ ત્રણ લોકના નાથ પરમાત્માને ત્યાં જતાં હોઈએ ત્યારે જેવા તેવા મેલાઘેલા લઘરવઘર વેરો ન જ જવાય. એ મર્યાદા છે જેનું પાલન અનિવાર્ય છે. વળી દ્રવ્ય એ ભાવનું કારણ હોવાથી અને ભીતરના હૈયાના ભાવની અભિવ્યક્તિ કરનાર હોવાથી ઊંચામાં ઊંચા દ્રવ્યોથી બનેલી પૂજનસામગ્રી જલ, દૂધ, કેશર, ચંદન, બરાસ, અક્ષત, ફળ, ફૂલ, નૈવેદ્ય, અંગભૂંછણાં, અંગસજાવટની આંગીની સામગ્રી સોનેરી રૂપેરી વરખબાદલું-ટીકી, વિલેપનની સામગ્રી, ધૂપ, દીપ ઈત્યાદિથી ભરેલો થાળ લઈ પ્રભુપૂજા માટે જવું જોઈએ. માત્ર દ્રવ્ય શુદ્ધિ જ નહિ પણ સાથે સાથે ભાવશુદ્ધિ પણ એટલી જ સાચવવાની છે. સાત પ્રકારની શુદ્ધિ શાસ્ત્રમાં જણાવેલ છે, જેનો શ્લોક આ પ્રમાણે છે.. હે ભવ્યાત્મા ! તું પર્યાયથી ભલે હાલ પામર છે પણ દ્રવ્યથી પૂર્ણ છે. પૂર્ણતાની પહેચાન કર અને પર્યાયમાં ઉતાર! Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી , 306 અંગ-વચન-મન-ભૂમિકા, પૂજોપગરણ સાર, ન્યાયવ્ય, વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર.” અત્યંતરમાં હૈયે સ્વ કલ્યાણ અને સર્વ કલ્યાણના ભાવ સહિત પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ અહોભાવ ધારણ કરીને થનગનતા હૈયે જવાનું છે. કોની પૂજા કરવા જાઉં છું ?!! ત્રિલોકના નાથ, ત્રિભુવનપતિ, ત્રિભુવનનાયક, ધર્મનાયક, ધર્મચક્રવર્તી, સર્વ અંતરંગ દુશ્મનોને હણી, કષાયોને જીતી, ઈન્દ્રિયોનું દમન કરી, રાગદ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરી, વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી સર્વાનંદી બની, તીર્થને સ્થાપી, તીર્થકર બનેલા મોક્ષમાર્ગના સ્થાપક, મોક્ષના પ્રરૂપક, કંઈકોને મુક્તિ અપાવી સ્વયં મુક્ત થયેલા એવા અનંત ઉપકારી, અસીમ ઉપકારી, આસન ઉપકારી, તરણતારણહાર, દેવાધિદેવની પૂજા કરવા જાઉં છું!!! આવા આદરભાવ - પૂજ્યભાવ - અહોભાવથી ભાવિત થઈ, કોઈને ન મળે એવા દેવના – વીતરાગ સર્વજ્ઞ દેવના દર્શનવંદન-સ્પર્શન-પૂજનનો દુર્લભ લાભ લેવા જાઉં છું!!! આવા “ભક્તિભર નિબભરેણ હિયએણ’ ભક્તિથી ભરેલાં હૈયાથી ભક્તિભાવને નીતારતા નિીતારતા હૈયાની હોંશથી દેરાસરે-જિનમંદિરમાં જિનેશ્વર ભગવંતને જુહારવા જવાનું છે. ભાવુક જૈનોને માટે તો જિનમંદિર એ સમવસરણનું પ્રતીકપ્રતિકૃતિ છે અને એમાં પ્રાણપ્રતિષ્ઠિત બિરાજમાન જિનબિંબ એ સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા છે. જિનમંદિર એક આધ્યાત્મિક અભિનય-પ્રધાન પ્રયોગશાળા છે, જેનો ઉદ્દેશ પોતાના આત્મમંદિરમાં રહેલા આત્મદેવનો સાક્ષાત્કાર કરાવવાનો છે. માનવ શરીર એક જિનાલયની સમાન છે; જેમ જિનાલય કેવળ યોગનું જ આત્માને ઓળખી લઈને, આત્માની શ્રદ્ધા કરી ચોવીસે કલાક ઉપયોગ આત્મચિંતનમાં રમમાણ રહે, તે નૈશ્યયિક મોક્ષમાર્ગ છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ 307 હૃદય નયન નિહાળે જગધણી સાધન છે, ભોગનું નહિ; એ જ પ્રમાણે માનવ શરીર પણ યોગનું જ સાધન છે. यः परमात्मा स एवाऽहं योऽहं स परमस्ततः। अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥ . સ્વભાવથી તો જેવા પરમાત્મા છે તેવો જ હું છું અને જે સ્વાનુભવ-ગમ્ય હું છું તે જ પરમાત્મા છે. એટલે જ મારા દ્વારા મારી જ ઉપાસના છે અને નહિ કે બીજા કોઈની ! માટે જ તો પૂજ્યની પૂજા કરવા તત્પર બનેલા પ્રથમ પોતાને તિલક કરી પોતાની પૂજા કરે છે. હરખભેર દેરે જવાના ભાવ જણાવ્યા બાદ હવે યોગીરાજ કવિશ્રી જિનમંદિર પ્રવેશ અને જિનપૂજા વિધિની વાતથી વાકેફ કરે છે. મન-વચન-કાયાના ત્રણ યોગને લઈને ત્રણ લોકના નાથના દર્શન-વંદન-પૂજન-કીર્તન માટે જઈએ છીએ. એના પ્રભાવે અને એના પ્રતાપે, ત્રણ લોકની પેલે પારના પરમલોકમાં પરમપદે બિરાજમાન થવા માટે, એ ત્રિભુવનપતિ સાથે એકમના એટલે અભેદ થવા જે તારામૈત્રક રચવું છે, તેને માટે જે વિનય, આમન્યા, આદર જાળવવાના છે, તેના ત્રણ ત્રણના સમુહ એવા દશ-ત્રિક અને (પણ)પાંચ અધિગમ જાળવવાના હોય છે. અન્યધર્મીઓની સરખામણીમાં આપણે ભાગ્યશાળી છીએ. કારણ કે આપણા ભગવાનના દર્શન-વંદન ઉપરાંત એમની સ્પર્શના અને પૂજા કરવાનો લાભ આપણને પોતાને મળે છે. એ લાભ માત્ર પૂજારી પૂરતો મર્યાદિત રાખવામાં નથી આવ્યો. વળી એ પરમાત્માના દર્શનવંદન-પૂજન-ચૈત્યવંદના કેમ કરવા તે માટે વિધિ પણ બતાવવામાં આવી સર્વોત્કૃષ્ટ સદ્ગતિ એ પંયમગતિ (મોક્ષ) છે કે જે ગતિ નથી પણ સ્થિતિ છે, તેને મેળવવાની છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 308 છે. જેનાથી અવિનાશી એવા પરમાત્મા સાથે જોડાણ કરીને અવિનાશી બની શકાય. આવા પૂજ્યની પૂજા અને પૂજાવિધિનો લાભ આપનાર જૈન શાસનનો આપણી ઉપર મહાન ઉપકાર છે. વિગતવાર વિધિ ચૈત્યવંદન ભાષ્યમાં આપેલ છે. આપણે અહીં સ્તવનની બીજી કડીમાં જણાવેલ દશ ત્રિક અને પાંચ અધિગમ પૂરતી મર્યાદિત સમજણ ટૂંકમાં જોઇશું. ૧) નિસીહી ત્રિક ઃ આ નિષેધ ત્રિક છે. પ્રથમ નિસીહીનું ઉચ્ચારણ મંદિરમાં પ્રવેશતા કરવાનું હોય છે. એ નિસીહીથી મંદિર સિવાયની બધીય ઘર વ્યાપારાદિ સંબંધી સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ થાય છે. બીજી નિસીહીનું ઉચ્ચારણ પ્રભુજીની અંગપૂજા માટે ગભારામાં પ્રવેશ કરતા કરવાનું હોય છે. આ નિસીહીથી જિનમંદિર સંબંધી બધી પ્રવૃત્તિનો ત્યાગ થાય છે. ત્રીજી નિસીહીનું ઉચ્ચારણ ભાવપૂજા-ચૈત્યવંદનમાં જોડાતા પહેલાં કરવાનું હોય છે. આ નિસીહીના ઉચ્ચારણથી દ્રવ્ય પૂજાદિ સઘળી પ્રવૃત્તિનો ત્યાગ કરી, પૂર્ણપણે બધાંથી નિવૃત્ત થઈ, ભગવાનની નિવૃત્તિકારિણી ભાવપૂજામાં એકમના થઈ જવાનું છે. ૨) પ્રદક્ષિણાત્રિક : પ્રભુજી આપણી જમણી બાજુએ રહે એ રીતે ક્લોકવાઈસ ત્રણ ફેરા મિથ્યાત્વના નાશ, સમ્યક્તની પ્રાપ્તિ અને પૂર્ણત્વના પ્રાગટ્ય માટે ફરવાના છે, કે જેથી પરિભ્રમણ અને પરિવર્તનથી મુક્તિ મળે.. પ્રભુજીને પ્રદક્ષિણા દેવી એ તેમના પ્રત્યેના અનન્ય આદરની અભિવ્યક્તિ છે. પ્રથમ નિસીહીપૂર્વક દેરાસર પ્રવેશ કર્યા પછી પ્રભુજીને અંજલિબદ્ધ પ્રણામ કર્યા બાદ આ પ્રદક્ષિણા દેવાની હોય છે. પ્રદક્ષિણા આપતા બોલવાના દુહા નીચે મુજબ છે... જેમ છાશમાં રહેલું માખણ છાશથી જુદું તરે છે તેમ સંયોગોની વચ્ચે પણ જ્ઞાની સંયોગોની અસરથી મુક્ત રહે '. Page #368 -------------------------------------------------------------------------- ________________ 309 F હૃદય નયન નિહાળે જગધણી કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહિ પાર; તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણવાર.... ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય; દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય.... ..૨ દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી ત્રણ નિરધાર; પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર.... જન્મ મરણાદિ સવિ ભય ટળે, સીજે જો વાંછિતકાજ; રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ..... જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેતુ; જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત..... ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ, ચારિત્ર નામ નિયુક્તિએ કહ્યું, વંદો તે ગુણગેહ... ૬ આ સાથે પ્રદક્ષિણા દેતા એવી ભાવનાથી પણ ભાવિત થઈ શકાય કે... મિથ્યાદર્શન, મિથ્યાષ્ટિ, અસત્યેષ્ટિ, અબ્રહ્મદષ્ટિ, અતત્ત્વદષ્ટિ, તત્ત્વઅશ્રદ્ધાન, વિરૂપદૃષ્ટિ વિરૂપભાવ, વિભાવ, પુલદૃષ્ટિ, પર્યાયદૃષ્ટિ નિવારણાર્થે મિથ્યાજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન નિવારણાર્થે; મિથ્યાચારિત્ર, અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, નરક તિર્યંચ ગતિ, દુર્ગતિ, અધોગતિ નિવારણાર્થે પ્રદક્ષિણા દઉં છું ! મારું મિથ્યાત્વ દૂર કરો ! દૂર કરો !..(૧) : જે શૂટીંગ થઈ ગયું છે તે કર્મના પડદા ઉપર રીલે થઈ રહ્યું છે, તેનાથી અંદરનો આત્મા તદ્દન ન્યારો છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ વિધિનાથજી 310 -- શ્રી સુવિધિનાથજી 310 સમ્યગ્દર્શન, સમ્યગ્દષ્ટિ, સત્યદૃષ્ટિ, બ્રહ્મદષ્ટિ, તત્ત્વદૃષ્ટિ, તત્ત્વશ્રદ્ધાન, સ્વરૂપદૃષ્ટિ, સ્વરૂપભાવ, સ્વભાવ, દ્રવ્યદૃષ્ટિ, દિવ્યદૃષ્ટિ પ્રાપ્તિ અર્થે સમ્યજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન પ્રાપ્તિ અર્થે; સમ્યગૂ ચારિત્ર, સદાચાર, દેશવિરતિ, સર્વવિરતિ, યથાખ્યાત ચારિત્ર તે માટે માનવભવ, વૈકલ્પિક દેવભવ, સદ્ગતિ, ઉર્ધ્વગતિ પ્રાપ્તિ અર્થે પ્રદક્ષિણા દઉં છું ! મને સમ્યક્ત પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ !..... (૨) પૂર્ણદર્શન, બ્રહ્મદર્શન, કેવળદર્શન, સર્વદર્શન, સર્વદર્શીતાના પ્રાગટ્યાર્થે; • પૂર્ણજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કેવળજ્ઞાન, સર્વજ્ઞાન, સર્વજ્ઞતાના પ્રાગટ્યાર્થે; - પૂર્ણચારિત્ર, બ્રહ્માવસ્થા, સિદ્ધાવસ્થા, શુદ્ધાવસ્થા, બ્રહ્માનંદ, પરમાનંદ, નિજાનંદ, પ્રજ્ઞાનંદ, પૂર્ણાનંદના પ્રાગટ્યાર્થી પ્રદક્ષિણા દઉં છું! મારી પૂર્ણતાનું પ્રાગટ્ય થાઓ ! પ્રાગટ્ય થાઓ !......... (૩) પ્રદક્ષિણાનો મર્મ એવો પણ છે કે પ્રભુની પ્રભુતાને ચારે કોરથી પરિપૂર્ણ જાણી લઈને એ પરિપૂર્ણની પરિપૂર્ણતાને પરિપૂર્ણભાવે મન વચન કાયાના ત્રિવિધ યોગથી વંદના કરવી. - બે હાથ જોડાયેલા હોય છે તે કાયાના જોડાણને સૂચવે છે. જોડાયેલા બે હાથ હૃદયને સ્પર્શીને રહેલા હોય છે અને આંગળીઓ પ્રા ષકારકનું બહારમાં પ્રર્વતન એ સંસાર માર્ગ છે. ષકારકનું અંતરમાં પ્રવર્તન મોક્ષમાર્ગ છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ 311 હૃદય નયન નિહાળે જગધણી અધરને (હોઠને) અડેલી હોય છે તે મન અને વચનના જોડાણને સૂચવે છે. વળી જ્યાં પાંચેય ઈન્દ્રિયોનું સ્થાન છે તે ઉત્તમાંગ મસ્તક છે અને મસ્તક વિના જીવન નથી માટે મસ્તકના નમનમાં સર્વાર્પણતાની અભિવ્યક્તિ છે. ૩) પ્રણામ ત્રિક : પ્રભુજીના દર્શન થતાં એ વંદનીયને પૂજ્યભાવે વંદન કરવાના છે. નમન કરવાપૂર્વક અભિવાદન કરવાનું છે અને પ્રાર્થવાનું છે કે “નમન કરનારા મને આપના જેવો અમન બનાવો.” આ નમન-વંદનના પાછા ત્રણ પ્રકાર છે અને તે ત્રણેય પ્રકારે વંદન કરવાના છે. બે હાથ જોડી મસ્તક નમાવીને કરાતું પહેલું નમન અંજલિબદ્ધ પ્રણામ છે જે પ્રદક્ષિણા દેવા પૂર્વે કરવામાં આવે છે. પ્રદક્ષિણા દીધાં પછી બે હાથ જોડી માથું નમાવી, કમરથી અડધા ઝૂકીને પૂજ્ય પ્રભુજીને કરાતું. વંદન અર્થાવનત પ્રણામ છે. એ પ્રણામ પછી પ્રભુજીની સ્તુતિ ગાવામાં આવે છે. અંગપૂજા, અગ્રપૂજા કર્યા બાદ ભાવપૂજા-ચૈત્યવંદનની પહેલાં જે ત્રણ ખમાસમણા દેવામાં આવે છે, તેમાં બે બાહુ, બે ઢીંચણ અને મસ્તક ભૂમિને સ્પર્શતા હોય છે અને તેથી તેને પંચાંગ પ્રણામ કહે છે. બધાં જ અંગો ભૂમિને સ્પર્શવા સહિત સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાની પ્રથા જૈન પ્રણાલિકામાં નથી. પ્રણામથી પ્રભુજી પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ થાય છે અને પ્રણામ કરનારના આદરભાવ, વિનયભાવ અને સમર્પણભાવની અભિવ્યક્તિ થાય છે. મનની મલીનતા-મળનો પ્રણાશ કરનાર છે તેથી તે પ્રણામ કહેવાય છે. પ્રભુ પરિણામ (ભગવદ્ભાવ) પામવા માટે જે કરાય છે તે પ્રભુપ્રણામ છે. ૪) પૂજાત્રિક : પ્રભુપૂજા પણ ત્રણ પ્રકારે કરવાની હોય છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા. અંગપૂજા અને અગ્રપૂજા દ્રવ્ય વડે ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 312 થતી હોવાથી તે દ્રવ્યપૂજા કહેવાય છે. પ્રભુજીના અંગને અડીને થતી વાસક્ષેપ પૂજા, જલપૂજા, વિલેપનપૂજા (બરાસપૂજા), ચંદનપૂજા (કેસરપૂજા), પુષ્પ પૂજા, મુગટ પૂજા-આંગી પૂજા અંગ પૂજા કહેવાય છે. પ્રભુજીની અંગ પૂજાથી વિઘ્નો દૂર થતાં હોવાથી એ વિનનિવારિણી ગણાય છે. પ્રભુજીની સન્મુખ રહી કરાતી ધૂપ પૂજા, દીપક પૂજા, અક્ષત(ચોખા) વડે સ્વસ્તિક કે અષ્ટમંગળ આલેખીને થતી અક્ષત પૂજા, ફળ નૈવેદ્ય ધરવા દ્વારા કરાતી ફળ પૂજા-નૈવેદ્યપૂજા, તેમજ ચામરપૂજા, દર્પણપૂજા જે વિશિષ્ટ પૂજા છે તે બધી અગ્રપૂજા છે. ચારેય આશ્રમનો ભાર ઉપાડનારા ગૃહસ્થનો અભ્યુદય સાધનારી હોવાથી આ અગ્રપૂજા અભ્યુદયકારિણી ગણાય છે. ત્યાર પછી ઈરિયાવહિય સ્વરૂપ લઘુ પ્રતિક્રમણ કરવાપૂર્વક ત્રણ ખમાસમણા દ્વારા મિથ્યાત્વના નાશ, સમ્યક્ત્વની પ્રાપ્તિ અને પૂર્ણતાના પ્રાગટ્ય માટે પંચાંગ પ્રણામ ત્રિક કર્યાં બાદ ગીત, સંગીત, નૃત્ય સાથે અથવા માત્ર ગીતપૂર્વક એટલે કે સ્તવનગાન સાથે કરવામાં આવતું ચૈત્યવંદન એ પ્રભુજીની ભાવપૂજા છે. એ ત્રીજા પ્રકારની નિસીહીના ઉચ્ચારણ . પછી દિશાત્રિકને સાચવવાપૂર્વક કરવામાં આવે છે. એ નિવૃત્તિકારિણી ગણાય છે. કારણ કે આ નિવૃત્તિકારિણી ભાવપૂજા, પૂજકને વિરતિમાં લઈ જઈને મુક્તિ અપાવનારી છે. એ સક્રિયમાંથી પરંપરાએ અક્રિય બનાવનારી અને સંસારથી નિવૃત્ત કરનાર હોવાથી તે નિવૃત્તિકારિણી ગણાય છે તે યથાર્થ છે. હવે ભાવપૂજા અર્થાત્ ચૈત્યવંદન સમયની ત્રણ ત્રણની જે પાંચ ત્રિક જાળવવાની છે અને એક ત્રિક જે ચિંતવવાની છે તેની વિગત જોઇએ. જ્ઞાનીઓ ક્રિયાના વિરોધી નથી. પરંતુ કર્તૃત્વ અને અહંત્વના વિરોધી છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ 313 - હૃદય નયન નિહાળે જગધણી * ૫) અવસ્થા ત્રિકઃ પ્રભુપૂજા દરમ્યાન પ્રભુજીની ત્રણ જુદી જુદી અવસ્થાનું ચિંતન કરવાનું છે તેને અવસ્થા ત્રિક કહેવાય છે. જન્મથી લઈ કેવલજ્ઞાન પ્રાપ્તિ સુધીની પ્રભુજીની જે છપ્રસ્થ અવસ્થા છે; તેમાં ચ્યવન કલ્યાણક, જન્મકલ્યાણ, દીક્ષાકલ્યાણક અને સાધનાકાળની જે વિચારણા કરાય છે તે પ્રભુજીની પિંડ અવસ્થાનું ચિંતન છે. અભિષેક એટલે જલપૂજા દરમ્યાન તેમજ અંગભૂંછનાં, વિલેપન તથા અંગરચના-મુગટ આંગી આભૂષણ ચડાવતા અને અંગરચના સમયે પ્રભુની પિંડસ્થ અવસ્થાનું ચિંતન કરવાનું હોય છે. આ બધી સાહ્યબી-વૈભવ છોડી દૃઈને દીક્ષા અંગીકાર કરી, એવી ચિંતવનાથી દીક્ષા કલ્યાણક અને સાધનાકાળમાં સાધના કરી વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી બન્યા તેવી વિચારણા કરી શકાય. વીર વિજયજી રચિત પ્રભુજીની નવાંગી પૂજાના દુહામાં આ ચિંતવના ગૂંથી લેવામાં આવી છે. પ્રભુજીની ચંદનપૂજા પુષ્પપૂજા તથા અગ્રપૂજા દરમિયાન પ્રભુજીની પદસ્થ અવસ્થાની ચિંતવના કરી શકાય. ભાવપૂજામાં ત્રણેય અવસ્થાનું ચિંતન શકસ્તવ, સ્તવનાદિમાં વણી લેવામાં આવેલ હોય છે, જેમાં રૂપાતીત અવસ્થાનો સમાવેશ થઈ જાય છે. નમુત્થણ (શરૂ) સૂત્રના પઠનમાં “સવનૂર્ણ, સવદરિસર્ણ સિવ મયલ મરૂઅ મહંત મખય; મવ્હાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેયં ઠાણ સંપત્તાણ” ના ઉચ્ચારણમાં રૂપાતીત અવસ્થાનું અને “અપ્પડિહય વરનાણ દંસણધરાણ, વિયટ્ટ છઉમાણે”ના ઉચ્ચારણમાં પદસ્થ અવસ્થાનું ચિંતવન થઈ જતું હોય છે. પ્રત્યેક પૂજન પૂર્વેના મતિનું હોવાપણું ગતિ સૂયક છે કે જેવી મતિ તેવી ગતિ. Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 314 “નમોઽર્હત સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ''ના ઉચ્ચારણથી પંચ પરમેષ્ઠિને નમસ્કાર થઈ જતાં હોય છે. પિંડસ્થાવસ્થાનું ચિંતન એ નામનિક્ષેપાથી અને દ્રવ્ય નિક્ષેપાથી થતી પૂજા છે. પિંડસ્થાવસ્થાના ચિંતનમાં ભગવાનના નામ તથા ગૃહસ્થાવસ્થા, સાધનાકાળ, આદિની વિચારણા કરાતી હોવાથી એ પ્રભુજીની નામનિક્ષેપા તથા દ્રવ્યનિક્ષેપાથી કરાતી પૂજા છે. પદસ્થ અને રૂપાતીત અવસ્થાના ચિંતનમાં અનુક્રમે અરિહંતપદે બિરાજમાન પ્રભુજીની તથા સિદ્ધપદે બિરાજમાન પ્રભુજીની વિચારણા કરાતી હોય છે તેથી તે ભાવનિક્ષેપાથી થતી પૂજા છે. પ્રભુપ્રતિમા સન્મુખ થતી અંગપૂજા-અગ્રપૂજા એ સ્થાપનાનિક્ષેપાથી થતી પૂજા છે. ૬) ત્રિદિશનિવૃત્તદષ્ટિત્રિક ઃ ઊર્ધ્વ અધો અને તીર્છા એ ત્રણ દિશામાં અથવા જમણી ડાબી અને પીઠ પાછળની એ ત્રણ દિશામાં જોવાનું વર્જ્ય રાખી અર્થાત્ નિષેધ કરીને, પ્રભુજીની સન્મુખ ચૈત્યવંદન માટે આસનસ્થ થઈ, પ્રભુજીની સાથે નયનોનું તારામૈત્રક રચવું; એ ત્રિદિશનિવૃત્તદષ્ટિત્રિક છે. પ્રભુજીને ત્રણ વખત પંચાંગ પ્રણામ કર્યા પછી ચૈત્યવંદન કરવા માટેની મુદ્રા ધારણ કરવા સાથે આ ત્રિકની પાલના કરવાની હોય છે. ૭) ભૂમિપ્રમાર્જનત્રિક : પ્રભુજીને ત્રણ ખમાસમણા દેવા સાથે કે ભાવપૂજા ચૈત્યવંદન પૂર્વે સાધુ ભગવંત વડે રજોહરણથી અને શ્રાવક વડે ઉત્તરાસંગ(પ્રેસ) વડે ત્રણ વખત પ્રમાર્જન કરવા દ્વારા જે ભૂમિશુદ્ધિ કરવામાં આવે છે તે ભૂમિપ્રમાર્જન ત્રિક છે. ૮) આલંબનત્રિક : પ્રભુજી પાસે ચૈત્યવંદન કરતાં, જે સૂત્રાદિક બોલવામાં આવે, તેના અક્ષરો જે હસ્વ (લઘુ) કે દીર્ઘ (ગુરૂ) હોય તે તેવી રીતે ન્યૂનાધિક રહિતપણે તેના પદ, સંપદા, પ્રમુખનું લક્ષ્ય રાખીને સ્વનું અસ્તિત્વ, આત્માના હોવાપણાને સૂચવે છે. પોતાપણું એટલે કે સ્વત્વ અને સ્વ ગરિમા-સ્વૌરવ-સત્વ પણ આત્માના અસ્તિત્વને સૂચવે છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ 315 - હૃદય નયન નિહાળે જગધણી બોલવા, તે ઊર્ણાલંબન કે વર્ણાલંબન કહેવાય છે. એ વર્ગોના ઉચ્ચારણની સાથે સાથે તેના અર્થનું હૃદયમાં ચિંતવન થતું જવું તે અર્થાલંબન છે. પ્રભુપ્રતિમાના ચક્ષુયુગ્મ સાથે દષ્ટિથી દૃષ્ટિ મિલાવી તારામૈત્રક રચીને કરવું તે પ્રતિમાલંબન છે. - ભક્તની ભાષામાં વિચારીએ તો, પ્રીતિથી પ્રભુજીની સન્મુખ થવાય. મુદ્રા ધારણ કરી, આસનસ્થ થવા સાથે, પ્રભુજીને હૃદયસ્થ કરાય, ઊર્ણ (વણી એટલે પ્રભુનામમાં રમાય, અર્થ એટલે પ્રભુજીના ગુણમાં ગદ્ગદિત થવાય, પ્રતિમાલંબનથી પ્રભુમય થવાય. પછી સ્વય થવાથી આલંબનમાંથી નિરાલંબનમાં જવાય. અને ત્યારે “જિનપદ નિજપદ એક થાય.' જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ...” ૯) મુદ્રાસિક ઃ હાથની દશે આંગળીઓને માંહોમાંહે ભીડીનેઆંતરીને કમળના ડોડા પેઠે બન્ને હાથ રાખી બન્ને કોણીઓ પેટ ઉપર સ્થાપવાથી “યોગમુદ્રા' રચાય છે. આગળના ભાગમાં બે પગ વચ્ચે ચાર આંગળનું અને પાછળના એડીવાળા ભાગમાં તેનાથી કાંઈક ઓછું અંતર રાખી, બે બાહુઓને શરીરની સમાંતરે રાખી, બે પગ ઉપર ઊભા રહેવું તે “જિનમુદ્રામાં છે. બન્ને હાથની આંગળીઓને આંતર્યા વિના વચ્ચે પોલાણ રહે એ રીતે સંપૂટાકારે કે છીપના આકારે, બે હથેળીઓને ભેગી રાખીને કપાળને અડીને કે કપાળ સન્મુખ રાખવી તે ત્રીજી “મુક્તાશુક્તિમુદ્રા' કહેવાય છે. ડાબો ઢીંચણ ભૂમિથી કાટખૂણે ઊભો રાખીને અને જમણો ઢીંચણ ભૂમિને સ્પર્શે એમ પગને ભૂમિની સમાંતરે પાછળ વાળીને બે હાથ શંભુ એટલે સમભુ અર્થાત્ શિવ. એ સમભુ પાંય ભૂતની ભેગાં ભેળો થયો એટલે શંભુમેળો થયો. એથી જ જે સમભુ હતો તે વિષમભૂ થયો. Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 316 પ્રણામની .યોગમુદ્રામાં જોડી પ્રભુજીની સન્મુખ આસનસ્થ થવું તે ‘ચૈત્યવંદનમુદ્રા’ છે. ભાવપૂજા-ચૈત્યવંદન, ચૈત્યવંદનની મુદ્રામાં કરવામાં આવે છે. ચૈત્યવંદન દરમ્યાન ‘જાવંતિ ચેઇઆઇ’, ‘જાવંત કેવિ સાહ્’ અને ‘જયવીયરાય . (પ્રાર્થના) સૂત્ર’નું ઉચ્ચારણ ‘મુક્તાશુક્તિમુદ્રા’માં કરાતું હોય છે. કાયોત્સર્ગ‘કાઉસગ્ગમુદ્રા’ એટલે કે ‘જિનમુદ્રા'માં કરવામાં આવે છે. ૧૦) પ્રણિધાનત્રિક : ‘જાવંતિ ચેઈઆઈં’, ‘જાવંત કેવિ સાહ્’ અને આભવમખંડા સુધી બોલાતું ‘પ્રાર્થના સૂત્ર-જયવીયરાય' એ ત્રણ પ્રણિધાનત્રિકના નામથી ઓળખાય છે. અથવા મન-વચન-કાયાની એકરૂપતાપૂર્વકની એકાગ્રતાથી એક-મના થવું તે પ્રણિધાન છે. ‘જાવંતિ ચેઇઆઇં’ સૂત્રથી ચૈત્યની વંદના દ્વારા અરિહન્તપદ અને સિદ્ધપદનું લક્ષ્ય-પ્રણિધાન કરાય છે. એ પ્રણિધાનની પૂર્તિ માટે સાધુ ભગવંતોની વંદના ‘જાવંત કેવિ સાહ્’ સૂત્રથી કરવા દ્વારા સાધુપદનું પ્રણિધાન કરાય છે. આ બંને પ્રણિધાનની પૂર્તિ માટે પ્રભુજી પાસેથી એમના પ્રભાવે ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફલસિદ્ધિ આદિની માંગણી ‘જયવીયરાય’ પ્રાર્થનાસૂત્રથી કરાય છે. આમ યથાર્થ રીતે આ ત્રણ સૂત્રોના ઉચ્ચારણને પ્રણિધાનત્રિક કહેવાય છે. પાંચ અધિગમ-Five Code of Conduct-આચાર સંહિતા ઃ ધર્મકરણી-શુભકરણી માટે દેવગુરુ પાસે જતાં જે આચાર સંહિતાની પાલના કરવાની છે તેને અધિગમ કહેવાય છે. એના પાંચ પ્રકાર છે. સહુએ દેવગુરુની ઉપાસનામાં આ પાંચ પ્રકારના અધિગમની પાલના કરવાની હોય છે. શિષ્ટાચાર જાળવવાનો હોય છે. અધ્યાત્મમાં ગમન આશ્રિતતા છે તેથી આશ્રમની વ્યવસ્થા છે. જ્ઞાનીઓને આશ્રમનો પણ શ્રમ હોતો નથી. Page #376 -------------------------------------------------------------------------- ________________ 317 : હૃદય નયન નિહાળે જગધણી કરાવનારા, આધ્યાત્મિક પુરુષો પ્રતિ, ગમન કરતાં જાળવવાના નિયમો હોવાથી તેને અધિગમ કહેવાય છે. ૧) સચિત્તદ્રવ્યનો ત્યાગ ૨) અચિત્તનો અત્યાગ ૩) મનની એકાગ્રતા-ચિત્તની શાંતતા સ્થિરતા ૪) એક સાડી એટલે કે સીલાઈ વિનાનું અને સાંધા વિનાનું અખંડ ઉત્તરાસંગ ધારણ અર્થાતુ ખેસ ધારણ કરવો કે જેના વડે ભૂમિ પ્રમાર્જન થઈ શકે તથા ઉચ્ચારણ સમયે જયણા સાચવી શકાય. ૫) પ્રભુજી દૃષ્ટિ સન્મુખ થતાં મસ્તક નમાવી.અંજલિબદ્ધ કરવાનો નમનવિધિ. આ પાંચ પ્રકારના વિનયાચારની પાલના એ જ પાંચ અધિગમ. આ શિષ્ટાચાર છે. જો રાજા દર્શનાર્થે પધારેલ હોય તો તે રાજાએ, રાજાધિરાજ રાજરાજેશ્વરના જિનાલયમાં પ્રવેશ પૂર્વે તલવાર આદિ શસ્ત્રો, મુગુટ, છત્ર, ચામર, મોજડી વિગેરેનો ત્યાગ કરવાનો શિષ્ટાચાર પાળવાનો હોય છે. દાસીડયું અને પ્રીયંતાં પ્રીયંતાં ! પુણ્યાગાં પુણ્યાવહ ! ના ભાવપૂર્વક પ્રવેશ કરવાનો હોય છે. ' , બાહ્ય-અત્યંતરથી પવિત્ર બનીને, હરખભેર, દશત્રિક અને પાંચ અધિગમ જાળવવાપૂર્વક જિનમંદિર-દેરાસરમાં પ્રવેશતા ઘૂરી એટલે પ્રથમ તો એક-મના શાંતચિત્ત થઈ જવું જોઇએ. કહ્યું છે કે.. I fબનેલુ શર્ત ચિત્તા જિનેશ્વર દેવો પ્રતિ કુશળ ચિત્ત એટલે કે હાર્દિક સદ્ભાવના ધરાવતું ચિત્ત હોવું જોઈએ, જેથી જિનેશ્વર ભગવંતના દર્શન-વંદનપૂજન-કીર્તન કુશળતાથી થાય. કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે સુવિધિ૦૩ ભગવાન આત્મા દેહાલયમાં ગર્ભિત છે તેથી ભયભીત છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 318 પાઠાંતરે ‘અક્ષત’ની જગાએ ‘અષ્યત’ યા ‘અક્ષર', ‘સાખી’ની જગાએ ‘સાખી' ‘સુગંધી’ની જગાએ ‘સુગંધો’, ‘ઇમ’ની જગાએ ‘એમ’ એવો પાઠફેર છે. શબ્દાર્થ : વર એટલે શ્રેષ્ઠ અને સાખી એટલે સાક્ષી પણ એટલે પાંચ શ્રેષ્ઠ પ્રકારના સુગંધિત ૧) કુસુમ-પુષ્પો, ૨) અક્ષત-ચોખા ૩) વાસક્ષેપ-સુવાસવાળું ચૂર્ણ-ચંદનચૂર્ણ ૪) ધૂપ ૫) દીપ એવી પાંચ પ્રકારની પૂજા મનને હાજર રાખીને અર્થાત્ ભાવપૂર્વક કાયા (અંગ) વડે પ્રભુજીના અંગને સ્પર્શીને કે અંગને અનુલક્ષીને પ્રભુ સન્મુખ કરવાની છે, એમ જે આગમશાસ્ત્રો-સિદ્ધાંતમાં કહેલ છે તે ગુરુમુખે સાંભળ્યું છે. અથવા તો આવી પાંચ પ્રકારની પ્રભુજીની પૂજા જે આગમગ્રંથોમાં કહી છે, તે ગુરુમુખેથી સાંભળીને તેને ધારણ કરી વિધિપૂર્વક તે કરવી. લક્ષ્યાર્થ-વિવેચન : કવિરાજ આ ત્રીજી કડીમાં પંચોપચારી પૂજાની વિગત વર્ણવે છે. શ્રેષ્ઠ, તાજા ખીલેલાં સુવાસિત પુષ્પોથી પ્રભુજીની પુષ્પપૂજા કરવાની હોય છે. પ્રભુજીને પુષ્પાર્પણ એ ભક્તના પ્રેમનું પ્રતિક છે અને પ્રભુજીની પ્રભુતા અને ગુણસુવાસનું અભિવાદન છે. પુષ્પને પ્રભુપૂજામાં પ્રયોજવાથી અને પુષ્પને પ્રભુજીની સ્પર્શના થતી હોવાથી પુષ્પને ઉપકારક થાય છે. પ્રભુપૂજામાં ઉપયોગી બનનાર પુષ્પનો જીવ ભવ્ય છે એવું અનુમાન કરી શકાય. શ્રેષ્ઠ જાતના સુગંધીદાર, અખંડ, ઉત્તમ, અક્ષત (ચોખા)થી ભગવાનની પૂજા બે પ્રકારે થાય છે. એક તો અક્ષત વડે સ્વસ્તિક આલેખીને પ્રભુજી પાસે તિર્યંચ, નારક, દેવ, મનુષ્યગતિરૂપ સંસાર ગતિ છે તેથી ગત્યાનુસારી મતિ ઊભી થાય છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ 319 . હૃદય નયન નિહાળે જગધણી 卐 પરિભ્રમણમાંથી છૂટવાની માંગણી કરાય છે અને તે માટે સ્વસ્તિકની ઉપર ત્રણ ઢગલી તથા સિદ્ધશિલા આલેખીને રત્નત્રયી-દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિની પ્રાર્થના કરાય છે. વળી અક્ષત વડે અષ્ટમંગળનું આલેખન મંગળરૂપ પણ ગણાય છે. આ સ્વસ્તિકના આલેખન દરમ્યાન ભાવના પણ ભાવી શકાય છે, જે અક્ષતપૂજાના દુહામાં વ્યક્ત થાય છે. ઉપરાંત ભાવના ભાવી શકાય કે વર્તમાનમાં તિર્યંચગતિથી છૂટેલો, નરકગતિના તાપ અને ત્રાસથી ઉગરેલો, દેવગતિના ભોગવિલાસથી બચેલો, મનુષ્યગતિને પામેલો, રત્નત્રયીથી જોડાયેલો, રત્નત્રયીની પરાકાષ્ટાની આરાધના કરી સિદ્ધશિલા ઉપર સાદિ-અનંતકાળ સિદ્ધપદે બિરાજમાન થાઉં ! અક્ષત પોતે જ અક્ષતતા શ્રેષ્ઠતા અને સુવાસિતતાનું પ્રતીક છે. સ્વસ્તિક શબ્દમાં પણ સ્વ અસ્તિથી અર્થાત્ પોતાના સ્વરૂપ સાથે એકમેક થવાનો ભાવ ગુહ્યપણે રહેલો છે. આ પ્રકારનું અક્ષત આલેખન એ અગ્રપૂજા છે. અક્ષતથી જે બીજા પ્રકારે પ્રભુપૂજા થાય છે તેને અનુલક્ષીને અક્ષતપૂજાને અંગપૂજા તરીકે ઘટાવી હોય એવી સંભાવના છે. પ્રભુના જન્મકલ્યાણકની ઉજવણી .સ્વરૂપ, સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે ત્યારે કેશરચંદનયુક્ત અક્ષત વડે કુસુમાંજલિ આપવામાં આવે છે અને સુગંધિતચૂર્ણ સ્વરૂપ વાસક્ષેપથી યુક્ત અક્ષત વધાવી પ્રભુજીના વધામણા કરવામાં આવે છે. પ્રાતઃકાળે સૂર્યોદય સમયે પ્રભુજીના દર્શન-વંદન કરવાપૂર્વક આગલા દિવસના નિર્માલ્ય પુષ્પાદિને ઉતારી લેવા પહેલાં જે સુગંધિત ચંદનચૂર્ણ વડે પૂજા કરવામાં આવે છે તે વાસક્ષેપપૂજા છે. એ ઉત્તમ વર્ણ ઊભો થયો એટલે વર્ણઘારીના વર્ણન થવા માંડ્યા. Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 320 ગુણસુવાસ સૂચક છે. પછી સુગંધિત, દશાંગાદિ ધૂપથી અને શુદ્ધ સુવાસિત ગાયના ઘીથી પ્રદીપ્ત કરાયેલ દીપથી ધૂપપૂજા અને દીપપૂજાથી પ્રભુજીની ચોમેર સુગંધિત દેદીપ્યમાન વાતાવરણ કરવામાં આવે છે. પ્રચલિત પ્રણાલિકા પ્રમાણે આ પણ અગ્રપૂજા છે. પરંતુ જલપૂજા પછી અંગલૂછણા કર્યા બાદ અને વિલેપનપૂજા કરવા પૂર્વે ધૂપપૂજા થાય છે તેની ધુમ્રસેર પ્રભુજીના અંગને સ્પર્શતી હોવાથી એને અંગપૂજા કહી હોવાની સંભાવના છે. એ જ પ્રમાણે પ્રભુજીની ચંદનપૂજા, પુષ્પપૂજા અને મુગુટપૂજા બાદ પ્રભુજીને આરતી મંગળદીવો કરવામાં આવે છે. એ પ્રભુજીની અંગપૂજાના અનુસંધાનમાં થતી દીપ પૂજા છે, જે ગર્ભદ્વાર ઉપર પ્રભુજીની સન્મુખ કપુરપૂજા સાથે થતી હોય છે. કપુરની સુગંધ અને દીપકિરણો પ્રભુના અંગને સ્પર્શતા હોવાથી અને પ્રભુજીની દેદીપ્યમાનતામાં વૃદ્ધિ કરતા, હોવાથી આ દીપપૂજાને પણ અંગપૂજા ગણાવી હોય એવી સંભાવના છે. ધૂપપૂજા ગુણસુવાસ અને ગુણારોહણ સૂચક છે. દીપપૂજા જ્ઞાનપ્રકાશ સૂચક છે. • ' આવી જે પંચોપચારી અંગપૂજા આગમગ્રંથોમાં જણાવવામાં આવેલી છે, તે પૂજાની વિગત અને પૂજાવિધિ ગુરુમુખેથી સાંભળીને, સમજીને, વિધિસર આત્મસાક્ષીએ એટલે કે અંતઃકરણપૂર્વક કરવી જોઈએ. મન સાખીએ એટલે મન દઈને અર્થાત્ ચિત્ત લગાવીને આત્મસાક્ષીએ કરવા ફરમાવ્યું છે. કાયા અહીં પ્રભુપૂજામાં અને મન તહીં ક્યાંય બહાર એવી સ્થિતિ હોવી જોઈએ નહિ; એવો કવિવર્ય યોગીરાજશ્રીનો “મન સાખી રે.” શબ્દોથી અનુરોધ છે. એનું ફળ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે, આણાપાલણ ચિત્તપ્રસન્ની, ગતિ સુગતિ સુરમંદિર રે. સુવિધિ૦૪ સ્વભાવથી પોતે પોતાને જોવાનો છે અને નિમિત્તને જાણવાનું છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ 321 હૃદય નયન નિહાળે જગધણી 5 પાઠાંતરે ‘એહનું’ ના સ્થાને ‘એંહવો’, ‘દોયના' સ્થાને ‘દો', ‘પરંપર’ના સ્થાને ‘પરંપરે’ ‘પાલણ’ના સ્થાને ‘પાલગ’, ‘સુગતિ સુરમંદિર' ના સ્થાને ‘સુરમુગતિ’ એવો પાઠફેર છે. શબ્દાર્થ ઃ અનંતર એટલે તત્કાલ. પરંપર એટલે કાળક્રમે પરંપરાએ. આણાપાલન એટલે આજ્ઞાપાલન. મુતિ એટલે મુક્તિ-મોક્ષ. સુગતિ એટલે સદ્ગતિ. સુરમંદિર એટલે દેવવિમાન-દેવલોક-દેવગતિ. ઉપરોક્ત ગાથાઓમાં કરેલી ક્રિયાનું (એહનું) ફળ બે ભેદે (પ્રકારે) મળે છે એમ જાણવું. પહેલા પ્રકારનું તત્કાલ એટલે તરત જ મળનારું અનંતર-ફળ છે. પૂજનાદિ ક્રિયા કર્યા બાદ કાળક્રમે મળનારું તે બીજા પ્રકારનું પરંપરાએ મળતું પરંપર-ફળ છે. આજ્ઞાપાલન કર્યાનો સંતોષ અને પ્રાપ્ત થતી ચિત્તની પ્રસન્નતા એ તુરત જ મળનારું અનંતર-ફળ છે. દેવગતિ અને પછી મળતી મનુષ્યગતિરૂપ સદ્ગતિની તથા તે મનુષ્યલોકમાં થતાં મોક્ષથી પ્રાપ્ત થતી મુક્તિગતિ એ કાળક્રમે મળતું પરંપર-ફળ છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ અત્યંત દુર્લભ એવા દેવાધિદેવના દર્શન મળ્યાં છે. વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, નિરીહ, નિર્વિકલ્પ, જિનેશ્વરના દર્શન થતાં જ એ દેવ ગમી ગયા છે અને હૈયે વસી ગયા છે. એ દેવદર્શનની દુર્લભતા અને દિવ્યતાથી આકર્ષાઈને પ્રભાવિત થયા છીએ. પ્રભુજીની પ્રભુતાથી પ્રભાવિત આપણે એનું શરણ સ્વીકારીને મનોમન એવી પ્રભુતાને વાંછીએ છીએ. તેથી એ પ્રભુજીની પૂજારૂપ શુભકરણીમાં પ્રવૃત્ત થઇએ છીએ. પ્રભુતા ગમી છે અને પ્રભુ થવું છે-એના જેવા બનવું પરિણામની શુદ્ધિ એ મોક્ષમાર્ગ છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 322 છે માટે એમના શરણને સ્વીકાર્યું છે. એના સિવાય બીજી કોઈ આશાઈચ્છા-અપેક્ષા નથી. અવિનાશીતા ગમી છે અને અવિનાશી બનાવનારા, અવિનાશી પરમાત્મા મળી જતાં અવિનાશી સાથે જોડાણ કર્યું છે. જોગ મળ્યો-જોડાણ થયું અને તેનાથી જોડાણને સ્થાયી બનાવવાની ક્રિયા થઈ. જે ક્રિયા થઈ તે અવિનાશીના આલંબનથી થઈ તેથી તે શુભકરણી છે. કરણી છે એટલે કર્મ છે અને તેથી કર્મબંધ છે. કર્મબંધથી મળતું ફળ કર્મ ઉદયમાં આવે ત્યારે કાળક્રમે વાયદેથી મળતું ફળ છે, તેથી તે પરંપર ફળ છે. ક્રિયમાણતામાંથી અક્રિયતામાં જઈએ એટલે કે કર્મબંધ થાય જ નહિ અને સર્વથા કર્મથી મુક્ત થઈ જવાય તે તત્કાલ રોકડેથી મળતું ફળ, મુક્તિ છે. એવું ફળ નાગકેતુને મળ્યું હતું. સામાન્ય રીતે મુક્તિફળ સહુને તત્કાળ રોકડું મળતું નથી. મુક્તિ મળતાં પહેલાં વચમાં દેવનો એક ભવ કરી, ફરી મનુષ્યભવમાં આવી મુક્તિ મેળવાય છે, તેથી મુક્તિનું ફળ પરંપરા છે. વળી દેવ અને માનવભવનું ફળ પણ ફરી જ્યારે કર્મ ઉદયમાં આવે, દેવગતિ ને મનુષ્યગતિ મળે, ત્યારે મળતું હોય છે, તેથી તે પણ વાયદેથી મળતું પરંપર-ફળ છે. ટૂંકમાં કાળક્રમે કર્મ ઉદયમાં આવે ત્યારે મળતું ફળ પરંપરફળ છે. પરંતુ શુભકરણી કરવાની જે આજ્ઞા હતી, તે આજ્ઞાનું પાલન કરવાથી આજ્ઞા પાલનનો આત્મસંતોષ થયો, તે દરમ્યાનમાં અશુભકરણીથી બચાવ થયો તે નિષેધાત્મક ફળ અને કષાયની ઉપશમતારૂપ સમતા, શાંતિ તથા ચિત્તની પ્રસન્નતાનો તત્કાલ યુગપ મળતો રોકડો લાભ એ અનંતર ફળ છે. ગુણારોહણ ક્રમ સાપેક્ષ વિચારણા કરીએ તો સમ્યકત્વની પ્રાપ્તિ એ અનંતરફળ છે અને સર્વજ્ઞત્વ ને સિદ્ધત્વની પ્રાપ્તિ એ પરંપર ફળ છે. ફળની ઈચ્છા રાખતા નથી અને ઈચ્છા રહિત નિરીહ, વીતરાગ વિસદશપર્યાયધારામાંથી ઉપયોગને સદશપર્યાયધારામાં લઈ જવાનો છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ 323 - હૃદય નયન નિહાળે જગધણી થવા માંગીએ છીએ તે મુક્તાફળ એટલે કે મુક્તિ સહજાસહજ મળતી નથી. એને માટે વધુ પ્રયત્નોની અને સમતાગુણ કેળવવાની આવશ્યકતા હોય છે. ધર્માનુષ્ઠાન-શુભકરણીથી સમતા આવવી એ અનંતર ફળ છે, જે પરંપરાએ કાળ પરિપક્વ થયેથી મુક્તિ આપનાર બને છે.. જો કરણીનું ફળ, કરણીથી મુક્તિરૂપ કૃતકૃત્યતા નથી તો પછી એ કરણીનું ફળ, સંસારમાં રખડપટ્ટી જ છે; પછી ભલેને વચમાં દેવભવ કે માનવભવનો વિસામો મળી જતો હોય! કરવાપણા, થવાપણ, બનવાપણાથી છૂટી કૃતકૃત્ય થઈ હોવાપણામાં આવવું, તે જ કરણીનું ફળ છે; બાકી બધી મજૂરી છે-શ્રમ છે. શ્રમમાંથી આશ્રમ એટલે આત્માશ્રયમાં અને ત્યાંથી વિશ્રામ એટલે મુક્તિમાં જવું તે જ શ્રમની સાર્થકતા છે. - આ કડીમાં યોગીવર્ય કવિશ્રી આનંદઘનજીનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, ભલે આડપેદાશરૂપે By Product માં દેવ-માનવના ભવ મળી જતાં હોય તો મળે, પણ પૂજનની આ શુભકરણીનું ફળ, મુક્તિ જ બનવું જોઈએ અને તે મુક્તિના લક્ષે જ થવી જોઈએ. બાકી જે શુભ કરણી શુદ્ધમાં લઈ નહિ જતી હોય તે કરણીને શુભ કહેવી કે કેમ એ એક યક્ષપ્રશ્ન છે ! એટલે જ તો આપણે ત્યાં ફળનો ક્રમ બતાવતા જણાવ્યું છે કે ભક્તિનું ફળ વિરતિ અને વિરતિનું ફળ મુક્તિ! અંતિમ પરિણામ એટલે અનંતતાની અર્થાત્ અનંત ચતુષ્કની પ્રાપ્તિ; જે સાચું ફળ છે. એ પરંપર એવા પરમફળની પ્રાપ્તિનું જ એક માત્ર લક્ષ રાખવાનું છે. એ મળતાં સુધીમાં એને મેળવી આપનારા ફળો, આનુષંગિક ફળ છે. ફળપૂજા કરતાં સિદ્ધશિલા ઉપર શ્રીફળ આદિ ફળ મૂકીએ છીએ. એ ફળપૂજા, “શ્રી” એટલે કેવલ્યલક્ષ્મી અને સિદ્ધગતિરૂપ અંતિમ-ફળ પ્રાપ્તિની સૂચક જેને અઘુવમાંથી હું પણું નીકળી જાય, તે જ ઘવમાં હું પણું કરી શકે અને ઘૂવથી અભેદ થઈ શકે. Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 324 છે. પૂર્વાચાર્યોએ શું આયોજન કર્યું છે ?!! આફરિન પોકારી જવાય એવી પૂજનક્રિયા અને પૂજનવિધિ છે !!! ફૂલ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નૈવેદ્ય ફલ જળ ભરી રે; અંગ-અગ્રપૂજા મળી અડવિધ ભાવે ભવિક શુભગતિ વરી રે. સુવિધિ૮૫ પાઠાંતરે “મળીને બદલે “મિલિને, અડવિધને બદલે “અદવિધ એવો પાઠફેર છે.. શબ્દાર્થ પઈવો એટલે પ્રદીપ-પ્રકાશ-દીપ. ગંધ એટલે સુગંધી પદાર્થ અત્તરાદિથી કરાતું વિલેપન અને કેશર-ચંદનપૂજા. નૈવેદ્ય એટલે સુંદર ભોજનથાળ અથવા પકવાન કે મીઠાઈ. અક્ષત એટલે છડેલા ચોખા-તંદુલ. અડવિધ એટલે વિધ વિધ આઠ પ્રકારની અષ્ટપ્રકારી. જળભરેલા કળશ વડે પ્રભુજીની પ્રક્ષાલ પૂજા અર્થાત્ જલાભિષેક, ગંધ એટલે કસ્તુરી, બરાસ, કેશર, ચંદનાદિથી કરાતી બરાસ કેશરપૂજા, ફૂલ એટલે પુષ્પપૂજા એવી ત્રણ પ્રકારની અંગપૂજા અને પછી પ્રભુ સન્મુખ રહી કરવામાં આવતી ધૂપ, દીપ, અક્ષત, ફલ, નૈવેદ્ય પૂજા જે પાંચ પ્રકારની અગ્રપૂજા છે તે; એમ આઠ પ્રકારની એવી, અષ્ટપ્રકારી પૂજા ભાવપૂર્વક કરનાર ભાવિક, ભક્ત શુભ ગતિ એટલે કે સદ્ગતિને વરે (પામે) છે.. લક્ષ્યાર્થ-વિવેચનઃ ત્રીજી ગાથામાં પંચોપચાર પૂજાવિધિ બતાવ્યા બાદ હવે યોગીવર્ય કવિશ્રી આ પાંચમી ગાથામાં અષ્ટપ્રકારી પૂજાવિધિ વર્ણવી રહ્યા છે. ૧. જલપૂજા : પ્રથમ પ્રભુજીને જલથી ભરેલાં કળશો વડે પોતે પોતાની યીજને ઓળખે તો પછી પારકી ચીજને છોડવાનું કે તેથી છૂટવાનું દુઃખ ન થાય. Page #384 -------------------------------------------------------------------------- ________________ 325 - હૃદય નયન નિહાળે જગધણી અભિષેક કરવામાં આવે છે, તે પ્રથમની જલપૂજા છે. નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય ” એ પંચ પરમેષ્ઠિ નમસ્કાર સૂત્ર, જે સિદ્ધસેનદિવાકરસૂરિ રચિત છે; તેના ઉચ્ચારણપૂર્વક પ્રત્યેક આઠ પ્રકારની પૂજા કરવાની હોય છે. વળી પ્રત્યેક પૂજાના દુહા છે. ' જલપૂજાના દુહા જે જલાભિષેક વખતે બોલવાના છે તે આ પ્રમાણે છે. મેરૂશિખરે નવરાવે હો સુરપતિ, મેરૂશિખરે નવરાવે, જન્મકાળ જિનવરજકો જાણી, પંચરૂપ કરી આવે તો સુરપતિ.” “રત્નપ્રમુખ અડજાતિના કળશ, ઔષધિ ચૂરણ મિલાવે, ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હો સુરપતિ.” - “એણી પરે જિન પ્રતિમાકો નવણ કરી, બોધિબીજ માનું વાવે; અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો સુરપતિ)” આ ત્રણ દુહા ક્ષીરસમુદ્રના જલના પ્રતીકરૂપ દુધનો પ્રક્ષાલ કરતાં બોલવાના હોય છે. દૂધની સાથે દહીં, ઘી, સાકર અને જલ મિશ્રિત કરી પંચામૃત બનાવવાની પ્રણાલિકા છે. વિશિષ્ટ પૂજા અઢાર અભિષેક કરતી વખતે બીજા ઔષધિ ચૂરણ-અત્તરાદિ પણ મેળવવામાં આવતા હોય છે. દેવ દેવેન્દ્રોએ મેરૂશિખર ઉપર જન્મતા જ પ્રભુજીના ઉજવેલા જન્મકલ્યાણક વેળા કરેલા જન્માભિષેકનું અનુકરણ છે. દુધનો પ્રક્ષાલ બાદ જલનો પ્રક્ષાલ કરતાં જલપૂજાનો દુહો બોલવામાં આવે છે, તે આ પ્રમાણે છે. ચેતન જ્ઞાનપ્રકાશ ફેલાવવા સિવાય કાંઈ કરતો નથી. બીજી ક્રિયામાં પોતાપણાની ભ્રાંતિ છે તે જ મિથ્યાત્વ છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી હ) 326 940 જ્ઞાનકળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર.” કળશ સમાન પરાકાષ્ટાના કેવળજ્ઞાનથી યુક્ત અને સમરૂપતા, વીતરાગતા-પ્રેમરસ-જ્ઞાનરસથી ભરપૂર એવા શ્રી જિનેશ્વર ભગવંતને નવરાવતાં-સ્નાન કરાવવા દ્વારા એ કર્મમલરહિતની કૃપાથી મારો પણ બધોય કર્મમલ ધોવાઈ જાઓ! હું પણ આપના જેવો વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, નિર્વિકલ્પ, નિષ્કર્મા, શુદ્ધ, પવિત્ર જ્ઞાન-આનંદ રસ સભર બની જાઉં! અથવા તો મારા પોતાના આત્મકળશ-આત્મકુંભને જ્ઞાનથી ભરી જ્ઞાનમય બનીને સમતારસથી છલકાવીને, જો હું શ્રી જિનને નવરાવું, તો હું પણ એ જલરસ-જલપૂજાથી મારા કર્મોને ચકનાચૂર કરી નિષ્કર્મા શુદ્ધ-પવિત્ર થાઉં ! અંતે ઉપરોક્ત ફળની માંગણીરૂપ દુહો છે.” જલ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલ પૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ.” જલપૂજા તથા પ્રત્યેક પૂજાના પ્રારંભમાં, તે તે પૂજાનો દુહો બોલીને નીચેના મંત્રનું ઉચ્ચારણ થાળી-ડંકાપૂર્વક કરાતું હોય છે. “૪ લીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં | ચંદન / પુષ્પ | ધૂપ / દીપ | અક્ષત / નૈવેદ્ય | ફલં યજામહે સ્વાહા.” ૨. ગંધપૂજા-ચંદનપૂજા ત્રિવિધ આધિ-વ્યાધિ-ઉપાધિના તાપથી. (અ) કિયાધર્મ એ વ્યવહારધર્મ છે જે સદ્ગતિદાયક છે. (બ) આત્માને ઓળખીને આત્મઘર્મમાં રહેવું તે નિશ્ચયધર્મ છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ 327 : હૃદય નયન નિહાળે જગધણી તેમજ કષાયોથી અશાંત આત્માને, એના મૂળ શીતળ શાંત-પ્રશાંતઉપશાંત સ્વભાવમાં લાવવાના ઉદ્દેશપૂર્વક, શાતાદાયી, શીતળ બનાવનાર ચંદનપૂજા અર્થાત્ બરાસપૂજા કે વિલેપનપૂજા; નીચેનો દુહો બોલવાપૂર્વક અને ઉપરોક્ત મંત્રોચ્ચારની વિધિ સાચવવાપૂર્વક, કરવામાં આવે છે. “શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ - આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. કેસર ચંદન ઘસી ઘણા કસ્તુરી બરાસ; જુગતે જિનવર પૂજિયા મયણાને શ્રીપાળ.” : : ત્યારબાદ આ ગંધપૂજા અંતર્ગત જ, સુગંધિત કેસર મિશ્રિત ચંદન વડે, જમણા હાથની પૂજાની આંગળીથી નખ કેસરવાળા ન થાય એ રીતે, કેસર લઈને નીચે મુજબના નવ દુહા બોલવાપૂર્વક દુહાના ભાવથી અત્યંત ભાવિત થઈ પ્રભુજીના નવ અંગ ઉપર નવાંગી પૂજા કરવામાં આવે છે. ૧) પ્રભુજીના જમણા-ડાબા ચરણઅંગુઠે પૂજા કરવા સમયે બોલવાનો દુહો. “જળભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂંજત, ઋષભ ચરણ અંગુઠો, દાયક ભવજલ અંત.” જેવી રીતે યુગલિકોએ સંપુટ પત્રમાં જલ ભરી, વિનમ્ર ભાવે વિનયપૂર્વક ચરણઅંગુષ્ઠ આપની પૂજા કરી હતી એવી રીતે ભવસાગરના અંતને આપનાર આપ ઋષભ/અજિત/પાર્શ્વનાથ/મહાવીર સ્વામીના ચરણના અંગુઠે હું પૂજા કરું છું ! આત્માએ આત્મામાંથી આત્મા વડે આત્મધર્મને પામવાનો છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 328 ૨) પ્રભુજીના જમણા-ડાબા ઢીંચણની પૂજા... “જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ; ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાનું નરેશ.” જાનુબળે, કાયોત્સર્ગ મુદ્રાએ, અપ્રમત્તદશામાં ઊભા ઊભા ધ્યાન ધરતાં કેવળજ્ઞાન મેળવનારા અને દેશવિદેશ વિચરતા અનેક ભવ્યાત્માઓનું કલ્યાણ કરનારા પ્રભુજીના પવિત્ર જાનુની પૂજા કરતાં પ્રાર્થના કરું છું કે મને પણ અપ્રમત્ત આરાધનામાં સહાયભૂત થનારું જાનુબળ પ્રાપ્ત થાઓ! - ૩) પ્રભુજીના જમણા-ડાબા કાંડાની પૂજા... “લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસી દાન; કરકાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિબહુમાન.” હે નાથ ! એકાવતારી એવા લોકાંતિક દેવોની વિનંતી સ્વીકારી એક વર્ષ સુધી છૂટે હાથે અને મુક્ત મને દ્રવ્યદાન દઈને ભવ્યાત્માઓના દુઃખ અને દારિદ્રને આપે છેદ્યા છે. હે નાથ! આપના પવિત્ર કરકાંડે અત્યંત ભાવભર્યા હૈયે બહુમાનપૂર્વક પૂજા કરતો, ભાવના ભાવું છું કે, હું પણ આપની આ પૂજાના ફળ સ્વરૂપે પરિગ્રહ (ધન)ની મૂછ ઉતારી દાન દેનારો થાઉં !' ૪) પ્રભુજીના જમણા-ડાબા સ્કંધ (ખભા)ની પૂજા... “માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત, ભૂજાબળે ભવજળ તર્યા, પૂજો બંધ મહંત.” છદ્મસ્થાવસ્થામાં પણ જ્ઞાનશક્તિથી અને વીર્યશક્તિથી મહાન (અ) આત્માએ પોતે, પોતાના વડે, પોતામાં પરિણમન કરવાનું છે. (બ) પોતે પોતાવડે પોતાનામાં પોતાનું સ્વરૂપ-પોતાનું પોત પ્રગટ કરવાનું છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ 329 - હૃદય નયન નિહાળે જગધણી એવા આપ, આપની મહાનતાનો અહં કર્યા વગર, આપબળે સ્વયં ભવસાગર, પાર ઉતરી અહમ્-ભગવાન થયા. જાણે કે બાહુબળે મહાસાગર તરી ગયા. મહા અંતને પામી મહંત બનાવનારા એ શક્તિવંત, આપના પવિત્ર સ્કંધોની પૂજા કરતાં, હું પ્રાર્થ છું કે, આપની આ પૂજાના ફળરૂપે હું મારા માનકષાય ઉપર વિજય મેળવી, અહમ્નો નાશ કરી અઈમ્ બનું! માનને હણી મહાન બને અને મહા અંત એટલે કે નિર્વાણને પામનાર મહંત બનું ૫) પ્રભુજીના મસ્તકે પૂજા કરતાં.... , “સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; , વસીયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂજંત.” સ્ફટિકમય પારદર્શક ઉજ્જવલ શ્વેત સિદ્ધશિલાની ઉપર, ચૌદ રાજલોકના શિખરે, લોકના ઉર્ધ્વ છેડે ભગવંત સ્થાયી થયા છે; તે કારણે આપના પ્રફુલ્લિત બ્રહ્મરંધ્ર (શિરશિખા)ની પૂજા કરતો થકી ભાવના ભાવું છું કે, આપ પ્રભુજીની મસ્તકપૂજાના ફલ સ્વરૂપ હું પણ લોકાગ્ર શિખરે સાદિ-અનંતકાળ સ્થાયી થાઉં ! ૬) પ્રભુજીના લલાટે પૂજા કરતાં... તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત.” તીર્થકર નામકર્મના વિપાકોદયના પુણ્ય પ્રભાવે પૃથ્વી, પાતાળ અને સ્વર્ગલોક, એ ત્રણે ભુવનના લોકો વડે સેવાતાં-પૂજાતાં જાણે ત્રિભુવનના તિલક હોય એવા શોભાયમાન, પ્રભુજીના ભાલ-કપાળ ઉપર તિલક એટલે પૂજા કરતો જાણે વિજયતિલક કરતો અને સ્વયંને વિજયતિલક પમાડતો હું મારી જાતને વિજયવંત અનુભવું છું! એ એવા આજ્ઞાચક્રની આત્મા એના મૌલિક સ્વરૂપમાં સંબંધ વિનાનો અદ્વૈત હોવાથી સંબંધની છઠ્ઠી વિભક્તિ આત્માને લાગુ પડતી નથી. Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 330 પૂજા છે, કે જેના દ્વારા ભક્ત પોતાના આજ્ઞાચક્રની વિશુદ્ધિ અનુભવે છે. ૭) પ્રભુજીના કંઠે પૂજા કરતાં... “સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ, મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ.” જે કંઠેથી સોળ સોળ પ્રહર સુધી સુમધુર સ્વરમાં વહેતી વીતરાગવાણીને દેવો અને માનવો સાંભળે છે, એવા એ વિશુદ્ધચક્રે કરાતું તિલક મહામૂલ્યવાન છે, કેમકે એ વાણીના પરિણામે તીર્થની સ્થાપના, ધર્મની પ્રરૂપણા અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ છે. આ કંઠપૂજાના પ્રભાવે સાધક એવી ભાવના ભાવે છે કે મને વીતરાગવાણીનું શ્રવણ અને તેના ભાવને સમજવાનું અને પામવાનું સામર્થ્ય મળો. ૮) અનાહતચક્રે હૃદયે પૂજા કરતાં... “ “હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ; હિમ કહે વનખંડને, હૃદય તિલક સંતોષ.” ' જેવી રીતે હિમવર્ષા જે શીતળ છે પણ આખા વનખંડ-જંગલને બાળી નાંખે છે તેવી રીતે હૃદયમાં રહેલ શીતળતારૂપ ઉપશાંતતાના બળે, રાગ અને દ્વેષ, જે જગતને બાળનારા છે તેને જ આપે બાળી નાખ્યા એવા પ્રભુજીના ઉપશાંત હૃદયે પૂજાતિલક કરતા હું પણ હૃદયના તોષને-સંતોષને પામું ! ૯) નાભિકમલ-મણિપુરચકે પૂજા કરતાં... - “રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ; નાભિકમળની પૂજના, કરતાં અવિચળધામ.” સર્વોત્કૃષ્ટ સદ્ગતિ એ પંયમગતિ મોક્ષ છે જે ગતિ નથી પણ સ્થિતિ છે, તેને મેળવવાની છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ 331 હૃદય નયન નિહાળે જગધણી - જેમના નાભિકમળ રહેલ આઠ રુચક આત્મપ્રદેશરૂપ ચેતના પૂર્ણપણે વિકસિત થઈ છે અને જેમાં બધાંય સદ્ગુણો વિશ્રાંત પામ્યા છે, એવા અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતચારિત્રના સ્વામી પ્રભુજીના નાભિકમળ પૂજાતિલક કરતાં હું પણ અવિચળધામ-મુક્તિધામને પામું! આવા નવતત્ત્વના ઉપદેશક મોક્ષમાર્ગના પ્રરૂપક અને મોક્ષ પ્રદાયક પ્રભુજીના નવે અંગે ખૂબ ખૂબ રૂચિપૂર્વક પૂજા કરવાનો અનુરોધ કરતાં શુભવીર મુનિરાજ કહે છે.... - “ઉપદેશક નવતત્ત્વનાં, તેણે નવ અંગ જિણંદ, પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણદ.” ૩. પુષ્પપૂજા ઃ પુષ્પ એ પ્રફુલ્લતા, રંગ, મુલાયમતા, સુંદરતા અને સુવાસથી સભર હોવાથી પ્રેમનું પ્રતીક છે. એવા તાજગીભર્યા તાજા તાજા ખીલેલા, સુવાસથી મઘમઘતા, જોતાં જ મોહિત થઈ જવાય તેવા, ફૂલોથી પ્રભુની પૂજા કરવા વડે સમર્પિત ભાવ વ્યક્ત થાય છે. એ સાથે જ પ્રભુની પ્રભુતા અને પ્રભુજીની પરાકાષ્ટાની ગુણસુવાસનું અભિવાદન થાય છે. સમવસરણમાં ભાવજિનેશ્વર ભગવંત ઉપર પાંચ વર્ણના સુગંધી પુષ્પોની વૃષ્ટિ દેવદેવી કરતાં હોય છે. પ્રભુની પૂજાના કાર્યમાં કામ આવતા હોવાથી અને પ્રભુની સ્પર્શનાને પામતા હોવાથી ભક્ત દ્વારા ભગવાનની થતી ફૂલપૂજા કૂલ માટે ઉપકારક બને છે. આ પુષ્પના જીવો ભવ્ય છે એવી છાપ ઉપસી આવે છે. પુષ્પોની હાજરીથી વાતાવરણમાં જીવંતતા મહેસુસ થતી હોય છે. મંત્રોચ્ચાર સહિત પુષ્પપૂજા કરતા બોલવાનો દુહો છે... છાશમાં તરતા માખણની જેમ સંયોગોની વચ્ચે પણ સંયોગો અને તેની અસરથી અળગા રહેવું તે મોક્ષમાર્ગ છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી ‘સુરભિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ; સુમનજંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ.’’ “પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર; રાજા કુમારપાળનો, વર્ષો જય જયકાર.’’ “પાંચ કોડીના ફુલડે, પૂજ્યા ત્રિભુવનપાળ; શુભ પુણ્યથી તે થયા, કુમારપાલ ભૂપાળ.” ‘વિવિધ સુગંધી ફુલની, ગૂંથીએ સુંદર માળ; પ્રભુ કંઠે પહેરાવતાં, વરીએ શિવવધુ માળ.” 332 અખંડ સુગંધીત કુસુમ લઈને, સંતાપ રહિત, પુષ્પ જેવા પ્રસન્ન ને શુભમન-(સુમન)થી, સુમનપૂજા (પુષ્પપૂજા) કરવાની હોય છે. પ્રભુપૂજામાં સમર્પિતતા પ્રગટે છે તેમજ પુષ્પના જીવ ઉપર ભવ્યત્વની છાપ પડે છે, તેમ પૂજક ભક્ત ઉપર પણ સમકિત પ્રાપ્ત થવાની એંધાણીરૂપ આ પુષ્પપૂજા છે. આમ ત્રણ પ્રકારે અંગપૂજા કર્યા બાદ પાંચ પ્રકારની અગ્રપૂજા, પ્રભુજીની આગળ ગભારાની બહાર પ્રભુ સન્મુખ રહીને કરાતી હોય છે. ૪. ધૂપપૂજા : દશાંગ, લોબાન આદિનો ધૂપ કરીને અથવા તો ચંદન, કેવડો, અગર, મોગરો, દશાંગ, ગુલાબની સુગંધ ધરાવતી ધૂપસળીઅગરબત્તીથી પ્રભુજીની ધૂપપૂજા મંત્રોચ્ચાર સહિત નીચેના દુહા બોલવાપૂર્વક કરવામાં આવે છે. જ્ઞાનનું કષાયરૂપ વિકારી પરિણમન ન થતાં જ્ઞાનભાવે ઉપશમભાવમાં પરિણમન થાય તો શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટે. Page #392 -------------------------------------------------------------------------- ________________ 333 x હૃદય નયન નિહાળે જગધણી ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ-નયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ.” અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી, અમે ધૂપઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી, અમે ધ્યાન તમારું ધરીએ રે, ઓ મન માન્યા મોહનજી, અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી, નહિ કોઈ પ્રભુજીની તોલે રે, ઓ મન માન્યા મોહનજી.” જિનેશ્વર ભગવાનની ધૂપપૂજા કરતો થકો હું જિનસ્વરૂપના ધ્યાનની ઘટા પ્રગટાવી, મારા નયનોને એટલે કે સમ્યગ્દષ્ટિને વામી-દાબી દેનારી મિથ્યાત્વરૂપી દુર્ગંધને દૂર કરીને આત્મસ્વરૂપને પ્રગટ કરું! - સમકિતની પ્રાપ્તિ એ પ્રભુપૂજાનું મળવું જોઈએ તેવું અનંતર-ફળ છે. તેથી જ પૂજક ભક્તનું મન ગાઈ ઊઠે છે. કે. મોહનું હનન કર્યું હોવાથી આપ પ્રભુ અમારા મનને મોહી લેનાર અમારા મનના માનેલા માણીગર છો ! તેથી આપની ધૂપપૂજા કરીએ છીએ એ ધૂપની ઉર્ધ્વગામી ઘટાને અનુસરવા દ્વારા અમે પણ ઉર્ધ્વગામી થઈએ ! એ માટે હે પ્રભુજી! અમે આપનું અને આપના સ્વરૂપનું ધ્યાન ધરીએ કે જે અમારું પણ સ્વરૂપ છે પણ વર્તમાનમાં તે તિરોહિત છે. બધું કરીએ પણ છેવટે આપનું શરણ સ્વીકાર્યા સિવાય અમારો છૂટકારોઅમારા ભવભ્રમણનો અંત નથી. મારા પ્રભુજીની બરોબરી કરી શકે એવું આ જગતમાં કોઈ નથી. ઊંચો પ્રભુ તું ઊંચે. નીચો હું પ્રભુ નીચે. પૂરો તે પ્રભુ પરમ. ત્રિકાળ તત્ત્વનો સ્વીકાર એજ પારમાર્થિક સત્ય છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 334 અધૂરો હું પ્રભુ અધમ. તું પૂજ્યની હું પૂજા કરું. તું ગુણીના હું ગુણ અનુમોદું ! ધૂપસળીના ધૂપના ઉર્ધ્વ સ્વભાવ જેવા, મારા આત્માના ઉર્વસ્વભાવનું પ્રગટીકરણ કરતો થકો, ઉપર ઉપરના ગુણસ્થાનકને સ્પર્શતો, ગુણસુવાસથી ઉપર ઉઠતો, પુદ્ગલ સંગે મૂર્તિ બનેલો, તું અમૂર્તની આ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરી, તું અરૂપીનું રૂપ નિહાળતાં નિહાળતાં, તું અનામીનું નામ લેતાં લેતાં; સ્વયં અનામી-અરૂપી-અમૂર્તિ બની તારા સાચા દર્શન, વંદન, પૂજન કરું ! પદીપપૂજા ધૂપપૂજાના અનુસંધાનમાં દીપ પ્રગટાવી દીપપૂજા, મંત્રોચ્ચારપૂર્વક નીચેનો દુહો બોલવા સહિત દીપપૂજા કરવાની હોય છે. “દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક.” * એક નાનકડા દીવાને પ્રગટાવવાની દ્રવ્ય ક્રિયા કરવાથી, જેમ અંધકાર ટળી જઈને પ્રકાશ ફેલાઈ જાય છે, તેમ સુવિવેક એટલે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અર્થાત્ પ્રજ્ઞાના પ્રાગટ્યથી દુઃખની અસરો ફોક થઈ જાય છે. કર્મોના ઉદયે કરીને દુઃખ આવે તો છે પણ પ્રજ્ઞાનું પ્રાગટ્ય થવાથી તે દુઃખો પ્રજ્ઞાવતને દુઃખી કરી શકતા નથી. પૂજાનું આ અનંતર ફળ છે. આગળ ઉપર ભાવદીપક એટલે કે કેવલદર્શન-કેવલજ્ઞાન પ્રગટ થતાં તો લોક અને અલોક સહિતનું સમગ્ર આકાશ, એમાં અવગાહના લઈને રહેલા પદાર્થો સાથે તથા તે સર્વપદાર્થોમાં રહેલાં ભાવો સહિતનું દીવો ઉજાસ પાથરે. દીવો કાંઈ વસ્તુ લે મૂક કરે નહિ. જ્ઞાનનું પણું એવું જ છે. પ્રકાશ પાથરે કાંઈ કરે નહિ. Page #394 -------------------------------------------------------------------------- ________________ 335 v ઇદય નયન નિહાળે જગધણી સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ જ્ઞાન થાય છે. એ ભાવદીપકના ભાવપ્રકાશજ્ઞાનપ્રકાશમાં લોકાલોક-બ્રહ્માંડ સમગ્ર જ્યાં છે ત્યાં, જેમ છે તેમ અને જેવું છે તેવું ભાસે છે એટલે કે દેખાય છે-જણાય છે. તેથી જ ભાવુક ભક્તના હૈયેથી પ્રાર્થના પ્રગટે છે કે.. “અંધારે અથડાતો આ આતમ, તું પરમાતમ પ્રકાશ પાસે આવી, પ્રકાશ પ્રગટાવી પ્રકાશને પ્રાર્થતો મુજ ઉર અંધકારે પ્રકાશ પ્રગટાવો!” ૬. અક્ષતપૂજા: ધૂપદીપપૂજાના અનુસંધાનમાં ત્રીજી અગ્રપૂજા અક્ષતપૂજા છે. મંત્રોચ્ચાર સહિત નીચેના દુહા બોલવાપૂર્વક અક્ષયપદને આપનારી જેનધર્મની આગવી કહી શકાય એવી અક્ષતપૂજા ભાવપૂર્વક કરવાની હોય છે. “શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ.” “અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફળ માંગું પ્રભુ આગળ, તાર તાર મુજ તાર. સાંસારિક ફલ માંગીને, રડવડ્યો બહુ સંસાર; અષ્ટ કર્મ નિવારવા માંગું મોક્ષફળ સાર. ' ચિંહુ ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ; પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિ કાળ. દર્શન-જ્ઞાન-ચારિત્રનાં, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર.” - ભારતીય સંસ્કૃતિમાં અક્ષત શુકનવંતા ગણવામાં આવ્યા છે. શુભ પ્રસંગોમાં વિશિષ્ટ અક્ષતનો વિશિષ્ટ રીતે ઉપયોગ થતો હોય છે. વિજય (અ) અજ્ઞાનદશામાં કર્મોને વિપાકોદયથી ભોગવવા પડે તે સંસારમાર્ગ છે. • (બ) જ્ઞાનદશામાં રહીને કર્મો પ્રદેશોદયથી ભોગવાઈ જઈ સુરસુરિયાં થઈ ખરી પડે તે મોક્ષમાર્ગ છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 336 કે બહુમાન તિલક કર્યા બાદ તિલક ઉપર અક્ષત લગાડી અક્ષતપૂજા દ્વારા અક્ષતતા-અમરતા-ચિરંજીવતાની વાંછના થતી હોય છે. શુદ્ધ થવું છે, અખંડ બનવું છે, અક્ષત રહેવું છે અને વિશાળ એટલે વ્યાપક, સ્થાયી, શાશ્વત આનંદના આવર્ત-પરિસરમાં રહેવું છે, તો એના પ્રતીકરૂપે સર્વ દુન્યવી ઉપાધિ ટાળીને સમાધિમાં રહી, શુદ્ધ, શ્વેત સુગંધી, અખંડ અક્ષત એટલે કે છડેલા ચોખા જે ફરી ઉગનાર ને ફળનાર નથી, એવા અજન્માના સંકેત સમા ચોખાથી વિશાળ નંદાવર્ત-સ્વસ્તિક આલેખતા ઉપરના દુહાની ભાવનાથી ભાવિત થતાં પ્રભુજીની સન્મુખ થાઓ અને સંસારથી વિમુખ થાઓ ! નંદાવર્તના આઠ વળાંક માટે જ્ઞાનીપુરુષોનું કહેવું એવું છે કે સળંગ ઉપરાઉપરી મનુષ્યાવતાર વધુમાં વધુ સાતથી આઠ ભવ સુધી મળતો હોય છે અને સમ્યક્ત્વ થયા પછી જો એનું સાતત્ય રહે તો પ્રાયઃ વધુમાં વધુ નવ ભવમાં ભવ-નિસ્તાર પામી આત્મા સિદ્ધપદે-પરમાત્મપદે બિરાજમાન થાય છે. હે પ્રભો ! આપની આ અક્ષતપૂજા કરતો થકો હું મને પ્રાપ્ત માનવ અવતારને સફળ કરી રહ્યો છું ! આ અક્ષતપૂજાનું ફળ તારી આગળ માંગી રહ્યો છું કે તું હવે મને તાર તાર તાર! મારો ભવ-નિસ્તાર કર !!! અત્યાર સુધીમાં કરેલી ક્રિયાઓના ફળરૂપે સાંસારિક લાભ માંગી માંગીને બહુ બહુ કાળથી સંસારમાં ઘણું ઘણું રઝળ્યો છું અને ભિખારીનો ભિખારી માંગણિયો જ રહ્યો છું ! થાકી ગયો છું ! આ રખડપટ્ટીથી સર્યું હવે ! – બસ થયું ! હવે આ પૂજાના ફળરૂપે મારા આઠેય કર્મોનો સર્વથા નાશ થાય જેને પોતાની જ ભૂલ દેખાય અને જગત આખું નિર્દોષ જણાય તે પરમ સજ્જન છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ 337 - હૃદય નયન નિહાળે જગધણી અને એના સારરૂપ મારો મોક્ષ થાય એ જ પ્રભુજી આપની પાસે માંગે સંસારમાં તો જન્મ-મરણના કારમા દુઃખોની જંજાળમાં ફસાયેલા રહી ચારેય ગતિમાં ભમતા ભટકતા અથડાતા કૂટાતા જ રહેવાનું છે. * પંચમગતિ એટલે સિદ્ધગતિએ-સમશ્રેણિએ સિદ્ધપદે અર્થાત્ પરમપદે બિરાજમાન થયા વિના ત્રણેયકાળનું શાશ્વત સુખ પ્રાપ્ત થનાર નથી. | દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીની આરાધનામાં જ સાર છે અને તેનાથી જ ભવ-નિસ્તાર છે. તેથી જ સ્વસ્તિક ઉપર પ્રતીકરૂપ દર્શનજ્ઞાન-ચારિત્ર રત્નત્રયીને હું આલેખું છું. દેવ, નારક, તિર્યંચ ગતિથી છૂટવાના પ્રતીકરૂપ એ પાંખડાઓને બહારની તરફ અંત બતાવવા વાળતો થકી મનુષ્ય ગતિના પ્રતિકરૂપ પાંખડાને દર્શનથી જોડવા સાથે ઇચ્છું છું કે.. - દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જોડાયેલો હું વીર્યંતરાયના ક્ષયોપશમથી દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચારની, પરાકાષ્ટાની પાલન કરતો થકો કેવળદર્શન-કેવળજ્ઞાન-અનંત સુખરૂપ કેવળ ચારિત્રને પામીને સિદ્ધશિલાની ઉપર મારો “શ્રી” એટલે કેવલ્ય” રૂપે વાસ થાય !!! સ્વ અસ્તિથી એકરૂપ બનાવનારી, સ્વસ્તિકના આલેખનથી કરાતી, આવી પ્રભુજીની અનુપમ રહસ્યમયી અક્ષતપૂજા છે. આવી પ્રભુ પૂજાનું આયોજન કરનારા જ્ઞાની પૂર્વાચાર્યો ઉપર ઓવારી જવાનું મન થાય તેવી આ પ્રભુપૂજા છે. ૭. નૈવેદ્યપૂજા ઃ પ્રભુ સન્મુખ આલેખન સ્વસ્તિક ઉપર સાકર, પતાસા, પકવાન, મિઠાઈ મૂકવા દ્વારા પ્રભુજીને નૈવેદ્ય ધરાવી, નૈવેદ્યપૂજા (અ) નામ અને રૂપની ખોટી ઓળખથી અળગા થવું પડશે. (બ) અનામી અને અરૂપી એવું આત્મસ્વરૂપ જે સ્વ છે તેની ઓળખ કરી વારંવાર એનું આલંબન લેવું જોઈશે. Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી મંત્રોચ્ચાર સહિત નીચેનો નૈવેદ્યપૂજાનો દુહો બોલવા પૂર્વક કરવાની હોય છે. “અણાહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈય અનંત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત.’’ 338 હે પ્રભો ! આપે સંસારનો અંત આણી સંત થઈ, સાદિ-અનંત સ્થિતિને પામી, અશરીરી થઇ શિવ થયા છો ! અશરીરી છો તેથી આપ અણાહારી છો ! જ્યારે અમે તો આહાર લઇ લઈને શરીર બનાવ્યા છે અને ધારણ કર્યાં છે. ધારણ કરેલાં શરીરને પાછા આહાર લઈ લઈને વધાર્યાં છે ને ટકાવ્યા છે. પુદ્ગલને પુદ્ગલનો આહાર જોઈતો હોવાથી આહાર એ પુદ્ગલના બનેલા દેહનો દેહધર્મ છે. છતાં અમે પણ અનંતીવાર અણાહારી બન્યા છીએ. પરંતુ તે એક દેહ છોડી બીજો દેહ ધારણ કરવા પૂર્વે, એક ગતિમાંથી બીજીગતિમાં જતાં, જ્યાં જ્યાં વળાંક આવે ત્યાં વિગ્રહ ગતિ દરમ્યાન એક સમય, બે .સમય કે ત્રણ સમય પૂરતા જ અણાહારી થયાં છીએ. શરીર ધારણ કરવા માટે અણાહારી થયાં પણ અશરીરી બનવા માટે અણાહારી ન થયાં. હે પ્રભુજી ! અમારું આવું વિગ્રહગતિનું અણહારીપણું આપની આ નૈવેદ્યપૂજાના ફળરૂપે દૂર કરી ઘો ! આ નૈવેદ્યપૂજાના ફળરૂપે અમારી આહારસંજ્ઞા દૂર થાઓ અને અશરીરી અવસ્થાની પ્રાપ્તિ થાઓ કે જેથી આપના જેવા અમો પણ સાદિ-અનંત શાશ્ર્વતકાળ અણાહારી બની જઈએ ! સીધી ગતિ પ્રાપ્ત કરી સમશ્રેણિએ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ સિદ્ધ થઇએ ! પ્રભુજી તો અણાહારી છે. એ કાંઈ નૈવેદ્ય સ્વીકારતા નથી. આપણા રસત્યાગના પ્રતીકરૂપે અને આહારસંજ્ઞાથી છૂટવાના સંકલ્પરૂપે પ્રભુ આગળ નૈવેદ્ય ધરાવવારૂપ નૈવેદ્ય પૂજા કરવાની હોય છે. હા! પરિણમન સમજણ અને શ્રદ્ધાને આઘારે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ 339 , હૃદય નયન નિહાળે જગધણી 卐 નૈવેદ્યપૂજા કરનાર પૂજક ભક્તને, અણાહારીપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, નૈવેદ્ય મળતાં રહે છે; પણ તે નૈવેદ્યમાં લુબ્ધ થતો નથી. બલ્કે પ્રાપ્ત નૈવેદ્યનો ઉપભોગ નહિ કરતાં ત્યાગી બની પ્રભુપૂજામાં અને ભૂખ્યા જનોની આંતરડી ઠારવામાં એનો ઉપયોગ કરતો રહે છે. આ જ સંદર્ભમાં એક જ્ઞાનીએ નૈવેદ્યપૂજા નહિ કરવાના નિષેધાત્મક ફળને જણાવતા કહ્યું છે કે... “ન કરી નૈવેઘ પૂજના, ન ધરી ગુરૂની શીખ; લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ.’કે ૮. ફળપૂજા : અષ્ટપ્રકારીપૂજાની પરાકાષ્ટા એટલે પૂજાફળની પ્રાપ્તિ માટે કરાતી ફળપૂજા. મંત્રોચ્ચાર સહિત નીચેનો દુહો બોલવાપૂર્વક ફળપૂજા કરવાની હોય છે. ‘ઇન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજી કરી, માંગુ શિવફળ ત્યાગ.’’ ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અને પેટપૂજા કરવા માટે અત્યંત રાગપૂર્વક ફળ લાવનારો અને તેને આરોગનારો હું છું ! નરેન્દ્રો, સુરેન્દ્રો, દેવેન્દ્રો પણ પોતાને પ્રાપ્ત થયેલ પદવી એ પ્રભુપૂજાનું જ ફળ છે એમ હૈયે રાગ ધરી, પ્રભુપૂજા કરવા ભણી પ્રવૃત્ત થાય છે અને પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ, ઉત્તમાત્મા તીર્થંકર ભગવંતની પૂજા કરી શિવપદની માંગણી કરે છે. પોતાના ઊંચા પદનો મોહ છોડી, ત્યાગ કરી શિવપદસિદ્ધપદ ફળ તરીકે ઇચ્છે છે. એ જ રીતે હું પણ ફળનો ભોગી, ફળને સિદ્ધશિલા ઉપર સ્થાપન કરવા દ્વારા ભૌતિકફળના ત્યાગના ફળ સ્વરૂપે સંસાર એટલે પર્યાયનો પલટન ભાવ-વિસશતા જ્યારે મોક્ષ એટલે પર્યાય પલટાય પણ રહે સદેશ. સંખ્યાભેદ ખરો પણ સ્વરૂપભેદ નહિ. એવો ને એવો ખરો પણ એ ને એ જ નહિ. Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી , 340 શિવફળ-સિદ્ધપદ-પરમપદને માંગું છું !!! - એમાં પણ શ્રીફળ ધરાવતા ઉત્તમોત્તમ ફળ “શ્રી” એટલે કેવલ્યાવસ્થાને જ વાંછું છું !!! એવો ભાવ હોય છે. દ્રવ્યાપેણ : ધન પ્રત્યેની મૂછના ત્યાગના પ્રતીકરૂપ ફળપૂજા પછી દ્રવ્યાર્પણ કરતાં આપણું દ્રવ્ય દેવદ્રવ્ય બને છે અને આપણા ભાવ દેવભાવ બને છે. આ દ્રવ્યને પ્રભુચરણે ધરાવતા એવા ભાવથી ભાવિત થઈ શકાય છે.... પૂર્વકૃત પુણ્ય આવી મળેલી આ નશ્વર લક્ષ્મી, આપ શાશ્વત લક્ષ્મીના સ્વામીના ચરણે ધરતો થકો, લક્ષ્મી પ્રત્યેની મૂછનો ત્યાગ કરી, નિષ્પરિગ્રહી, નિરારંભી, નિષ્પાપ, નિષ્કલંક, નિષ્કર્મા, નિર્વિકલ્પ, નિરંજન, નિરાકાર બની શાશ્વત કેવલ્યલક્ષ્મીનો સ્વામી બનું! - જીવનો દેહ પંચ મહાભૂત ગ્રહણ કરીને બનાવાય છે. એ બનાવાયેલો અને ધારણ કરાયેલો દેહ, પંચ મહાભૂત વડે વિકસે છે અને ટકે છે. અંતે આત્માથી વિખૂટો પડી જતાં પાછો એ પંચમહાભૂતરૂપે વિખેરાઈ જતો હોય છે. તેથી જ પંચ મહાભૂતથી પર થવાના સંકલ્પરૂપે પંચ મહાભૂત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશને આ રીતે પ્રભુજીની પૂજામાં પ્રયોજવાનું સુંદર અનુપમ ને અદ્ભુત આયોજન આપ્તપુરુષોએ કર્યું છે! - આ રીતે દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે પૂજા કરનાર ભવ્યાત્મા શુદ્ધાત્મા બની સિદ્ધાત્મા-પરમાત્મા થાય છે. જ્યાં સુધી પૂર્ણપણે શુદ્ધિ થતી નથી અને સર્વ દોષરહિત થઈ સર્વગુણસંપન્ન થવાતું નથી, ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિને સાનુકૂળ શુભગતિ મળતી રહે છે. (અ) નરકમાં મિથ્યાત્વીને સરખામણીમાં અનંતગણું દુઃખ થાય છે જ્યારે સમકિતીને સરખામણીમાં અનંતમા ભાગે દુઃખ હોય છે. (બ) દેવલોકમાં સમકિતીને સરખામણીમાં અનંતમાં ભાગે સુખ હોય છે જ્યારે મિથ્યાત્વીને સરખામણીમાં અનંતગણું સુખ હોય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ 341 - હૃદય નયન નિહાળે જગધણી વર્તમાનમાં અષ્ટપ્રકારી પૂજા ઉપરાંત ચામરપૂજા, દર્પણપૂજા તથા ઘંટારવ કરવાની પ્રણાલિકા છે. એ પ્રભુની પ્રભુતાથી પ્રભાવિત થયેલા પૂજકના પ્રભુ પ્રત્યેના વૃદ્ધિમંત અહોભાવની અભિવ્યક્તિ છે. ચામરપૂજા : ચામરપૂજા એ ઈન્દ્રની પ્રભુસેવાનું અનુકરણ છે. એ પ્રભુસેવાના અનુકરણરૂપે બોલવામાં આવતો ચામરપૂજાનો દુહો નીચે પ્રમાણે છે. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે, ' જઈ મેરૂ ધરી ઉસંગે, ઈન્દ્ર ચોસઠ મળીયા રંગે, પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવના પાતિક ધોવા.” દર્પણપૂજાઃ દર્પણ, બિંબનું પ્રતિબિંબ ઉપસાવી બિંબ જેવું છે એવું ભેદરહિત સરળપણે (વીતરાગભાવે) બતાડે છે. આમ દર્પણપૂજા એ પ્રભુજીની વીતરાગતાની પૂજા છે. આ દર્પણપૂજાનો દુહો આ પ્રમાણે છે. “પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ; આત્મ દર્પણથી જુએ, દર્શન હોય તત્કાલ.” દર્પણને આદર્શ (અરીસો) પણ કહે છે. પ્રભુ આપણા આદર્શ (ધ્યેય) છે. આદર્શ (દર્પણ)ને આદર્શ (લક્ષ એવા પ્રભુજી) સન્મુખ હૃદયસ્થાને રાખીને આદર્શમાં આદર્શના એટલે કે પ્રભુજીના પ્રતિબિંબને હૃદયમાં સ્થાપન કરવાના સંકેતરૂપ પ્રભુજીની દર્પણપૂજા છે. તુજ શુદ્ધાત્મા-ચિદાત્મા-ચિદાદર્શ માટે મુજ પરમાત્મસ્વરૂપ આત્મા ઉપર છવાયેલા આવરણો-અશુદ્ધિને નિહાળી, તેની પીડા અનુભવી, તુજ કૃપા-કરુણાએ, મુજ હૃદયે તુજ સ્થાપન કરી, તુજ આદર્શ નિષ્કલંકીમાં જ મુજ કલંકીના કલંક નિહાળી, તુજ કૃપા જીવે પોતાના આત્મઘરને એક ક્ષણ પણ ભૂલવાનું નથી. હકીકતમાં તો આત્મઘરમાં રહેવાનું છે. રહી ન શકો તો ભૂલો તો નહિ જ ! Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 342 કરુણાએ સ્વયં નિષ્કલંક બની, સકલ સૃષ્ટિને મુજ વિષે પ્રતિબિંબી, તુજ સમ સ્વયં ચિદાદર્શ બનું ! આ છે દર્પણપૂજાની ભાવના અને દર્પણપૂજાનું રહસ્ય ! ઘંટારવ : ઘંટારવનું રહસ્યોદ્ઘાટન કરતો શ્લોક છે કે... “आगमार्थ तु देवानां गमनार्थ तु राक्षसाम् । कुर्वे घंटारवं तत्र देवताह्वान लक्षणम् ॥” દિવ્યશક્તિઓને આવકારવા અને દુષ્ટ તત્ત્વોને ભગાડવા દેવતાઓને આવ્યાન કરવારૂપ ઘંટારવ કરું છું. પ્રભુ તારી વાણી સર્વ કલ્યાણકારી સ્યાદ્વાદવાણી-વીતરાગવાણી છે. અમારી રાગીની રાગવાણી છે. તારા પ્રભાવે તે સમ્યગ્ બની રહો, લોક હિતકારી બનો અને અમારા વર્તુળમાં આવકાર્ય થાઓ ! ૐ હ્રીઁ અર્થ શ્રી બ્રહ્મનાવાય નમઃ ।।'' “r ૐ હ્રીઁ શવ્વાક્ષરબ્રહ્માય નમઃ ।'' ઘંટારવમાં ધ્વનિનો રણકાર અને ધ્વનિની વ્યાપકતા છે જે જીવનને રણકતું ધબકતું અને ગુણસુવાસથી વ્યાપક બનાવવાનો સંદેશ આપે છે. આવી અષ્ટપ્રકારી પૂજાના પ્રારંભમાં નીચે મુજબની પ્રાર્થના કરી શકાય કે... હે દેવાધિદેવ ! ત્રણ લોકના નાથ, ત્રિભુવનપતિ, ત્રિભુવનનાયક, ધર્મનાયક, ધર્મચક્રવર્તી સર્વ અંતરંગ દુશ્મનોને હણી, કષાયોને જીતી, ઇન્દ્રિયોનું દમન કરી, રાગ અને દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરી, વીતરાગ; . નીતરાગ અને સર્વજ્ઞ સ્વરૂપની પ્રતીતિ કરો અને ખુમારી રાખો. ખુમારી ન રાખશો તો ખુવાર થશો. Page #402 -------------------------------------------------------------------------- ________________ 343 હૃદય નયન નિહાળે જગધણી સર્વજ્ઞ એવા આપે તીર્થ સ્થાપ્યું તીર્થકરપદ પ્રાપ્ત કર્યું. ધર્મ પ્રકાશ્યો, ધર્મ આપ્યો, મોક્ષમાર્ગ પ્રકાશ્યો, મોક્ષમાર્ગ પ્રરૂપ્યો અને કંઈક જીવોને મુક્તિ આપી આપ સ્વયં મોક્ષને પામ્યા. એવા આપ અમૂર્ત આ મૂર્તિમાં પધારી, પ્રતિમામાં પ્રવેશી, પુદ્ગલ સંગે અમ મૂર્ત બનેલાની, અમૂર્ત થવા માટેની પૂજાનો, આપના જ્ઞાનમાં સ્વીકાર કરો ! આપનો પ્રેમરસ કરુણારસ વહાવી અમને પણ આપના જેવા વીતરાગી, નિર્વિકલ્પ, સર્વજ્ઞ, સર્વદર્શી, સહજાનંદી બનાવી, આપના બ્રહ્મરસ, સિદ્ધરસથી રસી, પર્યાય સદૃશતા અને પ્રદેશ સ્થિરત્વનું પ્રદાન કરી આપની હરોળમાં લોકાગ્ર શિખરે સ્થિત કરી કૃતકૃત્ય બનાવો!! આપની અમારા ઉપર કૃપા થાઓ કે જેથી અમે અમારી ઉપર કૃપા કરી, આપ જેવા થઈએ ! સત્તરભેદ એકવીસ પ્રકારે, અઠોત્તર સત ભેદે રે, ભાવપૂજા બહુવિધ નિરધારી, દોડગ દુરગતિ છેટે રે. સુવિધિ૦૬ પાઠાંતરે પ્રકારની જગાએ પ્રકાશે, “સતની જગાએ “સો’, ‘પૂજાની જગાએ ‘પૂજન’, ‘દુરગતિ’ની જગાએ દુઃખગતિ” એવો પાઠફેર છે. શબ્દાર્થ સત્તર (૧૭) ભેદથી, એકવીસ (૨૧) પ્રકારે, એકસો આઠ (૧૦૮) પ્રકારે દ્રવ્યપૂજા કરવાની વિધિ શાસ્ત્રમાં બતાવી છે. ભાવપૂજા તો ઘણા ઘણા પ્રકારની બહુવિધ નિરધારી એટલે કે કહી છે. આવી પ્રભુપૂજા કરનારના દોહગ એટલે દુર્ભાગ્ય અને દુર્ગતિ છેદાય છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ વળી ધ્વજારોહણાદિ મહોત્સવ પ્રસંગે કે વીતરાગ સર્વજ્ઞ પદ એ પરમપદ છે. એની ઉપર એકે ય પદ નથી. ચક્રવર્તી અને ઈન્દ્રની પદવી તો પુદગલની એંઠ છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ - શ્રી સુવિધિનાથજી 344 આશાતના, અવિધિ, અશુદ્ધિ, આદિના દોષ નિવારણ માટે તથા આત્મશ્રેયાર્થે કે પ્રાણપ્રતિષ્ઠા, જિનાલય સ્થાપના દિન નિમિત્તે સત્તરભેદી, એકવીસ પ્રકારી અને અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર આદિ મોટી પૂજા-મહાપૂજા કરવામાં આવતી હોય છે. અહપૂજન, સિદ્ધચક્રપૂજન, ઋષિમંડળપૂજનાદિ મહાપૂજનો પણ કરવામાં આવતા હોય છે. આવા પૂજનો મહોત્સવપૂર્વક સમુહમાં ખૂબ ઉલ્લાસપૂર્વક થતાં હોય છે. સાથે સાથે પંચ કલ્યાણકની, ચોસઠ પ્રકારની, નવ્વાણુ પ્રકારની, અંતરાયકર્મની, અષ્ટાપદ-આદિની પૂજાઓ પણ થતી હોય છે. ઉપાધ્યાય સકળચંદ્રજી, ઉપાધ્યાય વીરવિજયજી, શ્રી આત્મારામજી, આદિ રચિત પૂજાઓ પ્રસિદ્ધ છે અને એ પૂજાઓ વિશિષ્ટ અવસરે ભણાવાતી હોય છે. ભાવથી વિધ વિધ પ્રકારે કરાતી પ્રભુપૂજા, અનેક આત્માઓને ભાવશુદ્ધિનું કારણ બને છે અને એના પરિણામે ભાવશુદ્ધિને પામેલ આત્માઓના દુર્ભાગ્ય દુર થઈ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તથા દુર્ગતિમાં જતા અટકી સદ્ગતિની પ્રાપ્તિ કરે છે. ભાવપૂજા દ્રવ્યપૂજા તો પંચોપચારી, અષ્ટપ્રકારી, સત્તરભેદી, એકવીસમકારી, સત્તાવીસરકારી, એકસો આઠ પ્રકારી, ઈત્યાદિ છે. પરંતુ દ્રવ્યપૂજા પછી કળશરૂપ કરાતી નિવૃત્તિકારિણી - મોક્ષદાયિની ભાવપૂજાના પ્રકારનો તો કોઈ પાર જ નથી. નૃત્ય સંગીત સાથે કે ભાવવાહી સ્તવના કરવાપૂર્વક ભાવપૂજા તો બહુ બહુ પ્રકારના ભાવથી ભાવવિભોર થઈને કરાતી હોય છે. દ્રવ્યપૂજા ભાવથી કરવાની હોય છે અને તે ભાવથી કરેલી દ્રવ્યપૂજા અંગપૂજા અને અગ્રપૂજાનું કાર્ય-ફળ જ ભાવપૂજા છે; જેમાં ભક્તનું ભગવાન સાથે સાયુજ્ય સધાતું હોય છે. ભાવપૂજા એ પ્રભુમિલન છે. બધાં ભેદમાંથી અભેદમાં લઈ જતી અને સીમિત એવી જેને સ્વરૂપની મસ્તી છે એને પદ મળે કે ન મળે; કોઈ ફરક પડતો નથી. Page #404 -------------------------------------------------------------------------- ________________ 345 - હૃદય નયન નિહાળે જગધણી ક્રિયામાંથી વ્યાપક એવા ભાવના માધ્યમથી સક્રિયને અક્રિય બનાવી, સ્વભાવ-આત્મભાવમાં સ્થિત કરનારી, જો કોઈ પૂજા હોય તો તે ભાવપૂજા છે. આ ભાવપૂજાથી ભગવાનમાં તન્મય થવાય છે અને સ્વ આત્મામાં લીન થવાય છે. આ જ પ્રભુપૂજાનું અનંતરફળ છે, જે પરમાત્મસ્વરૂપ પ્રાગટ્યના પરંપર ફળ ભણી ભાવુક, ભવ્યાત્માને દોરી. જાય છે. અષ્ટાપદ તીર્થ ઉપર રાવણ-મંદોદરીએ કરેલી પૂજા પ્રસિદ્ધ ઉદાહરણ છે. એ જ પ્રમાણે સૂર્યાભદેવ અને સતી દ્રૌપદીની પૂજા પણ ઉલ્લેખનીય છે. વળી પૂજા અને પૂજાફળની બાબત ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ અને શિષ્ય એકલવ્યની પૂજા તથા ગુરુદક્ષિણા, બહુ ઊંચો આદર્શ પૂરો પાડે છે. પ્રતીક, પ્રતિકૃતિ અને પ્રતિનિધિથી આપણો જીવનવ્યવહાર ચાલે છે. જીવનનો જે વ્યવહાર છે તેને અધ્યાત્મક્ષેત્રે નકારી કેમ શકાય? એ જીવાતા જીવનને નકારવા બરોબર ગણાય. ધજા એ પ્રતીક છે. ધજામાંનો લાલ પટ્ટો સિદ્ધભગવંતોનું પ્રતીક છે. જ્યારે અરિહંતપદને સૂચવતો પટ્ટો સફેદ રંગનો છે. જિનમંદિરમાં મૂળનાયક તરીકે બિરાજમાન પ્રભુજીની પ્રતિમા પરિકરસહિતા અરિહંતસ્વરૂપની હોય તો ધજાનો મધ્યભાગનો પટ્ટો બૅતરંગનો રાખવામાં આવે છે. પરંતુ પ્રતિમા પરિકરરહિત સિદ્ધસ્વરૂપે હોય તો ધજાનો મધ્યભાગનો પટ્ટો લાલ રંગનો હોય છે. શ્વેત અને લાલ રંગ અનુક્રમે અરિહંત અને સિદ્ધપદના સૂચક છે અને જીવન વ્યવહારમાં પણ એ બે રંગને શુભ ગણવામાં આવેલ છે જે અબિલ અને ગુલાલ છે. મંદિર અને મૂર્તિ, એ. સમવસરણ અને સમવસરણમાં સાક્ષાત્ બિરાજમાન, તીર્થંકર પરમાત્માની, પ્રતિકૃતિ છે. જ્યારે વર્તમાને વિહરતા, તીર્થંકર પરમાત્માના ચાહક અને વાહક સિદ્ધ બનવાના લક્ષ્યવાળા સાધુ સાધ્વી ભગવંતો તીર્થકર ગાંજા યરસના કેફ વાળો પણ દુન્યવી વ્યવહારમાં રાજાને ય જો ન ગણકારતો હોય તો પછી સ્વરૂપની મસ્તીમાં આતમસ્ત આતમરામ કોની પરવા રાખે ! Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 346 પરમાત્માના પ્રતિનિધિ છે. એ પ્રતિનિધિ સમાન ગુરુભગવંતો, તીર્થંકર પરમાત્મા-સિદ્ધ પરમાત્મા બનવા ચાહે છે અને અરિહંત ને સિદ્ધ દેવ તત્ત્વની ઓળખાણ કરાવે છે. ઓળખાણ તો કરાવે છે, પણ સાથે તેવા અરિહંત ને સિદ્ધ બનવાનો ધર્મમાર્ગ-મોક્ષમાર્ગ બતાડે છે. મૂર્તિપૂજા એ ભગવાનના કાયયોગની પૂજા છે. શાસ્ત્ર અધ્યયન એ ભગવાનના વચનયોગની પૂજા છે. શુક્લ-લેશ્યામાં રહેવું એ ભગવાનના મનોયોગની પૂજા છે, જે પૂજાની પરાકાષ્ટા શુક્લધ્યાન અને વીતરાગતાની પ્રાપ્તિરૂપ પ્રતિપત્તિપૂજા છે. આ ભાવપૂજા ભૂમિ પ્રમાર્જન, ઇરિયાવહિય, દિશાત્રિકની વિધિની પાલનાપૂર્વક, અવસ્થાત્રિકના ચિંતનયુક્ત, જે સમયે જે મુદ્રા ધારણ કરવાની હોય, તે મુદ્રાની ધારણા સાથે આલંબનત્રિક જાળવીને અનાલંબન યોગમાં પ્રવેશી નિરાલંબન થવા માટે કરવાની હોય છે. તુરિય ભેદ પડિવત્તીપૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઇમ ઉત્તરંઝયણે, ભાખી કેવળભોગી રે. સુવિધિ૦૭ શબ્દાર્થ : તુરિય એટલે ચોથો. ભેદ એટલે પ્રકાર. પડિવત્તી એટલે પ્રતિપત્તિ. ઉપશમ એટલે ઉપશાંતમોહ વીતરાગતા નામનું અગિયારમું ગુણસ્થાનક. ખીણ એટલે ક્ષીણમોહ વીતરાગતા નામનું બારમું ગુણસ્થાનક. સયોગી એટલે સયોગી કેવળી નામનું તેરમું ગુણસ્થાનક. ચઉહા એટલે ચાર પ્રકારની. ઉત્તરઝયણે એટલે ઉત્તરાધ્યયન સૂત્ર. ભાખી એટલે કહી છે. કેવળભોગી એટલે કેવળજ્ઞાની ભગવંત. ચોથો પ્રકાર પ્રતિપત્તિ પૂજાનો છે. પ્રભુજીની આ સ્વયં પ્રભુ બનવારૂપ પૂજા અગિયારમાં ઉપશાંતકષાય-વીતરાગ-છદ્મસ્થ ગુણઠાણે, પહેલાં બોઘ, પછી શ્રદ્ધા અને ત્યાર પછી પરિણમન એવો આત્મવિકાસનો ક્રમ મોક્ષમાર્ગમાં હોય છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ 347 ના હૃદય નયન નિહાળે જગધણી બારમા ક્ષીણકષાય-વીતરાગ-છદ્મસ્થ-ગુણઠાણે અને તેરમા સયોગી કેવળી ગુણઠાણે થતી હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કેવળજ્ઞાની ભગવંતોએ આવી ચાર પ્રકારની પ્રભુપૂજા કહી છે. લક્ષ્યાર્થ-વિવેચનઃ પ્રભુપૂજાનો ચોથો પ્રકાર પ્રતિષત્તિપૂજા છે. એ ભાવપૂજાની ઉપરની ભૂમિકા છે. પ્રભુ જેવા પ્રભુ બનીને સ્વયં ભગવાન થવારૂપ ભગવાનની પૂજા એટલે પ્રતિરૂપ થવાની પ્રતિપત્તિ પૂજા. પ્રભુજી વીતરાગ છે. પ્રભુ જેવા વીતરાગ છે તેવા વીતરાગ ઉપશાતમોહ, ક્ષીણમોહ અને સયોગીકેવળી નામના અનુક્રમે ૧૧મા, ૧૨મા અને ૧૩મા ગુણસ્થાનકે થવાય છે. ૧૧મા ગુણઠાણે ઉપશમભાવની વિતરાગતા હોય છે જે અસ્થાયી હોય છે. જ્યારે ૧૨મા અને ૧૩મા ગુણઠાણે ક્ષાયિકભાવની વીતરાગતા હોય છે જે સ્થાયી છે. તેથી, પ્રતિપત્તિપૂજા આ ત્રણ ગુણસ્થાનકે થતી હોય છે. એ ગુણારોહણના ક્રમમાં ઉપશમશ્રેણિની પરાકાષ્ટા ક્ષપકશ્રેણિની પરાકાષ્ટા તથા સયોગી, કેવળી અવસ્થા છે. એ શ્રેણિનું ફળ છે. આ પ્રતિપત્તિપૂજા વિભાવમાંથી સ્વભાવમાં આવવારૂપ અર્થાત્ અવિકારી બનવારૂપ ભગવાનની પૂજા છે. સ્વયં ભગવાન થવા માટે ભગવાનની પૂજા કરવાની હોય છે. માટે જ ભગવાન થઈએ તો કહેવાય કે ભગવાનની સાચી પૂજા કરી. દ્રવ્યપૂજા અંતર્ગત બે પૂજા ૧) અંગપૂજા અને ૨) અગ્રપૂજા છે. પછી ભાવપૂજા અંતર્ગત ૩) સામાન્ય ભાવપૂજા અને ૪) પ્રતિપત્તિપૂજા છે. ગૃહસ્થ વેષે ચારેય પૂજાની સંભાવના છે. વિશેષ કરીને પ્રથમની ત્રણ પૂજા છે. સર્વવિરતિધર સાધુ સાધ્વી ભગવંતો નિષ્પરિગ્રહી હોય છે અને એમને ભાવપૂજા હોય છે. વર્તમાનકાળે જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં સાતમા જેનો મહિમા તેની યાદના. જેવી યાતના તેવી યાતના અને જેવી યાલના તેવું પરિણમન. Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 348 ગુણસ્થાનક સુધીની જ સ્પર્શના શક્ય હોવાથી પ્રતિપત્તિપૂજા હોતી નથી. પરંતુ પ્રભુજીની પ્રતિપત્તિપૂજા કરવાના ભાવ રાખવાથી અંગપૂજા-અગ્રપૂજાભાવપૂજા ચઢતા રંગે વર્ધમાનભાવે થાય છે. ભવિષ્યમાં પ્રતિપત્તિપૂજા થઈ શકે તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંયોગ આવી મળે છે. દ્રવ્યપૂજાની તન્મયતાથી ભાવવિશુદ્ધિ છે. ભાવવિશુદ્ધિથી ભાવપૂજામાં પ્રભુમયતા છે. પ્રભુમયતાથી આત્મલીનતા છે. આત્મલીનતાથી આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ અર્થાત્ વીતરાગતાની પ્રાપ્તિ છે જે પ્રતિપત્તિપૂજા છે. એ સ્વરૂપ-અભેદતાની નિષ્પત્તિરૂપ પ્રતિપત્તિપૂજા છે. .. “अब्भुट्ठाणं अंजलि आसणदाणं च अतिहि पूयाय । નોળોવાર વિખવો તેવપૂયા ચ વિદi li” કોઈ અતિથિ આંગણે પધારતા ઊભા થઈ સામા જઈ અંજલિબદ્ધ પ્રણામ કરવાપૂર્વક એને આવકાર આપવો, આસન પ્રદાન કરવું એ લોકોપચાર વિનયરૂપ લોકવ્યવહાર અર્થાત્ શિષ્ટાચાર છે. દ્રવ્યપૂજા અને સામાન્ય ભાવપૂજાને આવી શિષ્ટાચારરૂપ દેવપૂજા તરીકે ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિમાં જણાવેલ છે. રાગી મટી વીતરાગી થવું એટલે કે વિભાવમાંથી સ્વભાવમાં જવું તેને પ્રતિપત્તિ પૂજા કહી છે, જે પૂજકને પૂજ્ય બનાવે છે. - ચિદાનંદ કેરી પૂજા, નિર્વિકલ્પ ઉપયોગ; આતમ પરમાતમને અભેદે, નહિ કો જડનો યોગ. - ઉપા. માનવિજયજી મહારાજા આ પ્રતિપત્તિપૂજા એવી છે કે જ્યાં પૂજ્ય પૂજકના ભેદ લય પામી જઈ સમરસતા-અભેદતાની નિષ્પત્તિ થાય છે. દર્શન મોહનીયના ક્ષયોપશમથી નિર્મળ દષ્ટિ બોઘ છે. યાત્રિ મોહનીયના ક્ષયોપશમથી સ્થિરતારૂપ ગુણ અનુભવન છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ 349 હૃદય નયન નિહાળે જગધણી 卐 આચાર્ય યોગેન્દુદેવ કહે છે... मणो मिलययु परमेसरहं, परमेसरु वि मणस्स । बीहि वि समरसि हूबाहँ पूज्ज पढ़ावहु कस्स ।। વિકલ્પરૂપ મનનું ભગવાન આત્મા સાથે મિલન થઈ ગયું અને ગલન થઈ તન્મય બની ગયું. બીજી બાજુ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા પણ મનમાં ભળી ગયાં. જ્યારે બંને સમરસ એકરૂપ થઈ ગયા ત્યારે કોણ કોની પૂજા કરે ?! અર્થાત્ નિશ્ચયદૃષ્ટિથી જોતાં જ્યારે પૂજ્ય અને પૂજકનો કોઈ ભેદ જ નથી જણાતો તો પછી કોણ કોને અર્ધ્યનું તર્પણ કરે ?! દ્રવ્યપૂજા અને સામાન્ય ભાવપૂજા તો અનંતીવાર કરી. પરંતુ પ્રતિપત્તિ પૂજા નહિ કરી, તેથી પરમાત્મસ્વરૂપનું પ્રાગટચ કરી પૂજાતીત નહિ થતાં ભવોભવ પૂજક જ રહ્યાં અને ભવભ્રમણનો અંત કરી શક્યા નહિ. માટે જ શ્રી ચિદાનંદજી મહારાજ ચેતનને ચેતવે છે કે.... “વાર અનંતી ચૂકીઆ ચેતન, ઇણ અવસર મત ચૂકો !’’ તુરિયનો અર્થ ચતુર્થ કરીને વિચારણા કરીએ..હવે તુરિયનો બીજો ભેદ તુર્યાવસ્થા એટલે કે ઉજ્જાગરદશા; એ અર્થના આધારે વિચારીએ. ઉજ્જાગર થવું એટલે ઉજ્જવલ થવું - પ્રકાશિત થવું. નીચે કાદવમાં ખૂંચવું નહિ પણ કાદવથી ઉપર ઉઠવું. કાદવની કાલિમાથી નિર્લેપ થવું. કમલપત્ર અને કમલ કાદવમાં પેદા થાય છે. કાદવમાં વિકસે છે અને પછી કાદવથી ઉપર, પાણીની ઉપર તરે છે. એટલું જ નહિ પાણીથી નિર્લેપ રહે છે. એટલે સુધી નિર્લેપ રહે છે કે ઉપરથી પડતાં વર્ષાજલ, (અ) જ્યાં સુધી ભેદજ્ઞાન નથી ત્યાં સુધી જીવ રાગાદિભાવનો કર્તા છે. (બ) ભેદજ્ઞાન થયા પછી જ્ઞાનવાન આત્મા કર્તાભાવ રહિત જ્ઞાની બની રહે છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 350 આદિને પણ પોતામાં શોષી નહિ લેતા સપાટી ઉપરથી સરકાવી દે છે. એ જ રીતે જે જીવ સંસારમાં પેદા થાય છે, સંસારમાં વિકસે છે અને સંસારથી નિર્લેપ થઈ સંસારમાં તરતો રહે છે, એ સંસારમાં-જગતમાં રહે છે પણ સંસાર-જગત એનામાં નથી રહેતા. આવી જે દશા છે તે જ ઉજાગર-જાગૃત દશા છે. અવિકારીતા છે. આ અવિકારી અવસ્થા તે જ “તુરિય ભેદ પડિવત્તીપૂજા' છે. આવી ચાર પ્રકારની પૂજા, મૂળસૂત્ર ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનમાં, કેવળજ્ઞાની ભગવંતોએ પ્રકાશી છે. ઈમ પૂજા બહુર્ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, “આનંદઘન” પદ ધરણી રે. સુવિધિ૦૮ પાઠાંતરે “સુણીને સ્થાને “સુણીને, ‘લેશેના સ્થાને ‘લહસ્ય કે લહસ્ય' છે. “ભવિક'ના સ્થાને “ભાવિક' એવો પાઠફેર છે. શબ્દાર્થ ઃ આમ ઉપરોક્ત પૂજાના બહુવિધ પ્રકારોને સાંભળીને તે સુખદાયક પૂજા કરવાની શુભ કરણી જે ભવિક એટલે ભવ્યાત્માભવિજીવ કરશે, તે “આનંદઘન” એટલે કે પરમપદે બિરાજમાન પરમાત્માઓનો સમુહ જ્યાં છે તેવી ધરણી સિદ્ધશિલા-ઈષપ્રાન્મારા ઉપર સ્થાન પામશે. અર્થાત્ લોકાગ્ર શિખરે આરૂઢ થશે. લક્ષ્યાર્થ-વિવેચનઃ આ પ્રકારની પ્રભુજીની પૂજાની વિધિના જુદા જુદા ભેદ સાંભળવા, સમજવા અને જાણવા તે પણ શાતા સુખને આપનાર જિન માહાભ્ય શ્રવણરૂપ શુભકરણી જ છે. જિનસ્વરૂપ, જિનમાહાભ્ય, જિનપૂજામહિમા, જિનપૂજાવિધિ દેહાધ્યાસ છે ત્યાં સુધી કર્તાપણું છે અને કર્તાપણું છે ત્યાં સુધી સંસાર છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ 351 હૃદય નયન નિહાળે જગધણી 卐 સાંભળીને, જાણીને, સમજીને જે ભવ્ય આત્મા તે પ્રમાણે વિધિસર ભાવપૂર્વક પ્રભુજીની દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરશે; તે ભવિજીવ ઈષત્પ્રાક્ભારા ધરણી જે સિદ્ધશિલા તરીકે શાસ્ત્રમાં ઓળખાવવામાં આવે છે, કે જેની ઉપર એક યોજનના અંતરે પીસ્તાલીસ લાખ યોજન લંબાઈ-પહોળાઈના વિસ્તારમાં પરમાનંદમાં રમમાણ આનંદઘન-સુખકંદ પરમાત્માઓના સમુહનો સાદિ-અનંતકાળ વાસ છે ત્યાં વાસ' પામશે. પ્રભુપૂજાનું આ પરંપરાએ મળતું પરમફળ છે અને તે પરંપરાએ પ્રાપ્ત થતું હોવાથી પરંપરફળ કહેવાય છે. એ પરમફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ પરંપરફળ સુધી પહોંચાડનારા સદ્ગતિ, સૌભાગ્ય, સાધનાને સાનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સુસંયોગોની પ્રાપ્તિ, સુવિધિ જિન અને સુવિધિજિનની સુવિધિવત્ પૂજાદિની પ્રાપ્તિ આદિ અવાંતરમાં મળનારા અનંતરફળ છે. પૂજાના સમર્થનમાં એક જ્ઞાની ભક્તયોગીના હૃદયોદ્ગાર છે.... ગગન તણું નહિ જિમ માનમ્ અમાપ ફળ તિમ જિનગુણગાનમ્.’ માટે કહે છે...‘“ભક્તિનું અત્તરવાયણું કરી, ખોટા ઋણનો ઉપવાસ આરાધી; પ્રભુની પ્રીતનું જો કરો પારણું તો મુક્તિધામે થાય બેસણું.” સવાસો ગાથા અને દોઢસો ગાથાના સ્તવનમાં પૂ. મહામહોપાધ્યાયજી યશોવિજયજીએ પૂજાના સમર્થનમાં ઘણી વાતો કરી છે; તેમાંની કેટલીક પંક્તિઓનું અત્રે અવતરણ કરીએ છીએ. “જો ઊતરતાં મુનિને નદી, વિધિજોગે નવિ હિંસા વદી; તો વિધિજોગે જિનપૂજના, શિવ કારણ મત ભૂલો જના.’' જીવને સંસાર પર્યાયષ્ટિથી છે. જીવના સંસારનો અંત દ્રવ્યદૃષ્ટિથી છે. માટે જ જ્ઞાનીનો ભાર શુદ્ધસ્વરૂપ ઉપર છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથજી 352 આરંભાદિક શંકા ધરી, જો જિનરાજ ભક્તિ પરહરી; દાન માન વંદન આદેશ, તો તુજ સબલો પડ્યો કલેશ. | સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય; જે કારણ જિનગુણ બહુમાન, તે અવસર વરતે શુભધ્યાન. જલ તરતાં જલ ઉપર મુનિને, જેમ કરુણા રે રંગ; પુષ્પાદિકે શ્રાવકને તેમ, પૂજામાં ચંગ. છઠે અંગે દ્રોપદીજી, જિનપ્રતિમા પૂજે ય, સૂરિયાભ પરે ભાવથીજી, એમ જિનવર કહેય. રાયપાસેણી સૂત્રમાંજી, મોટો એહ પ્રબંધ, એહ વચન અણમાનતાજી, કરે કરમનો બંધ. એમ અનેક સૂત્રે ભથ્થુજી, જિનપૂજા ગૃહીત્ય; જે નવિ માને તે સહીજી, કરશે બહુભવ નૃત્ય. બહુરાગે જે જિનવર પૂજે; ' . ' તસ મુનિની પરે પાતક ધ્રુજે. - પ્રભુ આગલ નાટક કર્યું, ભગતિ સૂરિયાભને સાર લાલ રે; ભગતિતણાં ફલ શુભ કહ્ય, શ્રી ઉત્તરાધ્યયન મોઝાર લાલ રે. વેગલો મત હુજે દેવ મુજ મન થકી, કમલના વનથકી જેમ પરાગો; ચમકપાષાણ જેમ લોહને ખેંચસે; મુક્તિને સહજ તુજ ભક્તિરાગો. - પૂ. ઉપાધ્યાય ઉદયરત્નવિજયજી પણ પૂજાના સમર્થનમાં જણાવે જેહને પ્રતિમાશુ નહીં પ્રેમ તે તો સમકિત પામે કેમ ? પૂજા છે મુક્તિનો પંથ નિત નિત ભાખે ઈમ ભગવંત.. આ ભવમાં જીવ ગમે તેટલાં સારો હોય તેટલા માત્રથી કાંઈ પૂર્વભવના ભૂલની માફી મળી જતી નથી. પૂર્વભવના લેણદેણ-ઋણાનુંબંઘ પૂરેપૂરા મૂકવાઈ ન જાય ત્યાં સુધી મોક્ષ ન થાય. Page #412 -------------------------------------------------------------------------- ________________ 353 - હૃદય નયન નિહાળે જગધણી 10 શ્રી શીતલનાથ જિન સ્તવને રાગ : ઘન્યાશ્રી ગોડી ... “ગુણહ વિશાલા મંગલિક માલા....” એ દેશી શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે; કરુણા કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે. શીતલ૦૧ સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે; હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શીતલ૦૨ પરદુઃખ છેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતલ૦૩ અભયદાન તિમ લક્ષણ કરુણાતીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે. શીતલ૦૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંયોગે રે; યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગે રે. શીતલ૦૫ ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે; અચરિજકારી ચિત્ર-વિચિત્રા, “આનંદઘન પદ લેતી રે. શીતલ૦૬ (અ) મોક્ષમાર્ગ પરથી નિરપેક્ષ છે અને સ્વથી સાપેક્ષ છે. (બ) જ્ઞાની કહે છે પરથી પર થતો જ-પરથી છૂટતો જ અને સ્વથી જોડાતો જા ! પરાવલંબી મટી સ્વાવલંબી થા ! Page #413 -------------------------------------------------------------------------- ________________ SHITALNATH 2001 BHAGWAN TA सत्त्वानां - परमानन्द - कन्दोद्भेद - नवाम्बुदः । स्याद्वादामृत-नि: स्यन्दी, शीतलः पातु वो जिनः ॥ ॥ १०॥ Page #414 -------------------------------------------------------------------------- ________________ નામ : ૧૦ મા શ્રી શીતલનાથ લાંછન : શ્રી વત્સ રાશિ : ઘન પણ : માનવ માતા : નન્દા પિતા : દઢસ્થ ગર્ભવાસ : E-૬ દીક્ષા પર્યાય : ૨૫ હજાર પૂર્વ સવ આયુષ્ય : ૧ લાખ પૂર્વ સભ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : 3 ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : પૂર્વાષાઢા ચૅ. વ.૬ શીતલનાથજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : પૂર્વાષાઢા પો. વ. ૧૨ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : પૂર્વાષાઢા પો. વ.૧૨ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : પૂર્વાષાઢા મા. વ.૧૪ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : પૂર્વાષાઢા ચૈ. વ.૨ જન્મનગરી : ભદ્રિલપુર દીક્ષાનગરી : ભટ્રિલપુર કેવળજ્ઞાનનગરી : ભટ્રિલપુર નિર્વાણભૂમિ : સમેતશિખર Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 354 અલગારી કવિશ્રી આનંદઘનજી મહારાજાએ નવમા સુવિવિધિજન સ્તવનામાં પ્રભુજીની નવાંગી પૂજાની સુવિધિથી પાઠકને માહિતગાર કર્યાં. હવે આ દશમા શીતલનાથ ભગવાનની સ્તવના દ્વારા શ્રી જિનેશ્વર તીર્થંકર ભગવંતની શીતળતા પ્રદાન કરનારી વાતોને તેઓશ્રી ગાઈ રહ્યા છે. તીર્થંકર ભગવંત વીતરાગ છે. પ્રાપ્ત મન-વચન-કાયયોગ વડે કોઈ પણ જીવને કિંચિત્ માત્ર દુઃખ ન પહોંચે એવું એઓશ્રીનું યોગપ્રવર્તન છે. એઓશ્રી વીતરાગ છે. તેથી એઓશ્રીની વાણી વીતરાગવાણી છે. એ વીતરાગવાણી છે કારણ કે તે સ્યાદ્વાદ વાણી છે. એ મિથ્યાત્વને ટાળનારી, સમ્યક્ત્વને પમાડનારી અને મોક્ષને આપનારી ત્રિભંગી યુક્ત વાણી છે. એ વસ્તુમાત્રના સત્ય અને સંપૂર્ણ સ્વરૂપનો નિર્ણય કરનારી સ્યાદ્વાદવાણીવીતરાગવાણી છે. આવી ભવદુઃખ નિવારણ શીવસુખકારણ વાણી તે સર્વને આવકાર્ય અને સ્વીકાર્ય બને તે તદ્દન સ્વાભાવિક છે. શીતળતાને આપનારી શીતળ, મધુરી, પત્થરને પણ પીગળાવવાની શક્તિ ધરાવતા માલકોશ રાગમાં અપાતી, પાંત્રીસ ગુણોથી અલંકૃત યોજન-ગામિની ભવનિસ્તારણી જિનવાણી છે. તે પરમાત્માના સાચા સ્વરૂપની ઓળખાણ કરાવનારી છે, પરમાત્મ સ્વરૂપની ભૂખ ઉઘાડનારી છે. અને આવી પરમાત્મ સ્વરૂપને પમાડનારી અતિ-શીતળ પરમાત્મવાણીના આલંબને તે પરમાત્માની પૂજા કરવાની છે અને પૂજા કરતાં કરતાં પૂજકે સ્વયંના પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરવાનું છે. પરમાત્મા બે પ્રકારના છે. સાકાર અને નિરાકાર. જેમણે ચારેય ઘાતીકર્મનો ક્ષય કર્યો છે એવા સશરીરી, અરિહંત, જિનેશ્વર, તીર્થંકર, પરમાત્મ્ય ભગવંત અને જેમણે આઠેય કર્મનો ક્ષય કર્યો છે એવા નિષ્કર્મા, નિરંજન, નિરાકાર, અશરીરી-અદેહી-અયોગી, અનામી-અરૂપી-અમૂર્ત જૈનકૂળમાં મળેલ જન્મ કે જે સદ્ગતિ છે, તેને પરમગતિનું કારણ બનાવવાનું છે, નહિ કે દેવગતિનું ! Page #416 -------------------------------------------------------------------------- ________________ 355 - હૃદય નયન નિહાળે જગધણી સિદ્ધશિલા સ્થિત સર્વ સિદ્ધભગવંત. | તીર્થકર નામકર્મના ઉદયથી જેઓશ્રી અષ્ટ પ્રાતિહાર્યોથી શોભિત છે. ચોંટીશ અતિશયોથી મહિમાવંત-પ્રતિભાવંત છે અને પાંત્રીશ ગુણોથી અલંકૃત વાણીથી તીર્થના સ્થાપક છે, તે સશરીરી, સાકાર, પરમાત્મા છે. તેઓશ્રી જિનેશ્વર કે જિનરાજ કેવળી કહેવાય છે. તેઓશ્રી અરિહંતપદે બિરાજમાન અરિહંત, કેવળી ભગવંત છે. જ્યારે જેઓશ્રીને તીર્થકર નામકર્મનો ઉદય નથી અને તીર્થના સ્થાપક નથી તેવા સશરીરી, સાકાર, પરમાત્મા અરિહંત શબ્દને સાર્થક કરનારા સામાન્ય જિન કેવળી ભગવંત છે. સ્વયં સંસારથી તરેલા, અનેકોને તારનારા એવા તીર્થના સ્થાપક, તારક, તીર્થંકર પરમાત્મા કે જેઓ અઘાતી કર્મોના ઉદયથી એટલે કે દેહધારી, દેહસંસારી છે પણ ઘાતકર્મના ક્ષયથી અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ ને અનંતવીર્યથી યુક્ત અનંત ચતુષ્કના જે સ્વામી છે અને છતાં પાછા વીતરાગી છે. તેઓશ્રીના ક્ષાયિકગુણને આગળ કરીને તથા ઔદયિક ગુણને ગૌણ કરીને અને વીતરાગતાને પ્રધાન કરીને તીર્થંકર પરમાત્માના અનુપમ, અદ્વિતીય, અદ્ભૂત ત્રિભંગાત્મક સ્વરૂપની સ્યાદ્વાદશૈલિથી સમજ આપતી કવિશ્રીની રચના એટલે જ શ્રી શીતલનાથજિન ભગવાનનું આ દશમું સ્તવન. સાધ્ય, સાધક અને સાધનભાવનું જે અદ્ભૂત કોટિનું ત્રિભંગાત્મક સ્વરૂપ પ્રાણીમાત્રમાં રહેલું છે, તેનું સ્યાદ્વાદશૈલિથી યથાર્થ નિરૂપણ કવિશ્રીએ આ સ્તવનમાં કર્યું છે અને પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેની અભૂત ચાવી બતાવી છે, જે પાઠકને નિઃશંક બનાવી, પ્રશાંતતા અને શીતળતા પ્રદાન કરે છે. અલંકારને ભાંગ્યાં અને ગાળ્યાં વિના શુદ્ધ સોનું નહિ મળે. નામ રૂપને છોડ્યા વિના અનામી અરૂપી પરમાત્મત્વ-પરમગતિ ન મળે. Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 356 સ્યાદ્વાદ એ કોઈ સંશયવાદ કે શૂન્યવાદ નથી તેમ ફેરફુદડીવાદ પણ નથી. એ સમ્યગ્વાદ-સંવાદ- સત્યનિરૂપણવાદ છે. એ વિવાદને ટાળીને સંવાદને સાધનાર છે. વસ્તુસ્વરૂપ અનંતધર્માત્મક છે. અનંત ધર્માત્મક વસ્તુસ્વરૂપ અનેકાન્તવાદથી જ સમજી શકાતું હોય છે. એકાંતવાદથી વસ્તુના અન્ય ધર્મોનો અમલાપ થતો હોવાથી વસ્તુસ્વરૂપનો યથાર્થ સમ્યમ્ બોધ શક્ય બનતો નથી. નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા, દ્રવ્ય-ભાવ, નય-પ્રમાણ, નિમિત્તઉપાદાન, ઉત્સર્ગ-અપવાદ, અસ્તિ-નાસ્તિ; ઉભયધર્મની પરિપૂર્ણ સમજ સ્યાદ્વાદદર્શનથી જ શક્ય બનતી હોય છે. જગત એકાન્ત નિત્ય પણ નથી અને એકાન્ત અનિત્ય પણ નથી. જગતને માત્ર નિત્ય કહેવું કે અનિત્ય કહેવું એ અર્ધસત્ય છે. સંપૂર્ણ સત્ય નથી. જગત, પ્રવાહથી નિત્ય છે પણ ઘટના-બનાવથી અનિત્ય છે; તેથી જગતને સાદિ-સાન્તપૂર્વક અનાદિ-અનંત જાણવું અને જણાવવું તે સ્યાદ્વાદશૈલિનું સંપૂર્ણ સત્ય છે. આ જ એકાન્તવાદના મિથ્યાત્વને ટાળનારો, સમ્યક્તને પમાડનારો તથા મુક્તિને અપાવનારો અનેકાન્તવાદ છે. આત્મા એક છે. આત્માના આત્મપ્રદેશો અસંખ્યાત છે અને આત્માના ગુણ-પર્યાય અનંતા છે. આમ સંખ્યાત, અસંખ્યાત તથા અનંત એ ત્રણેય એક જ આત્મામાં છે; તે જ અનેકાન્ત છે. - વિવક્ષિત વસ્તુતત્ત્વમાં પરસ્પર વિરુદ્ધ જણાતા ગુણધર્મોનો યોગ્ય સમન્વય કરી, દૃષ્ટિમાં ભેદરૂપ જણાતા ગુણધર્મોને ઉચિત સ્થાને ઉચિત અપેક્ષાએ સમજી-સમજાવીને વિરોધને ટાળી દઈ, યથાર્થ બોધ કરવો તે જ અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ છે. હકીકત તો એ છે કે આ સ્યાદ્વાદ દર્શનના માધ્યમથી જ સર્વાગીણ તત્ત્વનિર્ણય કરીને ધર્મકલહનું શમન ઘર્માત્માને યોગ પકડવા ફાવે છે પણ યોગશુદ્ધિથી યશ્ચિાતી, ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગશુદ્ધિ કરવી ફાવતી નથી. Page #418 -------------------------------------------------------------------------- ________________ 357 - હૃદય નયન નિહાળે જગધણી કરી શકાતું હોય છે. પરિણામે જિજ્ઞાસુ સાધકને માધ્યસ્થતા, વિશાળતા, વીતરાગતા, સમરૂપતા, સમરસતા, પ્રશાંતતા, શીતળતાની અનુભૂતિ થતી હોય છે. જો તેવી અનુભૂતિ ન થતી હોય અને તેનાથી વિપરીતતાનું જ દર્શન થતું હોય તો ત્યાં ખરેખર સ્યાદ્વાદ નથી. પણ સ્યાદ્વાદના નામે માત્ર વાણી વિલાસ અને વાણીનો વ્યભિચાર છે. જગતમાં એકથી અધિક અનેક પદાર્થો છે અને પ્રત્યેક પદાર્થના એકથી અધિક ગુણધર્મો છે. એ સઘળા પદાર્થોના સઘળા ગુણધર્મો વિષેનું નય-નિક્ષેપ આધારિત ભિન્ન-ભિન્ન સાપેક્ષ જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય. એ સઘળા વિજ્ઞાનના સરવાળારૂપ અર્થાત્ સર્વનયનો સમન્વયરૂપ જ્ઞાન પ્રમાણજ્ઞાન કહેવાય છે. જુદા-જુદા પદાર્થોનું જુદું-જુદું જ્ઞાન આત્મવિકાસમાં ઉપયોગી બને એ માટે તેનું હેય, ઉપાદેય, શેયમાં વિભાગીકરણ તે તત્ત્વજ્ઞાન. તત્ત્વજ્ઞાનથી મોક્ષ છે અને તત્ત્વજ્ઞાનની સમજ સ્યાદ્વાદથી છે, તેથી સ્યાદ્વાદશાનથી મોક્ષ છે, એમ કહેવાય છે. સ્તવનનું હાર્દ સ્વાદસ્પેવ, મ્યાન્નાયેવ, સ્વાદસ્તિનાયેવ એ ત્રિભંગી હોવાથી આટલી પૂર્વભૂમિકા કરી છે. સ્યાદ્વાદ અંગે વિશેષ જાણકારી માટે જિજ્ઞાસુને પરમપદદાયી આનંદઘન પદરેહ ભાગ-૧માં આપેલ પરિશિષ્ટ-૧ જોઈ જવાની ભલામણ છે. શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે, કરુણા કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે. શીતળ૦૧ પાઠાંતરે તીક્ષણતાના સ્થાને “તીક્ષતા”, “સોહે રે' ના સ્થાને “સોહિ રે' એવો પાઠફેર છે. શબ્દાર્થ : શીતલ જિનપતિ=શીતલનાથ તીર્થકર ભગવંત. પર્યાય એ અવસ્થા છે, જે આવે છે અને જાય છે. ' ન ટકે તે પર્યાય જે નાટક છે અને જે ટકે છે તે દ્રવ્ય છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી નરમાશ-કુણા.. વેધકતા-ભેદકતા. અભાવ. સોહે=શોભે લલિત=લાલાયિત કરનારી મનમોહક. ત્રિભંગી=ત્રણ ત્રણ પ્રકારની. વિવિધ=ભાતીગળ-જુદી જુદી. કરુણા=દયા. કોમળતા–મુલાયમતાતીક્ષણતા=તીખાશ-તીવ્રતા-આકરાપણુ-ધારદારીતાઉદાસીનતા=નિર્લેપતા-નિર્મોહીતા-નિર્મમતા-અસર 358 શ્રી શીતલનાથ જિનેશ્વર તીર્થંકર ભગવંતને લાગુ પડતી તેમજ તેઓશ્રીએ ઉપદેશેલી જુદા-જુદા ભાંગાઓવાળી સુંદર ત્રિભંગી મનને આકર્ષિત કરનારી આશ્ચર્યકારી છે. કરુણાયુક્ત કોમળતા, તીક્ષણતા અને ઉદાસીનતા એવી પરસ્પર વિરુદ્ધ ત્રણ ગુણવાળી ત્રિભંગીથી યુક્ત દશમા શીતલનાથ પ્રભુજી શોભાયમાન છે. લક્ષ્યાર્થ-વિવેચન : દશમા શીતલનાથ ભગવંત, જે સામાન્ય કેવળી એવા જિનોના પણ પતિ છે તેવા જિનપતિની લાલાયિત કરનારી સુંદર મનોહર ત્રિભંગી, વિધવિધ પ્રકારોથી મનને મોહિત કરનારી એટલે કે આકર્ષણ જગાવનારી અર્થાત્ નવાઈ પમાડનારી આશ્ચર્યકારી અજાયબ છે. શીતલ જિનરાજ જે ત્રિભંગીથી શોભાયમાન છે, તે છે; કરુણાસભર કોમળતા, તીક્ષણતા અને ઉદાસીનતા. આ ત્રિભંગીની વિસ્મયકારી અચરજતા તો એ છે કે, શીતલપ્રભુજી કોમળ હોવાની સાથે તીક્ષણ એટલે કઠોર પણ છે. કોમળતા અને કઠોરતા એ બે પરસ્પર વિરુદ્ધ ગુણોનું એક સાથે એક ઠેકાણે હોવું શું શક્ય છે? કમાલ તો એ છે કે કોમળતાકઠોરતા સાથે સાથે પાછી ઉદાસીનતા છે. માન્યામાં ન આવે એવી આ વાત છે. જે કોમળ હોય તે કઠોર કેમ હોઇ શકે? વળી જે કોમળ અને કઠોર હોય તે ઉદાસીન એટલે કે નિર્લેપ કેમ રહી શકે? (અ) માધ્યસ્થ એવું જ્ઞાંન જ્ઞેયમાં ભળી પર્યાયષ્ટિ થાય છે તો તે જ્ઞેયાનંદી બને છે. (બ) માઘ્યસ્થ એવું જ્ઞાન જ્ઞાતામાં-જ્ઞાનમાં ભળી દ્રવ્યદૃષ્ટિ થાય છે તો તે જ્ઞાનાનંદી બને છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ 359 હૃદય નયન નિહાળે જગધણી 卐 આપ કહો છો કે શ્રી શીતલનાથ પ્રભુજી કોમળતા-કઠોરતાઉદાસીનતાની ત્રિભંગીથી શોભે છે તો તે કેવી રીતે? સમજાવશો? સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે; હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શીતલ પાઠાંતરે ‘કરુણા‘ની જગાએ ‘કરતા, ‘હાંનાદાન’ની જગાએ ‘દાનીદાન’, ‘પરિણામી’ની જગાએ ‘પરિણામે’, ‘વીક્ષણ રે’ ની જગાએ ‘વિષણા રે’ એવો પાઠફેર છે. શબ્દાર્થ ઃ કર્મવિદારણ=કર્મછેદન-કર્મનિવારણ તીક્ષણ =ધારદારઅણીદાર-પાણીદાર-ભેદક-તીવ્ર. હાનાદાન=હાન+આદાન=ત્યાગ અને ગ્રહણ-લેણદેણ. પરિણામી=પરિણમવાળા-ભાવવાળા-તે મય-તન્મય થનારા. વીક્ષણ=જોવું-જાણવું. ‘સવિ જીવ કરું શાસન રસી'ની ભાવનાથી ભાવિત, સર્વ જીવોનાં આત્મહિતથી કરુણાભીનું કોમળ હૃદય, સર્વ કર્મોને સર્વથા હણી નાખનારી તીક્ષણતા, અનિષ્ટ (પ્રતિકૂળતા)નો ત્યાગ અને ઇષ્ટ (સાનુકૂળતા)ના ગ્રહણના પરિણામ-ભાવથી પર એવી ઉદાસીનતા-નિર્લેપતારૂપ ત્રિભંગીને વિલોકવી-દેખવી જોઈએ. લક્ષ્યાર્થ-વિવેચન : ‘‘જો હોવે મુજ શક્તિ ઈસી, વિ જીવ કરું શાસનરસી’’ એવી જે ભાવ-દયા મનમાં ઉલ્લસી છે તેનું જ પરિણામ તે ‘“સર્વ જંતુ હિતકરણી કરુણા...'' છે. જીવમાત્રના આત્મહિત આત્મકલ્યાણની ભાવનાથી હૈયુ જેમનું ભીનું અને કુણું બન્યું છે, તે કોમળ હૈયામાંથી વહેતી કરણી, તે જ કરુણા છે. એ કરુણાની કરણી એટલે જ તીર્થંકર ભગવંત દ્વારા દીક્ષા પૂર્વે દેવાતું દ્રવ્યદાન તે વરસીદાન, અનાદિકાળથી પર્યાયષ્ટિ-વ્યવહારદષ્ટિથી પરિયિત છીએ. આત્મલીન-બ્રહ્મલીન થવા માટે દ્રવ્યદૃષ્ટિ-નિશ્ચયદૃષ્ટિથી પરિયિત થવું આવશ્યક છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 360 દીક્ષા બાદ સાધનાકાળમાં અને ત્યારબાદ પણ જીવમાત્રને આજીવન દેવાતું પ્રતિજ્ઞાપૂર્વકનું અભયદાન-જીવનદાન અને કેવળજ્ઞાનના પ્રાગટ્ય પછી તીર્થસ્થાપનાપૂર્વક દેવાતી દેશના દ્વારા અપાતું ભાવદાન જે જ્ઞાનદાન છે. એ જ્ઞાનદાન નિર્વાણ સુધી અપાય છે; જે દ્વારા જન સજ્જન બને છે, જૈન બને છે, સમકિતી બને છે, દેશવિરતિધર, સર્વવિરતિધર, વીતરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી બને છે અને મુક્ત થઈ સિદ્ધગતિ પ્રાપ્ત કરી પરમાત્મપદ-સિદ્ધપદે બિરાજે છે. પ્રભુજીની આ કરુણા પરહિત માટે છે. એમાં પોતાનો કોઈ લાભ, સ્વાર્થ હોતો નથી, તેથી તે નિઃસ્વાર્થ અકારણ થતી કરુણાની કરણી છે. તેથી જ તેઓશ્રી દયા, દમ અને દાન જેમાં છે, એવો દાન-શીલ-તપ-ભાવની ચાર પ્રકારનો ત્યાગધર્મ પ્રવર્તાવે છે. દાન દ્વારા પરના ગ્રહણ એવા પરિગ્રહથી છૂટવા, પરોપકાર અર્થે, ધન ત્યાગ કરવા જણાવે છે. શીલ દ્વારા અગ્રહિતની ઈચ્છા અને કામનાથી દૂર થવા અબ્રહ્મના સેવનનો ત્યાગ કરી નિર્દોષ, નિષ્પાપ, નિષ્કલંક, નિષ્પરિગ્રહી, જીતેન્દ્રિય નિરારંભી સાધુ-જીવન જીવવા ફરમાવે છે. તપ દ્વારા ઈચ્છા નિરોધ કરી, તલપ-ઈચ્છાનો ત્યાગ કરી નિરીહ, અણાહારી, વીતરાગ, પૂર્ણકામ થવાનો આદેશ આપે છે. આ દાન અને દમનને આત્મસાત્ કરવા માટે, પર પ્રતિ દયા, પરોપકાર, સેવા, ક્ષમાના ભાવને કેમ કરવા તે શીખવાડે છે. તેમજ સ્વ પ્રતિ સમતા, સહનશીલતા અને કઠોરતાના ભાવને કેમ કરવા તે શીખવાડે છે. ઉપરાંત ઈન્દ્રિય પરાધીનતાથી મુક્ત થવા ભાવમનનો ત્યાગ કરી ભાવાતીત કેમ થવાય તેની સમજ આપે છે. - આમ કોમળતા છે તેથી કરુણા છે. દયા છે તો દાન છે. એ પર પ્રતિની કોમળતા-દયા-દાન શક્ય ત્યારે જ બને છે, જ્યારે સ્વપ્રતિ કઠોરતાસમતા-સહનશીલતા કેળવાય છે. વળી આમાં જે વર્ધમાનતા આવે છે, તે તીવ્રતા અને તીક્ષ્ણતા છે. એક તીરથી ત્રણ લક્ષ્યને સાધવા જેવી રાધાવેધની પર્યાયદષ્ટિને પારકી અને દ્રવ્યદષ્ટિને પોતીકી માની નથી, તેથી અજ્ઞાશક્તિના બુદ્ધિવિલાસથી સંસાર ઊભો છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ 361 ના હૃદય નયન નિહાળે જગધણી આ ત્રિભંગી છે, જે મન-વચન-કાય એ ત્રિયોગથી સધાતું ત્રિકરણ છે. આ માટે જ વિશ્વશાંતિનું હૃદયગાન છે. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત-નિરતા ભવતુ ભૂતગણા, | દોષાઃ પ્રયાસ્તુ નાશ, સર્વત્ર સુખી ભવન્તુ લોકાઃ” આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી ત્રસ્ત બનેલો ત્રાહિમામ્ પોકારતા જીવોના દુઃખ તીર્થકર ભગવંતથી, જોયાં જતાં નથી. હૃદય કંપી ઊઠે છે. એ હૃદયના કંપનને અનુસરીને અનુકંપાથી પ્રેરાઈને ભગવંત વર્ષીદાનથી વિરામ નહિ પામતા, સઘળાં જીવો સર્વત્ર, સર્વદા, સર્વથા સુખને પામે, તે માટે થઈને દ્રવ્યદયા અને પરહિતથી આગળ વધીને સર્વ જીવોના સઘળા દુઃખોના મૂળ કારણરૂપે રહેલા દોષો સર્વથા નાશ પામે, તે માટે ભાવદયાથી પ્રેરિત થઈ ધર્મતીર્થની સ્થાપના કરે છે. દોષ દૂર થતાં પાપ દૂર થશે અને પાપ દૂર થતાં દુઃખ દૂર થશે. જેમ જેમ દોષ ટળશે તેમ તેમ ગુણ પ્રગટશે. ગુણ પ્રગટશે તેમ ગુણકાર્ય થશે. અને ગુણનું સુખ મળશે. પરાકાષ્ટાના સ્વરૂપગુણ પ્રગટ થતાં પરાકાષ્ટાનું પરમસુખ-સ્વરૂપસુખ-સંપૂર્ણસુખ પ્રાપ્ત થશે. “જે નાથ છે ત્રણ ભુવનના, કરુણા જગે જેની વહે; જેના પ્રભાવે વિશ્વમાં, સદ્ભાવની સરણી વહે; આપે વચન “શ્રી ચંદ્ર જગને, એ જ નિશ્ચય તારશે; એવા પ્રભુ અરિહંતને, પંચાંગભાવે હું નમું.” - “શ્રીચંદ્ર' અરિહંતવંદનાવલી ત્રિભંગીના પ્રથમ ભાંગા કરુણા-કોમળતાની વાત કર્યા પછી ઉપયોગ જે શુદ્રવ્ય તરફ ઢળી તેમાં ભળે તો તે મોક્ષમાર્ગ અને સંપૂર્ણ ભળી જાય તો તે મોક્ષ. Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 362 યોગીરાજજી હવે દ્વિતીય ભાંગામાં કર્મવિદારણ તીક્ષણ રે..” પંક્તિથી તીણતા-કઠોરતા વિષે જણાવી રહ્યાં છે. પ્રભુજીને જણાઇ ગયું છે કે જે ત્રાસદાયક છે અને જેણે મને હણીને અરિહત બનાવ્યો છે, તે તો, મારા આત્મપ્રદેશે ચોટેલા કર્મ છેવળગેલા પુદ્ગલ પરમાણુ છે. એ જડ-નિશ્ચેતન પુદ્ગલોએ જ મને-શુદ્ધ ચેતનને નિશ્ચેતન ચેતન અર્થાત્ મિશ્રચેતન-મિકેનિકલ ચેતન બનાવેલ છે. અનાદિના પુદ્ગલ-પરમાણુ સંયોગે મુજ નિષ્કર્મા, નિષ્કલંકીની આવી કર્મજનિત કલંકિત અવસ્થા છે. પુદ્ગલ જડ, રૂપી, વિનાશી હોવાથી મારી અરૂપી, અવિનાશી ચેતનની અવળી દશા થઈ છે. કારણ કે જડ, પરપુદ્ગલના ગુણધર્મો જ મારા શુદ્ધ ચેતનના ગુણધર્મોથી વિપરીતઉલટા છે. પુદ્ગલ-પરમાણુ જ મારા વિરોધી છે. એ વિરોધી છે તેથી શત્રુ છે-અરિ છે. એ અરિએ મને હણી નાખી નિચ્ચેતન ચેતન-મિશ્રચેતન અરિહત બનાવેલ છે અને મને ચારેય ગતિમાં, ચૌદ રાજલોકમાં ભમાવેલ છે. એ જ મારી અસ્થિરતા, અનિત્યતા, અપૂર્ણતા અને અસુખનું મૂળ કારણ છે. હવે મને હણનાર એ મારા અરિને હણીને, એને ચકનાચૂર કરીને મારે અરિહતમાંથી અરિહન્ત બનવાનું છે. આવા વિરોધી શત્રુ જેવા કર્મોને ચૂરી નાખવાના-ચીરી-ફાડી નાખવાનો જે ભાવ છે તે જ કર્મવિદારણ - કર્મનિવારણ માટેની તીક્ષ્ણતા-કઠોરતા-ક્રૂરતા છે. કર્મ પ્રત્યેની આ ક્રૂરતા છે કારણ કે અંદરમાં ભીતરના શુદ્ધાત્માની કરુણા-દયા છે. સ્વ આત્મચિંતા જ ઉપસર્ગ-પરિષહાદિના કઠોર માર્ગે પ્રયાણ કરાવે છે. તે આત્મચિંતા જ પુદ્ગલપરમાણુ માત્રને આત્મસ્વભાવના વિરોધી મનાવે છે. પછી તે, પુણ્યકર્મના ઉદયથી આવતા શુભ પુદ્ગલ પરમાણુ-શુભ સંયોગ હોય કે પછી પાપકર્મના ઉદયથી આવતા અશુભ પુદ્ગલ પરમાણુ-અશુભ સંયોગ જ્ઞાનીનું બઘું પ્રવર્તન નિમિત્ત-નૈમિત્તિક ભાવે હોવાથી તે મોક્ષમાર્ગ છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ 363 - હૃદય નયન નિહાળે જગધણી હોય. શુભ-અશુભ, પુણ્ય-પાપ, સાનુકૂળતા-પ્રતિકૂળતા, શાતા-અશાતા, લાભ-હાનિ, જય-પરાજય, માન-અપમાન, સુખ-દુઃખથી પર થઈ એનો જ્ઞાતા-દૃષ્ટા બની જઈ ઉદાસીન એટલે કે નિર્લેપ રહે છે. એટલે એ જીવ નવા કર્મો બાંધતો નથી અર્થાત્ કર્મથી ખરડાતો નથી, જે એની ઉદાસીનતાબેફિકરાઈ- મસ્તી છે. જ્યારે જૂના કર્મો જ એનો પરચો-અસર બતાડે છે તે સમતાપૂર્વક સહનશીલ બની રહી સમભાવે વેઠી લે છે એટલે કે એમાં એ માત્ર દૃષ્ટા-પ્રેક્ષક બની રહે છે. તેથી ભવનાટક આગળ ચાલતું નથી અને નવા ખેલ નહિ ખેલાતા એનો અંત આવે છે. આજ દિવસ સુધીમાં અનાદિથી બીજાનું લઈ લઈને દેવા ઊભા કર્યા છે, દેણ ઊભાં કર્યાં છે. હવે નવું કાંઈ લેવું નથી અને જે જૂના લેણદેણના હિસાબ છે તે હવે ચૂકતે કરી દઈ ઋણમુક્ત થઈ જવું છે. કઠોર બનીને દેણું ચૂકવી દેવું છે અને દયાળુ બની લેણું ભૂલી જવું છેમાફ કરી દેવું છે. જૂના ઋણ ચૂકવતા જઈને નવા ઋણ ઊભાં નહિ કરતાં થકા ઋણમુક્તિની ભાવનાથી લાભ-હાનિ, ઈષ્ટ-અનિષ્ટ, સુખદુઃખ, શાતા-અશાતા, યશ-અપયશમાં સમપરિણામી બની રહી એને કર્મના નાચ લેખી સમભાવી બની રહેવું તે જ “હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે...” એ પંક્તિનો ભાવાર્થ છે. અત્રે ત્યાગ અને ગ્રહણથી પર થઈને રહેવાની વાત છે. જે પર છે તે તો પર જ રહેવાનું છે. જે પર પુદ્ગલો તારી માલિકીના હતા નહિ, તે પરને તે ગ્રહણ કર્યા. એ ગ્રહણ કર્યા ત્યારે પણ અને ગ્રહિત થયાં પછી પણ તે પર જ રહ્યાં. એ પર મટી ક્યારેય સ્વ થયા નથી. જે પોતાની માલિકીનું હતું જ નહિ તેને તેં રહ્યું કેમ કહેવાય અને ત્યાખ્યું એમ પણ કેમ કહેવાય? When you are not owner, how can you be doner? 241 still cabadi (અ) શેઠ કિંમત કોની કરશે? ચિંધ્યા પ્રમાણે કરાતા કાર્યની કે પછી શેઠની વફાદારીની? (બ) ભગવાન કિંમત કોની કરશે? કરાતી ક્રિયાની કે પછી ભગવાન પ્રતિના ભગવત્ ભવની? Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 364 વિલક્ષણતા છે; તેને તું વીક્ષણ એટલે જાણ! એ જાણીને તું એનાથી છૂટ! ન લેવાનું રહે અને ન આપવાનું રહે; ન માંગવાનું રહે કે ન ત્યાગવાનું રહે એવી અક્રિય, સ્થિર, નિત્ય, પૂર્ણ સ્વભાવદશાને પામ!!! આટલી આધ્યાત્મિક વિચારણા કર્યા બાદ ગાથા ૧-૨ને ભગવાનના સ્વયંના જીવન કવનથી વિચારીએ કે જે વીરપ્રભુની જીવનકથાથી આપણે સહુ પરિચિત છીએ. ચંદનાદિના વિલેપનની પૂજાનો દુહો છે.... “શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ.” આત્માના અનંત ગુણો જે મોહનીયકર્મના ઉદયના કારણે દોષરૂપ બન્યા છે, તેથી આત્મામાં તાપ-સંતાપને પેદા કરી સંતપ્ત કરે છે અને આત્મપ્રદેશો ઉકળતા ચરુની જેમ ખદબદી રહ્યાં છે. એ માટે જ અરિહંત ભગવંતની, વિલેપનથી અંગપૂજા કરવા દ્વારા, દોષ ટાળીને ગુણ પ્રગટ કરી, સ્વયંના આત્માને સમતાગુણથી શીતળ કરવાનો છે.' - ચંદનાદિથી પ્રભુજીની વિલેપનપૂજા કરતાં કરતાં સ્વયંનો આત્મા શીતળતાને પામે કે પછી શીતળ થઈ રહ્યો છે; એવી ભાવનાથી ભાવિત થવાનું છે... . મોક્ષને પામવા માટે કરુણારૂપ કોમલતા અને કઠોરતારૂપ તીક્ષ્ણતા ઉભય ગુણો ઉપયોગી છે. ક્રોધરૂપી દાવાનળને ઠારવા-શાંત પાડવા કરૂણારૂપી કોમળતા એટલે કે ક્ષમા જોઈએ. તો સાથે સાથે ક્ષમાશીલ થવા માટે સહનશીલ બનવું જોઇશે અને આત્મામાં રહેલા દોષોને - કર્મોને વિદારવા-ચીરવા કઠોર-તીક્ષ્ણ બનવું જોઇશે. જેને નિત્યંતપમાં દઢતા નથી તેનો અવસરોયિત કરાતો નૈમિત્તિક તપ પ્રશસ્ત રહેતો નથી. Page #426 -------------------------------------------------------------------------- ________________ 365 હૃદય નયન નિહાળે જગધણી 5 આત્મગુણોને હાનિ પહોંચાડનારા, ક્રૂર કર્મોનો ચૂરેચૂરો કરીને તેનો સર્વથા નાશ કરવા ક્રૂર-કઠોર થવું જરૂરી છે. તેથી જ સર્વ તીર્થંકર ભગવંતો ક્ષાત્રવટની પ્રાપ્તિ અર્થે નિયમા ક્ષત્રિયકૂળમાં જન્મ ધારણ કરે છે. દાંત કઠોર બનીને આહારને રસરૂપ બનાવે છે, ત્યારે જ તો કોમળ એવી જીભ રસાસ્વાદ માણી શકતી હોય છે. આમ કોમળતા અને કઠોરતા પરસ્પર વિરોધી સ્વભાવ હોવા છતાં સ્વકાર્યમાં અરસપરસ પૂરક બની રહેતાં હોય છે. ક્રોધને શાંત પાડવા આગ નહિ બનતા શીતળ પાણી બનવું પડે. જેવાની સાથે તેવા થઇએ' એ વ્યવહારોક્તિ વાપરવા જઈએ તો તો આગ ઠરવાને બદલે ઓર જોરથી ભભૂકે. ‘સામો આગ થાય તો આપણે પાણી થઇએ’ એ આધ્યાત્મિક અભિગમથી, સમય વર્તે સાવધાન થઈ રહેવાનું શાણપણ એ જ તીક્ષ્ણ બુદ્ધિ છે. સંગમદેવ, ચંડકૌશિક, શૂલપાણી યક્ષ, ગોવાળિયા, ગોશાળા આદિના આમરણાંત, અતિકઠિન, ઘોર, ઉપસર્ગોના પ્રસંગોમાં વીરપ્રભુએ પોતાના મનને કઠોર બનાવવાનું ક્ષાત્રવટ દાખવ્યું અને પ્રતિકાર નહિ કરતાં, સમતાભાવે સ્વીકાર કર્યો તો નવિન કર્મબંધ ન થયો અને જૂના બાંધેલા કર્મોને ચકનાચૂર કરીને કર્મનિર્જરા કરી કર્મમુક્ત બન્યા. કર્મના વિપાકોદયકાળે કર્મોનો પ્રતિકાર કરવામાં નહિ, પણ કર્મોને સ્વેચ્છાએ શાંતભાવે સમતાપૂર્વક સ્વીકાર કરવામાં અને તન-મનને કઠોર બનાવવામાં વીર્યશક્તિને ધારદાર, સતેજ, તીક્ષ્ણ કરવાની ક્ષાત્રવટ પ્રભુએ દાખવી તો ક્રૂર કર્મોના ચૂરા કરી શક્યા. ચરણઅંગુઠડે મેરૂને પણ કંપાવી શકે એવા અનંતબળી, મહાવીર હોવા છતાંય સ્વ આત્મવીર્યનો ઉપયોગ (અ) પરમ પારિણામિક ભાવસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે છે તેને અધ્યાત્મશૈલિમાં નિશ્ચય કહે છે. (બ) જેનું આલંબન લેવાનું છે તે નિશ્ચય છે; તેનાથી જે પ્રગટે છે તે વ્યવહાર છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 366 કર્મવિપાકોદયના સ્વીકારમાં કર્યો પરંતુ મોતના ભયથી પ્રેરાઈને દેહરક્ષા અંગે પ્રતિકારમાં તો આત્મવીર્ય ન જ ફોરવ્યું. બલ્કે નશ્વર દેહની રક્ષાના ભોગે આત્મરક્ષામાં વીર્યને પ્રયોજ્યું. પુણ્યોદયે, ઈન્દ્રાદિ દેવગણ સહાય માટે તત્પર હોવા છતાં તેમની સેવાને પણ ઠુકરાવી. જન્મતા જ પ્રકૃતિએ પ્રસન્ન થઈને અનંત લબ્ધિઓ-શક્તિઓ બક્ષિસરૂપે આપેલી હોવા છતાં પોતાના સ્વાર્થ કાજે તેનો ક્યારેય ઉપયોગ નહિ કર્યો. બલ્કે સાધના કાળમાં પરિણો અને ઉપસર્ગોની વચ્ચે પણ સાડા બાર વર્ષ સુધીના દીર્ઘકાળ દરમિયાન મૌન ધારણ કરીને મેરૂ સમ અડગ-અડોલ-અચલઅવિકલ-અચૂત રહ્યાં તો અભંગ-અખંડ-અક્ષય-અક્ષર-અજરામરઅવિનાશી પદને પામ્યા. . સામી ઉપદ્રવી વ્યક્તિના દોષોને નહિ ચિંતવતા પૂર્વે પોતે જ કરેલી ભૂલો-પોતાના જ દોષની ચિંતવના કરતા થકા, પોતાના જ દોષોના દંડ રૂપ ઉપસર્ગોને સ્વેચ્છાએ સ્વીકારી તન મન પ્રત્યે કઠોરતીક્ષ્ણ બન્યા, તો ક્રૂર કર્મોને છેદી ભેદી નષ્ટ કરી મુક્ત થઈ શક્યાપ્રકૃતિ પાસેથી, ઉછીના લીધેલા પુણ્યકર્મના દેવાને સહર્ષ ચૂકવી દઈને ઋણમુક્ત થયા. ઉપસર્ગ સમયે પ્રભુ જાત એટલે તન-મન પ્રત્યે કોમળ નહિ બનતા કઠોર બન્યા-તીક્ષ્ણ-ધારદાર બન્યા તો કર્મ વિદારી શક્યા. પરંતુ ઉપસર્ગ કરનાર ઉપદ્રવી વ્યક્તિઓને તો નિર્દોષ જોવાની કરુણારૂપ કોમળતા જ કેળવી અને દાખવી. પોતાની જાતને જ દોષિત ઠેરવી. એટલું જ નહિ પણ તે ઉપસર્ગકર્તાઓને કર્મનિર્જરા કરવામાં સહાયક ઉપકારી ગણ્યા. આગળ વધી કરુણા તો ત્યાં સુધીની કરી કે પોતાને ડંખ મારીને ડસનારા ચંડકૌશિક નાગને ઉપદેશ આપી ઉન્માર્ગથી વાળી સન્માર્ગે ચઢાવ્યો. નરક કર્મબંધ અનાદિનો છે માટે કર્યોદય અનાદિથી છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ 367 હૃદય નયન નિહાળે જગધણી 卐 તરફ પ્રયાણ કરતાં એ ચંડકૌશિક નાગને ત્યાંથી ઉદ્ધરીને આરાધનાના ભવ્ય જહાજમાં બેસાડીને દેવલોકમાં પહોંચાડ્યો. જ્યારે ગોશાળો તાપસને ‘યુકા તાપસ’ કહીને ખિજવતો હતો ત્યારે ક્રોધે ભરાયેલા તે તાપસે ગોશાળા ઉપર તેજોલેશ્યા ફેંકતા ગોશાળો બળ-બળુ થઈ રહ્યો હતો, તેવા અવસરે કરુણાના સાગર એવા, છદ્મસ્થ અવસ્થામાં રહેલા પ્રભુ વીરે તેને શીતલેશ્યાથી ઠાર્યો. અભિવ એવા સંગમદેવને તારી ન શકવા બદ્દલ એ કરુણાના કરનારે પોતાની આંખોને કરુણાભીના અશ્રુથી ભીંજવી. વળી દેહધારી રહ્યાં ત્યાં સુધી સંસારના સર્વ પ્રસંગોમાં વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે ઉદાસ-નિર્લેપ રહ્યા. એટલે સુધી કે તીર્થંકર નામકર્મના વિપાકોદયમાં અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, ચોંત્રીસ અતિશયોથી યુક્ત મહિમાવંત અને પાંત્રીસ ગુણોથી અલંકૃત વાણીના સર્વોચ્ચ ઐશ્વર્યની વચ્ચે પણ વીતરાગ રહ્યા. પુણ્યકર્મ શું કે પાપકર્મ શું; કર્મમાત્ર પ્રભુને બોજારૂપ અને બંધનરૂપ લાગતા હતા. તેથી જ પ્રભુ જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીન-નિર્લેપ-નિર્મમ રહેતાં હતા. છતાં પણ પ્રભુનું મુખારવિંદ નિષ્કર્મ થયાની પ્રસન્નતાથી અને ઉદાસીન-નિર્લેપ હોવા છતાંય જગત સમગ્રના જીવમાત્ર પ્રત્યેની કરુણારૂપી કોમળતાથી દેદીપ્યમાન મોહક આભામંડળથી શોભિત હતું. બાકી જગતના જે જીવો દુઃખથી હારી, થાકીને ઉદાસ દેખાય છે તે કાંઈ ઉદાસીનતા-નિર્લેપતા નથી પણ દીનતા-ખિન્નતા છે, જે અપ્રશંસનીય છે. પ્રભુજીની જે છેલ્લા ભવની લડત હતી, તે કોઈનું છીનવી લેવાની કે પડાવી લેવાની, ઐહિક ભૌતિક લાભ માટે બાહ્ય શત્રુ વ્યક્તિની સામેની લડત નહોતી. એ તો પોતાના જ આંતરશત્રુઓ જે ઘાતિકર્મો છે, તેને હણવાની લડત હતી. એ લડતમાં કોઈ નામધારી, દેહધારી વ્યક્તિને (અ) શબ્દમાં મોક્ષ છે અને લક્ષ્યમાં વિષયકષાય છે તો તે ગુણષ્ટિ સાયી નથી. (બ) લક્ષ્યમાં જો સ્વરૂપ છે- મોક્ષ છે તો પછી પરિણમન શુદ્ધ કેમ ન હોય? Page #429 -------------------------------------------------------------------------- ________________ 369 ,હૃદય નયન નિહાળે જગધણી 新 કર્મો સામેની આ લડતમાં પોતાને માટે કોઈ દુન્યવી લાભપ્રાપ્તિની ઈચ્છા કે કોઈ અન્ય જીવજંતુ માત્રને લેશ માત્ર હાનિ ન પહોંચે તેની પૂરેપરી કાળજી હોવાથી તેઓ ‘હાનાદાન રહિત પરિણામી' હતાં. એમને માટે તો ‘‘જિણાણં જાવયાણં’’-જીતવાની અને સર્વને જીતાડવાની, પરસત્તા એવા કર્મોની સામે સ્વસત્તા એવા આત્મધર્મને પામવાની ધર્મની લડત-ધર્મયુદ્ધ હતું; જે અસત્ એવા કર્મો સામે, સત્ એવા આત્મા દ્વારા મનોભૂમિ ઉપર લડાતું યુદ્ધ હતું. એમાં મનમાં રહેલા ઈચ્છા-મોહ ઉપર જીત મેળવી પ્રભુ મોહજીત, વીતરાગ બન્યા અને વિચારોની વણથંભી વણઝારથી મુક્ત થઈ નિર્વિકલ્પ બની સર્વજ્ઞ, સર્વદર્શી બન્યા. આમાં સર્વહિતચિંતારૂપ કોમળતાની-શીતળતાની સાથે સર્વ કર્મહનનરૂપ ક્ષપકશ્રેણિરૂપ ધ્યાનાગ્નિની તીક્ષ્ણતા-દાહકતા પણ કાર્યશીલ છે. પરદુઃખછેદન ઇચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતલ૦૩ પાઠાંતરે ‘એક ઠામે’ની જગાએ ‘એક ઠામી', ‘કેમ’ની જગાએ ‘કીમ’ એવો પાઠફેર છે. શબ્દાર્થ : પરદુઃખભંજનની ભાવનારૂપ કરુણા, બીજા દ્વારા પોતાના પર થતાં દુઃખ જોઈને થતો રાજીપો અને ઉભય વિલક્ષણતા એટલે કે વિરુદ્ધતાની, વિચિત્રતાની ઉપર પાછી ઉદાસીનતા; એ બધું એક ઠામે એટલે એક જ જગાએ, એક જ વ્યક્તિમાં એક સમયે, એક સાથે કઈ રીતે સીઝે એટલે કે સંભવે? લક્ષ્યાર્થ-વિવેચન : ઃ અન્ય સંસારી જીવો રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનના કારણે પુદ્ગલના સંબંધથી કર્માધીન બની જવાથી અને પોતાના સ્વરૂપને વ્યવહારનયના અવલંબને સંસાર દ્વિઘા ભાવે યાલે છે. દ્વિઘાભાવ ઘટતો જવો તે મોક્ષમાર્ગ. સંપૂર્ણ નાશ તે મોક્ષ. Page #430 -------------------------------------------------------------------------- ________________ 369 - હૃદય નયન નિહાળે જગધણી કર્મો સામેની આ લડતમાં પોતાને માટે કોઈ દુન્યવી લાભપ્રાપ્તિની ઈચ્છા કે કોઈ અન્ય જીવજંતુ માત્રને લેશ માત્ર હાનિ ન પહોંચે તેની પૂરેપરી કાળજી હોવાથી તેઓ “હાનાદાન રહિત પરિણામી' હતાં. એમને માટે તો “જિણાણું જાવયાણ” જીતવાની અને સર્વને જીતાડવાની, પરસત્તા એવા કર્મોની સામે સ્વસત્તા એવા આત્મધર્મને પામવાની ધર્મની લડત-ધર્મયુદ્ધ હતું, જે અસત્ એવા કર્મો સામે, સત્ એવા આત્મા દ્વારા મનોભૂમિ ઉપર લડાતું યુદ્ધ હતું. એમાં મનમાં રહેલા ઈચ્છા-મોહ ઉપર જીત મેળવી પ્રભુ મોહજીત, વીતરાગ બન્યા અને વિચારોની વણથંભી વણઝારથી મુક્ત થઈ નિર્વિકલ્પ બની સર્વજ્ઞ, સર્વદર્શી બન્યા. આમાં સર્વહિતચિંતારૂપ કોમળતાની-શીતળતાની સાથે સર્વ કર્યહનનરૂપ ક્ષપકશ્રેણિરૂપ ધ્યાનાગ્નિની તીણતા દાહકતા પણ કાર્યશીલ છે. પરદુઃખછેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતલ૦૩ પાઠાંતરે “એક ઠામે’ની જગાએ “એક ઠામ', કેમની જગાએ કીમ' એવો પાઠફેર છે. | શબ્દાર્થ : પરદુઃખભંજનની ભાવનારૂપ કરુણા, બીજા દ્વારા પોતાના પર થતાં દુઃખ જોઈને થતો રાજીપો અને ઉભય વિલક્ષણતા એટલે કે વિરુદ્ધતાની, વિચિત્રતાની ઉપર પાછી ઉદાસીનતા; એ બધું એક ઠામે એટલે એક જ જગાએ, એક જ વ્યક્તિમાં એક સમયે, એક સાથે કઈ રીતે સીઝે એટલે કે સંભવે? લક્ષ્યાર્થ-વિવેચનઃ અન્ય સંસારી જીવો રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનના કારણે પુદ્ગલના સંબંધથી કર્માધીન બની જવાથી અને પોતાના સ્વરૂપને • વ્યવહારનયના અવલંબને સંસાર દ્વિઘા ભાવે ચાલે છે. દ્વિઘાભાવ ઘટતો જવો તે મોક્ષમાર્ગ. સંપૂર્ણ નાશ તે મોક્ષ. Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 370 ભૂલી જવાથી દુ:ખી થાય છે અને પીડાય છે. એવા તથા ભૌતિક દુઃખથી પીડાતાં જીવોને દુઃખમાંથી છોડાવવાની, પીડામુક્ત કરવાની ઈચ્છા તે જ કરુણા. આ કરુણાથી પ્રેરિત ભગવંત વરસીદાન આપે છે અને ગણધર ભગવંતોને ત્રિપદી આપવાપૂર્વક ધર્મતીર્થની સ્થાપના કરે છે. સ્વયંના જીવનકાળમાં કેવળજ્ઞાન પ્રાગટ્યથી નિર્વાણ પામવા સુધીના કાળમાં સ્વયં જ્ઞાનદાન આપીને અનેક આત્માઓના પ્રત્યક્ષપણે તારણહાર બને છે તો તીર્થ પ્રવર્તના દ્વારા પરોક્ષપણે પણ અનેકાનેક આત્માના તારણહાર બને છે. આવો પધારો ઈષ્ટ વસ્તુ, પામવા નરનારીઓ, એ ઘોષણાંથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્ર સૌનું, દાનના મહાકલ્પથી. એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. શ્રીચંદ્ર આખોય સંસાર સંસારીઓના અરસપરસના લેણદેણ ઉપર જ ટકેલો છે. લેણદેણનો સંબંધ પૂરો થતાં જ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો ગમે તેવો ય ગાઢ, ઘનિષ્ટ સંયોગ-સંબંધ વિયોગમાં ફેરવાઇ જતાં વાર લાગતી નથી. અરિહન્ત વંદનાવલી કરુણા-કોમળતા એ તો આત્મગુણ-આત્મસ્વભાવ છે. તેથી તેના અંકુરા તો ફૂટવાના જ. કાર્યાન્વિત બનતી એ કરુણા વખતે માત્ર કાળજી એટલી જ રાખવાની છે, વિવેક એટલો જ કરવાનો છે, કે જેનું દુઃખ છેદવા જઈએ છીએ તે નાહકનો સંસાર તો વધારી નહિ દે ને ?! પ્રાથમિક ભૂમિકામાં તો દ્રવ્યદયા જ હોય; પણ આગળ ઉપર તે ભાવદયાના એટલે કે આત્મહિતમાં પરિણમનારી, આત્મહિતના લક્ષપૂર્વક થતી દ્રવ્યદયા હોય. અવસર આવે, કસાઇ પણ મરવા પડ્યો હોય તો પાણી પાઈ તેનો નિશ્ચયનયના લક્ષ્ય વિના શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ દુષ્કર છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ 371 હૃદય નયન નિહાળે જગધણી જીવ બચાવાય. પરંતુ પછીથી તેને સાચી સમજણ આપી પાપથી છોડાવવાના પૂરતા શક્ય પ્રયત્નો કરી ભાવદયા કરવી જોઈએ. કરુણાભાવે આપણે પૂરી પાડેલ સામગ્રીથી સામો જીવ વિશેષ પાપ તો નથી વધારતો ને? એટલો વિવેક રાખવો જરૂરી છે. “रागादिषु नृशंसेन, सर्वात्मसु कृपालुना। भीमकांतगुणेनोच्चैः साम्राज्यं साधितं त्वया ।।" - શ્રી વીતરાગસ્તોત્ર કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી હે નાથ ! રાગદ્વેષાદિ દોષોને વિષે કઠોરતાવાળા અને પ્રાણીમાત્રને વિષે કરુણાવાળા એવા આપે ભીમ અને કાન્ત ગુણ વડે મોક્ષનું મહાન સામ્રાજ્ય મેળવ્યું છે. મહાપુરુષો, તીર્થકર ભગવંત જેવા ઉત્તમપુરુષી... “વઝીર તોરાળ મૃકુનિ યુસુમ”િ હોય છે. આઠ કર્મો સાથે સંગ્રામ ખેલવા મહાપુરુષો વજથી પણ અધિક કઠોર હોય છે અને બીજા પર દુઃખ આવી પડે તો તેઓ પુષ્પથી પણ વધુ કોમળ હોય છે. બીજાના દુઃખે દિલ દ્રવી ઉઠે અને શક્તિ અનુસાર બીજાના દુઃખ દૂર કરવા પ્રયાસ કરે એ જ દિલ કહેવાય. બાકી બીજાનું દુઃખ જોઈને એને દિલાસો આપવા જેટલીય માનવતા ન દાખવે તે દિલને દિલ નહિ પણ જંગલમાં સાપને રહેવાનું જે સ્થાન હોય છે તેવું બીલ કહેવાય. ભક્તકવિ નરસિંહ મહેતા પણ કહે છે... વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...” “તીક્ષણ પર દુઃખ રીઝે રે..” પોતાના આત્માથી ભિન્ન એવા | (અ) વ્યાર્થિકનયથી પર્યાયમાં ધૃવની સ્થાપના એ નૈશ્ચયિક સાઘના છે. (બ) પર્યાયાર્થિકનયથી પર્યાયમાં અઘુવ (વિનાશી)ની સ્થાપના એ અજ્ઞાનજન્ય વ્યવહાર સાધના છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 372 પોતાના દેહ ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા ત્યારે ‘‘હું આત્મા, નિત્ય, દેહથી ભિન્ન’ની સમ્યગ માન્યતામાં દૃઢ થઈ દુ:ખકાળે ભીતરનો સમાધિભાવ ટકાવી રાખી દુઃખની અસરથી મુક્ત રહી આશ્રવ-નિરોધપૂર્વક કર્મનિર્જરા કરી તે ભગવંતની દુ:ખ પ્રત્યેની ખીજ નહિ પણ રીઝ જ હતી. કારણ કે દુઃખને દુઃખનું કારણ બનાવી દુઃખ પરંપરા ઊભી ન કરતાં દુઃખને શાશ્વત સુખનું કારણ બનાવ્યું. વેદે દુ:ઘુમ્ મહાત''નું સૂત્ર અપનાવી ભગવંતે કર્મોને પડકાર્યા અને પટક્યા. સ્વેચ્છાએ પરિષહોને અભિગ્રહાદિથી સ્વીકાર્યા અને સામે ચાલીને અનાર્યદેશમાં જઈ ઉપસર્ગોને આવકાર્યા. પુણ્યકર્મના ઉદય પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરી નિર્લેપ રહ્યાં પણ પાપકર્મોની તો ઉદીરણા કરી કરીને સર્વ પાપનો નાશ કરી સર્વોચ્ચ એવા અરિહંતપદે બિરાજમાન થયા. તીર્થંકર નામકર્મના વિપાકોદયમાં, સંસારના સર્વોચ્ચ પરમ ઐશ્વર્યની વચ્ચે પણ, વીતરાગ-નિર્લેપ રહ્યા તે ભગવંતની ઉદાસીનતા - વૈરાગ્યની પરાકાષ્ટા હતી. “વિ જીવ કરું શિવ’’ની એમની ભાવનાને ચરિતાર્થ કરવા સહિતની એ અઘાતીકર્મોની સહજયોગે થતી કર્મનિર્જરા જ હતી. પર, જડ, વિનાશી, નશ્વર એવા પુદ્ગલ પરમાણુના બનેલા દેહ પ્રત્યે એમની તીક્ષ્ણતા-કઠોરતા તો એટલે સુધી હતી કે, બળતા દેહને દાહથી બચાવવાની, ઠારવાની કે પછી ઠરી જતાં દેહને વસ્ત્રાદિથી હુંફ આપવાની લેશ માત્ર કાયચેષ્ટા કરી નહિ. દેહના બળવા છતાં, ઠરવા છતાં, છેદાવા-ભેદાવા-ટીપાવા-પીસાવા-છોલાવા-કપાવા છતાં પોતાના દેહની કોઈ કાળજી ન લેતાં, આત્મામાં ઠરવાપૂર્વક દેહના તો તેઓ માત્ર દૃષ્ટા જ બની રહ્યા અને આંતરિક આત્માનંદમાં વર્ધમાન થતાં રહ્યા. ક્યારેય ઉદ્વેગ પામી આર્તધ્યાનમાં સરકી નહિ પડતા, સમાધિભાવમાં રહી, ધર્મધ્યાનમાં સ્થિર થઈ શુક્લધ્યાનના શિખર તરફ આરોહણ કરતાં રહ્યા. જ્ઞાયકભાવ એ થડ છે જ્યારે પર્યાય એ ડાળ પાંખડા છે. થડ પકડાયું હશે તો વિકાસ ઝડપી થશે. Page #434 -------------------------------------------------------------------------- ________________ 373 હૃદય નયન નિહાળે જગધણી 5 ખંધકમુનિની ચામડી ઉતારાઈ, સ્કંધકાચાર્યના પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાયા, અર્ણિકાપુત્ર ભાલે વીંધાયા, મેતાર્યમુનિના માથે ચામડાની લીલી વાઘર બંધાણી, ગજસુકુમાલના માથાની ઉપર સગડી બનાવવામાં આવી, નાગકેતુ સર્પદંશથી દંશાયા, દઢપ્રહારી પથ્થરોથી ટીચાયા અને લાકડીઓથી પીટાયા, ત્યારે પણ આ મહાત્માઓ જ્ઞાનોપયોગથી દઢમના થઈ દેહના દૃષ્ટા બની આત્મનિમગ્ન રહ્યા તો આત્મનિસ્તાર 'સાધી, તરી ગયા. આ જ એ મહાત્માઓની તીક્ષ્ણતા હતી અને કર્મનિર્જરા થવાની રીઝ-રાજીપો-પ્રસન્નતા હતી. આત્માને સ્વ માન્યો હતો અને દેહને પર લેખ્યો હતો.. પર એવા દેહના દુઃખથી એમને રાજીપો હતો કે પરથી ભિન્ન એવા આત્માનો છૂટકારો થઇ રહ્યો હતો. જગત આખાને નિર્દોષ જોઈને પોતાના જ દોષોના ઇંડરૂપે ઉપસર્ગ સમયે આત્મામાં સ્થિર રહેનારા, મહાત્માઓ દોષમુક્ત થઈ, ગુણયુક્ત બની. પરમાત્મા થઈ પરમપદે બિરાજમાન થતાં હોય છે. આત્મા સ્વયંભૂ છે તેથી તે પોતાના આત્મબળે સ્વયંસિદ્ધ થાય છે. “ઉદાસીનતા ઉભય વિલક્ષણ...'' · કરુણારૂપી કોમળતા અને તીક્ષ્ણતારૂપી કઠોરતા એ ઉભયથી વિરુદ્ધ લક્ષણ ધરાવનાર વિલક્ષણ એવી ઉદાસીનતા-નિર્લેપતાના ગુણથી પણ શીતલનાથ પ્રભુ સોહે છે. વસ્તુ, વ્યક્તિ, સંયોગ અને પ્રસંગોની વચ્ચે પણ પ્રભુ પોતે, પોતાના આત્મભાવસ્વરૂપમાં જ રમમાણ રહી અનેકોમાં એક એવા એકાકી બનીને આત્મસ્થ રહે છે અને પાછા એક એવા પોતે પોતાના કેવળજ્ઞાનમાં અનંત જ્ઞેયોને એમના અનંતભાવ સહિત સમાવનાર અને વીતરાગતાપૂર્વકની પ્રેમ-ભાવનાથી સર્વ વ્યાપક બની રહે છે, તે ભગવંતની ઉદાસીનતા-નિર્લેપતા-વીતરાગતા છે. નીરિહીતા–નિરીચ્છતા-નિર્મોહતા અને નિર્વિકલ્પતા એ પણ ઉદાસીનતા છે. દૃશ્ય પદાર્થની સાથે ઉપયોગનું બંધાવાપણું, ચોંટવાપણું તે જ વિકલ્પ. Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 374 ઉદાસીનતાને ઉપેક્ષા કે માધ્યસ્થભાવના અર્થમાં ઘટાવીએ તો, અભવિ એવા સંગમદેવ પ્રતિનો એમનો ભાવ અને નિન્યવ એવા જમાલિ પ્રતિનો એમનો ભાવ ઉદાસીનભાવ હતો. સાધનાકાળમાં પ્રભુને અનુકૂળતાનું ખેંચાણ- આકર્ષણ અને પ્રતિકૂળતાથી ભયભીતતા ન હતાં; તે પણ તેઓશ્રીનો ઓદાસીન્યભાવ હતો. ઉદાસીનતા હતી. આવી કરુણા, તીક્ષ્ણતા, ઉદાસીનતા “એક ઠામે કેમ સીઝે રે....” પંક્તિથી કવિવર્ય યોગીરાજ ભંગ કરે છે કે કોમળતા-કઠોરતાઉદાસીનતા એક સાથે, એક સમયે, એક ઠેકાણે, એક જ વ્યક્તિમાં ત્યારે જ જોવા મળે જ્યારે એ વ્યક્તિ પરમાનંદી બની પરમાત્મા થઈ હોય! આવું વિલક્ષણ ત્રિભંગાત્મક એકત્વસ્વરૂપ પરમાત્મા સિવાય બીજે કશે જોવા મળે એમ નથી. અભયદાન તિમ લક્ષણ કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે, પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે. શીતલ૦૪ પાઠાંતરે લક્ષણ કરુણા'ના સ્થાને “મલવિક્ષય કરુણા', ‘વિણ કૃતિ'ના સ્થાને વિનુ કૃત’, ‘નાવે રે’ના સ્થાને ‘નાવે રે એવો પાઠફરક છે. શબ્દાર્થ : અભયદાન એટલે કે જીવોને તેમના જીવિતનું દાન દેવું, પોતા તરફથી નિર્ભય બની રહે અને કોઈથી ભય પામે નહિ એવા નિર્ભયતા ગુણનું દાન આપવું તે કરુણાનું લક્ષણ છે. પોતાના ગુણ અને ભાવમાં વર્તતી તીવ્રતા એ તીક્ષણતા છે. સંકલ્પ-વિકલ્પ વિના નિર્વિકલ્પભાવે થતી કાર્યાન્વિતતા એ ઉદાસીનતા છે. એમ વિચારતા વિરોધબુદ્ધિ (નાવે) નહિ આવે. વાદ, વિવાદ, વિખવાદ, મતભેદ ઊભા કરવા, એ સાધનામાં પથરા નાંખવા બરાબર છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ 375 હૃદય નયન નિહાળે જગધણી * “અભયદાન તિમ લક્ષણ કરુણા...” અથવા “અભયદાન તે મલ ક્ષય કરુણા...” જન્મ-જરા-મૃત્યુના ભયથી સમસ્ત સંસારના સર્વ સંસારી જીવો ત્રસ્ત છે. આધિ-વ્યાધિ-ઉપાધિથી સહુ કોઈ જીવ સંતપ્ત છે. એ જીવોને આત્માની અમરતા અને દેહની નશ્વરતા-ક્ષણભંગુરતાનો બોધ કરાવી દેહથી આત્મા ભિન્ન છે, તેની શાશ્વતતા સમજાવીને દેહ તાદામ્ય બુદ્ધિ છોડાવી આત્મભાવથી ભાવિત કરવા અને નિર્ભય બનાવવા; તે બોધિલાભપૂર્વક આત્માનું આરોગ્ય આપવારૂપ પ્રભુની કરુણા છે. “મલ ક્ષય' શબ્દને લઈને અર્થઘટન કરીએ તો અન્ય જીવોને એમના જીવિતવ્યનું દાન દેવું, અહિંસાના પાલન દ્વારા પોતા તરફથી નિર્ભય બનાવવા અને પોતાના આત્મામાં અનાદિકાળથી રહેલા કર્મરૂપી મલ - કર્મકચરાનો ક્ષય કરવો તે પ્રભુની કરુણાનું લક્ષણ જાણવું. એ જ પ્રમાણે અન્યજીવોને એમની ભાવદયા ચિંતવી જ્ઞાનદાન – બોધિલાભ આપવા દ્વારા તારવા, તે માટે તીર્થની સ્થાપના કરવી, એ પણ પ્રભુજીની કરુણાની કૃતિ - ચિહ્ન - લક્ષણ છે. ' . ' દીક્ષા લેતાં પહેલાં એક વરસ સુધી રોજે-રોજ ૧ ક્રોડ ૮ લાખ સોનામહોરનું વરસીદાન આપવા દ્વારા જીવોની આ લોક સંબંધી દ્રવ્ય ચિંતા-ભય દૂર કરે છે અને ભવ્યત્વ નિશ્ચિત કરે છે, તે પણ પ્રભુની કરુણાને સૂચવે છે. અનાર્યોને પ્રભુની દેશનાનો લાભ મળતો નથી, તો તેઓ સભ્ય સમજથી વંચિત રહી સંસારમાં રખડે છે. આર્યભૂમિના આર્યો ભાગ્યશાળી છે કે એમની ઉપર કરુણાના સાગર, તરણતારણહાર, તારક, તીર્થકર ભગવંતોની કરૂણા ઉતરી અને તીર્થકર ભગવંતોનો પ્રત્યક્ષ યોગ થયો કે તારણહાર તારક તીર્થ-ચતુર્વિધ સંઘની ઉપલબ્ધિથી પરોક્ષ યોગ જીવને પોતાની ચિંતા નથી અને મુક્તિની તાલાવેલી નથી, તેથી એ મોક્ષમાર્ગથી દૂર છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 376. પણ થયો. અહિંસા ધર્મ, જયણા ધર્મનો અપૂર્વ ધર્મલાભ પ્રાપ્ત થયો. એ અહિંસા ધર્મની પાલના માટે પંચ મહાવ્રતની પાલનારૂપ સર્વવિરતિ ધર્મ અને પાંચ અણુવ્રતની પાલનારૂપ દેશવિરતિ ધર્મની પ્રાપ્તિ થઈ. આ જ પરમકૃપાળુ દેવાધિદેવની પરમકૃપા-પરમકરુણા છે. “હે! કરુણાના કરનારા તારી કરૂણાનો કોઈ પાર નથી..” શક્રસ્તવમાં પ્રભુની સ્તવના કરતાં ઈન્દ્ર પ્રભુજીને “અભયદયાણું, ચખુદયાણ, મગ્નદયાણ, શરણદયાણ, બોડિદયાણ” ના ઉપકારી વિશેષણથી નવાજી પ્રભુની કરુણા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. “તીક્ષણતા ગુણ ભાવે રે...” ભગવંતને તીક્ષ્ણતા, ગુણમાં અને ભાવમાં છે. આત્મજ્ઞાન થતાં તેઓ, પોતાના સ્વરૂપને વિશ્ય કરનાર, સ્વભાવને વિભાવમાં બદલનાર અને આત્મધર્મથી વિરુદ્ધ ગુણધર્મ ધરાવનાર પર-જડ-વિનાશી-અસ્થિર-રૂપી પુદ્ગલો પ્રત્યે વૈરાગી બને છે. આ જડ વિનાશી. પુગલના સંયોગથી ક્યારે છૂટું અને મારા અવિનાશી શુદ્ધ ચૈતન્યદેવની પ્રાપ્તિ કેમ કરું? એવી ધારદાર તીણ આત્મચિંતવના પૂર્વકની જે આત્મજાગૃતિ અને સ્વરૂપ પ્રાગટ્યનો તલસાટ હોય છે, તે જ પ્રભુની ગુણ ભાવે તીક્ષણતા હોય છે. પોતાના જ્ઞાનાદિ સ્વરૂપગુણોનું ભાવન એવી રીતે કરે છે, જેથી ઉપયોગવીર્ય સૂક્ષ્મ-તીર્ણ થઈ કર્મને ખેરવી નાખે છે. અર્થાત્ ઉપસર્ગાદિ સમયે, દેહાદિ બાહ્ય પદાર્થોથી પર થઈ જઈને દેહભાન ભૂલી જઈ, ઉપયોગને ભીતરમાં લઈ જઈ, સ્વરૂપસ્થ કરી દે છે. તેથી જ કર્મો આત્મપ્રદેશથી નિર્જરી જાય છે-ખરી પડે છે. આ જ એમની તીક્ષ્ણતા છે અને તે જ તેમનું ખરું પરાક્રમ છે, જે એમને કાળ વિજેતા બનાવી, સ્વરૂપસ્થ બનાવી, સ્વરાજ અપાવે છે. ક્ષેત્ર વિજેતા બની પરરાજ્યને હાંસલ કરવા કરતાં કાળવિજેતા બની આતમરાજ 'હું પરમાત્મસ્વરૂપ છે અને કાયા એ મારી નથી તેથી કાયાની આળપંપાળ કરવી નથી. આ સાધનાનો અર્ક છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ 377 હૃદય નયન નિહાળે જગધણી 5 મેળવી આતમરામ બનવાનું પરાક્રમ ઊંચું છે અને તે અનંતદર્શનઅનંતજ્ઞાન–અનંતસુખ અને અનંતવીર્યરૂપ અનંતકાલીન અનંતચતુષ્કને મેળવી આપનાર છે. વળી એ પરાક્રમમાં એ કોઈને પરાજય પમાડનારા નથી બનતા પણ પોતે જીતીને જિનેશ્વર બની અનેક જીવોને જીવાડનારા તારણહાર બને છે. તેથી જ તો શક્રસ્તવમાં એમને ‘નિમાં નાવયા’ના વિશેષણથી ઈન્દ્રે નવાજ્યા છે. : “પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા...’’ પ્રભુજી નિર્વિકલ્પ છે એટલે સંકલ્પ-વિકલ્પ-વિચાર-વૃત્તિ રહિત છે. આથી જિજ્ઞાસુના મનમાં કોંયડો એ ઊભો થાય છે કે જ્યાં વિચાર નથી, વૃત્તિ નથી તો પછી પ્રવૃત્તિ કૃતિ કેમ કરીને, હોય? વિચાર-વિકલ્પનું હોવાપણું જ્ઞાનની અપૂર્ણતા અને જ્ઞાનાવરણીકર્મનું આવરણ હોવાનું સૂચવે છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી પણ ફરમાવે છે કે... ‘પરમ જ્યોત પરગટ જિહાં રે, તિહાં વિકલ્પ નહીં કોય.’’ જ્યાં પરમ જ્યોત એટલે કે આત્મજ્યોત-જ્ઞાનજ્યોત પ્રગટેલી હોય છે ત્યાં કોઈ વિકલ્પ હોતા નથી. અર્થાત્ કેવળજ્ઞાન પ્રાગટ્યથી નિર્વિકલ્પદશા હોય છે. જ્યાં બધાનું બધું જ એકી સાથે. સમસમુચ્ચય, અક્રમિક પૂરેપૂરું અથથી ઈતિ સુધીનું જણાતું હોય ત્યાં પછી વિકલ્પ શેનો? એની દશા તો મહામહોપાધ્યાયજીએ સમાધિશતકમાં જણાવ્યા મુજબની હોય. ‘“ગ્રહણ અયોગ્ય ગ્રહે નહીં, ગ્રહ્યો ન છાંડે જેહ; જાણે સર્વ સ્વભાવને, સ્વ-પર પ્રકાશક તેહ.'' આ દુહો સ્વયં જ ઉદાસીનતાની વ્યાખ્યા છે. ગ્રહણ કરવાને જે અયોગ્ય છે એટલે જે હેય-ત્યાજ્ય છે; એવો જે પર ભાવ છે તેને એક પરમાત્મા જ શરણ્ય છે અને પરમાત્મા આગળ હું કાંઈ નથી. આ ઉપાસનાનો અર્ક છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 378 આત્માર્થી ગ્રહે નહિ. જે ભેદરૂપ છે અને ક્યારેય તેની સાથે અભેદ થઈ શકાવાનું નથી, તેને ભેદરૂપ લેખી તેનાથી ભેદ જ રાખે અને છેટો જ રહે. જ્યારે જે સ્વ છે, પોતાથી અભેદ છે અને જેનાથી અભેદ થઈ શકાય એમ છે, તે પોતાના સ્વરૂપ – સ્વભાવ ગ્રહ્યા એટલે કે પ્રગટ્યા પછી કદી તેને છોડે નહિ. ભેદથી ભેદ કરે અને અભેદથી અભેદ રહે. જેનાથી ભેદ કરવાનો છે તે ભેદરૂપ પરપદાર્થના પરભાવ-વિભાવવિરૂપને પણ જાણે અને જેનાથી અભેદ થવાનું છે તે પોતાના સ્વભાવસ્વરૂપનેય જાણે. અર્થાત્ સર્વના સર્વ સ્વભાવ એટલે કે ગુણધર્મને જાણે. અસ્તિ-નાસ્તિ ઉભયને જાણે. આવું જ જાણે છે, તે જ તો તેની સ્વપર પ્રકાશકતા છે અને તેવો તે સ્વ-પર પ્રકાશક છે. તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતા તો પર, પર જ રહેનાર હોય અને સ્વ, સ્વ જ હોય સદાને માટે; તો પછી પર ગ્રહ્યું શું? અને પર ત્યાગું શું? વાસ્તવિક રીતે જોતાં નૈશ્ચિક દૃષ્ટિએ ત્યાગવાપણું કે ગ્રહણ કરવાપણું છે જ નહિ. અનાદિકાળના ચાલી રહેલાં અજ્ઞાનથી-મિથ્યાજ્ઞાનથી ભેદરૂપ પદાર્થ સાથે પરસ્પર ભેળાં થયાં હતાં તે ભેદરૂપ જણાઈ જતાં અને જે સ્વયંથી અભેદરૂપ હતું તેની અભેદતા સમજાઈ જતાં ભેદથી ભેદ કરી છૂટવાપણું છે અને અભેદથી અભેદ થઈ જવાપણું છે. આવી જે નિર્વિકલ્પદશામાં સંકલ્પ-વિકલ્પ-વિચાર-વૃત્તિના પ્રેરક તત્ત્વ વિના, જે વિહારાદિની અને દેશનાદિની જે કૃતિ-કરણી-પ્રવૃત્તિ થાય છે, તે વિકલ્પરહિત સહજ યોગ થાય છે. આ જે સહજ યોગપ્રવર્તન છે, તે જ પરાકાષ્ટાની ઉદાસીનતા-નિર્લેપતા-વીતરાગતા છે. એ સ્વરૂપસ્થિતતામાંથી નિષ્પન્ન થતી સમરૂપતા છે. એ જ્ઞાતા-દષ્ઠા ભાવે થતી અર્થાત્ અપ્રયાસ સ્વરૂપ સહજ જ થતી અઘાતી કર્મની નિર્જરારૂપ સાધનામાં કાયાની કઠોરતા છે અને ઉપાસનામાં મનની મૃદુતા છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ 379 - હૃદય નયન નિહાળે જગધણી કૃતિ છે. તેથી જ પરમાત્મા અન્ય કોઈ આત્માને આજ્ઞા કે આદેશ આપતા નથી યા કોઈ ક્રિયા કરવાની પ્રેરણા કરતાં નથી. પરંતુ કેવળજ્ઞાનના પ્રાગટ્યથી તીર્થકર નામકર્મના ઉદયે કરીને, તે તીર્થકર નામકર્મને ખપાવવા દેશના આપે છે. જે જે જીવો, જે જે ભાવે દેશના ઝીલે છે, તે તે જીવો તથા પ્રકારે પોતાની આત્મશુદ્ધિ કરે છે. .. . “ઈમ વિરોધ મતિ નાવે રે...” આમ કરુણોરૂપ કોમળતા, તીણતારૂપ કઠોરતાની સાથે-સાથે ઉદાસીનતા એ અરસપરસ વિરુદ્ધ જણાતા ગુણો, એક જ વ્યક્તિમાં, એક જ સમયે કાર્યાન્વિત થાય છે પણ તે ત્રણેય ગુણોનું એક જ કાર્ય આત્મશુદ્ધિ છે. પર પ્રતિ ત્રણે ગણોનું કાર્ય જુદું-જુદું છે અને જેના પ્રતિ ગુણકાર્ય થાય છે તે પાત્ર જુદા-જુદા છે. આ રીતે બુદ્ધિથી વિચારતા વસ્તુતત્ત્વ તર્કસંગત બને છે અને મતિમાં વિરોધી ગુણોની, વિરોધી ક્રિયાની વિસંગતિ નથી આવતી. શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંયોગે રે; યોગી ભોગી વક્તા મીની, અનુપયોગી ઉપયોગે રે. શીતળ૦૫ પાઠાંતરે ‘ઉપયોગે રે' ના સ્થાને “ઉપયોગી’ એટલો પાઠફેર છે. શબ્દાર્થ : શક્તિ એટલે કે ક્ષમતા-સામર્થ્ય, વ્યક્તિ એટલે કે અભિવ્યક્તિ-આવિર્ભાવ અને ત્રિભુવન એટલે કે સ્વર્ગ-મર્ય-પાતાળ લોક અર્થાત્ અધોલોક-તીર્થાલોક-ઉર્ધ્વલોક ત્રણેય ભુવન ઉપરની પ્રભુતા એટલે કે સત્તા; તથા રાગ-દ્વેષ ન હોવારૂપ નિર્ચથતા એ ત્રણેનો એક સાથે એક સ્થાને સંયોગ કેમ સંભવે? મન-વચન-કાયાના યોગને સાધનાર યોગી, ભોગી કેવી રીતે હોય? વક્તા-પ્રવચન આપનાર મૌની કેવી રીતે હોઈ શકે? ઉપયોગ વગરનો અનંતગુણાત્મક રસહજ દ્રવ્યનું આલંબન એ દ્રવ્યદૃષ્ટિ છે અને પર્યાયનું શુદ્ધિકરણ એ વ્યવહાર છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 380 અનુપયોગી ઉપયોગમાં કેમ હોઈ શકે કે ઉપયોગી કેવી રીતે હોઈ શકે? લક્ષ્યાર્થ-વિવેચન : કોમળતા-કઠોરતારૂપ તીક્ષ્ણતા અને ઉદાસીનતાની ત્રિભંગીની વિચારણા બાદ સ્તવનની પાંચમી ગાથામાં કવિવર્ય યોગીરાજ બીજી પાંચ ત્રિભંગીની રજુઆત કરે છે. પરમાત્મામાં રહેલા ચા–અસ્તિ-નાસ્તિ ભાવે, જે અનેક પરસ્પર વિરોધી ધર્મોનું સ્વરૂપ છે; તેને કિંચિ-વિશેષથી યથાર્થ અવિરુદ્ધ ભાવે, યોગીરાજજી હવે જણાવી રહ્યા છે. પરમાત્મા અનંત ચતુષ્કથી યુક્ત હોવાથી અનંતશક્તિથી યુક્ત શક્તિમાન છે. પરંતુ તેઓશ્રી શક્તિ સહિત હોવા છતાં સ્વશક્તિને કોઈ પણ પર દ્રવ્યના ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં પ્રયોજતા નથી, તેમ પર પરિણમન ભાવમાં પણ સ્વશક્તિને પ્રયોજતા નથી; તે અપેક્ષાએ શક્તિ રહિત છે. આમ પરમાત્મા સ્વ ક્ષેત્રે સ્વ પ્રતિ શક્તિ સહિત છે, પણ પરક્ષેત્રે પરપ્રતિ શક્તિ પ્રયોજતા નથી તેથી શક્તિરહિત છે. તેથી પરમાત્મા સ્વભાવમાં શક્તિસહિત અને પરભાવમાં શક્તિરહિત છે. શક્તિ એટલે સામાન્યધર્મ, અન્વયપણું, દ્રવ્યપણું. પ્રત્યેક દ્રવ્યમાં પ્રત્યેકનો પોતપોતાનો દ્રવ્યધર્મ-વિશેષભાવ-સ્વભાવ રહેલો છે. એ સ્વભાવ જ દ્રવ્યની ઓળખ આપનાર હોય છે. આમ શક્તિ એટલે સામાન્ય-ઓઘશક્તિ અને સમુચ્ચય શક્તિ. માટીમાં જુદા જુદા વાસણરૂપે પરિણમવાની ઓઘશક્તિ રહેલી છે તો ઘાસમાં ઘીરૂપે પરિણમવાની સમુચ્ચય શક્તિ છે. ભવ્યાત્મામાં પરમાત્મારૂપે પરિણમવાની શક્તિ રહેલી છે. આવી ભીતરમાં ધરબાયેલી ગર્ભિત અપ્રગટ શક્તિ રહેલી છે તેથી શક્તિ છે એમ પણ કહેવાય એટલે કથંચિત્ શક્તિ છે એવો વાક્યપ્રયોગ બાહ્ય દશ્યમાં કે બાહ્ય ક્રિયામાં જીવની સ્વાધીનતા નથી. ભાવ કરવામાં જીવ સ્વતંત્ર છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ 381 - હૃદય નયન નિહાળે જગધણી થાય. એ શક્તિ હોવા છતાં વર્તમાન સમયે કાર્યાન્વિત નથી તેથી શક્તિ નથી એમ પણ કહેવાય, જે માટે કથંચિત્ શક્તિ નથી એવો વાક્યપ્રયોગ પણ થાય. વળી એ ગર્ભિત સત્તાગત શક્તિ પ્રગટ થતાં તે સ્વપ્રતિ સ્વક્ષેત્રે કાર્યાન્વિત હોવાથી અને પરક્ષેત્રે પરપ્રતિ પરભાવે પરિણમનમાં અકાર્યશીલ રહેવાથી; તેવી શક્તિને કથંચિત્ છે અને કથંચિત્ નથી અર્થાત્ શક્તિ છે પણ ખરી અને નથી પણ ખરી એવા સ્યાત્ અસ્તિનાસ્તિના વાક્યપ્રયોગથી પણ જણાવાય. ઈન્દ્રની શંકાના નિવારણ અંગે ચરમ તીર્થકર, શાસનપતિ, ચોવીશમાં તીર્થકર, ભગવંત, મહાવીર-સ્વામીએ ચરણ-અંગુષ્ઠથી મેરૂને કંપાયમાન કરવાની અતુલ શક્તિ, જન્માભિષેક સમયે શિશુવયમાં જન્મતાં જ બતાવી હતી. છતાં એ જ શક્તિનો ઉપયોગ પરિષહ અને ઉપસર્ગ નિવારણ માટે નહિ કરતાં, એ પરિષહ અને ઉપસર્ગને વેઠવા તથા કર્મનિર્જરા માટે ફોરવીને અનંત-ચતુષ્કના સ્વામી બન્યા હતાં. આવનાર ઉપસર્ગોની સામે ઈન્દ્રની સંરક્ષણ આપવાની વિનંતીને પણ ઠુકરાવીને સ્વયંભૂ હોઈ સ્વયંસિદ્ધ બન્યા હતાં. ઋણ ચૂકવી ઋણમુક્ત થવા વીસમા મુનિસુવ્રત સ્વામી પણ ઊગ્ર વિહાર કરીને, અશ્વને પ્રતિબોધ પમાડવા છેક ભરૂચ સુધી ગયા હતાં. પ્રભુજી, આત્મામાંથી પરમાત્મા બનવા છતાં અને અન્ય પરમાત્માના રૂપથી સમકક્ષ સમરૂપ બનવા છતાં, સ્વયંના આત્માનું આગવું વૈયક્તિક અસ્તિત્વ Individuality અકબંધ રાખતા હોવાથી તે વ્યક્તિ છે. સૃષ્ટિ સમસ્ત પોતાના કેવળદર્શન-કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં તે સ્વયં પોતે તો પોતામય પોતાસ્વરૂપ વ્યક્તિ જ રહેલ છે. અસંખ્યાત પ્રદેશી એવા પોતાના આત્માના એક એક આત્મપ્રદેશે, જ્ઞાનાદિ અનંતગુણો સ્વભાવ સંપૂર્ણ સ્વસત્તા છે. ભાવ કથંચિત્ સ્વસત્તા છે. જ્યારે કિયા એ સંપૂર્ણ પરસત્તા છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 382 ક્ષાયિક-ભાવે રહેલા હોવાથી અને પ્રતિસમયે પોતાના ભાવમાં અનંત, અક્ષય ભાવે પરિણામી હોવાથી પરમાત્મા પ્રત્યેક સમયે પોતાના જ અનંત પર્યાયના ભોગી એવા, સંપૂર્ણ સચ્ચિદાનંદમય વ્યક્તિરૂપ છે. સ્વશક્તિની વ્યક્તતાથી પરમાત્મા પરમાત્મસ્વરૂપે વ્યક્તિ છે. આમ છતાં પરમાત્મા પોતાના સ્વક્ષેત્રે અગુરૂ-લઘુ ભાવે પોતાના જ જ્ઞાનાદિ સ્વ-ગુણોમાં પરિણામ પામતાં હોવાથી પરદ્રવ્ય સંબંધે અવ્યક્તિ પણ છે. વળી પરમાત્મા જ્યાં સુધી સદેહી-સયોગી-સાકાર છે ત્યાં સુધી એમની વ્યક્તિ તરીકેની વ્યક્તતા દૃષ્ટ છે. પરંતુ સિદ્ધાવસ્થામાં સિદ્ધસ્વરૂપે સિદ્ધ પરમાત્મા તરીકે અદેહી-અયોગી-નિરાકાર પરમાત્મા થતાં વ્યક્તિ હોવા છતાં અને વ્યક્તતા હોવા છતાં તેઓ નિરાકાર હોવાથી જગતના છદ્મસ્થ, સંસારી જીવોને વ્યક્તિરૂપે દૃષ્ટ નથી. આમ તેઓ વ્યક્તિ છે પણ અને વ્યક્તિ નથી પણ એવી સ્યાત્ અસ્તિનાસ્તિની ત્રીજી દશા છે. “શક્તિ-વ્યક્તિ, ત્રિભુવન પ્રભુતા....'' પરમાત્મા શક્તિસ્વરૂપ અને શક્તિની વ્યક્તતારૂપ વ્યક્તિસ્વરૂપ હોવાની સાથે સાથે ત્રિભુવન ઉપરના પ્રભુત્વથી પરમાત્મા પૃથ્વી-પાતાળ-સ્વંગ અથવા તો અધોલોકતિધ્નલોક-ઉર્ધ્વલોક ઉપર સત્તા ધરાવનાર ત્રિભુવનપતિ છે. ત્રિભુવનની પ્રભુતાથી પરમાત્મા શક્તિસ્વરૂપ-વ્યક્તિસ્વરૂપ અને પ્રભુસ્વરૂપ છે. લોકાલોકરૂપ સમસ્ત જગતમાં રહેલા સમસ્ત દ્રવ્યોના ત્રૈકાલિક સમસ્ત પર્યાયોના જ્ઞાતા-દૃષ્ટા હોવાથી ત્રણે જગતની પ્રભુતા એટલે પરિણમનની સ્થિતિ, જ્ઞાતા-દષ્ટા ભાવે એમનામાં રહેલી હોવાથી શ્રી તીર્થંકર પરમાત્મા ત્રિભુવનના સાચા પ્રભુ છે. નમ્રતા એ જ્ઞાનનું પાયન છે. અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ 383 હૃદય નયન નિહાળે જગધણી પ્રભુ જે જેવું થઈ રહ્યું છે તે તેવું જ લેશમાત્ર ફેરફાર વિના જાણે છે તે પ્રભુની વીતરાગતા છે. અને આ વીતરાગતા પ્રસન્નચંદ્ર રાજર્ષિની ઘટના, મહારાજા શ્રેણિકને જણાવવાના પ્રસંગમાં જોવા મળે છે. સંસારનું સ્વરૂપ જેવું છે તેવું જ પ્રભુએ જણાવ્યું છે તે પ્રભુની પ્રભુતાવીતરાગસત્તા છે. જેવું સંસારનું સ્વરૂપ પ્રભુએ જણાવ્યું છે, તેવું જ જોવા જાણવા અનુભવવા સંસારીઓને મળે છે, તેથી સંસારીઓને પ્રભુ આદરણીય, સન્માનનીય, વંદનીય, પૂજ્ય બને છે. જે જ્યારે જેવું થવાનું છે તે તેવું જ પરમાત્મા અગાઉથી જણાવે છે અને તે ત્યારે તેવું જ થઈને રહે છે, તે તેમની જ્ઞાતસત્તા છે. ત્રણે કાળના, સર્વ ક્ષેત્રના, સર્વદ્રવ્યોના, સર્વ ગુણ અને સર્વ પર્યાયોના પરમાત્મા જ્ઞાતા છે; તે એમની જ્ઞાતસત્તાની પ્રભુતા છે. પરમાત્માની આ અત્યંત પ્રભુતા છે જે કેવળદર્શન અને કેવળજ્ઞાનરૂપ અત્યંતર ઐશ્વર્ય-આંતરવૈભવ છે. આ આંતરવૈભવ દૃષ્ટિ અગોચર-અષ્ટ છે. પરંતુ તીર્થકર નામકર્મના ઉદયથી પ્રગટ થતું, બાહ્ય ઐશ્વર્ય દૃશ્ય સ્વરૂપ હોવાથી પ્રભુની એ પ્રભુતા મોહક અને આકર્ષક બની રહી, અનેક ભવ્યાત્માઓને પ્રભુ સન્મુખ ખેંચી લાવી, પ્રભુના રાગી બનાવી, વીતરાગ માર્ગે લઈ જનારી, કલ્યાણકારી બને છે. . | તીર્થંકર પરમાત્માનું ચ્યવનકલ્યાણક અને જન્મકલ્યાણક, ભવ્ય જીવોના મિથ્યાત્વને ટાળીને સમ્યકત્વને પમાડનાર જગત કલ્યાણ કરનાર કલ્યાણક છે. પ્રભુનું દીક્ષાકલ્યાણક અવિરતિને ટાળીને વિરતિને પમાડવારૂપ જગતકલ્યાણ કરનાર કલ્યાણક છે. પોતે પોતાને પોતાવડે પોતાનામાં અનુભવે તે સ્વસમય છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 384 પ્રભુનું કેવળજ્ઞાનકલ્યાણક કષાયને ટાળીને નિષ્કષાય બનાવનારું જગતકલ્યાણ કરનાર કલ્યાણક છે. પ્રભુનું નિર્વાણકલ્યાણક યોગી-રૂપીપણાને ટાળીને અયોગી-અરૂપી બનાવનારું જગતકલ્યાણ કરનાર કલ્યાણક છે. - આમ પ્રભુના કલ્યાણકો, પાપાશ્રવને ટાળીને નિષ્પાપ બનાવનારા, જગતનું કલ્યાણ કરનારા હોવાથી જ તે કલ્યાણકો છે, કે જેની ઉજવણી અતિ ઓચ્છવ મહોચ્છવપૂર્વક અત્યંત ભાવભીના હૈયે કરનારાનું કલ્યાણ થાય છે. તેથી જ એક જ્ઞાની ભક્તયોગીના હૃદયમાંથી સરી પડેલા હદયોદ્ગાર છે... “જેના ચ્યવન કલ્યાણકે, આ સૃષ્ટિ નવપલ્લવિત બને, જેના જન્મ કલ્યાણકે, સમ્યકત્વ નવપલ્લવિત બને; * જેના દીક્ષા કલ્યાણકે, વિરતિધર્મ નવપલ્લવિત બને; જેના કેવલજ્ઞાન કલ્યાણકે, ઉપયોગ નવપલ્લવિત બને; જેના નિર્વાણ કલ્યાણકે, આત્મ પ્રદેશ નવપલ્લવિત બને; જય પામતા જય પામતા, પ્રભુ પંચકલ્યાણકને હું નમું.” પ્રભુની દશ્યરૂપ આ બાહ્ય પ્રભુતા અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, મોહક, આકર્ષક હોય છે. ચોત્રીસ અતિશયોથી પ્રભાવક મહિમાવંત છે. સમવસરણની ભવ્યતા, રમ્યતા, ઈન્દ્રિય સંતૃપ્તતાથી આશ્ચર્યકારી હોવાથી અહોભાવ જનક છે. બાર પર્ષદાથી દેદીપ્યમાન છે અને પાંત્રીસ ગુણોથી અલંકૃત વાણીમાં માલકોશરાગમાં દેવાતી યોજન ગામિની દેશનાથી ભવનિસ્તારક છે. સ્વરૂપથી અય્યત એવું સ્વરૂપજ્ઞાન પોતાના સ્વરૂપથી Àત થઈ છઘસ્થજ્ઞાન થઈ ગયું છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ 385 હૃદય નયન નિહાળે જગધણી 卐 ચારેય દિશામાં સવાસો યોજન સુધી મારી, મરકી, દુકાળ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, યુદ્ધાદિના ઉપદ્રવો દૂર થઈ સમગ્ર પર્યાવરણ ધર્માનુકૂળ બને છે; એ પણ ઇશ્વરનું (પ્રભુનું) ઐશ્વર્ય છે. દેવતાઓ ચામર વીંઝે છે, દેવદુંદુભિના નાદ કરે છે, દેવીઓ અંતરિક્ષમાંથી પંચવર્ણના સુરભિસભર સુરપુષ્પની પુષ્પવૃષ્ટિ કરે છે, દેવેન્દ્રો, નરેન્દ્રો, સુરેન્દ્રો, શ્રેષ્ઠિઓ, દેવદેવી, નરનારી, સાધુ-સાધ્વી, કેવળજ્ઞાની ભગવંતો, જાતિવેર ભૂલી હારોહાર બેસનારા તિર્યંચોની ઉપસ્થિતિ અને દેશનાશ્રવણ, ઈત્યાદિ પણ પ્રભુની પ્રભુતાનો ઉદ્યોત કરે છે. “કોડીગમે ઉભા દરબારે વ્હાલા મ્હારા જય મંગલ સુર બોલે રે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઇમ તૃણ તોલે .'' સમવસરણમાં પાંચેય ઇન્દ્રિયોના પરિતૃપ્ત કરનારા પાંચેય વિષયોની ઉપલબ્ધિ હોવા છતાં અવિકારીતા છે. ભૂખ, તરસ, હાજતની ગેરહાજરી છે. માત્ર ત્રણ શબ્દો-ત્રિપદીના ઉચ્ચારણથી દ્વાદશાંગીની રચના ગણધરો દ્વારા થાય છે તે ભગવાનના જ્ઞાનાતિશયનો પ્રભાવ છે. પ્રભુની પ્રભુતા છે. અન્ય સામાન્ય કેવલીઓમાં કેવળજ્ઞાન હોવા છતાં તેમાં તીર્થંકરનામકર્મનો ઉદય ભળેલો ન હોવાના કારણે તેમના જ્ઞાનમાં લોકાલોક પ્રકાશકતા હોવા છતાં ય એ અતિશય હોતો નથી કે જેથી તેમનાથી અપાયેલ ત્રિપદી દ્વારા અંતર્મુહુર્તમાં દ્વાદશાંગીની રચના થઇ શકે. આટઆટલી બાહ્ય-અત્યંતર પ્રભુતા છતાં ય પરમાત્મામાં કોઈપણ પરદ્રવ્યના, કોઈપણ પરિણમનમાં, કોઈપણ સ્વરૂપે હેતુતા એટલે કે કારણતા નથી; તેથી તેઓશ્રી પરદ્રવ્ય પરિણમનરૂપ પ્રભુતાથી અર્થાત્ તેના કર્તાભોક્તાપણાથી રહિત છે. જ્ઞાન, જ્ઞેયના જ્ઞાનથી મહાન નથી પણ જ્ઞાતાના જ્ઞાનથી મહાન છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 386 આમ પરમાત્મા સ્વ-પરના જાણનારા અને જોનારા છે પણ પરને કરનારા કે ભોગવનારા નથી. પરમાત્મા સ્વ-પર પ્રકાશક છે. એમાંય પર ક્ષેત્રે પ્રકાશક છે અને સ્વ ક્ષેત્રે સ્વરૂપવેદક છે. અર્થાત્ પ્રભુ સ્વસત્તામાં રમનારા છે અને પર સત્તામાં ડખોદખલ કર્યા વિના વીતરાગભાવે માત્ર જોનારા અને જાણનારા છે. આમ પ્રભુની પ્રભુતા કચિત્ છે પણ, કચિત્ નથી પણ અને સિદ્ધાવસ્થાની પ્રાપ્તિથી બાહ્ય દશ્યરૂપે દૃષ્ટ નથી તેથી સ્યાત્ અસ્તિનાસ્તિ છે. પ્રભુતાની વચ્ચે પણ પ્રભુ તો નિર્મમ, નિર્મોહી, નિરીહ, વીતરાગી છે, સહજ સ્વભાવી, નિર્વિકલ્પ, સહજયોગી છે. આ સમવસરણના પ્રતિકરૂપ જિનમંદિર અને પરમાત્માના પાર્થિવ દેહના પ્રતિકરૂપ જિનબિંબના નિર્માણરૂપ ધર્મતીર્થની સ્થાપના એ જિનેશ્વર ભગવંતની ગેરહાજરીમાં તેમના પુષ્ટ પરોક્ષ અવલંબનની ધર્મવ્યવસ્થા છે. જોનારાને ત્રણ ભુવનના ઠાકોર-રાજરાજેશ્વર બિરાજમાન થયેલ હોય તેમ લાગે અને અહોભાવ જાગે. આ અપેક્ષાએ ઈલેક્ટ્રીસીટીના વિકલ્પમાં ઘીના દીવા કરીએ, ત્યારે પણ, એટલી કાળજી તો રાખવી જોઈએ કે, તે વ્યવસ્થાથી જિનમંદિરની ભવ્યતા અને રમ્યતામાં વૃદ્ધિ કરવાની સાથે પૂરતો પ્રકાશ મળે. રાજરાજેશ્વર પરમાત્માનું મંદિર એ ત્રિભુવન ચક્રવર્તીનું મંદિર છે. સમવસરણની પ્રતિકૃતિરૂપ મંદિર છે. એ તો ઝગમગતું ઝળહળતું હોય એમાં જ ત્રિલોકનાનાથની ત્રિલોકવ્યાપી પ્રભુતાના દર્શન થાય અને મસ્તક નમી જાય. ત્રિભુવનના સ્વામી દેવાધિદેવનું દેવમંદિર અવાવરું-અંધારિયું દેરી જેવું મામુલી કદાપિ ન જ હોવું જોઇએ. એ તો જાજરમાન ભવ્યાત્માઓની આંખને આકર્ષે અને હૈયાને ઠારે એવું દેવવિમાન જેવું હોવું જોઈએ. પોતાના ઉપયોગને કર્મના ઉદય સાથે જોડવો કે જ્ઞાતાની સાથે જોડવો? જોડાણ ક્યાં કરવું એ નક્કી કરવામાં જીવ સ્વતંત્ર છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ 387 - હૃદય નયન નિહાળે જગધણી જેવી પ્રભુની પ્રભુતા છે તેવી જ પાછી પ્રભુની નિગ્રંથતા હોય છે. બાહ્ય અભ્યતર કોઈ પણ પ્રકારની ગ્રંથિ ન હોવાથી પ્રભુની અપ્રતિબદ્ધતા બેજોડ હોય છે. શરીર ઉપર કાચા સૂતરનો એક તાંતણો પણ ન હોવા છતાં પ્રભુનું રૂપ તો ચક્રવર્તીને પણ ટક્કર મારે એવું દેદીપ્યમાન દિવ્ય હોય છે. ચારેય ઘાતી કર્મોના બંધનનો ક્ષય કરી રાગ-દ્વેષરહિત વીતરાગ નિર્વિકલ્પ હોવાથી પ્રભુ નિગ્રંથ છે. “યં વિરુદ્ધ ભગવંરત્વે નાચરચ. વિતા ' નિયતા પરા ય ર લાવોવૈશ્વર્તિતા ” વીતરાગસ્તોત્ર કલિકાલ સર્વજ્ઞ આમ અનુપમ પ્રભુતા અને નિર્ગથતા હોવા છતાં પરમાત્માને તે પ્રભુતાની અહંતા નથી, જગપ્રસિદ્ધિની લેશ માત્ર ઈચ્છા નથી; તે જ પ્રભુની આતતા અને અર્ધમતા છે. પ્રભુની આ વિલક્ષણતારૂપ અવક્તવ્યતા છે. ઈન્દ્રાદિ દેવો દ્વારા પ્રકૃષ્ટ માન-સન્માન મળતા હોવા છતાં, પ્રભુ અહંકારથી છલકાયા નહિ તે મહામહિમ પ્રભુની મહાનતા છે. માનને હણે છે તે જ મહાનતાને વરે છે. આવી પ્રભુની આશ્ચર્યકારી અદ્ભુત શક્તિ-વ્યક્તિ, ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતાની ત્રિભંગી છે. “યોગી-ભોગી, વક્તા-મૌની, અનુપયોગી-ઉપયોગે રે....” તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે પ્રભુ યોગ સહિત હોવાથી સયોગી-સશરીરી-સાકાર છે. વળી ઘાતકર્મોનો સર્વથા ક્ષય કરીને જ્ઞાન ગુણ છે તેથી ઈષ્ટ-અનિષ્ટના ભાવ થાય છે એવું નથી. પણ જ્ઞાનની વિકૃતિ ઈષ્ટાનિષ્ટના ભાવ કરાવે છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી વીતરાગ, . નિર્વિકલ્પ, સર્વજ્ઞ, સર્વદર્શી થઈ તીર્થ સ્થાપના કરી, તીર્થંકર બનવાની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરી હોવાથી સિદ્ધયોગી પણ છે. નિગ્રંથ હોવાથી પણ પ્રભુ યોગી છે. અન્ય ભવ્યાત્માઓને મોક્ષ સાથે જોડવામાં નિમિત્ત કારણભૂત હોવાથી પણ યોગી છે. 388 યોગી હોવા સાથે પ્રભુજી પાછા અરિહંતપદ-તીર્થંકરપદના ઐશ્વર્યથી યુક્ત છે અને જ્ઞાન-દર્શનાદિ નિજ ગુણને ભોગવનારા હોવાથી તેમજ શુદ્ધ ઉપયોગથી આત્મરમણતા કરનાર હોવાથી ભોગી પણ છે. કવિ પણ સ્તવના કરતાં વ્યંગાત્મક અહોભાવ વ્યક્ત કરે છે કે... “ત્રિગડે રતન સિંહાસન બેસી, વ્હાલા મારા ચિહું દિશી ચામર ઢળાવે રે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે,’’ યોગી હોય તે ભોગી કેમ હોય? આ બંને ધર્મો પરસ્પર વિરોધી જણાતા હોવા છતાં તે પ્રભુમાં ઘટે છે. આ જ તો પ્રભુનો અઘાતીકર્મરૂપ દેહસંસાર હોવા છતાં સંસારભાવ રહિતતા, દેહાતીતતા, વિદેહીતા છે. “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.’” આત્મનાક્ષી પુરુષની આ પંક્તિની પરાકાષ્ટા તેરમા અને ચૌદમા ગુણસ્થાનકે રહેલા કેવળી ભગવંતોમાં ઘટે છે. પરંતુ તેની પૂર્વમાં યોગની છઠ્ઠી અને સાતમી દૃષ્ટિ ધરાવતા મહાત્માઓમાં તેમજ ઉપસર્ગકાળે કે ઉપસર્ગરહિતપણે ક્ષપકશ્રેણિ માંડતા આત્માઓમાં પણ સારી રીતે ઘટે છે; તે વાત ભૂલવા જેવી નથી. માટે સાચો જ્ઞાની અંશે પણ દેહાતીતદશામાં વર્તતો હોય તે જરૂરી છે. હું જ જ્ઞેય, હું જ જ્ઞાન અને હું જ જ્ઞાતા આવું અભેદ પરિણમન સમકિત લાવશે. Page #450 -------------------------------------------------------------------------- ________________ 389 હૃદય નયન નિહાળે જગધણી વળી ચૌદમા ગુણસ્થાનકે અયોગી કેવળીપણામાં યોગવ્યાપારનો સર્વથા અભાવ હોવાથી અને સિદ્ધાવસ્થામાં દેહરહિત અદેહી થવાથી, યોગાભાવ હોવાથી પ્રભુ અયોગી છે. પ્રભુ યોગસહિત પણ છે અને યોગરહિત પણ છે તથા પ્રભુ તીર્થકર નામકર્મના ભોગસહિત પણ છે અને પરપદાર્થના કે પરભાવના ભોગ રહિત પણ છે. પ્રભુની આ વિલક્ષણતા છે જે અવક્તવ્ય છે. સમવસરણમાં બિરાજમાન દેશના આપતા હોવાથી પ્રભુજી વક્તા છે અને વક્તા હોવા છતાં આશ્રવ કરાવનાર પાપસ્થાનક સંબંધી સાવદ્ય વચન નહિ ઉચ્ચારતા નિરવદ્ય વીતરાગવાણી-સ્યાદ્ધવાદવાણીમાં વાહક હોવાથી તેમજ મનના મૌન એટલે નિર્વિકલ્પકતાપૂર્વકનું ઉચ્ચારણ હોવાથી તેઓ મૌની પણ છે. પુદ્ગલભાવ-પરભાવમાં ત્રણે યોગોની અપ્રવૃત્તિરૂપ જે શ્રેષ્ઠ મૌન કહેવાય-આર્યમૌન કહેવાય તે પ્રભુજીને છે. અમૃત ઝરણી મીઠી તુજ વાણી, છાલા મ્હારા જેમ અષાઢો ગાજે રે; કાન મારગ થઈ હિંયડે પેસી, સંદેહ મનના ભાંજે રે...” શ્રોતાને પણ નિઃશંકતા, નિર્વિકલ્પતા, વીતરાગતા તરફ લઈ જનારી અને નિઃશબ્દ બનાવનાર સિદ્ધાવસ્થાની અશબ્દ-સર્વથા મીનાવસ્થામાં લઈ જનારી એ વીતરાગવાણી-જિનવાણી છે. પ્રભુને સ્વયંને ઉપદેશ આપવાની કોઈ ઈચ્છા નથી. એ તો નિકાચિત કરેલ તીર્થકર નામકર્મની નિર્જરરૂપ વીતરાગભાવે નિર્વિકલ્પ રહી સહજ થતું સહજયોગનું સહજ ઉચ્ચારણ છે. તીર્થ પ્રવર્તનના સમયે ભાષાવર્ગણાના આલંબને દ્વાદશાંગીનું નિર્વિકલ્પકપણે શબ્દોચ્ચારણ થવારૂપ વક્તાપણું હતું પણ ભીતરમાં તો મૌન-નિર્વિચારતા-નિઃશબ્દતા જ હતી જરૂર પડે વસ્તુનો ઉપયોગ કરી લઈએ તે ડહાપણ છે પણ વસ્તુ વિષે અભિપ્રાય બાંઘીએ તે ગાંડપણ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 390 અને સિદ્ધાવસ્થામાં તો દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારનું મૌન જ હોય છે. આ રીતે વક્તાપણું અને મૌનપણું ઉભય પરસ્પર વિરોધી ધર્મો પ્રભુમાં ઘટમાન થાય છે. વળી પ્રભુને ચારેય ઘાતકર્મોના સર્વથા ક્ષયથી, ક્ષાયિકભાવે કેવળદર્શન અને કેવળજ્ઞાન પ્રગટ થતાં, તેઓશ્રી સહજ ઉપયોગવંત બન્યા હોવાથી સંકલ્પ-વિકલ્પ સહિતના મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાન થકી તેમને ઉપયોગ મૂકવાનો હોતો નથી; તેથી પ્રભુ અનુપયોગી એટલે કે ઉપયોગ રહિત ઉપયોગવંત હોય છે. વળી ઉપયોગ આત્માનું લક્ષણ હોવાથી અને કેવળદર્શન-કેવળજ્ઞાનનો ઉપયોગ હોવાથી પ્રભુ ઉપયોગ સહિત પણ છે. આમ અનુપયોગી-ઉપયોગી પરસ્પર વિરોધી ધર્મ પ્રભુમાં ઘટમાન થાય છે. પ્રભુજીનો નિર્વિકલ્પક ઉપયોગ છે તેથી ઉપયોગ રહિત ઉપયોગ “અનુપયોગી ઉપયોગ રે..” છે. અનુપયોગી ઉપયોગ સાથે વીતરાગતા પણ છે, જે વિલક્ષણતારૂપ અવક્તવ્ય હોઈ પ્રભુમાં ત્રિભંગી ઘટે છે. પ્રભુ માત્ર જોનારા અને જાણનારા જ હોવાથી દેખાતા અને જણાતા પદાર્થની ઉપયોગીતા અને અનુપયોગીતા પ્રતિ લક્ષ્ય વિનાના નિર્મમ, નિસ્પ્રયોજન, વીતરાગ રહે છે તે પ્રભુની વિલક્ષણતા છે. ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે; અચરિજકારી ચિત્ર-વિચિત્રા, “આનંદઘન’પદ લેતી રે. શીતલ૦૬ પાઠાંતરે ‘ઈત્યાદિક બહુ...સેગી', “બહુ કહુ’ અને ‘ચિત્ર'ના સ્થાને ચરિત એવો પાઠફેર છે. શબ્દાર્થઃ ગાથા પાંચમાં જણાવ્યા ઉપરાંતની પણ એવી બહુ બહુ પ્રકારની ત્રિભંગીઓ છે કે જે ચિત્ત ચમત્કાર કરી આશ્ચર્યમાં ગરકાવ આત્માનું જ્ઞાન છે પણ આત્મજ્ઞાન નથી. શાસ્ત્રજ્ઞાન છે પણ સ્વાનુભૂતિ નથી. Page #452 -------------------------------------------------------------------------- ________________ 391 - હૃદય નયન નિહાળે જગધણી કરી દેનારી ચિત્ર-વિચિત્ર-ભાતીગળ, વિસ્મયકારી છે. એ ત્રિભંગીની સમજથી પ્રાપ્ત થતી સ્યાદ્વાદદષ્ટિ-અનેકાન્તદષ્ટિ આનંદઘન એટલે પરમપદ-મોક્ષને લેનારી-મેળવનારી થાય છે. લક્યાર્થ-વિવેચન : આવી રીતે જુદા જુદા અનેક પ્રકારની ત્રિભંગી સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અવક્તવ્યથી તત્ત્વવિચારણા કરી સ્યાદ્ધવાદશૈલિની સમજથી દૃષ્ટિની વિશાળતા, નિરાગ્રહીતા, સૂક્ષમતા-તીણતા પ્રાપ્ત કરી શકાય છે. એનાથી નિઃશંકતા, નિર્મળતા, શીતળતા, સમતા, સમભાવ, સમાધાન મળે છે. આવરણ હઠે છે. જ્ઞાનનો ઉઘાડ થાય છે અને મોહનો ક્ષય થાય છે. પરિણામે સમ્યજ્ઞાન, સમ્ય દર્શનની પ્રાપ્તિ થાય છે. અવિનાશી સાથે જોડાણ થાય છે, અવિનાશીની રૂચિ જાગે છે અને અવિનાશીની પ્રાપ્તિ પ્રતિ ગમન થાય છે. દૃષ્ટિ કરતાં દિશા ફરે છે અને દિશા ફરતાં દશા ફરે છે. જ્ઞાન અને દર્શન સભ્ય બનતા વર્તન પણ સભ્ય બને છે, જેથી સમ્યગૂ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એ ત્રણેના અભેદ પરિણમનથી કેવળદર્શન અને કેવળજ્ઞાનના પ્રાગટ્યથી અનંતદર્શન, અનંતજ્ઞાન; અનંતસુખ, અનંતવીર્યની અર્થાત્ સુખના પિંડ સ્વરૂપ “આનંદઘનની પ્રાપ્તિ થાય છે. આવું અનુપમ, અભૂત, વિલક્ષણ, પરસ્પર વિરોધી છતાં આત્મશુદ્ધિમાં સંવાદી પરમ વિશુદ્ધ ત્રિભંગાત્મક પરમાત્મસ્વરૂપ છે. એ પરમાત્મસ્વરૂપને આદર્શ બનાવી, એનું દયેય રાખી, એની પ્રાપ્તિને જ એકમાત્ર કર્તવ્ય બનાવવા જેવું છે. સ્યાદ્વાદશૈલિ વિના જગતનું સમ્યજ્ઞાન ન થાય. સંસારનું સાચું જેવું છે તેવું સ્વરૂપ જણાય નહિ. સમ્યજ્ઞાન એ સમ્યગ્દર્શન થયાનું કેવળજ્ઞાનમાં સર્વ વસ્તુ જણાય જતી હોય છે અને મતિજ્ઞાનમાં સર્વ વસ્તુને જાણવા જવું પડતું હોય છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથજી 392 લક્ષણ છે અને સમ્યગદર્શન એ મોક્ષપ્રાપ્તિની પ્રથમ પૂર્વશરત એટલે કે મોક્ષનો પાયો છે. સમ્યગદર્શન થાય એટલે મોક્ષ થાય જ. તેથી જ કહ્યું છે કે છોડવા જેવું મિથ્યાત્વ, મેળવવા જેવું સમ્યક્ત અને પામવા જેવું સિદ્ધત્વ અર્થાત્ મોક્ષ. ટૂંકમાં કવિરાજનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ અનેક પ્રકારના પરસ્પર વિરોધી અસ્તિ-નાસ્તિ ભાવે, અનેક પ્રકારની ત્રિભંગીઓથી પરમાત્મસ્વરૂપની પરિપૂર્ણ જાણકારી મેળવવી જોઈએ અને પોતાના આત્મામાં પરમાત્મસ્વરૂપના પ્રાગટ્યની તલપ જગાવી, પરમાત્મસ્વરૂપ સાથે સતત સંલગ્ન રહી, સ્વયંમાં અનેકવિધ વિસ્મયકારી સ્વરૂપ આનંદને આસ્વાદતા, સ્વયંના આનંદઘન પદ એટલે પરમપદને પામવા કટિબદ્ધ બનવું જોઈએ. જગતને જાણવાથી કેવળજ્ઞાન નથી થતું. બધું જાણવાથી શ્રુતકેવળી બની શકાય પણ કેવળજ્ઞાની ન બનાય. Page #454 --------------------------------------------------------------------------  Page #455 -------------------------------------------------------------------------- ________________ રૈનાનેટે હશે , તાનંદ હો પૂરણ પાવેજો વરજિત સકલ ઉપરોધ, સુગ્ય છે | અંતરદ્રય ગુણગણ મા કેરો . એગ ઈમ પરમાતેમ સર ગતેમ સીધ, સુગ્યાની. Dરક એવેસર જનવેરૂ, સખો. પોર્નીય ક્ષય થાય; સખો, ૧મ પોપે. સખી. કામતપૂરણ સુરતરૂ સખો - એનંદઘને પ્રભુ પર, Page #456 -------------------------------------------------------------------------- ________________ // હદય નયત નિહાળે ગધણી II જગધણી એટલે કે પરમાત્માને નિહાળવાના છે... એ પરમાત્માને માત્ર ચર્મચક્ષુથી નિરખવાના નથી પણ પહેલા પરખવાના છે અને પરખીને પછી તેને નિહાળવાના છે. નિહાળવાના છે એટલું જ નહિ પણ એ પરમાત્માને નિહાળતાં નિહાળતાં એના જેવા જ પોતાની ભીતરમાં રહેલ સ્વયંના પરમાત્મા સ્વરૂપને નિખારવાનું છે... પ્રગટાવવાનું છે... ચર્મચક્ષુ તો, સાકાર રૂપીને જ જોઈ શકે અને પાડી શકે. આંખો તો, માત્ર પર્યાયને જ જુએ, પરંતુ એ સાકાર પર્યાયની ભીતરમાં રહેલ અરૂપી એવા નિરાકાર ગુણ અને દ્રવ્યને નિહાળવાના છે. પરમાત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય, એ ત્રણેના એક સાથે દર્શન કરવાના છે. પરમાત્મા, દ્રવ્ય-ગુણ-પર્યાયથી જણાય તો પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય પણ જણાય. " “અરિહંત પદ ધ્યાતો થકો દde ગુણ પજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત પી થાય રે.” માત્ર પર્યાયનું દર્શન એ એકાન્ત દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું દર્શન અનેકાન્ત દર્શન છે અને તે સમ્યગ્દર્શન છે. આવું દર્શન ક્યારે થાય? મળેલાં બે નેત્રો-ચક્ષુરેન્દ્રિયથી તો ન જ થાય ! એને માટે ત્રીજું નેત્ર જોઈએ. એ ત્રીજું નેત્ર હૃદય નયન છે. માટે જ યોગીરાજજીની પંક્તિઓ મમળાવવાની છે કે... પ્રવચન અંજન જો સશુરૂ કરે, દેખે પરમનિધાન; હૃદય નયન નિહાળે જગાણી, મહિમા મેરુ સમાન.” કવિવર્ય યોગીરાજશ્રી આનંદઘન મહારાજાની આનંદઘન સ્તવન ચોવીશી એટલે જ એમના દ્વારા કરાયેલું પ્રવચન અંજન ! આ પ્રવચનથી પ્રાપ્ત ત્રીજું નેત્ર છે, એટલે જ . . . // હદય નયન નિહાળે જગાણી ID MULTY GRAPHICS (022) 2387322223884222