________________
337
- હૃદય નયન નિહાળે જગધણી
અને એના સારરૂપ મારો મોક્ષ થાય એ જ પ્રભુજી આપની પાસે માંગે
સંસારમાં તો જન્મ-મરણના કારમા દુઃખોની જંજાળમાં ફસાયેલા રહી ચારેય ગતિમાં ભમતા ભટકતા અથડાતા કૂટાતા જ રહેવાનું છે.
* પંચમગતિ એટલે સિદ્ધગતિએ-સમશ્રેણિએ સિદ્ધપદે અર્થાત્ પરમપદે બિરાજમાન થયા વિના ત્રણેયકાળનું શાશ્વત સુખ પ્રાપ્ત થનાર નથી. | દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીની આરાધનામાં જ સાર છે અને તેનાથી જ ભવ-નિસ્તાર છે. તેથી જ સ્વસ્તિક ઉપર પ્રતીકરૂપ દર્શનજ્ઞાન-ચારિત્ર રત્નત્રયીને હું આલેખું છું. દેવ, નારક, તિર્યંચ ગતિથી છૂટવાના પ્રતીકરૂપ એ પાંખડાઓને બહારની તરફ અંત બતાવવા વાળતો થકી મનુષ્ય ગતિના પ્રતિકરૂપ પાંખડાને દર્શનથી જોડવા સાથે ઇચ્છું છું કે.. - દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જોડાયેલો હું વીર્યંતરાયના ક્ષયોપશમથી દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચારની, પરાકાષ્ટાની પાલન કરતો થકો કેવળદર્શન-કેવળજ્ઞાન-અનંત સુખરૂપ કેવળ ચારિત્રને પામીને સિદ્ધશિલાની ઉપર મારો “શ્રી” એટલે કેવલ્ય” રૂપે વાસ થાય !!!
સ્વ અસ્તિથી એકરૂપ બનાવનારી, સ્વસ્તિકના આલેખનથી કરાતી, આવી પ્રભુજીની અનુપમ રહસ્યમયી અક્ષતપૂજા છે. આવી પ્રભુ પૂજાનું આયોજન કરનારા જ્ઞાની પૂર્વાચાર્યો ઉપર ઓવારી જવાનું મન થાય તેવી આ પ્રભુપૂજા છે.
૭. નૈવેદ્યપૂજા ઃ પ્રભુ સન્મુખ આલેખન સ્વસ્તિક ઉપર સાકર, પતાસા, પકવાન, મિઠાઈ મૂકવા દ્વારા પ્રભુજીને નૈવેદ્ય ધરાવી, નૈવેદ્યપૂજા
(અ) નામ અને રૂપની ખોટી ઓળખથી અળગા થવું પડશે. (બ) અનામી અને અરૂપી એવું
આત્મસ્વરૂપ જે સ્વ છે તેની ઓળખ કરી વારંવાર એનું આલંબન લેવું જોઈશે.