________________
શ્રી શીતલનાથજી
378
આત્માર્થી ગ્રહે નહિ. જે ભેદરૂપ છે અને ક્યારેય તેની સાથે અભેદ થઈ શકાવાનું નથી, તેને ભેદરૂપ લેખી તેનાથી ભેદ જ રાખે અને છેટો જ રહે. જ્યારે જે સ્વ છે, પોતાથી અભેદ છે અને જેનાથી અભેદ થઈ શકાય એમ છે, તે પોતાના સ્વરૂપ – સ્વભાવ ગ્રહ્યા એટલે કે પ્રગટ્યા પછી કદી તેને છોડે નહિ. ભેદથી ભેદ કરે અને અભેદથી અભેદ રહે.
જેનાથી ભેદ કરવાનો છે તે ભેદરૂપ પરપદાર્થના પરભાવ-વિભાવવિરૂપને પણ જાણે અને જેનાથી અભેદ થવાનું છે તે પોતાના સ્વભાવસ્વરૂપનેય જાણે. અર્થાત્ સર્વના સર્વ સ્વભાવ એટલે કે ગુણધર્મને જાણે. અસ્તિ-નાસ્તિ ઉભયને જાણે. આવું જ જાણે છે, તે જ તો તેની સ્વપર પ્રકાશકતા છે અને તેવો તે સ્વ-પર પ્રકાશક છે. તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતા તો પર, પર જ રહેનાર હોય અને સ્વ, સ્વ જ હોય સદાને માટે; તો પછી પર ગ્રહ્યું શું? અને પર ત્યાગું શું? વાસ્તવિક રીતે જોતાં નૈશ્ચિક દૃષ્ટિએ ત્યાગવાપણું કે ગ્રહણ કરવાપણું છે જ નહિ. અનાદિકાળના ચાલી રહેલાં અજ્ઞાનથી-મિથ્યાજ્ઞાનથી ભેદરૂપ પદાર્થ સાથે પરસ્પર ભેળાં થયાં હતાં તે ભેદરૂપ જણાઈ જતાં અને જે સ્વયંથી અભેદરૂપ હતું તેની અભેદતા સમજાઈ જતાં ભેદથી ભેદ કરી છૂટવાપણું છે અને અભેદથી અભેદ થઈ જવાપણું છે.
આવી જે નિર્વિકલ્પદશામાં સંકલ્પ-વિકલ્પ-વિચાર-વૃત્તિના પ્રેરક તત્ત્વ વિના, જે વિહારાદિની અને દેશનાદિની જે કૃતિ-કરણી-પ્રવૃત્તિ થાય છે, તે વિકલ્પરહિત સહજ યોગ થાય છે. આ જે સહજ યોગપ્રવર્તન છે, તે જ પરાકાષ્ટાની ઉદાસીનતા-નિર્લેપતા-વીતરાગતા છે. એ સ્વરૂપસ્થિતતામાંથી નિષ્પન્ન થતી સમરૂપતા છે. એ જ્ઞાતા-દષ્ઠા ભાવે થતી અર્થાત્ અપ્રયાસ સ્વરૂપ સહજ જ થતી અઘાતી કર્મની નિર્જરારૂપ
સાધનામાં કાયાની કઠોરતા છે અને ઉપાસનામાં મનની મૃદુતા છે.