________________
શ્રી સુપાર્શ્વનાથજી
238
૩) આદાનભયઃ ધનાદિ સુખની સાધનસામગ્રીની રક્ષાનો, ઓછા થઈ જવાનો, ચોરાઈ જવાનો જે ભય છે તે આદાનભય છે.
૪) અકસ્મતભય : આસમાની-સુલતાનનો જે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, અગ્નિપ્રકોપ, જલપ્રકોપ, વાયુપ્રકોપ, રોગચાળા, રાજપ્રકોપાદિનો ભય છે તે અકસ્માત ભય છે.
૫) આજીવિકાભય ભરણપોષણ અંગેની દિનપ્રતિદિનના ગુજરાન ચલાવવાની જે ચિંતા છે તે આજીવિકાભય છે.
૬) અપયશભય પદ પ્રતિષ્ઠા આબરુ ગુમાવવાનો, માનહાનિ થવાનો જે ડર રહે છે તે અપયશભય છે.
૭) મરણભયઃ મરણ થતાં જે વસ્તુને મારી માની છે મારું માન્યુ છે અને જે જીવોને મારા માન્યા છે તેને છોડવા પડશે તથા મરવા ટાણે મરણનું દુઃખ ભોગવવું પડશે તેની બીક એ મરણભય છે. આ સંસારી જીવો સતત ભયમાં જ જીવતા હોય છે. સુખી કે દુઃખી, શ્રીમંત કે દરિદ્રી કોઈ જ ભય અને ચિંતાથી મુક્ત નથી. જેટલી પરપદાર્થની લાલસા વધારે તેટલી તેની ચિંતા પણ વધારે હોય છે. ધન લક્ષ્મીને અગ્નિ, ચોર અને રાજ્યનો ભય હોય છે. આગ લાગે તો રાખ થઈ જાય, ચોરો રાત્રે ખાતર પાડી લઈ જાય, રાજા-સરકાર કરવેરા નાંખી પડાવી લે, વિગેરે વિગેરે.
કુળને કલંકનો ભય હોય છે. પૂ. વીરવિજયજી મહારાજશ્રી લખે છે... સંસારે સુખ લેશ ન દીઠું, ભય મોહની ચિહુ દિશીએ રે; કબીક રતિ તો કબહીક અરતિમાં, શોક મસી લઈ ઘસીએ રે. .
વર્તમાન સંયોગ અને પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ
માટે બીજાને દોષ આપવા જેવો નથી.