________________
237
- હૃદય નયન નિહાળે જગધણી
જાગે પછી જ પ્રભુનું શરણું સાચા ભાવે લેવાય છે અને તે પછી જ અંતરમાં સમાધિ જાગે છે. તે પહેલા નહિ.
સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. શ્રી સુપાસ૮૨
પાઠાંતરે “સાત’ની જગાએ “શ્રી સાત', “સાવધાન'ની જગાએ સાવસાધાન', જિનપદ'ની જગાએ “જિનવર’, ‘પદ સેવ’ની જગાએ પ્રદેવ' છે.
શબ્દાર્થ હે લલના ! હે સુમતિ ! સાત મહાભયને ટાળનારા જિનોમાં વર- ઉત્તમ જિનેશ્વર સાતમા સુપાર્શ્વનાથના ચરણકમલ-જિનપદની સેવના, આરાધના સાવધાન મનસાથી એટલે કે અપ્રમત્ત થઈને ધારો એટલે કે કરો !
લક્ષ્યાર્થ-વિવેચનઃ આ સંસારમાં કર્મની ઉપાધિના કારણે જીવ સાત મહા ભયોથી સંતપ્ત છે, ભયભીત છે. જીવ-માત્રને ૧) આહાર ૨) ભય ૩) મૈથુન અને ૪) પરિગ્રહ એ ચાર સંજ્ઞા છે. જીવ-માત્ર ભય સંજ્ઞાથી ભયભીત છે. ભયભીત રાખનારા સાત મોટા ભયો છે.
૧) ઈહલોક ભય અથવા આલોકભયઃ વર્તમાનમાં પ્રાપ્ત સંયોગોમાં અહીં આલોકમાં અરસપરસનો એકબીજાને જે ભય છે તે ઈહલોક ભય છે. એ આ લોકની ચિંતા છે.
૨) પરલોક ભય ઃ પરલોકમાં એટલે કે આગામી ભવમાં હું શું થઈશ અને મને કેવો ભવ મળશે? તેની ચિંતા અને પરલોકમાં રહેલ વાણ વ્યંતર, ભૂત પિશાચ આદિનો ભય એ પરલોકભય છે.
મનુષ્યભવમાં આવીને આત્માએ સાયી સ્વતંત્રતા મેળવવા જબ્બર પુરુષાર્થ કરવાનો છે.
કર્મની જંજીરો તોડ્યા વિના મુક્તિ નહિ મળે.