________________
85
હૃદય નયન નિહાળે જગધણી
રહેલ સંભવિત-શક્ય એવા કારણ ઉપાદાનને તૈયાર કરવું એ સર્વપ્રથમ પ્રધાનપણે કરવાની જરૂર છે. કારણ જ કાર્યરૂપે પરિણમતું હોય છે. કારણ સેવન વિના કાર્યસિદ્ધિ નથી. કારણ એટલે કે સાધન મળવા છતાં સાધ્યની સિદ્ધિ કરવી નહિ તે અપાત્રતા-મૂર્ખતા છે અને કારણ સેવ્યા વિના કાર્યસિદ્ધિને ઈચ્છવી તે ઉન્માદ-ગાંડપણ છે. તેથી જ અયોગ્ય, મૂર્ખને સાધન અને સાધના આપવામાં આવતા નથી. કદાચ જો મળ્યાં હોય તો તેના દુરુપયોગને કારણે પોતાની જ મૂર્ખતાથી એ સાધનો ગુમાવી બેસે છે. તે જ પ્રમાણે સાધન વિના-સાધના વિના સિદ્ધિને ઈચ્છનારો-કારણના સેવન વિના કાર્યસિદ્ધિને વાંછનાર શેખચલ્લીની જેમ હવામાં હવાઈ-કિલ્લા બાંધનારો, ગાંડો છે.
યોગીરાજજીને મન તો ત્રીજો સંભવ જિનેશ્વર જ વસ્યા છે અને એમની જ પ્રાર્થના-સ્તવના-આરાધના તેઓશ્રી કરી રહ્યાં છે. પરંતુ સંભવદેવા તે...કે પછી સંભવ દેવત... શબ્દપ્રયોગથી હૃદયની વિશાળતા દાખવતા અજૈનને પણ જણાવે છે કે જે કોઈ દેવ તરીકે સંભવતા હોય, જેમનામાં તમને દેવત-દેવત્વ સંભવિત જણાતું હોય, તે તે દેવને સેવીને એટલે કે એમના શરણે રહીને તમારા પોતાના દેવત્વને પ્રગટ કરવાના કાર્યના કારણરૂપ પૂર્વસેવારૂપે તમે અભય, અદ્રેષ, અખેદ થાઓ !
‘દેવ' શબ્દમાં સર્વ દેવોનો સમાવેશ કરવા દ્વારા “ચારિસંજીવનીચાર” ન્યાયે કાળક્રમે કરીને સંજીવનીચારના ચારાને પામી આત્મા એના (મૂળ) મૌલિક શુદ્ધ પરમ આત્મસ્વરૂપને મેળવે-પ્રગટ કરે; એવો ગંભીર આશય યોગીરાજજીનો હોઈ શકે.
ભૂમિકા શુદ્ધિ ન થાય ત્યાં સુધી તેના ઉપર કોઈ સુંદર દર્શનીય આનંદદાયી ચિતરામણ થઈ શકતું નથી કે પ્રતિબિંબ ઉપસતું નથી. એ
આજે આપણામાં આપણી અવળી યાલમાં વિમાનના જેવો વેગ છે અને
સવળી યાલમાં કીડી જેવી મંદ ગતિ છે.